કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન
100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો^

100% ક્લેઇમ

સેટલમેન્ટ રેશિયો^
8000+ કૅશલેસ ગેરેજ

8000+ કૅશલેસ

ગેરેજˇ
ઓવરનાઇટ કાર વ્હીકલ સર્વિસ¯

ઓવર નાઇટ

વાહન રિપેર¯
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ

કાર ઇન્શ્યોરન્સ

કાર ઇન્શ્યોરન્સ

જો તમારા વાહનને અનિચ્છનીય પરિસ્થિતિઓને કારણે નુકસાન થાય છે તો કાર ઇન્શ્યોરન્સ ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. આમાં કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ, પૂર, ચક્રવાત વગેરે અને ચોરી, દંગા, આતંકવાદ વગેરે જેવી માનવ-નિર્મિત આપત્તિઓ શામેલ છે. આ અણધારી ઘટનાઓ તમારી કારને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ સમજદારીભર્યું છે. તમે ગમે તેટલી સાવધાનીથી વાહન ચલાવો તો પણ અકસ્માત થવાની સંભાવના હંમેશા રહે છે. સંભવત: તેનું કારણ ખરાબ રોડ પરિસ્થિતિઓ, ખરાબ ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે જેવા બાહ્ય પરિબળો હોય છે. એ પણ નોંધ લેવું મહત્વપૂર્ણ છે કે 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ માન્ય થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે અને તમને તેના માટે દંડ થઈ શકે છે. તેથી, કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી અથવા રિન્યુ કરીને તમારા વાહનને સુરક્ષિત કરવાની સલાહ આપવામાં આવે છે.

જો કે, વાહનની સંપૂર્ણ સુરક્ષા માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી સલાહભર્યું છે. તમે ઇમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ, ઝીરો ડેપ્રિશિયેશન, નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન, એન્જિન ગિયરબૉક્સ પ્રોટેક્શન અને અન્ય તેના જેવા ઍડ-ઑન કવર પસંદ કરીને તમારી કાર ઇન્શ્યોરન્સને કસ્ટમાઇઝ કરી શકો છો. તમે ઇલેક્ટ્રિક વાહનો માટે એવા ઍડ-ઑન કવર પણ પસંદ કરી શકો છો, જેમાં તમારા બૅટરી ચાર્જર અને ઍક્સેસરીઝ, ઇલેક્ટ્રિક મોટર વગેરે માટેના કવરેજનો સમાવેશ થાય છે. તમે સ્ટેન્ડ-અલોન ઓન-ડેમેજ કવર, થર્ડ-પાર્ટી કવર અથવા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરીને માહિતગાર નિર્ણય લો અને વધુ વિલંબ વગર ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરો છો અથવા ખરીદો છો તેની ખાતરી કરો. એચડીએફસી અર્ગો વ્યાજબી પ્રીમિયમ સાથે શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરે છે અને તેની પાસે 6700+ કૅશલેસ ગેરેજનું નેટવર્ક છે

એચડીએફસી અર્ગો EV ઍડ-ઑન સાથે ભવિષ્ય EV સ્માર્ટ છે

કાર ઇન્શ્યોરન્સ માટે ઇલેક્ટ્રિક વાહન ઍડ-ઑન

એચડીએફસી અર્ગો પાસે ઇલેક્ટ્રિક વાહન (EV) માલિકો માટે શુભ સમાચાર છે! અમે ખાસ કરીને EV માટે અનુકૂળ અમારા ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ સાથે નવા ઍડ-ઑન કવર રજૂ કરી રહ્યા છીએ. આ ઍડ-ઑનમાં તમારા બૅટરી ચાર્જર અને ઍક્સેસરીઝ માટે સુરક્ષા, તમારા ઇલેક્ટ્રિક મોટર માટે કવરેજ અને બૅટરી ચાર્જર માટે અનન્ય ઝીરો ડેપ્રિશિયેશન ક્લેઇમ શામેલ છે. આ કવર તમારી ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવાથી તમારા EVને પૂર અથવા આગ જેવી અનપેક્ષિત ઘટનાઓને કારણે થતા સંભવિત બૅટરીના નુકસાનથી બચાવી શકાય છે. તમારા EV ના હૃદય એવા બૅટરી અને ઇલેક્ટ્રિક મોટરની સુરક્ષા એક સ્માર્ટ પગલું છે. આ ત્રણ ઍડ-ઑન તમારા કોમ્પ્રિહેન્સિવ અથવા સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવરમાં સરળતાથી ઉમેરી શકાય છે. બૅટરી ચાર્જર ઍક્સેસરીઝ ઍડ-ઑન એ આગ અને ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિઓને કારણે થતા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે. ઇલેક્ટ્રિક મોટર કવર એ તમારા EV ની મોટર અને તેના ઘટકોને થતાં કોઈપણ નુકસાન માટે કવરેજ સુનિશ્ચિત કરે છે. બૅટરી ચાર્જર માટે ઝીરો ડેપ્રિશિયેશન ક્લેઇમ સાથે, ડિટેચેબલ બૅટરી, ચાર્જર અને ઍક્સેસરીઝ સહિત બૅટરીને બદલતી વખતે તમને કોઈપણ ડેપ્રિશિયેશન માટે વળતર આપવામાં આવશે. તમારી ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરવાની તક ચૂકશો નહીં – આ ઍડ-ઑન કવર પસંદ કરો અને શાંત મને ડ્રાઇવ કરો.

શું તમે જાણો છો
તમારા ઇલેક્ટ્રિક વાહન માટે EV ઍડ-ઑન સાથે કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?
તેમાં માત્ર થોડી મિનિટ લાગશે!

કાર ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો

  • સિંગલ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
    કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
  • થર્ડ-પાર્ટી

    થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

  • નવું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર

    સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર

  • સ્ટેન્ડ ન્યૂ કાર ઇન્શ્યોરન્સ

    બ્રાન્ડ ન્યૂ કાર માટે કવર

સિંગલ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી એ એક પ્રકારનો કાર ઇન્શ્યોરન્સ છે જે તમારા વાહનને કોમ્પ્રિહેન્સિવ કવરેજ આપે છે અને અણધારી ઘટનાઓથી સુરક્ષિત કરે છે, જેમાં ચોરી, કુદરતી આફત, આગથી નુકસાન વગેરે, અને માનવ-નિર્મિત કારણો જેવા કે દંગા અને આતંકવાદથી થતા નુકસાન શામેલ છે.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી થર્ડ પાર્ટીની જવાબદારીઓને પણ કવર કરે છે. આમાં કવર કરેલા વાહનને કારણે થર્ડ પાર્ટી અથવા તેમની સંપત્તિને થયેલા નુકસાનનો સમાવેશ થાય છે. જો ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને કારણે થર્ડ પાર્ટી મૃત્યુ પામે તો થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ નાણાંકીય જવાબદારીઓ સામે રક્ષણ આપે છે.

X
સંપૂર્ણ રક્ષણ મેળવવા માંગતા કાર પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે છે:
અકસ્માત

અકસ્માત

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ પાર્ટી લાયબિલિટી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

ચોરી

વધુ જાણો

કાર ઇન્શ્યોરન્સ કવરેજ

તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવરેજનો આધાર તમે ક્યા પ્રકારની પૉલિસી પસંદ કરો છો તેના પર આધારિત છે.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્લાન નીચેના પ્રકારની નાણાંકીય જવાબદારીઓને કવર કરે છે જેનો સામનો તમારે તમારી કારની દુર્ઘટના વખતે કરવો પડી શકે છે–

શારીરિક ઈજા

શારીરિક ઈજા

શું તમે તમારી કાર ચલાવતી વખતે અકસ્માતથી ત્રીજા વ્યક્તિને ઇજા કરી છે? ચિંતા ન કરો; અમે તબીબી ખર્ચ કવર કરીએ છીએ
વ્યક્તિનું મૃત્યુ

વ્યક્તિનું મૃત્યુ

જો કોઈ વ્યક્તિ તમારી કારથી થતાં અકસ્માતને કારણે મૃત્યુ પામે છે, તો અમે ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરીએ છીએ.
પ્રોપર્ટીનું નુકસાન

પ્રોપર્ટીનું નુકસાન

તમારી કારને લીધે થર્ડ પાર્ટીને થયેલા સંપત્તિના નુકસાનને આ પ્લાન હેઠળ કવર કરી લેવામાં આવે છે.

થર્ડ પાર્ટીની જવાબદારીઓ સામે તમારા વાહનને કવર કરવા ઉપરાંત, એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની બાબતો માટે કવરેજ પ્રદાન કરે છે -

એક્સિડેન્ટલ કવર

અકસ્માત

શું અકસ્માતથી તમારી કારને નુકસાન થયું છે? ચિંતા ન કરો; અમારા કાર ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ નુકસાનને કવર કરી લેવામાં આવશે.
આગ અને વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ

જો તમારી કારમાં આગ લાગે અથવા વિસ્ફોટ થાય છે, તો આ નુકસાનને અમારા દ્વારા કવર કરવામાં આવશે.
ચોરી

ચોરી

જ્યારે અમે તમને તમારી કારની ચોરી અથવા નુકસાન સામે સુરક્ષિત કરવા માટે અહીં હાજર છીએ તો તેના વિશે શા માટે ચિંતા કરો છો. જો તમે તમારી કારને ચોરી થવાની ગુમાવો છો, તો તેનાથી થતાં ફાઇનાન્શિયલ નુકસાન બદલ વળતર મેળવો.
કુદરતી આપત્તિઓ

કુદરતી/માનવ-નિર્મિત આપત્તિઓ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી, કુદરતી આફત અને માનવ-નિર્મિત જોખમો જેવા કે દંગા અને હડતાલથી થયેલ નુકસાનને કવર કરશે.
પરિવહનમાં નુકસાન

પરિવહનમાં નુકસાન

ધારો કે પરિવહન દરમિયાન તમારી કારને નુકસાન થયું છે. અમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઉક્ત નુકસાનને કવર કરશે.
પર્સનલ એક્સિડેન્ટ કવર

પર્સનલ એક્સિડેન્ટ કવર

જો તમારી ઇન્શ્યોર્ડ કારના અકસ્માતમાં તમને ઈજા થાય છે, તો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તેના માટે કવરેજ પ્રદાન કરશે.

શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના કરો અને પસંદ કરો

સ્ટાર  80% કસ્ટમર્સ
આ પસંદ કરે છે
કવરેજ @
કાર ઇન્શ્યોરન્સ
કોમ્પ્રિહેન્સિવ
કવર
થર્ડ પાર્ટી
લાયબિલિટી ઓનલી કવર
કુદરતી આપત્તિઓને કારણે નુકસાન - ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે.સામેલબાકાત છે
આગ, ચોરી, તોડફોડ વગેરે જેવી ઘટનાઓને કારણે નુકસાન.સામેલબાકાત છે
ઍડ-ઑનની પસંદગી - ઝીરો ડેપ્રીશિએશન, NCB પ્રોટેક્ટ વગેરે.સામેલ બાકાત છે
કારની કિંમતનું કસ્ટમાઇઝેશનસામેલબાકાત છે
₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર~*સામેલસામેલ
થર્ડ પાર્ટી વાહન/પ્રોપર્ટીને નુકસાનસામેલ સામેલ
થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજાસામેલસામેલ
જો માન્ય થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોય તો કોઈ ભારે દંડ વસૂલવામાં આવતો નથીસામેલસામેલ

 

હમણાં જ ખરીદો
શું તમે જાણો છો
તમારા વાઇપરને વિન્ડશિલ્ડ સાથે ચોંટી જવાથી બચાવવા તેને જૂના મોજાંથી ઢાંકીને રાખો.

એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન

કવરેજ જેટલું વધુ કોમ્પ્રિહેન્સિવ હશે, તમને ક્લેઇમ એટલો જ વધુ મળશે. આ માટે જ, એચડીએફસી અર્ગો તેના કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ઍડ-ઑનની શ્રેણી પસંદ કરવાનું પ્રદાન કરે છે. એક નજર કરો –

તમારા કવરેજને વધારો
કાર ઇન્શ્યોરન્સમાં ઝીરો ડેપ્રિશિયેશન કવર

જેમ જેમ તમે કારનો ઉપયોગ કરો છો, તેમ તેમ તેના પાર્ટમાં ઘસારો થાય છે અને તેનું મૂલ્ય ઘટે છે. ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં ડેપ્રિશિયેશન કવર કરવામાં આવતું ન હોવાથી, તેનો ખર્ચ તમારે વહન કરવો પડે છે. ઝીરો ડેપ્રિશિયેશન કવરમાં , તમને રિપેર કરેલ અથવા બદલાવેલા પાર્ટનું પૂર્ણ મૂલ્ય મળે છે.

કાર ઇન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ

ક્લેઇમ કર્યા બાદ તમારા NCB ડિસ્કાઉન્ટ વિશે ચિંતિત છો?? ચિંતા ન કરો; આ ઍડ-ઓન કવર તમારા અત્યાર સુધી કમાયેલા નો ક્લેઇમ બોનસ અત્યાર સુધી કમાયેલ. ઉપરાંત, તેને આગામી NCB સ્લેબની કમાણીમાં લઈ જાય છે.

કાર ઇન્શ્યોરન્સમાં ઇમરજન્સી સહાય કવર

અમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનની કોઈપણ મિકેનિકલ બ્રેકડાઉન સમસ્યાઓને ઉકેલવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક સહાય ઑફર કરશે.

કાર ઇન્શ્યોરન્સમાં કન્ઝ્યુમેબલ્સ કવરનો ખર્ચ

કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આ ઍડ-ઓન કવર લુબ્રિકન્ટ, એન્જિન ઑઇલ, બ્રેક ઑઇલ વગેરે જેવી કન્ઝ્યુમેબલ્સ વસ્તુઓ માટે કવરેજ પ્રદાન કરે છે.

કાર ઇન્શ્યોરન્સમાં ટાયર સિક્યોર કવર

ટાયર સિક્યોર કવર સાથે, તમને ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનના ટાયર અને ટ્યુબને બદલવા સંબંધિત ખર્ચ માટે કવરેજ મળે છે. જ્યારે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનના ટાયર ફાટી જાય, ફુલાઈ જાય, પંક્ચર થઈ જાય અથવા અકસ્માત દરમિયાન કપાઈ જાય ત્યારે કવરેજ આપવામાં આવે છે.

કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન કવરેજ
કાર ઇન્શ્યોરન્સમાં રિટર્ન ટુ ઇનવૉઇસ કવર

તમારી કાર તમને ખૂબ પ્રિય છે?? તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે આ ઍડ-ઓન કવર ખરીદો અને તમારા વાહનને ચોરી અથવા સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં તમારા બિલનું મૂલ્ય રિકવર કરો.

કાર ઇન્શ્યોરન્સમાં એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર કવર

એન્જિન તમારી કારનું હૃદય છે, અને તેને સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે. આ કવર તમને તમારી કારના એન્જિનને નુકસાન થવાને કારણે થયેલા આર્થિક નુકસાન સામે સુરક્ષિત કરે છે.

કાર ઇન્શ્યોરન્સમાં ડાઉનટાઇમ પ્રોટેક્શન કવર

કાર ગેરેજમાં છે? જ્યારે તમારી કાર રિપેરીંગમાં હોય ત્યારે તમારી રોજિંદી મુસાફરી માટે થતા ખર્ચને આ કવર આવરી લે છે.

વ્યક્તિગત સામાનનું નુકસાન - ભારતમાં શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ

વ્યક્તિગત સામાનનું નુકસાન

આ ઍડ-ઓન તમારા સામાનના નુકસાન જેમ કે કપડાં, લૅપટૉપ, મોબાઇલ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરેના નુકસાનને કવર કરે છે.

જેટલું ડ્રાઇવ કરો એટલો ચુકવણી કરો

પે ઍઝ યૂ ડ્રાઇવ ઍડ-ઑન કવરમાં, તમે પૉલિસી વર્ષના અંતમાં ઓન-ડેમેજ પ્રીમિયમ પર લાભો મેળવી શકો છો. આ કવર હેઠળ, જો તમે તમારું વાહન 10,000કિલોમીટર કરતાં ઓછું ચલાવો છો તો તમે પૉલિસીની મુદતના અંતે ઓન ડેમેજ પ્રીમિયમના 25% સુધીના લાભોનો ક્લેઇમ કરી શકો છો.

તમે જેટલું ડ્રાઇવ ઍડ-ઑન કવર મેળવો એટલી ચુકવણી કરો

તમે જેટલું ડ્રાઇવ ઍડ-ઑન કવર મેળવો એટલી ચુકવણી કરો

જ્યારે તમે તમારી કાર ખૂબ ઓછી ચલાવી હોય અથવા તમારી કારનો ઓછો ઉપયોગ કરો છો, તો કારનું ઊંચું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું બોજારૂપ બની શકે છે. પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને વધુ લાભો ઑફર કરવા માટે, એચડીએફસી અર્ગો લાવ્યું છે પે ઍઝ યૂ ડ્રાઈવ – કિલોમીટર બેનિફિટ ઍડ-ઓન કવર. PAYD વડે પૉલિસીધારક પૉલિસીની સમાપ્તિ પછી 25% સુધીના લાભો મેળવી શકે છે.  

તમે પૉલિસી રિન્યુઅલ દરમિયાન તમારા પોતાના ઓન ડેમેજ પ્રીમિયમ પર 25% સુધીનો લાભ ક્લેઇમ કરી શકો છો. જ્યારે પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય છે, ત્યારે મુસાફરી કરેલ અંતરને આધિન, તમે કોઈ અલગ ઇન્શ્યોરન્સ કંપનીમાં પણ લાભનો ક્લેઇમ કરી શકો છો. જો કે, જો તમે અમારી સાથે પૉલિસીને રિન્યૂ કરો છો, તો જો તમારી પાછલી પૉલિસીમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવે તો તમને પ્રીમિયમ પર અતિરિક્ત 5% નું ડિસ્કાઉન્ટ મળે છે.
પે ઍઝ યૂ ડ્રાઇવ

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદો
કાર ઇન્શ્યોરન્સની ક્લેઇમ પ્રક્રિયા દરમિયાન અમે તમારી સાથે છીએ અને તે એકદમ સરળ બને છે. શું કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસરકર્તા પરિબળો

1

વાહનની ઉંમર

જેમ તમારી કાર જૂની થાય છે, તમારી પ્રીમિયમની રકમ વધી જાય છે કારણ કે જૂની કારને વધુ ઘસારો પહોંચતો હોય છે. તમારા ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ઝીરો ડેપ્રિશિયેશન કવર પસંદ કરવાથી તમારા પ્રીમિયમમાં નજીવો ઘટાડો થશે.
2

વાહનનું IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ
વેલ્યુ)

બજાર દર દીઠ હાલનું મૂલ્ય એ તમારું IDV છે, અને જેટલું ઊંચું IDV તેટલું ઊંચું પ્રીમિયમ. વોલન્ટરી કપાતપાત્ર રકમ વધારવી અથવા વધુ સરળ ભાષામાં, ક્લેઇમના કિસ્સામાં તમારે ખર્ચવી પડતી રકમમાં વધારો. બાકીની કાળજી ઇન્શ્યોરર દ્વારા લેવામાં આવે છે, જેથી પ્રીમિયમની રકમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
3

તમારું ભૌગોલિક સ્થાન

તમે જ્યાં રહો છો અને તમારી કાર પાર્ક કરો છો, તે પણ તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતું એક પરિબળ છે. જો તમે તોડફોડ અથવા ચોરીની સંભાવના ધરાવતા વિસ્તારમાં રહો છો, તો કોઈપણ સંભવિત નુકસાનને સરભર કરવા માટે તમારી પ્રીમિયમની રકમ વધુ હોઈ શકે છે.
4

તમારી કારનું મોડેલ

તમારી કાર કેટલી મોંઘી છે તેના આધારે તમારું પ્રીમિયમ બદલાશે. લક્ઝરી સિડાન અને એસયુવી જેવી ઉચ્ચ એન્જિન ક્ષમતા (1500cc થી વધુ) ધરાવતી વધુ મોંઘી કારોનું પ્રીમિયમ વધુ હશે. તેની તુલનામાં ઓછી એન્જિન ક્ષમતા (1500cc થી નીચે) ધરાવતા બેઝ કાર મોડેલ્સનું પ્રીમિયમ ઓછું હશે.
5

ફ્યુઅલ પ્રકાર

પેટ્રોલ પર ચાલતી કારના ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કરતાં ડીઝલ અને CNG પર ચાલતી કારનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ હોય છે. ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમે સરળતાથી તમારી કાર અને તેના ફ્યુઅલના પ્રકાર માટે પ્રીમિયમની રકમ શોધી શકો છો.

તમે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માં કેવી રીતે બચત કરી શકો છો

દરેક વ્યક્તિ પોતાની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઓછું પ્રીમિયમ ચૂકવવા માંગતી હોય છે. પ્રસ્તુત છે વિવિધ રીતો, જેના દ્વારા તમે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડી શકો છો:

1

પે ઍઝ યૂ ડ્રાઇવ કવર ખરીદો

પે એઝ યુ ડ્રાઇવ ઇન્શ્યોરન્સ કવરમાં, જો પૉલિસીધારકે પોતાના વાહનને 10,000 કિમીથી ઓછું ચલાવ્યું હોય તો ઇન્શ્યોરર પૉલિસીની મુદતના અંતે ઇન્શ્યોરન્સ ધારકને લાભો ઑફર કરશે. આ લાભો પૉલિસીની મુદત દરમિયાન ચલાવેલ કુલ કિલોમીટર પર આધારિત રહેશે. જો કે, પે એઝ યુ ડ્રાઇવ પૉલિસીમાં આપવામાં આવતું કવરેજ નિયમિત કાર ઇન્શ્યોરન્સ પૉલિસી જેવું જ હશે.
2

નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન ઍડ-ઑન કવર ખરીદો

નો ક્લેઇમ બોનસ (NCB) પ્રોટેક્શન ઍડ-ઑન કવર સુનિશ્ચિત કરશે કે પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ કરવા છતાં તમે કોઈપણ NCB લાભ ગુમાવો નહીં. આ ઍડ-ઑન કવર સાથે, તમે સંચિત NCB ગુમાવ્યા વિના પૉલિસી વર્ષમાં બે ક્લેઇમ કરી શકો છો.
3

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાનું ટાળો

નાના નુકસાન માટે ક્લેઇમ કરવાનું ટાળવું એ સમજદારીભર્યું છે. ઉદાહરણ તરીકે, જો અકસ્માતને કારણે વાહનને નાનું નુકસાન થયું હોય, તો તેનો ખર્ચ તમે જાતે વહન કરો એ બહેતર છે. તમારા દ્વારા પોતે ખર્ચની ચુકવણી કરવાથી, તમે તમારા NCB લાભને જાળવી શકશો અને આમ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશો.
4

સુરક્ષા ડિવાઇસ ઇન્સ્ટૉલ કરો

તમારા વાહનમાં સુરક્ષા ડિવાઇસ ઇન્સ્ટૉલ કરીને, તમે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં ઘટાડો કરી શકો છો. ઇન્શ્યોરર એન્ટી-થેફ્ટ ડિવાઇસ અને એન્ટી-લૉક સિસ્ટમ ધરાવતા વાહનને ઓછા જોખમી માને છે અને તેથી અન્યની તુલનામાં પ્રીમિયમ માટે ઓછી રકમ નિર્ધારિત કરે છે.
5

પર્યાપ્ત કવરેજ પસંદ કરો

જો તમારે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર બચત કરવી હોય, તો મહત્વપૂર્ણ છે કે તમે તમારી કવરેજની જરૂરિયાતોનું વિશ્લેષણ કરો. તેથી, તમારા વાહનની જરૂરિયાતને અનુરૂપ ઍડ-ઑન કવર પસંદ કરો અને બિનજરૂરી કવર ખરીદવાનું ટાળો, આ દ્વારા તમે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર બચત કરશો.

કેવી રીતે ગણતરી કરવી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તેના પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું જરૂરી છે. તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી માટે પગલાં મુજબની માર્ગદર્શિકા અહીં આપેલ છે

  • પગલું 1: એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો અને કાર ઇન્શ્યોરન્સ પર ક્લિક કરો. પેજની ટોચ પર, તમે બૉક્સમાં વાહન રજિસ્ટ્રેશન નંબર દાખલ કરી શકો છો અને ક્વોટેશન મેળવો પર ક્લિક કરીને આગળ વધી શકો છો. જો તમારી એચડીએફસી અર્ગોની વર્તમાન પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તો તમે કાર નંબર વગર પણ આગળ વધી શકો છો અથવા એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરો પર ક્લિક કરી શકો છો.

  • પગલું 2: ક્વોટેશન મેળવો અથવા કાર નંબર વગર આગળ વધો પર ક્લિક કર્યા પછી, તમારે તમારી કારનું મેક (નિર્માણ) અને મોડેલ દાખલ કરવું પડશે.

  • પગલું 3:તમારે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન બન્ને માંથી એક પસંદ કરવું આવશ્યક છે

  • પગલું 4: તમારી છેલ્લી ઇન્શ્યોરન્સ પૉલિસી વિશેની વિગતો આપો- સમાપ્તિની તારીખ, કમાયેલ નો ક્લેઇમ બોનસ અને કરેલ ક્લેઇમની વિગત. તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ID દાખલ કરો.

  • પગલું 5: હવે તમે તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જોઈ શકો છો. જો તમે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કર્યો છે, તો તમે ઝીરો ડેપ્રિશિયેશન, ઇમરજન્સી આસિસ્ટન્સ, રિટર્ન ટુ ઇનવૉઇસ અને અન્ય તેના જેવા ઍડ-ઑન પસંદ કરીને તમારા પ્લાનને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.

એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવી સરળઅને સહેલી છે. તમે તમારી સુવિધા માટે અમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો પણ ઉપયોગ કરી શકો છો.

કાર ઇન્શ્યોરન્સમાં ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) પર કયા પરિબળો અસર કરે છે

1

કારનો પ્રકાર

કારનું મૂલ્ય તેના પ્રકાર પર આધારિત છે માર્કેટમાં ત્રણ પ્રકારની કાર ઉપલબ્ધ છે - હેચબૅક, સેડાન અને SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સામાન્ય રીતે સેડાન અથવા SUV ની તુલનામાં હેચબૅક કાર સસ્તી હોય છે આમ, IDV તેના અનુસાર બદલાશે.
2

કારનું મોડેલ

એક જ પ્રકારની કારના વિવિધ મોડેલનું IDV અલગ-અલગ હોઈ શકે છે આ બ્રાન્ડ પર આધારિત છે જેમ કે ઉત્પાદક અને કારના ચોક્કસ મોડેલ પર આપવામાં આવતી સુવિધાઓ.
3

ખરીદીનું લોકેશન

જ્યાંથી કાર ખરીદવામાં આવી હતી તે સ્થાનના આધારે કિંમતમાં નજીવો તફાવત જોઈ શકાય છે ઉદાહરણ તરીકે, સમાન કાર મોડેલની શોરૂમ કિંમત મુંબઈ અને દિલ્હીમાં અલગ હોઈ શકે છે.
4

ડેપ્રિશિયેશન

ઉંમરને કારણે કારની નાણાંકીય કિંમતમાં થતો ઘટાડો ડેપ્રિશિયેશન તરીકે ઓળખાય છે જેમ કાર જૂની થાય છે, તેમ તેનું ડેપ્રિશિયેશન પણ વધે છે ઉદાહરણ તરીકે, એક જ મોડેલની બે કારનું અલગ-અલગ IDV હશે કારણ કે તે અલગ-અલગ વર્ષોમાં બનાવવામાં આવી હતી.
5

ઍક્સેસરીઝ

IDV ની રકમની ગણતરી કરતી વખતે ઍક્સેસરીઝના ઘસારાની ગણતરી પણ કરવામાં આવે છે આમ, તેનું મૂલ્ય અતિરિક્ત ઍક્સેસરીઝની ઉંમર અને કાર્યકારી સ્થિતિના આધારે બદલાશે.

તમારે શા માટે એચડીએફસી અર્ગોની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ

પોસાય તેવું

પોસાય તેવું

પોસાય તેવું

વિવિધ વિકલ્પો સાથે, અમારું પ્રીમિયમ માત્ર ₹2094* થી શરૂ થાય છે અને અમે મહત્તમ લાભો સાથેના વાજબી પ્રીમિયમ ઑફર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાથી તમને 50% સુધીના નો-ક્લેઇમ બોનસના લાભો મળશે અને અમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર વડે તમારી કારના ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવી ખૂબ જ સરળ છે.

કૅશલેસ આસિસ્ટન્સ

કૅશલેસ આસિસ્ટન્સ

મુસાફરીમાં અડચણ આવી? હવે તમે ક્યાંય પણ અધવચ્ચે ફસાયેલા હોવ ત્યારે તમારી કારને રીપેર કરવા માટે નાણાંની ચિંતા કરવાની જરૂર નથી. અમારા 8000 કરતાં વધારે કૅશલેસ ગેરેજ સાથે, સંપૂર્ણ ભારતમાં મદદ ક્યારેય વધારે દૂર નથી; અમારું કૅશલેસ ગેરેજ નું વ્યાપક નેટવર્ક તમને તમારી જરૂરિયાત સમયે મિત્રની જેમ મદદ કરશે. વધુમાં, અમારી 24x7 રોડસાઇડ સહાય સુનિશ્ચિત કરે છે કે તે માત્ર એક ફોન કૉલ પર ઉપલબ્ધ છે, અને તમારી કારની કોઇપણ સમયે કાળજી લેવામાં આવે છે.

હવે ચિંતામુક્ત રહો

હવે ચિંતામુક્ત રહો

કારને રિપેર કરાવવી જરૂરી છે, પરંતુ કાલે સવારે ઑફિસે કેવી રીતે જશો તેની ચિંતામાં છો? એચડીએફસી અર્ગોની ઓવરનાઇટ રિપેર¯ સર્વિસ તમારો દિવસ બચાવે છે! તમારી કારને અકસ્માતને કારણે થયેલ નાનું સરખું નુકસાન કે બ્રેકડાઉન અમે રાત દરમિયાન રિપેર કરીને સવાર સુધીમાં કારને તૈયાર કરી દઈએ છીએ. જો આને સુવિધા ન કહીએ તો કોને કહીશું?

ઝડપી અને સરળ ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ

ઝડપી અને સરળ ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ

એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા ઝંઝટ મુક્ત છે અને તમે અમારી વેબસાઇટ દ્વારા ઝડપથી ક્લેઇમ ફાઇલ કરી શકો છો. તમે અમારી વેબસાઇટ પરથી ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઉપરાંત, તમે અમારી વેબસાઇટ પરથી તમારા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમના સ્ટેટસને ટ્રૅક પણ કરી શકો છો. અમારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ 100% છે, જે તમારી ક્લેઇમ સંબંધિત ચિંતાઓને હળવી કરશે!

સંતુષ્ટ કસ્ટમરનો વધતો પરિવાર

સંતુષ્ટ કસ્ટમરનો વધતો પરિવાર

1.5 કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર સાથે, અમને કહેતા ગર્વ થાય છે કે અમે લાખો ચહેરાઓ પર સ્મિત લાવી શક્યા છીએ અને એ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમારા સતત વિકસી રહેલા કસ્ટમરના પરિવાર તરફથી મળતા શબ્દરૂપી પ્રમાણપત્રો હૃદયસ્પર્શી છે. તેથી તમારી કાર ઇન્શ્યોરન્સ સંબંધિત ચિંતાઓને દૂર કરો અને ખુશ કસ્ટમરનો ભાગ બનો!

કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો

જોકે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું સરળ છે. કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમારે કેટલાક પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

પૉલિસીનો પ્રકાર

પ્રથમ, તમારે તમારી કાર માટે જરૂરી પૉલિસીનો પ્રકાર પસંદ કરવો જોઈએ. કોમ્પ્રિહેન્સિવ પૉલિસી શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાબિત થાય છે. વ્યાપક કવરેજ આપતું હોવાથી હંમેશા આ કવરની ભલામણ કરવામાં આવે છે. જો કે, જો તમારી કાર ખૂબ જૂની હોય, તો તમે તમારી કાર ચલાવવાના કાનૂની આદેશને પૂર્ણ કરવા માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો.

ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ

ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ

કારનું ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ એ કારની ઉંમરના આધારે માર્કેટ વેલ્યૂમાંથી ડેપ્રિશિયેશન બાદ કરતા મળતું મૂલ્ય છે. IDV એ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવતી મહત્તમ કવરેજ જવાબદારીને પણ દર્શાવે છે. ઇન્શ્યોર્ડ જોખમને કારણે વાહનના સંપૂર્ણપણે નુકસાનના કિસ્સામાં, પૉલિસીની IDV એ મહત્તમ ક્લેઇમની રકમ હશે. તેથી, શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, IDV પર ધ્યાન આપો. તમારી કારના માર્કેટ વેલ્યૂ સાથે મેળ ખાતી IDV પસંદ કરો જેથી ઉચ્ચ ક્લેઇમ કરી શકાય.

કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઓન કવર

જરૂરી ઍડ-ઑન્સ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે વિવિધ ઍડ-ઑન પસંદ કરી શકો છો. સૌથી અનુકૂળ હોય તે પસંદ કરવાથી સંપૂર્ણ કવરેજ મેળવવામાં મદદ મળશે. ઉદાહરણ તરીકે, 5 વર્ષની ઉંમર સુધીની કાર માટે ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન આવશ્યક છે. આ ઍડ-ઑન સંપૂર્ણ ક્લેઇમ મેળવવામાં મદદ કરે છે કારણ કે તેને લીધે અંતિમ સેટલમેન્ટ દરમિયાન ઇન્શ્યોરન્સ કંપની ડેપ્રિશિયેશન મૂલ્ય કાપતી નથી. તેથી, ઉપલબ્ધ ઍડ-ઑનનું મૂલ્યાંકન કરો અને સૌથી અનુકૂળ હોય તે પસંદ કરો. યાદ રાખો, દરેક ઍડ-ઑન ઉમેરવામાં વધારાનું પ્રીમિયમ શામેલ છે.

પ્રીમિયમ વિરુદ્ધ ઑફર કરેલ કવરેજ

પ્રીમિયમ વિરુદ્ધ ઑફર કરેલ કવરેજ

હંમેશા શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની તેમના પ્રીમિયમ પર તેમના કવરેજની તુલના કરો. એક પ્લાન જે કવરેજનું સૌથી વ્યાપક કાર્યક્ષેત્ર ઑફર કરે છે અને તે પણ સૌથી નીચા પ્રીમિયમ દરે, તે સૌથી યોગ્ય હશે - જેમ કે એચડીએફસી અર્ગોના કાર ઇન્શ્યોરન્સ પ્લાન. તેથી, ઑફર કરેલ કવરેજ સાથે હંમેશા કાર ઇન્શ્યોરન્સની કિંમતની તુલના કરવી એ સમજદારીભર્યું છે.

ઇન્શ્યોરરનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

ઇન્શ્યોરરનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો (CSR) ક્લેઇમની ટકાવારીને સૂચવે છે કે જે ઇન્શ્યોરન્સ કંપની એક ફાઇનાન્શિયલ વર્ષમાં સેટલ કરે છે. ક્લેઇમ સેટલમેન્ટના સંદર્ભમાં, જેટલો વધારે CSR હોય, કંપની જેટલી જ વધુ સારી હોય છે. તેથી, CSRની તુલના કરો અને વધુ CSR ધરાવતા ઇન્શ્યોરરને પસંદ કરો.

ભારતમાં કૅશલેસ ગેરેજનું નેટવર્ક

ભારતમાં કૅશલેસ ગેરેજનું નેટવર્ક

કૅશલેસ ગેરેજનું નેટવર્ક ક્લેઇમના કૅશલેસ સેટલમેન્ટનો લાભ લેવાની સંભાવના વધારવા માટે એક મહત્વપૂર્ણ પેરામીટર છે. જો કંપની પાસે કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક હોય, તો તમે ઝડપથી તેને શોધી શકો છો. અહીં તમે ખર્ચની ચુકવણી કર્યા વિના તમારી કારને રિપેર કરાવી શકો છો. તેથી, કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક ધરાવતા ઇન્શ્યોરર શોધો. ઉદાહરણ તરીકે, એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી, તમારી કારને સર્વિસ આપવા માટે સમગ્ર ભારતમાં 8000 થી વધુ કૅશલેસ ગેરેજ ધરાવે છે.

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા

ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ

તમારા ક્લેઇમને સેટલ કરવામાં કેટલો સમય લાગશે તે સમજવા માટે ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસને તપાસવી જોઈએ. શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી એ છે જેમાં ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ અને ઝંઝટ-મુક્ત હોય. ઉદાહરણ તરીકે, એચડીએફસી અર્ગો ઓવર નાઇટ વ્હીકલ રિપેર¯ સર્વિસ ઑફર કરે છે, જેથી કરીને તમારે તમારી કાર રિપેર થવા માટે લાંબી રાહ જોવી ન પડે..

શું તમે જાણો છો
તમારી કાર પર ચિપ્ડ પેઇન્ટ ઠીક કરવાની શ્રેષ્ઠ રીત છે
નેઇલ પૉલિશ કરવું.

કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા/રિન્યૂ કરવાના લાભો

જો તમે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો અમે તમને એચડીએફસી અર્ગો વેબસાઇટ દ્વારા ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવાની સલાહ આપીએ છીએ. નીચે સૂચિબદ્ધ કેટલાક લાભો છે:

1

કોઈ પેપરવર્ક નહીં

ઑનલાઇન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે પેપરવર્કની ઝંઝટથી બચો છો કારણ કે બધું ડિજિટલ છે.
2

છેતરપિંડીનું કોઈ જોખમ નથી

બધું પારદર્શક છે, જો તમે પ્રતિષ્ઠિત ઇન્શ્યોરરની વેબસાઇટથી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો તો છેતરપિંડીનું ઓછામાં ઓછું જોખમ છે.
3

કોઈ બ્રોકરેજ નથી

જ્યારે તમે સીધી ઑનલાઇન પૉલિસી ખરીદો છો ત્યારે તેમાં કોઈ મધ્યસ્થી શામેલ નથી હોતા. તેથી, તમે બ્રોકરેજ શુલ્ક પર બચત કરો છો.
4

પૉલિસીઓની તુલના કરો

જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, ત્યારે તમે સરળતાથી ઇન્શ્યોરર ઑફરની તુલના કરી શકો છો અને પછી તમારી જરૂરિયાતને અનુકૂળ હોય તે પસંદ કરી શકો છો.
5

ડિસ્કાઉન્ટ

ઑનલાઇન પૉલિસી ખરીદતી વખતે, તમે ઇન્શ્યોરર પાસે ઉપલબ્ધ વિવિધ ડિસ્કાઉન્ટ પણ ચેક કરી શકો છો.

તમારે શા માટે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરવું જોઈએ

દરેક પૉલિસીધારકે સુનિશ્ચિત કરવું જોઈએ કે કાનૂની જટિલતાઓને ટાળવા માટે, તેઓ પોતાની સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને તરત જ રિન્યુ કરે. 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે. આ ઉપરાંત, જો તમે તમારા કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખના 90 દિવસની અંદર તેને રિન્યુ ના કરો, તો તમે તમારા નો ક્લેઇમ બોનસનો લાભ ગુમાવશો. વધુમાં, જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યુ ના કરો, તો તમારા વાહનનું ઇન્શ્યોરન્સ કરવામાં નહીં આવે અને જો તમારા વાહનને અકસ્માત થાય અથવા ભૂકંપ, પૂર, આગ વગેરેને કારણે નુકસાન થાય, તો તમારા તેની ચુકવણી પોતાના ખર્ચે કરવી પડશે.

કેવી રીતે ખરીદવો/રિન્યૂ કરવો કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

નવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવા માટે

1. તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરની વેબસાઇટ પર જઇ તમારો કાર નોંધણી નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ સહિતની વિગતો ભરો.

2. પૉલિસીની વિગતો દાખલ કરો અને તમે કવર માટે પસંદ કરવા માંગો છો તે ઍડ-ઑન પસંદ કરો.

3. પ્રીમિયમની ઑનલાઇન ચૂકવણી કરીને પ્રોસેસ પૂર્ણ કરો.

પૉલિસી સાથે કન્ફર્મેશન મેઇલ તમને મેઇલ કરવામાં આવશે.

વર્તમાન કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવા માટે

1. ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરની વેબસાઇટ પર જાઓ અને પૉલિસી રિન્યુ કરો વિકલ્પ પસંદ કરો.

2. વિગતો ભરો, ઍડ-ઓન ઉમેરો/દૂર કરો અને પ્રીમિયમ ઑનલાઇન ભરીને પ્રોસેસ પૂર્ણ કરો.

3. રિન્યુ કરેલી પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે.

જૂની કાર માટે કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો/રિન્યૂ કરવો

કાર ઇન્શ્યોરન્સનું નવીકરણ કરો

કાર ઇન્શ્યોરન્સ હોવાથી હંમેશા માનસિક શાંતિ મળે છે. અને તેથી કાર નવી હોય, જૂની હોય કે સેકન્ડ હેન્ડ હોય, વ્યક્તિએ સતત યોગ્ય કાર ઇન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરવું જોઈએ.

ભારતીય મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, દરેક વાહન માલિક પાસે ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવા માટે માન્ય થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે. માન્ય થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વગર ડ્રાઇવિંગ કરવાથી ભારે દંડ અને ડ્રાઇવરનું લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.

કોઈપણ વ્યક્તિ કોઈપણ કુદરતી અથવા કૃત્રિમ આપત્તિ સામે વાહનને આવરી લેતી વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સરળતાથી ખરીદી શકે છે. તે તમને અન્ય વાહનો અથવા મિલકતને નુકસાન થવાના કિસ્સામાં થર્ડ પાર્ટીની જવાબદારી સામે પણ સુરક્ષિત કરે છે.

સેકન્ડહેન્ડ કાર માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવાની બાબતો

જો તમે સેકન્ડહેન્ડ અથવા વપરાયેલી કાર ખરીદી હોય, તો પણ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તે નવી કાર માટે હોય છે. સેકન્ડ હેન્ડ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો અહીં નીચે આપેલ છે:

1

કારનો વપરાશ અને તેની ઉંમર

આપણે બધા જાણીએ છીએ કે બે પ્રકારના કાર ઇન્શ્યોરન્સ છે ; થર્ડ પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ. સામાન્ય રીતે, મહત્તમ લાભો માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી એ સમજદારીભર્યું છે. જો કે, જો તમે તમારી કારનો ઉપયોગ વારંવાર ન કરતા હો અથવા ટૂંક સમય તેને કાઢી નાંખવા જઈ રહ્યા છો તો તમે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ મેળવી શકો છો.
2

આઇડીવી (ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ)

IDV તમારી કારનું બજાર મૂલ્ય છે. કારણ કે તમારી કાર જૂની છે, તેથી IDV પણ ઓછી રહેશે. તમારું વાહન કેટલું જૂનું છે તેના આધારે, તમારી IDV સમજદારીપૂર્વક પસંદ કરો. IDV સીધા તમારા પ્રીમિયમને અસર કરે છે. જ્યારે પ્રીમિયમ ઓછું હશે, ત્યારે ક્લેઇમના સમયે મળતી સમ ઇન્શ્યોર્ડ પણ ઓછી રહેશે.
3

એડ ઓન્સ

ઍડ-ઑન કવર કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કવર અને સ્ટેન્ડ-અલોન ઓન ડેમેજ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની સાથે ખરીદી શકાય છે. જો કે, તમારી જૂની કાર માટે જરૂરી ઍડ-ઑન કવર પસંદ કરો. દા.ત., ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર ખરીદવું એવી કાર માટે આદર્શ નથી જે સાત વર્ષથી વધુ જૂની છે.

એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેટલા ઝડપી સેટલ કરવામાં આવે છે

જો મોટો અકસ્માત હોય અને રિપેર ખર્ચ ઇન્શ્યોર્ડ રકમના 75% કરતાં વધુ હોય તો ક્લેઇમ સેટલમેન્ટમાં 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનની ચોરીના કિસ્સામાં, કંપની તેને ટ્રૅક કરવા માટે એક ખાનગી તપાસકર્તાની નિમણૂક કરશે અને આ હેતુ માટે તમામ સંકળાયેલા ડૉક્યુમેન્ટ પોલીસ પાસેથી એકત્રિત કરવામાં આવશે. આ કિસ્સામાં, ક્લેઇમના સેટલમેન્ટમાં 60 દિવસ સુધીનો સમય લાગી શકે છે.

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો

• ઇન્શ્યોરન્સ કંપનીને તેના કસ્ટમર કેર નંબર પર કૉલ કરીને અથવા તેની વેબસાઇટ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરો.

• ક્લેઇમ રજિસ્ટ્રેશન પછી, પૉલિસીધારકને ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત થાય છે જેનો ઉપયોગ ભવિષ્યના સંચાર/સંદર્ભો માટે કરી શકાય છે.

• કૅશલેસ ક્લેઇમના કિસ્સામાં પૉલિસીધારકે નુકસાનગ્રસ્ત કારને નેટવર્ક ગેરેજ પર લઈ જવી જોઈએ. જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ પોતાની પસંદગીના ગેરેજ પર કાર લઈ જાય, તો તેમને રિપેર માટે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ કરવો પડશે.

• સર્વેયરને બધા જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરો.

• કાર ઇન્શ્યોરન્સ કંપની તેની જવાબદારી કન્ફર્મ કરે છે અને ક્લેઇમની પ્રોસેસ શરૂ કરે છે
આ પણ વાંચો : એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રોસેસ?

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

અકસ્માતના ક્લેઇમ

1. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બુક કૉપી

2. ઘટનાના સમયે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને ચલાવનાર ડ્રાઇવરના લાઇસન્સની કૉપી.

3. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ FIR

4. ગેરેજ તરફથી રિપેર ખર્ચનો અંદાજ

5. તમારા કસ્ટમરને જાણો (KYC) ડૉક્યુમેન્ટ

6. જો અકસ્માત કોઈ બળવાખોર કૃત્ય, હડતાલ અથવા દંગામાંથી થયું હોય, તો FIR ફાઇલ કરવું ફરજિયાત છે.

ચોરીના ક્લેઇમ

1. RC બુકની કૉપી અને વાહનની મૂળ ચાવી

2. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ FIR તેમજ અંતિમ પોલીસ રિપોર્ટ

3. RTO ટ્રાન્સફર પેપર

4. કેવાયસી દસ્તાવેજો

5. લેટર ઓફ ઈન્ડેમ્નીટી અને સબરોગેશન

કાર ઇન્શ્યોરન્સની શરતો વિશે તમારે જાણવાની જરૂર છે

  • 1. ડ્રાઇવિંગ લાઇસન્સ
    ડ્રાઇવિંગ લાઇસન્સ એ કાનૂની ડૉક્યૂમેન્ટ છે જે તમને ભારતીય માર્ગ પર તમારા વાહનને ચલાવવા માટે અધિકૃત કરે છે. વિવિધ RTO (પ્રાદેશિક પરિવહન કાર્યાલય) દ્વારા જારી કરવામાં આવતા વિવિધ પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સ છે જે ભારતીય માર્ગ પર ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર અથવા કોમર્શિયલ વાહન ચલાવવા માટે માન્ય કરે છે. તમારે મૂળભૂત ડ્રાઇવિંગ નિયમો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે અને માન્ય લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવી પડશે

  • 2. RTO
     પ્રાદેશિક પરિવહન ઑફિસ અથવા RTO જે એક અધિકૃત સરકારી સંસ્થા છે જે ભારતમાં તમામ વાહનો રજિસ્ટર કરે છે તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરે છે. વાસ્તવમાં, RTO ના અધિકારીઓ ભારતમાં ચાલતા તમામ રજિસ્ટર્ડ વાહનોના ડેટાબેઝ અને તમામ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સના રેકોર્ડ જાળવવાની જવાબદારી સંભાળે છે.

  • 3. થર્ડ પાર્ટી લાયબિલિટી કવરેજ
     થર્ડ પાર્ટી ઓન્લી મોટર ઇન્શ્યોરન્સ પ્લાન એક એવી ફરજિયાત ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે તમારે ભારતીય રસ્તાઓ પર તમારા વાહનને ચલાવવા માટે જરૂરી છે. આ પ્લાન તમામ એવી કાનૂની જવાબદારીઓ સામે કવરેજ પ્રદાન કરે છે, જે ઇન્શ્યોર્ડ કાર દ્વારા થયેલા કોઈપણ અકસ્માતને કારણે વ્યક્તિ, પ્રોપર્ટી અથવા વાહન જેવા કોઈપણ થર્ડ પાર્ટીને થયેલા નુકસાનથી ઉદ્ભવી શકે છે. કોઈ ત્રાહિત-વ્યક્તિના મૃત્યુ અથવા ઈજા માટે પ્રદાન કરેલ કવરેજ માટે કોઈ લિમિટ નથી. જો કે, થર્ડ-પાર્ટી પ્રોપર્ટી અને વાહનના નુકસાન માટે મહત્તમ ₹7.5 લાખ સુધીની લિમિટ છે. આમ, ભારતીય રસ્તાઓ પર તમારા વાહનને ચલાવવા માટે, થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ફરજિયાત છે. .

  • 4. કોમ્પ્રિહેન્સિવ કવરેજ
     કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પ્લાન્સ તમારા પોતાના વાહનના નુકસાન સાથે થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. થર્ડ પાર્ટી-ઓન્લી ઇન્શ્યોરન્સ પૉલિસીના બદલે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરવું ફરજિયાત નથી, જેથી કોઈપણ આકસ્મિક નુકસાનના કિસ્સામાં તમારા પોતાના વાહનને રિપેર કરવા માટે તમારે અનિચ્છનીય ખર્ચ ન કરવો પડે. આ પ્લાન તમારા વાહનને કોઈપણ કુદરતી આપત્તિ જેમ કે આગ, પૂર વગેરેથી તેમજ તમામ માનવ-નિર્મિત આપત્તિ જેમ કે ચોરી સાથે રોડ અકસ્માતોને કારણે થતા નુકસાન માટે પર્યાપ્ત કવરેજ પ્રદાન કરે છે. આમ, જો તમે તમારા વાહનની સંપૂર્ણ સુરક્ષા ઈચ્છો છો, તો તમારે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો આવશ્યક છે. વાસ્તવમાં, તમે અતિરિક્ત રાઇડર લાભો પસંદ કરીને પણ પ્લાનનું કવરેજ વધારી શકો છો.

  • 5. કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ
     "આપેલ મુદત માટે તમારા વાહનને ઇન્શ્યોરન્સ આપવા બદલ તમારે ઇન્શ્યોરન્સ કંપનીને ચૂકવવાની રકમને કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કહેવામાં આવે છે. આ રકમ અન્ય પાસાઓ સહિત તમારી કારના IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ) વેલ્યૂના આધારે નક્કી કરવામાં આવે છે અને તે આપેલ મુદત માટે નિર્ધારિત કરવામાં આવે છે જેના માટે તે આકસ્મિક નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે.
    પ્રીમિયમની રકમ તમારા વાહનના મેક અને મોડેલ, ભૌગોલિક સ્થાન તેમજ કારની ઉંમર જેવા અનેક પરિબળો પર અલગ હોય છે. તે તમારા ડ્રાઇવિંગ અનુભવ અને નો-ક્લેઇમ બોનસની રકમ પર પણ આધારિત છે જે તમે વર્ષોથી એકત્રિત કરેલ હશે. આમ, પ્લાન પસંદ કરતા પહેલાં પ્રીમિયમ અને તેની સાથે સંકળાયેલા લાભોની તપાસ કરવી એ સારો વિચાર છે."

  • 6. ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ
     IDV અથવા તમારી કારનું ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ એ તમારા માટે કાર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતા પહેલાં પ્લાનને સમજવા માટેનું એક નોંધપાત્ર પાસું છે. આ એ મહત્તમ રકમ છે જે ઇન્શ્યોરન્સ કંપની અકસ્માત અથવા ચોરીમાં કારના સંપૂર્ણ નુકસાન અથવા ખોટના કિસ્સામાં ક્લેઇમ તરીકે તમને ચૂકવશે. અન્ય તમામ ક્લેઇમની રકમની ગણતરી IDV ના આધારે કરવામાં આવે છે, એટલે કે જ્યારે નુકસાનને કુલ અથવા સંપૂર્ણ નુકસાન માનવામાં આવતું ન હોય ત્યારે IDV ના ટકાવારી તરીકે. કારની IDV દર વર્ષે વાહનના મૂલ્ય સાથે ઘટે છે અને રેગ્યુલેટર દ્વારા પ્રદાન કરેલ સ્ટાન્ડર્ડ ડેપ્રિશિયેશન ટેબલ મુજબ તેમની ગણતરી કરવામાં આવે છે. વર્ષના મધ્યમાં ક્લેઇમના કિસ્સામાં, પૉલિસી વર્ષની શરૂઆતમાં કારની IDV માંથી ડેપ્રિશિયેશનની ગણતરી કરવામાં આવે છે. આમ, તમારા કાર ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યૂ કરતી વખતે IDV ની નોંધ લેવી મહત્વપૂર્ણ છે, જેથી કરીને તે કારના બજાર મૂલ્યની બરાબર હોય.

  • 7. કપાતપાત્ર
    મોટર ઇન્શ્યોરન્સમાં, કપાતપાત્ર એ ક્લેઇમની રકમનો એક ભાગ છે જેની ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન ચુકવણી કરવી પડશે. બાકીના ક્લેઇમ રકમની ચુકવણી ઇન્શ્યોરન્સ કંપની કરે છે. તેના બે પ્રકાર છે: સ્વૈચ્છિક અને ફરજિયાત કપાતપાત્ર. ફરજિયાત કપાતપાત્ર એ રકમ છે જે જ્યારે પણ તમે ક્લેઇમ રજિસ્ટર્ડ કરો ત્યારે તમારે ફરજિયાતપણે ચૂકવવી પડશે. બીજી તરફ, સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ એ ક્લેઇમની રકમનો ભાગ છે જે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ ક્લેઇમ સેટલમેન્ટ સમયે ઇચ્છાથી ચુકવણી કરવાનું પસંદ કરે છે જેથી કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પ્રીમિયમ પર પૈસા બચાવવી શકાય.

  • 8. નો ક્લેઇમ બોનસ
    જો તમે કોઈ ચોક્કસ પૉલિસી વર્ષમાં કોઈપણ ક્લેઇમ ફાઇલ કરતા નથી, તો ઇન્શ્યોરન્સ કંપની નો-ક્લેઇમ બોનસ અથવા NCB ના નામે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે. આ એક સારા ડ્રાઇવર બનવા બદલ આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ છે અને તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરતી વખતે એક મહત્વપૂર્ણ પરિબળ છે. રિન્યૂઅલ સમયે પૉલિસીધારકને આ રિવૉર્ડ પ્રદાન કરવામાં આવે છે. જો તમે 1 વર્ષ માટે ક્લેઇમ કરતા નથી, તો તમે 20% નો-ક્લેઇમ બોનસ મેળવી શકો છો અને તે સતત 5 ક્લેઇમ-મુક્ત વર્ષોમાં મહત્તમ 50% સુધી જઈ શકે છે. નોંધ કરવાનો મુદ્દો એ છે કે પૉલિસીધારકને, એટલે કે કારના માલિક અને કારને નો-ક્લેઇમ બોનસ પ્રદાન કરવામાં આવે છે. તેથી, જો તમે તમારી કાર વેચવાનું પસંદ કરો છો, તો NCB કારના નવા માલિકને ટ્રાન્સફર કરી શકાતું નથી. પણ તેના બદલે, તમે તમારી જૂની કારના નો-ક્લેઇમ બોનસને તમારી નવી કારમાં ટ્રાન્સફર કરી શકો છો.

  • 9. કૅશલેસ ગેરેજ
     કૅશલેસ ગેરેજ એ વાહનના કૅશલેસ ક્લેઇમના સેટલમેન્ટ માટે ઇન્શ્યોરન્સ કંપની સાથે સંકળાયેલ ગેરેજના નેટવર્કમાંનું અધિકૃત ગેરેજ છે. તેથી, જો તમે તમારી કારના રિપેર કાર્ય માટે કૅશલેસ ક્લેઇમનો લાભ લેવા માંગો છો, તો તમારે કૅશલેસ ગેરેજની મુલાકાત લેવાની જરૂર છે. અહીં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે અને મંજૂર રિપેર કાર્ય માટેની ચુકવણી સીધી ગેરેજને ચૂકવવામાં આવશે, કપાતપાત્ર અને ક્લેઇમની બિન-અધિકૃત રકમ સિવાય તમારે પોતાના ખિસ્સામાંથી કોઈપણ ચુકવણી કરવી પડશે નહીં. આમ, કૅશલેસ ગેરેજ તમારા પોતાના વાહનમાં કરેલા કોઈપણ રિપેર કાર્ય માટે ક્લેઇમ સેટલમેન્ટને સરળ બનાવે છે.

  • 10 ઍડ-ઑન કવર
     ઍડ-ઑન કવર એ અતિરિક્ત લાભો છે જેનો લાભ તમે એકંદર લાભો વધારવા અને કારના કવરેજને વિસ્તૃત કરવા માટે તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે મેળવી શકો છો. તમારી હાલની બેઝ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એકથી વધુ રાઇડર ઉમેરી શકાય છે જેમ કે ઝીરો ડેપ્રિશિયેશન કવરેજ, એન્જિન અને ગિયર-બૉક્સ સુરક્ષા, રિટર્ન ટુ ઇનવૉઇસ, NCB સુરક્ષા, ઇમરજન્સી આસિસ્ટન્સ, કન્ઝ્યુમેબલ કવર, ડાઉનટાઇમ સુરક્ષા, વ્યક્તિગત સામાનનું નુકસાન વગેરે. દરેક રાઇડર માટે, તમારે પ્લાનનું એકંદર કવરેજ વધારવા માટે તમારા બેસ પ્રીમિયમ સાથે અતિરિક્ત પ્રીમિયમ રકમ ચૂકવવું પડે છે. તેથી, તમારે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી અને રિન્યૂ કરતી વખતે તમારી જરૂરિયાત મુજબ ઍડ-ઑન પસંદ કરવું પડશે.

  • 11. પર્સનલ એક્સિડેન્ટ કવર
    પર્સનલ એક્સિડન્ટ પૉલિસી એક નિશ્ચિત લાભવાળો ઇન્શ્યોરન્સ પ્લાન છે જે ઇન્શ્યોર્ડ વ્યક્તિને આકસ્મિક નુકસાન માટે ચોક્કસ રકમની ચુકવણી કરે છે. IRDAI એ ભારતીય રસ્તાઓ પર તમારા વાહનને ચલાવવા માટે ઇન્શ્યોરન્સ ધરાવતી કારના તમામ માલિક/ડ્રાઇવર માટે ન્યૂનતમ ₹15 લાખની ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ પૉલિસી હોવી ફરજિયાત કરી છે. તે મૃત્યુ, વિકલાંગતા, અંગવિચ્છેદ તેમજ આકસ્મિક ઈજાઓ સામે કવરેજ પ્રદાન કરે છે. તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે પણ પર્સનલ એક્સિડન્ટ કવરેજ લઈ શકાય છે.

સમગ્ર ભારતમાં 8000+ કૅશલેસ ગેરેજ

કાર ઇન્શ્યોરન્સ પ્લાન વિશે નિષ્ણાત શું કહે છે એ જાણો

મોટર ઇન્શ્યોરન્સ નિષ્ણાત
મુકેશ કુમાર | મોટર ઇન્શ્યોરન્સ નિષ્ણાત | ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં 30 થી વધુ વર્ષોનો અનુભવ
હું તમારી કાર માટે એચડીએફસી અર્ગોનો ઇન્શ્યોરન્સ લેવાની ભલામણ કરું છું, જે એક એવી બ્રાન્ડ છે જે 1.5Crore કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર અને @ઓવરનાઇટ રિપેર¯ સર્વિસની સુવિધા અને 8000 થી વધુ કૅશલેસ ગેરેજ ધરાવે છે, જેથી તમે તમારા વાહનની દુર્ધટનાની સ્થિતિમાં નિશ્ચિત રહી શકો છો. તેમજ કોઈપણ વ્યક્તિએ પોતાના વાહનનું ઇન્શ્યોરન્સ કરાવવું જોઈએ અને તાજેતરમાં અમલમાં આવેલ મોટર વાહન સુધારા અધિનિયમ 2019 હેઠળ ભારે દંડથી બચવું જોઈએ.

કાર ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ

4.4 સ્ટાર

કાર ઇન્શ્યોરન્સના રિવ્યૂ અને રેટિંગ

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

તમામ 1,58,678 રિવ્યૂ જુઓ
ક્વોટ આઇકન
મને મારી સમસ્યા માટે ઝડપી ઉકેલ મળ્યો હતો. તમારી ટીમ ઝડપી સેવા પ્રદાન કરે છે, અને હું મારા મિત્રોને તેની ભલામણ કરીશ.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરે છે. તમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરત, ઝડપી અને વ્યવસ્થિત સર્વિસ પ્રદાન કરે છે. તમારી સર્વિસ સુધારો કરવાની જરૂર નથી. તેઓ બધી રીતે યોગ્ય છે.
ક્વોટ આઇકન
તમારી કસ્ટમર કેર ટીમે પ્રશ્નનું નિરાકરણ તરત જ કર્યું છે અને જે મને મારા ક્લેઇમને અવરોધ વગર રજિસ્ટર કરવામાં મદદ કરી શકે છે. ક્લેઇમ રજિસ્ટર કરવામાં માત્ર થોડી મિનિટો લાગી, અને તે અવરોધ વગર થયું હતું.
ક્વોટ આઇકન
હું એચડીએફસી અર્ગો ક્લેઇમ ટીમનો તેમના મૂલ્યવાન સપોર્ટ બદલ આભાર માનું છું અને સર્વેક્ષક દ્વારા પ્રદાન કરવામાં આવેલા ઉત્કૃષ્ટ સપોર્ટની પ્રશંસા કરું છું.
ક્વોટ આઇકન
મારો ક્લેઇમ 24 કલાકની અંદર સેટલ કરવામાં આવ્યો છે. મને અપેક્ષા નહોંતી કે મારો ક્લેઇમ ટૂંક સમયમાં સેટલ થઈ જશે. તમારા સર્વેયરનો આભાર કે જેમણે મારી ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વધારાના પ્રયત્નો કર્યા. હું એચડીએફસી અર્ગો તરફથી કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માટે મારા બધા મિત્રોને રેફર કરીશ.
ક્વોટ આઇકન
હું કસ્ટમર સર્વિસ પ્રતિનિધિ અને સર્વેક્ષક ટીમ તરફથી ત્વરિત પ્રતિસાદની પ્રશંસા કરું છું. તમારા સર્વેયરે જે રીતે મારા પ્રશ્નનું નિરાકરણ કર્યું તે પ્રશંસનીય છે. મારી પાસે ત્રણ વાહનો છે, અને હું કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે તમારી કંપની પસંદ કરીશ. હું એચડીએફસી અર્ગો તરફથી કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માટે મારા મિત્રોને પણ ભલામણ કરીશ.
ક્વોટ આઇકન
મને ફ્લેટ ટાયર માટે રોડસાઇડ સુરક્ષા સહાય માટે એચડીએફસી અર્ગો ટીમ તરફથી ઝડપી પ્રતિસાદ મળ્યો છે. હું આ બાબતે ઝડપી પ્રતિસાદ સાથે મદદ કરનાર દરેકની પ્રશંસા કરું છું.
ક્વોટ આઇકન
તમારા કસ્ટમર એક્ઝિક્યુટિવ અદ્ભુત - અને જાણકાર હતા. હું તમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવની ધીરજ અને વિનમ્ર પ્રકૃતિની પ્રશંસા કરું છું. મેં દુબઈમાં સ્વિસ કંપનીના CEO તરીકે 20 વર્ષ સહિત માર્કેટિંગમાં 50 વર્ષ કામ કર્યા પછી તાજેતરમાં નિવૃત્તિ લીધી છે. હું કહી શકું છું કે મારી પાસે એચડીએફસી અર્ગોનો શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસનો અનુભવ છે. ભગવાન એચડીએફસી અર્ગોને આશીર્વાદ આપે!
ક્વોટ આઇકન
પ્રશ્નનો જવાબ ઓછા સમયમાં આવ્યો હતો. તમારી ટીમ તરત જ સમસ્યાઓનું નિરાકરણ કરે છે, જેથી ઘણો સમય બચે છે, સામાન્ય રીતે ફૉલો અપમાં વિતતો હોય છે. તમે કસ્ટમર સર્વિસમાં શ્રેષ્ઠ છો.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગોના સતત અપડેટ અને રિમાઇન્ડર ઉત્તમ છે. આ સાથે કસ્ટમર કાર ઈન્સ્યોરન્સ રિન્યૂઅલ કરવાનું ચૂકતા નથી.
slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ

કાર ઇન્શ્યોરન્સ ના લેટેસ્ટ સમાચાર

Xiaomi SU7 EV Secures More Than 70,000 Orders2 મિનિટ વાંચો

Xiaomi SU7 EV Secures More Than 70,000 Orders

Xiaomi SU7 electric sedan enters as the first-ever electric car from China. China’s Xiaomi has secured more than 70,000 locked-in orders of its SUV electric cars. The company targets 1,00,000 deliveries in 2024. Locked-in orders refer to those where buyers have opted for non-refundable deposits. Xiaomi SU7 electric vehicle can perform like a sports car with a top speed of up to 265 km/h and the ability to reach 100 km/h in less than three seconds.

વધુ વાંચો
પ્રકાશિત: 24 એપ્રિલ, 2024
નાણાંકીય વર્ષ 2024 માં ભારતીય પેસેન્જર વાહન સેગમેન્ટમાં 4.21 મિલિયન યુનિટનું રેકોર્ડ વેચાણ થયું છે2 મિનિટ વાંચો

નાણાંકીય વર્ષ 2024 માં ભારતીય પેસેન્જર વાહન સેગમેન્ટમાં 4.21 મિલિયન યુનિટનું રેકોર્ડ વેચાણ થયું છે

નાણાંકીય વર્ષ 2024 માં ભારતીય પેસેન્જર વાહન સેગમેન્ટમાં 42 લાખથી વધુનું રેકોર્ડ વેચાણ થયું છે. નાણાંકીય વર્ષ 2023 ની તુલનાએ આ આંકડામાં 8.22% નો વધારો થયો છે (3.89 મિલિયન યુનિટ). UV, જેમાં SUV અને MPV શામેલ છે, તેમાં આ વર્ષે પણ સૌથી વધુ વેચાણ થયું છે. નાણાંકીય વર્ષ 23 માં, એકંદર PV ના કુલ વેચાણમાં SUV નો હિસ્સો 51% છે. પેસેન્જર વાહનના વેચાણમાં મારુતિ 17 લાખથી વધુ વેચાણ સાથે મોખરે છે, જ્યારે હ્યુન્ડાઇ અને ટાટા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

વધુ વાંચો
પ્રકાશિત: 18 એપ્રિલ, 2024
ટેસ્લા ભારતમાં EV પ્લાન્ટ માટે રિલાયન્સ સાથે સહયોગ કરવાની યોજના બનાવે છે2 મિનિટ વાંચો

ટેસ્લા ભારતમાં EV પ્લાન્ટ માટે રિલાયન્સ સાથે સહયોગ કરવાની યોજના બનાવે છે

બિઝનેસ લાઇન ટેસ્લાના રિપોર્ટ અનુસાર ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે સંભવિત સંયુક્ત સાહસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે ચર્ચા ચાલી રહી છે. આ બાબતથી વાકેફ એક અંદરની વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ વાટાઘાટો એક મહિના કરતાં વધારે સમયથી ચાલી રહી છે. જો કે, સ્ત્રોતએ જોર આપ્યો હતો કે આને ઑટોમોબાઇલ ક્ષેત્રમાં RIL ની પ્રવેશ તરીકે સમાપ્ત કરવું જોઈએ નહીં. તેના બદલે, રિલનો હેતુ આ ભાગીદારી દ્વારા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે.

વધુ વાંચો
પ્રકાશિત: 10 એપ્રિલ, 2024
ટેસ્લા ભારતમાં $2 બિલિયન -$3 બિલિયન EV પ્લાન્ટ માટે સ્થાનો શોધશે2 મિનિટ વાંચો

ટેસ્લા ભારતમાં $2 બિલિયન -$3 બિલિયન EV પ્લાન્ટ માટે સ્થાનો શોધશે

ફાઇનાન્શિયલ ટાઇમ્સના બુધવારના રિપોર્ટ મુજબ, ટેસ્લા પ્રસ્તાવિત $2 બિલિયનથી $3 બિલિયનના ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ માટે સાઇટ શોધવા માટે એપ્રિલના અંત સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સથી એક ટીમ ભારતમાં મોકલશે. કંપની ભારતમાં એવા સમયે પ્રવેશવાની યોજના બનાવી રહી છે જ્યારે અમેરિકા અને ચીનના તેના મુખ્ય બજારોમાં EV ની માંગ ધીમી પડી રહી છે જ્યારે સ્પર્ધા વધી રહી છે. EV નિર્માતા એવા ભારતીય રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ઑટોમોટિવ હબ છે.

વધુ વાંચો
પ્રકાશિત: 05 એપ્રિલ, 2024
ભારત આગામી વર્ષમાં વધુમાં વધુ EV મોડેલ લૉન્ચ થવાની અપેક્ષા રાખે છે2 મિનિટ વાંચો

ભારત આગામી વર્ષમાં વધુમાં વધુ EV મોડેલ લૉન્ચ થવાની અપેક્ષા રાખે છે

ભારતમાં 20 કાર નિર્માતાઓ આગામી વર્ષમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો (BEVs) ના લગભગ 25 મોડેલ વર્ષમાં લૉન્ચ કરવા માટે તૈયાર છે. આ મહત્તમ EV મોડેલ લૉન્ચ હશે, જેની કિંમતો ₹5 લાખથી ₹3.5 કરોડ સુધી હશે. ટાટા મોટર્સ 2024 માં પંચ EV સાથે લીડ કરે છે, જ્યારે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, કિયા, રેનોલ્ટ, મહિન્દ્રા, મર્સિડીઝ બેન્ઝ અને ઑડી અન્ય લોકો તેમની ઑફર સાથે સજ્જ છે.

વધુ વાંચો
પ્રકાશનની તારીખ: 28 માર્ચ, 2024
દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેંટ. PUC સ્થિતિ તપાસવા માટે ઇંધણ સ્ટેશનો પર કેમેરા ઇન્સ્ટૉલ કરશે2 મિનિટ વાંચો

દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેંટ. PUC સ્થિતિ તપાસવા માટે ઇંધણ સ્ટેશનો પર કેમેરા ઇન્સ્ટૉલ કરશે

દિલ્હી પરિવહન વિભાગે બધા વાહનોની પીયૂસીનું સ્ટેટસ ચેક કરવા માટે સમગ્ર શહેરમાં ઇંધણ સ્ટેશનો પર કેમેરા સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. પરિવહન વિભાગ એવા વાહન માલિકોને દંડિત કરશે જેમણે તેમના પ્રદૂષણ અંડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટને રિન્યુ કર્યા નથી. આ પ્રોજેક્ટ 25 ઇંધણ સ્ટેશનો પર શરૂ કરેલ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલુ રહેશે, જ્યાં વાહનની પીયુસીનું સ્ટેટસ ચેક કરવા માટે વિશેષ કેમેરાઓ એમપરિવહન સોફ્ટવેર સાથે જોડાયેલ છે.

વધુ વાંચો
પ્રકાશનની તારીખ: 21 માર્ચ, 2024
slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ

લેટેસ્ટ કાર ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

3-cylinder engine vs 4-cylinder: Which is better?

3-Cylinder Engine vs 4-Cylinder: Exploring Performance, Efficiency, and More

સંપૂર્ણ લેખ જુઓ
24 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ગિયરબૉક્સ શું છે?

ગિયરબૉક્સ - એક ઓવરવ્યૂ

સંપૂર્ણ લેખ જુઓ
24 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
એમજી કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન

તમારી MG કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ધ્યાનમાં લેવા જેવા મુખ્ય ઍડ-ઑન્સ

સંપૂર્ણ લેખ જુઓ
11 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
મુંબઈમાં કાર ઇન્શ્યોરન્સ માટે ઍડ-ઑન

મહત્તમ સુરક્ષા: મુંબઈમાં કાર ઇન્શ્યોરન્સ માટે મુખ્ય ઍડ-ઑન્સ

સંપૂર્ણ લેખ જુઓ
11 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
એમજી કાર મેઇન્ટેનન્સ ટિપ્સ

તમારી એમજી કાર માટે 5 મહત્વપૂર્ણ કાર ઇન્શ્યોરન્સ મેઇન્ટેનન્સ ટિપ્સ

સંપૂર્ણ લેખ જુઓ
11 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
કાર વૅક્સ અને કાર પૉલિશ: લાભો અને ડ્રોબૅક્સ

કાર વૅક્સ અને કાર પૉલિશ: લાભો અને ડ્રોબૅક્સ

સંપૂર્ણ લેખ જુઓ
02 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
વધુ બ્લૉગ જુઓ
હમણાં જ ફ્રી ક્વોટેશન મેળવો
કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો? તેમાં માત્ર થોડી મિનિટ લાગશે!

કાર ઇન્શ્યોરન્સ FAQ

કાર ખરીદવી થોડી મિનિટોની બાબત છે. તમારે માત્ર વિગતો ભરવી પડશે અને ચુકવણી પહેલા કરવાની રહેશે. તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ત્વરિત જ તમારા ઇમેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવે છે.
હા, તમારે તમારા વાહનની નોંધણી માટે માન્ય થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર છે. એટલું જ નહીં, RTO પર TP (થર્ડ પાર્ટી) કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ તેમાં મદદ કરશે.
હા, બંને સમાન છે. ફરક માત્ર એટલો છે કે ઑનલાઇનમાં, એકવાર ચુકવણી થઈ જાય, પછી અમે તમને તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ અને રહેણાંક એડ્રેસ પર પૉલિસી મોકલીએ છીએ.
સ્થાન બદલવાના કિસ્સામાં, પૉલિસી લગભગ તેમ જ રહેશે. જો કે, તમે જે શહેરમાં શિફ્ટ કર્યું છે તેના આધારે પ્રીમિયમ બદલાઈ શકે છે. કારણ કે ઇન્શ્યોરન્સના દરો કારના રજિસ્ટ્રેશન ઝોનના આધારે અલગ હોય છે. એકવાર તમે નવા લોકેશન પર શિફ્ટ થઈ જાઓ પછી, તમારે તમારું નવું ઍડ્રેસ અપડેટ કરવું આવશ્યક છે, જે તમે ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન કરી શકો છો.
ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા નામથી નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરવી પડશે. આ માટે સહાયક દસ્તાવેજો જેવા કે સેલ ડીડ/વેચાણકર્તાનું ફોર્મ 29/30/NOC NCB રિકવરીની રકમ જેવા દસ્તાવેજો જરૂરી છે. જો કે, તમે તમારી પૉલિસીમાં સંચિત નો ક્લેઇમ બોનસ તમારા નામ પર ટ્રાન્સફર કરી શકો છો જેનો ઉપયોગ તમારા નવા વાહન માટે કરી શકાય છે. તમે વેચાણના સમયે હાલની પૉલિસીને રદ પણ કરાવી શકો છો.
તમે નીચેના પગલાંઓ મુજબ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની ઑનલાઇન કૉપી મેળવી શકો છો:
પગલું 1- એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો અને તમારી પૉલિસીની ઈ-કૉપી ડાઉનલોડ કરવાનો વિકલ્પ પસંદ કરો..
પગલું 2 - તમારો પૉલિસી નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો. વેરિફિકેશન માટે તે નંબર પર OTP મોકલવામાં આવશે.
પગલું 3 - OTP દાખલ કરો અને તમારી રજિસ્ટર્ડ ઇમેઇલ ID લખો..
પગલું 4 - તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની એક કૉપી તમારા મેઇલ ID પર PDF ફોર્મેટમાં મોકલવામાં આવશે. પછી તમે પૉલિસી ડાઉનલોડ કરી શકો છો અને તેને પ્રિન્ટ કરી શકો છો.
તમે સોફ્ટ કૉપીના પ્રિન્ટઆઉટનો અસલ ડૉક્યૂમેન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો.. "
તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગની સુવિધા દ્વારા પ્રીમિયમ ચૂકવી શકો છો. પ્રીમિયમ એકસામટી રકમમાં ચૂકવવું પડશે. હપ્તાની સ્કીમ ઉપલબ્ધ નથી.
હા. સુરક્ષાનું વધારાનું એક સ્તર ઉમેરવાથી ચોરીના કિસ્સામાં ઇન્શ્યોરરનું જોખમ ઓછું કરે છે, અને તેથી તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
બમ્પર ટુ બમ્પર ઇન્શ્યોરન્સ એ કાર ઇન્શ્યોરન્સમાં એક ઍડ-ઑન કવર છે જે વાહનના ડેપ્રિશિયેશન મૂલ્યને સુરક્ષિત કરે છે. તમે તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે આ કવરનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ ઍડ-ઑન કવરની મદદથી, તમે વાહનના પાર્ટ ડેપ્રિશિયેશનની કપાત વગર ઇન્શ્યોરન્સ કંપની પાસેથી સંપૂર્ણ ક્લેઇમની રકમ મેળવી શકો છો.
જો તમારી પાસે અમારી કંપનીની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી છે, તો તમે એચડીએફસી અર્ગો કસ્ટમર કેર નંબર-18002700700 પર કૉલ કરી શકો છો. અમારા કૉલ સેન્ટર પ્રતિનિધિઓ તમને તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતોમાં ફેરફાર અથવા અપડેટ કરવામાં મદદ કરશે.
ક્લેઇમ કરતી વખતે એચડીએફસીને સૂચિત કરવા તમારી પાસે સંદર્ભ માટે નીચેના 3 દસ્તાવેજો તૈયાર હોવા જરૂરી છે:

• RC બુક

• ડ્રાઇવિંગ લાયસન્સ

• પૉલિસીની કૉપી સાથે પૉલિસી નંબર

અકસ્માતના સમયે, શામેલ અન્ય કારનો નંબર નોંધી લો અને જે વાહનને અકસ્માત થયો છે તેના અને સંલગ્ન વસ્તુઓની સાથે અકસ્માતના સ્થળના પર્યાપ્ત ફોટા અને વિડિઓ લેવાનો પ્રયત્ન કરો. આ પગલું તમને ક્લેઇમ કરતી વખતે ઘટનાને સમજાવવામાં અને જો તમે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માંગો છો તો તેમાં પણ તમને સહાયરૂપ બનશે.

આટલું કર્યા બાદ તમે ચિંતા વગર એચડીએફસી અર્ગો કસ્ટમર કેર number-18002700700or પર માત્ર એક કૉલ કરો અથવા આની પર લૉગ ઑન કરો WWW.HDFCERGO.COM ક્લેઇમની જાણ કરાયા પછી તમને SMS દ્વારા ક્લેઇમ નંબર પ્રાપ્ત થશે અને કૉલ સેન્ટર દ્વારા જાણ કરવામાં આવી હોય તો કૉલ પરના એક્ઝિક્યુટિવ તમને રેફરન્સ ક્લેઇમ નંબર પ્રદાન કરશે. જો ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનની ચોરી થઈ જાય છે, તો તેને ટ્રેક કરવા માટે કંપની દ્વારા ખાનગી તપાસકર્તાને ભાડે રોકવામાં આવશે અને આ માટે તમામ સંબંધિત દસ્તાવેજો પોલીસ પાસેથી એકત્રિત કરવામાં આવશે. આ કિસ્સામાં, ક્લેઇમની પતાવટમાં 60 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
મોટાભાગની સંપત્તિઓ જેમ આપણી કારમાં પણ વપરાશના સમયગાળા દરમિયાન ઘસારો જોવા મળે છે, જેના કારણે સંપત્તિના કુલ મૂલ્યમાં ઘટાડો થાય છે. આને ડેપ્રિશિયેશન કહેવાય છે. વાહનના નુકસાનનો ક્લેઇમ કરતી વખતે, ઇન્શ્યોરન્સ કંપની અંતિમ ચુકવણી કરતી વખતે ડેપ્રિશિયેશન મૂલ્યને ધ્યાનમાં લે છે. તેથી, ઝીરો ડેપ્રિશિયેશન પૉલિસી પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઝીરો ડેપ્રીશિએશન ઇન્શ્યોરન્સનો અર્થ એ છે કે સમય સાથે તમારી કારનું મૂલ્ય ઘટવા છતાં, વાહનને નુકસાન થાય તો થયેલા ખર્ચ પર સંપૂર્ણ કવરેજ મળે છે. તમારી જરૂરિયાત અનુસારનો સંબંધિત ઝીરો ડેપ્રીશિએશન કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો, અથવા એચડીએફસી અર્ગોના બમ્પર-ટુ-બમ્પર ઍડ-ઑન સાથે તમારા વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પ્લાનને ટોપ અપ કરો!
તે ઇન્શ્યોરર પર આધાર રાખે છે. તે તમને એક કે બે દિવસમાં મળી શકે છે, અથવા પ્રોસેસમાં એક અઠવાડિયું લાગી શકે છે.
હા. જો પૉલિસીધારક ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI) ના સભ્ય હોય તો ભારતમાં મોટાભાગની કાર ઇન્શ્યોરન્સ કંપનીઓ પ્રીમિયમ પર યોગ્ય ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
કારમાં ઇલેક્ટ્રિકલ ઍક્સેસરીઝમાં સામાન્ય રીતે મ્યુઝિક સિસ્ટમ, એસી, લાઇટ્સ વગેરેનો સમાવેશ થાય છે. નોન-ઇલેક્ટ્રિકલ ઍક્સેસરીઝમાં કારની અંદરના ફિટિંગ જેમ કે સીટ કવર અને એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે. તેમના મૂલ્યની ગણતરી તેમના પ્રારંભિક બજાર મૂલ્ય અનુસાર કરવામાં આવે છે અને પછી ડેપ્રિશિયેશન દર લાગુ કરવામાં આવે છે.
એટલે કે જો કાર માલિક ડ્રાઇવર રાખે છે અને જો ડ્રાઈવર દ્વારા તમારી કાર ચલાવતી વખતે અકસ્માત થાય છે તો વીમા કંપની તેની ઇજા માટે કે તેનું મૃત્યુ થવા પર વળતર આપશે.
સામાન્ય રીતે, લિસ્ટ ઇન્શ્યોરરની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. જો તે ના મળે તો તમે તમારા ઇન્શ્યોરન્સ એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો અથવા કસ્ટમર કેર નંબર પર કૉલ કરી શકો છો.  
હાઈ-એન્ડ લૉકથી લઈને એલાર્મ જેવા એન્ટી-થેફ્ટ ડિવાઇસ એ એવા સાધનો છે જે તમારી કારને સુરક્ષા પૂરી પાડે છે. જો તમે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર એન્ટી-થેફ્ટ ડિસ્કાઉન્ટ મેળવવા માંગતા હો, તો તમારે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI) દ્વારા પ્રમાણિત ડિવાઇસ લગાવવાનું રહેશે.
મોટર વાહન અધિનિયમ 2019 મુજબ, ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ માટેનો દંડ ₹2,000 છે અને/અથવા પ્રથમ વખત પકડાવા પર 3 મહિના સુધીની જેલની સજા છે. ત્યાર બાદ થતા અપરાધ માટેનો દંડ ₹ 4,000 છે અને/અથવા 3 મહિના સુધીની જેલ છે.
કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ત્રણ મુખ્ય પ્રકાર હોય છે. સૌપ્રથમ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે પોતાના નુકસાન તેમજ થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. ઇન્શ્યોરન્સ કંપની પૂર, આગ, ચોરી વગેરે જેવી અણધારી ઘટનાઓથી થતા વાહનના નુકસાનના રિપેર માટેના ખર્ચને વહન કરે છે. બીજું થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ છે, જે 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ ફરજિયાત છે. અહીં, ઇન્શ્યોરન્સ કંપની માત્ર થર્ડ પાર્ટીના વ્યક્તિને/પ્રોપર્ટીને થયેલ નુકસાન માટેના ખર્ચને વહન કરશે. ત્રીજી પૉલિસી સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર છે, જે વાહનના પોતાના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે અને જો તમારી પાસે પહેલેથી જ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તો તમે આ પૉલિસી ઉમેરી શકો છો.
જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ ન કર્યો હોય, તો તમને નો ક્લેમ બોનસ મળે છે. તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ ઉપરાંત જ્યારે તમે પૉલિસીને રિન્યુ કરો ત્યારે તમારા ઇન્શ્યોરર તમને વધારાના લાભો આપી શકે છે. આમાં કપાતપાત્ર રકમમાં ઘટાડો અથવા એક્સિડેન્ટ ફરગીવનેસનો સમાવેશ થઈ શકે, જેનો અર્થ છે કે અકસ્માત બાદ પણ પ્રીમિયમમાં કોઈ વધારો નહીં.
તમારી કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવું સરળ છે. તમારે ઇન્શ્યોરરની વેબસાઇટ પર જઇ, તમારી કારનો સેલ્ફ-સર્વે કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજો મંજૂર થયા પછી ચુકવણીની લિંક મોકલવામાં આવશે. ચુકવણી પૂર્ણ થયા પછી તમારી પૉલિસીને રિન્યુ કરવામાં આવશે.
જો તમે તમારી હાલની પૉલિસીમાં કોઈ ફેરફાર કરવા માંગો છો, તો તે એન્ડોર્સમેન્ટ દ્વારા કરી શકાય છે. ફેરફારો/સુધારા મૂળ પૉલિસીમાં નહીં પરંતુ એન્ડોર્સમેન્ટ પ્રમાણપત્રમાં કરવામાં આવ્યા છે. આમાં માલિકી, કવરેજ, વાહન વગેરેમાં ફેરફાર હોઇ શકે છે. એન્ડોર્સમેન્ટ 2 પ્રકારના હોય છે - પ્રીમિયમ-બેરિંગ એન્ડોર્સમેન્ટ અને નોન-પ્રીમિયમ બેરિંગ એન્ડોર્સમેન્ટ.

પ્રીમિયમ-બેરિંગ એન્ડોર્સમેન્ટ (ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યુમેન્ટમાં કરાતાં ફેરફારો માટે કરવી પડતી ચૂકવણી)માં, વધારાનું પ્રીમિયમ તમારે ચૂકવવાનું રહેશે. ઉદાહરણ તરીકે, માલિકીની ટ્રાન્સફર, LPG/ CNG કિટનો ઉમેરો, RTO ના સ્થળમાં ફેરફાર વગેરે. બીજી તરફ, જો તમે નોન-પ્રીમિયમ બેરિંગ એન્ડોર્સમેન્ટ પસંદ કરો છો, તો કોઈ વધારાનું પ્રીમિયમ લેવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, સંપર્કની વિગતોમાં ફેરફાર, એન્જિન/ચેસિસ નંબરમાં સુધારો, હાઇપોથિકેશનનો ઉમેરો વગેરે.
જો રિન્યુઅલ દરમિયાન ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો થાય છે, તો તે લોડિંગને કારણે હોઈ શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો, આ ઇન્શ્યોરરની ધારણા કરતાં વધુ નુકસાનને આવરી લેવા માટે પૉલિસીમાં ઉમેરવામાં આવતી રકમ છે. આ ત્યારે લાગુ પડે છે જ્યારે પૉલિસીધારક ચોક્કસ પ્રકારના જોખમની સંભાવના ધરાવે છે અથવા ઘણીવાર ક્લેઇમનો વિકલ્પ પસંદ કરે છે. લોડિંગ એ કંપનીઓને હાઇ-રિસ્ક વ્યક્તિઓ સામે સુરક્ષિત કરે છે.
હા.. જો પૉલિસીધારક અન્ય ઇન્શ્યોરન્સ કંપની પાસેથી ઇન્શ્યોરન્સ ખરીદવાનું નક્કી કરે તો પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ ન કરવા માટેનો રિવૉર્ડ એક ઇન્શ્યોરન્સ કંપનીથી બીજી ઇન્શ્યોરન્સ કંપનીમાં ટ્રાન્સફર કરી શકાય છે. તે જ રીતે, જો કાર માલિક તેમનું વાહન બદલે છે, તો NCB ને નવી કાર માટે ટ્રાન્સફર કરી શકાય છે. NCB ટ્રાન્સફર કરવા માટે, તમારે તમને NCB સર્ટિફિકેટ જારી કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને વિનંતી કરવી આવશ્યક છે. આ સર્ટિફિકેટ તમે જે NCB માટે પાત્ર છો તેની રકમને દર્શાવે છે અને NCB ટ્રાન્સફરનો પુરાવો બની જાય છે.
Road Side Assistance Cover provides you with the necessary help at the time when your vehicle is stuck in middle of road due to car breakdown. This usually includes towing, changing flat tyre and jump start and many other things. Make sure you read policy wordings to understand the terms and conditions of this cover.
હા, ઇલેક્ટ્રિક કાર માલિકોએ માન્ય કાર ઇન્શ્યોરન્સ સાથે તેમની કીમતી સંપત્તિને કવર કરવાની જરૂર છે.
ના, વ્યાપક કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત નથી પરંતુ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. થર્ડ પાર્ટી પર વ્યાપક ઇન્શ્યોરન્સ પસંદ કરવો હંમેશા સલાહભર્યું રહેશે કારણ કે તમે તમારી કાર માટે 360 ડિગ્રી સુરક્ષા મેળવી શકો છો.
ના, તમે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ સાથે કોઇપણ ઍડ-ઑન કવર ખરીદી શકતા નથી. પરંતુ જો તમે વ્યાપક કાર ઇન્શ્યોરન્સ ખરીદો છો, તો તમે ઘણા ઍડ-ઑન ખરીદી શકો છો.
ટાયર અને ટ્યુબ સિવાય, ઝીરો ડેપ્રિશિયેશન તમારી કારના દરેક ભાગને કવરેજ પ્રદાન કરે છે.
નો ક્લેઇમ બોનસ એ તમને તમારી ઇન્શ્યોરન્સ કંપની પાછલી પૉલિસીના સમયગાળામાં ક્લેઇમ ન કરવા બદલ આપશે. તે માત્ર બીજા પૉલિસી વર્ષથી લાગુ પડે છે, અને પ્રીમિયમ પરનું ડિસ્કાઉન્ટ 20%-50% સુધી હોય છે.
ઝીરો ડેપ્રિશિયેશન એ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે ઉપલબ્ધ એક ઍડ-ઑન કવર છે. આ કવરની મદદથી, તમને સંપૂર્ણ ક્લેઇમની રકમ મળશે. ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ કવરમાં, ઇન્શ્યોરન્સ કંપની અંતિમ ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન કારના વિવિધ ભાગો પર ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેશે નહીં. તેથી, આ કવર પૉલિસીધારકની ક્લેઇમની રકમ વધારવામાં મદદ કરે છે.
તમે ભલે તમારા પાર્ક કરેલા વાહનને બાહ્ય પ્રભાવ અથવા કોઈપણ આફત જેમ કે પૂર, આગ વગેરેને કારણે થયેલા નુકસાન માટે દાવો કર્યો હોય, આ ઍડ-ઑન કવર તમારા નો ક્લેઈમ બોનસને જાળવી રાખે છે. આ કવર તમારા અત્યાર સુધીના NCBને સુરક્ષિત કરે છે એટલું જ નહીં પરંતુ તેને આગામી NCB સ્લેબ પર પણ લઈ જાય છે. પૉલિસી વર્ષ દરમિયાન મહત્તમ 3 વખત તેનો ક્લેઇમ કરી શકાય છે.
ના, તે કવર કરવામાં આવશે નહીં, કારણ કે ક્લેઇમ સમયે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો કારની વિગતો સાથે મેળ ખાવી જોઈએ. જ્યારે તમે LPG અથવા CNG વાપરવાનું શરું કરો છો, ત્યારે તમારી કારના ઇંધણનો પ્રકાર બદલાય છે, અને તેથી, તમારી ક્લેઇમની વિનંતી નકારી શકાય છે. તેથી, તમારે વહેલી તકે આ ફેરફાર વિશે ઇન્શ્યોરરને જાણ કરવી આવશ્યક છે.
હા, તમે કવરેજ મેળવી શકો છો. તેના માટે, તમારે તમારી કારમાં ઍક્સેસરીઝને ઉમેરવા વિશે ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી પડશે. ઇન્શ્યોરન્સ કંપની પ્રમાણના આધારે ઍક્સેસરીઝને કવર કરવા માટે અતિરિક્ત પ્રીમિયમ વસૂલશે. પ્રીમિયમ ચૂકવો અને તમે પૉલિસીની મુદતના મધ્યમાંથી ઍક્સેસરીઝ માટે કવરેજ મેળવી શકો છો.
ઝીરો ડેપ્રિસિએશન કવર એક એડ-ઑન કવર છે જે ડેપ્રિસિએશન મૂલ્યને ધ્યાનમાં લીધા વગર તમારી કારને સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે. કોઈપણ નુકસાન થાય તો ક્લેઇમની પૂરેપૂરી રકમ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. જો કે, ઇન્શ્યોરન્સ લેનારને ઝીરો ડેપ કાર ઇન્શ્યોરન્સ કવર હેઠળ ક્લેઇમ કરતી વખતે સ્ટાન્ડર્ડ કપાતપાત્ર રકમ ચૂકવવી પડશે. ઉપરાંત, પૉલિસીધારક વર્ષમાં માત્ર બે વાર તેનો ક્લેઇમ કરી શકે છે.
ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV) એ વાહનની વર્તમાન બજાર કિંમત અનુસાર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નિશ્ચિત કરાયેલી મહત્તમ સમ એશ્યૉર્ડ રકમ છે. કેટલીકવાર કુલ રિપેર ખર્ચ વાહનના IDV ના 75% કરતાં વધી જાય છે, અને પછી ઇન્શ્યોર્ડ કારને કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ તરીકે ગણવામાં આવે છે.
રોડસાઇડ આસિસ્ટન્સ એ એક એડ-ઑન કવર છે જે રસ્તા પર તમારા વાહનના મિકેનિકલ બ્રેકડાઉનના કિસ્સામાં સહાયરૂપ થાય છે. તમે આને વધારાનું પ્રીમિયમ ચૂકવીને ખરીદી શકો છો. ગ્રાહક સેવાનો સંપર્ક કરીને કોઈપણ વ્યક્તિ બ્રેકડાઉન, ટાયર રિપ્લેસમેન્ટ, ટોઇંગ, ફ્યુઅલ રિપ્લેસમેન્ટ વગેરે માટે 24*7 રોડસાઇડ આસિસ્ટન્સ મેળવી શકે છે.
જ્યાં સુધી તમારી પાસે ઝીરો ડેપ્રીશિએશન કવર નથી, ત્યાં સુધી ઇન્શ્યોરર કાર પાર્ટ્સના રીપેરીંગ અથવા રિપ્લેસમેન્ટ માટે ડેપ્રીશિએટેડ દરે ચુકવણી કરે છે. જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ કાર અને તેના પાર્ટ્સની કિંમત ઓછી થતી જાય છે. આ 'ડેપ્રીશિએશન માટે કપાત' દ્વારા પૉલિસીધારકે પોતે કેટલી ચૂકવણી કરવી પડશે તે નક્કી થાય છે.
જો તમારા કાર ઇન્શ્યોરન્સની સમયસીમા સમાપ્ત થઈ જાય તો તમારે નીચેની બાબતોનો સામનો કરવો પડશે:

• અકસ્માતના કિસ્સામાં આર્થિક નુકસાન-અકસ્માત કોઈપણ સમયે અને ક્યાંય પણ થઈ શકે છે, જે તમારી કાર ઇન્શ્યોરન્સની સમય સીમા સમાપ્ત થઈ ગઈ હોવાથી મોટી રકમના નુકસાનમાં પરિણમે છે. તમારો કાર ઇન્શ્યોરન્સ પહેલેથી જ સમાપ્ત થઈ ગયો હોવાથી, થયેલા નુકસાનના રીપેર કરવા માટે તમારે પોતાની બચતમાંથી ચૂકવણી કરવાની રહેશે.

● ઇન્શ્યોરન્સ પ્રોટેક્શનનું નુકસાન-કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જે તમને કોઈપણ કાર સંબંધિત ઇમરજન્સીના કિસ્સામાં સુરક્ષિત રાખે છે. જો તમે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થતા પહેલાં રિન્યૂ કરાવતા નથી, તો તમે ઇન્શ્યોરન્સ કવરના લાભો ગુમાવી શકો છો, તેમજ નવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં રિપેરીંગ કરાવવાના કિસ્સામાં તમારા પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવી પડી શકે છે.

● અવધિ પૂરી થયેલા ઇન્શ્યોરન્સ સાથે ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે - મોટર વાહન અધિનિયમ હેઠળ ભારતમાં માન્ય કાર ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું એ એક ફોજદારી ગુનો છે અને તે બદલ ₹2000 સુધીનો દંડ અથવા 3 મહિના સુધીની જેલ થઈ શકે છે.આમ, તમે એક અનિચ્છનીય સમસ્યાને આમંત્રિત કરી રહ્યા છો.
તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યૂઅલની સ્થિતિ નીચે મુજબ ઑનલાઇન તપાસી શકો છો:

વિકલ્પ 1: ઇન્શ્યોરન્સ ઈન્ફર્મેશન બ્યુરો

તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની સ્થિતિ ઑનલાઇન તપાસવાની એક રીત IIB (ઇન્શ્યોરન્સ માહિતી બ્યુરો)ની વેબસાઇટ દ્વારા તપાસવું છે. આ કરવાના પગલાં નીચે મુજબ છે:

• પગલું 1: IIB વેબસાઇટની મુલાકાત લો.
• પગલું 2: તમારા વાહનની વિગતો દાખલ કરો.
• પગલું 3: "સબમિટ" બટન પર ક્લિક કરો.
• પગલું 4: પૉલિસીની વિગતો જુઓ.
• પગલું 5: જો કોઈ માહિતી દેખાતી નથી, તો વાહનના એન્જિન નંબર અથવા ચેસિસ નંબર દ્વારા શોધવાનો પ્રયત્ન કરો.

વિકલ્પ 2: વાહન (VAHAN) ઇ-સર્વિસીસ

IIB નો વિકલ્પ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની સ્થિતિ તપાસતી વખતે વાહન ઇ-સર્વિસ દ્વારા તપાસવાનો છે. આવું કરવાના પગલાં અહીં છે:

• પગલું 1: વાહન ઇ-સર્વિસીસના વેબ પેજ પર જાઓ.
• પગલું 2: "તમારા વાહન વિશે જાણો" પર ક્લિક કરો.
• પગલું 3: વાહનનો રજિસ્ટ્રેશન નંબર તેમજ વેરિફિકેશન કોડ દાખલ કરો.
• પગલું 4: "વાહન શોધો" બટન પર ક્લિક કરો.
• પગલું 5: ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખ અને વાહનની અન્ય વિગતો જુઓ.
કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલના લાભો નીચે પ્રમાણે છે

થર્ડ પાર્ટી લાયેબિલિટી

જો તમારી કાર વડે થયેલા અકસ્માતને કારણે થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન છે, તો તેને કાર ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવે છે. વધુમાં, જો થર્ડ પાર્ટીને થતી શારીરિક ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં ઉદ્ભવતી કોઈપણ કાનૂની જવાબદારીઓ સામે તમારો કાર ઇન્શ્યોરન્સ તમને સુરક્ષિત કરે છે.

નો ક્લેઇમ બોનસ

કાર ઇન્શ્યોરન્સ હોવાનો એક મોટો ફાયદો નો ક્લેઇમ બોનસ (NCB) છે. કસ્ટમરને પ્રત્યેક ક્લેઇમ વિનાના વર્ષ માટે આ લાભ મળે છે. તે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ તરીકે મળી શકે છે, જે કાર ઇન્શ્યોરન્સને વધુ વ્યાજબી બનાવે છે.

ઇન્શ્યોરન્સ ધરાવતા વાહન

ને થતું નુકસાન અથવા ખોટ જો તમારા વાહનને અકસ્માત, આગ અથવા જાતે આગ લાગવાને કારણે નુકસાન થયું હોય તો તે આવરી લેવામાં આવે છે. વધુમાં, ઘરફોડ કે ચોરી, હડતાલ, રમખાણો અથવા આતંકવાદ વગેરેને કારણે તમારી કારને નુકસાન થાય છે તો તે તમારી ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. કાર ઇન્શ્યોરન્સનો બીજો એક લાભ એ છે કે જો તેને રેલ, અંતર્દેશીય જળમાર્ગ, હવાઇ માર્ગ, માર્ગ પરિવહન દ્વારા પરિવહનમાં હોય ત્યારે અથવા લિફ્ટ કરવાને કારણે નુકસાન પહોંચે છે, તો તેને આવરી લેવામાં આવે છે.

પર્સનલ એક્સિડેન્ટ કવર

કાર ઇન્શ્યોરન્સનો અન્ય લાભ એ છે કે તે પૂર્વ-નિર્ધારિત રકમ માટે પર્સનલ એક્સિડેન્ટ કવર પ્રદાન કરે છે. પર્સનલ એક્સિડેન્ટ કવર અકસ્માતને કારણે થતી કાયમી સંપૂર્ણ વિકલાંગતા કે મૃત્યુ સામે સુરક્ષા પ્રદાન કરે છે. વધુમાં, કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ પૂર્વ-નિર્ધારિત રકમ માટે અન્ય મુસાફરો માટે અનામી ધોરણે (વાહનની મહત્તમ બેઠક ક્ષમતા મુજબ) આ કવર લઈ શકાય છે.
તમારે માત્ર આ સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે:

1. અમારી વેબસાઇટની મુલાકાત લો– એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પેજ https://hdfcergo.com/car-insurance. ની મુલાકાત લો

2. યોગ્ય કેટેગરી પસંદ કરો

a. જો તમે હાલના કસ્ટમર છો, તો કૃપા કરીને આગળ વધવા માટે તમારો પૉલિસી નંબર દાખલ કરો, b. જો તમે નવા કસ્ટમર છો, તો કૃપા કરીને તમારી કારની વિગતો દાખલ કરો અને નવી પૉલિસી ખરીદવા માટે પગલાંઓને અનુસરો.

3. તમારી વિગતો તપાસી લો - તમારું નામ, ઇમેઇલ ID, મોબાઇલ નંબર, વાહનની વિગતો અને શહેર દાખલ કરો.

4. અવધિ સમાપ્તિની વિગતો પસંદ કરો - તમારા સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ માટે યોગ્ય સમયસીમા પર ક્લિક કરો.

5. ક્વોટ જુઓ - તમને તમારી કાર ઇન્શ્યોરન્સ માટે શ્રેષ્ઠ ક્વોટ મળશે.

જ્યારે પૉલિસીધારકો પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કરતા નથી, ત્યારે તેમને નો ક્લેઇમ બોનસ (NCB) આપવામાં આવે છે. હવે, ક્લેઇમ ન કરવાના તમારા ટ્રેક રેકોર્ડના આધારે આ ડિસ્કાઉન્ટ 20% થી 50% સુધી હોઈ શકે છે. તેથી, જો તમે નજીવા નુકસાનને જવા દો છો, તો તમે NCB ના રૂપમાં યોગ્ય ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને તેથી કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ દરમિયાન પ્રીમિયમ પર બચત કરી શકો છો.
ઘણી વખત ડ્રાઇવર ક્લેઇમ રદ કરવા માંગતા હોય છે, કારણ મોટાભાગે તેઓ કપાતપાત્ર રકમ ચૂકવવા માંગતા નથી. તેથી, ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર્સ તમને ક્લેઇમ ફાઇલ કર્યા બાદ તેને રદ કરવાની મંજૂરી આપે છે, અને તેને માટે તમારે ફક્ત પ્રતિનિધિનો સંપર્ક કરવાનો રહેશે.
સામાન્ય રીતે, જો તમને પૉલિસીની મુદત દરમિયાન ક્લેઇમ કરવામાં તકલીફ પડે છે, તો તે સ્વીકાર્ય છે. જો કે, જો તમે ક્લેઇમ કરવામાં વિલંબ કરો છો અને તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય તો ઇન્શ્યોરન્સ કંપની ક્લેઇમને નકારી શકે છે. તેથી, ક્લેઇમના કિસ્સામાં ઇન્શ્યોરન્સ કંપનીને તરત જ જાણ કરવી એ સમજદારીભર્યું છે. જ્યારે તમે આમ કરો છો, ત્યારે પૉલિસીની મુદત દરમિયાન ક્લેઇમ રજિસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ, પૉલિસીની સમયસીમા સમાપ્ત થયા પછી પણ તમે સેટલમેન્ટની રકમ મેળવી શકો છો.
પૉલિસી સમયગાળા દરમિયાન અમર્યાદિત ક્લેઇમ કરી શકાય છે. જો કે, જ્યાં સુધી કોન્સોલિડેટેડ ક્લેઇમની રકમ કારના ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV) સુધી ન પહોંચે ત્યાં સુધી પૉલિસીધારક દાવો કરી શકે છે. ઉપરાંત, કરેલ ક્લેઇમ્સની અસર રિન્યુઅલ સમયે તમારા પ્રીમિયમ પર થાય છે.
સ્વૈચ્છિક કપાતપાત્ર એ ક્લેઇમનો એક ભાગ છે જેની ચુકવણી ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસે ક્લેઇમ કરતા પહેલાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ તેમના ખિસ્સામાંથી કરવી પડશે. આ તમારા પૉલિસીના પ્રીમિયમને ઘટાડવાની એક શ્રેષ્ઠ રીત છે. ઉદાહરણ તરીકે, તમારી કારને નુકસાન થયું છે, અને ક્લેઇમની કુલ રકમ ₹10,000 છે. જો, તમે સ્વૈચ્છિક કપાતપાત્ર તરીકે તમારા તરફથી ₹2,000 ચૂકવવા માટે સંમત છો, તો ઇન્શ્યોરન્સ કંપની બાકીના ₹8,000 ચૂકવશે. જો કે, યાદ રાખો કે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ફરજિયાત કપાતપાત્ર ભાગ પણ છે. આ તે રકમ છે જે તમારે ક્લેઇમની દરેક ઘટનામાં ફરજિયાતપણે ચૂકવવી પડશે, પછી ભલે તમે સ્વૈચ્છિક કપાતપાત્ર ચૂકવી રહ્યા હોવ કે નહીં.
શું તમે જાણો છો
તમે હવે માત્ર થોડી મિનિટોમાં તમારી કારને સુરક્ષિત કરી શકો છો એટલે કે 3 મિનિટથી ઓછા સમયમાં!

એવૉર્ડ અને સન્માન

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ