third party bike insurance
Standalone Two Wheeler Insurance with HDFC ERGO
Annual Premium starting at just ₹538*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
7400+ Cashless Network Garages ^

2000થી વધુ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
Emergency Roadside Assistance

ઈમર્જન્સી રોડસાઇડ

સહાયતા
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ

Third Party Two Wheeler Insurance

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહન દ્વારા અકસ્માતને કારણે ઉદ્ભવતા થર્ડ પાર્ટીના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે. ટૂ-વ્હીલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે, જે ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહન દ્વારા અકસ્માતની સ્થિતિમાં થર્ડ પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને થયેલ નુકસાન છે. આમાં થર્ડ પાર્ટી વ્યક્તિની કાયમી અપંગતા અથવા મૃત્યુ પણ શામેલ છે. 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, ટૂ-વ્હીલર માલિક પાસે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે. થર્ડ પાર્ટી કવર વગર ભારતમાં બાઇક અથવા સ્કૂટર ચલાવવું ગેરકાયદેસર છે અને ટ્રાફિક પોલીસ તમને તેના વિના તમારા વાહનને ચલાવવા માટે ₹2000 સુધી દંડ કરી શકે છે. થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવું સરળ છે, આજે જ તમારી સવારીને સુરક્ષિત કરો./p>

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં, તમારે તેની કેટલીક સુવિધાઓ વિશે જાણવું જોઈએ

વિશેષતા વર્ણન
ઓછું પ્રીમિયમ થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ₹ 538 થી શરૂ થાય છે અને તે વ્યાપક ઇન્શ્યોરન્સની તુલનામાં ખૂબ જ વ્યાજબી છે.
જવાબદારી કવર પ્રદાન કરે છે 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને નુકસાન થવાને કારણે ઉદ્ભવતી ફાઇનાન્શિયલ અને કાનૂની જવાબદારીઓ સામે કવર કરે છે. આમાં તમારા ઇન્શ્યોર્ડ ટૂ-વ્હીલરને કારણે થર્ડ પાર્ટીને થયેલી ઈજા અથવા મૃત્યુનો સમાવેશ થાય છે.
ખરીદવામાં સરળતા થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઝીરો ડૉક્યુમેન્ટેશન સાથે સરળતાથી ઑનલાઇન ખરીદી શકાય છે.
કાનૂની જરૂરિયાતને પૂર્ણ કરો થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ફરજિયાત જરૂરિયાતને પૂર્ણ કરશો.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના લાભો

લાભ વર્ણન
કાનૂની જટિલતાઓને ટાળો 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. જો તમે માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી વગર ટુ-વ્હિલર ચલાવતા જોવા મળશો, તો તમને દંડિત કરવામાં આવશે.
થર્ડ-પાર્ટી લાયબિલિટી માટે કવરેજ જો ઇન્શ્યોરન્સ ધરાવતી બાઇકને કારણે થર્ડ-પાર્ટીને ઈજા થાય છે અથવા દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય છે, તો આ પૉલિસી હેઠળ આર્થિક વળતરને કવર કરી લેવામાં આવશે.
વ્યાજબી પૉલિસી થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ અને સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ પૉલિસી કરતાં વધુ વ્યાજબી છે. IRDAI ક્યુબિક ક્ષમતાના આધારે તેના પ્રીમિયમને નિર્ધારિત કરે છે.
થર્ડ-પાર્ટી વાહન માટે કવરેજ જો ઇન્શ્યોરન્સ ધરાવતી બાઇકને થર્ડ પાર્ટીને નુકસાન થાય તો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી કવરેજ પ્રદાન કરે છે.
પેપરલેસ પ્રોસેસ તમે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો અથવા પ્લાનને રિન્યૂ કરો છો, તો કોઈ પેપરવર્કની જરૂર નથી. તમારે માત્ર તમામ સંબંધિત ડૉક્યુમેન્ટ ઑનલાઇન અપલોડ કરવાની જરૂર છે.

થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં સમાવેશ અને બાકાત બાબત

Personal Accident Cover for Bikes

11. વયક્તિગત અકસ્માત કવર

અમારી થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે અમે તમને કોઈપણ મેડિકલ ઇમરજન્સી સામે રક્ષણ આપવા માટે ₹15 લાખની ફરજિયાત વ્યક્તિગત અકસ્માત (CPA) પૉલિસી ઑફર કરીએ છીએ.

Third Party Property Damage

થર્ડ પાર્ટી સંપત્તિનું નુકસાન

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના વાહનને કારણે થર્ડ પાર્ટીની કોઈપણ સંપત્તિના નુકસાન માટે ઇન્શ્યોરર ખર્ચ ચૂકવશે.

Third Party Injury

થર્ડ પાર્ટીને ઇજા

જો થર્ડ પાર્ટી વ્યક્તિને ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને કારણે ઇજા અથવા મૃત્યુનો સામનો કરવો પડે છે, તો ઇન્શ્યોરર તબીબી સારવાર અથવા અન્ય નુકસાન માટે કવરેજ પ્રદાન કરશે.

થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ફાયદા અને નુકસાન

કાયદા અનુસાર, દરેક બાઇક/સ્કૂટરના માલિક પાસે ટૂ-વ્હીલર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. તમે 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ફાયદા અને નુકસાનનો અભ્યાસ કર્યા પછી વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકો છો. ચાલો, નીચે આપેલ ટેબલ પર એક નજર કરીએ

ફાયદા ગેરફાયદાઓ

બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીને ઇજા અથવા મૃત્યુ સહિત થર્ડ પાર્ટી વ્યક્તિને નુકસાન માટે ઇન્શ્યોરરને કવરેજ પ્રદાન કરે છે. દા.ત. શ્રી A દ્વારા ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે શ્રી Bને અકસ્માતથી ઇજા થાય છે, ઇન્શ્યોરર શ્રી Bની સારવારના ખર્ચ માટે ચુકવણી કરશે.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ અથવા તેમના વાહનને થયેલા કોઈપણ નુકસાન અથવા ખોટને કવર કરશે નહીં. દા.ત. શ્રીમાન A આ પૉલિસી ધરાવે છે અને એક અકસ્માતનો ભોગ બને છે જેમાં તેમના સ્કૂટરને નુકસાન થાય છે, તે કિસ્સામાં, રિપેર ખર્ચ શ્રીમાન દ્વારા વહન કરવામાં આવશે..

થર્ડ-પાર્ટી લાયબિલિટી માટે કવરેજ

આ પૉલિસી સાથે, ઇન્શ્યોરર પૉલિસીધારકની બાઇકની ચોરી માટે વળતર આપશે નહીં. 

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલનામાં થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ વ્યાજબી છે. 

ટૂ-વ્હીલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનો ખર્ચ ઓછો હોય છે, જો કે, તમને મર્યાદિત કવરેજ મળે છે. 

આ પૉલિસી ખરીદવામાં સરળ છે અને પ્રીમિયમ દર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. 

થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ સાથે કોઈ રાઇડર્સ ઉપલબ્ધ નથી. ઉપરાંત, તમે ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) ને કસ્ટમાઇઝ કરી શકતા નથી. 

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ વર્સેસ. થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમને પૉલિસીધારકને સૌથી મૂળભૂત પ્રકારનું કવરેજ પ્રદાન કરે છે. તે તમને વાહન, સંપત્તિ અથવા વ્યક્તિને થયેલા કોઈપણ નુકસાન/ક્ષતિથી કવર કરે છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ તમામ ટૂ-વ્હીલર માલિકો પાસે હોવું ફરજિયાત છે જે ન હોવા પર ₹2000 ના દંડ અને/અથવા 3 મહિના સુધીના કારાવાસની સજા પણ થઈ શકે છે.

માપદંડ કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
કવરેજકોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પોતાના નુકસાન તેમજ થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. આમાં ઇન્શ્યોરન્સ લેનારના વાહન દ્વારા થર્ડ પાર્ટીને થયેલ ઈજા, મૃત્યુ અને સંપત્તિના નુકસાનનો સમાવેશ થાય છે.
જરૂરિયાતનો પ્રકાર તે ફરજિયાત નથી, જોકે તમારા અને તમારા વાહન માટે સંપૂર્ણ સુરક્ષા મેળવવાની ભલામણ કરવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ મુજબ ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે
ઍડ-ઓન્સની ઉપલબ્ધતા એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ સાથે તમે ઝીરો ડેપ્રિશિયેશન કવર અને ઇમર્જન્સી આસિસ્ટન્સ કવરનો લાભ લઈ શકો છો. થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે ઍડ-ઑન કવર પસંદ કરી શકાતા નથી.
કીમત તે તુલનાત્મક રીતે ખર્ચાળ છે કારણ કે તે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. તે ઓછું ખર્ચાળ છે કારણ કે તે માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે.
બાઇક મૂલ્યનું કસ્ટમાઇઝેશન તમે તમારી ઇન્શ્યોરન્સની જરૂરિયાતો અનુસાર કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકાતી નથી. આ એક પ્રમાણિત પૉલિસી છે જેનો ખર્ચ IRDAI દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક બાઇક ઇન્શ્યોરન્સ દરો અને તમારી બાઇકની એન્જિન ક્યુબિક ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે.

થર્ડ પાર્ટી વર્સેસ ઓન ડેમેજ

વિશેષતા થર્ડ પાર્ટી ઓન ડેમેજ
કવરેજઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના વાહન સાથે અકસ્માતમાં થર્ડ પાર્ટીને થયેલા નુકસાન અને ઈજાઓને કવર કરે છે. આગ, ચોરી, કુદરતી આફતો વગેરે સામે તમારા વાહનને કવર કરે છે.
પ્રીમિયમપ્રીમિયમ ઓછું છે.પ્રીમિયમ નિશ્ચિત અને ઓછું છે. પ્રીમિયમ IRDAI દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.
એડ ઑન્સતમે તમારી પૉલિસીમાં રાઇડર ઉમેરીને પ્લાનને કસ્ટમાઇઝ કરી શકતા નથી.તમે ઝીરો ડેપ્રિશિયેશન, એન્જિન પ્રોટેક્ટ કવર વગેરે જેવા ઍડ-ઑન ઉમેરીને કસ્ટમાઇઝ કરી શકો છો.
ડેપ્રિશિયેશનઇન્શ્યોરન્સ પ્રીમિયમને ડેપ્રિશિયેશન દર દ્વારા અસર થતી નથી.ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ડેપ્રિશિયેશન દર દ્વારા અસર થાય છે.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ હેઠળ ઑફર કરવામાં આવતું વળતર

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ હેઠળ વળતર માલિક-ડ્રાઇવરને ઑફર કરવામાં આવે છે. જો કે, માલિક-ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇન્શ્યોર્ડ બાઇકનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું આવશ્યક છે. નીચેના ટેબલમાં, તમે પૉલિસીધારકને થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવર હેઠળ ઑફર કરેલ વળતરની ટકાવારી જોઈ શકો છો:

ઈજાનો પ્રકાર વળતરનું પ્રમાણ
મૃત્યુના કિસ્સામાં 100%
બે અંગો અથવા બે આંખોની દ્રષ્ટિ ગુમાવવાના કિસ્સામાં 100%
એક અંગ અને એક આંખની દ્રષ્ટિ ગુમાવવાના કિસ્સામાં 50%
ઇજાઓથી કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં 100%

થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દરો

થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીધારકને સૌથી મૂળભૂત પ્રકારનું કવરેજ પ્રદાન કરે છે. તે તમને વાહન, સંપત્તિ અથવા વ્યક્તિને થયેલા કોઈપણ નુકસાન/ક્ષતિથી કવર કરે છે. તમામ ટૂ-વ્હીલર માલિકો માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પણ ફરજિયાત છે. માન્ય થર્ડ પાર્ટી કવર વગર ડ્રાઇવિંગ કરવાથી ₹2000 નો દંડ થઈ શકે છે અને/3 મહિના સુધીનો કારાવાસ થઈ શકે છે. ટૂ-વ્હીલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.

એન્જિન ક્ષમતા TP હાલના વાહનના રિન્યૂઅલ માટે પ્રીમિયમ (વાર્ષિક)*
75 cc થી વધુ નથી ₹538
75 cc થી વધુ પરંતુ 150 cc થી વધુ નથી ₹714
150 cc થી વધુ પરંતુ 350 cc થી વધુ નથી ₹1,366
350 cc થી વધુ ₹2,804

નવા બાઇકના માલિકો માટે લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી પૉલિસી

સુપ્રીમ કોર્ટના ઑર્ડર મુજબ, તમામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓએ નવી બાઇક માટે લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરવી પડશે. IRDAI એ ટૂ-વ્હીલર માટે ફરજિયાત પાંચ વર્ષની પૉલિસી ઑફર કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓને નિર્દેશિત કરેલ છે. તેથી, દરેક નવા બાઇક માલિકે તેમના વાહનમાં પાંચ વર્ષની થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી છે તેની ખાતરી કરવી જોઈએ. આ નવી પૉલિસીની રજૂઆત થતાં, દર વર્ષે પૉલિસીને રિન્યૂ કરવાની કોઈ ઝંઝટ નથી. આ પૉલિસીમાં, પૉલિસીધારક પાંચ વર્ષ માટે પૉલિસી લે છે એટલે પ્રીમિયમમાં થતા વાર્ષિક વધારાને પણ ટાળી શકે છે.

નીચેના દરો 1 જૂન, 2022 થી લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે લાગુ છે

એન્જિન ક્ષમતા (cc) 5 વર્ષ માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના દરો
75cc સુધી ₹ 2901
75 થી 150 cc વચ્ચે ₹ 3851
150 થી 350 cc વચ્ચે ₹ 7365
350 સીસીથી વધારે ₹ 15117

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

IRDAI ટૂ-વ્હીલરની એન્જિન ક્ષમતાના આધારે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નક્કી કરે છે. તેથી, ટૂ-વ્હીલરની એન્જિન ક્યુબિક ક્ષમતા (cc) એકમાત્ર પરિબળ છે જે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે.

થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી?

થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે, તેના પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું જરૂરી છે. તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરીના પગલાં દર્શાવતી માર્ગદર્શિકા અહીં આપેલ છે

 

• પગલું 1 – એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો, તમારો બાઇક રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને ક્વોટેશન મેળવો પર ક્લિક કરીને આગળ વધો.

 

• પગલું 2- તમારે તમારી બાઇકનું મેક અને મોડેલ દાખલ કરવાનું રહેશે.

 

• પગલું 3 – તમારે થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો જરૂરી છે.

 

• પગલું 4 – તમારી છેલ્લી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વિશેની વિગતો આપો - સમાપ્તિની તારીખ. તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ID દાખલ કરો.

 

• પગલું 5 - હવે તમે તમારી થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની કિંમત જોઈ શકો છો.

 

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ વળતર: તે કેવી રીતે કામ કરે છે?

પૉલિસીધારકના વાહન દ્વારા અકસ્માતની સ્થિતિમાં થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન અથવા ઈજાને કવર કરે છે. આ કવરેજ નિયમો અને શરતો મુજબ છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ તમને અથવા તમારા વાહનને થયેલી કોઈપણ ઈજા અથવા નુકસાનને કવર કરશે નહીં.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવર કરશે:

• થર્ડ પાર્ટીની કાયમી વિકલાંગતા અથવા મૃત્યુ.

• થર્ડ પાર્ટીની પ્રોપર્ટીનું નુકસાન.

• ઇન્શ્યોર્ડ વાહનના માલિક/ડ્રાઇવરનું આકસ્મિક મૃત્યુ (જો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં વ્યક્તિગત અકસ્માત ઘટક ઉપલબ્ધ હોય.

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ વળતરની રકમ પરિસ્થિતિઓના આધારે અલગ અલગ હોઈ શકે છે. વધુમાં, જો તમે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, માન્ય બાઇક ઇન્શ્યોરન્સ સાથે વાહન ચલાવતા હોવ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોવ તો જ ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા વળતર આપવામાં આવશે. અન્યથા ઇન્શ્યોરન્સ પ્રદાતાને તમારો ક્લેઇમ નકારવાનો અધિકાર છે.

કેવી રીતે બાઇકની CC (ક્યુબિક ક્ષમતા) થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે?

બાઇકની ક્યુબિક ક્ષમતા (CC) એ એન્જિનનો મહત્તમ આઉટપુટ પાવર છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ નિર્ધારિત કરવામાં બાઇકની ક્યુબિક ક્ષમતા પણ પ્રાથમિક પરિબળ છે. બાઇકની એન્જિન ક્ષમતાના આધારે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટરે દરો નિર્ધારિત કર્યા છે.

ઇન્શ્યોરન્સ પ્રદાતા ઉચ્ચ CC એન્જિન સાથેની બાઇક માટે વધુ પ્રીમિયમ વસૂલ કરે છે. ઉચ્ચ CC ધરાવતી બાઇકને વધારે જોખમી માનવામાં આવે છે કારણ કે તે વધુ ઝડપે ચલાવી શકાય છે અને મોટેભાગે તેનો ઉપયોગ એડવેન્ચર રાઇડિંગ માટે કરવામાં આવે છે. આને કારણે અકસ્માત અથવા નુકસાનની સંભાવના વધે છે, તેથી વધુ CC ધરાવતી બાઇક માટે થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ હોય છે. વધુમાં, સામાન્ય રીતે ઉચ્ચ CC એન્જિન ધરાવતી બાઇકમાં વધુ મોંઘા પાર્ટ્સ હોય છે અને અકસ્માતના કિસ્સામાં તેમને રિપેર કરવા ખર્ચાળ હોય છે.

તમારે શા માટે થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની જરૂર છે?

મોટર વાહન અધિનિયમ મુજબ થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત હોવા ઉપરાંત, તમારી પાસે શા માટે આ કવર હોવું જોઈએ તેના પણ અન્ય કારણો છે:

    ✔ કાયદા દ્વારા ફરજિયાત: થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એક આવશ્યક પરંતુ ફરજિયાત કવર છે જે ભારતમાં તમામ બાઇક માલિકો પાસે હોવું આવશ્યક છે. જો તમને ટ્રાફિક પોલીસ દ્વારા થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ વગર પકડવામાં આવે છે, તો તમને ₹2000/ સુધીનો દંડ થઈ શકે છે/.


    ✔ 3rd પાર્ટી વાહનના કોઈપણ નુકસાનને કવર કરે છે: ઇન્શ્યોર્ડ બાઇક દ્વારા થર્ડ પાર્ટી વાહન અથવા તેમની પ્રોપર્ટીને અકસ્માતના કિસ્સામાં, તમારું થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવરેજ તમને તેના વિશે ચિંતા કર્યા વિના નુકસાનના ખર્ચને વળતર આપશે.


    ✔ 3rd પાર્ટી વાહનના માલિક-ડ્રાઇવરની કોઈપણ ઈજા અથવા મૃત્યુ માટે કવરેજ: જો અકસ્માત દરમિયાન ઇન્શ્યોર્ડ બાઇક દ્વારા થર્ડ પાર્ટી વાહનના માલિકને ઇજા થઈ હોય, તો થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ આવા વ્યક્તિગત નુકસાન માટે નાણાંકીય નુકસાનની ભરપાઈ કરશે. ઉપરાંત, જો અકસ્માતને કારણે થર્ડ પાર્ટી વ્યક્તિ મૃત્યુ પામે છે, તો થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કંપની ઇન્શ્યોરન્સ લેનારને કાનૂની અને નાણાંકીય અસરોથી સુરક્ષિત કરશે.


    ✔ ઝડપી અને સરળ ખરીદી: કંટાળાજનક ઇન્શ્યોરન્સ ખરીદ પ્રક્રિયાઓ હવે જૂની થઈ ગયી છે. હવે માત્ર થોડા ક્લિકમાં અમારી વેબસાઇટની મુલાકાત લઈને તમારા પસંદગીના ઇન્શ્યોરન્સને ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશન સાથે મેળવો

    ✔ ખર્ચ-અસરકારક ઇન્શ્યોરન્સ પૉલિસી: કારણ કે તમામ થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ IRDAI દ્વારા પૂર્વનિર્ધારિત છે ; તે આ પૉલિસીને બધા માટે વ્યાજબી બનાવે છે. આમ, નજીવા મૂલ્યની અંદર, તમે રસ્તા પર તમારી રાહ જોતા કોઈપણ અણધાર્યા થર્ડ પાર્ટી ખર્ચ માટે કવરેજની અપેક્ષા રાખી શકો છો.
    આ પણ વાંચો: થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના ફાયદાઓ

એચડીએફસી અર્ગોનો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ બીજા કરતા અલગ કઈ રીતે છે

 

અહીં મુખ્ય મુદ્દાઓ છે જે એચડીએફસી અર્ગો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને અલગ બનાવે છે:

• ઝડપી, પેપરલેસ ઇન્શ્યોરન્સ ખરીદીની પ્રક્રિયા

• પ્રીમિયમ ₹ 538થી શરૂ થાય છે*

• ઇમરજન્સી ડોરસ્ટેપ અથવા રોડસાઇડ સહાય ઍડ-ઑન કવરનો વિકલ્પ

• એક વ્યાપક નેટવર્ક 2000 કરતાં વધારે કૅશલેસ ગેરેજ

• અનલિમિટેડ ક્લેઇમ કરી શકાય છે

• 99.8% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો^

• નિરીક્ષણ વગર રિન્યૂઅલનો વિકલ્પ

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવું?

નીચેના પગલાંઓ તમને થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માટે માર્ગદર્શન આપશે.

  • Visit our Website HDFCErgo.com
    પગલું 1
    અમારી વેબસાઇટ HDFCErgo.com પર જાઓ
  • Third Party Bike Insurance Quotes
    પગલું 2
    તમારો બાઇક રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને 'તમારું ક્વોટેશન મેળવો' પર ક્લિક કરો'. અથવા 'બાઇક નંબર વગર આગળ વધો' પર ક્લિક કરીને આગળ વધો'.
  • Third Party Bike Insurance Plan
    પગલું 3
    તમારી વિગતો દાખલ કરો (નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ ID). તમારી કેટેગરીના બધા ક્વોટેશન તમારી સ્ક્રીન પર દેખાશે.
  • Third Party Bike Insurance Policy
    પગલું 4
    ટૂ-વ્હીલરની વિગતો વેરિફાઇ કરો, થર્ડ પાર્ટી પ્લાન પસંદ કરો અને થર્ડ પાર્ટી બાઇક પૉલિસી ત્વરિત ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે ઑનલાઇન પ્રીમિયમની ચુકવણી કરો.

સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા પ્રીમિયમની ચુકવણી કરો. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ઍડ્રેસ અથવા વૉટ્સએપ પર મોકલવામાં આવશે.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યૂ કરવો?

જો તમે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવા માંગો છો, તો તમારે નીચેના પગલાંમાંથી પસાર થવાની જરૂર છે:

પગલું 1: ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો, વાહન રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને પૉલિસીને રિન્યૂ કરવાનું પસંદ કરો.

પગલું 2: તમે રિન્યૂ કરવા માંગો છો તે તમારી પૉલિસી સાથે સંકળાયેલી વિગતો દાખલ કરો. થર્ડ પાર્ટી કવર પ્લાન પસંદ કરો.

પગલું 3: રિન્યૂ કરેલ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ-ID પર મેઇલ કરવામાં આવશે.

થર્ડ-પાર્ટીથી કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સમાં કેવી રીતે સ્વિચ કરવું?

ભારતીય રસ્તાઓ પર બાઇકની સવારી કરવામાં અકસ્માતની સંભાવનાના ઉચ્ચ દરના કારણે ઘણા જોખમોનો સમાવેશ થાય છે. નુકસાન માટે વળતર આપવા માટે તમામ ટૂ-વ્હીલર માલિકો માટે ઇન્શ્યોરન્સ મહત્વપૂર્ણ છે અને આદર્શ પ્લાનને કોઈપણ વાહનના નુકસાન માટે કવરેજ પ્રદાન કરવું જોઈએ. જો તમારી પાસે બેઝિક થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી છે, તો તમને માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ મળશે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. જો તમે તમારી બાઇક માટે માત્ર મૂળભૂત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ધરાવો છો, તો વ્યાપક ઇન્શ્યોરન્સ પર સ્વિચ કરવાના પગલાં અહીં આપેલ છે:

• ઇન્શ્યોરરની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

• ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ ખરીદો પર ક્લિક કરો.

• તમારી હાલની થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી સંબંધિત વિગતો ધરાવતા તમામ જરૂરી ફોર્મ સબમિટ કરો

• તમે તમારા ટૂ-વ્હીલર માટે સ્વ-નિરીક્ષણ વિકલ્પ પસંદ કરી શકો છો.

• સર્વેક્ષક દ્વારા આપેલા અહેવાલોના આધારે, પૉલિસી પ્લાનને અપગ્રેડ કરવામાં આવશે

• પાછલો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન કૅન્સલ કરવામાં આવશે, અને નવી પૉલિસી શરૂ કરવામાં આવશે

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળો

    ✔ માન્ય પ્રમાણ ઇન્શ્યોરન્સ ધરાવતી બાઇકને લીધે થર્ડ પાર્ટીને, તેમની કારને અથવા તેમની સંપત્તિને થયેલ નુકસાન માટે ક્લેઇમ કરતા પહેલાં તેમની પાસે યોગ્ય, સચોટ અને વિશ્વસનીય પ્રમાણ હોવા આવશ્યક છે.

    ✔ ઇન્શ્યોરન્સ કંપની અને પોલીસને રિપોર્ટ કરવું: જો તમારી કવર કરેલી બાઇક અકસ્માતમાં શામેલ હોય તો તરત જ તમારી ઇન્શ્યોરન્સ કંપની અને પોલીસને જાણ કરવાનું સુનિશ્ચિત કરો, જેથી થર્ડ પાર્ટીને નુકસાન પહોંચ્યું હોય તો તમે તરત જ નીચેના પગલાં લઈ શકો.

    ✔ નુકસાનની મર્યાદા મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલ નુકસાનમાં આપી શકાય તેવી મહત્તમ રકમ દર્શાવતો ઑર્ડર પાસ કરશે. વળતરની રકમ IRDAI ની માર્ગદર્શિકા મુજબ છે. હાલમાં, થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન માટે મહત્તમ ચૂકવવાપાત્ર રકમ ₹7.5 લાખ છે. જો કે, થર્ડ પાર્ટીને ઈજાના કિસ્સામાં, વળતરની રકમ પર કોઈ મર્યાદા નથી.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 

• થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની નકલ

• વેરિફિકેશન માટે બાઇકની RC ની કૉપી અને ઓરિજિનલ ટૅક્સ રસીદો.

• થર્ડ પાર્ટીની મૃત્યુ, નુકસાન અને શારીરિક ઈજાઓની જાણ કરતી વખતે પોલીસ FIR રિપોર્ટ.

• તમારા ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી.

• નુકસાનના રિપેરનો અંદાજ.

• ચુકવણીની રસીદ અને રિપેરના બિલ.

 

એચડીએફસી અર્ગો સાથે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો

તમે એચડીએફસી અર્ગો સાથેનો થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેઇમ નીચેની રીતે કરી શકો છો

પગલું 1- જો તમે તમારા ટૂ-વ્હીલર દ્વારા થર્ડ પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હોય, તો તે તૃતીય પક્ષે તમારી થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સામે ક્લેઇમ ફાઇલ કરવો આવશ્યક છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR રજિસ્ટર કરવાની રહેશે.

પગલું 2- સંબંધિત પક્ષને તમારી 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની વિગતો પ્રદાન કરો.

પગલું 3- ઘટના વિશે તરત જ એચડીએફસી અર્ગોને જાણ કરો.

પગલું 4 - એકવાર સંબંધિત પક્ષ દ્વારા એચડીએફસી અર્ગોને જાણ કર્યા પછી, અમે મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલમાં કેસ ટ્રાન્સફર કરીશું.

પગલું 5- જો ટ્રિબ્યુનલ તમને કાનૂની નોટિસ મોકલે છે, તો અમને તરત જ સૂચિત કરો. એચડીએફસી અર્ગો ટીમ નિયમો અને શરતો મુજબ કાનૂની પરિણામોને સંભાળશે.

પગલું 6 - એકવાર ટ્રિબ્યુનલ વળતરની રકમ નક્કી કરે પછી, એચડીએફસી અર્ગો સંબંધિત પક્ષને વળતરની રકમ ચૂકવશે.

પૉલિસીના ડૉક્યુમેન્ટ ડાઉનલોડ કરો

1

બ્રોશર

બ્રોશરમાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ અને અન્ય વિગતો વિશે જાણો. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ બ્રોશર તમને અમારી પૉલિસી વિશે ઊંડાણપૂર્વક જાણવામાં મદદ કરશે.
2

ક્લેઇમ ફોર્મ

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફોર્મ મેળવીને તમારી ક્લેઇમની પ્રક્રિયા સરળ બનાવો.
3

પૉલિસીની શબ્દાવલી

તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવરેજ મેળવી શકો છો તે શરતો જાણવી જરૂરી છે. કૃપા કરીને નિયમો અને શરતો જાણવા માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી નિયમાવલીનો સંદર્ભ લો.
2000+<sup>**</sup> Network Garages Across India

અમારા સંતુષ્ટ કસ્ટમરનું સાંભળો

4.4 સ્ટાર

star અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે તમામ 1,54,266 રિવ્યૂ જુઓ
Quote icon
મેં તાજેતરમાં એચડીએફસી અર્ગો પર ક્લેઇમ રજિસ્ટર કર્યો છે. ક્લેઇમ સેટલમેન્ટ માટેનો ટર્નઅરાઉન્ડ સમય માત્ર 3-4 કાર્યકારી દિવસો હતા. હું એચડીએફસી અર્ગો દ્વારા ઑફર કરવામાં આવતા કિંમતો અને પ્રીમિયમ દરોથી ખુશ છું. હું તમારી ટીમના સમર્થન અને સહાયની પ્રશંસા કરું છું.
Quote icon
એચડીએફસી અર્ગો અદ્ભુત કસ્ટમર સર્વિસ પ્રદાન કરે છે, અને તમામ એક્ઝિક્યુટિવ કમાલ છે. એક વિનંતી છે કે એચડીએફસી અર્ગો આવી જ રીતે સર્વિસ પ્રદાન કરવાનું ચાલુ રાખે છે અને તેમના કસ્ટમરની શંકાઓ જેમ કે તેઓ ઘણા વર્ષોથી કરી રહ્યા છે તેને તરત જ ક્લિયર કરે છે.
Quote icon
એચડીએફસી અર્ગો શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરે છે. હું વધુ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે આ ઇન્શ્યોરરને પસંદ કરીશ. હું સારી સેવાઓ માટે એચડીએફસી અર્ગો ટીમનો આભાર માનું છું. હું બાઇક ઇન્શ્યોરન્સ અને અન્ય ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ખરીદવા માટે એચડીએફસી અર્ગો પસંદ કરવાની મારા સંબંધીઓ અને મિત્રોને ભલામણ કરું છું.
Quote icon
હું તમારી કસ્ટમર કેર ટીમ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઝડપી અને કાર્યક્ષમ સર્વિસની પ્રશંસા કરું છું. વધુમાં, તમારા કસ્ટમર એક્ઝિક્યુટિવ સારી રીતે પ્રશિક્ષિત છે કારણ કે તેઓએ મારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને તેનો હેતુ કસ્ટમરને મદદ કરવાનો હતો. તેઓ ધીરજપૂર્વક કસ્ટમરના પ્રશ્નોને સાંભળે છે અને તેનું સંપૂર્ણ રીતે નિવારણ કરે છે.
Quote icon
હું મારી પૉલિસીની વિગતો સુધારવા માંગતો હતો અને આશ્ચર્યજનક રીતે એચડીએફસી અર્ગોની ટીમ અન્ય ઇન્શ્યોરર્સ અને એગ્રીગેટર્સ સાથેના મારા અનુભવથી વિપરીત ખૂબ જ ઝડપી અને મદદરૂપ હતી. મારી વિગતો તે જ દિવસે સુધારી દેવામાં આવી હતી અને હું કસ્ટમર કેર ટીમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું હંમેશા એચડીએફસી અર્ગોનો કસ્ટમર રહેવાનું વચન આપું છું.
testimonials right slider
testimonials left slider

લેટેસ્ટ થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

Is it compulsory to get a third-party insurance for a second-hand

શું સેકન્ડ-હેન્ડ માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ મેળવવો ફરજિયાત છે

સંપૂર્ણ લેખ જુઓ
18 જૂન, 2025 ના રોજ પ્રકાશિત
How do I check my bike's third-party insurance status?

How do I check my bike's third-party insurance status?

સંપૂર્ણ લેખ જુઓ
જૂન 12, 2025 ના રોજ પ્રકાશિત
How To Switch From A Third-Party Insurance To A Comprehensive Two Wheeler Insurance

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સમાંથી કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં કેવી રીતે સ્વિચ કરવું

સંપૂર્ણ લેખ જુઓ
મે 22, 2025 ના રોજ પ્રકાશિત
How To Get A Two Wheeler Insurance For Second Hand Scooters & Bikes

સેકન્ડ હેન્ડ સ્કૂટર અને બાઇક માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કેવી રીતે મેળવવો

સંપૂર્ણ લેખ જુઓ
મે 8, 2025 ના રોજ પ્રકાશિત
blog slider right
blog slider left
વધુ બ્લૉગ જુઓ

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ FAQ

ના, તમારી બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૂરતું નથી કારણ કે તે મર્યાદિત કવરેજ પ્રદાન કરે છે. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે.
જો કે, કોઈપણ દુર્ઘટના અથવા કુદરતી આપત્તિના કિસ્સામાં તે બાઇકના માલિકને કવરેજ પ્રદાન કરતું નથી. તે થર્ડ પાર્ટી માટે નુકસાન અથવા મૃત્યુ અથવા અકસ્માત સંબંધિત ખર્ચને કવર કરે છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ IRDAIનાં નિયમો દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમનું મૂલ્ય નિર્ધારણ બાઇકના CC પર આધારિત છે. તે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ કરતાં ઘણું ઓછું ખર્ચાળ છે. નીચે બાઇક થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માટેના દરો માટેનું કેલ્ક્યુલેટર છે-

બાઇક એન્જિનની ક્ષમતા પ્રીમિયમ
75cc થી ઓછીINR482
75cc કરતાં વધુ પરંતુ 150cc કરતાં ઓછી INR752
150cc કરતાં વધુ પરંતુ 350cc કરતાં ઓછી INR1,193
350cc કરતાં વધુ INR2,323
એચડીએફસી અર્ગો તરફથી બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ બાઇકના માલિકોને અચાનક થયેલા ખર્ચથી સુરક્ષિત કરે છે જે થર્ડ પાર્ટીને ઇજા થવા પર અકસ્માતથી ઉદ્ભવી શકે છે. તે કાયમી અપંગતા અને આકસ્મિક મૃત્યુ માટે પણ કવરેજ પ્રદાન કરે છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન ખરીદી તમારા ઘરે બેઠા આરામથી ઇન્શ્યોરન્સ પૉલિસી જારી કરવાની સરળતા પ્રદાન કરે છે. તેના માટે ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશનની જરૂર છે. માત્ર બાઇક નંબરની ઉપલબ્ધતા સાથે, એચડીએફસી અર્ગો થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ માટે પૂછપરછ પર વિગતવાર ક્વોટ ઑફર કરે છે.
ના, જો તમારી પાસે વિશિષ્ટ થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ છે, તો NCB ની કલ્પના તેના સંબંધિત નથી અથવા તેને લાગુ પડતી નથી.
જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ છે જેમાં થર્ડ પાર્ટી કવરનો સમાવેશ થાય છે, તો, દરેક ક્લેઇમ વિનાના વર્ષ માટે તમને પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળે છે. આને નો ક્લેઇમ બોનસ કહેવામાં આવે છે. આ આંકડા તમારી પ્રીમિયમ રકમના 20 થી 50 ટકા સુધીની હોઈ શકે છે.
ચાલો 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ વચ્ચેના મુખ્ય તફાવતો પર એક નજર કરીએ

 

સૌ પ્રથમ, કવરેજમાં તફાવત, 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ સાથે તમને માત્ર થર્ડ પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીને થયેલા નુકસાન માટે કવરેજ મળે છે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ ઇન્શ્યોરર સાથે થર્ડ પાર્ટીની જવાબદારીઓ સાથે ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને થયેલા નુકસાન માટે રિપેર ખર્ચ વહન કરશે.

બીજું, 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની તુલનામાં કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વધુ હોય છે.

ત્રીજું, કાનૂની અનુપાલન, ભારતીય કાયદા દ્વારા 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ વૈકલ્પિક છે.

ચોથું, ઍડ-ઑન, તમે 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ સાથે રાઇડર પસંદ કરી શકતા નથી, જો કે, કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ સાથે તમે સંબંધિત ઍડ-ઑન પસંદ કરીને કવરેજ વધારી શકો છો.

છેલ્લે, કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સનો દર મેક મોડેલ, ઍડ-ઑન અને અન્ય પરિબળો પર આધારિત છે, જ્યારે 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સનો દર IRDAI દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને તેનું પ્રીમિયમ ટૂ-વ્હીલરની એન્જિન ક્યુબિક ક્ષમતા પર આધારિત છે.

બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માલિકને તેની બાઇકના નુકસાન અથવા ચોરી સામે કોઈપણ કવરેજ પ્રદાન કરશે નહીં. જો માલિક દારૂના પ્રભાવ હેઠળ રાઇડ કરી રહ્યાં હોય તો કોઈ થર્ડ પાર્ટી ક્લેઇમ સ્વીકાર્ય નથી. જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર રાઇડ કરી રહ્યાં હોવ તો તે પણ માન્ય નથી.
તમારી પાસે તમારી બાઇક પર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ NCBનો વિશેષાધિકાર નથી. આ માત્ર કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે લાગુ થાય છે.
ભારતમાં થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે અને માલિક પર ભારે દંડ લગાવવામાં આવે છે. મૃત્યુ અથવા અકસ્માતના કિસ્સામાં તમારે ઈજા થયેલ અથવા શોક પ્રાપ્ત પરિવારને નુકસાની માટે તમારા વ્યક્તિગત એકાઉન્ટમાંથી ચુકવણી કરવાની જરૂર પડશે. મોટર વાહન અધિનિયમ મુજબ, તમને ત્રણ મહિના સુધી કારાવાસની સજા થઈ શકે છે અને/અથવા ₹2000 નો દંડ થઈ શકે છે અથવા ઇન્શ્યોરન્સ વગર પકડવામાં આવે તો બંને થઈ શકે છે. નવી પૉલિસી ખરીદતી વખતે તમને બોનસ ટ્રાન્સફર મળતું નથી.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને કારણે થર્ડ પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીના નુકસાન સામે સુરક્ષિત કરે છે. તે ઇન્શ્યોર્ડ બાઇકને કારણે થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ, નુકસાન અને મૃત્યુને કવર કરે છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ₹ 538 થી શરૂ થાય છે. IRDAI ક્યુબિક ક્ષમતાના આધારે તેના પ્રીમિયમને નિર્ધારિત કરે છે.
ના, તમે તમારા થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સને ઝીરો ડેપ્રિશિયેશન ઇન્શ્યોરન્સમાં સીધા રૂપાંતરિત કરી શકતા નથી.
તમે કોઈપણ ડૉક્યુમેન્ટેશન વગર ઇન્શ્યોરરની વેબસાઇટ પરથી તમારી 10 વર્ષની જૂની બાઇક માટે 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.
તમે ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈને કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ બદલી શકો છો. ઇન્શ્યોરરની વેબસાઇટ પર ઉતર્યા પછી, બાઇક ઇન્શ્યોરન્સ પેજ પર નેવિગેટ કરો, વાહન રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો, કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરો અને જો જરૂરી હોય તો તમે થોડા ઍડ-ઑન પણ પસંદ કરી શકો છો. તમે ઑનલાઇન ચુકવણી કરી શકો છો અને પૉલિસી તરત જ તમને મેઇલ કરવામાં આવશે.
ના, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને કારણે થર્ડ પાર્ટી વ્યક્તિ/સંપત્તિના નુકસાનને કવર કરે છે.
ના, થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિના ટૂ-વ્હીલરની ચોરી માટે કવરેજ પ્રદાન કરતું નથી.
ના, થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માત્ર તમને થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન અને ખોટથી સુરક્ષિત કરશે, જ્યારે ફાયર કવર તમને તમારા ટૂ-વ્હીલરના આગના નુકસાન સામે સુરક્ષિત કરશે.
3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને નુકસાન થવાને કારણે ઉદ્ભવતી ફાઇનાન્શિયલ અને કાનૂની જવાબદારીઓ સામે કવર કરે છે. આમાં તમારા ઇન્શ્યોર્ડ ટૂ-વ્હીલરને કારણે થર્ડ પાર્ટીને થયેલી ઈજા અથવા મૃત્યુનો સમાવેશ થાય છે.
1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. જો કે, 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરશે અને પોતાના વાહનને થયેલા નુકસાન માટે નહીં. કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે જે પોતાના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે. 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના તમામ પાસાને કવર કરવા ઉપરાંત.
ફર્સ્ટ-પાર્ટીનો અર્થ પૉલિસીધારક છે, સેકન્ડ-પાર્ટી એ ઇન્શ્યોરર છે, અને થર્ડ પાર્ટી તે વ્યક્તિ છે જેના માટે અકસ્માતમાં ફર્સ્ટ-પાર્ટી દ્વારા નુકસાન થયું હોય છે.
ત્રણ પ્રકારના બાઇક ઇન્શ્યોરન્સ એ સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ, કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ અને થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ છે.
હા, તમે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ સાથે રોડ પર ટૂ-વ્હીલર ચલાવી શકો છો.
મોટર વાહન અધિનિયમ 1988 મુજબ તમામ પ્રકારના ટૂ-વ્હીલર માટે થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ જરૂરી છે.
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની માન્યતા તપાસવા માટે તમારે તમારા ઇન્શ્યોરરની વેબસાઇટ અથવા વાહન, IIB, પરિવહન સેવા અથવા RTO પોર્ટલની મુલાકાત લેવાની જરૂર છે.
ઓન ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે પૉલિસીધારકને ચોરી, અકસ્માત, આગ વગેરે જેવા અણધાર્યા અકસ્માતોને કારણે વાહનના નુકસાન માટે કવરેજ મળે છે. બીજી તરફ, 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી થર્ડ-પાર્ટી પ્રોપર્ટી અને વ્યક્તિના નુકસાન/ખોટ/ઈજાઓ/મૃત્યુની કાળજી લે છે.
હા, તમે મોટર વાહન અધિનિયમ 1988 મુજબ માત્ર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ સાથે ટૂ-વ્હીલર ચલાવી શકો છો. જો કે, તમારા વાહનની સંપૂર્ણ સુરક્ષા માટે, કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદવું એ સમજદારીભર્યું છે.
હા, ભારતમાં થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) ફાઇલ કરવો ફરજિયાત છે.
થર્ડ-પાર્ટી ક્લેઇમ, દ્વેષપૂર્ણ નુકસાન, રોડ અકસ્માત અને ચોરી માટે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) ફાઇલ કરવો ફરજિયાત છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. અહીં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના વાહન દ્વારા થર્ડ પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને થયેલા નુકસાન માટે કવર ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ મુજબ તે ફરજિયાત છે.
1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ થર્ડ પાર્ટી સ્કૂટર ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. અહીં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના વાહન દ્વારા થર્ડ પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીને થયેલા નુકસાન માટે કવરેજ ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીની જવાબદારીઓ બંને માટે કવરેજ મેળવવા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદવો એ સમજદારીભર્યું છે. કોમ્પ્રિહેન્સિવ કવર સાથે, તમારા વાહનને સંપૂર્ણ સુરક્ષા મળશે.
3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ અને ઓન ડેમેજ કવર વચ્ચે મુખ્ય તફાવતો છે. સૌ પ્રથમ, કવરેજમાં તફાવત, 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ સાથે તમને માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ મળે છે, જ્યારે ઓન ડેમેજ ઇન્શ્યોરર સાથે ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને થયેલા નુકસાન માટે રિપેર ખર્ચ વહન કરશે.

 

બીજું, 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની તુલનામાં ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વધુ હોય છે.

ત્રીજું, કાનૂની અનુપાલન, ભારતીય કાયદા દ્વારા 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, જ્યારે ઓન ડેમેજ વૈકલ્પિક છે.

 

છેલ્લે, ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સનો દર મેક મોડેલ અને અન્ય પરિબળો પર આધારિત છે, જ્યારે 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સનો દર IRDAI દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેનું પ્રીમિયમ ટૂ-વ્હીલરની એન્જિન ક્યુબિક ક્ષમતા પર આધારિત છે.

એવૉર્ડ અને સન્માન

Slider Right
Slider Left
તમામ એવૉર્ડ જુઓ