કોર્પોરેટ સોશિઅલ ઇનિશિયેટિવ - સામાજિક બદલાવને સશક્ત બનાવવું

એચડીએફસી અર્ગો સમુદાયની આર્થિક પ્રગતિમાં મોટા પાયે સક્રિયપણે ફાળો આપે છે. અમે સામાજિક બદલાવને સશક્ત બનાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને એક ટકાઉ વાતાવરણ ઊભું કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. અમારા તમામ હિતધારકો જેમ કે ગ્રાહકો, બિઝનેસ પાર્ટનર્સ, રિ-ઇન્શ્યોરર્સ, શેરધારકો, કર્મચારીઓ અને સમાજ, તેમના હિતને ધ્યાનમાં રાખીને અમે અમારા વ્યાપારી નિર્ણયોમાં SEED ની અમારી ફિલસૂફી એટલે કે સંવેદનશીલતા, ઉત્કૃષ્ટતા, નૈતિકતા અને ગતિશીલતાને સક્રિયપણે સામેલ કરીએ છીએ. આ પહેલ પાછળનો એકમાત્ર હેતુ લાખો ચહેરાઓ પર સ્મિત લાવવાનો છે.

ગાંવ મેરા પ્રોગ્રામ (ગ્રામીણ શિક્ષણને પ્રોત્સાહન આપવાની એક પહેલ)

અમારી CSR પ્રવૃત્તિના કેન્દ્રમાં "ગાંવ મેરા" નામની અમારી પ્રમુખ પહેલ છે જેનો હેતુ પસંદગીના ગામોમાં શિક્ષણ અને સ્વચ્છતાની વર્તમાન સ્થિતિમાં સુધારો કરવાનો છે.


શિક્ષણ અને ગ્રામીણ વિકાસ


એવું કહેવાય છે કે શાળા એ બાળકો માટે ઘરથી દૂર બીજા ઘર જેવુ હોય છે. કેટલીક સરકારી શાળાઓમાં પાણી, વીજળી કે ચોખ્ખાઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તેવી અસ્વચ્છ અને જર્જરિત સ્થિતિમાં હોવાની શક્યતા છે. કેટલીક સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય, પુસ્તકાલયો ઉપલબ્ધ નથી, અને મોટા ભાગની શાળાઓમાં કૉમ્પ્યુટર લેબ પણ ઉપલબ્ધ નથી.


આ અસમાનતા દૂર કરવા, એચડીએફસી અર્ગોનો “ગાંવ મેરા” પ્રોગ્રામનો ઉદ્દેશ ટકાઉ શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર ધ્યાન આપવાનો છે. શિક્ષણના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ને સંબોધવા માટે કંપનીએ ગ્રામીણ ભારતમાં સરકારી શાળાઓના પુનઃનિર્માણ દ્વારા ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં રોકાણ કર્યું છે. નવનિર્મિત શાળાઓને ‘બિલ્ડિંગ એઝ લર્નિંગ એઇડ’ પ્રકારે બનાવવામાં આવી છે (BaLA માર્ગદર્શિકા). આ એક ઇનોવેટિવ વિચાર છે જેનો ઉદ્દેશ્ય શિક્ષણ માટે બાળકો માટે મૈત્રીપૂર્ણ અને મનોરંજન-આધારિત ભૌતિક વાતાવરણ વિકસાવીને શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવાનો છે. ક્લાસરૂમોમાં પૂરતા હવા-ઉજાસ હોય તે અમે સુનિશ્ચિત કરીએ છીએ. નવનિર્મિત શાળાઓમાં બેન્ચ, ડેસ્ક, ગ્રીન બોર્ડ, રસોડું, ભોજનની સુવિધા, પુસ્તકાલય અને કોમ્પ્યુટર રૂમ છે.

ગાંવ મેરા પ્રોગ્રામ: શાળાઓના રીડેવલપમેન્ટની પહેલ પર એક નજર

com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
મચલા ચોપડા ગામ જલગાંવ, મહારાષ્ટ્ર ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
મચલા ચોપડા ગામ જલગાંવ, મહારાષ્ટ્ર ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
રમન ગામ, કુલ્લુ, હિમાચલ પ્રદેશ ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
રમન ગામ, કુલ્લુ, હિમાચલ પ્રદેશ ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
સરસાઈ ગામ, કુલ્લુ જિલ્લો, હિમાચલ પ્રદેશ ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
સરસાઈ ગામ, કુલ્લુ જિલ્લો, હિમાચલ પ્રદેશ ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
ટન્ડિયા ગામ, વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
ટન્ડિયા ગામ, વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
આગ્રાહરમ, અનંતપુર, આંધ્ર પ્રદેશ ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
આગ્રાહરમ, અનંતપુર, આંધ્ર પ્રદેશ ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
કોલંબા ચોપડા ગામ, જલગાંવ, મહારાષ્ટ્ર ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
કોલંબા ચોપડા ગામ, જલગાંવ, મહારાષ્ટ્ર ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
ગડેવાડી, સતારા, મહારાષ્ટ્ર ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
ગડેવાડી, સતારા, મહારાષ્ટ્ર ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
પંડિયાપાથર, ગંજમ, ઓડિશા ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
પંડિયાપાથર, ગંજમ, ઓડિશા ખાતેની શાળા
com-pre
ડેવલપમેન્ટ પહેલાં:
સિંગનેરી તિરુનેલવેલી, તમિલનાડુ ખાતેની શાળા
com-pre
com-pre
ડેવલપમેન્ટ પછી:
સિંગનેરી તિરુનેલવેલી, તમિલનાડુ ખાતેની શાળા

અમારું કાર્ય: જીવન બહેતર બનાવવા માટે ફાળો આપવો

 

અમારું કાર્ય: લોકોના બહેતર જીવન માટે સાથે મળીને વધુ મજબૂત કામ કરવું અને જીવન બદલવું

 

અમે 10 રાજ્યોમાં પહોંચીને ત્યાંના ગ્રામીણ વિસ્તારોમાં બાળકો માટે શાળાઓનું નવનિર્માણ કરાવ્યું છે

અન્ય પહેલ

 

કોવિડ 19 પ્રતિસાદ


  • બ્રિહન્મુંબઈ નગરપાલિકા કોર્પોરેશન (BMC) સંચાલિત નાયર હોસ્પિટલને N95 રેસ્પિરેટર્સ પ્રદાન કર્યા.

  • મુંબઈ પોલીસને કોટન માસ્ક અને સેનિટાઇઝર્સનું વિતરણ કર્યું.

  • દિલ્હી અને ગુડગાંવમાં હોસ્પિટલોને વેન્ટિલેટર્સ પ્રદાન કર્યા.

  • મુંબઈમાં 1000 વંચિત પરિવારો કે જેમણે કોવિડ 19 ને કારણે તેમની આજીવિકા ગુમાવી દીધી હતી, તેમને રેશન કિટનું વિતરણ

  • આસામના રોમારી, ચિરંગ જિલ્લાના 5,000 આદિવાસી બાળકોને ધોઈ શકાય તેવા કૉટન માસ્કનું વિતરણ.

શિક્ષણ


  • શિષ્યવૃત્તિ અને સ્કિલ-બિલ્ડિંગ ઇન્ટરવેન્શન દ્વારા એન્જિનિયરિંગ કરવા માટે 28 મહિલા વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડી, જેને કારણે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શક્યા.

  • કર્ણાટકના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની 10 કન્યાઓના શિક્ષણનો ખર્ચ ઉપાડયો

  • સરસ્વતી એજ્યુકેશન સોસાયટી સ્કૂલ, માહિમના બે માળ સાઉન્ડ પ્રૂફ કરેલ છે. આમ વાતાવરણ અભ્યાસ માટે વધુ અનુકૂળ બનવાથી 1,200 કરતાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળ્યો.

  • E3 એજ્યુકેશન ટ્રસ્ટને સ્કૂલ બસનું દાન.

  • કેરળમાં જરૂરી વિદ્યાર્થીઓને 451 સાઇકલનું વિતરણ


આરોગ્ય માવજત કે તકેદારી


  • બૌદ્ધિક રીતે નિષ્ક્રિય વયસ્કોને તેમના સારવાર, તાલીમ અને પુનર્વસન માટે સહાય.

  • એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા અને જન્મજાત હૃદયના રોગોથી પીડિત બાળકો માટે તબીબી સારવારનો ખર્ચ.

  • આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને કોકલિયર ટ્રાન્સપ્લાન્ટ માટે યોગદાન.

  • ગ્રામીણ ભારતમાં 2 વર્ષ માટે વાર્ષિક 10,000 કન્યાઓને સેનિટરી નેપકિન્સ પૂરા પાડયા.

  • પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં રહેતા ગ્રામજનો માટે આંખની તપાસ હાથ ધરવામાં આવી. જેમને આર્થિક રીતે ન પોસાતું હોય તેમના માટે મોતિયાની શસ્ત્રક્રિયા માટે આર્થિક સહાય પૂરી પાડી.

  • પુલવામા (જમ્મુ કાશ્મીર)માં નિદાન માટેના સાધનો પૂરા પાડીને સામુદાયિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કર્યું

  • મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં 15 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ઊભા કર્યા.

  • મુંબઈ હૉસ્પિટલમાં હાઇ-એન્ડ ટ્યુબરક્યુલોસિસ ડિટેક્શન અને કંટ્રોલ ઇક્વિપમેન્ટ પ્રદાન કરીને અપગ્રેડ કરેલ પેથોલોજી લેબોરેટરી.


આપત્તિમાં રાહત


  • કોલ્હાપુરમાં આવેલ પૂરમાં ખરાબ રીતે પ્રભાવિત 4 ગામોના 500 પરિવારોને વાસણોની કિટનું વિતરણ

  • અમારા ડ્રાઉટ મિટીગેશન પ્રોગ્રામ દ્વારા મહારાષ્ટ્રના બીડ જિલ્લાના 14 ગામોના 3,144થી વધુ પરિવારોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

  • જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના 4 ગામોમાં ભારે હિમવર્ષા બાદ સૌર લાઇટ પૂરી પાડવામાં આવી.

અન્ય અગત્યની પહેલ


  • વંચિત બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવ્યું.

  • દિલ્હીની 8 સરકારી શાળાઓમાં 10,000 પ્રદૂષણ માસ્ક વિતરિત કર્યા.

  • માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન કમ્યુનિટી માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું.

  • મુંબઈ ટ્રાફિક પોલીસને 5,000 રેઈનકોટ વિતરિત કર્યા.

  • મુંબઈમાં 3 ટ્રાફિક આઇલેન્ડ ખાતે વૃક્ષારોપણ અને બ્યુટીફિકેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી.

  • પૂણેમાં અવાજ અને વાયુ પ્રદૂષણ માટે પર્યાવરણીય વેધશાળા સ્થાપવા માટે એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એસોસિએશનને સમર્થન.

  • 750 વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ.

  • મસાલાની ખેતી અને ડેરી વિકાસ પર વ્યાવસાયિક તાલીમનું આયોજન.



ઉપરોક્ત પ્રવૃત્તિઓ ઉપરાંત અમારા કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે કેટલીક પહેલ કરવામાં આવી હતી.

Quarantine Process
કર્મચારીઓ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું

અમારા કર્મચારીઓએ કોસ્મિક ડિવાઇન સોસાયટી સાથે મુંબઈમાં વંચિત બાળકોને પૌષ્ટિક ભોજન પીરસવાની સ્વૈચ્છિક સેવા આપી.

Self Insolation
કર્મચારીઓએ આંખના સ્વાસ્થ્ય કેમ્પમાં ભાગ લીધો

ચેન્નઈ, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, બેંગલોર અને ચંડીગઢમાં આયોજિત આંખના સ્વાસ્થ્ય કેમ્પોમાં કર્મચારીઓ સ્વૈચ્છિક ભાગ લીધો. આંખના કેમ્પના ભાગ રૂપે ગ્રામીણ લોકોને મોતિયા, ગ્લુકોમા, ડાયાબિટીક રેટિનોપેથી, રેટિનલ ડિસઓર્ડર અને અન્ય આંખના રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા.


Social Distancing
કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક શ્રમદાન

એચડીએફસી અર્ગોના કર્મચારીઓ દ્વારા પુણેના ગરાડે ગામમાં વૉટરશેડ બનાવવા માટે HT પારેખ ફાઉન્ડેશન તથા પાની ફાઉન્ડેશન સાથે સ્વૈચ્છિક શ્રમદાન. સ્વયંસેવકો દ્વારા 03 કમ્પાર્ટમેન્ટ બંધ બાંધવામાં આવ્યા જે એક સાથે લગભગ 30,000 લિટર પાણીનું વહન કરી શકે છે અને કુલ 1,45,000 લિટર પાણીની ક્ષમતા ધરાવે છે.


અમારા CSR પાર્ટનર્સ વિશે

ચેરિટીઝ એઇડ ફાઉન્ડેશન (CAF) ઇન્ડિયા
ચેરિટીઝ એઈડ ફાઉન્ડેશન (CAF) ઈન્ડિયા એ 1998 માં સ્થપાયેલ એક નોંધાયેલ, નોન-પ્રોફિટ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે કોર્પોરેટ, વ્યક્તિઓ અને NGO ને તેમના ફિલાન્થ્રૉપિક અને CSR રોકાણો વધુ અસરકારક બને તે સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક અને મેનેજમેન્ટ સપોર્ટ પ્રદાન કરે છે. CAF ઈન્ડિયા એ ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ભારત, રશિયા, દક્ષિણ આફ્રિકા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સહિત નવ દેશોમાં ઑફિસ ધરાવતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભાગ છે. તે વિશ્વભરના 90 થી વધુ દેશોને ભંડોળ વિતરિત કરે છે. CAF ઈન્ડિયા તેના નિષ્ણાતોની સમર્પિત ટીમ સાથે 'ગીવિંગ'ને આગળ વધારવા માટે ડેવલપમેન્ટ ક્ષેત્રનું જ્ઞાન અને અનુભવ પૂરો પાડે છે.
યુવા અનસ્ટૉપેબલ
યુવા અનસ્ટૉપેબલ એ નોન-પ્રોફિટેબલ અને રજીસ્ટર થયેલી સંસ્થા છે, જેમનો ઉદ્દેશ સમાજના એકદમ નીચેના સ્તરના બાળકોના જીવનમાં તફાવત લાવવાનો છે. ટોચના 100 કોર્પોરેટ સાથે ભાગીદારી દ્વારા તેઓ બાળકોને શ્રેષ્ઠતા, ખુશીની શોધ અને નાની નાની બાબતો વિશે જાગૃતિ માટે પ્રેરણા આપવાનું કાર્ય કરે છે. 2005 માં અમિતાભ શાહ દ્વારા સહ-સ્થાપિત, યુવા અનસ્ટૉપેબલની શરૂઆત વીસ વર્ષ પહેલાં સદ્વ્યવહાર ફેલાવવાનું જોમ ધરાવતા ઉત્સાહી વ્યક્તિઓના સમૂહ તરીકે થઈ હતી. આજે દેશના લગભગ 14 રાજ્યોની 1500 સરકારી શાળાઓમાં 6 લાખથી વધુ બાળકોને પ્રભાવિત કરવા માટે 1.5 લાખથી વધુ યુવા એમ્બેસેડર, ચેન્જ મેકર્સ અને સ્માર્ટરિયન સ્વયંસેવકો તેની સાથે જોડાયેલા છે.
વિઝન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા
ભારતમાંથી અંધાપો દૂર કરવાની તત્પરતા ધરાવતા ડૉ. કુલિન કોઠારી દ્વારા 1994માં વિઝન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા (VFI) ની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા સાજા કરી શકાય તેવા અંધાપાને દૂર કરવા માટે મે 2020 સુધી 4,87,537 સર્જરીઓ કરવામાં આવી હતી. તે દિવસથી VFI ભારતના તમામ પ્રદેશોમાં નિરાધાર, ખાસ કરીને સમાજના માર્જિનલાઇઝ્ડ વર્ગોને સારવાર પૂરી પાડે છે. વિઝન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા આવી વ્યક્તિઓને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોના સ્ટેટ દ્વારા મફતમાં આંખની તપાસ કરાવે છે. તે માને છે કે પૈસાનો અભાવે દ્રષ્ટિ નબળી થવી કે ગુમાવવી તેમ ક્યારેય ન બનવું જોઈએ.
ADHAR - માનસિક રીતે વિકલાંગ બાળકોના માતાપિતાનું એસોસિએશન
ADHAR એ માનસિક રીતે વિકલાંગ બાળકોના માતા-પિતાનું સંગઠન છે, જે આવા વિશેષ બાળકોના માતા-પિતાને લાઇફટાઇમ કેર, રિહેબિલિટેશન અને રેસિડેન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સહાય પૂરી પાડીને શારીરિક, માનસિક અને નાણાકીય સહાય પૂરી પાડે છે. વર્ષ 1990 માં, સ્વ.શ્રી એમ.જી. ગૌરના નેતૃત્વમાં લગભગ 25 જેટલાં વિશેષ બાળકોના માતા-પિતા એકઠા થયા અને તેમના બાળકો સંબંધિત ચિંતાઓના કાયમી ઉકેલ માટે પ્રયાસ શરૂ કર્યા. આજે તેઓ મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો, ફિઝિયોથેરાપિસ્ટ, વ્યવસાયિક ચિકિત્સકો, તબીબી અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ, વિશેષ શિક્ષકો અને સંભાળ રાખનારા જેવા નિષ્ણાતોની મદદથી 325 વિશેષ પુખ્ત વયના બાળકોને મદદ કરે છે.
જેનેસિસ ફાઉન્ડેશન
સારવાર માટે ભંડોળના અભાવને કારણે કોઈ બાળક મરવું જોઈએ નહીં એવા એક સરળ વિચારથી જેની સ્થાપના કરવામાં આવી હતી કે જેનેસિસ ફાઉન્ડેશન (GF) એ નોટ-ફોર-પ્રોફિટ સંસ્થા છે. GF એ CHDથી ગંભીર રીતે પીડિત બાળકોને માટે તબીબી સારવારની સુવિધા આપે છે. જરૂરી સહાયમાં વિશિષ્ટ શસ્ત્રક્રિયાઓ (નવજાત સહિત), કેથ લેબ ઇન્ટરવેન્શન, શસ્ત્રક્રિયા પછી રીકવરી અને રેક્યુપરેશન શામેલ છે. ફાઉન્ડેશન દ્વારા સમર્થિત બાળકો દર મહિને ₹10,000સુધીની આવક ધરાવતા પરિવારોમાંથી આવે છે.. GF PAN નંબર AAATG5176H સાથે આવકવેરા કાયદાની કલમ 12-A અને કલમ 80-G હેઠળ નોંધાયેલ છે.. તે વિદેશી દાન સ્વીકારવા માટે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, 1976 (FCRA) હેઠળ પણ નોંધણી નંબર 172270037 સાથે નોંધાયેલ છે.
લીલા પૂનાવાલા ફાઉન્ડેશન
લીલા પૂનાવાલા ફાઉન્ડેશન (ફાઉન્ડેશન) ની સ્થાપના 1995માં સામાજિક અને આર્થિક રીતે વંચિત મહિલાઓને સક્ષમ કરવાના વિઝન સાથે કરવામાં આવી હતી. તે તેમને વ્યાવસાયિક ડિગ્રી મેળવવામાં મદદ કરે છે, જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. તેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને લિંગ સમાનતાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લક્ષ્યમાં યોગદાન આપે છે. સ્થાપના પછી, આ ફાઉન્ડેશનમાં આશરે ₹78 કરોડની શિષ્યવૃત્તિઓ સાથે 8500 થી વધુ કન્યાઓને સહાય આપવામાં આવી છે. આ ફાઉન્ડેશન અન્ડરપ્રિવિલેજ્ડ કન્યાઓને શાળાનું શિક્ષણ, સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ માટે જરૂરિયાત અને યોગ્યતાના આધારે શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. આ ફાઉન્ડેશન પુણે, અમરાવતી, વર્ધા અને નાગપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય આપે છે.
રે ઑફ લાઇટ ફાઉન્ડેશન
રે ઓફ લાઈટ ફાઉન્ડેશનની સ્થાપના 2002માં કરવામાં આવી હતી જે બાળકોને આ કાર્યક્રમમાં દત્તક લે છે અને બાળકનો જીવ બચાવવા સારવાર પૂરી પાડે છે. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 12AA હેઠળ રે ઓફ લાઇટ ફાઉન્ડેશન જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે.
સોસાયટી ફોર રિહેબિલિટેશન ઑફ ક્રિપલ્ડ ચિલ્ડ્રન (SRCC)
SRCC હૉસ્પિટલ મુંબઈમાં સ્થિત છે અને તે પાછલા અઢી વર્ષોથી નારાયણ સ્વાસ્થ્ય દ્વારા સંચાલિત છે. SRCC બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 હેઠળ જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે. ઉત્સાહી સ્વયંસેવકોના એક જૂથ દ્વારા 1947માં પોલિયોમેલિટિસથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે ડૉક્ટરના વેટિંગ રૂમમાં એક નાનું ક્લિનિક શરૂ કરવામાં આવ્યું. SRCC એ ક્લિનિક અથવા હોસ્પિટલ જેવી યોગ્ય તબીબી સુવિધામાં બાળકોની સંભાળ લઈને નિદાન અને સારવારનું આયોજન કરવાના તેના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે. SRCC સારું સ્વાસ્થ્ય, આશા અને ખુશી ફેલાવી રહ્યું છે. તેઓએ તેના બાળ વિકાસ કેન્દ્રમાંથી હજારોથી બાળકોની મદદ કરી છે.
CSC એકેડમી
CSC એકેડમી એ સોસાયટી નોંધણી અધિનિયમ 1860 હેઠળ એક સોસાયટી છે, જે દિલ્હી યુનિયનને લાગુ પડે છે. તેઓ શીખનારાઓ, ખાસ કરીને ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો માટે ક્ષમતા, સ્કિલ-અપગ્રેડેશન, શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. કોમન સર્વિસિસ સેન્ટરના અન્ય હિસ્સેદારો માહિતી અને સંચાર ટેકનોલોજી, ડિલિવરી ફ્રેમવર્ક અને શિક્ષણના વ્યાપક ઉપયોગ દ્વારા લાભ મેળવે છે. તેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો/તાલીમ કાર્યક્રમો પૂરા પાડે છે. CSC સમગ્ર ભારતમાં, ખાસ કરીને ગ્રામીણ અને દૂર-અંતરિયાળ પ્રદેશોમાં શીખનારાઓ માટે મોટા પાયે ઈ-લર્નિંગની તકો ઊભી કરવા માટે ઑનલાઇન લર્નિંગ વાતાવરણ વિકસાવે છે, જાળવે છે અને સપોર્ટ આપે છે.
કોસ્મિક ડિવાઇન સોસાયટી
કોસ્મિક ડિવાઇન સોસાયટી એક રજિસ્ટર્ડ વેલફેર સોસાયટી છે જે અન્ન માટે સંઘર્ષ કરી રહેલા બાળકોને બચાવવા માટેના એક મિશન સાથે શરૂ કરવામાં આવી હતી. તે "ભોજનના સંકટને દૂર કરવા" અને સામાજિક સ્તરે મોટી અસર ઊભી કરવા માટે ભારતમાંથી સામાજિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક રીતે ભૂખમરા માટેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એકીકૃત પ્રયાસો કરી રહી છે. સોસાયટી તેમની મોબાઇલ વાન દ્વારા દરરોજ નિયમિતપણે, પોષણયુક્ત, જમવા માટે તૈયાર મધ્યાહન ભોજન સીધું બાળકોના ઘર પર પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરે છે.

 

પ્રશંસાપત્રો

Expert Image
અતુલ ગુજરાતી, હેડ, મોટર ક્લેઇમ્સ
ગાંવ મેરા પ્રોગ્રામ હેઠળ, મેં મહારાષ્ટ્રના જલગાંવના કોલંબા અને મચલા ગામોને નામાંકિત કર્યા. એચડીએફસી અર્ગો દ્વારા શાળાઓના પુનર્વિકાસ માટેના સમર્પણને કારણે પરિસ્થિતિ વધુ સારી બની છે. મારી દ્રષ્ટિએ આ ગ્રામ વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટું યોગદાન છે.
Expert Image
નીલાંચલા ગૌડા, સરપંચ- પંડિયાપાથર ગંજમ ઓડિશા
હું એચડીએફસી અર્ગો અને શાળાના બાંધકામમાં જોડાયેલા સભ્યોનો આભાર માનું છું. ગ્રામવાસીઓ વતી હું નિષ્ઠાપૂર્વક આભાર માનું છું અને આદર વ્યક્ત કરું છું.
Expert Image
હેડ માસ્ટર, બાયામના પાંડા, જય દુર્ગા સ્કૂલ ઓડિશા
હું પંડિયાપાથરમાં મારા શાળાનો પુન:વિકાસ કરવા બદલ એચડીએફસી અર્ગોનો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું. "ગાંવ મેરા" સ્કૂલ રિકન્સ્ટ્રક્શન પ્રોગ્રામ હેઠળ એચડીએફસી અર્ગો દ્વારા આ નવનિર્માણ શહેરી અને ગ્રામીણ તેમજ સમૃદ્ધ અને ગરીબ વિદ્યાર્થીઓના વચ્ચેના અંતરને દૂર કરે છે.
Expert Image
અશોક આચારી, મેનેજર રિટેલ ઓપરેશન્સ મુંબઈ
ફેબ્રુઆરી 2020માં મારા ગામ - પાંડિયાપાથરમાં હાથ ધરવામાં આવેલી ગાંવ મેરા CSR પહેલને પરિણામે ગામના લોકો પર ખૂબ જ અસર થઈ છે. મારા ગામમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તક આપવા બદલ હું એચડીએફસી અર્ગો ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
Expert Image
પિયુશ સિંહ, સીનિયર મેનેજર - ગ્રામીણ અને કૃષિ વ્યવસાય, લખનૌ
ગાંવ મેરા પહેલ હેઠળ મેં યુપીમાં મારા ગામ તંડિયા વારાણસીને નામાંકિત નામાંકન કર્યું અને એચડીએફસી અર્ગો દ્વારા મારા નામાંકનને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું અને મારા ગામની પ્રાથમિક શાળાનો પુનઃવિકાસ કરવામાં આવ્યો. અમારી પ્રાથમિક શાળાના પુનઃવિકાસમાં ભાગ ભજવીને મને ખૂબ જ સંતોષ અને આનંદ મળે છે.
Expert Image
રાઘવેંદ્ર કે, આસિસ્ટન્ટ મેનેજર - કોર્પોરેટ ક્લેઇમ્સ, બેંગલુરુ
ગાંવ મેરા પહેલ દ્વારા મારા જન્મસ્થળ અગ્રાહરમ, અનંતપુરમુ, આંધ્રપ્રદેશ માટે હું કંઈક અર્થપૂર્ણ કરી શક્યો. આ કાર્યક્રમ હેઠળ એક શાળાનો પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો જે હવે નવી શાળા જેવી દેખાય છે.

અમારા સંપર્કમાં રહો

એચડીએફસી અર્ગો CSR પહેલ સંબંધિત પ્રશ્નો, સૂચનો અને પ્રતિસાદ માટે, અમને અહીં લખો: csr.initiative@hdfcergo.com

 
એવૉર્ડ અને સન્માન
x