Buy Honda Car Insurance
MOTOR INSURANCE
Premium starting at Just ₹2094*

પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹2094 માં*
9000+ Cashless Network Garages ^

9000થી વધુ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
Overnight Car Repair Services ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસીસ
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / હોન્ડા
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ઝડપી ક્વોટેશન

હું આથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સને 10pm પહેલાં મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સંમત છું કે આ સંમતિ મારી NDNC રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.

Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો/રિન્યુ કરો

Honda Car Insurance
હોન્ડા, આ નામ ઑટોમોબાઇલ્સના સમાનાર્થરૂપ છે. 1948 માં જાપાનમાં સોઇચિરો હોન્ડા દ્વારા સ્થાપવામાં આવેલ કંપની 1959થી મોટરસાઇકલ ઉત્પાદનમાં તેમ જ ઇન્ટર્નલ કંબશન એન્જિનના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપની છે. 2020માં હોન્ડા વિશ્વની પાંચમી સૌથી મોટી કાર કંપની છે, જેમાં એશિયા, અને ખાસ કરીને ભારત એ તેમના વિકાસ માટેનું મુખ્ય બજાર છે. હોન્ડાએ ભારતમાં 1995માં હોન્ડા સિએલ કાર્સ ઈન્ડિયા લિમિટેડ નામે સંયુક્ત સાહસ તરીકે પ્રવેશ કર્યો હતો. 2012માં સંયુક્ત સાહસનો સંપૂર્ણ હિસ્સો ખરીદ્યા બાદ તે હોન્ડા મોટર કંપની લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે અસ્તિત્વમાં આવી હતી.

લોકપ્રિય હોન્ડા કાર મોડલ્સ

1
હોન્ડા સિટી (5th જનરેશન)
દેશમાં સૌથી લોકપ્રિય સેડાનમાંથી એક, હોન્ડા સીટી એ શહેરમાં ચલાવવા માટેનું આદર્શ વાહન છે, જે વ્યાજબી કિંમતે ડ્રાઇવિંગનો આનંદ આપતું ખૂબ આરામદાયક વાહન છે. સીટીની નવી જનરેશન પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારમાં અને નવ ટ્રિમ લેવલમાં ઉપલબ્ધ છે, અને પેટ્રોલની આવૃત્તિમાં સેવન સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવેલ છે.
2
હોન્ડા સિટી (4th જનરેશન)
એક નવું સમકક્ષ વાહન ઉપલબ્ધ હોવા છતાં પણ, ચોથી જનરેશનની સીટી તેની સ્પર્ધાત્મક કિંમત અને સુવિધાઓને કારણે હજુ પણ હોન્ડા કારમાં લોકોની પસંદ છે. તે હવે માત્ર બે સ્પેસિફિકેશન સાથે પેટ્રોલ-મેન્યુઅલ પાવરટ્રેનના વિકલ્પોમાં જ ઑફર કરવામાં આવી રહી છે. તેની ઉચ્ચતમ સ્પેસિફિકેશન ધરાવતી કાર 5 મી જનરેશનના એન્ટ્રી-લેવલ વેરિયન્ટ કરતાં વધુ વ્યાજબી છે, અને તેને કારણે વ્યાજબી ભાવે લક્ઝરી સેડાન ઇચ્છતા લોકો માટે આકર્ષક વિકલ્પ છે.
3
હોન્ડા અમેઝ
સીટી બાદ આવતી કાર છે, તે હોન્ડાની એન્ટ્રી-લેવલની સેડાન-અમેઝ છે. દેશમાં સૌથી ઝડપથી વિકસતા બે સેગમેન્ટ - પ્રીમિયમ હૅચબેક અને કૉમ્પેક્ટ SUV - તેની સાથે સ્પર્ધાત્મક કિંમત ધરાવતી અમેઝ પોતાની લાક્ષણિકતાઓ ધરાવે છે અને સારું પરિણામ આપે છે, અને તેને કારણે જે ગ્રાહકો સેડાનને એક સફળતા સાથે જોડે છે, તેમને માટે એક મોટું આકર્ષણ છે’.
4
હોન્ડા WR-V
નવું ફેસલિફ્ટેડ, sub-4-metre એસયુવી એક સ્પર્ધાત્મક એવા સેગમેન્ટમાં પ્રવેશ કરી રહ્યું છે, પરંતુ હોન્ડાના બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ એન્જિન અને ફેમિલી કાર તરીકેના વ્યવહારુપણાને જૂદી રીતે રજૂ કરે છે. તેની એસયુવી જેવી પોઝિશનિંગને કારણે અંદર મળતી જગ્યા અને સુવિધાઓ વધુ સારી છે. હોન્ડાએ પોતાની નવી ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ અને વન-ટચ ઇલેક્ટ્રિક સનરૂમ (ટોપ-સ્પેક વેરિયન્ટ) તેમજ એબીએસ, ડ્યુઅલ એરબેગ્સ અને મલ્ટી-વ્યૂ રિઅર કેમેરાને દેશમાં તેના એકમાત્ર એસયુવીમાં ઉમેર્યા છે.
5
હોન્ડા જૅઝ
લાંબી રાહ જોવડાવ્યા બાદ, પ્રીમિયમ હેચબૅક ભારતીય બજારોમાં માત્ર પેટ્રોલ એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટમાં જ પુનરાગમન કર્યું છે. CVT વેરિઅન્ટમાં પેડલ શિફ્ટરની સુવિધા છે, તેમજ વાહનમાં આ સેગમેન્ટનું પ્રથમ ઇલેક્ટ્રિક સનરૂફ પણ આપવામાં આવ્યું છે. તે તેના મર્યાદિત પરિમાણો સાથે મહત્તમ આંતરિક જગ્યા પ્રદાન કરવાની પરંપરાને આગળ ધપાવીને, મોટા કદના બૂટ પણ પ્રદાન કરે છે. રિફાઇન્ડ, બટર-સ્મૂથ એન્જિન અને ડ્રાઇવર સહાયક સુવિધા સાથે, તે શહેરના હાઇવે સહિતના શહેરો વચ્ચે સમાન રીતે સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે.
5
હોન્ડા સિવિક
સિવિક એ સૌથી લોકપ્રિય અને ચોક્કસપણે લોકોને આકર્ષે તેવી હોન્ડા કારમાંથી એક છે. હોન્ડાની આ પ્રીમિયમ સેડાન બાહ્ય અને આંતરિક બંનેની આકર્ષક ડિઝાઇન ધરાવે છે. સરળ એન્જિન અને રાઇડની ગુણવત્તા ઉત્સાહી લોકોને લક્ષ્યમાં રાખીને બનાવેલ છે, અને તે સાથે તે ચાર-ડિસ્ક બ્રેક અને છ એરબેગ સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે.

એચડીએફસી અર્ગો તરફથી ઑફર કરવામાં આવતા હોન્ડા કાર ઇન્શ્યોરન્સના પ્રકારો

તમારી ડ્રીમ હોન્ડા કાર ખરીદવી એટલું જ પૂરતું નથી; તમારે હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની પણ ખરીદવી જરુરી છે જે કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં તમારા વાહનને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે. મૂળભૂત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ થી મલ્ટી-ઇયર કોમ્પ્રિહેન્સિવ પૅકેજ સુધી, તમારા વાહનને યોગ્ય હોન્ડા ઇન્શ્યોરન્સ સાથે સુરક્ષિત કરો.

ઓન ડેમેજ કવર, થર્ડ-પાર્ટી લાયબિલિટી અને પર્સનલ એક્સિડન્ટ કવર સહિત, એક વર્ષની કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારા વાહનને ઑલ-રાઉન્ડ સુરક્ષા પ્રદાન કરે છે. તમે વિવિધ ઍડ-ઑન વડે તમારી કારના ઇન્શ્યોરન્સનું કવરેજ વધુ વધારી શકો છો.

X
સંપૂર્ણ રક્ષણ મેળવવા માંગતા કાર પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે છે:
car accident

અકસ્માત

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

car theft

ચોરી

વધુ જાણો

ભારતમાં વાહન ચલાવવા માટે થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત છે. તે તમારા વાહન દ્વારા અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિની કોઈપણ ફાઇનાન્શિયલ જવાબદારી સામે તમને આવરી લે છે.

X
કારનો નિયમિત ઉપયોગ ન કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

વધુ જાણો

સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર અકસ્માત અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિના કિસ્સામાં તમારા પોતાના વાહનને થયેલા નુકસાન સામે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. તે ચોરી સામે પણ રક્ષણ આપે છે. આ તમારી થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો પરફેક્ટ પાર્ટનર છે. ઍડ-ઑનની પસંદગી તમારા કવરેજને વધારે છે.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:
car accident

અકસ્માત

કુદરતી આપત્તિઓ

આગ

ઍડ-ઑનની પસંદગી

car theft

ચોરી

વધુ જાણો

આ પ્લાન તમારી સુવિધા માટે નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવ્યો છે. તમારું ઓન ડેમેજ કવર સમાપ્ત થઈ જાય ત્યારે પણ તમને અવરોધ વગર સુરક્ષિત રહેવા માટે એક જ પૅકેજમાં 3-વર્ષનું થર્ડ-પાર્ટી કવર અને વાર્ષિક ઓન ડેમેજ કવર મેળવો. વ્યાપક સુરક્ષા મેળવવા માટે ઓન ડેમેજ કવરને રિન્યુ કરાવો.

X
જેમણે એકદમ નવી કાર ખરીદી છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:
car accident

અકસ્માત

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

car theft

ચોરી

હોન્ડા કાર ઇન્શ્યોરન્સમાં આવરી લેવામાં આવેલ તેમજ બાકાત બાબતો

તમને મળતું કવરેજ તમે તમારી હોન્ડા કાર માટે પસંદ કરેલા પ્લાન પર આધારિત રહેશે. વ્યાપક હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

Covered in Car insurance policy - Accidents

અકસ્માત

અમે અકસ્માતને કારણે ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનને આવરી લઈએ છીએ.

Covered in Car insurance policy - fire explosion

આગ અને વિસ્ફોટ

તમારી કારમાં આગ અને વિસ્ફોટ સામે તમે નાણાંકીય રીતે સુરક્ષિત છો.

Covered in Car insurance policy - theft

ચોરી

કારની ચોરી થવી એ એક દુઃસ્વપ્ન જેવી ઘટના છે. આવા કિસ્સામાં અમે તમારા મનની શાંતિની ખાતરી કરીએ છીએ.

Covered in Car insurance policy - Calamities

આપત્તિઓ

કુદરતી હોય કે માનવસર્જિત, અમે વિભિન્ન પ્રકારની આપદાની સ્થિતિમાં આર્થિક સુરક્ષા પ્રદાન કરીએ છીએ.

Covered in Car insurance policy - Personal accident

વ્યક્તિગત અકસ્માત

અકસ્માતના કિસ્સામાં તમારા સારવારના ખર્ચની કાળજી લેવામાં આવે છે.

Covered in Car insurance policy - third party liability

થર્ડ પાર્ટી લાયબિલિટી

કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા તેમની સંપત્તિને થયેલી ઈજાઓ અથવા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે.

હોન્ડા કાર ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યુ કરવો?

નવી હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યૂઅલ અથવા ખરીદી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને તમે માત્ર થોડી જ ક્લિકમાં પોતાની જાતે જ રિન્યૂઅલ કરી શકો છો, તમારી પૉલિસી થોડી જ મિનિટોમાં મેળવો. પોતાને કવર કરવા માટે નીચે આપેલ ચાર પગલાંઓને અનુસરો.

  • Step #1
    પગલું #1
    એચડીએફસી અર્ગો વેબસાઇટની મુલાકાત લો અને તમારી પૉલિસી ખરીદવા અથવા રિન્યુ કરવાનું પસંદ કરો
  • Step #2
    પગલું #2
    તમારી કારની વિગતો, રજિસ્ટ્રેશન, શહેર અને અગાઉની પૉલિસીની વિગતો, જો કોઈ હોય તો દાખલ કરો
  • Step #3
    પગલું #3
    ક્વોટેશન પ્રાપ્ત કરવા માટે તમારી ઇમેઇલ ID અને ફોન નંબર પ્રદાન કરો
  • Step #4
    પગલું #4
    ઑનલાઇન ચુકવણી કરો અને તરત કવર મેળવો!

એચડીએફસી અર્ગો તમારી પહેલી પસંદગી શા માટે હોવી જોઈએ?

કાર ઇન્શ્યોરન્સ એ કાર માલિકીની એક આવશ્યક જરૂરિયાત છે. તે ફરજિયાત હોવાની સાથે સાથે આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય પણ છે, કારણ કે અકસ્માત કોઈ પણ સમયે થઈ શકે છે. વધુમાં, રસ્તા પર તમારી સુરક્ષા અન્ય વાહનચાલકો પર પણ નિર્ભર છે. અને કારના નુકસાનને રિપેર કરાવવા માટે સામાન્ય રીતે ઘણો ખર્ચ થતો હોય છે. અને આવી સ્થિતિમાં કાર ઇન્શ્યોરન્સ મદદમાં આવે છે. તે અનપેક્ષિત ફાઇનાન્શિયલ નુકસાનને અટકાવે છે અને તમને સુરક્ષિત અને સલામત રાખે છે. તમારે શા માટે તમારા હોન્ડા કાર ઇન્શ્યોરન્સ માટે એચડીએફસી અર્ગો પસંદ કરવું જોઈએ તે અહીં જણાવેલ છે:

Convenient and extensive service

સુવિધાજનક અને વ્યાપક સર્વિસ

વર્કશોપ દ્વારા સીધા કૅશલેસ સેટલમેન્ટને કારણે તમારે પોતે કરવા પડતા ખર્ચમાં ઘટાડો થાય છે. અને દેશભરમાં 9000 થી વધુ કૅશલેસ ગેરેજ તમારી મદદ માટે હંમેશા હાજર છે. 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ માત્ર એક ફોન કૉલ પર ઉપલબ્ધ છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે ક્યારેય અસહાય રીતે અટવાતા નથી.

Extensive family

વ્યાપક પરિવાર

અમે અમારા 1.6 કરોડથી વધુ પ્રસન્ન ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતો જાણીએ છીએ અને તેમના ચહેરાઓ પર સ્મિત લાવી શક્યા છીએ. તેથી, તમે આ પરિવારમાં જોડાઓ અને ચિંતામુક્ત બનો!

Overnight service

ઓવરનાઇટ સર્વિસ

નાના અકસ્માતને કારણે થયેલા નુકસાનનું કે બ્રેકડાઉનનું રીપેરીંગ એચડીએફસી અર્ગોની ઓવરનાઇટ સર્વિસ દ્વારા કરીને તમારી કારને બીજા દિવસે ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. આ રીતે, તમારું રૂટિન જળવાઈ રહે છે. તમારી કારની ચિંતા અમારી પર છોડીને તમે રાત્રે શાંતિથી સૂઈ શકો છો, અમે તમારી કારને બીજઆ દિવસે સવારે ઉપયોગ માટે તૈયાર રાખીશું.

Easy claims

સરળ ક્લેઇમ

ક્લેઇમ કરવું સરળ અને ઝડપી છે. અમે પ્રક્રિયાને પેપરલેસ બનાવીએ છીએ, સ્વ-નિરીક્ષણને મંજૂરી આપીએ છીએ અને તમારી ચિંતાઓને દૂર રાખવા માટે ઝડપી સેટલમેન્ટ ઑફર કરીએ છીએ

9000+ cashless Garagesˇ Across India

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


તમારી હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની અવધિ સમાપ્ત થયા બાદ તેને રિન્યુ કરવી ખૂબ જ સરળ છે. એચડીએફસી અર્ગો પર લૉગ ઇન કરો અને નવી પૉલિસી ખરીદો. તમારી પાછલી પૉલિસીની વિગતો દાખલ કરતી વખતે તમે તેને રિન્યુ કરાવી શકો છો, જો કે તે માટે પસાર થઈ ગયેલ સમયના આધારે કારનું નિરીક્ષણ કરવાનું રહેશે. જો તમે તેને સમાપ્તિની તારીખની નજીક રિન્યુ કરાવો છો, તો તમને કારનું સ્વ-નિરીક્ષણ કરવાનો અને ઇન્શ્યોરર દ્વારા મંજૂરી આપવામાં આવે તે પહેલાં વાહનના ચિત્રો અને વિડિઓ મોકલવાનો વિકલ્પ મળી શકે છે. ચુકવણી કર્યા પછી તમે વીમા વડે ફરીથી સુરક્ષિત બનો છો.
NCBને પૉલિસીની સમાપ્તિના 90 દિવસ સુધી જાળવવામાં આવે છે, ત્યાર બાદ તે રકમ શૂન્ય ગણવામાં આવે છે. જો કે, જો તમે તમારી કાર વેચો છો અને એન્ડોર્સમેન્ટ (કારની માલિકી વિશે પૉલિસીમાં ફેરફાર) પાસ કરો છો તો તમે ઇન્શ્યોરર પાસેથી NCB રિઝર્વેશન લેટર મેળવી શકો છો. આ પત્ર, એટલે કે, NCB, ત્રણ વર્ષના સમયગાળા માટે માન્ય છે. પરંતુ જો તમે પૉલિસી પછીના ત્રણ મહિના પછી તમારી કાર વેચો છો, તો તમને NCB રિઝર્વેશન પત્રનો લાભ મળતો નથી.
તમારા હોન્ડા કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવો એ નવો ખરીદવા કરતાં વધુ સરળ છે. એચડીએફસી અર્ગો પર લૉગ ઇન કરો અથવા મોબાઇલ એપ ડાઉનલોડ કરો. રિન્યુ પૉલિસીનો વિકલ્પ પસંદ કરો અને કારની વિગતો અપડેટ કરો. IDV પસંદ કરો અને ચુકવણી કરો. સમગ્ર પ્રક્રિયામાં 3 મિનિટથી ઓછો સમય લાગે છે.
વ્યાપક હોન્ડા કાર ઇન્શ્યોરન્સ એ લગભગ હંમેશા ભલામણ કરવામાં આવતો વિકલ્પ છે. અને તેની સાથે અમે ઝીરો-ડેપ્રિશિયેશન કવર તથા રિટર્ન ટુ ઇનવૉઇસ કવરની ભલામણ કરીએ છીએ. અકસ્માત પછી તમારી કારના ભાગોના રિપેરિંગ અથવા તેમને બદલવા પડે તેવા કિસ્સામાં ઝીરો-ડેપ્રિશિયેશન કવર ડેપ્રિશિયેશનનો ખર્ચ બચાવે છે. રિટર્ન ટુ ઇનવૉઇસ કવર દ્વારા તમારી કારના સંપૂર્ણ નુકસાન અથવા ચોરીના કિસ્સામાં તમે તે માટે ચૂકવેલ સંપૂર્ણ કિંમતની ચુકવણી કરવામાં આવે છે. વધુમાં, તમે તમારું NCB ગુમાવ્યા વગર ક્લેઇમ ફાઇલ કરવા માટે NCB પ્રોટેક્શન ઍડ-ઑનનો પણ વિચાર કરી શકો છો. અને જો તમે પૂરની સંભાવનાવાળા વિસ્તારમાં રહો છો, તો એન્જિન પ્રોટેક્શન કવર આવશ્યક છે.
સૌ પ્રથમ, તમારા વાહનની સરેરાશ IDV રેન્જ મેળવવા માટે પૉલિસીઓને ઑનલાઇન સરખાવો. ત્યારબાદ પ્રીમિયમ દરોની પણ તુલના કરો. પ્રીમિયમ અને ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV)નો શ્રેષ્ઠ રેશિયો પસંદ કરવો મહત્વપૂર્ણ છે. તમારું IDV ઓછું કરવાથી તમારું પ્રીમિયમ ઓછું થશે, પરંતુ તમારી વીમાકૃત રકમ હોવી જોઈએ તેનાથી ઓછી હોઇ શકે છે. તે જ રીતે, ઊંચી IDV કૉસ્ટ-ઇફેક્ટિવ હોય તે પણ જરૂરી નથી. વાહનની ચોરી અથવા સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં તમને ઇન્શ્યોરર દ્વારા વધુમાં વધુ IDV જેટલી રકમ ચૂકવવામાં આવે છે. ઍડ-ઑન્સનો ઉપયોગ કરો, કારણ કે તેમાં તમારી કારના ઉપયોગ અનુસાર ફેરફાર થઈ શકે છે. જો તમને આગામી વર્ષમાં ક્લેઇમ કરવાની શક્યતા જણાય છે તો NCB પ્રોટેક્શન ઍડ-ઑનનો લાભ લો. જો તમે તમારી કારને બેઝમેન્ટમાં પાર્ક કરો છો, તો ત્યાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑન પસંદ કરો.