કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ અણધારી પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનથી તમારા ટૂ-વ્હીલરને કવરેજ પ્રદાન કરે છે. તેમાં આગ લાગવી, માર્ગમાં અકસ્માત, તોડફોડ, ઘરફોડી લૂંટ, ચોરી અને કુદરતી આફતો હોઈ શકે છે. પોતાના નુકસાન માટે કવરેજ પ્રદાન કરવા ઉપરાંત, કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીની જવાબદારીઓને પણ કવર કરે છે, આમાં થર્ડ-પાર્ટીની સંપત્તિ/વ્યક્તિઓના નુકસાનનો સમાવેશ થાય છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદવાનું અન્ય મહત્વપૂર્ણ કારણ એ છે કે ભૂકંપ, વાવાઝોડા, ચક્રવાત અને પૂર જેવી કુદરતી આફતોને કારણે થતા નુકસાન તમારા ટૂ-વ્હીલરને સંભવિત નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે મોટા રિપેર બિલ આવી શકે છે. તેથી, તમારા ટૂ-વ્હીલર માટે સંપૂર્ણ કવરેજ મેળવવા માટે, કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરવું એ સમજદારીભર્યું છે. એચડીએફસી અર્ગોના કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે, તમે કોઈપણ ચિંતા વગર તમારી બાઇક ચલાવી શકો છો.
તમે ₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર ખરીદીને તમારા કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને વધારી શકો છો. આ ઇન્શ્યોર્ડ બાઇક સાથે સંકળાયેલ અકસ્માત દ્વારા થયેલી ઈજાઓ અથવા મૃત્યુ માટેના તબીબી ખર્ચને કવર કરી લેશે. તમે ઝીરો ડેપ્રિશિયેશન, ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ, એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન વગેરે જેવા ઍડ-ઑન કવર ખરીદીને પણ તમારી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો.
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સના કેટલાક લાભો અહીં આપેલ છે:
લાભ | વિગતો |
સંપૂર્ણ સુરક્ષા | કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે, તમારા ટૂ-વ્હીલરને સંપૂર્ણ સુરક્ષા મળશે. ઇન્શ્યોરન્સ કંપની થર્ડ પાર્ટીની પ્રોપર્ટી/વ્યક્તિને થયેલા નુકસાન સહિત તમારા વાહનને આગ, ચોરી, ધરતીકંપ, પૂર વગેરેને કારણે થયેલા નુકસાન માટે કવરેજ આપશે. |
થર્ડ પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે | કોમ્પ્રિહેન્સિવ કવર ઇન્શ્યોરન્સ ધરાવતી બાઇક સાથે સંકળાયેલ અકસ્માત દરમિયાન થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા વાહનને થયેલા નુકસાન માટે પણ કવરેજ પ્રદાન કરે છે. આમાં થર્ડ પાર્ટી વ્યક્તિનું મૃત્યુ અથવા કાયમી અપંગતા પણ શામેલ છે. |
NCB લાભો મેળવો | કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, જો પાછલા વર્ષમાં કોઈ ક્લેઇમ કરેલ ન હોય તો તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ રિન્યૂઅલ પર નો ક્લેઇમ બોનસ ડિસ્કાઉન્ટ માટે પાત્ર છો. |
ઍડ-ઑનની પસંદગી | કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સાથે, તમે રોડસાઇડ આસિસ્ટન્સ, ઝીરો ડેપ્રિશિયેશન વગેરે જેવા 8+ ઉપલબ્ધ રાઇડરમાંથી ઍડ-ઑન પસંદ કરીને તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. |
સિંગલ પ્રીમિયમ | કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને સિંગલ પ્રીમિયમ ચૂકવવા પર તમારી બાઇક માટે ઓન-ડેમેજ કવર અને થર્ડ પાર્ટી કવર સહિત અસંખ્ય લાભો પ્રાપ્ત થાય છે. |
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સની કેટલીક રસપ્રદ વિશેષતાઓ અહીં આપેલ છે:
1. ઓન ડેમેજ કવર: કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ સાથે, ઇન્શ્યોરન્સ કંપની અકસ્માત, આગ, ચોરી અને કુદરતી આફતો દ્વારા ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને થયેલા નુકસાન પેટે ખર્ચ વહન કરશે
2. થર્ડ-પાર્ટી ડેમેજ: આ પૉલિસી ઇન્શ્યોરન્સ ધરાવતા ટૂ-વ્હીલર સાથેના અકસ્માતમાં શામેલ કોઈપણ થર્ડ પાર્ટીને થયેલા પ્રોપર્ટીના નુકસાન અને ઈજાઓ માટેની ફાઇનાન્શિયલ જવાબદારીને પણ કવર કરે છે.
3. નો ક્લેઇમ બોનસ: તમને કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે નો ક્લેઇમ બોનસ લાભો મળે છે, જ્યાં ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિ પૉલિસી રિન્યૂઅલ દરમિયાન પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો કે, NCB લાભ મેળવવા માટે, ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિએ પાછલી પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ કરેલો હોવો જોઈએ નહીં.
4. કૅશલેસ ગેરેજ: કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને 2000+ કૅશલેસ ગેરેજના નેટવર્કનો ઍક્સેસ મળે છે.
5. રાઇડર: તમે ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ, એન્જિન ગિયરબૉક્સ પ્રોટેક્ટર, EMI પ્રોટેક્ટર વગેરે જેવા અનન્ય ઍડ-ઑન કવર સાથે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સને કસ્ટમાઇઝ કરી શકો છો.
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, તમને અકસ્માતને કારણે વાહનના નુકસાન માટે કવરેજ મળશે. તમે અમારા કૅશલેસ ગેરેજના વિશાળ નેટવર્કમાંથી તમારા ટૂ-વ્હીલરને રિપેર કરાવી શકો છો.
આગ અને વિસ્ફોટને કારણે થયેલ નુકસાનને પણ કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવે છે.
ચોરીના કિસ્સામાં, પૉલિસીધારકને તમારા ટૂ-વ્હીલરના સંપૂર્ણ નુકસાન માટે કવરેજ આપવામાં આવશે.
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને ભૂકંપ અને પૂર જેવી કુદરતી આપત્તિઓને કારણે તમારા વાહનને નુકસાન માટે કવરેજ મળે છે.
'અમે કસ્ટમરને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા માનીએ છીએ અને તેથી 15 લાખનું કવરેજ પ્રદાન કરતું ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવર પ્રદાન કરીએ છીએ
પૉલિસીધારકને થર્ડ પાર્ટીની સંપત્તિ અથવા વ્યક્તિને થયેલા નુકસાન સહિત થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે પણ કવરેજ મળશે.
ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે સંપૂર્ણ રકમ મેળવો!
સામાન્ય રીતે, ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ડેપ્રિશિયેશનની કપાત પછી ક્લેઇમની રકમને કવર કરે છે. પરંતુ, ઝીરો-ડેપ્રિશિયેશન કવર સાથે, કોઈ કપાત કરવામાં આવતી નથી, અને તમને તમારા હાથમાં સંપૂર્ણ રકમ મળે છે! બૅટરીનો ખર્ચ અને ટાયર ઝીરો ડેપ્રિશિયેશન કવર હેઠળ આવતા નથી.
જો તમારું ટુ-વ્હિલર ક્ષતિગ્રસ્ત થયું છે અને ક્લેઇમની રકમ ₹15,000 છે, જેમાંથી ઇન્શ્યોરન્સ કંપની કહે છે કે તમારે પૉલિસીમાં વધારાની/કપાતપાત્ર સિવાયની ડેપ્રિશિયેશનની રકમ તરીકે 7000 ચૂકવવા પડશે જો તમે આ ઍડ-ઓન કવર ખરીદો છો, તો ઇન્શ્યોરન્સ કંપની સંપૂર્ણ મૂલ્યાંકન કરેલી રકમ ચૂકવશે જો કે, કસ્ટમરે એક નજીવી રકમ પૉલિસી એક્સેસ/કપાતપાત્ર માટે ચૂકવવાની રહેશે.
અમે તમને કવર કર્યું છે!
અમે તમને ઇમર્જન્સી બ્રેકડાઉન સમસ્યાઓ સાથે સંપર્ક કરવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક સહાય ઑફર કરવા હાજર છીએ. ઇમર્જન્સી સહાયતા કવરમાં સાઇટ પર નાની રિપેર, ચાવી ખોવાય તેની સહાય, ડુપ્લિકેટ ચાવીની સમસ્યા, ટાયર બદલવા, બૅટરી જમ્પ સ્ટાર્ટ, ફયુલ ટેન્ક ખાલી થયું અને ટોઇંગ શુલ્ક શામેલ છે!
આ ઍડ-ઓન કવર હેઠળ તમે બહુવિધ લાભો મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારું વાહન ચલાવી રહ્યા છો અને જો નુકસાન થાય છે, તો તેને ગેરેજમાં ટો કરવાની જરૂર પડશે. આ ઍડ-ઑન કવર સાથે, તમે ઇન્શ્યોરરને કૉલ કરી શકો છો અને તેઓ તમારા વાહનને નજીકના સંભવિત ગેરેજ પર ટો કરીને લઈ જશે
તમારા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ અંતર્ગત જો બાઇક ચોરાઇ જાય અથવા સંપૂર્ણપણે નુકસાનની સ્થિતિમાં હોય તો, રિટર્ન-ટુ-ઇનવૉઇસ ઍડ-ઑન કવર તમને તમારી બાઇકના ઇનવૉઇસ મૂલ્ય જેટલો ક્લેઇમ કરવામાં સક્ષમ બનાવે છે. કોઈપણ ઇન્શ્યોરેબલ જોખમને કારણે તમારા વાહનને ચોરી અથવા સંપૂર્ણ નુકસાનની સ્થિતિમાં, તમે બાઇકની 'ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ' પ્રાપ્ત કરવા માટે હકદાર છો.
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ સાથે બંડલ કરેલ વ્યક્તિગત અકસ્માત કવર માત્ર માલિક-ડ્રાઇવર માટે છે. તમે બાઇકના માલિક સિવાયના અન્ય મુસાફરો અથવા રાઇડર્સને લાભ આપવા માટે આ ઍડ-ઑનનો વિકલ્પ પસંદ કરી શકો છો.
આ ઍડ-ઑન કવર સાથે તમે કોઈપણ NCB લાભો ગુમાવ્યા વિના પૉલિસીના સમયગાળા દરમિયાન અસંખ્ય ક્લેઇમ કરી શકો છો. આ ઍડ-ઑન કવર સુનિશ્ચિત કરશે કે તમે અસંખ્ય ક્લેઇમ કર્યા પછી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ રિન્યૂઅલ પર કોઈપણ ડિસ્કાઉન્ટ ગુમાવતા નથી.
આ ઍડ-ઑન કવર તમને તમારા ટૂ-વ્હીલર એન્જિનને નુકસાન થવાને કારણે થયેલા નુકસાનથી સુરક્ષિત કરે છે.
કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે ઉપલબ્ધ કન્ઝ્યુમેબલ ઍડ-ઑન કવર કન્ઝ્યુમેબલ વસ્તુઓ (જેમ કે બોલ્ટ, નટ, એન્જિન ઑઇલ, પાઇપ, ગ્રીસ વગેરે) માટે કવરેજ પ્રદાન કરે છે જે સ્ટાન્ડર્ડ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવતા નથી
આ ઍડ-ઑન કવર સાથે, જો વાહન રિપેર માટે ગેરેજમાં હોય તો અમે તમને દરરોજ ₹200 નું રોકડ ભથ્થું ચૂકવીશું. માત્ર આંશિક નુકસાનના રિપેરના કિસ્સામાં મહત્તમ 10 દિવસ માટે કૅશ ભથ્થું ચૂકવવામાં આવશે.
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને 30 દિવસથી વધુ સમય સુધી આકસ્મિક રિપેર માટે ગેરેજમાં રાખવામાં આવે તો અમે પૉલિસીમાં ઉલ્લેખિત સમાન માસિક હપ્તાની રકમ (EMI) ની ચુકવણી કરીશું.
માપદંડ | કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ | થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ |
કવરેજ | કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ એક કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી પોતાના નુકસાન તેમજ થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. | થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર થર્ડ-પાર્ટી જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે આમાં ઇન્શ્યોરન્સ લેનારના વાહન દ્વારા થર્ડ પાર્ટીને થયેલ ઈજા, મૃત્યુ અને સંપત્તિના નુકસાનનો સમાવેશ થાય છે. |
જરૂરિયાતનો પ્રકાર | તે ફરજિયાત નથી, જોકે તમારા અને તમારા વાહન માટે સંપૂર્ણ સુરક્ષા મેળવવાની ભલામણ કરવામાં આવે છે. | મોટર વાહન અધિનિયમ મુજબ ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે |
ઍડ-ઓન્સની ઉપલબ્ધતા | એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ સાથે તમે ઝીરો ડેપ્રિશિયેશન કવર અને ઇમર્જન્સી આસિસ્ટન્ટ કવરનો લાભ લઈ શકો છો. | થર્ડ પાર્ટી ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ સાથે ઍડ-ઓન કવર પસંદ કરી શકાતા નથી. |
કીમત | તે તુલનાત્મક રીતે ખર્ચાળ છે કારણ કે તે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. | તે ઓછું ખર્ચાળ છે કારણ કે તે માત્ર થર્ડ-પાર્ટી જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. |
બાઇક મૂલ્યનું કસ્ટમાઇઝેશન | તમે તમારી ઇન્શ્યોરન્સ આવશ્યકતાઓ મુજબ કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. | થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કસ્ટમાઇઝ કરી શકાતું નથી. આ એક પ્રમાણિત પૉલિસી છે જેનો ખર્ચ IRDAI દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક બાઇક ઇન્શ્યોરન્સના દરો અને તમારી બાઇકની એન્જિન ક્યુબિક ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે. |
નિયમનકારી આવશ્યકતા | ફરજિયાત નથી. જો કે, વ્યાપક કવરેજને કારણે તેની ભલામણ કરવામાં આવે છે | મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ ફરજિયાત |
ઍડ-ઑનનો લાભ | કસ્ટમર આવશ્યક ઍડ-ઑન પસંદ કરી શકે છે | ઍડ-ઑન પસંદ કરવા માટે કોઈ વિકલ્પ નથી |
કિંમતોનું નિર્ધારણ | ઇન્શ્યોરન્સના પ્રીમિયમ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે | બાઇકની ક્યુબિક ક્ષમતાના આધારે ઇન્શ્યોરન્સની કિંમતો IRDAI દ્વારા નક્કી કરવામાં આવે છે |
ડિસ્કાઉન્ટ | ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ ડિસ્કાઉન્ટ ઑફર કરી શકે છે | થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પર કોઈ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ નથી |
વિશેષતા | કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ | ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ |
સમાવેશ | કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન તમારા ટૂ-વ્હીલરને નુકસાન, હાનિ અને ચોરી સામે કવર કરે છે. તે થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ પણ પ્રદાન કરે છે. | ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ તમારા વાહનને નુકસાન, હાનિ, ચોરી વગેરે સામે કવર કરે છે. જો કે, તેમાં થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ શામેલ નથી. |
પ્રીમિયમ | તેનું પ્રીમિયમ સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ કરતાં વધુ હોય છે. | તેનું પ્રીમિયમ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કરતાં તુલનાત્મક રીતે ઓછું હોય છે અને તમે તેને થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ સાથે પસંદ કરી શકો છો. |
થર્ડ પાર્ટીની ઈજા/મૃત્યુ | તે થર્ડ-પાર્ટીની ઈજાઓ/મૃત્યુ સામે પૉલિસીધારકને કવર કરે છે. | તે થર્ડ-પાર્ટીની ઈજાઓ/મૃત્યુને કવર કરતું નથી. |
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન | તમારા ટૂ-વ્હીલરને કારણે થર્ડ-પાર્ટી પ્રોપર્ટીને નુકસાન થવાના કિસ્સામાં તે કવરેજ પ્રદાન કરે છે. | ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી પ્રોપર્ટી ડેમેજ કવરેજ સાથે આવતું નથી. |
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વિવિધ વ્યક્તિઓ માટે એક આદર્શ જરૂરિયાત છે જેમાં નીચેની કેટેગરીના લોકોનો સમાવેશ થાય છે.
એચડીએફસી અર્ગો બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે કેટલાક મહત્વપૂર્ણ આંકડાઓ અહીં આપેલ છે:
1. કૅશલેસ ગેરેજ – એચડીએફસી અર્ગો બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને 2000+ કૅશલેસ ગેરેજના નેટવર્કનો ઍક્સેસ મળે છે.
2. ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો – એચડીએફસી અર્ગોનો 99.8% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ છે.
3. કસ્ટમર – અમારા પરિવારમાં 1.6+ કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર છે.
4. વ્યક્તિગત અકસ્માત કવર – એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ₹15 લાખના મૂલ્યના PA કવર સાથે પણ આવે છે.
એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે ઑનલાઇન પૉલિસી ખરીદીને આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમને કોઈપણ અણધારી ઘટનાઓને કારણે ઉદ્ભવતા નુકસાન માટે તમારા ટૂ-વ્હીલર માટે કવરેજ મળશે. આ ઉપરાંત, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના વાહનને થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે પણ કવર કરવામાં આવશે.
તમે અમારી કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે અમર્યાદિત ક્લેઇમ કરી શકો છો. તેથી, તમે નિશ્ચિંત થઈને તમારા ટૂ-વ્હીલરને સરળતાથી ચલાવી શકો છો.
તમે કોઈપણ પેપરવર્કની ઝંઝટ વગર સરળતાથી એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો.
✔ પ્રીમિયમ પર પૈસા બચાવો : એચડીએફસી અર્ગોનો તરફથી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી તમને વિવિધ ડિસ્કાઉન્ટ મેળવવાનો વિકલ્પ મળે છે જેના દ્વારા તમે પ્રીમિયમ પર બચત કરી શકો છો.
✔ ડોરસ્ટેપ રિપેર સર્વિસ : ટૂ-વ્હીલર માટે એચડીએફસી અર્ગો બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમને અમારા કૅશલેસ ગેરેજના વિશાળ નેટવર્કમાંથી ડોરસ્ટેપ રિપેર સર્વિસ મળે છે.
✔ AI સક્ષમ મોટર ક્લેઇમ સેટલમેન્ટ : એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ક્લેઇમ સેટલમેન્ટ માટે AI ટૂલ IDEAS (ઇન્ટેલિજન્ટ ડેમેજ ડિટેક્શન એસ્ટિમેશન અને એસેસમેન્ટ સોલ્યુશન) પ્રદાન કરે છે. આ IDEAS વાસ્તવિક સમયમાં મોટર ક્લેઇમ સેટલમેન્ટમાં મદદ કરવા માટે સર્વેક્ષકો માટે ક્લેઇમની તરત જ શોધ અને ગણતરીને સપોર્ટ કરે છે.
✔ ઇમરજન્સી રોડસાઇડ સહાય : એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમે ઇમરજન્સી રોડસાઇડ સહાય ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો જ્યાં વાહનને કોઈપણ સમયે અને ક્યાંય પણ રિપેર કરી શકાય છે.
✔ તરત જ પૉલિસી ખરીદો : તમે એચડીએફસી અર્ગોનો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદીને માત્ર થોડા ક્લિકમાં તમારા ટૂ-વ્હીલરને સુરક્ષિત કરી શકો છો
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમની ગણતરી નીચેની રીતે કરવામાં આવે છે:
તમારી બાઇકનું 'ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ' (IDV) એ એવી મહત્તમ રકમ છે જે તમારી ઇન્શ્યોરન્સ કંપની રિપેર ન થઈ શકે તેવું નુકસાન અને ચોરી સહિત તમારી બાઇકના સંપૂર્ણ નુકસાનની સ્થિતિમાં તમને ચુકવણી કરી શકે છે સંબંધિત ઍક્સેસરીઝના ખર્ચ સાથે તેની કિંમત ઉમેરીને તમારી બાઇકની IDV રકમ મેળવવામાં આવે છે.
તમારા નવા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરવામાં આવતા કોઈપણ અન્ય ડિસ્કાઉન્ટની ગણતરી કરતી વખતે NCB ડિસ્કાઉન્ટને ધ્યાનમાં લેવામાં આવે છે જો કે, યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે NCB ડિસ્કાઉન્ટ માત્ર તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમના નુકસાનના ઘટક પર લાગુ પડે છે.
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવર એ બાઇકની એન્જિન ક્યુબિક ક્ષમતા અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક ઇન્શ્યોરન્સ પ્રીમિયમના દરોના આધારે નક્કી કરવામાં આવે છે.
તમે તમારી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સામેલ કરો છો તે દરેક ઍડ-ઓન બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. તેથી, તમારે દરેક ઍડ-ઓનની કિંમત અથવા તમામ પસંદ કરેલા ઍડ-ઓનની કુલ કિંમત જાણવી આવશ્યક છે.
કોમ્પ્રિહેન્સિવ બાઇક પ્રીમિયમને કેવી રીતે ઘટાડવું તે અહીં આપેલ છે:
જો તમે તમામ ટ્રાફિક નિયમોને અનુસરીને તમારી બાઇકને સુરક્ષિત રીતે ચલાવી રહ્યા છો, તો તમારી ઇન્શ્યોર્ડ બાઇકને અકસ્માત થવાની સંભાવના ઓછી છે. આ બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની સંભાવનાને ઘટાડશે. ઉપરાંત, નાના અકસ્માતો માટે ક્લેઇમ કરવાનું ટાળો. આ સાથે, તમે 'નો ક્લેઇમ બોનસ' કમાઈ શકો છો અને તમારી વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યૂઅલ પર 20% ની છૂટ મેળવી શકો છો. જો તમે સતત પાંચ વર્ષ માટે બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરતા નથી તો ડિસ્કાઉન્ટ 50% સુધી થઈ શકે છે.
તમારે તમારી બાઇકની IDV કાળજીપૂર્વક પસંદ કરવી આવશ્યક છે, કારણ કે તે સીધા તમારા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે, અને તમારી બાઇકના સંપૂર્ણ નુકસાનની સ્થિતિમાં તમને તમારા ઇન્શ્યોરર પાસેથી પ્રાપ્ત થયેલી રકમને અસર કરે છે. ઓછી IDV ને ઉલ્લેખિત કરવાથી તમારા બાઇક ઇન્શ્યોરન્સ કવરેજમાં ઘટાડો થશે, જ્યારે વધુ ઉલ્લેખ કરવાથી જરૂરી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કરતાં વધુ થશે. તેથી, તમારી બાઇક માટે સચોટ IDV ફિક્સ કરવું જરૂરી છે.
તમારી વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઍડ-ઑન કવર પસંદ કરવું મહત્વપૂર્ણ છે. દરેક ઍડ-ઑન એક કિંમત ધરાવે છે જે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને વધારે છે. તેથી, જરૂરી ઍડ-ઑન્સ પસંદ કરતા પહેલાં તમારી બાઇક ઇન્શ્યોરન્સની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. અમારા બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને, તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર દરેક ઍડ-ઑન સુવિધાની અસર નક્કી કરી શકો છો.
ખાતરી કરો કે તમે પૉલિસીની સમાપ્તિ પહેલાં ઓછામાં ઓછી થોડા અઠવાડિયા પહેલાં તમારી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો છો. આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે તમે તમારી પાછલી પૉલિસી પર સંચિત 'નો ક્લેઇમ બોનસ' ગુમાવતા નથી. તે તમને તમારી નવી પૉલિસીમાં શામેલ કરવા માંગતા ઍડ-ઑન્સનું પુનઃમૂલ્યાંકન કરવા માટે પર્યાપ્ત સમય પણ આપે છે.
તમારે ચૂકવવું પડતું પ્રીમિયમ એ તમારી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની પસંદગીને પ્રભાવિત કરતું મહત્વપૂર્ણ પરિબળ છે. તમે તમારી પસંદગીની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમારે ચૂકવવાના વાસ્તવિક પ્રીમિયમની ગણતરી કરવા માટે પ્રીમિયમ કેલ્ક્યુલેટર, એક આસાન ટૂલનો ઉપયોગ કરી શકો છો.
તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી માટે, કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં આપેલ છે:
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. અણધારી ઘટનાઓને કારણે તમારા નવા ટૂ-વ્હીલરને નુકસાન થઈ શકે છે, જેથી મોટા ફાઇનાન્શિયલ ખર્ચ થઈ શકે છે. કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે કોઈપણ પોતાના નુકસાનથી તમારી નવી બાઇકને સુરક્ષિત કરી શકો છો.
નવા શિખાઉ ડ્રાઇવરો દ્વારા અકસ્માતો થવાનો સંભાવના દર વધુ હોય છે. તેથી, આ ડ્રાઇવરોએ રસ્તા પરના અકસ્માતોને કારણે થતા કોઈપણ નુકસાનથી સુરક્ષા મેળવવા માટે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ.
નવા શિખાઉ ડ્રાઇવરો દ્વારા અકસ્માતો થવાનો સંભાવના દર વધુ હોય છે. તેથી, આ ડ્રાઇવરોએ રસ્તા પરના અકસ્માતોને કારણે થતા કોઈપણ નુકસાનથી સુરક્ષા મેળવવા માટે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ.
એચડીએફસી અર્ગો વેબસાઇટ પરથી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવાના અસંખ્ય લાભો છે. ચાલો ઑનલાઇન કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના કેટલાક ફાયદા પર નજર કરીએ
✔ ત્વરિત ક્વોટ્સ મેળવો : બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર્સ તમને તમારી વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના ત્વરિત પ્રીમિયમ ક્વોટ્સ માટે મદદ કરી શકે છે. તમારી બાઇકની વિગતો દાખલ કર્યા બાદ ટૅક્સ સહિત અને ટૅક્સ વિના પ્રીમિયમની રકમ દર્શાવવામાં આવશે.
✔ ઝડપી જારી કરવું : જો તમે ઑનલાઇન ખરીદો તો તમે થોડી મિનિટોમાં કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવી શકો છો.
✔ સરળતા અને પારદર્શિતા : એચડીએફસી અર્ગોની કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની પ્રક્રિયા સરળ અને પારદર્શક છે. ઑનલાઇન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે તમારે સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે, અને કોઈ છુપાયેલ શુલ્ક નથી.
એચડીએફસી અર્ગોનું કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું સરળ અને સુવિધાજનક છે. તમારા કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને હમણાં ઑનલાઇન ખરીદવા માટે આ પગલાંને અનુસરો.
✔ પગલું 1 : એચડીએફસી અર્ગોની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અને તમારો બાઇક રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને ક્વોટેશન મેળવો પર ક્લિક કરીને આગળ વધો
✔ પગલું 2 : તમારે તમારી બાઇકનું મેક અને મોડેલની વિગત દાખલ કરવી પડશે.
✔ પગલું 3 : કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ તરીકે પૉલિસી કવરેજ પસંદ કરો.
✔ પગલું 4: તમારી બાઇકની રજિસ્ટ્રેશન વિગતો અને ઉપયોગ મુજબ યોગ્ય IDV પસંદ કરો.
✔ પગલું 5: તમારે જરૂર હોય તે ઍડ-ઑન પસંદ કરો
✔ પગલું 6: કોઈપણ ઉપલબ્ધ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે ચુકવણી કરો
✔ પગલું 7: તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મોકલેલ પૉલિસી ડૉક્યુમેન્ટને સેવ કરો
તમે નીચેની રીતે તમારી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરી શકો છો:
✔ પગલું 1: એચડીએફસી અર્ગો વેબસાઇટ પર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ પર જાઓ. બાઇક ઇન્શ્યોરન્સ પેજ પર ગયા પછી, તમે 'હાલની પૉલિસીને રિન્યૂ કરો' બટન પર ક્લિક કરી શકો છો. અને જો સમાપ્ત થયેલી પૉલિસી એચડીએફસી અર્ગોની ના હોય, તો કૃપા કરીને તમારો ટૂ-વ્હીલર રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને નિર્દેશિત પગલાંને અનુસરો.
✔ પગલું 2: કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરો.
✔ પગલું 3: તમે પેસેન્જર અને પેઇડ ડ્રાઇવર માટે પર્સનલ એક્સિડન્ટ કવર પણ ઉમેરી શકો છો. તે ઉપરાંત, તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન, ઝીરો ડેપ્રિશિયેશન વગેરે જેવા ઍડ-ઑન પસંદ કરીને પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો.
✔ પગલું 4: તમારી પાછલી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે વિગતો આપો.
✔ પગલું 5: હવે તમે તમારું કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જોઈ શકો છો
સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા પ્રીમિયમની ચુકવણી કરો.
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ઍડ્રેસ પર અથવા વૉટ્સએપ દ્વારા મોકલવામાં આવશે.
જો તમે ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઝીરો ડેપ્રિશિયેશન ઍડ ઑન કવર પસંદ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે નીચે દર્શાવેલ ટેબલમાં સરખામણી કરવી જોઈએ.
વિશેષતા | ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન સાથે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ | ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન વગર કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ |
પ્રીમિયમનો દર | ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર ઉમેરવાથી, બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધે છે. | ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર વગર વ્યાપક કવર માટેનું પ્રીમિયમ ઓછું છે |
ક્લેઇમ સેટલમેન્ટની રકમ | ડેપ્રિશિયેશનની કપાત ન કરવાના કારણે તે વધી જાય છે. | ડેપ્રિશિયેશનની કપાત કરવાના કારણે તે ઘટી જાય છે. |
વાહનની ઉંમર | ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. | બાઇક જેમ જૂની થાય તેમ તેનું ડેપ્રિશિયેશન વધશે. |
રિપેર ખર્ચનું કવરેજ | સ્વૈચ્છિક કપાતપાત્ર સિવાય ઇન્શ્યોરર દ્વારા કુલ રિપેર બિલ કવર કરવામાં આવે છે. | ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવશે, તેથી રિપેર બિલનો એક ભાગ પૉલિસીધારક દ્વારા વહન કરવાનો રહેશે. |
જ્યારે તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે પ્રથમ તમારે વાહનનો રજિસ્ટ્રેશન નંબર, મેક અને મોડેલ, રજિસ્ટ્રેશનનું વર્ષ વગેરે જેવી મૂળભૂત વિગતો ભરવી પડશે. તે પછી, તમારે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવું પડશે. કોમ્પ્રિહેન્સિવ કવર પસંદ કર્યા પછી, તમે ઇમરજન્સી આસિસ્ટન્સ ઍડ-ઑન કવર ઉમેરીને પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. પ્રીમિયમ તે અનુસાર વધારવામાં આવશે, જેને ક્વોટેશનમાંથી જોઈ શકાય છે. છેવટે, ઑનલાઇન ચુકવણી કરી શકાય છે અને રોડસાઇડ આસિસ્ટન્સ કવર સાથે તમારી કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને મેઇલ કરવામાં આવશે.
કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ક્લેઇમ કરવું હમણાં જ અમારી 4 પગલાંની પ્રક્રિયા અને ક્લેઇમ સેટલમેન્ટ રેકોર્ડ સાથે સરળ થયું છે જે તમારી ક્લેઇમ સંબંધિત ચિંતાઓને હળવી કરશે!
Step 1: In the event of loss due to an insured event, we must be informed immediately. Our contact details are as follows: Customer Service No: 022 6158 2020. You can also get in touch with our claim team by calling on our helpline number or sending a message on WhatsApp on 8169500500. With the link provided by our agent, you can upload documents online.
પગલું 2: તમે સ્વ-નિરીક્ષણ અથવા સર્વેયર અથવા વર્કશોપ પાર્ટનર દ્વારા એપ્લિકેશન વડે ડિજિટલ નિરીક્ષણ પસંદ કરી શકો છો.
પગલું 3: ક્લેઇમ ટ્રેકર દ્વારા તમારા ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરો.
પગલું 4: તમારો ક્લેઇમ મંજૂર થયા બાદ તમને મેસેજ દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવશે તથા તે નેટવર્ક ગેરેજ દ્વારા સેટલ કરવામાં આવશે.
IDV, અથવા ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ એ કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમારી મોટરસાઇકલનો ઇન્શ્યોરન્સ કરી શકાય તે મહત્તમ રકમ છે. જો ટૂ-વ્હીલર ખોવાઇ જાય અથવા ચોરાઇ જાય, તો આ ઇન્શ્યોરન્સની ભરપાઇ છે. અન્ય શબ્દોમાં, તમારી બાઇકની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ એ તમારા બાઇકની વેચાણ કિંમત છે. જો ઇન્શ્યોરર અને ઇન્શ્યોર્ડ ઉચ્ચ IDV પર પરસ્પર સંમત થાય, તો તમને સંપૂર્ણ નુકસાન અથવા ચોરી માટે વધુ નોંધપાત્ર રકમ મળશે.
જ્યારે પૉલિસી શરૂ થાય છે ત્યારે બાઇક ઇન્શ્યોરન્સમાં IDVની ગણતરી તમારા ટૂ-વ્હીલરના બજાર મૂલ્યના આધારે કરવામાં આવે છે, જે સમય અને ડેપ્રિશિયેશન સાથે બદલાતી રહે છે. નીચેનું ટેબલ દર્શાવે છે કે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં IDV પર ડેપ્રિશિયેશન વેલ્યૂ સમય સાથે કેવી રીતે બદલાય છે:
ટૂ-વ્હીલરની આવરદા | IDV ની ગણતરી કરવા માટે ડેપ્રિશિયેશન ટકાવારી |
ટૂ-વ્હીલર 6 મહિનાથી વધુ જૂના નહીં | 5% |
6 મહિનાથી વધુ, પરંતુ એક વર્ષથી વધુ નહીં | 15% |
1 વર્ષથી વધુ, પરંતુ 2 વર્ષથી ઓછા સમયના | 20% |
2 વર્ષથી વધુ, પરંતુ 3 વર્ષથી ઓછા સમયના | 30% |
3 વર્ષથી વધુ, પરંતુ 4 વર્ષથી ઓછા સમયના | 40% |
4 વર્ષથી વધુ, પરંતુ 5 વર્ષથી ઓછા સમયના | 50% |
IDV કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં અભિન્ન ભૂમિકા ભજવે છે. ધ્યાન આપો કે જેમ IDV ઓછું, તેમ તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમારે તેટલું પ્રીમિયમ ઓછું ચૂકવવું પડશે. તમારા ટૂ-વ્હીલરના બજાર મૂલ્યની સૌથી નજીકની IDV પસંદ કરવી એ સમજદારીભર્યું છે. આ સાથે, તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ પર યોગ્ય વળતર મેળવી શકો છો.
એચડીએફસી અર્ગો તેની વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથેનો ક્લેઇમ બોનસ (NCB) લાભો પ્રદાન કરે છે. NCB લાભો સાથે તમે પૉલિસી રિન્યૂઅલ પર તમારી બાઇકના ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે પાછલી પૉલિસીના સમયગાળા દરમિયાન નુકસાન માટે કોઈ ક્લેઇમ કર્યો નથી તો તમે NCB લાભો માટે પાત્ર છો.
એચડીએફસી અર્ગો પર, અમે પ્રથમ ક્લેઇમ-મુક્ત વર્ષ પછી તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રીમિયમ પર 20% ની NCB છૂટ ઑફર કરીએ છીએ. જો કે, જો તમે કોઈ ચોક્કસ પૉલિસી વર્ષમાં ક્લેઇમ ફાઇલ કરો છો, તો તમારું NCB ડિસ્કાઉન્ટ શૂન્ય થઈ જાય છે અને આગામી રિન્યૂઅલ માટે રદબાતલ થઈ જાય છે.
તમારી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પર સતત પાંચ ક્લેઇમ-મુક્ત વર્ષો પછી, તમે પાંચમા વર્ષથી તમારી બાઇકના ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 50% ની છૂટ મેળવી શકો છો. જો કે, જો તમે ત્યારબાદ ક્લેઇમ ફાઇલ કરો છો, તો તે વર્ષ માટેનું NCB શૂન્ય પર પાછા આવે છે.
ક્લેઇમ મુક્ત વર્ષોની સંખ્યા | NCB ની ટકાવારી |
1st વર્ષ | 20% |
બીજું વર્ષ | 25% |
3rd વર્ષ | 35% |
4મું વર્ષ | 45% |
5મું વર્ષ | 50% |
નીચે ઉલ્લેખિત કેટલાક પરિબળો છે, જે ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સથી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સને અલગ કરે છે
વિશેષતા | કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ | ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ |
રિપેર ખર્ચનું કવરેજ | ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવશે, તેથી રિપેર બિલનો એક ભાગ પૉલિસીધારક દ્વારા વહન કરવાનો રહેશે. | ઇન્શ્યોરન્સ કંપની સ્વૈચ્છિક કપાતપાત્ર સિવાયના કુલ રિપેર બિલની ચુકવણી કરે છે. |
પ્રીમિયમ | ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સની તુલનામાં ઓછું પ્રીમિયમ. | કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સની તુલનામાં વધુ પ્રીમિયમ. |
ક્લેઇમ સેટલમેન્ટની રકમ | ક્લેઇમ સેટલ કરતી વખતે ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવશે. | ક્લેઇમ સેટલ કરતી વખતે ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. |
વાહનની ઉંમર | બાઇક જેમ જૂની થાય તેમ તેનું ડેપ્રિશિયેશન વધશે. | ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. |
તમામ બાઇક માલિકો માટે પર્સનલ એક્સિડન્ટ કવર ફરજિયાત છે, તેને ખરીદવું જરૂરી છે. પર્સનલ એક્સિડન્ટ કવરમાં, કોઈ માર્ગ અકસ્માત દરમિયાન થતી પૉલિસીધારકની કાયમી વિકલાંગતા અથવા મૃત્યુના કિસ્સામાં, ન્યૂનતમ ₹15 લાખની કવરેજ મર્યાદા હોય છે. ભારત મોટર ટેરિફ 2002 અધિનિયમ મુજબ, સરકારે વાહન માલિકો માટે પર્સનલ એક્સિડન્ટ કવર હોવું ફરજિયાત બનાવ્યું છે. PA કવર કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શામેલ હોય છે, પરંતુ જો કોઈની પાસે માત્ર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોય તો તેમણે તે ખરીદવાનું રહેશે.
કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ અહીં નીચે આપેલ છે:
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સનો પુરાવો
• વેરિફિકેશન માટે બાઇકની RC ની કૉપી અને ઓરિજિનલ ટૅક્સ રસીદો
• થર્ડ પાર્ટીની મૃત્યુ, નુકસાન અને શારીરિક ઈજાઓની જાણ કરતી વખતે પોલીસ FIR રિપોર્ટ
• તમારા ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી
• નુકસાનના રિપેરનો અંદાજ.
• ચુકવણીની રસીદ અને રિપેરના બિલ
• ઓરિજિનલ RC ટૅક્સ ચુકવણીની રસીદ
• સર્વિસ બુકલેટ/બાઇકની ચાવી અને વોરંટી કાર્ડ
ચોરીના કિસ્સામાં, સબ્રોગેશન લેટર આવશ્યક છે.
• પોલીસ FIR/ JMFC રિપોર્ટ/ અંતિમ તપાસ રિપોર્ટ
• ચોરીના સંદર્ભમાં સંબંધિત RTO ને જાણ કરતી અને તે બાઇકને "બિન-ઉપયોગી" જાહેર કરતા પત્રની મંજૂરી-પ્રાપ્ત કૉપી
• બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના મૂળ ડૉક્યુમેન્ટ
• બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સોફ્ટ કૉપી
• ફોટોગ્રાફ અથવા વિડિયોના માધ્યમથી ઘટનાનું વર્તમાન પ્રમાણ
• FIR (જો જરૂરી હોય તો)
• અગ્નિશમન દળનો રિપોર્ટ (જો કોઈ હોય તો)
બ્રોશર | ક્લેઇમ ફોર્મ | પૉલિસીની શબ્દાવલી |
બ્રોશરમાં કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ, કવરેજ અને કપાતપાત્ર વિશેની વિગતવાર માહિતી મેળવો. કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ બ્રોશર તમને અમારી પૉલિસી વિશે ઊંડાણપૂર્વક જાણવામાં મદદ કરશે. | ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફોર્મ મેળવીને તમારી ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવો. | નિયમો અને શરતો વિશે જાણવું મહત્વપૂર્ણ છે, જેના હેઠળ તમે કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નુકસાનનું કવરેજ મેળવી શકો છો. |