#1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમર

અમારા કોમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પ્લાન જુઓ

Passenger Carrying Vehicle Insurance
પેસેન્જર કૅરીઇંગ વ્હીકલ ઇન્શ્યોરન્સ

તમારું મજબૂત મશીન દરરોજ સેંકડો મુસાફરોને મુસાફરી કરાવે છે. એચડીએફસી અર્ગો સાથે તેને સુરક્ષિત કરો અને આ મુસાફરીને ક્યારેય અટકવા દેશો નહીં.

Goods Carrying Vehicle Insurance
ગુડ્સ કૅરીઇંગ વ્હીકલ ઇન્શ્યોરન્સ

દેશભરમાં માલ સંચાલન કરતી વખતે, કોઈપણ ફાઇનાન્શિયલ નુકસાન મુસાફરીમાં વિક્ષેપ કરી શકે છે. એક સરળ બિઝનેસ માટે, એચડીએફસી અર્ગો સાથે વાહનને સુરક્ષિત કરો.

Mis-D (Tractor Insurance
મિસ-D (ટ્રૅક્ટર ઇન્શ્યોરન્સ)

વાસ્તવિક ભારે વજનનાં કોમર્શિયલ વાહનોને રસ્તાઓ માટે પ્રતિબદ્ધ રહેવા અતિરિક્ત કાળજીની જરૂર છે. શું તમે તે પ્રદાન કરો છો? અમે, એચડીએફસી અર્ગો પર, કરીએ છીએ.


એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

કોમર્શિયલ ઇન્શ્યોરન્સની તુલના

  થર્ડ પાર્ટીકોમ્પ્રિહેન્સિવ
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન  
ઓન ડેમેજ  
ચોરી  
આગ ને કારણે નુકસાન  
કુદરતી કારણોને કારણે નુકસાન  
પર્સનલ એક્સિડેન્ટ કવરવૈકલ્પિકવૈકલ્પિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ નુકસાન, આગ, ચોરી, ભૂકંપ વગેરેની અસર સામે તમારા વાહનને સુરક્ષા પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે મૃત્યુ, શારીરિક ઈજા અને થર્ડ પાર્ટીની સંપત્તિના નુકસાનના સંદર્ભમાં કોઈપણ થર્ડ પાર્ટીની જવાબદારી સામે કવર પ્રદાન કરે છે.
કાયદા મુજબ, ફક્ત થર્ડ પાર્ટીની જવાબદારીની પૉલિસી જરૂરી છે જેના વિના કોઈપણ વ્યક્તિ રસ્તા પર વાહનનો ઉપયોગ કરી શકતો નથી. જોકે, ફક્ત થર્ડ પાર્ટીની જવાબદારીની પૉલિસી હેઠળ, આગ, ચોરી, ભૂકંપ, આતંકવાદ વગેરેને કારણે તમારા વાહનને થયેલા કોઈપણ નુકસાનને કવર કરી લેવામાં આવતું નથી અને તેના પરિણામે મોટું ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે છે. તેથી, કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે થર્ડ પાર્ટીની જવાબદારી સામે સુરક્ષા સાથે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે.
બે પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી હોય છે - કોમ્પ્રિહેન્સિવ અને લાયબિલિટી ઓન્લી પૉલિસી.
હા, મોટર વાહન અધિનિયમ એ જણાવે છે કે રસ્તા પર ચાલતું દરેક મોટર વાહન ઓછામાં ઓછા લાયબિલિટી પૉલિસીથી ઇન્શ્યોર્ડ હોવું જોઈએ.

ખૂબ જ સરળતાથી, તે ક્લેઇમ-મુક્ત વર્ષ પછી તમારી પૉલિસીને રિન્યુ કરતી વખતે ચુકવવાપાત્ર પોતાના નુકસાનના પ્રીમિયમમાં મળતી છૂટ છે. તે કાળજીપૂર્વક ચલાવવા અને અકસ્માતોને ટાળવા માટે મળતું પ્રોત્સાહન છે.

 

તમામ પ્રકારના વાહનોપોતાના નુકસાનના પ્રીમિયમ પર છૂટના %
જો ઇન્શ્યોરન્સના અગાઉના સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય કે કોઈ ક્લેઇમ બાકી ન હોય તો20%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 2 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો25%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 3 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો35%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 4 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો45%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 5 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો50%
અગાઉની પૉલિસીની સમાપ્તિ તારીખથી 90 દિવસ સુધી નો ક્લેઇમ બોનસ માન્ય છે. જો પૉલિસી 90 દિવસની અંદર રિન્યુ કરવામાં ન આવે, તો નો-ક્લેઇમ બોનસ 0% થઈ જશે અને રિન્યુ કરેલી પૉલિસી પર કોઈ લાભ મળશે નહીં.

વાહનની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) 'સમ ઇન્શ્યોર્ડ' માનવામાં આવશે અને તે દરેક વીમાકૃત વાહન માટે દરેક પૉલિસી અવધિ શરૂ થવા પર નિર્ધારિત કરવામાં આવશે.
વાહનની IDV બ્રાન્ડની ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત અને ઇન્શ્યોરન્સ/ રિન્યુઅલના સમયે ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત વાહનના મોડેલના આધારે નક્કી કરવામાં આવે છે અને ડેપ્રિશિયેશન માટે સમાયોજિત કરવામાં આવે છે (નીચે નિર્દિષ્ટ શેડ્યૂલ મુજબ). સાઇડ કાર અને/અથવા ઍક્સેસરીઝની IDV, જો કોઈ હોય તો, વાહનને ફિટ કરવામાં આવે છે પરંતુ વાહનની ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમતમાં શામેલ કરેલ નથી તે પણ નિર્ધારિત કરવામાં આવે છે.

 

વાહનની ઉંમરIDV ફિક્સ કરવા માટે ડેપ્રિશિયેશનના %
6 મહિનાથી વધુ નથી5%
6 મહિનાથી વધુ પરંતુ 1 વર્ષથી વધુ નથી15%
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી વધુ નથી20%
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ નથી30%
3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષથી વધુ નથી40%
4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી વધુ નથી50%
કોઈ પેપરવર્ક અને ભૌતિક ડૉક્યુમેન્ટેશનની જરૂર નથી અને તમને તાત્કાલિક પૉલિસી મળશે.
એન્ડોર્સમેન્ટ પાસ કરીને વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીને ખરીદનારના નામ પર ટ્રાન્સફર કરી શકાય છે. હાલની પૉલિસી હેઠળ એન્ડોર્સમેન્ટ પાસ કરવા વેચાણ કરાર/વિક્રેતાનું ફોર્મ 29/30/NOC/NCB પુનઃપ્રાપ્તિ જેવા દસ્તાવેજોની જરૂર પડશે. અથવા તમે હાલની પૉલિસી કૅન્સલ કરી શકો છો. પૉલિસી રદ કરવા માટે વેચાણ કરાર/ફોર્મ 29/30 જેવા સહાયક દસ્તાવેજોની જરૂર પડશે.
હાલના વાહનને વેચવું પડશે જેના આધારે હાલના ઇન્શ્યોરર દ્વારા NCB આરક્ષણ પત્ર જારી કરવામાં આવશે. NCB આરક્ષણ પત્રના આધારે સાતત્ય લાભો મેળવવા માટે આ લાભને નવા વાહન પર ટ્રાન્સફર કરી શકાય છે.
તમારે ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે સહાયક દસ્તાવેજો સાથે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવાનો રહેશે. સહાયક દસ્તાવેજોમાં વેચાણ કરાર/વિક્રેતાનું ફોર્મ 29/30/NOC શામેલ હશે.
તમે એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર અથવા કૉલ સેન્ટર દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો.
એવૉર્ડ અને સન્માન
SKOCH Order-of-MeritBest Employer Brand AwardHR Excellence through technology award 2012Insurance AwardBest Insurance Company in Private Sector - General 2014Insurance Award iAAA ratingInsurance AwardInsurance AwardGold Shield ICAI Awards 2012-13ICAI Awards 2015-16Insurance AwardInsurance Award
x