Knowledge Centre
Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242
Happy Customer
#1.4 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

Cashless network
લગભગ 15,000+

કૅશલેસ નેટવર્ક

2 Claims settled every minute
2 ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે

દર મિનિટે*

પોર્ટેબિલિટી કવર

Portability cover

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આજીવન રિન્યૂ કરી શકાય છે. આનો અર્થ એ છે કે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી કવરેજનો આનંદ માણી શકો છો. પરંતુ શું તેનો અર્થ એ છે કે તમારે માત્ર એક જ ઇન્શ્યોરન્સ કંપની સાથે રહેવાની જરૂર છે?

વાસ્તવમાં, તમારે તેમ કરવાની જરૂર નથી. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) એ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીનો વિચાર રજૂ કર્યો છે. આ સંકલ્પના હેઠળ, તમે ઇન્શ્યોરન્સ કંપનીઓ અને ઇન્શ્યોરન્સ પ્લાન વચ્ચે પણ સ્વિચ કરી શકો છો. અને તે પણ, સાતત્યના લાભ ગુમાવ્યા વિના!

તેથી, વિવિધ પ્લાન વચ્ચે સ્વિચ કરો અને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા રિન્યૂઅલના લાભ જાળવી રાખો.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીનો અર્થ શું છે?

સરળ શબ્દોમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એ એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ને બદલીને એ જ અથવા અન્ય ઇન્શ્યોરન્સ કંપનીના બીજા પ્લાનને લેવાની સુવિધા છે. તમે રિન્યૂઅલના સમયે તમારા હેલ્થ પ્લાનને પોર્ટ કરી શકો છો. જ્યારે તમે આમ કરો છો, ત્યારે તમે રિન્યૂઅલ લાભો જાળવી શકો છો, જે તમે તમારા હાલના પ્લાન સાથે રહ્યા હોત તો મેળવી શક્યા હોત. આ રિન્યૂઅલના લાભોમાં શામેલ છે –

● છેલ્લાં ક્લેઇમ-મુક્ત વર્ષ (વર્ષો) દરમિયાન તમે કમાવેલ નો-ક્લેઇમ બોનસ

● વેટિંગ પીરિયડમાં ઘટાડો

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટેના સામાન્ય કારણો કયા છે?

તમે વિવિધ કારણોસર તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવાનું પસંદ કરી શકો છો. આમાં નીચેના કારણોનો સમાવેશ થાય છે –

  • તમે તમારી વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીથી ખુશ નથી
  • તમે તમારા વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી ખુશ નથી
  • તમને એક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મળ્યો છે, જે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે
  • તમને એક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મળ્યો છે, જે ખર્ચની દૃષ્ટિએ વધુ વાજબી છે
  • તમને એક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મળ્યો છે, જેમાં ઓછી અથવા ન્યૂનતમ કવરેજ મર્યાદાઓ છે
  • તમને કોઈ ઇન્શ્યોરન્સ કંપની મળી છે, જેની ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ છે

તમારે શા માટે તમારા વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સને એચડીએફસી અર્ગોમાં પોર્ટ કરવું જોઈએ?

એચડીએફસી અર્ગો તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે યોગ્ય ઇન્શ્યોરન્સ કંપની હોઈ શકે છે. તેના કેટલાક કારણો અહીં આપેલ છે –

Wide Range of Plans

પ્લાનના વિવિધ વિકલ્પો

એચડીએફસી અર્ગોમાં પસંદ કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. કોવિડ કવરથી લઈને કોમ્પ્રિહેન્સિવ ઇન્ડેમ્નિટી અને ફિક્સ્ડ બેનિફિટ પ્લાન સુધી, તમે શોધી રહ્યા હોવ તે તમામ તમને એક છત હેઠળ મળે છે.

Sum A Wider Network of Hospitals

હૉસ્પિટલોનું વિશાળ નેટવર્ક

એચડીએફસી અર્ગો સમગ્ર ભારતમાં 16,000 થી વધુ હૉસ્પિટલો સાથે જોડાયેલ છે. આ તમને કૅશલેસ હૉસ્પિટલને સરળતાથી શોધવામાં અને કૅશલેસ આધારે તમારા ક્લેઇમને સેટલ કરવામાં મદદ કરે છે.

Online Process

ઑનલાઇન પ્રક્રિયા

એચડીએફસી અર્ગો ડિજિટલ રીતે સક્ષમ સર્વિસ પ્રદાન કરે છે, જેથી તમે તમારી પૉલિસી ઑનલાઇન ખરીદી, રિન્યૂ કરી શકો અને તેમાં ક્લેઇમ પણ કરી શકો. ડિજિટલ સર્વિસ દ્વારા સુવિધા અને સરળતાથી કામ થાય છે.

Trust of More than 1.5 Crore Customers

1.6 કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ

એચડીએફસી અર્ગો પોતાના પ્રૉડક્ટ અને સર્વિસ માટે 1.6 કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ ધરાવે છે.

Transparency

પારદર્શિતા

કંપની પોતાના ગ્રાહકો સાથે પારદર્શિતામાં માને છે. તમને તમારી તમામ ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને અનુરૂપ પારદર્શક પ્રૉડક્ટ મળે છે. તેની કિંમત પણ પારદર્શક છે, જેથી તમે જાણો કે તમે શા માટે ચુકવણી કરી રહ્યા છો.

No Room Rent Capping

રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી

તમારા ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ હૉસ્પિટલમાં તમે તમારી પસંદગીનો રૂમ લઈ શકતા નથી તે અંગે ચિંતિત છો? માય:હેલ્થ સુરક્ષા તમને તબીબી સારવાર સંબંધિત સુવિધાઓની ખાતરી આપે છે.

Sum Insured Rebound

સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ

બિમારીની સારવાર માટે વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ) ઓછી પડવા અંગે ચિંતિત છો? સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ હેઠળ જો તમારો હાલનો સમ ઇન્શ્યોર્ડ વપરાઇ જાય છે તો પણ તમને મૂળ સમ ઇન્શ્યોર્ડ સુધીનો વધારાનો ઇન્શ્યોરન્સ મળે છે.

buy a health insurance plan
શું તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યૂઅલની તારીખ નજીક છે?
અતિરિક્ત લાભો મેળવવા માટે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સને પોર્ટ કરો

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના કવરેજની વિશેષતાઓ

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવરેજ તમે ખરીદી રહેલ પૉલિસીના પ્રકાર પર આધારિત હોય છે. સામાન્ય રીતે, તમને નીચેના માટે કવરેજ મળે છે –

1

ઇનપેશન્ટ હૉસ્પિટલાઇઝેશન

જો તમને 24 કલાક અથવા તેનાથી વધુ સમય માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તમને થતા હૉસ્પિટલના બિલ માટે કવર મળે છે. આ બિલમાં રૂમના ભાડા, નર્સ, સર્જન, ડૉક્ટરોની ફી વગેરેનો સમાવેશ થાય છે.

2

હૉસ્પિટલાઇઝેશન પહેલાંના અને પછીના ખર્ચ

હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં અથવા હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછીના તબીબી ખર્ચને આ પ્લાન હેઠળ કવર કરી લેવામાં આવે છે. ચોક્કસ દિવસો માટે કવરેજની પરવાનગી છે.

3

એમ્બ્યુલન્સ ખર્ચ

જો તમે તમને હૉસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સ ભાડે કરો, તો આ એમ્બ્યુલન્સનો ભાડા ખર્ચ પણ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવશે.

4

ડે-કેર સારવાર

ડે-કેર સારવાર આ એ સારવાર છે જેમાં તમારે 24 કલાક અથવા તેનાથી વધુ માટે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આવી સારવાર થોડા કલાકોની અંદર પૂર્ણ થાય છે. એચડીએફસી અર્ગો હેલ્થ પ્લાન્સ તમામ ડે-કેર સારવારને કવર કરે છે.

5

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

એચડીએફસી અર્ગો પ્લાન્સ હેઠળ મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ્સ ની પરવાનગી છે જેથી તમે તમારા સ્વાસ્થ્યને નિયમિતપણે મૉનિટર અને ટ્રૅક કરી શકો.

6

હોમ હેલ્થકેર

જો તમને ઘરે જ હૉસ્પિટલની જેમ દાખલ કરીને સારવાર આપવામાં આવે, તો આવી સારવારનો ખર્ચ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે.

7

અંગદાતા સંબંધી ખર્ચ

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કોઈ દાતા પાસેથી અંગ કાઢવાનો ખર્ચ કવર કરવામાં આવશે.

8

આયુષ કવર

એચડીએફસી અર્ગો પ્લાન હેઠળ સારવારની વૈકલ્પિક પદ્ધતિઓને પણ કવર કરવામાં આવે છે. તમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પદ્ધતિઓ દ્વારા સારવારનો લાભ લઈ શકો છો.

9

આજીવન રિન્યૂઅલ

એચડીએફસી અર્ગો હેલ્થ પ્લાન આજીવન રિન્યૂઅલની સુવિધા આપે છે, જેથી તમે જીવનભર અવિરત કવરેજનો આનંદ માણી શકો.

શા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને પોર્ટ કરવું અર્થપૂર્ણ છે?

નીચેના કારણોસર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પોર્ટ કરવો લાભદાયક છે –

1

તમે બહેતર કવરેજ મેળવી શકો છો

જો તમને વ્યાપક કવરેજ પ્રદાન કરતો સારો હેલ્થ પ્લાન મળે, તો પોર્ટિંગ તમને બહેતર કવરેજનો આનંદ માણવામાં મદદરૂપ થશે. તમે પ્લાન સ્વિચ કરી શકશો અને સર્વ-સમાવેશી પ્લાન સાથે આર્થિક સુરક્ષા મેળવી શકશો.

2

તમને પ્રીમિયમમાં બહેતર વિકલ્પ મળે છે

પોર્ટેબિલિટી તમને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવામાં મદદ કરી શકે છે. વિવિધ પ્લાનમાં અલગ-અલગ પ્રીમિયમ દરો હોય છે, અને જ્યારે તમે તુલના કરો અને તમને બહેતર કવરેજ પ્રદાન કરતા વધુ સારા પ્લાન મળે, ત્યારે તમે પોર્ટ કરી શકો છો અને પ્રીમિયમમાં બચત કરી શકો છો.

3

તમને બહેતર સર્વિસ મળે છે

જ્યારે તમે ગ્રાહકોને ઉત્તમ સર્વિસ પ્રદાન કરતી ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરો છો, ત્યારે તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં વેચાણ બાદની બહેતર સર્વિસ અને ક્લેઇમ સંબંધિત સહાય મેળવી શકો છો.

4

તમને સાતત્યના લાભો મળે છે

પોર્ટેબિલિટી વિશેની શ્રેષ્ઠ વાત એ છે કે તમને પ્લાનમાં સાતત્યના લાભો મળતા રહે છે. તમારું કવરેજ ચાલુ રહે છે, અને વેટિંગ પીરિયડમાં પણ ઘટાડો થાય છે.

5

તમે તમારું નો-ક્લેઇમ બોનસ જાળવી શકો છો

જ્યારે તમે પોર્ટ કરો છો, ત્યારે તમે તમારું નો-ક્લેઇમ બોનસ જાળવી શકો છો. બોનસ તમારી નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી તમે નવા પ્લાનમાં પણ આ લાભ મેળવી શકો.

તમારી પૉલિસીને એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સમાં કેવી રીતે પોર્ટ કરવી?

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને એચડીએફસી અર્ગોમાં બદલવી ખૂબ સરળ છે. તમારા પોર્ટ કરવાના નિર્ણયની જાણ અમને તમારી હાલની પૉલિસીના રિન્યૂઅલની તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં કરો. અમને જાણ કરો, અને બસ થઈ ગયું! અમે તમને માર્ગદર્શન આપીશું અને એચડીએફસી અર્ગોમાં પોર્ટ કરવામાં અને સ્વિચ કરવામાં તમારી મદદ કરીશું અને સંભાવનાઓની દુનિયામાં તમારું સ્વાગત કરીશું.

Intimate
1

ઇન્ટીમેટ

સમાપ્ત થતી પૉલિસીની કેટલીક વિગતો જેમ કે સમ ઇન્શ્યોર્ડ, કવર કરેલ સભ્યો, પાછલી પૉલિસીની શરૂઆતની તારીખ વગેરે સાથે પાછલા વર્ષની પૉલિસીની સમાપ્તિની તારીખથી ઓછામાં ઓછા 30 દિવસ પહેલાં, અમને જાણ કરો.

Check Claims & Medical History
2

ક્લેઇમ અને મેડિકલ હિસ્ટ્રી ચેક કરો

રિસ્કને સમજવા માટે અમે તમારી મેડિકલ હિસ્ટ્રી અને ક્લેઇમના રેકોર્ડની તપાસ કરીશું.

Undergo Health Check-up
3

હેલ્થ ચેક-અપ કરાવો

જો તમારી ઉંમર પસંદગીની પૉલિસી માટે જરૂરી વય જૂથ બહાર હોય અથવા તમે પહેલાંથી હોય તેવી બીમારી જાહેર કરી રહ્યાં હોવ, તો અમે તમને હેલ્થ ચેક-અપ કરાવવા માટે કહી શકીએ છીએ.

Policy Issuance
4

પૉલિસી જારી કરવી

તમારી પોર્ટેબિલિટીની વિનંતી મંજૂર થઈ જાય પછી તમારી પૉલિસી પોર્ટ કરવામાં આવે છે. અને, ત્યારબાદ તમને એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવશે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પોર્ટ કરી શકાય તેવી બાબતો

The Sum Insured

સમ ઇન્શ્યોર્ડ

તમે તમારી હાલના સમ ઇન્શ્યોર્ડને એચડીએફસી અર્ગોમાં પોર્ટ કરી શકો છો. આ ઉપરાંત, જ્યારે તમે એચડીએફસી અર્ગોના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પોર્ટ કરો, ત્યારે તમે ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ પણ પસંદ કરી શકો છો.

The No Claim Bonus

નો ક્લેઇમ બોનસ

પાછલી પૉલિસીમાં તમે કમાયેલ નો-ક્લેઇમ બોનસ પણ તમારા એચડીએફસી અર્ગો હેલ્થ પ્લાનમાં પોર્ટ કરી શકાય છે. આ બોનસ તમને તમારી પાછલી પૉલિસીમાં ક્લેઇમ ન કરવાના લાભનો આનંદ માણવામાં મદદ કરી શકે છે.

The Reduction in Waiting Period

વેટિંગ પીરિયડમાં ઘટાડો

જ્યારે તમે એચડીએફસી અર્ગો પર પોર્ટ કરો છો ત્યારે વેટિંગ પીરિયડમાં પણ ઘટાડો થાય છે. તમે પહેલેથી જ તમારી પાછલી પૉલિસીમાં પસાર કરેલ વેટિંગ પીરિયડના વર્ષોને બાદ કરીએ છીએ જેથી તમારે અમારી સાથે ફરીથી રાહ ન જોવી પડે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે કયા ડૉક્યુમેન્ટની જરૂર છે?

સામાન્ય રીતે, પોર્ટેબિલિટીમાં વધારે ડૉક્યુમેન્ટની જરૂર હોતી નથી કારણ કે પ્રોસેસ ઑનલાઇન થઈ ગઈ છે. જો કે, તમારે પૉલિસી પોર્ટ કરવા માટે નીચે આપેલ ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે –

What are the Documents Required
  • વર્તમાન પૉલિસી ડૉક્યુમેન્ટ
  • ઓળખનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • ઇન્શ્યોર્ડ સભ્યોની ઉંમરનો પુરાવો
  • યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત પોર્ટેબિલિટી ફોર્મ
  • મેડિકલ ડૉક્યુમેન્ટ (જો જરૂરી હોય તો)
  • ક્લેઇમની હિસ્ટ્રી

પૉલિસીધારકના પોર્ટિંગ સંબંધિત અધિકારો કયા છે?

જ્યારે તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને પોર્ટ કરો, ત્યારે તમારી પાસે નીચેના અધિકારો છે –

  • દર વખતે તમે રિન્યૂ કરો, ત્યારે તમે ઇન્શ્યોરન્સ કંપનીને સ્વિચ કરી શકો છો
  • તમે ગમે તેટલી વખત પ્લાનને સ્વિચ કરી શકો છો
  • જ્યારે તમે સ્વિચ કરો ત્યારે તમારા તમામ પરિવારના વર્તમાન સભ્યોને નવા પ્લાન હેઠળ કવરેજ મળી શકે છે.
  • નવી ઇન્શ્યોરન્સ કંપનીએ પાછલી પૉલિસીમાં તમે પહેલેથી જ પસાર કરેલ સમયને અમારા વેટિંગ પીરિયડમાંથી ઘટાડવાનો રહેશે.
  • ન્યૂનતમ સમ ઇન્શ્યોર્ડ પાછલી પૉલિસી મુજબ જ રહેશે. જો કે, તમે સમ ઇન્શ્યોર્ડ વધારવાનું પસંદ કરી શકો છો.
  • પોર્ટિંગના સમયે, હાલના ઇન્શ્યોરર અને નવા ઇન્શ્યોરર દ્વારા ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) સાથે પોર્ટિંગ સંબંધિત ઔપચારિકતાઓ સેટલ કરવાની રહેશે

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટેના નિયમો

પ્રસ્તુત છે તમારે જાણવા લાયક કેટલાક પોર્ટેબિલિટી નિયમો –

  • પોર્ટેબિલિટી માત્ર રિન્યૂઅલ સમયે જ કરી શકાય છે
  • તમારે પોર્ટ કરવાના તમારા નિર્ણયની જાણ નવી અને વર્તમાન ઇન્શ્યોરન્સ કંપનીઓને કરવી જોઈએ. આ સૂચના રિન્યૂઅલના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં આપવી જોઈએ
  • પોર્ટિંગમાં કોઈ અતિરિક્ત શુલ્ક શામેલ નથી. જો કે, નવી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વસૂલવામાં આવતા પ્રીમિયમના આધારે પ્રીમિયમ બદલાઈ શકે છે
  • તમે સમાન પ્રકારની પૉલિસી, જેમ કે, એક ઇન્ડેમ્નિટી પૉલિસીમાંથી અન્ય ઇન્ડેમ્નિટી પૉલિસીમાં પોર્ટ કરી શકો છો
  • તમારી પોર્ટેબિલિટીની પ્રોસેસ ચાલુ હોય તે સમય દરમિયાન તમને ગ્રેસ પીરિયડ મળે છે. આ ગ્રેસ પીરિયડ તમને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઑનલાઇન ચૂકવવા માટે અતિરિક્ત સમયગાળાની સુવિધા આપે છે, ત્યારબાદ પૉલિસી જારી કરવામાં આવે છે. જો કે, ગ્રેસ પીરિયડ દરમિયાન કવરેજ લૅપ્સ થયેલ હોય છે
  • તમે સમ ઇન્શ્યોર્ડ વધારી શકો છો, ત્યારે નવી ઇન્શ્યોરન્સ કંપનીએ આ વધારાનો સ્વીકાર કરવાનો રહેશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ક્યારે નકારી શકાય?

સામાન્ય રીતે, એચડીએફસી અર્ગો એ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની વિનંતીઓને નકારતી નથી. તમે સરળતાથી તમારા જૂના પ્લાનને નવી અને કોમ્પ્રિહેન્સિવ એચડીએફસી અર્ગો પૉલિસીમાં પોર્ટ કરી શકો છો. જો કે, કેટલાક કિસ્સાઓમાં, અમે તમારી પોર્ટિંગ વિનંતીને નકારી શકીએ છીએ. આ ઘટનાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે –

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના મહત્વપૂર્ણ પાસાઓ

Important Aspects

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના કેટલાક અન્ય પાસાઓ અહીં આપેલ છે, જેના વિશે તમારે વધુ જાણવું જોઈએ –

  • જ્યારે તમે પોર્ટ કરવાનું નક્કી કરો ત્યારે પૉલિસી રિન્યૂઅલની તારીખ તપાસો. પોર્ટિંગ સુવિધા માત્ર રિન્યૂઅલની તારીખ નજીક આવે ત્યારે ઉપલબ્ધ થશે.
  • તમે જે નવા પ્લાનને ખરીદવા માંગો છો, તેમાં કવરેજની મર્યાદા તપાસો. સુનિશ્ચિત કરો કે તમે તમારા વર્તમાન પ્લાન કરતાં વધુ વ્યાપક પ્લાન પર પોર્ટ કરો છો.
  • નવી પૉલિસીની ક્લેઇમ પ્રોસેસ જાણો અને સુનિશ્ચિત કરો કે તે તમારી પાછલી પૉલિસી કરતાં સરળ હોય
  • પૉલિસીની બાકાત બાબતો તપાસો, જેથી તમને તમારા કવરેજ વિશે ચોક્કસ જાણ હોય.

વાંચો લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી બ્લૉગ

Medical Insurance Portability

મેડિકલ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી

વધુ વાંચો
16 સપ્ટેમ્બર, 2022 ના રોજ પ્રકાશિત
Healthcare Insurance Premiums in India are Rising - Here’s Why

ભારતમાં હેલ્થકેર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધી રહ્યા છે - શા માટે તે અહીં જણાવેલ છે

વધુ વાંચો
20 જુલાઈ, 2022 ના રોજ પ્રકાશિત
Which is Better in 2022 for Health Insurance – Buying or Porting?

2022 માં હેલ્થ ઇન્શ્યોરન્સ માટે શું વધુ સારું છે - ખરીદવો અથવા પોર્ટ કરવો?

વધુ વાંચો
08 જુલાઈ, 2022 ના રોજ પ્રકાશિત
How Employees Can Port from Employer’s Group Health Insurance to Individual Health Cover

કર્મચારીઓ એમ્પ્લોયરના ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી વ્યક્તિગત હેલ્થ કવર પર કેવી રીતે પોર્ટ કરી શકે છે

વધુ વાંચો
08 સપ્ટેમ્બર, 2021 ના રોજ પ્રકાશિત

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

હા, તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરી શકો છો. આને પોર્ટિંગ કહેવામાં આવે છે, અને તમારે તમારા હાલના હેલ્થ પ્લાનને તમે સ્વિચ કરવા માંગતા હોવ તેવા અન્ય કંપની દ્વારા ઑફર કરેલ નવા પ્લાનમાં ટ્રાન્સફર કરવાનો રહેશે.

હેલ્થ પ્લાન પોર્ટ કરવા માટે કોઈ યોગ્ય સમય નથી હોતો. તમે જ્યારે પણ તમને ઓછા પ્રીમિયમ પર બહેતર કવરેજ પ્રદાન કરતી સારી પૉલિસી મળે, ત્યારે પોર્ટ કરી શકો છો. જો કે, યાદ રાખો કે પોર્ટિંગ માત્ર વર્તમાન પૉલિસીના રિન્યૂઅલ સમયે જ કરી શકાય છે.

ના, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે કોઈ અતિરિક્ત પ્રીમિયમની જરૂર નથી. જો કે, નવી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વસૂલવામાં આવતા પ્રીમિયમના આધારે નવી પૉલિસીનું પ્રીમિયમ બદલાઈ શકે છે.

હા, તમે તમારા ગ્રુપ હેલ્થ પ્લાનને વ્યક્તિગત પૉલિસીમાં પોર્ટ કરી શકો છો. આ પોર્ટિંગ જ્યારે તમે ગ્રુપમાંથી બહાર નીકળ્યા બાદ પણ કવરેજ ચાલુ રાખવા માંગતા હોવ ત્યારે કરી શકાય છે.

કોઈ નિશ્ચિત સમય નથી. તે ઇન્શ્યોરર પર અને તેઓ પોર્ટિંગની પ્રોસેસ પૂર્ણ કરવામાં કેટલો સમય લે છે તેના પર આધારિત છે. સામાન્ય રીતે તમે વિનંતી સબમિટ કર્યાના એક અઠવાડિયા અથવા 10 દિવસની અંદર પોર્ટિંગ કરવામાં આવે છે.

કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ પોર્ટિંગ માટે ઑનલાઇન સુવિધા પ્રદાન કરે છે. આમ, તમે ઑનલાઇન પોર્ટ કરી શકો છો. જો કે, પોર્ટિંગ પૂર્ણ થાય તે પહેલાં તમારે કેટલાક ડૉક્યુમેન્ટ ઇન્શ્યોરન્સ કંપનીને રૂબરૂમાં સબમિટ કરવાની જરૂર પડી શકે છે.

તમે તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યૂ કરતી વખતે પોર્ટેબિલિટી માટે અપ્લાઇ કરી શકો છો.

ના, તમે જ્યારે પોર્ટ કરો ત્યારે તમારા વેટિંગ પીરિયડ પર કોઈ અસર નહીં પડે. તમે નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર સ્વિચ કરો છો ત્યારે પણ તે પીરિયડમાં એક વર્ષનો ઘટાડો થશે. જો કે, જો તમે પોર્ટ કરતી વખતે સમ ઇન્શ્યોર્ડમાં વધારો કરવા માંગતા હોવ, તો તમે સમ ઇન્શ્યોર્ડમાં જેટલો વધારો કરો તે રકમ પર વેટિંગ પીરિયડ શરૂઆતથી અપ્લાઇ થશે.

ના, તમે પોર્ટ કરો ત્યારે તમે કંઈપણ ગુમાવતા નથી. તમે તમારા રિન્યૂઅલના લાભો જાળવી રાખી શકો છો અને તમે તમારી હાલની પૉલિસી કરતાં બહેતર પૉલિસી પર સ્વિચ કરો ત્યારે ઓછા પ્રીમિયમ પર બહેતર કવરેજ, બહેતર સર્વિસ મેળવી શકો છો.

સામાન્ય રીતે, પોર્ટિંગ એ એક સરળ અને ઝંઝટ-મુક્ત પ્રોસેસ છે. જો કે, તમારી ઉંમર, પસંદ કરેલ કવરેજ, અને તમારી હાલની મેડિકલ હિસ્ટ્રીના આધારે, ઇન્શ્યોરન્સ કંપની તમને પૉલિસી પોર્ટ કરવાની મંજૂરી આપતા પહેલાં પ્રિ-એન્ટ્રન્સ હેલ્થ ચેક-અપ કરાવવા કહી શકે છે. વધુમાં, કેટલાક કિસ્સાઓમાં, ઇન્શ્યોરર પોર્ટિંગ વિનંતીને નકારી શકે છે.

હા, પસંદ કરેલી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પોર્ટેબિલિટીની વિનંતીને નકારી શકાય છે. આ નકારના કારણોમાં નીચેનામાંથી કોઈપણ શામેલ હોઈ શકે છે –

● ખરાબ મેડિકલ હિસ્ટ્રી

● કંપનીને પ્રદાન કરેલી અપર્યાપ્ત માહિતી

● પાછલી પૉલિસીમાં કરેલ અનેક ક્લેઇમ

● રિન્યૂઅલની તારીખ પછી કરેલી પોર્ટિંગ વિનંતી

● તમારા વર્તમાન પૉલિસી ડૉક્યુમેન્ટની અનુપલબ્ધતા

● નવી પૉલિસીમાં મંજૂર મહત્તમ મર્યાદા કરતાં તમારી ઉંમર વધુ છે

● તમે પોર્ટિંગ સંબંધિત ઔપચારિકતાઓને યોગ્ય રીતે પૂર્ણ કરી નથી.

ના, પોર્ટિંગ માત્ર તમારી હાલની પૉલિસીને રિન્યૂ કરતી વખતે જ કરી શકાય છે. તમારે રિન્યૂઅલના ન્યૂનતમ 45 દિવસ પહેલાં પ્રોસેસ શરૂ કરવાની જરૂર છે.

ના, પોર્ટિંગ માત્ર તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યૂઅલ સમયે જ કરી શકાય છે.

જો તમારી પોર્ટિંગ વિનંતી નકારવામાં આવે, તો તમારે તમારી વર્તમાન ઇન્શ્યોરન્સ કંપની સાથે રહેવું પડશે. નીચે આપેલ કોઈપણ કારણોસર વિનંતી નકારવામાં આવી શકે છે –

● તમે ઇન્શ્યોરન્સ કંપનીને પર્યાપ્ત માહિતી આપી ના હોય

● રિન્યૂઅલની તારીખ પછી તમે પોર્ટિંગની વિનંતી કરી હોય

● તમારી મેડિકલ હિસ્ટ્રી અનુકૂળ ના હોય, અને ઇન્શ્યોરરના મતે તમને સ્વાસ્થ્યનું જોખમ વધુ હોય

● તમે પોર્ટિંગ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરી ના હોય

● તમે જરૂરી ડૉક્યુમેન્ટ પ્રદાન કર્યા ના હોય

● તમે તમારી પાછલી પૉલિસીમાં અનેક ક્લેઇમ કર્યા હોય.

હા, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરતી વખતે પૉલિસીધારકની ઉંમર એક મહત્વપૂર્ણ માપદંડ છે. તમારી ઉંમર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મંજૂર કરેલ બ્રૅકેટમાં હોવી જોઈએ. જો તમારી ઉંમર મંજૂર મર્યાદાને વટાવી જાય તો પોર્ટિંગ વિનંતીને નકારવામાં આવશે.

હા, તમે બે અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ પાસેથી હેલ્થ પ્લાન ખરીદી શકો છો. જો કે, નવા પ્લાનમાં, તમારે પહેલાંથી હાજર બીમારીઓ, નિર્દિષ્ટ બીમારીઓ અને પ્રસૂતિ (જો શામેલ હોય તો) માટે નવા વેટિંગ પીરિયડને વહન કરવાનો રહેશે. તેથી, તમે સંપૂર્ણપણે નવી પૉલિસી ખરીદવાનું પસંદ કરો, ત્યારે કવરેજની મર્યાદા તપાસો.

લોકો આમાંથી કોઈપણ કારણોસર તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને પોર્ટ કરે છે –

વ્યાપક કવરેજ મેળવવા

તેમના પ્રીમિયમ ખર્ચને ઘટાડવા

અન્ય ઇન્શ્યોરન્સ કંપની પાસેથી બહેતર સર્વિસ મેળવવા

ઓછી મર્યાદાઓ સાથે કવરેજ મેળવવા

બહેતર અને ઝડપી ક્લેઇમ પ્રોસેસનો આનંદ માણવા.

હા, તમે તમારા વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથેનો તમારો પ્લાન બદલી શકો છો. જો કે, જો તમે સંપૂર્ણપણે નવો પ્લાન ખરીદો, તો વેટિંગ પીરિયડ શરૂઆતથી અપ્લાઇ થશે. ઉપરાંત, તમારું નો-ક્લેઇમ બોનસ પણ શૂન્ય થઈ જશે. તેના બદલે, તમે એ જ ઇન્શ્યોરન્સ કંપનીના અન્ય પ્લાનમાં પોર્ટ કરીને વેટિંગ પીરિયડમાં ઘટાડો કરી શકો છો અને નો ક્લેઇમ બોનસ પણ જાળવી શકો છો.

તમારું સંચિત બોનસ તમારા નવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વધુમાં, તમે છેલ્લી પૉલિસીમાં રાહ જોયેલ વેટિંગ પીરિયડ પણ તમને ક્રેડિટ મળશે. નવી પૉલિસીના વેટિંગ પીરિયડમાં તમારી હાલની પૉલિસીની મુદત જેટલો સમય ઘટાડવામાં આવશે.

ના, કોઈ અતિરિક્ત પોર્ટેબિલિટી શુલ્ક નથી. પોર્ટિંગ બિલકુલ મફત છે.

એવૉર્ડ અને સન્માન

Image

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

BFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

Image

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

Image

iAAA રેટિંગ

Image

ISO પ્રમાણપત્ર

Image

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

Scroll Right
Scroll Left
તમામ એવૉર્ડ જુઓ
willing to buy a healthinsurance plan?
બધી માહિતી વાંચી લીધી? હવે હેલ્થ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?