વિદેશમાં અભ્યાસ કરવો એ ઘણા વિદ્યાર્થીઓ માટે એક સ્વપ્ન સાકાર થયા સમાન હોય છે, કારણ કે તે તેમના માટે કારકિર્દીને ઘડવાની અને એક વિશિષ્ટ સ્થાન મેળવવાની અસંખ્ય તકો પૂરી પાડે છે. તે જીવનમાં પરિવર્તન લાવતો એક મોટો નિર્ણય છે જેની સાથે અસંખ્ય અપેક્ષાઓ જોડાયેલી હોય છે, તથા તે જીવનમાં આનંદ લાવે છે તેમજ જીવનના પાઠ શીખવા મળે છે. જોકે, પોતાની કારકિર્દી માટે પોતાના પરિવારને છોડીને દૂર અન્ય દેશમાં રહેવું સરળ નથી. આનંદ અને સફળતાની સાથે મેડિકલ ઇમરજન્સી, અભ્યાસમાં અડચણ, ડૉક્યુમેન્ટ ખોવાઈ જવા તથા તેવી અન્ય કમનસીબ ઘટનાઓનું જોખમ પણ રહેલું હોય છે. આ જ કારણ છે કે જો તમે વિદેશમાં અભ્યાસ માટે જવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા રોકાણને સુરક્ષિત કરવા માટે સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જરૂરી છે.
તેથી, જો તમે ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદેશમાં જવા માંગતા હોવ, તો તમારા રોકાણને અવરોધિત કરી શકે તેવા કોઈપણ પડકારનો સામનો કરવા માટે તમને તૈયાર થવામાં યોગ્ય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મદદ કરી શકે છે. સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી એ અજાણ્યા દેશમાં તમારા રોકાણ માટે કવરેજ મેળવવાની એક સરળ અને વાજબી રીત છે. તમે ઘરથી હજારો માઇલ દૂર હોવ, ત્યારે પણ તમને મનની શાંતિ મળે છે અને કોઈ સમસ્યાના કિસ્સામાં, તમે કોઈની પર ભરોસો રાખી શકો છો.
એકવાર તમે તમારી પસંદગીના કાર્યક્રમ, યુનિવર્સિટી અને દેશને નિર્ધારિત કરી લો, પછી તમારા રોકાણ દરમિયાન તમને જરૂરી સહાય આપવા માટે યોગ્ય સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો. એચડીએફસી અર્ગો સ્ટૂડન્ટ ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે, જે તબીબી ખર્ચ, રહેઠાણમાં મુશ્કેલી, સામાન સંબંધિત અને મુસાફરી સંબંધિત જોખમોને સરળતાથી કવર કરે છે.
ચાલો, તમારા સ્ટૂડન્ટ ટ્રાવેલ પ્લાન સાથે તમે અપેક્ષા રાખી શકો તેવા કેટલાક લાભો વિશે જાણીએ:
તમને હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સ ખર્ચ સામે કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.
વિદેશમાં થર્ડ પાર્ટીને નુકસાન પહોંચાડવા બદલ પોતે જવાબદાર હોવું એ ભયજનક હોઈ શકે છે. ચિંતા કરશો નહીં, તમારી પૉલિસી તમને બચાવશે.
જો તમારો ચેક-ઇન થયેલ સામાન ખોવાઈ જાય, તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની તમને વળતર આપશે જેથી તમારા ટ્રાવેલ પ્લાન ખોરવાઈ ન જાય
મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં જ્યાં સ્થાનિક સારવાર પર્યાપ્ત ન હોય, ત્યાં અમે ઇમરજન્સી ઇવેક્યુએશન માટે કવરેજ પ્રદાન કરીએ છીએ. હવાઈ માર્ગે હોય કે જમીન પરિવહન દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તમે તમારા પોતાના દેશ પહોંચી જાઓ.
ઘરે માતા-પિતા માટે, જ્યારે તેમના બાળકને તેમની જરૂર હોય ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં તેમની સાથે હશે તે બાબતનું આશ્વાસન.
જ્યારે તમે વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવો છો, ત્યારે ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ એવી વસ્તુ છે જે તમે ચૂકી ન શકો. વિચારી રહ્યા છો કે આમ શા માટે? આગળ વાંચો:
જ્યારે સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક આર્થિક સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે, ત્યારે ઘણા દેશોમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તે ફરજિયાત આવશ્યકતા પણ છે. તમારે વિઝા માટે પાત્ર બનવા માટે તેની જરૂર પડી શકે છે.
વિદેશમાં હેલ્થકેર ખર્ચાળ છે, અને ડૉક્ટરની એક સાદી મુલાકાત પણ ખૂબ મોંઘી પડી શકે છે. યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેડિકલ ખર્ચ, હૉસ્પિટલાઇઝેશન અને ઇમરજન્સી ઇવેક્યુએશનને પણ કવર કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે અણધારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિદ્યાર્થીઓ પર બોજો બનતી નથી.
આંતરરાષ્ટ્રીય મુસાફરી સાથે તેના પોતાના જોખમો આવે છે. ફ્લાઇટમાં વિલંબ, સામાન ખોવાઈ જવો અથવા મેડિકલ ઇમરજન્સી એક દુઃસ્વપ્ન બની શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ નાણાંકીય વળતર પ્રદાન કરે છે, જે તમને આવી પરિસ્થિતિઓને સરળતાથી સંભાળવામાં મદદ કરે છે.
પારિવારિક કટોકટી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી ઇમરજન્સીના કિસ્સામાં, જો અભ્યાસમાં વિક્ષેપ પડે તો ઇન્શ્યોરન્સ તમારી અગાઉથી ચૂકવેલ ટ્યુશન ફીની ભરપાઈ કરે છે.
અકસ્માતો, કાનૂની સમસ્યાઓ અથવા ઇમરજન્સીના કારણે અભ્યાસમાં વિક્ષેપ પડવા જેવી અણધારી ઘટનાઓને લીધે તમારા પ્લાન ખોરવાઈ શકે છે. યોગ્ય ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમે આ આકસ્મિક પરિસ્થિતિઓને કવર કરી શકો છો.
ભારતમાં રહેતા માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો નિશ્ચિંત રહી શકે છે કે તેમનું બાળક વિદેશમાં અનિશ્ચિતતાઓ સામે સુરક્ષિત છે.
વિદેશમાં અભ્યાસ કરવો એ એક રોમાંચક સાહસ છે, પરંતુ અણધારી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી નાણાંકીય તણાવમાં ફેરવાઈ શકે છે. જો તમને અચાનક બીમારી થાય અથવા અકસ્માતને કારણે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે, તો અમારો સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે તમને અમારા હૉસ્પિટલોના વ્યાપક નેટવર્કમાં કૅશલેસ મેડિકલ સારવાર પ્રાપ્ત થાય.
દાંતનો દુખાવો અચાનક થઈ શકે છે અને તે અસહ્ય હોઈ શકે છે, જેના કારણે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. જો તમને દાંતમાં ઈજા થાય અથવા દાંતમાં તીવ્ર દુખાવો થાય, તો અમારો પ્લાન દાંતની જરૂરી સારવારના ખર્ચને કવર કરે છે, જે તમને નાણાંકીય ચિંતા વિના આત્મવિશ્વાસપૂર્ણ સ્મિત જાળવવામાં મદદ કરે છે.
મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં જ્યાં સ્થાનિક સારવાર પર્યાપ્ત ન હોય, ત્યાં અમે ઇમરજન્સી ઇવેક્યુએશન માટે કવરેજ પ્રદાન કરીએ છીએ. હવાઈ માર્ગે હોય કે જમીન પરિવહન દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તમે નજીકની મેડિકલ સુવિધા સુધી પહોંચી જાઓ.
કોઈ વિદ્યાર્થીના મૃત્યુના દુર્ભાગ્યપૂર્ણ કિસ્સામાં, અમે તેના મૃતદેહને તેના વતન પરત મોકલવા સાથે સંકળાયેલા ખર્ચની કાળજી લઈએ છીએ.
જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ થાય, તો અમારો ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ નૉમિનીને એક ઉચ્ચક રકમનું વળતર પ્રદાન કરે છે. આ આવી દુ:ખદ પરિસ્થિતિઓમાં પરિવારને આર્થિક સહાય પ્રદાન કરે છે.
જો અકસ્માતને કારણે કાયમી વિકલાંગતા થાય, તો અમે આર્થિક બોજને ઘટાડવામાં મદદ કરવા માટે ઉચ્ચક રકમ ચૂકવીએ છીએ.
અકસ્માતો થાય છે, અને ક્યારેક, તમે અજાણતાં થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો છો અથવા અકસ્માત માટે જવાબદાર ગણાઈ શકો છો.
જો કોઈ જામીનપાત્ર ગુના માટે તમારી ધરપકડ અથવા અટકાયત કરવામાં આવે, તો અમે જામીનની રકમને કવર કરવા માટે પગલાં લઈએ છીએ, જે તમને કાનૂની મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરવામાં મદદ કરે છે.
જો તમારા શિક્ષણના પ્રાયોજકનું અકાળે મૃત્યુ થાય, તો અમે બાકીની ટ્યુશન ફી માટે વળતર પ્રદાન કરીશું.
તમારું શિક્ષણ એ એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ છે. લાંબા સમય સુધી હૉસ્પિટલમાં દાખલ રહેવાથી અથવા પરિવારના નજીકના સભ્યનું મૃત્યુ થવાથી તમારા અભ્યાસમાં વિક્ષેપ પડી શકે છે. આવા કિસ્સાઓમાં અમારી પૉલિસી ટ્યુશન ફી રિફંડ કરે છે.
લાંબા સમય સુધી હૉસ્પિટલમાં દાખલ રહેવું એ ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, જો તમને સાત દિવસથી વધુ સમય માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો અમે તમારી મુલાકાત લેવા માટે પરિવારના નજીકના સભ્યના મુસાફરીના ખર્ચને કવર કરીએ છીએ.
તમારા પાસપોર્ટ જેવો મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ ખોવાઈ જાય તો એ એક દુઃસ્વપ્ન બની શકે છે. અમારો ઇન્શ્યોરન્સ નવો પાસપોર્ટ મેળવવાના ખર્ચને કવર કરે છે, જેથી તમે બિનજરૂરી વિલંબ વગર તમારા અભ્યાસને ચાલુ રાખી શકો.
વિદેશમાં તમારો સામાન ખોવાઈ જવો એ અત્યંત હતાશાજનક હોઈ શકે છે. અમે સુનિશ્ચિત કરીશું કે તમને નુકસાનનું વળતર મળે, જેનાથી તમે તમારા મહત્વપૂર્ણ સામાનને બદલી શકો છો.
જો તમારા સામાનમાં વિલંબ થયો હોય, તો તમારે તમારા વિદ્યાર્થી જીવનની શરૂઆત તૈયારી વિના કરવાની જરૂર નથી. અમે ઇમરજન્સીમાં અત્યાવશ્યક વસ્તુઓના ખર્ચને કવર કરીએ છીએ, જેથી તમે આત્મવિશ્વાસ સાથે તમારા વર્ગોમાં હાજરી આપી શકો.
અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ ઉપલબ્ધ ન પણ હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા યુદ્ધ સંબંધિત ઘટનાને કારણે કોઈ બીમારી અથવા ઈજા થાય, તો અમારી પૉલિસી મેડિકલ ખર્ચને કવર કરતી નથી.
જો તમને માદક દ્રવ્યોના ઉપયોગને કારણે મેડિકલ સહાયની જરૂર હોય, તો તમારા ક્લેઇમને આ પૉલિસી હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે પહેલેથી હોય તેવી બીમારીઓથી ઉદ્ભવતી કોઈપણ સમસ્યાઓ માટે કવરેજ આપતો નથી. મુસાફરી કરતા પહેલાં હાજર મેડિકલ સમસ્યાઓ માટે અલગ કવરેજ વિકલ્પો તપાસવાની હંમેશા સલાહ આપવામાં આવે છે.
કૉસ્મેટિક સર્જરી અને સ્થૂળતાની સારવાર જેવી વૈકલ્પિક પ્રક્રિયાઓ અમારી પૉલિસી હેઠળ કવર થતી નથી.
માનસિક સ્વાસ્થ્ય મહત્વનું છે, અને જો તમે તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમને ચિકિત્સકની મદદ લેવાનું કહેવામાં આવે છે. જો કે, સ્વયંને પહોંચાડેલું નુકસાન અથવા આત્મહત્યાના પ્રયત્નોના પરિણામે થતા કોઈપણ તબીબી ખર્ચને પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા નથી.
જો તમને એક્સ્ટ્રીમ કે એડવેન્ચર રમતોમાં ભાગ લેતી વખતે ઇજાઓ થાય, તો તેની તબીબી સારવારનો ખર્ચ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતો નથી.
વિદેશમાં અભ્યાસ કરવો એ જીવનનું એક સાહસ છે. તેની સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓ પણ સાથે આવે છે. આમ, વિદેશ જતી વખતે જેની સૌથી વધુ માંગ છે તેવા સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં તમે ઇન્વેસ્ટ કરવા ઇચ્છશો. અને કેમ નહીં, વ્યાપક કવરેજ અણધાર્યા તબીબી ખર્ચાઓ સામે સુરક્ષા પૂરી પાડવાથી લઈને તમારા અંગત સામાનને આવરી લે છે, અને તમને અણધારી પરિસ્થિતિઓમાં તાણ અનુભવ્યા વિના તમારો અભ્યાસ પૂર્ણ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે.
એચડીએફસી અર્ગો તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. અમારું માનવું છે કે જો તમે તૈયાર રહો છો, તો તે અભ્યાસ માટેની મુસાફરી સરળ બનવી અને ખર્ચાળ બનવી તે બે વચ્ચે એક મોટો તફાવત સાબિત થાય છે! ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ધ્યાનમાં લેવા માટેના કેટલાંક કારણો અહીં જણાવેલ છે:
મુખ્ય વિશેષતાઓ | લાભ |
---|---|
કોમ્પ્રિહેન્સિવ કવરેજ | સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ જોખમો સામે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. |
મેડિકલ કવરેજ | સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ સ્વાસ્થ્યને લગતી અચાનક ઉદ્ભવતી સમસ્યાઓ અથવા અકસ્માતોના કિસ્સામાં નિદાન માટેના પરીક્ષણો, હૉસ્પિટલાઇઝેશન અને દાંતની સારવારને પણ કવર કરવામાં આવે છે. |
વ્યક્તિગત જવાબદારી | થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને થતા આકસ્મિક નુકસાન અથવા કોઈ અન્યને ઇજા પહોંચવાને કારણે નોંધપાત્ર ફાઇનાન્શિયલ જવાબદારીઓ ઉદ્ભવી શકે છે. |
પાસપોર્ટ તેમજ ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો | જો તમારો સામાન અથવા પાસપોર્ટ ખોવાઈ જાય અથવા તે મળવામાં વિલંબ થાય, તો ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ આવશ્યક રિપ્લેસમેન્ટના ખર્ચને આવરી લેવામાં આવે છે. |
ઇમરજન્સીના કિસ્સામાં પરિવાર દ્વારા મુલાકાતો | જ્યારે તમે બીમાર હોવ ત્યારે વિદેશમાં એકલા રહેવું એ શારીરિક અને ભાવનાત્મક રીતે મુશ્કેલ હોઈ શકે છે. આવા સમયે, જ્યારે ઇન્શ્યોરન્સ લેનારને એક અઠવાડિયાથી વધુ સમય માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે તેના સ્વજન દ્વારા લેવામાં આવતી મુલાકાત માટે વળતર આપવામાં આવે છે. |
વિના વિક્ષેપ અભ્યાસ | પરિવારિક અથવા તબીબી કારણોસર તમારા અભ્યાસમાં પડતાં વિક્ષેપને તમારી સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. |
સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા વિદેશમાં અભ્યાસ કરવા માંગતા દરેક મહત્વાકાંક્ષી વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
1. જ્યારે તમે જે દેશમાં જઇ રહ્યા છો તે દેશમાં ફરજિયાત હોય ત્યારે
મોટાભાગના દેશોમાં, ઘણીવાર વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. તેવી જ રીતે, કેટલીક યુનિવર્સિટીઓમાં નોંધણી કરાવવા માટે મેડિકલ કવરેજ માટે ઇન્શ્યોરન્સનો પુરાવો રજૂ કરવો જરૂરી હોય છે.
2. જ્યારે તમે મુસાફરીને સુરક્ષિત કરવા માંગો ત્યારે
મુસાફરી દરમિયાન, મુસાફરી શરૂ થતા પહેલા જ વિલંબ થવો અથવા સામાન ખોવાઈ જવો વગેરે જેવી પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડી શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદીને તમે તમે શરૂઆતથી જ આ અવરોધો સામે સુરક્ષિત થઈ શકો છો.
3. જ્યારે તમારા શિક્ષણ દરમિયાન વિક્ષેપની સ્થિતિ ઉભી થાય ત્યારે
બીમારી, રાજકીય અસ્થિરતા અથવા કૌટુંબિક કટોકટી જેવી અણધારી ઘટનાઓને કારણે તમારા અભ્યાસમાં વિક્ષેપ પડી શકે છે. અભ્યાસ માટે ચૂકવેલી ટ્યુશન ફી, કે જે અભ્યાસ વિક્ષેપને કારણે થઈ શકેલ ન હોય, તે ફી નું વળતર તમને યોગ્ય પ્રકારના ઇન્શ્યોરન્સ હેઠળ મળી શકે છે, જે તમને પરિસ્થિતિને સરળતાથી પાર કરવામાં મદદ કરે છે.
4. જ્યારે તમારે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે
વિદેશમાં અદાલતી મુકદ્દમાની સ્થિતિ એક દુઃસ્વપ્ન જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. થર્ડ પાર્ટીને થતા આકસ્મિક નુકસાનને કારણે ઉદ્ભવતી કાયદાકીય જવાબદારીના કિસ્સામાં તમારો સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને મદદરૂપ થાય છે.
5. જ્યારે તમે માતાપિતા માટે માનસિક શાંતિ સુનિશ્ચિત કરવા ઇચ્છો છો ત્યારે
અણધારી પરિસ્થિતિઓમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે, અને તેવા સમયે માતાપિતા આશ્વસ્ત રહી શકે છે કે જો મુશ્કેલ પરિસ્થિતિ ઉદ્ભવે તો તેમના બાળકની સંભાળ લેવામાં આવશે.
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે પણ તમારી અભ્યાસ માટેની વિદેશ યાત્રા દરમિયાન ફાઇનાન્શિયલ અથવા શારીરિક જોખમની સંભાવના રહેલી હોય ત્યારે ભારતમાંથી સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે.
જો તમે હજુ પણ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે અભ્યાસના તે સ્થળ વિશે માહિતી મેળવ્યા બાદ નિર્ણય લેવો જરૂરી છે. તે ઉપરાંત, વિશ્વભરની મોટાભાગની કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા સ્ટુડન્ટ મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત બનાવવામાં આવેલ છે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
શું તમે તમારું અમેરિકાનું સપનું સાકાર કરવા માંગો છો? તો અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો તે પણ ચોક્કસપણે તમારી સૂચિમાં હશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને શિકાગો યુનિવર્સિટી જેવી સંસ્થાઓ તમારા શિક્ષણ અને કારકિર્દીને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં જર્મનીની ઘણી યુનિવર્સિટીઓ વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે. અન્ય ઘણા દેશોની તુલનામાં, જર્મનીમાં ઓછા ખર્ચે શૈક્ષણિક કાર્યક્રમો અને વ્યાવસાયિક તકો ઉપલબ્ધ છે.
ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવવા માટે સ્પેનને ખરેખર એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. વિવિધ વિષયો અંગેના તથા વાજબી ખર્ચે ઉપલબ્ધ કાર્યક્રમો માટે જાણીતી સંસ્થાઓ, જેવી કે યુનિવર્સિતાત ઓતોનોમા દ બાર્સેલોના, યુનિવર્સિતાત દ બાર્સેલોના અને કોમ્પલુટેન્સ યુનિવર્સિટી ઓફ મેડ્રિડ ઘણા લોકો માટે આકર્ષક વિકલ્પો પૂરાં પાડે છે.
મેલબોર્ન યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી અને સિડની યુનિવર્સિટી જેવી તેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ માટે જાણીતી, તેમના શૈક્ષણિક કાર્યક્રમો અને અભ્યાસ પછીના પ્લેસમેન્ટ માટે જાણીતી છે. ઓસ્ટ્રેલિયામાં વિવિધ સંસ્કૃતિઓના લોકો વસવાટ કરે છે, અને વિઝાને લગતી તેની નીતિઓ ખૂબ અનુકૂળ છે.
યુકે ઘણાં સમયથી આંતરરાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે. ઑક્સફોર્ડ, કેમ્બ્રિજ, યુનિવર્સિટી કૉલેજ લંડન અને યુનિવર્સિટી ઑફ એડિનબર્ગ જેવી વિશ્વ-સ્તરીય યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો એ ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હોય છે.
સિંગાપુર સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવો તથા શ્રેષ્ઠ શિક્ષણનો સમન્વય ધરાવે છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર અને નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી કેટલાક પ્રખ્યાત વિકલ્પો છે.
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે અરજી કરવા માટેની પાત્રતાના માપદંડ સીધા અને સરળ છે જે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. સામાન્ય રીતે, 16 થી 35 વર્ષની વય જૂથનો ભારતીય વિદ્યાર્થી સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે. પસંદ કરેલ પૉલિસીના પ્રકાર અનુસાર પૉલિસીની અવધિ 30 દિવસથી 2 વર્ષની હોઇ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલા કોઈ તબીબી પરીક્ષણની જરૂર હોતી નથી.
નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો
અહીં કેટલાક દેશો છે જ્યાં વિદેશીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે: આ એક સૂચક સૂચિ છે. ટ્રાવેલ કરતા પહેલાં દરેક દેશની વિઝાની જરૂરિયાતને સ્વતંત્ર રીતે તપાસવાની સલાહ આપવામાં આવે છે.
સ્ત્રોત: VisaGuide.World
વિદેશમાં અભ્યાસ માટે જવાની યોજના બનાવતા 16 થી 35 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓ પૉલિસી ખરીદી શકે છે.
હા, પૉલિસી 30 દિવસથી 2 વર્ષ સુધીનું વિશ્વવ્યાપી કવર પ્રદાન કરે છે.
આ કવરેજ પૉલિસીના સંપૂર્ણ સમયગાળા માટે છે.
ના. તમારી પૉલિસીની શરૂઆતની તારીખ અને ખરીદીની તારીખ, તમારી યાત્રા શરૂ થયાની તારીખ પછીની ન હોઈ શકે.
હા, જો તમે પહેલેથી હોય તેવી બિમારી વિશે જાણ કરો છો તેવા કિસ્સામાં તમે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. જો કે, પૉલિસીમાં પહેલેથી હોય તેવી બિમારીનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.
સ્પોન્સરના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, બાકીની અવધિ માટેનો ટ્યુશનનો સમયગાળો પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત મહત્તમ લિમિટ સુધી ભરપાઈ કરવામાં આવશે.
જો ઈજા કે માંદગીને કારણે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાને કારણે કે સ્પોન્સરના આકસ્મિક મૃત્યુના કારણે તમારો બાકીના સત્રનો અભ્યાસ થઈ શકતો નથી તો શૈક્ષણિક સંસ્થાને ચૂકવવામાં આવેલી એડવાન્સ ટ્યુશન ફી વાસ્તવિક રિફંડ બાદ કરીને ચૂકવવામાં આવશે.
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિને સતત 7 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં છે અને તેની સંભાળ રાખી શકે તેવી કોઈ પુખ્ત વ્યક્તિ તેમની સાથે નથી, તો કંપની દ્વારા તેના પરિવારના એક સભ્ય માટે આવવા-જવાની ઇકોનોમી ક્લાસની એર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવશે. આ અમારા પેનલ ડૉક્ટરની પુષ્ટિ પર નિર્ભર કરે છે કે એક માણસે તેમની સાથે રોકાવાની જરૂર છે કે કેમ.
તમે પ્રારંભિક પૉલિસીની શરૂઆતની તારીખથી 2 વર્ષ સુધી બહુવિધ રીતે પૉલિસીને લંબાવી શકો છો.