Knowledge Centre

વનટેસ્ટીક

Onetastic

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનું એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ સાથે સંકલન થયું ત્યારથી, અમે 'એક ફેન્ટાસ્ટિક’ કંપની બનવા માટે એકબીજાના સહાયક બની રહ્યાં છીએ. અને એ જ #Onetastic ની શરૂઆત છે એટલે કે જ્યાં કર્મચારી હોય ત્યાં HR લઈ જવું. એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ એ ફિલસૂફીમાં દ્રઢપણે માને છે કે એક ખુશ કર્મચારી કસ્ટમર્સને ખુશ કરી શકે છે. પ્રત્યેક કર્મચારીની સુખાકારી સુનિશ્ચિત કરવી એ અમારી પ્રાથમિકતા છે; તે તેમની ઉત્પાદકતામાં વધારો કરે છે. અમે અમારા કસ્ટમર્સને અમારા મૂલ્યો - સંવેદનશીલતા, ઉત્કૃષ્ટતા, નૈતિકતા અને ગતિશીલતા (SEED) અનુસાર પ્રતિભાશાળી, ઉત્પાદક અને સંગઠિત કાર્યબળ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ રીતે, અમારા કર્મચારીઓને એક એવું પ્લેટફોર્મ ઑફર કરવું જ્યાં તેઓ તેમની ક્ષમતા સુધી વિકાસ કરી શકે, સમાન રીતે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સની HR ટીમ દરેક કર્મચારી સુધી પહોંચવા અને તેમની સમસ્યાઓના સમાધાન માટે પ્રતિબદ્ધ છે. આ માટે, HR ટીમ એ કર્મચારીને પ્રોત્સાહન, શિક્ષણ, સર્વિસ, પર્ફોર્મન્સ મેનેજમેન્ટ, વેલનેસ કનેક્ટ, ગોલ-સેટિંગ અને ફીડબેક જેવી બહુવિધ પ્રવૃત્તિઓ કરે છે.

#Onetastic ના પાંચ પ્રાથમિક સ્તંભો છે - શિક્ષણ, પ્રોત્સાહન, વેલનેસ, સર્વિસ અને અભિપ્રાયો. તે દરેક કર્મચારીના જ્ઞાનમાં વૃદ્ધિ, આરોગ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા, તેમના સુધી પહોંચવા અને તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે તેમને મદદ કરવા વિશે છે. અમારી કેટલીક લોકપ્રિય પહેલ છે: વરિષ્ઠ નેતૃત્વ સાથેનો સંવાદ, યોગ ના વર્ચ્યુઅલ સેશન્સ, રસોઇ જેવા મનોરંજક અને માહિતીપ્રદ પ્રોજેક્ટ્સ કરવા વગેરે. પ્રોજેક્ટ શક્તિ એ આ પ્રોગ્રામ એક વિશેષતા છે, જેમાં અમે વધુ મહિલાઓને અમારી સંસ્થામાં જોડાવા અને સ્વપ્નો સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ખાતે અમે માનીએ છીએ કે દરેક કર્મચારીમાં આગળ આવવાની અને ચમકવાની ક્ષમતા છે. તેમને જરૂર છે એક યોગ્ય તકની, ટેકાની અને પ્રોત્સાહનની. SEED એવોર્ડ કે જે #Onetastic નો ભાગ છે, તે કર્મચારીઓની સિદ્ધિઓ અને યોગદાનની કદર કરવાનો એક પ્રયત્ન છે. સર્વશ્રેષ્ઠ સહકર્મચારી, શીખનાર, અથવા કર્મચારીને તેમના સમર્પણ અને પ્રતિબદ્ધતા માટે ‘કુડોસ’ કહેવું એ તેમના પ્રયત્નોને સલામ કરવાની અમારી રીત છે.

કામ પર આવવું એ કોઈ સામાન્ય કે નીરસ પ્રવૃત્તિ હોય તે જરૂરી નથી કે જેમાં માત્ર સમયમર્યાદામાં કામ પૂરા કરવાનું જ મહત્વ હોય. જ્યારે કામ મનોરંજક, આકર્ષક અને શીખવાનો અનુભવ બની જાય છે, ત્યારે તે રસપ્રદ સફર બની જાય છે અને દરેક કર્મચારી તેની રાહ જુએ છે. #Onetastic દ્વારા અમે વાસ્તવમાં આમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

પ્રોજેક્ટ શક્તિ

Project Shakti

એચડીએફસી અર્ગો ખાતે અમારો ઉદ્દેશ્ય કામ કરવા માટેનું એક સમાન વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી ખરેખર વિવિધતાની શક્તિનો લાભ મેળવી શકાય. અને 'પ્રોજેક્ટ શક્તિ''શક્તિ' માટેનો એક રસ્તો છે. કંપની કામ કરવા માટેનું એક સમાન વાતાવરણ ઊભું કરવા તરફ કામ કરી રહી છે અને વિચારો, કૌશલ્ય અને ક્ષમતામાં વિવિધતા લાવવામાં માને છે. એચડીએફસી અર્ગો વિભિન્નતાઓને માન આપીને અને વધુ સાથે રહેવાની સાથે સમાનતાની ઉજવણી કરવામાં દ્રઢપણે માને છે. અમારો ધ્યેય તમામ અવરોધો ઓછા કરીને, પીપલ પ્રેક્ટિસમાં રહેલ ભેદભાવોને દૂર કરવાનો છે, કે જેથી નેતૃત્વના તમામ સ્તરે વિવિધ લોકોને પ્રતિનિધિત્વ મળી શકે. અમારા માટે, વધુ વૈવિધ્યસભર ટીમોનો અર્થ છે વિવિધ લોકોનું આગળ આવીને બોલવું, વધુ સારા નિર્ણયો અને અમારા ભાગીદારો અને કસ્ટમર માટે વધુ સારા પરિણામો. અમે તેને એક પગલું આગળ લઈ જવા માંગીએ છીએ અને ગાઢ સંબંધની સંસ્કૃતિ ઊભી કરવા માંગીએ છીએ, જેના થકી સહકર્મચારીઓ પૂરી લગનથી તેમનું કાર્ય કરવામાં સમર્થન કરશે અને પોતાની જાતને મુક્તપણે વ્યક્ત કરી શકશે, તે જાણીને કે તેઓ જે મૂલ્ય લાવે છે તેના માટે તેમની પ્રશંસા કરવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય અમે જે કરીએ છીએ તેના કેન્દ્રમાં વિવિધતા અને સમાવેશની પહેલને સમર્થન આપવાનો છે અને સક્રિય પ્રવૃતિઓ દ્વારા આવા મૂલ્યોને સાકાર કરવાનો છે. અમારા માટે, કર્મચારીઓની વિવિધતા સૌથી વધુ મહત્વની છે અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે અમારા વ્યવસાયની સમૃદ્ધિ માટે દરેકનો સમાવેશ કરીએ છીએ.

લાઇફ @ એચડીએફસી અર્ગો

એચડીએફસી અર્ગો પર જીવન દરેક પગલે સાહસથી ઓછું નથી. અમે હંમેશા અમારા અંતિમ લક્ષ્ય- કસ્ટમર સંતોષ- ની સફળતાપૂર્વક ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીએ છીએ- રોજિંદી કઠિન પરિસ્થિતિઓમાં કર્મચારીઓનું મનોબળ જાળવી રાખવા માટે મલ્ટિપલ કમ્યુનિટિ ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવે છે. તમે ક્લેઇમ સેટલ કરી રહ્યા હોવ કે લક્ષ્ય પૂરા કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હોવ, અથવા અન્ય મહત્વના હેતુઓ માટે તમારા સમય અને ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા હોવ - એચડીએફસી અર્ગો માં ક્યારેય નિષ્ક્રિય ક્ષણ નથી હોતી.

SEED Awards

SEED એવોર્ડ

એચડીએફસી અર્ગો ખાતે જીવન તેના મૂલ્યો પર આધારિત છે - SEED (સંવેદનશીલતા, ઉત્કૃષ્ટતા, નૈતિકતા, ગતિશીલતા), જે કંપનીની મુખ્ય તાકાત છે. દર વર્ષે તેના સ્થાપના દિવસ પર, એચડીએફસી અર્ગો તે તમામ કર્મચારીઓને તેમની સિદ્ધિઓ અને કંપનીમાં યોગદાન બદલ બિરદાવે છે કે જેઓ આ મૂલ્યોને જાળવી રાખવા અન્યોથી અલગ રીતે કાર્ય કરે છે.

Employee Engagement

કર્મચારીના પ્રોત્સાહન

વિવિધતામાં એકતા એ એચડીએફસી અર્ગોનું સૂત્ર છે, જ્યાં અમે આખા વર્ષ દરમિયાન તમામ સંસ્કૃતિઓ અને તેમના તહેવારોની ખૂબ જ ધામધૂમ અને મનોરંજક પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરીએ છીએ. પછી તે ઈદ, દિવાળી કે ક્રિસમસ હોય, અમારા કર્મચારીઓ એક જ સમુદાયની ભાવના લાવવા માટે તમામ તહેવારો સમાન ઉત્સાહ સાથે ઉજવે છે.

Health Camps

હેલ્થ કેમ્પ્સ

સ્વસ્થ કર્મચારીઓથી એક સ્વસ્થ સંસ્થા બને છે. તેથી, તેના કર્મચારીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે, એચડીએફસી અર્ગો તેની તમામ ઓફિસોમાં નિયમિત સ્વાસ્થ્ય કેમ્પોનું આયોજન કરે છે. દરેક કર્મચારી તેમના સ્વાસ્થયના અગત્યના મુદ્દાઓ વિશે માહિતગાર રહે તે માટે તેમની ફરજિયાત સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવે છે.

Sports

રમતગમત

રોજિંદા કામની એકવિધતા દૂર કરવા માટે રમતગમત એ આપણી શક્તિઓને ચેનલાઇઝ કરવાની એક શ્રેષ્ઠ રીત છે. અમારી ઇન્ટર-ટીમ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ/ટુર્નામેન્ટ અમારા કર્મચારીઓ, જેઓ વ્યક્તિગત રીતે અથવા ટીમ તરીકે ઘણા ઉત્સાહ સાથે ભાગ લે છે, અલબત્ત, ખૂબ જ મહત્વની એવી ટ્રોફી પર નજર રાખીને, માટે તણાવ દૂર કરવાની ખુબ જ સારી રીત છે.

અમારૂં વિઝન

"કસ્ટમરની જરૂરિયાતો સંતોષીને અને તેમની પ્રગતિ માટે સુવિધા આપીને કસ્ટમર-ફર્સ્ટ અભિગમ સાથે અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની બનવું"

અમારા મૂલ્યો

Our Values

અમારા વિઝનને વાસ્તવિકતામાં ફેરવવા માટે, અમે અમારા મૂલ્યોના SEED વાવવા અને તેની સંભાળ માટે પ્રતિબદ્ધ છીએ. અમારી નૈતિકતા અને પ્રામાણિકતા અમને અમારી પેરેન્ટ કંપની એચડીએફસી લિમિટેડ પાસેથી વારસામાં મળેલી 'વિશ્વાસની પરંપરા' જાળવી રાખવામાં મદદ કરે છે. આ વિશ્વાસ અમારા તમામ નિર્ણયો અને કામગીરીમાં દેખાય તેની અમે ખાતરી કરીએ છીએ. તે અમને અમારા તમામ હિતધારકો જેમ કે કસ્ટમર, બિઝનેસ પાર્ટનર્સ, રિ-ઇન્શ્યોરર્સ, શેરહોલ્ડર્સ અને સૌથી અગત્યના એવા અમારા કર્મચારીઓ માટે મૂલ્યો બનાવવા અને જાળવવા માટે એક ટીમ તરીકે કામ કરવામાં મદદ કરે છે.

SEED — સંવેદનશીલતા, ઉત્કૃષ્ટતા, નૈતિકતા, ગતિશીલતા

સંવેદનશીલતા

અમે અમારા બિઝનેસને સહાનુભૂતિ અને અમારા બધા હિસ્સેદારોની આંતરિક અને બાહ્ય જરૂરિયાતોની સમજણ થકી આગળ ધપાવીશું.

ઉત્કૃષ્ટતા

અમે હંમેશા નવીન પ્રોડક્ટ્સ અને સર્વિસ ઑફર કરવાનો પ્રયત્ન કરીશું અને અમે જે કરીએ છીએ તેમાં નવા બેંચમાર્ક્સ સેટ કરવાનો પ્રયત્ન કરીશું.

નૈતિકતા

અમે અમારા વાયદાઓનું પાલન કરીશું અને અમારા તમામ હિસ્સેદારો સાથેના અમારા વ્યવહારમાં પારદર્શક રહીશું.

ગતિશીલતા

અમે "કરી શકીએ છીએ" અભિગમ સાથે પ્રો-ઍક્ટિવ રહીશું, અને પડકારોને સ્વીકારીશું અને દરેક પગલે તેમની પર જીત મેળવીશું.