bike insurance calculator
Two Wheeler Insurance with HDFC ERGO
Annual Premium starting at just ₹538*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
7400+ Cashless Network Garages ^

2000થી વધુ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
Emergency Roadside Assistance

ઈમર્જન્સી રોડસાઇડ

સહાયતા
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર

ટૂ-વ્હીલર બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર

bike insurance calculator online

બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક ઑનલાઇન ટૂલ છે જે પૉલિસીધારકને વાહનની કેટલીક વિગતો જેમ કે મેક, મોડેલ/વેરિયન્ટ, વાહન રજિસ્ટ્રેશન નંબર, RTO લોકેશન અને ટૂ-વ્હીલરની ખરીદી વર્ષ જેવી કેટલીક વિગતો ઉમેરીને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવાની મંજૂરી આપે છે. ટૂ-વ્હીલર પૉલિસી ખરીદતા પહેલાં પ્રીમિયમની ગણતરી કરવાથી તમને વિવિધ ઇન્શ્યોરર પાસેથી પૉલિસી ક્વોટેશનનો યોગ્ય વિચાર મળશે અને આમ ખરીદીનો યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે.

બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરવાનું મહત્વ

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવી અને પૉલિસી માટે ચૂકવવાની પ્રીમિયમ રકમની તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીચે આપેલ કેટલાક કારણો દ્વારા બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ શા માટે મહત્વપૂર્ણ છે તે તમને સમજાશે.

• તમે ખરીદો તે પહેલાં તે બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવામાં તમારી મદદ કરે છે.

• તમને તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.

• તમારા પૈસા બચાવે છે અને કૉસ્ટ-ઇફેક્ટિવ છે

• તમને કોઈપણ ઑનલાઇન/ઑફલાઇન છેતરપિંડી સામે સુરક્ષા આપે છે.

ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરના લાભો

Select perfect premium plan that suits your budget

તમારા બજેટને અનુકૂળ યોગ્ય પ્રીમિયમ પ્લાન પસંદ કરો

Pick the right combination of Add-on covers

ઍડ-ઑન કવરનું યોગ્ય કૉમ્બિનેશન પસંદ કરો

No Agent required

કોઈ એજન્ટની જરૂર નથી

તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

1
ઇન્શ્યોરન્સ પૉલિસીનો પ્રકાર
દરેક ઇન્શ્યોરન્સ કંપની ટૂ-વ્હીલર માટે બે પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરે છે. થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એ એકદમ ન્યૂનતમ પૉલિસી છે, જે ભારતીય કાયદા દ્વારા ફરજિયાત છે અને માત્ર થર્ડ-પાર્ટીના નુકસાનને કવર કરે છે. કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે અને થર્ડ-પાર્ટીના નુકસાન સાથે ચોરી, કુદરતી અને માનવ-નિર્મિત દુર્ઘટનાઓ અને અકસ્માતો સામે કવરેજ પ્રદાન કરે છે. તેના દ્વારા મળતા લાભોને ધ્યાનમાં લેતા, કોમ્પ્રિહેન્સિવ કવર માટેનું પ્રીમિયમ થર્ડ-પાર્ટી કવરના પ્રીમિયમની તુલનામાં વધુ હશે.
2
ટૂ-વ્હીલરનો પ્રકાર અને સ્થિતિ
વિવિધ બાઇક્સમાં વિવિધ વિશિષ્ટતાઓ છે અને તેથી, તેમને ઇન્શ્યોરન્સ આપવાની કિંમત પણ અલગ છે. બાઇક એન્જિનની ક્યુબિક ક્ષમતા એ નિર્ણાયક ઘટક છે જે ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. જેટલી ક્યુબિક ક્ષમતા વધુ હશે, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ એટલું જ વધુ રહેશે. આ ઉપરાંત, વાહનની ઉંમર, બાઇક મોડેલનો પ્રકાર અને વાહનની ક્લાસ, રજિસ્ટ્રેશનનું સ્થાન, ઇંધણનો પ્રકાર અને કવર કરેલા માઇલ્સની સંખ્યા પણ પ્રીમિયમ કિંમત પર અસર કરે છે.
3
બાઇકનું માર્કેટ મૂલ્ય
બાઇકની વર્તમાન કિંમત અથવા બજાર મૂલ્ય પણ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. બાઇકનું બજાર મૂલ્ય તેના બ્રાન્ડ અને કાર્યક્ષમતા પર આધારિત છે. જો વાહન જૂનું હોય, તો પ્રીમિયમ વાહનની સ્થિતિ તેમજ તેના પુનઃવેચાણ મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે.
4
ઍડ-ઑન કવરેજ
ઍડ-ઑન કવર કવરેજ વધારવામાં મદદ કરી શકે છે, પરંતુ જેમ ઍડ-ઑન્સની સંખ્યા વધુ, તેમ પ્રીમિયમ પણ વધુ ચૂકવવાનું રહેશે. તેથી, માત્ર તે જ કવર પસંદ કરો જે તમને જરૂરી લાગે છે.
5
બાઇકમાં કરવામાં આવેલ ફેરફાર
ઘણા લોકો તેની સુંદરતા અને કામગીરીમાં સુધારો કરવા માટે તેમની બાઇકમાં ઍક્સેસરીઝ ઉમેરવાનું પસંદ કરે છે. જોકે, આ ફેરફારો સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા નથી અને તમારે આ ફેરફારો માટે ઍડ-ઑન કવર ખરીદવાની જરૂર પડી શકે છે. જોકે, આ ફેરફારોને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવાથી પ્રીમિયમની રકમ વધી શકે છે.

બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવી ખૂબ જ સરળ છે. એકવાર તમે બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પેજ પર આવી જાઓ ત્યાર પછી, તમારા ટૂ-વ્હીલર અને ઇન્શ્યોરન્સ પ્રોડક્ટના પ્રકાર (કોમ્પ્રિહેન્સિવ/લાયબિલિટી) ની ફરજિયાત વિગતોનો ઉલ્લેખ કરો. બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને સમજવા અને ગણતરી કરવા માટે નીચેના પગલાં જુઓ.

• તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિગતો જેમ કે બનાવટ અને મોડેલ ભરો

• વાહનની એક્સ-શોરૂમ કિંમત, શહેર અને ખરીદીનું વર્ષ દાખલ કરો

• તમારી બાઇકના કોઈપણ પાછલા વર્ષના ક્લેઇમની વિગતો પસંદ કરો અને સબમિટ કરો

બાઇક ઇન્શ્યોરન્સમાં IDV અને તમારા ટૂ-વ્હીલરના પ્રીમિયમનું ક્વોટેશન બતાવવામાં આવશે

• તમારી જરૂરિયાત મુજબ પ્લાન (કોમ્પ્રિહેન્સિવ/થર્ડ પાર્ટી) પસંદ કરો

• તમારા બાઇક ઇન્શ્યોરન્સ માટે ઍડ-ઑન કવર પસંદ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે ઘટાડવું

• ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો

• AAI- એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરો

લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો

• ઍડ-ઑન કવર પસંદ કરો

• નાની રકમના ક્લેઇમ કરવાનું ટાળો

2000+<sup>**</sup> Network Garages Across India

લેટેસ્ટ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

Tips to Lower Your Two Wheeler Insurance Premium in 2025

2025 માં તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવાની ટિપ્સ

સંપૂર્ણ લેખ જુઓ
23 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત
How to Calculate Your Bike Insurance Premiums?

તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી?

સંપૂર્ણ લેખ જુઓ
16 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત
Everything You Should Know About Bike Insurance Premium Calculator

બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર વિશે તમારે જાણવાલાયક તમામ માહિતી

સંપૂર્ણ લેખ જુઓ
નવેમ્બર 8, 2024 ના રોજ પ્રકાશિત
How to Calculate Bike Insurance Premium in India

ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી

સંપૂર્ણ લેખ જુઓ
18 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રકાશિત
Slider Right
Slider Left
વધુ બ્લૉગ જુઓ

બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


બાઇક ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઘણા પરિબળો પર આધાર રાખે છે. તેમાંથી કેટલાક - બાઇક પ્લાનનો ઇન્શ્યોરન્સ પ્રકાર (કોમ્પ્રિહેન્સિવ અથવા થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ), બાઇકનું નિર્માણ, મોડેલ અને પ્રકાર, RTO સ્થળ, બાઇકનો રજિસ્ટ્રેશન શહેર વગેરે છે. તમે માત્ર આ વિગતો ઉમેરીને તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરી શકો છો.
નવી બાઇકની જેમ, સેકન્ડ-હેન્ડ બાઇકનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ બાઇકના નિર્માણ, મોડેલ અને પ્રકાર, પસંદ કરેલ પ્લાનનો પ્રકાર, બાઇક રજિસ્ટ્રેશનનું શહેર વગેરે જેવા ઘણા પરિબળો પર પણ આધારિત છે. જો કે, સેકન્ડ-હેન્ડ બાઇકના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પ્રમાણમાં વધુ હોય છે કારણ કે પ્રીમિયમની રકમ બાઇકની ઉંમર પર પણ આધારિત છે.
તમે પસંદ કરેલ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન માટે ચુકવણી કરશો, ત્યારબાદ પૉલિસી ડૉક્યુમેન્ટ તમને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે.
બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાના લાભો નીચે મુજબ છે:
• પૉલિસી પ્રપોઝર્સ માટે ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે.
• તેની મદદથી તમે વિવિધ પ્રીમિયમ દરોને સરખાવી શકો છો અને તમારી જરૂરિયાતો અને બજેટના આધારે ઑપ્ટિમમ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો.
• હવે, તમારે નિર્ણય લેવામાં ઉતાવળ કરવાની અને કેટલાક વીમા એજન્ટ્સના કહ્યા પ્રમાણે જ કરવાની જરૂર નથી.
જૂની/નવી બાઇક માટે પ્રીમિયમની ગણતરી કરવા માટે તમારે રજિસ્ટ્રેશનની તારીખ, ઉત્પાદક, મોડેલ, નોંધણી શહેર, સમ ઇન્શ્યોર્ડ (વાહનનું મૂલ્ય), પ્રોડક્ટનો પ્રકાર (વ્યાપક/જવાબદારી), ઍડ ઑન કવર જેવી વિગતો પ્રદાન કરવી પડશે. તમે માત્ર "જૂના બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો" પર ક્લિક કરી શકો છો અને ત્વરિત ક્વોટ્સ પ્રાપ્ત કરી શકો છો.
કવરેજ અને લાભોનો આનંદ માણવા માટે બાઇક ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ મહત્વપૂર્ણ છે. એક્સપાયરીની તારીખની નજીક આવે ત્યારે તમારી પૉલિસીને રિન્યુ કરાવવી એ સલાહભર્યું છે. તમે માત્ર "રિન્યૂઅલ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો" પર ક્લિક કરી શકો છો અને તમારી વર્તમાન બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા માટે તરત જ ક્વોટ્સ પ્રાપ્ત કરી શકો છો.