Car Insurance for Maruti Swift Dzire
MOTOR INSURANCE
Premium starting at Just ₹2094*

પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹2094 માં*
9000+ Cashless Network Garages ^

9000થી વધુ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
Overnight Car Repair Services ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસીસ
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / મારુતિ સુઝુકી / સ્વિફ્ટ ડિઝાયર
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ઝડપી ક્વોટેશન

હું આથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સને 10pm પહેલાં મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સંમત છું કે આ સંમતિ મારી NDNC રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.

Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

Swift Dzire Car Insurance
ભારતમાં મારુતિ પાસે સૌથી વધુ વેચાતી કારની યાદીમાં હંમેશા બહુવિધ મૉડલ ઉપલબ્ધ રહેલા છે અને આ સૂચિમાં સ્વિફ્ટ ડિઝાયર હંમેશા સ્થાન ધરાવે છે. ભારતમાં ઘણા વર્ષોથી સૌથી વધુ વેચાતી સેડાન કાર છે. સ્ટાઈલ, વિશ્વસનીયતા તેમજ શ્રેષ્ઠ વ્યાજબી કિંમત વચ્ચે યોગ્ય સંતુલન શોધી રહેલી વ્યક્તિ માટે મારુતિની એન્ટ્રી લેવલ સેડાન, સ્વિફ્ટ ડિઝાયરની સરખામણીમાં અન્ય કોઈ કાર નથી. આ મોડલનો વ્યાપારી અને ખાનગી બંને હેતુઓ માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે, જે તેને પ્રથમ વખત ખરીદનારા ઘણા લોકો માટે પણ પસંદગીની કાર બનાવે છે. આ વિશિષ્ટ કમર્શિયલ પ્રકારો ધરાવતી કાર, ટુર છે.

એચડીએફસી અર્ગો તરફથી ઑફર કરવામાં આવતા મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સના પ્રકારો

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં વેચાય છે, જેનો અર્થ એ છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ આ વાહન માટે ખૂબ જ વિવિધ પ્રકારના કાર ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ઑફર કરે છે. મોટર વાહન અધિનિયમ દ્વારા ફરજિયાત બેસિક થર્ડ-પાર્ટી કવરથી લઈને લાંબા ગાળાની કોમ્પ્રિહેન્સિવ પૉલિસીઓ સુધી, જે ત્રણ વર્ષ સુધી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી કરે છે, તમે આ બધું એચડીએફસી અર્ગો પર મેળવી શકો છો.

આ એક બંડલ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે જે સામાન્ય રીતે તેમની કારો માટે સંપૂર્ણ સુરક્ષા ઈચ્છતા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. જો તમે કાનૂની અને નાણાંકીય રીતે તમારી કારને સુરક્ષિત કરવા માંગો છો, તો આ તમારી માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને મળશે:

X
ઑલ-રાઉન્ડ સુરક્ષા ઇચ્છતા કાર પ્રેમીઓ માટે યોગ્ય પ્લાન, જે કવર કરે છે:

અકસ્માત

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

વધુ જાણો

આ સૌથી મૂળભૂત અને કાનૂની રીતે ફરજિયાત પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે તમે ખરીદી શકો છો. તે માત્ર થર્ડ-પાર્ટી કવર ધરાવે છે, જે તમને મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલ્સ દ્વારા જાહેર કરવામાં આવતી કોઈપણ કાનૂની જવાબદારી સામે સુરક્ષિત કરશે. જો આ તમારું એકમાત્ર વાહન હોય તો તેને ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર સાથે પણ જોડી શકાય છે. તમને મળશે:

X
કારનો નિયમિત ઉપયોગ ન કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

આ ત્રણ વર્ષ સુધી ઑફર કરવામાં આવે છે અને ઉપર જણાવ્યા મુજબનું જ થર્ડ-પાર્ટી કવર છે. સામાન્ય રીતે, આ પૉલિસી નવી કાર ખરીદતા ગ્રાહકોને ઑફર કરવામાં આવે છે, જોકે જે લોકો પહેલેથી જ પોતાની કાર ધરાવે છે તેઓ પણ આ કવરને પસંદ કરી શકે છે.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

આગ

ઍડ-ઑનની પસંદગી

ચોરી

આ એક વિસ્તૃત અવધિની બંડલ પ્રોડક્ટ છે જે એકથી વધુ વર્ષોની માન્યતા ધરાવે છે અને તમને એક વર્ષના કાર વીમાના તમામ લાભો આપે છે. જ્યારે તમે સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સ પસંદ કરો છો ત્યારે આ કવર પસંદ કરવાના ઘણા કારણો છે. તેની કિંમત પ્રથમ વર્ષની કિમત જેટલી જ રહે છે, જેને કારણે તમે મોટી બચત કરી શકો છો. તમારે વર્તમાન દરે ટેક્સ ચૂકવવાનો રહે છે અને ટેક્સમાં વધારા સામે સુરક્ષિત રહો છો. સમગ્ર પોલિસી અવધિ માટે નો ક્લેમ બોનસ પણ તરત જ આપવામાં આવે છે.

X
જેમણે એકદમ નવી કાર ખરીદી છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ અને બાકાત મુદ્દાઓ

જ્યારે તમે કોમ્પ્રિહેન્સિવ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે તમને ઘણી વસ્તુઓ મળે છે જે કોઈપણ અણધાર્યા જોખમ સામે તેની સુરક્ષાની ખાતરી કરશે. ધ્યાનમાં રાખો કે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પોલીસીની થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ભલામણ કરવામાં આવે છે. તમને મળશે:

Covered in Car insurance policy - Accident coverage

અકસ્માત કવરેજ

જો તમારી કારને અકસ્માતમાં કોઈપણ નુકસાન થાય છે અને રિપેર માટે સર્વિસ સેન્ટરને મોકલવાની જરૂર છે, તો તમારી મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સ રિપેર ખર્ચને આવરી લેશે, જે કપાતપાત્ર અને ઘસારાને આધિન રહેશે.

Covered in Car insurance policy -Natural or manmade calamities

કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ

જો તમારી કારને કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ, જેમ કે પૂર, ભૂકંપ, હિમવર્ષા અથવા કરાના તોફાન વગેરેથી કોઈપણ નુકસાન થાય, તો મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સ લાગુ નિયમો મુજબ રિપેર ખર્ચને કવર કરશે.

Covered in Car insurance policy - theft

ચોરી

જો તમારી કાર ચોરાઈ જાય અને પોલીસ તેને શોધવામાં અસમર્થ હોય, તો તમને કારની IDV અને લાગુ ઘસારાઓ અને કપાત મુજબ તમારા નુકસાન માટે પૂરતું વળતર આપવામાં આવશે.

Covered in Car insurance policy - Medical cost

તબીબી ખર્ચ

જો તમારાથી કોઈ અકસ્માતમાં થાય છે, તો પૉલિસીનું ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર ઍક્ટિવ થશે, જે તમને ₹15 લાખ સુધીનું તબીબી ખર્ચ વળતર પ્રદાન કરશે. જો તમારી પાસે કોઈ મેડિકલ ઇન્શ્યોરન્સ ન હોય અથવા ઓછું હોય ત્યારે આ ઉપયોગી નીવડે છે.

Covered in Car insurance policy - Third party liability

થર્ડ-પાર્ટીની જવાબદારી

જો થર્ડ પાર્ટીને કોઈ અકસ્માતને કારણે કોઈ ઈજા, નુકસાન અથવા મિલકતનું નુકસાન થયું હોય, તો કાર ઇન્શ્યોરન્સ દ્વારા વળતર ચૂકવવામાં આવશે.

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યુ કરવો?

સમયની સાથે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની માન્યતા તેની છેલ્લી તારીખ તરફ જાય છે, અને અંતે તેનું કવર પણ પૂરું થઈ જાય છે. આથી તમારી પૉલિસીને સમયસર રિન્યૂ કરવી મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારી સ્વિફ્ટ ડિઝાયરને કાયદા અનુસાર ચલાવી શકો અને કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય નુકસાન સામે સુરક્ષિત રહી શકો. એચડીએફસી અર્ગો તમારા કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવાનું સરળ બનાવે છે.

  • Step #1
    પગલું #1
    એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર લૉગ ઇન કરો અથવા મોબાઇલ એપ ડાઉનલોડ કરો, અને રિન્યુ વિકલ્પ પસંદ કરો
  • Step #2
    પગલું #2
    રજિસ્ટ્રેશન, લોકેશન, અગાઉની પૉલિસીની વિગતો, NCB વગેરે સહિતની તમારી કારની વિગતો દાખલ કરો.
  • Step #3
    પગલું #3
    ક્વોટેશન પ્રાપ્ત કરવા માટે તમારું ઇમેઇલ ID અને ફોન નંબર પ્રદાન કરો
  • Step #4
    પગલું #4
    ઑનલાઇન ચુકવણી કરો, અને તમારી પૉલીસી રિન્યુ થઈ ગઈ છે!! તમે સુરક્ષિત છો.

એચડીએફસી અર્ગોનું મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇન્શ્યોરન્સ શા માટે ખરીદવું?

ઘણી કંપનીઓ સ્વિફ્ટ ડિઝાયર માટે કાર ઇન્શ્યોરન્સ ઑફર કરે છે પરંતુ ઘણી ઓછી કંપનીઓ એચડીએફસી અર્ગો દ્વારા ઑફર કરવામાં આવતી વિશેષતાઓ અને ફાયદાઓ સાથે સ્પર્ધા કરી શકે છે. જો તમે ઇન્શ્યોરન્સનો સંપૂર્ણપણે ઝંઝટ-મુક્ત અનુભવ શોધી રહ્યા છો, કે જે ઝડપી હોય અને સરળ ક્લેઇમ પ્રક્રિયા ધરાવતો હોય, તો એચડીએફસી અર્ગો તમારી પસંદગી હોવી જોઈએ.

Cashless claims

કૅશલેસ ક્લેઇમ

અમે ગેરેજનું મોટું નેટવર્ક ધરાવીએ છીએ જ્યાં તમે કૅશલેસ સિસ્ટમ હેઠળ તમારી કાર રિપેર કરાવી શકો છો. આ ગેરેજમાં તમે તમારી કાર લઇ હાઓ, રીપેર કરાવો, રીપેરીંગ માટેનો તમારો હિસ્સો ચૂકવો અને કાર લઇને જાઓ. બાકીનો ખર્ચ ગેરેજ દ્વારા એચડીએફસી અર્ગો સાથે સેટલ કરવામાં આવશે.

App based claims

એપ આધારિત ક્લેઇમ

જો તમે તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરવાની સૌથી ઝડપી અને સરળ રીત શોધી રહ્યાં છો, તો એચડીએફસી અર્ગો તમારો શ્રેષ્ઠ વિકલ્પ છે. અમારી એપ-આધારિત ક્લેઇમ પ્રક્રિયા દ્વારા તમે ફોટા ક્લિક કરીને અને તેમને અપલોડ કરીને મોબાઇલ ફોન એપનો ઉપયોગ કરીને ક્લેઇમ ફાઇલ કરી શકો છો.

Overnight repair service

ઓવરનાઇટ રિપેર સર્વિસ

ઓછા નુકસાન અને નાના આકસ્મિક રીપેરીંગ માટે, એચડીએફસી અર્ગો તમને પાત્ર ગેરેજ પર રાત્રે તમારી કારને રિપેર કરાવવાનો વિકલ્પ પ્રદાન કરે છે. તમારી કારનું રાત દરમિયાન રીપેરીંગ કરીને સવારે તમારા ઘર પર મોકલવામાં આવશે.

24x7 assistance

24x7 સહાયતા

આ એવી સુવિધા છે જેના પર અમારા ઘણા ગ્રાહકો આધાર રાખે છે. કારમાં પંચર પડવું, બેટરી ઉતરી જવી કે અન્ય કોઈ નાની તકલીફને કારણે તમે રસ્તામાં અટવાઈ પડો છો, તો અમે તમારી પાસે આવીને તમારી મદદ કરીશું.

9000+ cashless Garagesˇ Across India

વારંવાર પૂછાતા પ્રશ્નો


હા, સ્વિફ્ટ ડિઝાયર અને સ્વિફ્ટ ડિઝાયર ટૂર એ અલગ મોડેલો છે. સ્વિફ્ટ ડિઝાયર ખાનગી ઉપયોગ માટે છે, જ્યારે સ્વિફ્ટ ડિઝાયર ટુર વ્યવસાયિક ઉપયોગ માટે છે. પરિણામે, સ્વિફ્ટ ડિઝાયર અને સ્વિફ્ટ ડિઝાયર ટૂર માટેની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ અલગ છે અને એકને બદલે બીજા માટે લઇ શકાતી નથી.
જો તમારી પૉલિસી હજુ પણ અમલમાં છે પરંતુ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે, તો તમારે ત્વરિત પગલાં લેવા જરૂરી છે. તરત જ એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર જાઓ અને પૉલિસી સંબંધિત તમામ વિગતો સબમિટ કરો. જો તમે તરત જ ચુકવણી કરો છો, તો પૉલિસીનું રિન્યૂઅલ તરત જ કરવામાં આવશે. તમે પૉલિસીની એક કૉપી પ્રિન્ટ કરી શકો છો અને હવે તેને કારમાં રાખી શકો છો, તે તમારી વર્તમાન પૉલિસી સમાપ્ત થયા બાદ તરત જ લાગુ થશે.
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમે એકથી વધુ ઍડ-ઑન્સ ખરીદી શકો છો. આમાં ઝીરો ડેપ્રિશિયેશન કવર, રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર અને ઇમરજન્સી રોડસાઇડ સહાય વગેરેનો સમાવેશ થાય છે.
જ્યારે તમે કોઈ એક વર્ષ માટે ક્લેઇમ કરતા નથી ત્યારે નો ક્લેઇમ બોનસ શરૂ થાય છે, જે તમારા ઓન ડેમેજ કવરના પ્રીમિયમના 10% સાથે શરૂ થાય છે. તે વધુમાં વધુ 50% સુધી જઇ શકે છે, જે પાંચ વર્ષ ક્લેઇમ ન કરવામાં આવેલ હોય તો ત્યાર બાદ ઉપલબ્ધ થાય છે