ક્લેઇમ પ્રોસેસ

    ક્લેઇમની પ્રક્રિયા સરળ બનાવવા માટે નીચેની વિગતો અહીં સબમિટ કરો healthclaims@hdfcergo.com

  • કૅન્સલ કરેલ ચેક સાથે ક્લેઇમ ફોર્મમાં NEFT ની વિગતો પ્રદાન કરો
  • ₹1 લાખ અને તેનાથી વધુના તમામ ક્લેઇમ માટે નીચેનામાંથી કોઈપણ KYC ડૉક્યુમેન્ટની ફોટોકૉપી સાથે KYC (તમારા ગ્રાહકને જાણો) ફોર્મ પ્રદાન કરો. KYC ફોર્મ માટે અહીં ક્લિક કરો
  • KYC ડૉક્યુમેન્ટ: આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વોટર ID વગેરે
  •  

  • તમારી હેલ્થ પૉલિસી અંગે મહત્વપૂર્ણ અપડેટ!

  • કૃપા કરીને નોંધ કરો કે 15 એપ્રિલ 2023 થી, રીઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે, પૂર્વાયોજિત સારવાર માટે હૉસ્પિટલાઇઝેશનની જાણ ન્યૂનતમ 48 કલાક પહેલાં અને ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનની જાણ 24 કલાકની અંદર કરવાની રહેશે. આ અમને તમારા ક્લેઇમની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરશે. કૃપા કરીને અહીં ક્લિક કરીને ક્લેઇમની જાણ કરો



પગલું 1. હૉસ્પિટલાઇઝેશન

તે કોણ કરશે : પૉલિસીધારક
શું કરવું જોઈએ? અહીં ક્લિક કરો નજીકની નેટવર્ક હૉસ્પિટલ શોધવા માટે

પગલું 2. કૅશલેસ અને ડૉક્યુમેન્ટ સબમિટ કરો

તે કોણ કરશે : પૉલિસીધારક
શું કરવું જોઈએ? તમારું હેલ્થ કાર્ડ અને માન્ય ફોટો ID બતાવીને નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ સુવિધા મેળવો

પગલું 3. પ્રિ-ઑથોરાઇઝેશન

કોના દ્વારા કરવામાં આવશે: નેટવર્ક હૉસ્પિટલ
શું કરવું જોઈએ? હૉસ્પિટલ એચડીએફસી અર્ગોને કૅશલેસ વિનંતી મોકલશે અને ઑથોરાઇઝેશન, પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મ માટે અમારી સાથે સંકલન કરશે.

પગલું 4. ડિસ્ચાર્જ અને ક્લેઇમ સેટલમેન્ટના સમયે

તે કોણ કરશે : એચડીએફસી અર્ગો
શું કરવું જોઈએ? એચડીએફસી અર્ગો/TPA તમામ પ્રાપ્ત દસ્તાવેજોની ચકાસણી કરશે અને ક્લેઇમ વિશે અંતિમ નિર્ણય જણાવશે.

પગલું 5. સ્ટેટસ અપડેટ

તે કોણ કરશે : એચડીએફસી અર્ગો
શું કરવું જોઈએ? તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID પર ક્લેઇમના દરેક તબક્કે SMS/ઇમેઇલ દ્વારા અપડેટ પ્રાપ્ત થશે.

પગલું 6.કૅશલેસ અધિકૃતતા અને ક્લેઇમની મંજૂરી

કોના દ્વારા કરવામાં આવશે: એચડીએફસી અર્ગો અને નેટવર્ક હૉસ્પિટલ
શું કરવું જોઈએ? હૉસ્પિટલ અધિકૃતતા માટે એચડીએફસી અર્ગોને અંતિમ બિલ મોકલશે અને એચડીએફસી અર્ગો તેની ચકાસણી કરશે અને હૉસ્પિટલને મંજૂર ટ્રાન્ઝૅક્શનના કિસ્સામાં અંતિમ અધિકૃતતા આપશે. કોઈપણ અસ્વીકાર્ય ખર્ચ, સહ-ચુકવણીઓ, કપાત તમારા દ્વારા ચૂકવવામાં આવશે.

પગલું 1. હૉસ્પિટલાઇઝેશન

તે કોણ કરશે : પૉલિસીધારક
શું કરવું જોઈએ? નજીકની હૉસ્પિટલનો સંપર્ક કરો

પગલું 2. ક્લેઇમ રજિસ્ટ્રેશન

તે કોણ કરશે : પૉલિસીધારક
શું કરવું જોઈએ? તમારો ક્લેઇમ રજિસ્ટર કરો, ક્લેઇમ ફોર્મ ભરો અને નીચેના ઍડ્રેસ પર જરૂરી ડૉક્યુમેન્ટ અમને મોકલો : ક્લેઇમ ફોર્મ એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ 5th ફ્લોર, ટાવર 1, સ્ટેલર IT પાર્ક, C-25, સેક્ટર-62, નોઇડા 201301 સ્ટેટ : ઉત્તર પ્રદેશ, શહેર : નોઇડા પિન કોડ : 201301

પગલું 3. ક્લેઇમની મંજૂરી

તે કોણ કરશે: એચડીએફસી અર્ગો
શું કરવું જોઈએ? એચડીએફસી અર્ગો તમામ ડૉક્યુમેન્ટની ચકાસણી કરશે અને ક્લેઇમને મંજૂરી આપશે. જો અતિરિક્ત માહિતી અથવા ડૉક્યુમેન્ટની જરૂર હોય, તો એચડીએફસી અર્ગો તેની માંગ કરશે અને તમામ જરૂરી ડૉક્યુમેન્ટની સંતોષકારક પ્રાપ્તિ પર એચડીએફસી અર્ગો દ્વારા ક્લેઇમ સેટલ કરવામાં આવશે

પગલું 4. સ્ટેટસ અપડેટ

તે કોણ કરશે:એચડીએફસી અર્ગો
શું કરવું જોઈએ? ક્લેઇમના દરેક તબક્કે તમને SMS/ઇમેઇલ દ્વારા અપડેટ કરવામાં આવશે 

પગલું 5. ક્લેઇમનું સેટલમેન્ટ

તે કોણ કરશે: એચડીએફસી અર્ગો
શું કરવું જોઈએ? ક્લેઇમની પ્રક્રિયા તમામ ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયા બાદ કરવામાં આવશે અને ચુકવણી NEFT દ્વારા કરવામાં આવશે.

ડૉક્યુમેન્ટ ચેકલિસ્ટ

ક્લેઇમ રજિસ્ટર કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ

  • એચડીએફસી અર્ગો પૉલિસી નંબર ક્લેઇમ ફોર્મ સાથે યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ
  • ઓરિજિનલ ડિસ્ચાર્જ સમરી
  • વિગતવાર વિવરણ, ચુકવણીની રસીદ અને પ્રિસ્ક્રિપ્શન દ્વારા સમર્થિત અસલ ફાર્મસી બિલ સાથેનું અસલ અંતિમ બિલ
  • અસલ તપાસ રિપોર્ટ (દા.ત. બ્લડ રિપોર્ટ, એક્સ-રે, વગેરે)
  • ઇમ્પ્લાન્ટ સ્ટિકર/બિલ, જો ઉપયોગ કરેલ હોય તો (દા.ત. એન્જીયોપ્લાસ્ટીમાં સ્ટેન્ટ, લેન્સ મોતિયા, વગેરે માટે.)
  • અગાઉ કરાવેલી સારવારના ડૉક્યુમેન્ટ, જો કોઈ હોય તો
  • અકસ્માતના કિસ્સામાં, મેડિકો લીગલ સર્ટિફિકેટ (MLC) અથવા FIR
  • અન્ય સંબંધિત ડૉક્યુમેન્ટ, જો કોઈ હોય તો
  • ચુકવણી માટે NEFT ની વિગતો: પ્રસ્તાવકર્તાના નામે કૅન્સલ કરેલ ચેક અથવા બેંક દ્વારા પ્રમાણિત પાસબુકની કૉપી 6) 1 લાખ અને તેનાથી વધુના તમામ ક્લેઇમ માટે: કોઈપણ એક KYC ડૉક્યુમેન્ટની ફોટોકૉપી સાથે KYC ફોર્મ (દા.ત. આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર ID વગેરે)
  • 1 લાખ અને તેનાથી વધુના તમામ ક્લેઇમ માટે: કોઈપણ એક KYC ડૉક્યુમેન્ટની ફોટોકૉપી સાથે KYC ફોર્મ (દા.ત. આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર ID, વગેરે) KYC ફોર્મ
એવૉર્ડ અને સન્માન
x