Risk Consulting ServicesRisk Consulting Services

કૉલબૅક ઇચ્છો છો?

અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે
  • બિઝનેસ સુરક્ષા ક્લાસિક
  • મરીન ઇન્શ્યોરન્સ
  • એમ્પ્લોયી કોમ્પેન્સેશન
  • બર્ગલરી અને હાઉસબ્રેકિંગ ઇન્શ્યોરન્સ પૉલિસી
  • સ્ટાન્ડર્ડ ફાયર અને સ્પેશલ પેરિલ્સ
  • અન્ય ઇન્શ્યોરન્સ
  • Bharat Griha Raksha Plus-Long Term
  • પબ્લિક લાયબિલિટી
  • બિઝનેસ સિક્યોર (સૂક્ષ્મ)
  • મરીન ઇન્શ્યોરન્સ
  • લાઇવસ્ટોક (કૅટલ) ઇન્શ્યોરન્સ
  • પૅટ ઇન્શ્યોરન્સ
  • સાઇબર સૅશે
  • મોટર ઇન્શ્યોરન્સ

ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ સાથે રિસ્ક મેનેજમેન્ટ સર્વિસીસ ભારતીય જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી માટે નવી છે. ભારતીય બજારોમાં ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓના આગમન સાથે રિસ્ક મેનેજમેન્ટનું મહત્વ વધી ગયું છે. અમારી કંપની અમારા કોર્પોરેટ ગ્રાહકોને ભારતીય ઇન્શ્યોરન્સ બજારમાં આ સર્વિસ પ્રદાન કરનાર અગ્રણી કંપનીઓમાંની એક રહી છે.

'મેનેજમેન્ટ' શબ્દ પ્રવૃત્તિઓના આયોજન અને કેટલાક ઇચ્છિત ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે સંસાધનોના ઉપયોગને નિયંત્રિત કરવાના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. ઔદ્યોગિક અથવા વાણિજ્યિક કંપનીનો ઉદ્દેશ્ય નફો વધારવાનો, આવક વધારવાનો, નેટ વર્થ વધારવાનો અથવા વિવિધ ઉદ્દેશ્યોના સંયોજનમાંથી હોઈ શકે છે.

અનિશ્ચિત ઘટનાઓની અસર ઓછી કરવા માટે પ્રવૃત્તિઓ અને સંસાધનોના આયોજન, ગોઠવણ અને નિયંત્રણ સાથે સંબંધિત વિષય તરીકે રિસ્ક મેનેજમેન્ટ. અનિશ્ચિતતાઓને કારણે ઉદ્ભવતા જોખમોને ઉત્પાદન સંબંધિત જોખમો, માર્કેટિંગ અને વિતરણના જોખમો, ફાઇનાન્શિયલ જોખમો, કર્મચારી સંબંધિત જોખમો અને પર્યાવરણીય જોખમો તરીકે વર્ગીકૃત કરી શકાય છે.

જોખમોને નિયંત્રિત કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે.

ટાળવું – તે અમુક ચોક્કસ પ્રવૃત્તિઓ કે જેને 'રિસ્ક પ્રોન' ગણવામાં આવે છે તેવા જોખમો સંપૂર્ણપણે પ્રતિબંધિત કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ફેક્ટરીમાં પ્રોડક્ટના ઉત્પાદન માટે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે પ્રોડક્ટનું ઉત્પાદન જ ન કરવા અંગે વિચાર કરવામાં આવી શકે છે કે જેથી આગનું જોખમ ટાળી શકાય.

જોખમ ઘટાડવું – તે નુકસાન કરતી ઘટનાઓની સંભાવના અથવા નુકસાનની સંભવિત અસરને ઓછી કરવા માટે ઉપયોગમાં લેવાતી તમામ પદ્ધતિઓને આવરી લે છે. ઉદાહરણ તરીકે, જો ફેક્ટરીના સ્પ્રે પેઇન્ટિંગ વિભાગમાં જ્વલનશીલ પેઇન્ટ અને થિનરનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો તે પાવડર કોટિંગનો ઉપયોગ કરવાનું વિચારી શકે છે.

રિસ્ક રિટેન્શન – જોખમોને ઓળખી લીધા બાદ અને સંભવિત ઘટનાઓનું મૂલ્ય નક્કી કર્યા બાદના તબક્કામાં આવા જોખમો સામે કેવી રીતે કામ લેવું તે નક્કી કરવામાં આવે છે. એક વિકલ્પ એ છે કે જોખમને પોતાના પૂરતું સીમિત રાખવું, એટલે કે ઘટના બન્યા બાદ પોતાના જ સંસાધનોમાંથી ચૂકવણી કરવી. જ્યાં જોખમોની અસર ઓછી હોવાનું અનુમાન હોય, ચોક્કસ મૂલ્યાંકન કરેલ હોય અને બિઝનેસ માટે જોખમરૂપ ન હોય, ત્યાં આમ કરવાની સલાહ આપવામાં આવે છે.

ટ્રાન્સફર – જોખમરૂપ પ્રવૃત્તિઓ જાતે કરવાને બદલે અન્ય કોઈને સોંપવી એ જોખમ ઘટાડવાનો એક વૈકલ્પિક માર્ગ છે, જેમ કે, અત્યંત જ્વલનશીલનો ઉપયોગ કરતી પ્રવૃત્તિઓને સબકોન્ટ્રાક્ટિંગ દ્વારા થર્ડ પાર્ટીને સોંપવું. જો કે રિસ્ક ટ્રાન્સફર કરવાનો સૌથી અગત્યનો અને વ્યવહારુ ઉપાય છે ‘ઇન્શ્યોરન્સ’, જેમાં નોન-લાઈફ ઇન્શ્યોરર જેવા વ્યાવસાયિક રિસ્ક લેનારને, પ્રીમિયમ લઈને બાકી રહેલ જોખમની જવાબદારી લઈ લેવા વિનંતી કરવામાં આવે છે

જ્યાં એચડીએફસી અર્ગોના અંડરરાઇટર્સ મુખ્યત્વે "રિસ્ક ટ્રાન્સફર" પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે અમારી રિસ્ક કન્સલ્ટિંગ સર્વિસીસના અમારા એન્જિનિયરો "રિસ્ક રિડક્શન" દ્વારા અમારી રિસ્ક ટ્રાન્સફર સર્વિસીસ પૂરક બને છે - જોખમોને ઓળખવા, તેનું પ્રમાણ નક્કી કરવા અને ઓછું કરવા માટે એડવાઇઝરી સર્વિસીસ પ્રદાન કરે છે, પરિણામે રિસ્ક ટ્રાન્સફર અથવા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઓછું થાય છે.

અમે નિવારક પગલાંઓની ભલામણ કરતી વખતે ગ્રાહકની વ્યવહારિક અને નાણાંકીય મર્યાદાઓ સમજીએ છીએ. અમારી ભલામણો થિયોરેટિકલ ડોમેનમાં શામેલ નથી. ગ્રાહકો અમલીકરણ અંગે માહિતગાર નિર્ણયો લઈ શકે તે માટે ભલામણોનું કૉસ્ટ-બેનિફિટ વિશ્લેષણ હંમેશા રજૂ કરવામાં આવે છે.



રિસ્ક કન્સલ્ટિંગ સર્વિસ

ભારતમાં વિવિધ સ્થળોએ હાજર એવા ઈજનેરીની વિવિધ શાખાઓમાંથી આવતા સમર્પિત રિસ્ક એન્જિનિયરો ધરાવીએ છીએ. અમારા રિસ્ક એન્જિનિયરો વિવિધ બિઝનેસ લાઇન્સમાં વ્યાપક અનુભવ ધરાવે છે અને ભારત અને વિદેશમાં સંસ્થાઓ દ્વારા નવીનતમ રિસ્ક મેનેજમેન્ટ ટેકનિક વિશે તાલીમ આપવામાં આવે છે

કેટલીક વૈશ્વિક

general insurance companiesકે જેઓ હાલમાં ભારતમાં હાજર નથી, જેઓ ભારતમાં તેમના ગ્રાહકોને રિસ્ક એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રદાન કરવા માટે અમારી સાથે જોડાયેલ છે. અમારી રિસ્ક એન્જિનિયરિંગ સર્વિસીસ નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન (US), ફાયર પ્રોટેક્શન એસોસિએશન (UK), ટેરિફ એડવાઇઝરી કમિટી (TAC), ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફ્ટી ડાયરેક્ટરેટ (OISD), બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BSI) વગેરે જેવા માન્ય ધોરણોનું પાલન કરે છે.

 

અમે વિવિધ પ્રકારના ઉદ્યોગોને સેવાઓ પૂરી પાડીએ છીએ, જેમ કે:
  • ઑટોમોબાઇલ અને ઍન્સિલરીઝ
  • એન્જિનિયરિંગ ગુડ્સ
  • BPO / આઈટી ઉદ્યોગ / કૉલ સેન્ટર્સ
  • સિમેન્ટ
  • કૅમિકલ
  • પેટ્રોકેમિકલ્સ
  • સ્ટીલ અને સંલગ્ન ઉદ્યોગો
  • ફાર્માસ્યુટિકલ્સ
  • પીણાં
  • ફૂડ પ્રોસેસિંગ
  • ટેક્સટાઇલ્સ
  • કાગળ
  • પાવર પ્લાન્ટ
  • શુગર પ્લાન્ટ
અમારી સેવાઓ વાતચીત પર આધારીત છે - અમે અમારા ગ્રાહકોના એન્જિનિયરો, સુરક્ષા અધિકારીઓ અને ફાઇનાન્સ/એકાઉન્ટ અધિકારીઓ સાથે મળીને કામ કરવાના અભિગમથી કામ કરીએ છીએ, જેથી તેઓને કામ અંગે સંપૂર્ણ દૃષ્ટિકોણ વિશે જણાવી શકાય છે:
  • સાઇટની મુલાકાત.
  • સાઇટ ટીમ સાથે સંવાદ
  • માહિતી એકઠી કરવી
  • સ્થળ પર ભલામણો અને ચર્ચાઓ
  • સામાન્ય નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છીએ
  • 'રિસ્ક સર્વે રિપોર્ટ' (RSR) પ્રકારે ક્લાયન્ટને ભલામણો સબમિટ કરવી
  • ક્લાયન્ટ તરફથી રિપોર્ટ પર ફીડબૅક
  • ગ્રાહકના પ્રતિસાદ પર આધારિત સ્વ મૂલ્યાંકન
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x