\
Knowledge Centre
Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242
Additional 5% Online Discount on HDFC Health Insurance Plans
અતિરિક્ત 5% ઑનલાઇન

ડિસ્કાઉન્ટ

 15,000+ Cashless Hospitals by HDFC ERGO
15,000+

કૅશલેસ નેટવર્ક**

97% Claim Settlement Ratio by HDFC ERGO
97% ક્લેઇમ

સેટલમેન્ટ રેશિયો^^^

₹7500+ Cr claims Settled till now by HDFC ERGO
₹7500+ કરોડના ક્લેઇમ

અત્યાર સુધી સેટલ કરેલ છે^*

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / વરિષ્ઠ નાગરિક માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ

Senior Citizen Health Insurance Plans

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઇમરજન્સીના સમયે અને આયોજિત હૉસ્પિટલાઇઝેશનના સમયે તેમના તબીબી ખર્ચને કવર કરવા માટે 60 અને તેનાથી વધુની ઉંમરના વ્યક્તિઓને કવરેજ પ્રદાન કરે છે. તમે જે પ્લાન ખરીદો છો તેના આધારે તે હૉસ્પિટલના ખર્ચ, નિદાનનો ખર્ચ, ડૉક્ટરની ફી, ICU શુલ્ક અને પૉલિસીમાં દર્શાવેલ અન્ય આવશ્યક બાબતોને કવર કરશે. વધતા હેલ્થ કેર ખર્ચ સાથે, ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશન અથવા શેડ્યૂલ કરેલ પ્રક્રિયા વરિષ્ઠ નાગરિકોની બચતને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. જો કે, વરિષ્ઠ નાગરિકના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ખાતરી સાથે, તેઓ કોઈપણ ચિંતા વગર ક્વૉલિટી મેડિકલ કેર મેળવી શકે છે.

એચડીએફસી અર્ગો વરિષ્ઠ નાગરિકો માટે બનાવેલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પ્રદાન કરે છે, જેમાં પહેલેથી હોય તેવી તબીબી પરિસ્થિતિઓ, હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ગંભીર બીમારીઓ, ITA ની સેક્શન 80D હેઠળ ટૅક્સમાં બચત અને બીજું ઘણું બધું કવર કરવામાં આવે છે. આ ઉપરાંત, સમગ્ર ભારતમાં 12,000+ કૅશલેસ નેટવર્ક સાથે, એચડીએફસી અર્ગોનો હેતુ મેડિકલ ઇમરજન્સી દરમિયાન વરિષ્ઠ નાગરિકોને નેટવર્ક હૉસ્પિટલ શોધવા માટે અહીંથી તહીં ભટકવાની જરૂર ન પડે તેની ખાતરી કરવાનો છે.

ભલામણ કરેલા સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

slider-right
નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ (હપ્તો) ઉપલબ્ધ છે*^ my:Optima Secure Health Insurance Plan for Senior Citizens by HDFC ERGO

ઑપ્ટિમા સિક્યોર

Optima Secure from HDFC ERGO is packed with SO MUCH Benefits that give you an incredible 4X Coverage* at no additional cost. HDFC ERGO is strongly backed by the trust of over #1.5 cr customers gained over the period of 18+ years. Get So Much Coverage So Much Choice & So Much Savings.

હમણાં જ ખરીદો વધુ જાણો
Optima Restore Health Insurance Plan for Senior Citizens by HDFC ERGO

ઑપ્ટિમા રિસ્ટોર

એક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો જે પ્રથમ ક્લેઇમ પછી 100% સમ ઇન્શ્યોર્ડ રિસ્ટોરેશન આપે છે અને વર્ષભર સંપૂર્ણ સુરક્ષાનો આનંદ માણો. જો તમે ક્લેઇમ ન કરો, તો તે 2x મલ્ટિપ્લાયર લાભ પણ પ્રદાન કરે છે.

હમણાં જ ખરીદો વધુ જાણો
Medisure Super Top Up for Health Insurance by HDFC ERGO

મેડિશ્યોર સુપર ટૉપ અપ

જ્યારે તમારી પાસે હંમેશા માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ વડે ટૉપ-અપ કરવાનો વિકલ્પ હોય ત્યારે મોટા કવર માટે શા માટે વધુ ચૂકવણી કરવી? અમારો વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વધતી તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આજીવન નવીકરણ અને આયુષ લાભો પ્રદાન કરે છે.

હમણાં જ ખરીદો વધુ જાણો
slider-left
Buy HDFC ERGO Health Insurance Plan
ભારતમાં, 75% વૃદ્ધ લોકોમાં ઓછામાં ઓછો એક દીર્ઘકાલીન રોગ છે. કસ્ટમાઇઝ કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારા ભવિષ્યને સુરક્ષિત કરો અને કવરેજ મેળવો

તમારે વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની જરૂર શા માટે છે?

જીવન ખૂબ જ અણધાર્યું હોય છે. ભલે તમે વર્ષોથી તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લીધી હોય, તો પણ તમારા સોનેરી વર્ષો દરમિયાન એક નાનકડી ઈજા અથવા મોસમી ઉધરસ અને શરદી પણ વકરી શકે છે અને તમને હૉસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે અથવા લાંબા ગાળા સુધી કાળજીની જરૂરિયાત પડી શકે છે. તમારી સંપૂર્ણ બચત પલક ઝપકતા જ ખાલી થઈ શકે છે. વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ તમારી જીવનભરની બચતને સુરક્ષિત રાખી શકે છે અને વધતા મેડિકલ ખર્ચના સમયમાં પણ તમારી મેડિકલ જરૂરિયાતોની કાળજી લઈ શકે છે.

Covers Hospitalisation Expenses

તબીબી ખર્ચને કવર કરે છે

વરિષ્ઠ નાગરિકો માટેનો શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ હૉસ્પિટલાઇઝેશનની ઘટના અથવા બીમારી દરમિયાન મેડિકલ ખર્ચની કાળજી લે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારી બચત સુરક્ષિત રહે.

Quality Medical Attention

ગુણવત્તાયુક્ત તબીબી દેખભાળ

વરિષ્ઠ નાગરિકોના ઇન્શ્યોરન્સ વડે તમે ઢગલાબંધ બિલની ચિંતા કર્યા વિના બહેતર ક્વૉલિટીની મેડિકલ સારવાર મેળવી શકો છો અને શાંતિથી સાજા થઈ શકો છો.

Preventative Health Check-ups

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

સિનિયર સિટિઝન ઇન્શ્યોરન્સ પ્લાન એક વર્ષ પૂર્ણ થયા પછી પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે વળતર પણ પ્રદાન કરે છે. આ ચેક-અપ તમને તમારા સ્વાસ્થ્યની સ્થિતિને સમજવામાં અને પોતાના સ્વાસ્થ્યને સર્વોત્તમ રાખવા અને નજીકના ભવિષ્યમાં હૉસ્પિટલાઇઝેશનને ટાળવા માટે જરૂરી પગલાં લેવામાં મદદ કરી શકે છે.

Tax savings

ટૅક્સ બચાવો^

સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઇન્કમ ટૅક્સ સેક્શન 80D હેઠળના લાભો મુજબ ટૅક્સ મુક્તિ માટે પાત્ર છે. તમારા માટે ચૂકવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર મળતા ટૅક્સ લાભ રૂપે ₹50,000 સુધીની બચત કરો. જો કે, આ લાગુ કરેલ ટૅક્સ મર્યાદા મુજબ બદલાઈ શકે છે.

Beats Inflation

મોંઘવારીને માત આપ છે

એક સારો સિનીયર સિટીઝન ઇન્શ્યોરન્સ પ્લાન એ વધતા મેડિકલ ખર્ચના સમયમાં બહેતર ક્વૉલિટીની મેડિકલ સારવારમાં કોઈપણ સમાધાન કર્યા વિના સુરક્ષિત રહેવામાં અને કવર કરવામાં મદદ કરે છે.

Peace Of Mind

મનની શાંતિ

તમારા નાણાં સુરક્ષિત છે અને તમારે હૉસ્પિટલાઇઝેશન અથવા ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન તમારા ખિસ્સામાંથી ચુકવણી કરવાની નથી એ જાણીને, તમે માનસિક શાંતિ અનુભવી શકો છો અને તેના લીધે તમારા દિવસો ચિંતા-મુક્ત રીતે પસાર કરી શકો છો.

સિનીયર સિટીઝન મેડિક્લેમ પૉલિસીના લાભો

સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી, 60 અને તેનાથી વધુ ઉંમરના લોકોને મેડિકલ ઇમરજન્સી અથવા હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં તેમના ખર્ચને મેનેજ કરવામાં મદદ મળે છે. એક ઉંમરે, બીમારી થવાની અથવા મેડિકલ ઇમરજન્સીની સંભાવનાઓ વધી શકે છે. તેથી, સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનું હોવું એ હંમેશા મદદરૂપ બની રહે છે. અહીં તેના કેટલાક લાભ આપેલ છે:

1

સરળ હૉસ્પિટલાઇઝેશન

વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ મેડિકલ ઇમરજન્સી અને સારવાર માટે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન અને વળતર પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગોની સિનીયર સિટીઝન મેડિક્લેમ પૉલિસી સાથે, કોઈપણ અમારી 1200+ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર મેળવી શકે છે.

2

ટૅક્સ બેનિફિટ

કોઈપણ વ્યક્તિ સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે સેક્શન 80D હેઠળ ટૅક્સ લાભ પણ મેળવી શકે છે.

3

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

સિનીયર સિટીઝન પૉલિસીની એક અનન્ય સુવિધા એ છે કે તે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પ્રદાન કરે છે, જેથી કોઈ બીમારી અથવા માંદગીના અમુક પ્રારંભિક લક્ષણો દેખાય તો કોઈ વ્યક્તિ અગાઉથી યોગ્ય પગલાં લઈ શકે.

4

પહેલાંથી હાજર સમસ્યાઓનું કવરેજ

અમુક ઉંમરે બીમારીઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વ્યક્તિના જીવનનો ભાગ બની જાય છે, એટલે સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી તેનું ધ્યાન રાખે છે અને પહેલાંથી હાજર બીમારીઓ માટે પણ કવરેજ પ્રદાન કરે છે.

5

ગંભીર બીમારી આવરી લેવામાં આવી છે

મોટાભાગની સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ગંભીર બીમારીને (પૉલિસીમાં ઉલ્લેખિત મુજબ) કવર કરે છે, જે વૃદ્ધ લોકો માટે મોટી રાહત છે.

6

ડે-કેર સારવાર

વૃદ્ધાવસ્થામાં, ઘણી સારવાર ઝડપથી થઈ જાય અથવા તેમાં નાની સર્જરી કરવાની જરૂર પડી શકે છે, જેના માટે હૉસ્પિટલમાં લાંબા સમય સુધી રહેવાની જરૂર હોતી નથી. સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ ડે-કેર સારવારને કવર કરે છે, જે સુવિધા અને અવરોધ રહિત મેડિકલ સહાય પ્રદાન કરે છે.

7

વધતા મેડિકલ ખર્ચ

સારવાર, હૉસ્પિટલાઇઝેશન અને દવાઓના ખર્ચ ફુગાવાને કારણે માત્ર વધી જ રહ્યા છે અને આ ખર્ચ ઇમરજન્સીના સમયે તમારી બચતમાં ઘટાડો કરી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ એ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ વધતા હેલ્થકેર ખર્ચ સામે પણ આવી ઇમરજન્સી માટે કવર થાય.

8

સંચિત બોનસ

જો પાછલા પૉલિસી વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવ્યો હોય, તો મોટાભાગની સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સમાન પ્રીમિયમ પર સમ ઇન્શ્યોર્ડની રકમમાં વધારો કરે છે. જો એવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે, તો આ સામૂહિક રકમ ઇમરજન્સી માટે બૅકઅપ હોઈ શકે છે. એચડીએફસી અર્ગોના સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, જો પૉલિસીના પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ના હોય, તો તમારી સમ ઇન્શ્યોર્ડ રકમમાં 50% નો વધારો થઈ શકે છે.

9

દવાઓ અને નિદાનનું કવરેજ

વધતી ઉંમર સાથે, કોઈપણ વ્યક્તિએ દવાઓ પર નિર્ભર બનવું પડી શકે છે અથવા અમુક નિદાન પરીક્ષણો કરાવવા પડી શકે છે, જે ખૂબ જ ખર્ચાળ હોઈ શકે છે. મોટાભાગની સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમે પસંદ કરેલા પ્લાન અને તમે ચૂકવો છો તે પ્રીમિયમના આધારે દવા અને નિદાન માટેના ખર્ચને કવર કરે છે.

10

કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન

આપણે નવું સામાન્ય જીવન જીવી રહ્યા છીએ, ત્યારે એચડીએફસી અર્ગોની સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન પણ કવર કરવામાં આવે છે, જેથી સંપૂર્ણ સહાયતા અને કાળજી સુનિશ્ચિત કરી શકાય.

13,000+
સમગ્ર ભારતમાં કૅશલેસ નેટવર્ક

તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

search-icon
અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
Find 13,000+ network hospitals across India
જસલોક મેડિકલ સેન્ટર
call
navigator

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

રૂપાલી મેડિકલ
સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ
call
navigator

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

જસલોક મેડિકલ સેન્ટર
call
navigator

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ વિશે સમજો

Hospitalization Expenses Coverage by HDFC ERGO Health Insurance

હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

વધતા જતાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચ વિશે ચિંતા ન કરો. ICU શુલ્ક, નર્સિંગ ફી વગેરે જેવા તમામ હૉસ્પિટલાઇઝેશન સંબંધિત ખર્ચ માટે નિર્બાધ કવરેજ મેળવો. કવરેજની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ મેળવો.

Mental Healthcare Coverage by HDFC ERGO Health Insurance

મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)

માનસિક તણાવ અને થાકના કારણો અસંખ્ય હોઈ શકે છે. પણ માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવાનો ખર્ચ, જો કે, તેમાનું એક કારણ હોવું જોઈએ નહીં. અમે માનસિક બીમારીની સારવાર માટે હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરીએ છીએ.

Pre & Post Hospitalisation Coverage by HDFC ERGO Health Insurance

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

હૉસ્પિટલાઇઝેશનની પહેલાં અને પછીના બહુવિધ ચેક અપ્સ અને પરામર્શ. એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં અને ડિસ્ચાર્જ પછીના 180 દિવસના તમામ ખર્ચને કવર કરે છે.

Day Care Treatments Coverage by HDFC ERGO Health Insurance

ડે કેર સારવાર

તબીબી ટેક્નોલોજીમાં પ્રગતિના લાભોનો આનંદ માણો અને જો અનુકૂળ હોય તો ડેકેરની પ્રક્રિયાઓ પસંદ કરો. આ પૉલિસીમાં એવી તબીબી પ્રક્રિયાઓ કવર કરવામાં આવે છે જેમાં 24 કલાકથી ઓછા સમય લાગે છે.

Home Healthcare Coverage by HDFC ERGO Health Insurance

હોમ હેલ્થકેર

ખર્ચ વિશે ચિંતા કર્યા વિના ડૉક્ટરની ભલામણ પર તમારા ઘરે આરામથી સારવાર મેળવો કારણ કે અમારા સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં તેની જોગવાઈ છે.

Sum Insured Rebound Coverage by HDFC ERGO Health Insurance

સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ

જો હાલનું હેલ્થ કવર સમાપ્ત થઈ જાય છે, તો પૉલિસી જાદુઈ રીતે બેસ કવર સુધી સમ ઇન્શ્યોર્ડને રિચાર્જ કરે છે જેથી તમારે ભવિષ્યના રોગો વિશે ચિંતા કરવાની જરૂર નથી.

Organ Donor Expenses Coverage by HDFC ERGO Health Insurance

અંગદાતા સંબંધી ખર્ચ

ગંભીર બીમારીઓ માટે અંગ પ્રત્યારોપણની જરૂર પડી શકે છે. યોગ્ય અંગ દાતા મેળવવો થોડો મુશ્કેલ હોઈ શકે છે પરંતુ ખર્ચની બાબતે ખાતરી રાખો કારણ કે પ્લાન અંગ દાતાના ખર્ચને કવર કરી લે છે.

Recovery Benefit Coverage by HDFC ERGO Health Insurance

રિકવરીનો લાભ

શું તમારા ડૉક્ટરે 10 દિવસથી વધુ સમયના હૉસ્પિટલાઇઝેશનની સલાહ આપી છે? લાંબા હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં (10 દિવસથી વધુ), અમે તમને ઘરગથ્થું ખર્ચની કાળજી લેવામાં મદદ કરવા માટે એક સામટી (લમ્પસમ) રકમ ચૂકવીએ છીએ.

AYUSH Benefits Coverage by HDFC ERGO Health Insurance

આયુષ (AYUSH) ના લાભો

અમે માનીએ છીએ કે જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તમારે પ્રયાસોમાં કોઈ કમી રાખવી જોઈએ નહીં. એચડીએફસી અર્ગો માય:હેલ્થ સુરક્ષા ઇન્શ્યોરન્સ - સિલ્વર સ્માર્ટ પ્લાન આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારો માટે કવરેજ પ્રદાન કરે છે.

Free Renewal Health Check-up Coverage by HDFC ERGO Health Insurance

મફત રિન્યૂઅલ હેલ્થ ચેક-અપ

અમારી સાથે તમારા સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કર્યાના 60 દિવસની અંદર મફત હેલ્થ ચેક-અપ મેળવો.

Lifelong Renewability Coverage by HDFC ERGO Health Insurance

આજીવન રિન્યુ કરી શકાય છે

ઇન્શ્યોરન્સ મેળવો અને ભૂલી જાઓ કારણ કે પૉલિસી બ્રેક ફ્રી રિન્યૂઅલ પર સંપૂર્ણ જીવન માટે ચાલુ રહે છે.

Multiplier Benefit Coverage by HDFC ERGO Health Insurance

મલ્ટિપ્લાયર લાભ

જો પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવે, તો આગામી પૉલિસી વર્ષમાં, સમ ઇન્શ્યોર્ડ 50% સુધી વધી જશે. તેનો અર્થ છે, ₹ 5 લાખની બદલે, તમારી સમ ઇન્શ્યોર્ડ હવે બીજા વર્ષ માટે ₹ 7.5 લાખ છે.

ઉપર ઉલ્લેખિત કવરેજ અમારા કેટલાક હેલ્થ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટ્સ વાંચો.

Adventure Sport Injuries Coverage by HDFC ERGO Health Insurance

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ જેમ કે બંગી જંપિંગ અને પેરાગ્લાઇડિંગ પણ ખૂબ જ આનંદદાયક હોઈ શકે છે, પરંતુ તેઓ તમને અણધાર્યા જોખમો સામે પણ રાખે છે. અમે એડવેન્ચર સ્પોર્ટ્સને કારણે થતી ઇજાઓને કવર કરતા નથી.

Self-inflicted Injuries Coverage by HDFC ERGO Health Insurance

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

લોકો આલ્કોહોલ અથવા મતિભ્રમ કરનાર પદાર્થોના પ્રભાવ હેઠળ પોતાને નુકસાન પહોંચાડી શકે છે, જો કે, અમે આત્મ-પ્રેરિત ઈજાઓને કવર કરતા નથી.

War Coverage by HDFC ERGO Health Insurance

યુદ્ધ

યુદ્ધ ગંભીર અને વિનાશક હોઈ શકે છે. પૉલિસી યુદ્ધને કારણે થયેલા ક્લેઇમને કવર કરતી નથી.

Participation in Defence Operations Coverage by HDFC ERGO Health Insurance

સંરક્ષણ કાર્યોમાં ભાગ લેવું

સંરક્ષણના કામમાં ભાગ લેતી વખતે થયેલી કોઈપણ ઈજા પૉલિસી દ્વારા કવર કરવામાં આવતી નથી.

Venereal or Sexually Transmitted Diseases Coverage by HDFC ERGO Health Insurance

વેનેરીઅલ અથવા જાતીય રોગો

મન અને શરીર માટે વેનેરિયલ અને જાતિય સંચારિત રોગો વિનાશકારક હોઈ શકે છે. અમે વેનેરિયલ અને વેનેરિયલ અને જાતિય સંચારિત રોગો માટે કવર ઑફર કરતા નથી.

Treatment of Obesity or Cosmetic Surgery Coverage by HDFC ERGO Health Insurance

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

ઘણા લોકો પોતાના દેખાવમાં સુધારો કરવા માટે સ્થૂળતા ઘટાડવાની પ્રક્રિયાઓ અને કૉસ્મેટિક સર્જરીને પસંદ કરે છે. આ પૉલિસી સ્થૂળતાની સારવાર અને કોસ્મેટિક સર્જરીને કવર કરતી નથી.

Buy
સ્વસ્થ જીવન જીવી રહ્યા છો? પરંતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અણધારી આવી શકે છે. તેથી સૌપ્રથમ તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનું વચન લો.

વરિષ્ઠ નાગરિક માટે મેડિક્લેમ પૉલિસી હેઠળ ક્લેઇમ માટે જરૂરી ડૉક્યુમેન્ટ

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ:

1

ઉંમરનો પુરાવો

મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પ્રવેશની ઉંમર સેટ કરતી હોવાથી, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ડૉક્યુમેન્ટ હોવા આવશ્યક છે. તમે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટની કૉપી આપી શકો છો:

• PAN કાર્ડ

• મતદાર આઇડી કાર્ડ

• આધાર કાર્ડ

• પાસપોર્ટ

• ડ્રાઇવિંગ લાયસન્સ

• જન્મ પ્રમાણપત્ર

2

રહેઠાણનો પુરાવો

સંદેશાવ્યવહારના હેતુઓ માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૉલિસીધારકનું પોસ્ટલ ઍડ્રેસ જાણવાની જરૂર પડશે. નીચેના ડૉક્યુમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:

• ડ્રાઇવિંગ લાયસન્સ

• રાશન કાર્ડ

• PAN કાર્ડ

• આધાર કાર્ડ

• ટેલિફોન બિલ, વીજળી બિલ વગેરે જેવા ઉપયોગિતા બિલ.

• જો લાગુ પડે તો ભાડાના કરાર

3

ઓળખનો પુરાવો

ઓળખના પુરાવાઓ ઇન્શ્યોરન્સ કંપનીને પૉલિસીધારકને પ્રસ્તાવિત સમાવેશના પ્રકારને અલગ કરવામાં મદદ કરે છે. નીચેના ડૉક્યુમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:

• પાસપોર્ટ

• મતદાર આઇડી કાર્ડ

• ડ્રાઇવિંગ લાયસન્સ

• આધાર કાર્ડ

• મેડિકલ રિપોર્ટ (જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૂછવામાં આવે તો)

• પાસપોર્ટના કદનો ફોટો

• યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત કરેલું પ્રપોઝલ ફોર્મ

  તમારા એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કેવી રીતે કરવો  

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ મેડિકલ ઇમર્જન્સી સમયે નાણાંકીય સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાં વાંચવા મહત્વપૂર્ણ છે.

દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે^^

HDFC ERGO Claim settlement : Fill pre-auth form for cashless approval
1

સૂચના

કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો

HDFC ERGO Claim settlement: Health Claim Approval Status
2

મંજૂરી/નકારવું

એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ

HDFC ERGO Claim settlement : Hospitalization after approval
3

હૉસ્પિટલાઇઝેશન

પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે

HDFC ERGO Medical Claims Settlement with the Hospital
4

ક્લેઇમ સેટલમેન્ટ

ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ

દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે^^

Hospitalization
1

હૉસ્પિટલાઇઝેશન

તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે

claim registration
2

ક્લેઇમ રજિસ્ટર કરો

હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો

claim verifcation
3

વેરિફિકેશન

અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ

claim approval
4

ક્લેઇમ સેટલમેન્ટ

અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.

વરિષ્ઠ નાગરિકો માટે મેડિક્લેમ પૉલિસી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવા લાયક કેટલીક બાબતો આ મુજબ છે:

1

સમ ઇન્શ્યોર્ડ અને કવરેજના લાભો

નિર્ધારિત સમ ઇન્શ્યોર્ડ માટે મહત્તમ કવરેજ આપે એવા સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરો. તમારા સોનેરી વર્ષો દરમિયાન જરૂરી લાભો જેમ કે હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચનું કવરેજ, કૅશલેસ મેડિક્લેમ, એમ્બ્યુલન્સ સર્વિસ, ગંભીર બીમારીઓનું કવરેજ અને અન્ય મેળવો. સુનિશ્ચિત કરો કે કોઈપણ ઇમરજન્સી દરમિયાન તમારી મેડિકલ જરૂરિયાતોની કાળજી લેવા માટે સમ ઇન્શ્યોર્ડ પર્યાપ્ત છે.

2

વ્યાજબી પ્રીમિયમ

એક એવા પ્લાન વિશે તપાસ કરો, જે તમારા ખિસ્સા પર બોજારૂપ ના બને અને તમારી અન્ય નાણાંકીય જવાબદારીઓને ખલેલ પહોંચાડ્યા વિના વ્યાપક કવરેજ પ્રદાન કરે. વરિષ્ઠ નાગરિકો માટેની મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે કે વરિષ્ઠ વ્યક્તિઓ કોઈપણ નાણાંકીય તણાવનો સામનો કર્યા વિના તેને પસંદ કરી શકે. જો તમે રાઇડર અથવા ઍડ-ઑન પસંદ કરી રહ્યા હોવ, તો પ્રીમિયમ વધી શકે છે. તમારે જે લાભો જોઈતા હોય તે પ્રદાન કરતું પ્રીમિયમ પસંદ કરો.

3

સબલિમિટ અને સહ-ચુકવણીઓ

સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે ચોક્કસ ખર્ચ પર સબ-લિમિટ પર ઝીણવટપૂર્વક ધ્યાન આપો અને તમે તેને યોગ્ય પ્રીમિયમ ચૂકવીને તમારા પ્લાનમાં શામેલ કરી શકો છો કે નહીં તે વિશે તપાસ કરો. તમારા પ્લાનમાં સહ-ચુકવણીની કલમ તપાસો, જેના માટે તમારે ક્લેઇમ દરમિયાન તમારા ખર્ચનો એક ભાગ ચૂકવવાનો રહેશે. આ નિયમો અને શરતો તમારી ફાઇનાન્શિયલ ક્ષમતાઓ સાથે અનુરૂપ છે કે નહીં તેની તપાસ કરો.

4

હૉસ્પિટલનું નેટવર્ક

એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો, જેની પાસે હૉસ્પિટલોનું વ્યાપક નેટવર્ક હોય જ્યાં ઇમરજન્સીના સમયે તમે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો લાભ લઈ શકો. એચડીએફસી અર્ગો ખાતે અમારી પાસે સમગ્ર ભારતમાં 12000+ નેટવર્ક હૉસ્પિટલોનું વિશાળ નેટવર્ક છે. તમારી ઇન્શ્યોરન્સ કંપનીની નેટવર્ક હૉસ્પિટલોની સૂચિમાં તપાસો કે તમારા વિસ્તારની સારી હૉસ્પિટલ તે સૂચિમાં છે કે નહીં.

5

વેટિંગ પીરિયડ અને પહેલાંથી હાજર બિમારીઓ

એવો સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધો કે જે તમારી પહેલાંથી હાજર બીમારીઓને કવર કરે અથવા તેમાં ક્લેઇમ કરવા માટેનો વેટિંગ પીરિયડ ઓછામાં ઓછો હોય. પહેલાંથી હાજર બીમારીઓની સારવાર ખર્ચાળ હોઈ શકે છે અને તે માટે લાંબા ગાળાની સંભાળ તેમજ ધ્યાન રાખવું પડે છે. સુનિશ્ચિત કરો કે તમારો પ્લાન તમને સારવાર, નિદાન ખર્ચ અને અન્ય અતિરિક્ત ખર્ચ માટે કવર કરે.

6

રિન્યૂ થવાની સંભાવના અને ઉંમર મર્યાદા

સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન 60 થી વધુ ઉંમરના લોકોને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, કારણ કે મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઉંમર મર્યાદા હોય છે. તેથી, તમારો પ્લાન ઉંમરના પ્રતિબંધો વિના રિન્યૂઅલની ખાતરી આપે છે અને લાંબા સમય સુધી મનની શાંતિ પ્રદાન કરે છે તે તપાસી લો. જો કોઈ પૉલિસી રિન્યૂ કરી શકાતી ના હોય, ખાસ કરીને 60 વર્ષ પછી, તો તે વરિષ્ઠ નાગરિક માટે યોગ્ય પ્લાન નથી.

7

તણાવ-મુક્ત ક્લેઇમ પ્રક્રિયા

સીનિયર સિટીઝન હેલ્થ પૉલિસી ખરીદતી વખતે ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અને ક્લેઇમ સેટલ કરવા માટે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા લેવામાં આવતા સમયને પણ ધ્યાનમાં લેવો જોઈએ. જો ઇન્શ્યોરન્સ કંપનીનો ક્લેઇમ સેટલમેન્ટનો સમય ઓછો હોય અને ક્લેઇમ સેટલમેન્ટનો રેશિયો વધુ હોય, તો તેનો અર્થ એ છે કે તમારો ક્લેઇમ ઝડપથી સેટલ થવાની શક્યતા વધુ છે.

8

પોર્ટેબિલિટી

જેમ તમારી ઉંમર વધતી જાય, તેમ તમારી હેલ્થ કેરની જરૂરિયાતો બદલાઈ શકે છે અને તમારે તમારા પ્લાનમાં કવર કરવામાં ના આવતા હોય તેવા કેટલાક લાભો મેળવવા હોઈ શકે છે. તેથી સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે, સુનિશ્ચિત કરો કે તમારો પ્લાન પોર્ટેબિલિટી સુવિધા વડે કોઈપણ લાભો ગુમાવ્યા વિના નવા ઇન્શ્યોરર પર સ્વિચ કરવાની સુવિધા પ્રદાન કરે.

9

અતિરિક્ત કવર અને રાઇડર

તમારો સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વ્યાપક કવરેજ આપે તે સુનિશ્ચિત કરવા માટે, તમે તમારી પૉલિસીમાં ઉમેરી શકાતા રાઇડર અને ઍડ-ઑનને જુઓ. આ ઍડ-ઑન અથવા રાઇડરમાં કેટલીક નિદાન સેવાઓ, પ્લાનમાં કવર ના કરેલ ચોક્કસ ગંભીર બીમારીઓ, આકસ્મિક કવર અને અન્ય ઘણું શામેલ હોઈ શકે છે. આ તમામ ઘટકોને કાળજીપૂર્વક પસંદ કરો કારણ કે તે તમારા પ્રીમિયમ પર અસર કરી શકે છે.

10

નો ક્લેઇમ બોનસ

મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આ સુવિધા હોય છે પરંતુ જો તમે વરિષ્ઠ નાગરિકો માટેના હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરી રહ્યા હોવ તો આ માટે ધ્યાનપૂર્વક જુઓ. જો તમે કોઈ એક ક્લેઇમ વર્ષમાં કોઈપણ ક્લેઇમ કરતા નથી, તો સમાન પ્રીમિયમ સાથે તમારી આગામી વર્ષની સમ ઇન્શ્યોર્ડમાં વધારો થઈ શકે છે. વરિષ્ઠ લોકો માટે સંચિત રકમ એ એક શ્રેષ્ઠ આર્થિક પીઠબળ તરીકે કાર્ય કરે છે અને બહેતર ક્વૉલિટી કેર સાથે કોઈ સમાધાન કર્યા વિના અવિરત સારવાર સુનિશ્ચિત કરે છે.

11

ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન

દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યને લીધે તેમને હૉસ્પિટલમાં દાખલ કરી શકાતા નથી. આવા કિસ્સામાં, ડોમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશન કવરેજ ધરાવતા સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા યોગ્ય ડૉક્ટરની સલાહ પર ઘરે સારવારના ખર્ચની કાળજી લઈ શકાય છે.

12

મફત મેડિકલ હેલ્થ ચેક-અપ

વરિષ્ઠ નાગરિકો માટેનો સૌથી યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ છે જે પૉલિસીધારકોને વાર્ષિક ધોરણે મફતમાં મેડિકલ ચેક-અપનો લાભ પ્રદાન કરે છે. આ સામાન્ય રીતે અમુક પૉલિસી વર્ષ અથવા દરેક બે/ત્રણ ક્લેઇમ-મુક્ત વર્ષો પછી ઑફર કરવામાં આવે છે. આ સુનિશ્ચિત કરે છે કે જો કોઈ બીમારી અથવા ખામીને વહેલી તકે નિદાન કરવામાં આવે તો જે તે વ્યક્તિને સમયસર મેડિકલ સારવાર પ્રદાન કરી શકાય છે.

13

બાકાત

વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ વરિષ્ઠ લોકોની વિશિષ્ટ સ્વાસ્થ્ય સમસ્યાઓને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો કે, અન્ય પૉલિસીઓની જેમ, આમાં પણ બાકાત બાબતો છે. તેથી, શું કવર કરવામાં આવતું નથી તે સમજવા માટે પૉલિસીની બાકાત બાબતોની સમીક્ષા કરો. સામાન્ય બાકાત બાબતોમાં કૉસ્મેટિક સારવાર, પોતાને પહોંચાડેલી ઈજાઓ અને કોઈ પદાર્થના દુરુપયોગ સંબંધિત સારવારનો સમાવેશ થાય છે. બાકાત બાબતોની જાણકારી હોવાથી, ક્લેઇમ કરતી વખતે કોઈપણ અપ્રિય આઘાત ટાળી શકાય.

14

ડે-કેર સુવિધાઓ

દવામાં તકનીકી પ્રગતિને કારણે, ક્લેઇમ કરવા માટે 24-કલાકના હૉસ્પિટલાઇઝેશનની જરૂરિયાત વિના ડે-કેર સારવાર દ્વારા ઘણી મેડિકલ પ્રક્રિયાઓ અને શસ્ત્રક્રિયાઓ કરી શકાય છે. તેથી, એવો સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવો બહેતર છે, જે ડાયાલિસિસ, કીમોથેરેપી, રેડિયોથેરેપી વગેરે જેવી વિવિધ ડે-કેર પ્રક્રિયાઓને કવર કરે.

15

મજબૂત કસ્ટમર સપોર્ટ

વરિષ્ઠ નાગરિકો પાસે જ્ઞાન અને અનુભવ હોઈ શકે છે, છતાં તેમને તેમની પૉલિસી સંબંધિત અમુક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. ભલે તે રિન્યૂઅલ હોય, ક્લેઇમને સેટલ કરવો હોય કે પોતાની પૉલિસી સંબંધિત વિશિષ્ટતાઓની તપાસણી હોય, મજબૂત કસ્ટમર સપોર્ટ તેમના માટે એક વરદાનરૂપ સાબિત થાય છે. એચડીએફસી અર્ગો ખાતે, અમે મૈત્રીપૂર્ણ અને મદદરૂપ કસ્ટમર સપોર્ટ પ્રદાન કરીએ છીએ, જે વરિષ્ઠ નાગરિકોના દરેક પ્રશ્નનું સમાધાન જોશ અને ઉત્સાહ સાથે કરે.

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સના ટૅક્સ લાભો

Tax Benefits of Senior Citizen Health Insurance

સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ મેડિકલ ખર્ચને કવર કરે છે અને ઇન્કમ ટૅક્સ ઍક્ટ, 1961 ના સેક્શન 80D હેઠળ ટૅક્સમાં છૂટ પણ પ્રદાન કરે છે. જો તમે તમારા વૃદ્ધ માતાપિતા માટે સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો તમે ઇન્કમ ટૅક્સમાં ₹ 50,000 સુધીની છૂટ મેળવવા માટે પાત્ર છો.

દર નાણાંકીય વર્ષે પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ માટે કરેલી ચુકવણી પર ₹5,000 ની અતિરિક્ત ટૅક્સ છૂટ મેળવી શકાય છે. વધુમાં, જો વરિષ્ઠ નાગરિક ગંભીર રોગની સારવાર કરે છે તો તમે ₹1 લાખ સુધીની છૂટ પણ મેળવી શકો છો.

In case you are an earning senior citizen and are also paying the health insurance premium on behalf of your son or daughter, then you can avail an additional income tax rebate of Rs 25,000. This means that you can avail tax deduction of up to Rs 75,000 in a financial year under section 80D.

60+ વયના લોકોએ શા માટે એચડીએફસી અર્ગો સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ

  • એચડીએફસી અર્ગો સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ ઇન્કમ ટૅક્સ ઍક્ટ 1961 ના સેક્શન 80C હેઠળ ટૅક્સ લાભો ધરાવે છે.
  • હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ કવર કરવામાં આવે છે અને તે ડૉક્ટરની ફી, મેડિકલ બિલ, રૂમ શુલ્ક, ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ અને ઇન્શ્યોરન્સ ધારકના પરિવહન માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ખર્ચ માટેની ચુકવણી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવશે.
  • એચડીએફસી અર્ગો વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ ઝંઝટ મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા પ્રદાન કરે છે. તેથી, જરૂરિયાતના સમયે તમારે જટિલ પેપરવર્ક વિશે ચિંતા કરવાની જરૂર નથી. ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા હેલ્થ ઇમરજન્સી દરમિયાન મદદ કરશે.
  • વરિષ્ઠ નાગરિકો માટેની અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અમારા નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન પ્રદાન કરે છે, જે સારવાર અને વધતા થતા મેડિકલ બિલના તણાવને દૂર કરે છે.
  • એચડીએફસી અર્ગો સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ આયુર્વેદ, યુનાની વગેરે જેવી વૈકલ્પિક સારવાર માટે પણ કવરેજ આપે છે, જે ઘણા વરિષ્ઠ નાગરિકોની પસંદગી હોઈ શકે છે.
Calculate BMI
તમારું BMI જેટલું વધારે હશે, તેટલું તમને કેટલાક રોગો થવાનું જોખમ વધુ હશે.
હમણાં જ ચેક કરી જુઓ!

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન શા માટે ખરીદવો?

Convenience of Applying HDFC ERGO Health Insuracne Online

સુવિધા

ડિજિટલ વેવ સ્વૅપિંગ ઇન્ડિયા સાથે, ઘણા નવા માર્ગો ખોલ્યા છે, હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું તેમાંથી એક છે. વરિષ્ઠ નાગરિકો માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવું અભૂતપૂર્વ સુવિધા ઑફર કરે છે. તમને લાંબી અને અસ્પષ્ટ વ્યાખ્યાની જરૂર નથી, માત્ર માઉસ પર ક્લિક કરો અને તમારું કામ પૂરું થયું!

Secured Payment Modes for HDFC ERGO Online Health Insurance

સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ

જયારે દુનિયા કૉન્ટૅક્ટલેસ થઈ રહી છે, ત્યારે રોકડ અથવા ચેક દ્વારા ચુકવણી પર શા માટે વિશ્વાસ રાખવું જોઈએ. નવી ટેકનોલોજીના ઉદભવ સાથે, ઑનલાઇન ચુકવણીઓ ટ્રાન્ઝૅક્શનની સૌથી સુરક્ષિત પદ્ધતિઓ બની ગઈ છે. ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા અત્યંત સુરક્ષા સાથે ચુકવણી કરો.

Instant Quotes & Policy Issuance for HDFC ERGO Online Health Insurance

ત્વરિત ક્વોટેશન અને પૉલિસી જારી કરવામાં આવે છે

શું કવર બદલવા અથવા કોઈ સભ્યને ઉમેરવા અથવા કાઢી નાંખવા માંગો છો? લાંબુ સ્પષ્ટીકરણ આપવા માટે કોઈની રાહ જોવાના બદલે, ઑનલાઇન મોડ પસંદ કરો જ્યાં આ બધું ઝટપટ થઈ શકે છે.

Have the policy document handy for HDFC ERGO Online Health Insurance

ત્વરિત પૉલિસી ડૉક્યુમેન્ટ મેળવો

ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન સાથે, તમારે તમારી પાસે મેઇલ સિસ્ટમ દ્વારા પૉલિસી ડૉક્યુમેન્ટ પહોંચે તેની રાહ જોવાની જરૂર નથી. ન તો તમારે ડૉક્યુમેન્ટને સુરક્ષિત રાખવા વિશે ચિંતા કરવાની જરૂર છે. તમે પ્રથમ ચુકવણી કરો ત્યારે તરત તમને તમારા મેઇલમાં પૉલિસી ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થાય છે.

instant quotes & policy issuance

બધું તમારી આંગળીઓ પર જ છે

એક જ જગ્યાએ તમારી પૉલિસી સંબંધિત દરેક માહિતી અને વધુ મેળવો. તમારે વિવિધ ફોલ્ડર અને મેલબૉક્સમાં પૉલિસી સંબંધિત ડૉક્યુમેન્ટ શોધવા ન પડે તેની ખાતરી કરવા માટે, અમે માય:હેલ્થ સર્વિસ મોબાઇલ એપ્લિકેશનમાં પૉલિસી સંબંધિત તમામ ડૉક્યુમેન્ટ પ્રદાન કરીએ છીએ. તમે ઍપ દ્વારા તમારા કેલોરી ઇન્ટેક અને BMI ને પણ મૉનિટર કરી શકો છો.

એચડીએફસી અર્ગોની સીનિયર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદવી

એચડીએફસી અર્ગો તમને વરિષ્ઠ નાગરિકો માટે વિશાળ શ્રેણીના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. તમે ઑનલાઇન તેમજ ઑફલાઇન પ્લાન ખરીદી શકો છો. આ પ્લાન ઑનલાઇન ખરીદવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે:

1. Visit hdfcergo.com and click on the ‘health insurance’ tab.

2. ફોર્મમાં પૂછવામાં આવેલી વ્યક્તિગત વિગતો દાખલ કરો.

3. ત્યારબાદ તમને પ્લાન માટે માર્ગદર્શન આપવામાં આવશે, તે અનુસાર પસંદ કરો અને સૂચનોનું પાલન કરો.

protect against coronavirus hospitalization expenses
એક વખતના પ્રીમિયમની ચુકવણી કરવા વિશે ચિંતિત છો? અમારા નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ પ્લાન તપાસો!

હેલ્થ ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ

4.4/5 સ્ટાર
rating

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

slider-right
quote-icons
male-face
દેવેંદ્ર કુમાર

ઇઝી હેલ્થ

5 જૂન 2023

બેંગલુરુ

ખૂબ સારી સેવાઓ છે, તેને જાળવી રાખો. ટીમના સભ્યોને શુભકામનાઓ.

quote-icons
male-face
જી ગોવિંદરાજુલુ

એચડીએફસી અર્ગો ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ

2 જૂન 2023

કોયમ્બતુર

તમારા કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ સુશ્રી મેરીનો ખૂબ ખૂબ આભાર, એમણે મને તમારી વેબસાઇટ પર ક્લેઇમ અપલોડ કરવામાં મદદ કરી છે. તેમની માહિતીસભર માર્ગદર્શન ખૂબ જ મદદરૂપ હતું. અમારા જેવા વરિષ્ઠ નાગરિકો માટે આવી મદદની ખૂબ જ જરૂરી છે અને પ્રશંસાને પાત્ર છે. ફરીથી એકવાર આભાર

quote-icons
male-face
ઋષિ પરાશર

ઑપ્ટિમા રિસ્ટોર

13 સપ્ટેમ્બર 2022

દિલ્હી

શ્રેષ્ઠ સર્વિસ, ફરિયાદ કરવા જેવું કંઈ નથી. તમે સર્વિસની દૃષ્ટિએ પહેલા નંબરે છો. મારા અંકલે મને તમારી પાસેથી ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપી હતી અને હું ખૂબ જ ખુશ છું

quote-icons
male-face
વસંત પટેલ

માય:હેલ્થ સુરક્ષા

12 સપ્ટેમ્બર 2022

ગુજરાત

મારી પાસે એચડીએફસીની પૉલિસી છે અને એચડીએફસી ટીમ સાથેનો અનુભવ સરસ રહ્યો.

quote-icons
male-face
શ્યામલ ઘોષ

ઑપ્ટિમા રિસ્ટોર

10 સપ્ટેમ્બર 2022

હરિયાણા

આ જીવલેણ રોગની સારવાર દરમિયાન ઉત્તમ સર્વિસને લીધે માનસિક રીતે ખૂબ સુરક્ષિત અને શાંતિની અનુભૂતિ થઈ. આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ રીતે ઉત્કૃષ્ટ સર્વિસ મળે.

quote-icons
male-face
નેલ્સન

ઑપ્ટિમા સિક્યોર

10 જૂન 2022

ગુજરાત

મને કૉલ કરવા બદલ આભાર. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ અને વ્યવસ્થિત માહિતી ધરાવતા હતા. તેઓની સાથે વાત કરવી એ શ્રેષ્ઠ અનુભવ હતો.

quote-icons
male-face
એ વી રામમૂર્તિ

ઑપ્ટિમા સિક્યોર

26 મે 2022

મુંબઈ

મને કૉલ કરવા અને ઑપ્ટિમા સિક્યોર અને એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિવિધ વિશેષતાઓની વિગતવાર સમજાવવા બદલ આભાર. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ, વ્યવસ્થિત અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા. તેમની સાથે વાત કરવી એ ખૂબ જ સારો અનુભવ હતો.

slider-left
Buy HDFC ERGO Health Insurance Plan for Senior Citizen
બધી માહિતી વાંચી લીધી? હવે હેલ્થ પ્લાન ખરીદવા માટે તૈયાર છો? હમણાં જ ખરીદો!

લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
Top 3 Riders for Senior Citizen Health Plans

Top 3 Riders for Senior Citizen Health Plans

વધુ જાણો
23 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
Waiting Period in Senior Citizen Health Insurance - Can it be Waived?

Waiting Period in Senior Citizen Health Insurance - Can it be Waived?

વધુ જાણો
23 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
Understanding Sub-limits and Co-payments in Senior Citizen Health Plans

Understanding Sub-limits and Co-payments in Senior Citizen Health Plans

વધુ જાણો
17 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
Heart Surgery Cost in India: Types and Prices Explained

ભારતમાં હાર્ટ સર્જરીનો ખર્ચ: પ્રકારો અને કિંમતોની સમજૂતી

વધુ જાણો
25 નવેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત
Government Healthcare Benefits for Your Parents

તમારા માતાપિતા માટે સરકારી હેલ્થકેર લાભો

વધુ જાણો
25 નવેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત
slider-left

વારંવાર પૂછાતા પ્રશ્નો

સીનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ એ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એક પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે મેડિકલ ઇમર્જન્સી દરમિયાન તબીબી ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરે છે. તે ઘણા લાભો પ્રદાન કરે છે- જેમ કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ, કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન, પહેલાંથી હાજર રોગો માટે કવરેજ, ગંભીર બીમારી અને હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ અને કોરોનાવાઇરસ સારવાર. જો કે, તમામ લાભો વિશે જાણવા માટે તમારા પૉલિસી ડૉક્યુમેન્ટને કાળજીપૂર્વક વાંચો.

મોટાભાગની નોકરીઓમાં સામાન્ય રીતે ઉપરની ઉંમરની મર્યાદા હોય છે, જેના પછી કર્મચારી નિવૃત્ત થવાની અપેક્ષા રાખે છે. તે જ સમયે, જેમ તમારી ઉંમર વધે છે, તમારું શરીર વધુ તબીબી કાળજીની માંગ કરવાનું શરૂ કરે છે, જેથી હૉસ્પિટલમાં વધુ વારંવાર આંટાફેરા કરવાની જરૂર પડે છે. દરેક પસાર થતા વર્ષ સાથે, તબીબી ખર્ચના ઇન્ફ્લેશન કારણે પણ તબીબી ખર્ચ વધુ ખર્ચાળ બને છે. આ ઘટેલી ઇન્કમ અને વધેલા તબીબી ખર્ચનું આ સંયોજન વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સને જરૂરી છે.

આદર્શ રીતે, તમારે સીનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતાં પહેલાં મેડિકલ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. કારણ કે આ તમારા ઇન્શ્યોરરને તમારી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં અને તમારી જરૂરિયાતોને અનુરૂપ એક પ્લાન તૈયાર કરવામાં મદદ કરશે. આ ઇન્શ્યોરરને કવરેજ અને ચૂકવવાની જરૂર હોય તે પ્રીમિયમ વિશે વધુ સારી સમજ પણ આપશે. શરૂઆતમાં આ તમામ જરૂરિયાતો પૂરી કરવાથી ક્લેઇમ દરમિયાન અસ્વીકારની શક્યતાઓ પણ ઘટાડવામાં આવશે.

જો તમે 60 અથવા તેનાથી વધુ ઉંમરના હોવ, તો તમને માત્ર ઉંમર સુધી વરિષ્ઠ નાગરિક માનવામાં આવે છે. અલબ્બત દિલથી હજી પણ યુવાન જ છો અને અમને આશા છે કે તમે આમ જ રહો. જો કે, સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારતી વખતે, અમારી સલાહ છે કે તમે તેમાં વધુ વિલંબ કરશો નહીં. તમે તેને 60, 70 અથવા 80 ની ઉંમરે પણ ખરીદી શકો છો. પરંતુ યાદ રાખો, તમારી ઉંમર મુજબ, તમારી પૉલિસીનું પ્રીમિયમ વધી શકે છે અને તમે ચોક્કસ લાભો પણ ચૂકી શકો છો. તેથી, શક્ય એટલું વહેલાં જ સારું.

હા, તે વધે છે. કારણ એ છે કે, તમારી ઉંમર વધવાની સાથે બીમારીઓ અને રોગો થવાની શક્યતા પણ વધે છે. આ ઉપરાંત, રોગપ્રતિકારક શક્તિ ઘટવાની સાથે-સાથે હેલ્થ ઇમર્જન્સીઓની ઘટનાઓ પણ વધી શકે છે. આવા સમયે તમને પૂરતું કવર મળી રહે તેની ખાતરી કરવા માટે તમારા ઇન્શ્યોરર તમારી ઉંમર વધે એ અનુસાર વધુ પ્રીમિયમ વસૂલી શકે છે.

મોટાભાગે, જ્યારે કોઈ વ્યક્તિ એક ઇન્શ્યોરરથી બીજા ઇન્શ્યોરર પર સ્વિચ કરે છે, ત્યારે તેમને ઘણા સતત મળતા લાભ અને ઍડ-ઑન્સનો આનંદ માણવા મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં, તે વરિષ્ઠ નાગરિકો સાથે પણ સમાન છે. જો કે, વરિષ્ઠ નાગરિકો માટે આધુનિક વૃદ્ધાવસ્થા અને બીમારીની ઉચ્ચ સંભાવનાને કારણે પૉલિસી બદલવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ જો તમે તમારા વર્તમાન ઇન્શ્યોરરની સર્વિસથી નાખુશ છો, તો તમે અન્ય પૉલિસીમાં મેળવી શકો છો તે લાભો વિશે જાણવા માટે તમારા માટે સંશોધન કરી શકો છો અથવા તમારી સમસ્યાઓનું નિરાકરણ તમારા રિલેશનશિપ મેનેજર અથવા કસ્ટમર કેર મેનેજર સાથે કરી શકો છો.

હા, મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ સીનિયર સિટિઝન હેલ્થ પૉલિસી અંતર્ગત મફત વાર્ષિક મેડિકલ ચેક-અપ ઑફર કરે છે. તમે એચડીએફસી અર્ગોના સીનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે પણ સમાન લાભોનો આનંદ માણી શકો છો.

હા, વરિષ્ઠ નાગરિકો માટેના હેલ્થ પ્લાન્સ હેઠળ ગંભીર બીમારીઓ આવરી લેવામાં આવે છે. જો કે, કઈ ગંભીર બીમારીઓ કવર કરવામાં આવે છે તે સમજવા માટે તમારા પૉલિસી ડૉક્યુમેન્ટને કાળજીપૂર્વક વાંચો અને જેના માટે તમારે ક્રિટિકલ ઇલનેસ કવર મેળવવાની જરૂર છે.

જ્યારે તમે ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરી શકો છો જે 60 વર્ષથી વધુ ઉંમરના પરિવારના તમામ સભ્યો અને વરિષ્ઠ નાગરિકોને કવર કરે છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો માટે વ્યક્તિગત કવર મેળવવું એ સમજદારીભર્યું છે જે મેડિકલ ઇમરજન્સી સામે મોટી સમ ઇન્શ્યોર્ડ માટે વ્યાપક કવરેજનું વચન આપશે.

હા, જો પૉલિસીમાં પ્રવેશ કરતી વખતે કોઈ ઉંમર મર્યાદા ન હોય તો તમે 65 વર્ષથી વધુ ઉંમરના હોવ તો પણ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને આજીવન રિન્યુ કરી શકાય છે. આ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે. તમારી ફાઇનાન્શિયલ સ્વતંત્રતા અને સ્વાસ્થ્ય ખર્ચ સંબંધી વહેલી ઉંમરમાં યોજના બનાવવાની સલાહ આપવામાં આવે છે.

પહેલાંથી હાજર સ્થિતિ જેમ કે નામ સૂચવે છે તે તબીબી સ્થિતિ અથવા હેલ્થ સમસ્યાનો સંદર્ભ આપે છે જે કોઈ વ્યક્તિને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાંથી જ હતી. પહેલાંથી હાજર સ્થિતિ સાથે પ્રતીક્ષા અવધિ જોડાયેલી હોય છે. ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદ્યા પછી પ્રતીક્ષા અવધિ એ ચોક્કસ સમયનો અંતરાલ છે જેના માટે તમારે સંપૂર્ણ કવરેજનો ઉપયોગ કરવા પાત્ર થવા માટે રાહ જોવી પડશે. ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

હા, તમે માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક પ્રીમિયમ હપ્તાઓના વિકલ્પોમાં પસંદ કરી શકો છો. જો કે, આ પસંદ કરેલી પૉલિસીમાં ઉપલબ્ધ વિકલ્પને આધિન છે.

એચડીએફસી અર્ગો સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે, માય:હેલ્થ સુરક્ષા ઇન્શ્યોરન્સ - સિલ્વર સ્માર્ટ પ્લાનમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવાની ઉંમર પર કોઈ પ્રતિબંધ નથી. ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

તમારા ઇન્શ્યોરન્સ માટે તમે જે માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક ચૂકવણી કરો તેને પ્રીમિયમ કહેવામાં આવે છે. તમે વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને સરળતાથી પ્રીમિયમની ગણતરી કરી શકો છો. માત્ર નામ, ઇમેઇલ ID, જન્મ તારીખ વગેરે જેવી મૂળભૂત વ્યક્તિગત વિગતો ભરો અને પ્રીમિયમની ગણતરી પર ક્લિક કરો. એકવાર પૂર્ણ થયા પછી, પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પ્રીમિયમની રકમ જનરેટ કરશે.

નીચે સૂચિબદ્ધ કેટલાક કારણો હાઇલાઇટ કરે છે કે તમારે એચડીએફસી અર્ગો વરિષ્ઠ નાગરિક માટેની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે પસંદ કરવી જોઈએ.

  • ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ
  • ઑનલાઇન ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા પર વધારાની 5% ની છૂટ
  • સમગ્ર ભારતમાં 13,000 હૉસ્પિટલનું નેટવર્ક.
  • આજીવન રિન્યુ કરી શકાય છે
  • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ
  • આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સ બચત
  • ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશન

 

એવૉર્ડ અને સન્માન

Image

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

BFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

Image

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

Image

iAAA રેટિંગ

Image

ISO પ્રમાણપત્ર

Image

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

Scroll Right
Scroll Left
તમામ એવૉર્ડ જુઓ