મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ તમને લાંબા ગાળા માટે નુકસાન, ચોરી અથવા થર્ડ-પાર્ટીની જવાબદારી સામે ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષિત કરે છે. પરંપરાગત એક વર્ષના પ્લાન્સને વાર્ષિક રિન્યુઅલની જરૂર પડે છે પરંતુ મલ્ટી-ઇયર પૉલિસીઓ તમને રિન્યુઅલની ઝંઝટ વગર થોડા વર્ષો માટે ઇન્શ્યોર્ડ રાખે છે. તે તમને માન્ય પૉલિસી વગર રાઇડિંગના પરિણામોથી બચાવે છે. એચડીએફસી અર્ગોના મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ સાથે, તમે દર વર્ષે પૉલિસીને રિન્યુ કરવાની ઝંઝટમાંથી બચી શકો છો અને ત્રણ વર્ષ સુધી સુરક્ષા સાથે તમારી રાઇડનો આનંદ માણી શકો છો.
બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ તમને એક વખતની પ્રીમિયમ ચુકવણી સાથે એક પ્લાનમાં લાંબા ગાળાનું કવરેજ આપે છે. આ એકલ પૉલિસી થોડાક વર્ષો સુધી ચાલુ રહે છે, જેથી વાર્ષિક રિન્યૂઅલ વિશે ચિંતા કરવી પડતી નથી. એચડીએફસી અર્ગો તમને બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ પૉલિસીઓની પ્રીમિયમ કિંમતો પર ઘણું સારું ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. જો તમે હાલમાં જ નવું ટૂ-વ્હીલર ખરીદ્યું છે અથવા તમારી મનપસંદ બાઇકને વધુ વર્ષો સુધી ચલાવવાની યોજના બનાવો છે, તો એક બહુ-વર્ષીય પૉલિસી તમારો ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જોઈએ, જેથી તમે લાંબા ગાળા માટે તણાવ-મુક્ત રાઇડનો આનંદ માણી શકો.
કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી બાઇક/સ્કૂટરને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. તે આગ, ચોરી, કુદરતી આપત્તિઓ, માનવનિર્મિત જોખમો અને અન્ય અણધારી ઘટનાઓને કારણે ઉદ્ભવતા નુકસાન માટે તમારા વાહનને કવરેજ પ્રદાન કરે છે. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે, જો કે, કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પસંદ કરવું એ સમજદારીભર્યું છે, જે કોઈપણ બાહ્ય નુકસાનથી તમારી બાઇકને સંપૂર્ણ ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરી શકે છે. ઉપરાંત, ભારત જેવો દેશ પૂર અને માર્ગ અકસ્માતોની સંભાવના ધરાવે છે, જેના કારણે તમારા વાહનને અસુરક્ષિત બનાવી નુકસાન કરી શકે છે. તેથી, મોટા ફાઇનાન્શિયલ ખર્ચને ટાળવા માટે, તમારા ટૂ-વ્હીલર માટે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવું સમજદારીભર્યું છે. .
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
થર્ડ પાર્ટી લાયબિલિટી
જો માન્ય પૉલિસી હોય તો કોઈ દંડ નથી
ઉપયોગી ઍડ-ઑનની પસંદગી
This policy gives you long-term coverage against all third-party liabilities such as damage to their property or vehicle, and injury or death of a third party for up to three years. Having a valid third-party insurance cover is mandatory for all two-wheelers as per Motor Vehicles Act, 1988. Although, this policy does not cover damages or theft of your two-wheeler.
અકસ્માત, ચોરી, આગ વગેરે.
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
એક થર્ડ-પાર્ટી પૉલિસી શું કવર કરે છે તે ઉપરાંત, આ પૉલિસી તમને 5 વર્ષ સુધી તમારા ટૂ-વ્હીલરની આસપાસ સર્વાંગી સુરક્ષાનું સંપૂર્ણ પૅકેજ આપે છે. તમે તમારી જરૂરિયાતોના આધારે આ પૉલિસીની મુદત પસંદ કરી શકો છો. અહીં એચડીએફસી અર્ગો પર, તમે તમારી કારને સમય વીતતા ઘટતા જતાં મૂલ્યથી બચાવવા માટે 'ઝીરો ડેપ્રિશિયેશન કવર' અથવા 24x7 ઑન-રોડ સહાય મેળવવા માટે 'ઇમરજન્સી સહાયતા કવર' જેવા તમારી પસંદગીના ઍડ-ઑનનો સમાવેશ કરવાની સુગમતા પણ મેળવી શકો છો.
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
કરિયાણું ખરીદતી વખતે તમે શું પસંદ કરો છો, બધું થોડા દિવસો સુધી ચાલે તે માટે એક સાથે ખરીદવું કે દરરોજ સુપરમાર્કેટમાં જવું અને દરરોજ ખરીદી કરવી? જો પસંદગી આપવામાં આવે તો, તમને ખાતરી હોય કે તમને ટૂંક સમયમાં તેની જરૂર પડશે તો, મોટાભાગના લોકો થોડા દિવસો માટે સ્ટોક કરવાનું પસંદ કરશે. જો તમે ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે તમારા ટૂ-વ્હીલરનો ઉપયોગ કરવા માટે ચોક્કસ હોવ તો એક વર્ષીય પૉલિસી પર બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી એકદમ સમાન છે. બહુ-વર્ષીય પ્લાન ખરીદવાથી તમે દર વર્ષે પૉલિસી રિન્યુ કરવાની ઝંઝટથી મુક્ત રહો છે અને તેનાથી પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ સાથે તે તમારા પૈસા બચાવશે.
માપદંડ | એક વર્ષ | બહુ-વર્ષીય |
રિન્યૂ કરો | દર વર્ષે | 3-5 વર્ષમાં એકવાર |
ઇન્શ્યોરન્સની વાર્ષિક કિંમત | વધુ | ઓછી |
પ્રીમિયમ પર છૂટ | ઉપલબ્ધ નથી | ઉપલબ્ધ |
સુગમતા | વધુ સુગમ | ઓછું સુગમ |
NCB ડિસ્કાઉન્ટ | ઓછા NCB ડિસ્કાઉન્ટનો ક્લેમ કરી શકાય છે મોટર ટેરિફ મુજબ | ઉચ્ચ NCB ડિસ્કાઉન્ટનો ક્લેમ કરી શકાય છે મોટર ટેરિફ મુજબ |
તે કોના માટે છે? | એવા વાહનોના માલિકો માટે, જેનું વાહન 3 વર્ષથી ઓછા સમય સુધી ચાલે છે | નવા વાહનોના માલિકો માટે જેનું વાહન 3 વર્ષથી વધુ ચાલશે |
એચડીએફસી અર્ગો મલ્ટી યર બાઇક ઇન્સ્યોરન્સ, જેને લોંગ ટર્મ બાઇક ઇન્સ્યોરન્સ પણ કહેવાય છે, તે બે પ્રકારના પૉલિસી પ્લાન પ્રદાન કરે છે. લાંબા ગાળાની થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાથી પાંચ વર્ષ સુધી મિલકત અથવા વાહનને નુકસાન, વ્યક્તિને થયેલી ઈજા અથવા મૃત્યુના ક્લેઇમ સહિતની તમામ થર્ડ-પાર્ટી જવાબદારીઓ સામે લાંબા ગાળાનું રક્ષણ મળે છે. 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, દરેક મોટરાઇઝ્ડ ટૂ-વ્હીલરનું ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજ હોવું ફરજિયાત છે. જો કે, આ પૉલિસી હેઠળ તમારા ટૂ-વ્હીલરની ચોરી અથવા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવતી નથી.
બીજી તરફ, પ્રાઈવેટ બંડલ્ડ કવર પૉલિસી તમારા ટૂ-વ્હીલરને પાંચ વર્ષ સુધી થર્ડ-પાર્ટી પૉલિસીના કવર ઉપરાંત એકંદર સુરક્ષાનું વ્યાપક પેકેજ પ્રદાન કરે છે. તમે તમારી જરૂરીયાત અનુસાર આ પૉલિસીની મુદત નક્કી કરી શકો છો. એચડીએફસી અર્ગો તમને તમારી પસંદગીના એડ-ઓન કવર, જેમ કે સમયની સાથે તમારા ટૂ-વ્હીલરના મૂલ્યના ઘસારા સામે રક્ષણ આપવા માટે ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ કવર અથવા ચોવીસ કલાક ઓન-રોડ આસિસ્ટન્સ મેળવવા માટે ઇમરજન્સી આસિસ્ટન્સ કવર, ખરીદવાનો વિકલ્પ આપે છે.
લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સની વિશેષતાઓમાં શામેલ છે-
હવે તમે તમારા ટૂ-વ્હીલરને તમારા સોફા પર આરામથી બેઠા બેઠા સુરક્ષિત કરી શકો છો. 4 સરળ પગલાંઓમાં એચડીએફસી અર્ગોની બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો.
કેટલાક પરિબળો છે જે તમારા મલ્ટી-યર બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમને અસર કરી શકે છે. તે પરિબળો નીચે મુજબ છે-
જેમ જેમ તમે બાઇક ચલાવતા જાઓ છો, તેમ તેમ તે ઘસારો પામે છે, જેથી તેમાં કન્ઝ્યુમેબલનો પુરવઠો ઘટે છે. આના પરિણામે તેના બજાર મૂલ્યમાં ઘટાડો થાય છે. ઑટો ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ડેપ્રિશિયેશનની ગણતરી અલગ રીતે કરવામાં આવે છે. યાદ રાખો કે જેમ તમારી બાઇકને વધુ ઘસારો પહોંચશે તેમ તેના ઇન્શ્યોરન્સ દરમાં ઘટાડો થશે. આ ટૂ-વ્હીલરની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ સાથે સંયોજનમાં કામ કરે છે.
ઇન્શ્યોરન્સ કંપનીની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ, અથવા આઇડીવી, તમારી બાઇકના વર્તમાન બજાર મૂલ્યને નિર્ધારિત કરે છે. ક્લેઇમની સ્થિતિમાં ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમને મહત્તમ કેટલી રકમ ચુકવવામાં આવશે તે રકમ દર્શાવે છે. તમારા પ્રીમિયમની સીધી ગણતરી આઇડીવીના આધારે કરવામાં આવે છે. સારા સમાચાર એ છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા, પૂર્વનિર્ધારિત આઇડીવીની ચોક્કસ રેંજની અંદર તમને તમારી પોતાની આઇડીવી પસંદ કરવાની સુવિધા આપવામાં આવે છે. તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં તમે પસંદ કરેલી આઇડીવીની રકમના સીધા પ્રમાણમાં વધારો થાય છે.
NCB એ સુરક્ષિત ડ્રાઇવિંગ અને નિયમિત ઇન્શ્યોરન્સ રિન્યુઅલને પ્રોત્સાહિત કરવા માટે પૉલિસીના પ્રીમિયમ પર ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી વિશેષ છૂટ છે. જો તમે કોઈપણ ક્લેઇમ કર્યા વિના પાંચ વર્ષ વિતાવો છો, તો ડિસ્કાઉન્ટ ક્લેઇમ-મુક્ત થવાના પ્રથમ વર્ષના 20% થી વધીને 50% થાય છે. જો કે, આને પ્રાપ્ત કરવા માટે, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે ઇન્શ્યોરન્સને સતત રિન્યુ કરવામાં આવે અને તે ક્યારેય સમાપ્ત થાય નહીં.
સુરક્ષાની મર્યાદા અને પ્રકૃતિને વિસ્તૃત કરવા માટે, બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ તમને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી પર વિવિધ ઍડ-ઑન ઑફર કરે છે. તમે જેટલા વધુ ઍડ-ઑન પસંદ કરો છો, તેના પરિણામે તમારી બાઇક ઇન્શ્યોરન્સની કિંમત વધશે કારણ કે આ ઍડ-ઑનની કિંમત અતિરિક્ત હોય છે.
તમે લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવાનું નક્કી કરો તે પહેલાં, કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. તે નીચે આપેલ મુજબ છે-
બાઇકની ઉંમર | ડેપ્રિશિયેશન |
6 મહિનાથી ઓછી | 5% |
6 મહિનાથી 1 વર્ષ | 15% |
1 વર્ષથી 2 વર્ષ | 20% |
2 વર્ષથી 3 વર્ષ | 30% |
3 વર્ષથી 4 વર્ષ | 40% |
4 વર્ષથી 5 વર્ષ | 50% |