હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • FAQ

એનર્જી - તમારા ડાયાબિટીસ માટે એક વિશિષ્ટ પ્લાન

 

બધું જ શુગર-ફ્રી, પાર્ટીમાં જવાનું બંધ, ચા પીવા પર કાપ, ઑર્થોપેડિક શૂઝ, ઇન્સુલિન બૅગ્સ, કારેલાનો જ્યુસ, વગેરે વગેરે. અમે સમજી શકીએ છીએ કે ડાયાબિટીસને કારણે તમે ઘણીવાર એકલતા અને દુખી અનુભવી શકો છો. પરંતુ હવે એમ રહેવાની જરુર નથી. એચડીએફસી અર્ગોનો એનર્જી હેલ્થ પ્લાન ખાસ કરીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન ધરાવતા લોકો માટે બનાવવામાં આવ્યો છે. એનર્જી પ્લાન તમારા ડાયાબિટીસ અને તેની જટિલતાઓને કવર કરે છે; તે તમને ડાયાબિટીસ સાથે પણ સારી રીતે રહેવામાં સાથ આપે છે. એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે ખરેખર ડાયાબિટીસને સમજે છે. કેટલી મીઠી વાત છે, બરાબર ને?

તમારા ડાયાબિટીસ માટે એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરવાના કારણો

ઍક્ટિવ વેલનેસ પ્રોગ્રામ
ઍક્ટિવ વેલનેસ પ્રોગ્રામ
તમારા સ્વાસ્થ્ય પર નજર રાખવા અને મેનેજ કરવામાં તમારી મદદ કરવા માટે વેલનેસ પ્રોગ્રામ અને વ્યક્તિગત હેલ્થ કોચ. આ પ્લાન હેઠળ તમને રિવૉર્ડ પૉઇન્ટ પણ મળે છે જે તમને તંદુરસ્ત રહેવા બદલ 25% રિન્યુઅલ પ્રીમિયમ ડિસ્કાઉન્ટ આપી શકે છે.
કોઈ વેટિંગ પિરિયડ નથી
કોઈ વેટિંગ પિરિયડ નથી
એનર્જી હેલ્થ પ્લાન તમને ડાયાબિટીસ અને હાઇપરટેન્શનને કારણે કરવા પડતા તમામ હૉસ્પિટલાઇઝેશન માટે દિવસ 1 થી કવરેજ આપે છે.
રિવૉર્ડ બકેટ
રિવૉર્ડ બકેટ
તમારા મેડિકલ ટેસ્ટ તેમજ BMI, BP, HbA1c અને કોલેસ્ટ્રોલ જેવા ક્રિટિકલ સ્વાસ્થ્ય માપદંડોના પરિણામો અનુસાર, તમને તંદુરસ્ત રહેવા બદલ ઇન્સેન્ટીવ પ્રદાન કરીએ છીએ.
સમ ઇન્શ્યોર્ડ રીસ્ટોર
સમ ઇન્શ્યોર્ડ રીસ્ટોર
બિમારીની સારવાર માટે સમ ઇન્શ્યોર્ડ ઓછી પડવા અંગે ચિંતિત છો? સમ ઇન્શ્યોર્ડ રીબાઉન્ડ દ્વારા તમારા પ્રથમ ક્લેઇમ પર તમારા કવરમાં 100% જરૂરી સમ ઇન્શ્યોર્ડ તરત ઉમેરવામાં આવે છે.

ડાયાબિટીસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે?

હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

દરેક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ, અમે તમારા બીમારીઓ અને ઈજાઓને કારણે થતાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરીએ છીએ.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

તમારા નિદાન, તપાસ માટેના ખર્ચને પણ કવર કરવામાં આવે છે. હૉસ્પિટલમાં દાખલ થયાના 30 દિવસ પહેલાંના અને રજા મળ્યા બાદના 60 દિવસ સુધીના તમારા તમામ ખર્ચ પણ કવર કરી લેવામાં આવે છે.

ડે-કેર પ્રોસીઝર

ડે-કેર પ્રોસીઝર

તકનીકી પ્રગતિને કારણે હૉસ્પિટલ/ડે કેર સેન્ટરમાં 24 કલાકથી ઓછા સમયમાં લેવામાં આવેલ ડે કેર સારવારને કવર કરે છે.

ઈમર્જન્સી રોડ એમ્બ્યુલન્સ

ઈમર્જન્સી રોડ એમ્બ્યુલન્સ

જો તમારે જરૂર હોય, કદાચ તમારે ઈમર્જન્સીના કિસ્સામાં હૉસ્પિટલમાં જલ્દી જવા હેતુ. પ્રતિ હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹2000 સુધીના તમારા એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે.

અંગદાતા સંબંધી ખર્ચ

અંગદાતા સંબંધી ખર્ચ

અંગ દાન એ ઉમદા કાર્ય છે. તેથી, મુખ્ય અંગના પ્રત્યારોપણના હાર્વેસ્ટિંગના, અંગ દાતાના તબીબી અને સર્જિકલ ખર્ચને અમે કવર કરીએ છીએ.

આજીવન રિન્યુ કરી શકાય છે

આજીવન રિન્યુ કરી શકાય છે

એકવાર અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે પોતાને સુરક્ષિત કર્યા બાદ તમે નચિંત રહી શકો છો. બ્રેક ફ્રી રિન્યુઅલ દ્વારા આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આજીવન ચાલુ રહે છે.

ટૅક્સ બચાવો

ટૅક્સ બચાવો

શું તમે જાણો છો કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તમારી બચતની સુરક્ષા માટે જ નથી પરંતુ તમને ટૅક્સ બચાવવામાં પણ મદદ કરે છે? હા, તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ ₹ 75,000 સુધીનો ટેક્સ બચાવી શકો છો.

HbA1C લાભ

HbA1C લાભ

તમારા HbA1C ટેસ્ટ માટે પૉલિસી હેઠળ પ્રત્યેક વર્ષે ₹ 750 સુધીની રકમ કવર કરવામાં આવે છે. વેલનેસ ટેસ્ટ તરીકે ઓળખાતા બે મેડિકલ ટેસ્ટ પણ કૅશલેસ આધારે ગોલ્ડ પ્લાનમાં ₹2000 સુધી ચૂકવવાપાત્ર છે.

વ્યક્તિગત વેલનેસ પોર્ટલ

વ્યક્તિગત વેલનેસ પોર્ટલ

તમારા તમામ મેડિકલ રેકોર્ડ્સને ટ્રૅક અને સ્ટોર કરતા વ્યક્તિગત વેલનેસ વેબ પોર્ટલનો ઍક્સેસ મેળવો. તેના વડે તમે તમારી સ્થિતિનું ધ્યાન રાખી શકો છો અને તમને જરૂરી જણાય તેવી હેલ્થ પ્રૉડક્ટ્સની ખરીદી માટે વિશેષ ઑફર પ્રદાન કરે છે.

હેલ્થ કોચ

હેલ્થ કોચ

તમારા ન્યૂટ્રીશન અને ફિટનેસ પ્લાન વિશે માર્ગદર્શન આપવા, યાદ અપાવવા અને પ્લાન બનાવવા માટે ઉચ્ચ પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિગત હેલ્થ કોચ મેળવો.

વેલનેસ સપોર્ટ

વેલનેસ સપોર્ટ

તમારા કોઈપણ પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઉપલબ્ધ સેન્ટ્રલાઇઝ્ડ હેલ્પલાઇનનો ઍક્સેસ મેળવો. તમને હેલ્થકેર અને મેનેજમેન્ટ વિશેની મૂલ્યવાન માહિતી પ્રદાન કરવા માટેના માસિક ન્યૂઝલેટર્સ

રિવૉર્ડ પોઇન્ટ

રિવૉર્ડ પોઇન્ટ

તમારા મેડિકલ ટેસ્ટ તેમજ BMI, BP, HbA1c અને કોલેસ્ટ્રોલ જેવા ક્રિટિકલ સ્વાસ્થ્ય માપદંડોના પરિણામો અનુસાર, તમને રિન્યુઅલ પ્રીમિયમ પર 25%ની છૂટ આપવામાં આવે છે.

ડાયાબિટીસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં શું શામેલ નથી?

પહેલેથી હોય તેવા અન્ય રોગ
પહેલેથી હોય તેવા અન્ય રોગ

પહેલેથી હોય તેવી કોઈપણ રોગ (ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શન સિવાય) 2 વર્ષની પ્રતીક્ષા અવધિ પછી આવરી લેવામાં આવશે.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

નશીલા અથવા મતિભ્રમ કરનાર પદાર્થોના ઉપયોગ અને દુરુપયોગના પરિણામે જેમકે દારૂ અથવા માદક દવાઓથી જાતે પહોંચાડેલી ઈજાઓ. અમારી પૉલિસી જાતે-પહોંચાડેલી ઈજાઓને કવર કરતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

આ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવાર કવરેજ માટે પાત્ર નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના
પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સિવાયના પહેલાંથી હાજર બિમારીઓ પૉલિસી જારી કર્યાના બે વર્ષ પછી કવર કરવામાં આવે છે.

અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક

13,000+

હૉસ્પિટલ લોકેટર
અથવા
તમારી નજીકની હૉસ્પિટલ શોધો

સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક


અમારી વેબસાઇટ મારફતે ક્લેઇમ રજીસ્ટર કરો અને ટ્રેક કરો

તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ શોધો

તમારા મોબાઇલમાં નિયમિત ક્લેઇમ અપડેટ મેળવો

તમારી પસંદગીની રીતે ક્લેઇમ સેટલમેન્ટનો લાભ લો

વારંવાર પૂછાતા પ્રશ્નો

એચડીએફસી અર્ગોનો એનર્જી એ ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શનથી પીડિત વ્યક્તિઓની જરૂરિયાત અનુસાર તૈયાર કરેલ વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે.
એનર્જી પ્લાનના લાભોને બે શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે:
ડાયાબિટીસ/હાઇપરટેન્શન સંબંધિત લાભો- ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શન, પર્સનલાઇઝ્ડ વેલનેસ પ્રોગ્રામ, વેલનેસ ઇન્સેન્ટિવ્સ, પર્સનલ હેલ્થ કોચ, ઇન્ટિગ્રેટેડ વેબ પોર્ટલ અને તેવા અન્ય કારણોસર ઉદ્ભવતા ઇન-પેશન્ટ ખર્ચ માટે કવરેજ.
સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ લાભો- આકસ્મિક ઈજાઓ, ગંભીર બીમારીઓ, રીસ્ટોર બેનિફિટ, નો ક્લેઇમ બોનસ, ટેક્સમાં લાભો, અંગ દાતાના ખર્ચ, કો-પેમેન્ટ (વૈકલ્પિક) અને અન્ય કવરેજ.
એચડીએફસી અર્ગોનો એનર્જી પ્લાન ડાયાબિટીસ ધરાવતી 18-65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે. તે ટાઇપ 1 ડાયાબિટીસ, ટાઇપ 2 મેલિટસ, ઇમ્પેર્ડ ફાસ્ટિંગ ગ્લુકોઝ (IFG), ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ (IGT), પ્રી-ડાયાબિટીસ (IFG, IGT) અથવા હાઇપરટેન્શનથી પીડિત લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
કોઈ વેટિંગ પિરિયડ નથી, કોઈપણ બીમારી, જટિલતાઓ અથવા ટાઇપ 1 ડાયાબિટીસની સ્થિતિ, ટાઇપ 2 ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શનથી ઉદ્ભવતી અથવા તેનાથી જોડાયેલી બિમારીઓ માટે કોઈ વેટિંગ પિરિયડ નથી અને તે 1લા દિવસથી જ કવર કરવામાં આવે છે. ઉપરાંત:
  • નિર્દિષ્ટ બીમારીઓ/શસ્ત્રક્રિયાઓ માટે 2 વર્ષની પ્રતીક્ષા અવધિ
  • PED પર 2 વર્ષની પ્રતીક્ષા અવધિ
હા, તમારો એનર્જી પ્લાન આકસ્મિક ઈજાઓ અને અન્ય ગંભીર બીમારીઓ વગેરેથી ઉદ્ભવતા તમારા ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરે છે.
એનર્જી એ ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શનથી પીડિત વ્યક્તિઓ માટે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે. તે નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના તમામ લાભો ધરાવે છે અને ડાયાબિટીસ માટે અતિરિક્ત લાભો પણ પ્રદાન કરે છે.
એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના બે પ્રકારો ઉપલબ્ધ છે:
1. સિલ્વર (વેલનેસ ટેસ્ટનો ખર્ચ સમાવિષ્ટ નથી)
2. ગોલ્ડ (વેલનેસ ટેસ્ટની કિંમત સામેલ છે)
ઍક્ટિવ વેલનેસ પ્રોગ્રામ એ એનર્જી પ્લાનનો આધાર છે. તે તમને તમારા સ્વાસ્થ્યની દેખરેખ રાખવામાં, તમારા ફિટનેસને લગતા ધ્યેય (આહાર અને વ્યાયામ) ટ્રૅક કરવામાં અને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, અને તંદુરસ્ત રહેવા બદલ તમને પુરસ્કાર મળે છે. તેમાં શામેલ છે:
વેલનેસ ટેસ્ટ
પૉલિસી વર્ષ દરમિયાન બે સંપૂર્ણ તબીબી તપાસ સાથે શરૂઆત કરો.
  • વેલનેસ ટેસ્ટ 1: HbA1c, બ્લડ પ્રેશર મોનિટરિંગ, BMI
  • વેલનેસ ટેસ્ટ 2: HbA1c, FBS, ટોટલ કોલેસ્ટ્રોલ, ક્રિએટિનિન, હાઇ-ડેન્સિટી લાઇપોપ્રોટીન (HDL), લો-ડેન્સિટી લાઇપોપ્રોટીન (LDL), ટ્રાઇગ્લિસરાઇડ્સ (TG), ટોટલ પ્રોટીન, સીરમ આલ્બ્યુમિન, ગામા-ગ્લુટામિલ ટ્રાન્સફેરાઝ (GGT), સીરમ ગ્લુટામિક ઑક્સેલોએસેટિક ટ્રાન્સએમિનેસ (SGOT), સીરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સએમિનેસ (SGPT), બિલીરુબિન, ટોટલ કોલેસ્ટ્રોલ: HDL કોલેસ્ટ્રોલ, ECG, બ્લડ પ્રેશર મોનિટરિંગ, BMI, ડૉક્ટર કન્સલ્ટેશન.
વેલનેસ સપોર્ટ
  • તમારા હેલ્થ રેકોર્ડ માટે વેબ પોર્ટલની ઍક્સેસ
  • તમારા આહાર અને તંદુરસ્તીના લક્ષ્યોને પ્લાન કરવા અને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિગત હેલ્થ કોચ
  • તમારા બધા પ્રશ્નો માટે કેન્દ્રિત હેલ્પલાઇન
વેલનેસ રિવૉર્ડ્સ
  • સ્વાસ્થ્યને લગતી તકલીફોના સંચાલન માટે 25% સુધીની રિન્યુઅલ પ્રીમિયમ છૂટ
  • તમારા તબીબી ખર્ચ માટે રિન્યુઅલ પ્રીમિયમના 25% સુધીનું વળતર (જેમ કે કન્સલ્ટેશન શુલ્ક, દવાઓ અને દવાઓ, નિદાન, દાંતના ખર્ચ અને કોઈપણ મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતા અન્ય પરચુરણ ખર્ચ)
વેલનેસ પ્રોગ્રામની દરેક સુવિધાનો હેતુ તમારા જીવનને વધુ સારી અને તંદુરસ્ત બનાવવાનો છે.
  • વેલનેસ ટેસ્ટ સાથે તમારા સ્વાસ્થ્યને સમજો અને મૉનિટર કરો
  • વેલનેસ સપોર્ટ સાથે તંદુરસ્ત રહો
  • વેલનેસ રિવૉર્ડ સાથે વધુ બચત કરો
હા, આ પ્લાન ખરીદવા માટે પ્રી-હેલ્થ ચેકઅપ ફરજિયાત છે. એનર્જી એ ડાયાબિટીસ ધરાવતા લોકો માટેનો એક પ્લાન છે. તે તેમની સ્વાસ્થ્ય સંબંધિત અનન્ય જરૂરિયાતોની કાળજી લે છે.
પ્રી-હેલ્થ ચેકઅપ ટેસ્ટ તમારી હાલની સ્વાસ્થ્ય સ્થિતિઓ અને બીમારીઓને પ્રકાશિત કરે છે, જે અમને તમને સૌથી યોગ્ય કવર પ્રદાન કરવામાં સક્ષમ બનાવે છે.
ના, આ પ્લાન માત્ર ડાયાબિટીસ અને હાઇપરટેન્શનથી પીડિત લોકો માટે જ ઉપલબ્ધ છે.
હા, તમે સમગ્ર ભારતમાં અમારી 12,000થી વધુ કૅશલેસ નેટવર્ક હૉસ્પિટલોમાંથી કોઈપણ હૉસ્પિટમાં કૅશલેસ સુવિધાનો લાભ લઈ શકો છો.
પૉલિસી હેઠળ, ન આવરી લેવામાં આવેલ બાબતો, શામેલ જોખમોના આધારે, ઘણા હેતુઓ પાર પાડી શકે છે. આ પ્લાન હેઠળ સામાન્ય રીતે આવરી ન લેવામાં આવેલ બાબતોની સૂચિ નીચે મુજબ છે:
  • 2 વર્ષની પ્રતીક્ષા અવધિ માટે કોઈપણ પહેલાંથી હોય તેવી (ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શન સિવાયની) સ્થિતિ
  • મોતિયો, હર્નિયા, સાંધાના રિપ્લેસમેન્ટની સર્જરી, હાઇડ્રોસેલની સર્જરી વગેરે જેવા વિશિષ્ટ રોગોની પ્રતીક્ષા અવધિ 2 વર્ષની છે.
  • HIV અથવા AIDS અને સંબંધિત રોગોથી ઉદ્ભવતા ખર્ચ
  • બાહ્ય જન્મજાત રોગો, માનસિક વિકાર અથવા અસ્વસ્થતા, કૉસ્મેટિક સર્જરી અને વજન ઘટાડવા માટેની સારવાર
  • માદક દ્રવ્યો અને દારૂ જેવા માદક દ્રવ્યોના દુરુપયોગ
  • યુદ્ધ અથવા યુદ્ધના કાર્યને કારણે હૉસ્પિટલાઇઝેશન. અથવા પરમાણુ, રાસાયણિક અથવા જૈવિક શસ્ત્ર અને કોઈપણ પ્રકારના રેડિયેશનને કારણે
  • ગર્ભાવસ્થા, દાંતની સારવાર, બાહ્ય સહાય અને ઉપકરણો
  • વ્યક્તિગત આરામ અને સુવિધાની વસ્તુઓ
  • પ્રાયોગિક, તપાસ સંબંધિત અને અપ્રમાણિત સારવાર માટેના ઉપકરણો અને દવાઓ તથા તે આપવાના પ્રકારો
ના, આ પ્લાનમાં કોઈ સબ-લિમિટ નથી.
ના, જ્યાં સુધી તમે તેને પસંદ ન કરો ત્યાં સુધી, કોઈ કો-પેમેન્ટની કલમ નથી.
તમે તમારું પ્રીમિયમ ઘટાડવા માટે તમારી પૉલિસી ખરીદતી વખતે 20% નો કો-પેમેન્ટ વિકલ્પ પસંદ કરી શકો છો.
હા, તમે ફ્રી-લુક સમયગાળામાં તમારું પ્રીમિયમ પરત મેળવી શકો છો.
જાણો કેવી રીતે
તમને જે તારીખે પૉલિસી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થાય છે તે દિવસથી એચડીએફસી અર્ગો તમને 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ પ્રદાન કરે છે. આ સમયગાળામાં જો તમારું મન બદલાય છે અથવા પૉલિસીના કોઈપણ નિયમો અને શરતોથી અસંતુષ્ટ છો, તો તમે તમારી પૉલિસી કૅન્સલ કરી શકો છો.
એવૉર્ડ અને સન્માન
x