Standalone Two Wheeler Insurance with HDFC ERGO
Standalone Two Wheeler Insurance with HDFC ERGO
Premium starts at just ₹538*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
2000+ cashless Garagesˇ

2000+

કૅશલેસ ગેરેજˇ
Emergency Roadside Assistance°°

ઈમર્જન્સી રોડસાઇડ

આસિસ્ટન°°
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર ટૂ-વ્હીલર

સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ

Standalone own damage two-wheeler insurance
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વાહનને કારણે થયેલ નુકસાન માટે થતા તમારા ખર્ચને સુરક્ષિત કરે છે. જો કે, તમને તે ચોક્કસ નુકસાન માટે કવરેજ મળશે કે નહીં તે તમે પસંદ કરેલ પૉલિસી નક્કી કરે છે. 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, દરેક વાહનના માલિક પાસે થર્ડ પાર્ટી કવર હોવું આવશ્યક છે, જો કે, અહીં તમને માત્ર થર્ડ-પાર્ટી જવાબદારીઓ માટે જ કવરેજ મળશે. જો તમે બાઇક માટે ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ પસંદ કરો, તો ઇન્શ્યોરર તમને અકસ્માત, આગ, ચોરી, ઘરફોડી, કુદરતી આપત્તિઓ, માનવ-નિર્મિત આપત્તિઓ વગેરેને કારણે થતા નુકસાન માટે કવર કરશે. તેથી, કોઈપણ ઇન્શ્યોરેબલ જોખમથી થયેલા નુકસાનને કારણે રિપેરમાં થયેલા ખર્ચ અને પાર્ટ્સને બદલવાના ખર્ચ માટે કવરેજ મેળવવા માટે, તમારે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન પર સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ. તમે એચડીએફસી અર્ગો વેબસાઇટ દ્વારા સરળતાથી બાઇક માટે ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ખરીદી અથવા રિન્યૂ કરી શકો છો.

 શા માટે ઓન ડેમેજ કવર ઉપયોગી છે?

તમારા ઇન્શ્યોરન્સ લીધેલ ટૂ-વ્હીલરને આગ, અકસ્માત, કુદરતી આપત્તિઓ, ચોરી અને અન્ય અણધારી ઘટનાઓને કારણે નુકસાન થાય, ત્યારે ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ લાભદાયક ઠરે છે. જો આ ઇવેન્ટને કારણે તમારા ટૂ-વ્હીલરને નુકસાન થાય, તો બાઇક ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ કવર વાહનના રિપેર માટે કવરેજ પ્રદાન કરશે. આ લાભ ફરજિયાત થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ સાથે ઉપલબ્ધ નથી કારણ કે તે માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે. બાઇક માટે ઓન ડેમેજ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને તમે તમારા ટૂ-વ્હીલરને ચલાવતી વખતે મનની શાંતિ મેળવી શકો છો, કારણ કે તેનાથી તમારું ટૂ-વ્હીલર ગંભીર નુકસાન સામે સુરક્ષિત થાય છે.

સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કોણે મેળવવી જોઈએ?

જો તમે તાજેતરમાં જ થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદ્યો હોય, તો તમારે તમારા પોતાના વાહનને નુકસાનથી બચાવવા માટે સ્ટેન્ડઅલોન ઓડી (OD) બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ. બંને પૉલિસીઓ એક જ ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી ખરીદવી ફરજિયાત નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે તમારો થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ કોઈ અન્ય ઇન્શ્યોરર પાસેથી ખરીદ્યો હોય, તો પણ તમે સ્ટેન્ડઅલોન ઓડી ઇન્સ્યોરન્સ પ્લાન એચડીએફસી અર્ગો કે તમારી પસંદના કોઈ અન્ય ઇન્શ્યોરર પાસેથી ખરીદી શકો છો. તમારા પ્લાન અને ઇન્શ્યોરન્સ પ્રદાતાને પસંદ કરતા પહેલાં તમામ સમાવેશો, બાકાતો, વિશેષતાઓ અને અન્ય નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.

સ્ટેન્ડઅલોન ટૂ-વ્હીલર પૉલિસીમાં સમાવેશ અને બાકાત

તમારા વાહનને નુકસાન પહોંચાડી શકે એવા ઘણા જોખમોને એક સારો પ્લાન ધ્યાનમાં રાખે છે અને તેનાથી ઉદ્ભવતા ખર્ચથી તમને સુરક્ષિત કરી શકે છે. આમાં શામેલ છે:

Accidents

અકસ્માત

તમારા વાહનથી સંબધિત કોઈ અકસ્માત અને તેને કારણે થતું નુકસાન

Fire & Explosion

આગ અને વિસ્ફોટ

આગ અથવા વિસ્ફોટ તમારી મહત્વની મશીનને રાખમાં બદલી શકે છે. પરંતુ અમારી પૉલિસી આ આગને તમારા ખિસ્સા (નાણાં) સુધી પહોંચવા દેશે નહીં.

Theft

ચોરી

અમે તમારી બાઇકને ચોરાઈ જવાથી અટકાવી શકતા નથી, પરંતુ અમે તમારા ચોરી સંબંધિત નુકસાનને કવર કરીને તમારા ફાઇનાન્સને સુરક્ષિત રાખી શકીએ છીએ.

Calamities

આપત્તિઓ

કેટલીક પરિસ્થિતિઓ કુદરતી આપત્તિઓ જેવી અમારા નિયંત્રણની બહાર હોય છે. પરંતુ અમે તમારા ફાઇનાન્સ પર ખોટ કર્યા વગર તમારા વાહનને રિસ્ટોર કરવામાં તમારી મદદ કરીએ છીએ.

આ 4 કારણથી એચડીએફસી અર્ગો તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ!

એચડીએફસી અર્ગો એક ખૂબ પ્રખ્યાત અને પ્રસંશા પામેલ ઇન્શ્યોરન્સ કંપની છે, જેના પરિણામે 1.6 કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર તેમની સર્વિસનો લાભ લે છે. એચડીએફસી અર્ગોના વાહન ઇન્શ્યોરન્સની અપાર લોકપ્રિયતાનો શ્રેય અનેક પરિબળોને જાય છે, જેમાંથી કેટલાક આ પ્રમાણે છે:

100% Claim Settlement Ratio^
99.8% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો^
આપે છે જે ઓવન ડેમજ કવર દર પર અગાઉના ટેરિફના સંદર્ભમાં છે, જેથી તમે અસરકારક અને વ્યાજબી કવરેજ મેળવી શકો.
2000+ cashless Garagesˇ
2000+ કૅશલેસ ગેરેજ
જે તમને મેળવેલી સેવાઓ માટે કોઈપણ પૂર્વચુકવણીની રકમ ચૂકવવાની જરૂરિયાત વિના તમને સમગ્ર ભારતમાં ઉપલબ્ધ સેવાઓ પ્રદાન કરવા માટે હંમેશા વધી રહી છે.
24x7 roadside assistance °°
24x7 રોડસાઇડ આસિસ્ટન્સ °°
રજાના દિવસોમાં પણ, જ્યારે તમે કોઇ અકસ્માતમાં અટવાઈ જાઓ છો અથવા દિવસના મુશ્કેલ કલાકોમાં અકસ્માતનો સામનો કરો છો અને તમને જ્યારે સહાયની જરૂર પડે છે, ત્યારે તે અત્યંત ઉપયોગી છે.
Door Step Two Wheeler repairs°
ડોર સ્ટેપ ટૂ-વ્હીલર રિપેર°
હમણાં જ તમારા ઘર પર સુવિધાજનક કાર રિપેર સર્વિસ મેળવો.

ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી

એચડીએફસી અર્ગો દ્વારા ઑફર કરવામાં આવતી એક ખૂબ જ ઉપયોગી સુવિધા તેમની બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર છે. આ એક ઝડપી અને કાર્યક્ષમ ટૂલ છે જેના વડે તમે પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા તમામ લાભો મેળવવા માટે કેટલું પ્રીમિયમ ચુકવવું પડશે તે અંગે ઘણો ખ્યાલ આપે છે. જરૂરી વિગતો ભર્યા બાદ બટન પર ક્લિક કરવાથી અંદાજિત પ્રીમિયમની તમે જાણી શકશો, અને તે મુજબ તમારા ફાઇનાન્સનું આયોજન કરી શકો છો.

તમારા ઓન ડેમેજ (OD) પ્રીમિયમને કેવી રીતે ઘટાડવું

કેટલાક ચોક્કસ પરિબળો તમારી OD ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમની ગણતરી પર અસર કરે છે, જેની ચર્ચા આગામી વિભાગમાં કરવામાં આવી છે. એ પરિબળોને ધ્યાનમાં રાખીને, તમે આ હાથવગી ટિપ્સ વડે તમારા OD પ્રીમિયમને ઘટાડવા માટે કામ કરી શકો છો:

●સ્વૈચ્છિક કપાતપાત્ર એ રકમ છે જે તમે ઇન્શ્યોરર પાસે ક્લેઇમ કરતી વખતે પોતે ચુકવણી કરવાનું પસંદ કર્યું છે. સ્વૈચ્છિક કપાતપાત્રની ટકાવારી વધારીને તમે તમારું ઓન ડેમેજ પ્રીમિયમ ઓછું કરી શકો છો. આ માટે આગોતરું કૉસ્ટ-બેનિફિટ વિશ્લેષણ કરવું જરૂરી છે.

● વાહનનું ચોક્કસ ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ મૂલ્ય (IDV) જણાવવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તેની સીધી અસર OD પ્રીમિયમ અને ભાવિ ડિસબર્સલ રકમ પર થાય છે.

● નો ક્લેઇમ બોનસ ઍડ-ઑનની સાથે, અગાઉ ઓડી (OD) તરીકે ઓળખાતી અથવા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓના સંચિત લાભો મેળવવા માટે તમારે તેમને વર્તમાન પૉલિસીમાં ટ્રાન્સફર કરવાનું સુનિશ્ચિત કરવું જોઈએ.

● જૂના વાહનો ધરાવતા લોકોને તેમનું ઓડી પ્રીમિયમ ઓછું કરવા માટે ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ કવર મેળવવાની સલાહ આપવામાં આવે છે.

સ્ટેન્ડઅલોન OD ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

અમે અગાઉના વિભાગમાં કેટલાક પરિબળો જણાવ્યા છે, અને તમારું OD પ્રીમિયમ કેવી રીતે પ્રભાવિત થાય છે તે વિશે અહીં કેટલીક વધુ વિગતો આપેલ છે.

IDV

આઈડીવી

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં IDV OD પ્રીમિયમની ગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ મૂલ્યને વધારે બતાવવું એ હાનિકારક હોઈ શકે છે.

Age of Bike

બાઇક કેટલી જૂની છે

બાઇક કેટલી જૂની છે તે એક અન્ય મહત્વપૂર્ણ પરિબળ છે કારણ કે નિયમિત ઉપયોગને કારણે જૂની બાઇકમાં ટકાઉ ઘસારાને કારણે પ્રીમિયમ ઉચ્ચ હોય છે.

NCB

NCB

NCB એટલે નો કોસ્ટ બોનસ છે અને તેનું પ્રીમિયમ સામાન્ય રીતે ઊંચું હોય છે. પરંતુ તેનો ફાયદો એ છે કે જો કોઈ ક્લેઇમ કરવામાં આવતો નથી તો પછીના પ્રીમિયમમાં ઘટાડો થાય છે.

Bike Make Model

બાઇક મેક મોડેલ

બાઇકની બનાવટ અને મોડેલ પણ પ્રીમિયમની ગણતરીને અસર કરે છે. ઉચ્ચ-કિંમતની શ્રેણીના બાઇક સાથે વધુ પ્રીમિયમ સંકળાયેલા હશે. બીજી બાજુ, વધુ સુરક્ષા સુવિધાઓવાળા બાઇક્સ ઓછા પ્રીમિયમને આકર્ષિત કરે છે કારણ કે તેઓનું ઇન્શ્યોરન્સ જોખમ ઓછું માનવામાં આવે છે.

ઓન-ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો ?

ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ટૂ-વ્હીલર માટે ક્લેઇમ કરવું સરળ છે. તેના પગલાંઓ અહીં નીચે આપેલ છે:

 

પગલું 1- અમારી વેબસાઇટ પર ક્લેઇમ રજિસ્ટર કરીને અમારી ક્લેઇમ ટીમનો સંપર્ક કરો. અમારી ક્લેઇમની ટીમ તમારો સંપર્ક કરશે અને અમારા એજન્ટ દ્વારા પ્રદાન કરેલ લિંક સાથે, તમે ડૉક્યુમેન્ટ ઑનલાઇન અપલોડ કરી શકો છો.

પગલું 2 - તમે સ્વ-નિરીક્ષણ માટે અથવા સર્વેક્ષક કે વર્કશોપ પાર્ટનર દ્વારા એપના માધ્યમે ડિજિટલ નિરીક્ષણ કરાવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

પગલું 3 - ક્લેઇમ ટ્રૅકર દ્વારા તમારા ક્લેઇમના સ્ટેટસને ટ્રૅક કરો.

પગલું 4 - તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે, ત્યારે તમને મેસેજ દ્વારા નોટિફિકેશન મળશે અને તે કૅશલેસ નેટવર્ક ગેરેજ દ્વારા સેટલ કરવામાં આવશે.

ઓન-ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટેના આવશ્યક ડૉક્યુમેન્ટ

નીચેની પરિસ્થિતિઓ હેઠળ બાઇકના ઓન ડેમેજ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટનું લિસ્ટ અહીં આપેલ છે:

1

આકસ્મિક નુકસાન

• ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનો પુરાવો
• વેરિફિકેશન માટે બાઇકની RC ની કૉપી અને ઓરિજિનલ ટૅક્સ રસીદો
• પોલીસ FIR રિપોર્ટ
• તમારા ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી
• નુકસાનના રિપેરનો અંદાજ.
• ચુકવણીની રસીદ અને રિપેરના બિલ

2

ચોરી સંબંધિત ક્લેઇમ

• બાઇક માટે ઓન ડેમેજ ઇન્શ્યોરન્સની મૂળ કૉપી
• સંબંધિત પ્રાદેશિક પરિવહન ઑફિસનો ચોરી થયાની જાણ કરતો પત્ર
• ઓરિજિનલ RC ટૅક્સ ચુકવણીની રસીદ
• સર્વિસ બુકલેટ/બાઇકની ચાવી અને વોરંટી કાર્ડ
• અગાઉના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિગતો જેમ કે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ કંપનીની વિગતો અને પૉલિસી પીરિયડનો સમયગાળો
• પોલીસ FIR/ JMFC રિપોર્ટ/ અંતિમ તપાસ રિપોર્ટ
• ચોરીના સંદર્ભમાં સંબંધિત RTO ને જાણ કરતી અને તે બાઇકને "બિન-ઉપયોગી" જાહેર કરતા પત્રની મંજૂરી-પ્રાપ્ત કૉપી

3

આગ ને કારણે નુકસાન:

• ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના અસલ ડૉક્યુમેન્ટ
• બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સોફ્ટ કૉપી
• રાઇડરના ડ્રાઇવિંગ લાઇસન્સની સોફ્ટ કૉપી
• ફોટોગ્રાફ અથવા વિડિયોના માધ્યમથી ઘટનાનું વર્તમાન પ્રમાણ
• FIR (જો જરૂરી હોય તો)
• અગ્નિશમન દળનો રિપોર્ટ (જો કોઈ હોય તો)

2000+ Network Garages Across India

લેટેસ્ટ સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

What is 1-year OD and 5-year TP?

1-વર્ષની OD અને 5-વર્ષનો TP શું છે?

સંપૂર્ણ લેખ જુઓ
20 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત
Can I Claim Insurance for Bike Scratches Under Own Damage Cover

શું હું બાઇકના ઘસરકાઓ માટે ઓન ડેમેજ કવર હેઠળ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકું છું?

સંપૂર્ણ લેખ જુઓ
5 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત
two wheeler own damage cover

ઓન ડેમેજ કવરેજ પર ટૂ-વ્હીલરની ઉંમર અને સ્થિતિના પ્રભાવની સમજૂતી

સંપૂર્ણ લેખ જુઓ
13 નવેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત
Own Damage Cover Vs Zero Depreciation In Bike Insurance

ઓન ડેમેજ અને ઝીરો ડેપ વચ્ચે શું તફાવત છે?

સંપૂર્ણ લેખ જુઓ
2 ઓગસ્ટ, 2024 ના રોજ પ્રકાશિત
વધુ બ્લૉગ જુઓ

બાઇક માટે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


ના, તમે આ પ્લાન ઑફર કરનાર કોઈપણ ઇન્શ્યોરર પાસેથી સ્ટેન્ડઅલોન OD ખરીદી શકો છો. પસંદ કરતા પહેલા, તમારે બજારમાં ઉપલબ્ધ યોજનાઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન અને સરખામણી કરવા જોઈએ.
કોઈપણ વાહન કે જેની પહેલેથી જ માન્ય થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તેને માટે એક સ્ટેન્ડઅલોન OW પ્લાન ખરીદી શકાય છે.
ત્રણ સૌથી સામાન્ય પ્રકારની બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં થર્ડ-પાર્ટી, સ્ટેન્ડઅલોન પોતાના નુકસાન અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાન્સનો સમાવેશ થાય છે.
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન સૌથી મૂળભૂત અને સૌથી ઓછા પ્રીમિયમનો પ્લાન છે. ભારતીય કાયદાઓનું પાલન કરવા માટે ઓછામાં ઓછો આ પ્લાન હોવો જરૂરી છે.
સુધારેલા નિયમો અનુસાર વ્યક્તિગત અકસ્માત કવર ફરજિયાત છે. તમે તમારી OD પૉલિસી ખરીદતી વખતે આને ઉમેરી શકો છો આનો સમાવેશ કરવાનું પસંદ કરી શકો છો, પરંતુ તેના માટે બે વાર ચૂકવણી થતી રોકવા માટે તે તમારા થર્ડ-પાર્ટી કવરમાં પહેલેથી જ સામેલ છે કે કેમ તે તપાસવું જોઈએ.

એવૉર્ડ અને સન્માન

તમામ એવૉર્ડ જુઓ