Renew Expired Car Insurance
Premium starts at ₹2094*

પ્રીમિયમની શરૂઆત

₹2094 થી થાય છે*
9000+ cashless Garagesˇ

9000થી વધુ કૅશલેસ

ગેરેજˇ
Overnight Car Repair Services ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસીસ
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરો

સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરો

Expired Car Insurance Renewal

ગંભીર પરિણામોને ટાળવા માટે દરેક પૉલિસીધારકે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યૂ કરવી જોઈએ. સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે કાર ચલાવીને તમે કાયદાનું ઉલ્લંઘન તો કરશો જ, સાથે સાથે અકસ્માતની સ્થિતિમાં તમારી કાર માટે ઇન્શ્યોરન્સ સુરક્ષા પણ ગુમાવશો. ભારતીય રસ્તાઓ દર વર્ષે આશરે અડધા મિલિયન રોડ અકસ્માતોના સાક્ષી બને છે જેના પરિણામે વાહનોને નોંધપાત્ર નુકસાન થાય છે. માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોવાથી, જો અણધારી ઘટનાને કારણે નુકસાન થાય તો તમારે વાહનને રિપેર કરવા માટે ભારે ખર્ચ ઉઠાવવો પડશે. ઉપરાંત, જો તમે સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરતા નથી, તો તમે રિન્યૂઅલ ડિસ્કાઉન્ટ અને નો ક્લેઇમ બોનસનો લાભ ગુમાવી શકો છો. તેથી, અવિરત કવરેજ અને લાભોનો આનંદ માણવા માટે સમયસર કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરવો એ સમજદારીભર્યું છે.

એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના સમયસર રિન્યુઅલના મહત્વને સમજે છે. આ જ કારણ છે કે અમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સના સરળ અને ઝંઝટ-મુક્ત રિન્યુઅલની સગવડ આપીએ છીએ.

તમારા સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવાના 3 કારણો

જો તમે સમયસર તમારો કાર ઇન્શ્યોરન્સ રિન્યૂ કરાવવાનું ભૂલી ગયા હોવ તો કઈ વાંધો નહીં, પરંતુ આ 3 કારણોથી તમને ખબર પડશે કે સમાપ્ત થઈ ગયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરાવવાનું શું મહત્વ છે.

Financial loss in case of accidents - Car insurance renewal
અકસ્માતના કિસ્સામાં આર્થિક નુકસાન
અકસ્માત કોઈપણ સમયે અને ક્યાંય પણ થઈ શકે છે, અને માન્ય કાર ઇન્શ્યોરન્સ ન હોય તો મોટો ખર્ચ કરવો પડી શકે છે. તમારો કાર ઇન્શ્યોરન્સ પહેલેથી જ સમાપ્ત થઈ ગયો હોવાને કારણે, થયેલા નુકસાનને રીપેર કરવા માટે તમારે પોતાની બચતમાંથી ચૂકવણી કરવાની રહેશે કરવી પડશે
Loss of Insurance Protection - Car insurance renewal
લૉસ ઑફ ઇન્શ્યોરન્સ પ્રોટેક્શન
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જે કોઈપણ કાર સંબંધિત ઇમરજન્સીના કિસ્સામાં તમને સુરક્ષિત કરી શકે છે. જો તમે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થાય એ પહેલાં પહેલા રિન્યુ કરાવતા નથી, તો તમે ઇન્શ્યોરન્સ કવરના લાભો ગુમાવી શકો છો, તેમજ નવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં રિપેરીંગ કરાવવાના કિસ્સામાં તમારા પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવી પડી શકે છે.
Driving With Expired Insurance is Illegal -  Car insurance renewal
અવધિ પૂરી થયેલ ઇન્શ્યોરન્સ સાથે ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે
મોટર વાહન અધિનિયમ હેઠળ ભારતમાં માન્ય કાર ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ એક ફોજદારી ગુનો છે, જે બદલ ₹2000 સુધીનો દંડ અથવા 3 મહિના સુધીની જેલ થઈ શકે છે. તમે એક અનિચ્છનીય સમસ્યાને આમંત્રિત કરી રહ્યા છો. તમારા કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરવું એ ચોક્કસપણે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.

શું તમે સમાપ્ત થયેલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યૂ કરી શકો છો?

હા, તમે કરી શકો છો. દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં, જો તમે પૉલિસી સમાપ્ત થાય તે પહેલાં તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવાનું ભૂલી જાઓ છો અથવા ચૂકી જાઓ છો, તો પણ તમને નુકસાન થઈ શકે છે. સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યૂ કરવું તે અંગે ચિંતિત છો?? જો તમારો કાર ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ ગયો હોય અને હવે તમે તેને રિન્યૂ કરવા માંગો છો તો મોટાભાગે નીચે આપેલ બે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય શકે છે-

ગ્રેસ પીરિયડમાં રિન્યુ કરી રહ્યા છીએ
કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલનો ગ્રેસ પીરિયડ એ બફર સમયને દર્શાવે છે જે કારના માલિકને સમાપ્ત થયેલી ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવા માટે મળે છે. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ ગ્રેસ પીરિયડ ઑફર કરે છે. તે 30 થી 90 દિવસની વચ્ચે હોઈ શકે છે. સમાપ્તિ પછી કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ માટે ગ્રેસ પીરિયડને અંતિમ અને છેલ્લા ઉપાય તરીકે ધ્યાનમાં લો.
ગ્રેસ પીરિયડ પછી રિન્યૂ કરવું
એવી પરિસ્થિતિ બની શકે છે જ્યાં તમે ગ્રેસ પીરિયડ દરમિયાન પણ સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરતા નથી. આવા કિસ્સામાં, તમારી પૉલિસી સમાપ્ત થઈ જાય છે. કાર ઇન્શ્યોરન્સના સમાપ્ત થયેલ ગ્રેસ પીરિયડ દરમિયાન, પૉલિસીનો ક્લેઇમ કરી શકાતો નથી. હવે, તમારે ફરીથી એકવાર નવી પૉલિસી ખરીદવી પડશે. જો તમારી પાસે કોઈ નો ક્લેઇમ બોનસ હોય અને જો તમે પૉલિસીની સમાપ્તિના 90 દિવસની અંદર પૉલિસીને રિન્યૂ કરતા નથી, તો તે પણ રદબાતલ થશે. તેથી, આ નવી ખરીદી દરમિયાન, તમે હવે તમારા NCB નો ઉપયોગ કરી શકશો નહીં.

જો કાર ઇન્શ્યોરન્સની સમયસીમા સમાપ્ત થઈ જાય તો શું થશે?

જો કારના માલિક સમાપ્ત થાય તે પહેલાં અથવા ગ્રેસ પીરિયડ સમાપ્ત થાય તે પહેલાં કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ ન કરે તો શું થશે?? પરિણામો શું છે?? કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની ગેરહાજરીમાં તમારે કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તે સમજવા માટે નીચેના મુદ્દા ચેક કરો-

  You can get into legal obligations

તમે કાનૂની સમસ્યામાં ફસાઈ શકો છો

ભારતના રસ્તાઓ પર મોટર વાહન ચલાવવાની મૂળભૂત આવશ્યકતાઓમાંથી એક ઇન્શ્યોરન્સ પૉલિસી (ન્યૂનતમ થર્ડ-પાર્ટી પૉલિસી) હોવાનું છે. જો તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તો હવે તમે રસ્તાઓ પર વાહન ચલાવવા માટે કાનૂની રીતે પાત્ર નથી. છતાં, જો તમે વાહન ચલાવો છો અને ટ્રાફિક પોલીસ તમને પકડે છે, તો તમારે ગંભીર કાનૂની જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે જેમાં દંડ તેમજ કારાવાસનો સમાવેશ થઈ શકે છે. તેથી, તમારે શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવી જરૂરી છે

You could lose your hard-earned NCB

તમે તમારી મહેનતથી કમાયેલ NCB ગુમાવી શકો છો

નો ક્લેઇમ બોનસ તમને તમારી પૉલિસીના રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ અને ઑફરનો લાભ આપે છે. જ્યારે તમે પૉલિસી વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ ન કરો ત્યારે તે એકત્રિત કરવામાં આવે છે. જો તમે કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ ગ્રેસ પીરિયડ દરમિયાન પણ સમયસર પૉલિસીને રિન્યૂ ન કરો તો આ મહા મહેનતથી કમાયેલ બોનસ ગુમાવો છો

No policy=N o coverage

કોઈ પૉલિસી નહીં = કોઈ કવરેજ નહીં

કોઈ પૉલિસી ન હોવાનો મતલબ કોઈ કવરેજ નથી. તેથી, જો તમારી પાસે માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોય તો તમે તમારી કાર ચલાવો નહીં તે બહેતર રહેશે. અન્યથા, જો તમને અકસ્માત થાય છે અને તેના કારણે તમારું પોતાનું નુકસાન અથવા થર્ડ-પાર્ટીનું નુકસાન થાય છે, તો તમામ રિપેર ખર્ચ તમારે ચૂકવવો પડશે. કોઈ પૉલિસી ન હોવાથી, તમને તમારી ઇન્શ્યોરન્સ કંપની તરફથી કોઈ વળતર અને સહાય મળશે નહીં

You’ll have to buy a new policy

તમારે નવી પૉલિસી ખરીદવી પડશે

અંતે, જો તમારો કાર ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ જાય તો તમારે સંપૂર્ણ નવી પૉલિસી ખરીદવી પડશે. આ સમયે, પ્રોસેસ ખૂબ લાંબી અને વધુ સમય લે તેવું બની શકે છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા નિરીક્ષણ પણ કરી શકે છે. આનું કારણ એ છે કે પૉલિસીને મંજૂરી આપતા પહેલાં કંપની તમારી કારને ચેક કરી શકે છે કેમ કે પૉલિસીને લાંબા સમય સુધી રિન્યૂ કરવામાં આવી નથી. તેથી, કારની સ્થિતિ સારી છે તેની પુષ્ટિ કરવા માટે, કંપની નિરીક્ષણ કરી શકે છે. અને આ બધું આખરે પૉલિસી ખરીદવાની પ્રોસેસને ધીમું કરશે.

સમાપ્ત થયેલી પૉલિસીને રિન્યૂ કરતી વખતે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે ઘટાડવું?

સમાપ્તિ પછી મોટર ઇન્શ્યોરન્સનું રિન્યૂઅલ શક્ય તેટલી વહેલી તકે કરવું આવશ્યક છે. જો તમે ગ્રેસ પીરિયડમાં રિન્યૂ કરો છો, તો તમારી પાસે હજુ પણ પ્રીમિયમ પર તમારા NCB અને અન્ય લાભોનો ઉપયોગ કરવાની તક છે. નીચે કેટલીક સરળ પણ વ્યવહારિક ટિપ્સ આપેલ છે જે તમને કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવામાં મદદ કરી શકે છે-

1
1. NCB સાથે પ્રીમિયમ પર 50% ડિસ્કાઉન્ટ
રિન્યૂઅલના સમયે, તમે નો ક્લેઇમ બોનસ (જો કોઈ હોય તો) ચેક કરી શકો છો. જ્યારે તમે પૉલિસી વર્ષમાં કોઈ ક્લેઇમ કરતા નથી, ત્યારે તમને તમારી પૉલિસી રિન્યૂઅલ પર NCB નો લાભ મળે છે. તે તમને ચૂકવવાપાત્ર પ્રીમિયમ પર 50% જેટલું ઉચ્ચ ડિસ્કાઉન્ટ આપી શકે છે. ગ્રેસ પીરિયડ દરમિયાન પણ, તમે સંચિત NCB નો ઉપયોગ કરી શકો છો. જો કે, એકવાર પૉલિસી સમાપ્ત થઈ જાય પછી, તમે NCB નો ઉપયોગ કરી શકતા નથી.
2
એન્ટી-થેફ્ટ ડિવાઇસ તમને બમણો લાભ આપી શકે છે
ચોરીથી સુરક્ષિત રાખવા માટે કારમાં એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. જો તમે આ ડિવાઇસ તમારી કારમાં ઇન્સ્ટૉલ કરો છો, તો મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ ચૂકવવાપાત્ર પ્રીમિયમ પર લાભ આપી શકે છે. તેથી, આ રીતે, એક એન્ટી-થેફ્ટ ડિવાઇસ તમને એક તરફ, બેવડા લાભ આપે છે, તે તમને સુરક્ષા તો આપે જ છે સાથોસાથ તમારા પૈસા પણ બચાવે છે.
3
ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવું ઉપયોગી હોઈ શકે છે
ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરતી વખતે, તમે પૉલિસીમાં કપાતપાત્રની ટકાવારી સહિત કેટલાક ફેરફારો કરી શકો છો. કપાતપાત્ર એ ક્લેઇમની રકમ અથવા ટકાવારી છે જે તમારે કારના માલિક તરીકે ચૂકવવી પડશે. તેથી, જેટલું વધુ કપાતપાત્ર હશે, પ્રીમિયમ તેટલું ઓછું હશે. જો કે, ધ્યાનમાં રાખો કે જો તમે ક્લેઇમ કરો છો, તો તમારા ખિસ્સામાંથી કરવામાં આવતા ખર્ચમાં વધારો થશે.

કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખ ઑનલાઇન કેવી રીતે ચેક કરવી?

તમે ચિંતિત છો કે કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખ ઑનલાઇન કેવી રીતે ચેક કરવી. સારું, આ પ્રોસેસ ખૂબ સરળ છે. IRDAI એ IIB (ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો) નામના પોર્ટલ રજૂ કર્યું છે. તે તમને 1 એપ્રિલ 2010 પછી ખરીદેલી પૉલિસીઓની વિગતો આપે છે.

• IIB દ્વારા કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખ ચેક કરવા માટે નીચે આપેલા પગલાંઓને અનુસરો

પગલું 1

IIB ના પોર્ટલની મુલાકાત લો અને 'ઝડપી લિંક્સ' પર ક્લિક કરો'

પગલું 2

પૂછવામાં આવેલ કાર અને માલિકની વિગતો દાખલ કરો. ઇન્શ્યોરન્સની વિગતો જોવા માટે સબમિટ કરો.

• વાહન (Vaahan) દ્વારા કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખ ચેક માટે નીચે આપેલા પગલાંઓને અનુસરો

પગલું 1

વાહન (Vaahan) ઇ-સર્વિસમાં લૉગ ઇન કરો. 'તમારા વાહનની વિગતો જાણો' પર ક્લિક કરો'

પગલું 2

પૂછવામાં આવેલી વિગતો દાખલ કરો, જેમ કે કારના રજિસ્ટ્રેશન નંબર

પગલું 3

હવે, 'વાહન શોધો' વિકલ્પ પર ક્લિક કરો

પગલું 4

તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિની તારીખ સહિતની તમામ વિગતો તમારી સ્ક્રીન પર હશે

એચડીએફસી અર્ગોમાં તમારા સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યૂ કરવો

અમે તમારા સમયની કિંમત સમજીએ છીએ. અમારી પ્રોસેસ સરળ અને ઝંઝટ-મુક્ત છે, તેથી તમારા સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને એચડીએફસી અર્ગો સાથે રિન્યુ કરો.

તમે નીચે જણાવ્યા અનુસાર આમ કરી શકો છો:

  • Step 1- Visit HDFC ERGO car insurance page

    અમારી વેબસાઇટની મુલાકાત લો

  • Step 2- Select Appropriate Category

    યોગ્ય કેટેગરી પસંદ કરો

  • Step 3- Verify Your Details

    તમારી વિગતો વેરિફાઇ કરો

  • Step 4-  Select expired details to view quotes

    સમાપ્તિની વિગતો પસંદ કરો

Did you know
સંપૂર્ણ ભારતમાં અમારા 9000+ કૅશલેસ ગેરેજ સાથે, તમારી કારને રીપેર કરવા માટે કૅશની ચિંતા એ ભૂતકાળની બાબત છે!

તમારી સમાપ્ત થયેલી પૉલિસી માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

કાર ઇન્શ્યોરન્સના પ્રીમિયમની ગણતરી કરવી ખૂબ સરળ અને ઝડપી છે. કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર નામનું ઑનલાઇન ડિજિટલ ટૂલ જેમાં તમારે જરૂરી છે તે બધું જ છે. મોટાભાગના ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ તેમની અધિકૃત વેબસાઇટ પર મફત પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર ઑફર કરે છે. વેબસાઇટ પર લૉગ ઇન કરો અને તેનો ઉપયોગ કરવા માટે પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પર ક્લિક કરો. તમારે માત્ર થોડી વિગતો સબમિટ કરવી પડશે અને કૅલ્ક્યૂલેટર તમારે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે તે બતાવશે.

શું કોઈ પૉલિસીને કોઈ અલગ ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી રિન્યૂ કરી શકાય છે?

• સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરતી વખતે તમે ઇન્શ્યોરરને બદલી શકો છો. નવો ઇન્શ્યોરર પસંદ કરતી વખતે તમારે મૂળભૂત સંશોધન કરવું આવશ્યક છે. તમે તેમના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો, નેટવર્ક ગેરેજ વગેરે ચેક કરી શકો છો. એચડીએફસી અર્ગોનો 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ છે.

• જ્યારે વર્તમાન કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્તિની નજીક હોય ત્યારે તમે કાર ઇન્શ્યોરન્સ પ્રદાતાને પણ બદલી શકો છો. આ ઉપરાંત, વર્તમાન ઇન્શ્યોરર સાથેના ખરાબ ક્લેઇમ અનુભવના કિસ્સામાં તમે કવરેજના મધ્યમાં પણ અન્ય પૉલિસી ખરીદી શકો છો.

સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ હેઠળ ઑનલાઇન સ્વ-નિરીક્ષણ

• જ્યારે તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરો છો, ત્યારે ઇન્શ્યોરર તમારા લોકેશનની મુલાકાત લેવા અને વાહન તપાસવા માટે સર્વેયર મોકલે છે. તેમના રિપોર્ટના આધારે, ઇન્શ્યોરર તમારા નવા કાર ઇન્શ્યોરન્સ કવરેજના પ્રીમિયમ દરને નિર્ધારિત કરે છે. જો કે, આ પ્રક્રિયા લાંબી અને સમય માંગી લે તેવી શકે છે. તેથી, તમે સ્વ-નિરીક્ષણ પસંદ કરી શકો છો.

• કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ દરમિયાન સ્વ-નિરીક્ષણ પ્રક્રિયામાં, તમારે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને વાહનનો વિડિયો બનાવવો પડશે અને તેને અમારી એપ પર અપલોડ કરવો પડશે. અમે વિડીયોનું મૂલ્યાંકન કરીશું અને નવી કાર ઇન્શ્યોરન્સ કિંમત વિશે તમને જાણ કરીશું. જો તમે તેની સાથે સંતુષ્ટ છો, તો તમે તમારા નામની પૉલિસી ખરીદી શકો છો.

જો તમે બ્રેક-ઇન સમયગાળા દરમિયાન તમારી કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરવામાં નિષ્ફળ થયા છો તો શું કરવું?

એકવાર તમારો ગ્રેસ પીરિયડ સમાપ્ત થઈ ગયા પછી અને તમે હજુ પણ તમારા કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરેલ નથી, તો તમારે સમાપ્ત થયેલી પૉલિસી માટે નવો કાર ઇન્શ્યોરન્સ ખરીદવો પડશે. જો તમારો કાર ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ ગયો હોય તો કેટલીક બાબત છે જે તમારે કરવી આવશ્યક છે -

1
તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરો
તમારી કાર ઇન્શ્યોરન્સની સમયસીમા સમાપ્ત થયા પછી તમારે જે પહેલી બાબત કરવી જોઈએ તે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરવો છે. પૉલિસીને રિન્યૂ કરવા માટે તમારી ઇચ્છા વ્યક્ત કરો. જો તેમની પૉલિસી નિયમાવલી મંજૂરી આપે છે, તો તમે પ્લાનને ઝડપી રિન્યૂ કરી શકો છો અથવા અન્યથા, તમારે નવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી પડશે.
2
પૉલિસીને તરત જ રિન્યૂ કરો
જો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હજુ પણ રિન્યૂ કરી શકાય તેમ છે, તો હવે વિલંબ કર્યા વગર તરત જ રિન્યૂ કરો. એકવાર તમે આ ગ્રેસ પીરિયડ પાર કરો છો, પછી તમે હંમેશા આ પૉલિસીને ગુમાવી શકો છો અને પછી નવો પ્લાન ખરીદવાનો એકમાત્ર વિકલ્પ બાકી રહેશે.
3
ઇન્શ્યોરન્સ વગરની કાર ચલાવશો નહીં
માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વગર તમે તમારી કારને રસ્તા પર ચલાવતા નથી તેની ખાતરી કરો. કારણ કે જો તમારી પાસે કોઈ કાર ઇન્શ્યોરન્સ પ્લાન ન હોય તો ભારતના રસ્તાઓ પર વાહન ચલાવવું ગેરકાયદેસર છે. આ સિવાય, કોઈ ઇન્શ્યોરન્સ ન હોવાનો અર્થ છે કે કોઈ કવરેજ નથી. તેથી, જો તમે કોઈ અકસ્માતનો સામનો કરો, તો તમારી કાર ઇન્શ્યોરન્સ કંપની તમને મદદ કરી શકશે નહીં.
4
વધુ સારી ડીલ શોધો
એકવાર તમારો કાર ઇન્શ્યોરન્સ પ્લાન સમાપ્ત થઈ જાય અને રદ થઈ જાય પછી તમારે એક નવો પ્લાન ખરીદવો પડશે. જો કે, તમે આને એક તક તરીકે પણ લઈ શકો છો. તમારી પાસે તમારા વર્તમાન વિકલ્પનું અન્વેષણ કરવાની અને તમારી કાર માટે શ્રેષ્ઠ વિકલ્પ મેળવવાની વધુ એક તક છે.

કાર ઇન્શ્યોરન્સ લૅપ્સ થવાના પરિણામો શું છે?

જો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી લૅપ્સ થઈ ગઈ છે, તો તમારે RTO તરફથી કાનૂની જટિલતાનો સામનો કરવો પડશે. સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવા બદલ તમને ₹4000 સુધી દંડ થઈ શકે છે. વધુમાં, તમારે તમારા વાહનના પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીના નુકસાન માટે ખિસ્સામાંથી પણ ખર્ચ કરવાના રહેશે. તેથી, અવિરત કવરેજ મેળવવા અને લાગુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે સમયસર સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરવું એ સમજદારીભર્યું છે.

નો ક્લેઇમ બોનસ પર સમાપ્ત થયેલી પૉલિસીની શું અસર થાય છે?

જો પૉલિસી વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય તો કાર માલિકને આપવામાં આવેલ બોનસ/રિવૉર્ડ એ નો ક્લેઇમ બોનસ છે. નો ક્લેઇમ બોનસનો ઉપયોગ આગામી પૉલિસી રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરવામાં આવે છે. જ્યારે કોઈ કાર માલિક સમયસર કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવાનું ચૂકી જાય છે, ત્યારે તે સંચિત NCB ને પણ અસર કરી શકે છે. ગ્રેસ પીરિયડ દરમિયાન, માલિક હજુ પણ NCB નો ઉપયોગ કરી શકે છે અથવા NCB સુરક્ષિત કરી શકે છે. જો કે, એકવાર સમાપ્તિ પછી પૉલિસી બંધ થઈ જાય પછી, સંચિત NCB ને પણ ગુમાવવું પડે છે.

જો કારના માલિક રિન્યૂઅલ પીરિયડ દરમિયાન નવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પર સ્વિચ કરવા માંગે છે, તો સંચિત NCB પર અસર થતી નથી. કારણ કે NCB એ વ્યક્તિને આપવામાં આવે છે, કાર અથવા ઇન્શ્યોરન્સ પૉલિસીને નહીં, તેથી તેનો ઉપયોગ નવી કાર ઇન્શ્યોરન્સ ખરીદી પર પણ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરી શકાય છે.

સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના નુકસાન

• કાનૂની જટિલતા - સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે અને તમને 1st અપરાધ માટે ₹ 2000 સુધી અને 2nd અપરાધ માટે ₹ 4000 સુધીનો દંડ થઈ શકે છે.

• થર્ડ પાર્ટીની જવાબદારીઓ - જો તમે અકસ્માતે તમારા વાહનથી થર્ડ પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને નુકસાન પહોંચાડો છો અને તે સમયે માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નથી, તો તમારે નુકસાન માટે તમારા પોતાના ખિસ્સામાંથી ખર્ચા વહન કરવાના રહેશે. વધુમાં, તમારે કાનૂની પરિણામોનો સામનો કરવો પડશે.

• ખિસ્સામાંથી ખર્ચ - લૅપ્સ થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી, તમને આગ, ભૂકંપ, પૂર, ચોરી વગેરે જેવી કોઈપણ અણધારી ઘટનાઓને કારણે વાહનના નુકસાન માટે કવરેજ મળશે નહીં.

• ncb લાભો - જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને તેની સમાપ્તિના 90 દિવસની અંદર રિન્યૂ કરતા નથી, તો તમે નો ક્લેઇમ બોનસ લાભો ગુમાવશો અને તેથી પૉલિસી રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશો નહીં.

સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા પાસપોર્ટ જેવા સરકારી ID નો પુરાવો

2. રહેઠાણનો પુરાવો

3. ડ્રાઇવિંગ લાયસન્સ

4. તાજેતરનો ફોટો

5. કાર રજિસ્ટ્રેશન નંબર

6. કાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ 

7. પોલ્યુશન ચેક સર્ટિફિકેટ 

8. જૂનો મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર

9000+ cashless Garagesˇ Across India

લેટેસ્ટ સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

Grace Period in Car Insurance & Its Importance

કાર ઇન્શ્યોરન્સમાં ગ્રેસ પીરિયડ અને તેનું મહત્વ

સંપૂર્ણ લેખ જુઓ
19 ઑક્ટોબર, 2023 ના રોજ પ્રકાશિત
What is Self-Inspection for Expired Car Insurance Renewal?

સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ માટે સ્વ-નિરીક્ષણ શું છે?

સંપૂર્ણ લેખ જુઓ
20 એપ્રિલ, 2023 ના રોજ પ્રકાશિત
How to renew expired car insurance?

સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યૂ કરવું?

સંપૂર્ણ લેખ જુઓ
22 જૂન, 2020 ના રોજ પ્રકાશિત
Here’s all you need to know about renewing your long-term car insurance

તમારા લાંબા ગાળાના કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવા વિશે તમારે આ જાણવું જરૂરી છે

સંપૂર્ણ લેખ જુઓ
23 સપ્ટેમ્બર 2021 ના રોજ પ્રકાશિત
Why You Should Not Miss Your Car Insurance Renewal Date

તમારે શા માટે તમારી કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલની તારીખ ચૂકવી ન જોઈએ

સંપૂર્ણ લેખ જુઓ
20 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રકાશિત
વધુ બ્લૉગ જુઓ

સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ વિશે ઑનલાઇન વારંવાર પૂછાતા પ્રશ્નો

ના, જો ગયા વર્ષે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થઈ ગઈ હોય, તો તમે નો ક્લેઇમ બોનસ (NCB) લાભો મેળવી શકશો નહીં. જો તમે સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને સમાપ્ત થયાના 90 દિવસની અંદર રિન્યૂ ના કરો, તો તમારું NCB સમાપ્ત થઈ જશે અને તમને નો ક્લેઇમ બોનસનો લાભ મળશે નહીં.

તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્ટેટસ તમે અમારી વેબસાઇટ પર જઈને, હોમપેજ પરના ડ્રૉપડાઉન મેનુમાંથી 'અમારી પૉલિસી જાણો' ટૅબ પર ક્લિક કરીને જાણી શકો છો. અહીં, તમારે માત્ર તમારો પૉલિસી નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે, તમને તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્ટેટસ જાણવા મળશે.

હા, તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન પદ્ધતિના માધ્યમથી અમારી વેબસાઇટ વડે થોડી મિનિટોમાં રિન્યૂ કરી શકો છો. તમે નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ચુકવણી કરી શકો છો. પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે અથવા તમારા વૉટ્સએપ નંબર પર મોકલવામાં આવશે.

અપડેટેડ મોટર વાહન અધિનિયમ 2019 મુજબ, જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે વાહન ચલાવો છો, તો પ્રથમ વખતના અપરાધ માટેનો દંડ ₹2,000 છે અને બીજી વખતના અપરાધ માટે ₹4,000 છે.

સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ સાથે ડ્રાઇવિંગ કરવાથી ટ્રાફિક દંડ અથવા RTO તરફથી ચલાન ભરવું પડી શકે છે. જો તમે કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિ પહેલાં તેને રિન્યૂ ના કરી શક્યા હોવ અને તે સમાપ્ત થયા પછી તેને ફરીથી રિન્યૂ કરવા માંગતા હોવ, તો મોટર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારા વાહનનું ફરીથી નિરીક્ષણ થઈ શકે છે. ઉપરાંત, જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને સમાપ્તિના 90 દિવસની અંદર રિન્યૂ ના કરો, તો તમે NCB લાભો ગુમાવશો.

સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સનું ઑનલાઇન રિન્યૂઅલ એચડીએફસી અર્ગોની વેબસાઇટ દ્વારા કરી શકાય છે. તમારે માત્ર અમારા કાર ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લઈને, તમારા વાહન રજિસ્ટ્રેશન નંબરને દાખલ કરવાનો રહેશે અને પછી દર્શાવેલ પગલાંઓને અનુસરો.

જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને સમાપ્તિ તારીખના 90 દિવસની અંદર રિન્યૂ ના કરો, તો તમે અત્યાર સુધી કમાયેલ તમામ સંચિત નો ક્લેઇમ બોનસ ગુમાવશો. ઉપરાંત, ટ્રાફિક પોલીસ તમને સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવા બદલ ₹ 4000 સુધીનો દંડ ફટકારી શકે છે.

હા, જો તમે સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવ કરો, તો તમને RTO દ્વારા દંડિત કરવામાં આવશે. પ્રથમ વખતના અપરાધ માટે દંડ ₹2,000 છે અને બીજી વખતના અપરાધ માટે ₹4,000 છે

જો પૉલિસીની માન્યતા એક વર્ષ માટે હોય તો સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સનું રિન્યૂઅલ દર વર્ષે કરવું જોઈએ. જેમ કે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ પૉલિસી એક વર્ષ પછી સમાપ્ત થાય છે.

જ્યારે આપણે સમાપ્ત થયેલી પૉલિસી કહીએ છીએ, તો તેનો અર્થ એ છે કે પૉલિસી ચોક્કસ તારીખે સમાપ્ત થઈ ગઈ છે અને પૉલિસીધારક ઉક્ત સમયગાળા સુધી કવરેજ માટે હકદાર હતા. જ્યારે આપણે લૅપ્સ થયેલી પૉલિસી કહીએ છીએ, તો તેનો અર્થ એ છે કે પૉલિસીધારકે નિર્ધારિત તારીખે કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કર્યો નથી અને તેમને હવે કવર કરવામાં આવશે નહીં.

જો તમે સમાપ્તિની તારીખ પછી લૅપ્સ થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરો, તો તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. એકવાર પૉલિસી લૅપ્સ થયા પછી, જો તમે 90 દિવસની અંદર રિન્યૂ કરતા નથી, તો તમે નો-ક્લેઇમ બોનસ ગુમાવો છો. તમે અન્ય ડિસ્કાઉન્ટ પણ ગુમાવી શકો છો. આ બંને પરિબળોના પરિણામે પ્રીમિયમ વધી જાય છે.

એવૉર્ડ અને સન્માન

તમામ એવૉર્ડ જુઓ