જ્ઞાન કેન્દ્ર
એચડીએફસી અર્ગો #1.5 કરોડ+ ખુશ કસ્ટમર્સ
#1.5 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

એચડીએફસી અર્ગો 1 લાખ+ કૅશલેસ હૉસ્પિટલો
1 લાખ+

કૅશલેસ હોસ્પિટલ

એચડીએફસી અર્ગો 24x7 ઇન-હાઉસ ક્લેઇમ સહાય
24x7 ઇન-હાઉસ

ક્લેઇમ આસિસ્ટન્સ

એચડીએફસી અર્ગો કોઈ સ્વાસ્થ્ય ચેક-અપ્સ નથી
કોઈ હેલ્થ

ચેક-અપ નહીં

હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / ભારતથી શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

ભારતથી શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

26 યુરોપિયન દેશોમાં અવરોધ વગર મુસાફરી કરવા માટે મહત્વપૂર્ણ એવા શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના આવશ્યક ઘટક સહિત કાળજીપૂર્વક તૈયારી જરૂરી છે. આ વિઝામાં ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેન જેવા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે, જે મુસાફરોને આ પ્રદેશમાં સ્વતંત્ર રીતે હરવા-ફરવાની મંજૂરી આપે છે. ભારતમાંથી અપ્લાઇ કરતી વખતે, શેંગેન વિઝા ઇન્શ્યોરન્સ મેળવવો અનિવાર્ય બની જાય છે. ભારતમાંથી શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ચોક્કસ આવશ્યકતાઓ પૂર્ણ થવી આવશ્યક છે. તેમાં મેડિકલ ઇમરજન્સી, રિપેટ્રિએશન અને અન્ય અણધારી પરિસ્થિતિઓને €30,000 અથવા તેનાથી વધુ માટે કવર કરવી જોઈએ. આ ઇન્શ્યોરન્સ સમગ્ર શેંગેન વિસ્તારમાં અને તમારા રહેવાના સંપૂર્ણ સમયગાળા માટે માન્ય હોવો જરૂરી છે.

અસંખ્ય ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ આ માપદંડની પૂર્તિ કરતા અનુરૂપ પૅકેજ ઑફર કરે છે, જે એપ્લિકેશન પ્રક્રિયાને ઝંઝટ મુક્ત બનાવે છે. પૉલિસી ખરીદતી વખતે, સુનિશ્ચિત કરો કે પૉલિસી પર "શેંગેન વિઝા ઇન્શ્યોરન્સ" નો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલ હોય, જેથી વિઝા એપ્લિકેશન દરમિયાન મુશ્કેલીઓને ટાળી શકાય. કવરેજ, પ્રીમિયમ અને અતિરિક્ત લાભોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્લાનની તુલના કરવી સમજદારીભર્યું છે. ભારતથી શેંગેન વિઝા માટે પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો એ માત્ર એક ઔપચારિકતા જ નથી, પરંતુ યુરોપની મુસાફરીને સરળ અને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ પાસું છે. આમ, મુસાફરીના તાણ-મુક્ત અનુભવ માટે યોગ્ય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો મહત્વપૂર્ણ છે.

તમારે શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અણધારી ઘટનાઓ સામે સુરક્ષા આપે છે, યુરોપની મુસાફરીના ઝંઝટ-મુક્ત અનુભવ માટે મહત્વપૂર્ણ છે. શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિવિધ કારણોસર, ખાસ કરીને શેંગેન વિઝા માટે અનિવાર્ય છે, જેમાંથી કેટલાક કારણો અહીં આપેલ છે:

મુસાફરીમાં વિક્ષેપ માટેનું કવરેજ: તે કુદરતી આફતો અથવા પ્રસ્થાન પહેલાં અચાનક માંદગી જેવી અણધારી ઘટનાઓને કારણે ટ્રિપના કૅન્સલેશન અથવા તેમાં વિક્ષેપ સામે સુરક્ષિત કરે છે.

કાનૂની સુરક્ષા: અકસ્માતની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અન્યોને ઈજા થાય કે સંપત્તિને નુકસાન થાય, તો શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કાનૂની ખર્ચ અને જવાબદારીઓને કવર કરે છે, જે નાણાંકીય તણાવને ઘટાડે છે.

મનની શાંતિ: કોમ્પ્રિહેન્સિવ શેંગેન વિઝા ઇન્શ્યોરન્સ શેંગેન વિસ્તારમાં કોઈપણ ચિંતા વગર હરવા-ફરવાનું સુનિશ્ચિત કરે છે, જે મુસાફરોને ઇમરજન્સીમાં સંભવિત આર્થિક બોજને બદલે તેમના પ્રવાસ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અવકાશ આપે છે.

વિદેશમાં ઇમરજન્સી સહાય: તે પાસપોર્ટ ખોવાઈ જવો, ફ્લાઇટનું કૅન્સલ થવું અથવા ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન જેવી અણધારી ઘટનાઓ દરમિયાન 24/7 સપોર્ટ અને સહાય પ્રદાન કરે છે.

ફરજિયાત આવશ્યકતા: શેંગેન વિઝા અધિકારીઓને ભારત કે અન્ય કોઈ બિન-શેંગેન દેશમાંથી શેંગેન વિઝા માટે પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે. આ વિઝાની મંજૂરી માટેની એક પૂર્વજરૂરિયાત છે.

વિઝા એપ્લિકેશન કમ્પ્લાયન્સ: માન્ય શેંગેન વિઝા ઇન્શ્યોરન્સ દ્વારા વિશિષ્ટ માપદંડની પૂર્તિ વગર, તમારી વિઝા એપ્લિકેશન નકારી શકાય છે, જેના કારણે વિલંબ થઈ શકે છે અને ફરીથી એપ્લિકેશન કરવામાં અતિરિક્ત ખર્ચ થઈ શકે છે.

હેલ્થકેર કવરેજ: શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં હૉસ્પિટલાઇઝેશન, દવાઓ અને રિપેટ્રિએશન સહિત €30,000 સુધીની અથવા તેનાથી વધુની મેડિકલ ઇમરજન્સી માટે કવરેજ સુનિશ્ચિત કરે છે.

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સના લાભો

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ યુરોપના શેંગેન વિસ્તારમાં અવરોધ વગર હરવા ફરવા માટે મનની શાંતિ અને આવશ્યક કવરેજ પ્રદાન કરે છે. અહીં કેટલાક જણાવેલ છે:

1

વ્યાપક મેડિકલ કવરેજ

તે મેડિકલ ઇમરજન્સીઓ માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, શેંગેન દેશોમાં તમારી મુસાફરી દરમિયાન મનની શાંતિ સુનિશ્ચિત કરે છે.

2

નાણાંકીય સુરક્ષા

મેડિકલ ઇમરજન્સી, ફ્લાઇટ કૅન્સલેશન અથવા ખોવાયેલ સામાનને કારણે થતા અનપેક્ષિત ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે, અને વિદેશમાં આર્થિક બોજ ઘટાડે છે.

3

24/7 આસિસ્ટન્સ

મેડિકલ ઇવેક્યુએશન સહિતની વિવિધ ઇમરજન્સી માટે 24/7 સહાય પ્રદાન કરે છે, અણધારી પરિસ્થિતિઓ દરમિયાન તાત્કાલિક સહાયતા સુનિશ્ચિત કરે છે.

4

આવશ્યકતાની પૂર્તિ

તે શેંગેન વિઝા એપ્લિકેશન માટે ફરજિયાત છે, તે અનુપાલન સુનિશ્ચિત કરે છે અને વિઝા મંજૂરીની શક્યતાઓ વધારે છે.

5

રિપેટ્રિએશન આસિસ્ટન્સ

ગંભીર બીમારી, ઈજા અથવા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં ઇમરજન્સી રિપેટ્રિએશન માટે સપોર્ટ પ્રદાન કરે છે, જે દેશમાં સુરક્ષિત રીતે પરત ફરવાની ખાતરી કરે છે.

6

ટ્રિપ કૅન્સલેશન પ્રોટેક્શન

અણધારી પરિસ્થિતિઓને કારણે ટ્રિપ કૅન્સલેશન અથવા વિક્ષેપના કિસ્સામાં ખર્ચને કવર કરે છે, જે અતિરિક્ત નાણાંકીય તણાવ વિના પ્રવાસને ફરીથી શેડ્યૂલ કરવાની સુવિધા આપે છે.

7

ફેમિલી કવરેજના વિકલ્પો

ઘણી પૉલિસીઓમાં એકસાથે મુસાફરી કરતા પરિવારના સભ્યોને કવર કરવાના વિકલ્પો શામેલ છે, જે સંપૂર્ણ ગ્રુપ માટે વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે.

8

મલ્ટી-કન્ટ્રી ઍક્સેસ

એક પૉલિસી અનેક શેંગેન દેશોમાં મુસાફરીને કવર કરે છે, જે શેંગેન ઝોનમાં મુલાકાત લીધેલ દરેક દેશ માટે અલગ ઇન્શ્યોરન્સની જરૂરિયાતને દૂર કરે છે.

9

પૈસાનું વળતર

વિવિધ કવરેજ લેવલ હોવા છતાં, શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાન કરેલ કવરેજ માટે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરે છે, જે તેને મુસાફરો માટે યોગ્ય રોકાણ બનાવે છે.

શેંગેન દેશો કયા છે?

1985 માં હસ્તાક્ષર કરાયેલા શેંગેન એગ્રીમેન્ટ દ્વારા અનિયંત્રિત હિલચાલની સુવિધા માટે 26 દેશોનો સમાવેશ કરીને યુરોપની અંદર એક સરહદ-રહિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું. આ શેંગેન દેશોમાં 22 યુરોપિયન યુનિયન (EU) સભ્ય દેશો અને ચાર નૉન-EU રાષ્ટ્રો શામેલ છે.

ક્રમ સંખ્યા. દેશ વિગતો
1.ઑસ્ટ્રિયાએક રમણીય સ્થળ, જે તેના સમૃદ્ધ ઈતિહાસ, આકર્ષક ભૂભાગ અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે.
2.બૅલ્જિયમતેના મધ્યકાલીન નગરો, બ્રસેલ્સ જેવા વાઇબ્રન્ટ શહેરો અને સ્વાદિષ્ટ ચોકલેટ માટે પ્રખ્યાત.
3.ચેક રિપબ્લિકપોતાના અદ્ભુત સ્થાપત્ય અને ઐતિહાસિક આકર્ષણ માટે પ્રસિદ્ધ શહેર પ્રાગનું ઘર.
4.ડેન્માર્કતેના વાઇકિંગ ઈતિહાસ, પરીકથા જેવા કિલ્લાઓ અને સુંદર શહેર કોપનહેગન માટે જાણીતું.
5.ઇસ્ટોનિયાએક મોહક બાલ્ટિક દેશ પોતાના મધ્યયુગીન સ્થાપત્ય અને મનોહર લેન્ડસ્કેપની લાક્ષણિકતા ધરાવે છે.
6.ફિન્લૅન્ડનોર્ધન લાઇટ્સ, પ્રાચીન તળાવો અને આધુનિક ડિઝાઇન અને ટેક્નોલોજી માટે પ્રસિદ્ધ.
7.ફ્રાંસફેશન, કલા, વાઇન અને એફિલ ટાવર અને લૂવર મ્યુઝિયમ જેવા લેન્ડમાર્ક માટે જાણીતું ગ્લોબલ આઇકન.
8.જર્મનીપોતાના ઈતિહાસ, બીયર સંસ્કૃતિ, રમણીય લેન્ડસ્કેપ અને બર્લિન જેવા ચહલપહલ ધરાવતા શહેરો માટે પ્રખ્યાત.
9.ગ્રીસપ્રાચીન ઈતિહાસ, અદ્ભુત ટાપુઓ અને એક્રોપોલિસ જેવા પ્રતિષ્ઠિત લેન્ડમાર્કનું ઘર.
10.હંગેરીપોતાના થર્મલ બાથ, સમૃદ્ધ ઈતિહાસ અને બુડાપેસ્ટના સુંદર શહેર માટે પ્રસિદ્ધ.
11.ઇટાલીપોતાની કલા, ઈતિહાસ, ભોજન અને કોલોસિયમ અને વેનિસ કેનાલ જેવા લેન્ડમાર્ક માટે પ્રખ્યાત.
12.લાત્વિયાસમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપ ધરાવતો એક મનોહર બાલ્ટિક દેશ.
13.લિથુઆનિયાપોતાના મધ્યકાલીન સ્થાપત્ય, અદ્ભુત દરિયાઈ કિનારાપટ્ટી અને ઐતિહાસિક સ્થળો માટે પ્રસિદ્ધ.
14.લક્ઝેમબર્ગસમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને રમણીય લેન્ડસ્કેપ ધરાવતો એક નાનો પરંતુ આકર્ષક દેશ.
15.લીચેસ્ટાઈનએક નાનું રજવાડું, પોતાના પર્વતીય લેન્ડસ્કેપ અને અનોખા પુરાતન ગામો માટે પ્રખ્યાત.
16.માલ્ટાપ્રાચીન ઈતિહાસ, અદ્ભુત સમુદ્ર કિનારા અને જીવંત સંસ્કૃતિ ધરાવતું મેડિટરેનિયન રત્ન.
17.નૅધરલૅન્ડ્સતેના ટ્યુલિપના ખેતરો, પવનચક્કીઓ, મનોહર નહેરો અને એમસ્ટરડેમ જેવા જીવંત શહેરો માટે પ્રસિદ્ધ.
18.નૉર્વેતેના અખાત, નોર્ધન લાઇટ્સ અને કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ.
19.પોલૅન્ડતેના મધ્યકાલીન સ્થાપત્ય, સમૃદ્ધ ઈતિહાસ અને મનભાવક ભોજન માટે પ્રખ્યાત.
20.પોર્તુગલસુંદર સમુદ્ર-કિનારા, લિસ્બન જેવા ઐતિહાસિક શહેરો અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રદાન કરતું સ્થાન.
21.સ્લોવાકિયાતેના વળાંક ધરાવતા લેન્ડસ્કેપ, કિલ્લાઓ અને જીવંત રાજધાની શહેર, બ્રાતિસ્લાવા માટે પ્રસિદ્ધ.
22.સ્લોવિનિયાઅદ્ભુત લેન્ડસ્કેપ, ઐતિહાસિક શહેરો અને કુદરતી સૌંદર્ય ધરાવતું છૂપું રત્ન.
23.સ્પેનવિવિધ સંસ્કૃતિ, સુંદર સમુદ્રકિનારા તેમજ બાર્સિલોના અને મેડ્રિડ જેવા જીવંત શહેરો માટે પ્રસિદ્ધ.
24.સ્વીડનડિઝાઇન, નવીનતા, આકર્ષક લેન્ડસ્કેપ અને રમણીય નોર્ધન લાઇટ્સ માટે સુપ્રસિદ્ધ.
25.સ્વિટ્ઝર્લૅન્ડશ્વાસ થંભાવી દેતા આલ્પ્સના પર્વતો, ચોકલેટ, ઘડિયાળો અને રમણીય નગરો માટે સુપ્રસિદ્ધ.

આ દેશો સામૂહિક રીતે શેંગેન વિસ્તાર બનાવે છે, જે મુસાફરોને આંતરિક સરહદી તપાસ વગર વિવિધ સંસ્કૃતિઓ, લેન્ડસ્કેપ અને ઈતિહાસ વિશે જાણકારી મેળવવાની તક પ્રદાન કરે છે, જેમાં આ આકર્ષક ઝોનને ઍક્સેસ કરવા માટે શેંગેન વિઝા માટે એકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર પડે છે.

શું તમે જાણો છો?

શેંગેન વિસ્તારના કોઈપણ દેશમાં પ્રવેશ કરવા માટે માન્ય ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે.

શેેંગન વિઝાની પરવાનગી ધરાવતા રાજ્યોમાં કોણ પ્રવાસ કરી શકે છે?

તમામ ભારતીય નાગરિકો તેમજ હાલમાં કાનૂની રીતે ભારતમાં રહેતાં અન્ય દેશોના નાગરિકો ભારતમાં શેંગેન વિઝા માટે અપ્લાઇ કરી શકે છે. અન્ય ભારતીય નાગરિકો જે હાલમાં અન્ય કોઈ દેશમાં રહે છે તેઓ ભારતમાંથી શેંગેન વિઝા માટે ત્યારે જ અપ્લાઇ કરી શકે છે જ્યારે તેઓ કાનૂની રીતે ભારતમાં હાજર હોય અને તેમના વર્તમાન નિવાસી દેશની બદલે ભારતમાંથી અપ્લાઇ કરવા માટે તેમની પાસે કોઈ યોગ્ય કારણ હોય.

શેંગેન વિઝાની જરૂરિયાતો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

શેંગેન વિઝા એપ્લિકેશન એક મહત્વપૂર્ણ ઘટક તરીકે શેંગેન વિઝા માટે વિશિષ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ફરજિયાત કરે છે. આ કઠોર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, ઇન્શ્યોરન્સને કેટલાક માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે:

1

માન્યતાનો સમયગાળો

ઇન્શ્યોરન્સ કવરેજ શેંગેન વિસ્તારની અંદર ઈચ્છિત રોકાણના સંપૂર્ણ સમયગાળા માટે માન્ય હોવું જોઈએ અને કોઈપણ સંભવિત વિસ્તરણ અવધિને કવર કરવું જોઈએ.

2

કવરેજ રકમ

પૉલિસી દ્વારા મેડિકલ ઇમરજન્સી માટે ઓછામાં ઓછા €30,000 અથવા તેના સમકક્ષ ભારતીય રૂપિયા જેટલું કવરેજ મળવું જોઈએ, જેમાં મેડિકલ કારણોસર રિપેટ્રિએશન અને તાત્કાલિક મેડિકલ સારવારનો સમાવેશ થાય છે.

3

પ્રાદેશિક કવરેજ

આ મહત્વપૂર્ણ છે કે ઇન્શ્યોરન્સ કવરેજ તમામ શેંગેન દેશો સુધી વિસ્તરે છે, જે સમગ્ર ઝોનમાં વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

4

ઇન્શ્યોરન્સ પ્રદાતાની વિશ્વસનીયતા

પ્રતિષ્ઠિત અને જાણીતા પ્રદાતાઓ પાસેથી ઇન્શ્યોરન્સની પસંદગી એ સુનિશ્ચિત કરે છે કે આ પૉલિસી શેંગેન વિઝા ઇન્શ્યોરન્સની તમામ જરૂરી પૂર્વશરતોને પૂર્ણ કરે છે, જે અપર્યાપ્ત કવરેજ અથવા પૉલિસીની વિસંગતતાને કારણે અસ્વીકારના જોખમને ઘટાડે છે.

5

કોમ્પ્રિહેન્સિવ કવરેજ

ઇન્શ્યોરન્સમાં મુસાફરીના સમયગાળા દરમિયાન મેડિકલ ઇમરજન્સી, અકસ્માત, રિપેટ્રિએશન જેવા વિવિધ સંભવિત જોખમો અને જવાબદારીઓનો સમાવેશ થવો જોઈએ, જે મુસાફરીના સમયગાળા દરમિયાન વ્યાપક સલામતી કવચ પ્રદાન કરે છે.

 

શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું છે?

શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક વિશેષ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે શેંગેન વિઝા માટે અપ્લાઇ કરનાર વ્યક્તિઓ માટે શેંગેન ઝોન દ્વારા નિર્ધારિત ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલ છે. આ ઇન્શ્યોરન્સ વિઝા એપ્લિકેશન પ્રોસેસ માટે એક મહત્વપૂર્ણ પૂર્વજરૂરિયાત તરીકે કાર્ય કરે છે. તે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જેમાં સામાન્ય રીતે મેડિકલ ઇમરજન્સી, રિપેટ્રિએશન અને જવાબદારીઓ શામેલ છે, જે મુસાફરોને શેંગેન વિસ્તારમાં તેમના સંપૂર્ણ રોકાણ દરમિયાન સુરક્ષિત કરે છે.

આ ઇન્શ્યોરન્સના મુખ્ય ઘટકોમાં ન્યૂનતમ કવરેજ રકમ €30,000 અથવા તેનાથી વધુ સમાવિષ્ટ છે, કોઈ કપાતપાત્ર નથી અને ઈચ્છિત રોકાણના સંપૂર્ણ સમયગાળા સુધીની માન્યતાનો સમાવેશ થાય છે. આ કવરેજ તમામ 26 શેંગેન દેશોમાં વિસ્તરે છે, જે મુસાફરી દરમિયાન અકસ્માત કે અચાનક બીમારીઓ જેવી અણધારી પરિસ્થિતિઓ સામે સુરક્ષા કવચ પ્રદાન કરે છે. શેંગેન ક્ષેત્રમાં ફરવા ઈચ્છતા ભારત જેવા દેશોના મુસાફરોએ વિઝાની જરૂરિયાતોને પૂર્ણ કરવા આ ઇન્શ્યોરન્સ ખરીદવો આવશ્યક છે અને યુરોપની પોતાની મુસાફરી દરમિયાન નાણાંકીય સુરક્ષા અને મનની શાંતિ સુનિશ્ચિત કરો.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

વાજબી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શોધી રહ્યા છો?

માત્ર થોડા ક્લિકમાં તમારા મનપસંદ પ્લાન પર ઝડપી ક્વોટેશન મેળવો!

શેન્ગન વિઝાના પ્રકારો

શેંગેન વિસ્તાર મુસાફરીના વિવિધ પ્રકારના હેતુઓ માટે વિવિધ પ્રકારના વિઝા પ્રદાન કરે છે, જે દરેક ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલ છે:

વિઝાના પ્રકારો વિશિષ્ટતાઓ
લિમિટેડ ટેરિટોરિયલ વેલિડિટી વિઝા (LTV)આ વિઝા માત્ર ચોક્કસ શેંગેન દેશોમાં જ પ્રવેશની મંજૂરી આપે છે, સંપૂર્ણ શેંગેન વિસ્તાર નહીં, સામાન્ય રીતે અસાધારણ પરિસ્થિતિઓ અથવા તાત્કાલિક માનવતાવાદી કારણોસર મંજૂર કરવામાં આવે છે.
યુનિફોર્મ શેંગેન વિઝા (USV)

આ વિઝા પર્યટન, બિઝનેસ કે પારિવારિક મુલાકાતો માટે શેંગેન દેશોમાં 180-દિવસની અંદર 90 દિવસ સુધીના ટૂંકા ગાળાના રોકાણની પરવાનગી આપે છે. તેને ત્રણ ઉપ-પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે:

• પ્રકાર A: શેંગેન વિસ્તારમાં પ્રવેશ કર્યા વિના શેંગેન એરપોર્ટમાંથી પસાર થતા મુસાફરો માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા.

• પ્રકાર B: જમીન અથવા સમુદ્ર માર્ગ દ્વારા શેંગેન પ્રદેશોને પાર કરનાર મુસાફરો માટે ટ્રાન્ઝિટ વિઝા.

• પ્રકાર C: પર્યટન, બિઝનેસ અથવા પરિવાર/મિત્રોની મુલાકાત લેવા માટે રેગ્યુલર શોર્ટ-સ્ટે વિઝા.

મલ્ટિપલ એન્ટ્રી વિઝામુસાફરોને શેંગેન વિસ્તારમાં એક નિર્દિષ્ટ સમયગાળા દરમિયાન અનેક વખત પ્રવેશવા અને બહાર નીકળવાની સુવિધા આપે છે. બિઝનેસ માટે અવારનવાર આવતા મુસાફરો માટે અથવા શેંગેન દેશોમાં સતત પ્રવેશની જરૂર હોય તેવા માટે આદર્શ.
નેશનલ વિઝા90 દિવસથી વધુ લાંબા ગાળાના રોકાણ માટે અલગ-અલગ શેંગેન દેશો દ્વારા જારી કરવામાં આવે છે. તેઓ કોઈ ચોક્કસ દેશમાં કાર્ય, અભ્યાસ, પારિવારિક મુલાકાત અથવા અન્ય વિશિષ્ટ કારણો જેવા હેતુઓ માટે તૈયાર કરવામાં આવે છે.
અધિકૃત મુલાકાતો માટે વિઝાશેંગેન દેશોમાં સત્તાવાર ફરજ માટે મુસાફરી કરનાર અથવા સરકારી અધિકારીનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓને પ્રદાન કરવામાં આવે છે.

આ વિશિષ્ટ શેંગેન વિઝાના પ્રકારોને સમજવું મહત્વપૂર્ણ છે, કારણ કે જે તે પ્રકારના વિઝા શેંગેન વિસ્તારમાં રહેવાના વિશિષ્ટ હેતુ અને સમયગાળા માટે આપવામાં આવે છે, જે મુસાફરીની વિવિધ જરૂરિયાતો અને સમયગાળા માટે સુગમતા પ્રદાન કરે.

શેંગેન વિઝા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

શોર્ટ-ટર્મ શેંગેન વિઝા એપ્લિકેશન માટે આવશ્યક ડૉક્યુમેન્ટ અહીં આપેલ છે:

સામાન્ય જરૂરિયાતો:

• વિઝા એપ્લિકેશન ફોર્મ: સંપૂર્ણપણે ભરેલ અને હસ્તાક્ષરિત.

• તાજેતરના ફોટા: ચોક્કસ આવશ્યકતાઓની પૂર્તિ માટે હાલના બે ફોટા.

પાસપોર્ટ અને મુસાફરીની માહિતી:

• રાઉન્ડ ટ્રિપ પ્રવાસ કાર્યક્રમ: આવવા અને જવાની ફ્લાઇટ કે આરક્ષણની વિગતો, જે શેંગેનમાં પ્રવાસની તારીખો દર્શાવે.

• માન્ય પાસપોર્ટ: 10 વર્ષ કરતાં જૂનો ના હોય, જે શેંગેનમાંથી જવાની તારીખ બાદ ઓછામાં ઓછા 3 મહિના માટે માન્ય હોવો જોઈએ.

નાણાંકીય અને ઇન્શ્યોરન્સ ડૉક્યુમેન્ટ:

• આવાસનો પુરાવો: તમે શેંગેનમાં ક્યાં રહેશો તેની પુષ્ટિ કરતી બુકિંગ વિગતો અથવા આમંત્રણ.

• ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ: યુરોપ આસિસ્ટન્સ જેવા પ્રદાતાઓ પાસેથી ઉપલબ્ધ મેડિકલ ઇમરજન્સી માટે €30,000 નું કવરેજ.

• ચૂકવેલ વિઝા ફી: પુખ્તો માટે €80, 6 થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે €45.

• નાણાંકીય સંસાધનોનો પુરાવો: વિકલ્પોમાં બેંક સ્ટેટમેન્ટ, સ્પોન્સરશિપ લેટર અથવા બંનેના સંયોજનનો સમાવેશ થાય છે.

રોજગાર અને વિશિષ્ટ પરિસ્થિતિઓ:

• સ્વ-રોજગાર ધારકો માટે: બિઝનેસ લાઇસન્સ, કંપની બેંક સ્ટેટમેન્ટ અને ઇન્કમ ટૅક્સ રિટર્ન.

• કર્મચારીઓ માટે: રોજગાર કરાર, બેંક સ્ટેટમેન્ટ, રજાનો અનુમતિ પત્ર અને ઇન્કમ ટૅક્સ સંબંધિત ડૉક્યુમેન્ટ.

• વિદ્યાર્થીઓ માટે: સ્કૂલ/યુનિવર્સિટીમાં નોંધણીનો પુરાવા અને નો-ઑબ્જેક્શન લેટર.

• સગીરો માટે: જન્મ પ્રમાણપત્ર, માતાપિતા બંને દ્વારા હસ્તાક્ષરિત એપ્લિકેશન, ફેમિલી કોર્ટનો ઑર્ડર (જો લાગુ હોય તો), માતાપિતા બંનેના ID/પાસપોર્ટની કૉપી અને એકલા મુસાફરી કરતા સગીરો માટે માતાપિતાની યોગ્ય રીતે નોટરી કરેલ અધિકૃતતા.

• EU નાગરિકો સાથે વિવાહિત બેરોજગાર લોકો માટે: જીવનસાથી તરફથી રોજગારની પુષ્ટિ, લગ્ન પ્રમાણપત્ર અને જીવનસાથીનો પાસપોર્ટ.

• નિવૃત્ત વ્યક્તિઓ માટે: છેલ્લા 6 મહિનાનું પેન્શન સ્ટેટમેન્ટ.

તમારી ચોક્કસ પરિસ્થિતિ મુજબ તમામ જરૂરી ડૉક્યુમેન્ટ સુવ્યવસ્થિત હોય એ સુનિશ્ચિત કરવાથી શેંગેન વિઝા એપ્લિકેશનની સફળતાની સંભાવનાઓ ઘણી વધી જાય છે.

શેંગેન વિઝા પ્રક્રિયા શું છે?

શેંગેન વિઝા એપ્લિકેશન પ્રોસેસ શેંગેન વિસ્તારની અંદર અવરોધ મુક્ત મુસાફરીને સુનિશ્ચિત કરવાના હેતુથી એક માળખાગત પ્રક્રિયાને અનુસરે છે:

• મુલાકાતના હેતુ અને અવધિના આધારે વિઝાના યોગ્ય પ્રકારને ઓળખો (પર્યટન, બિઝનેસ, પારિવારિક મુલાકાત, વગેરે.).

• એપ્લિકેશન દાખલ કરવાની હોય તે શેંગેન દેશના દૂતાવાસ કે કોન્સ્યુલેટને પસંદ કરો. સામાન્ય રીતે આ પ્રાથમિક ગંતવ્ય સ્થળ અથવા સૌથી લાંબા રોકાણનો દેશ હોય છે.

• તમામ જરૂરી ડૉક્યુમેન્ટ જેમ કે સંપૂર્ણ ભરેલ એપ્લિકેશન ફોર્મ, પાસપોર્ટ, ફોટા, મુસાફરીનો કાર્યક્રમ, હેલ્થ ઇન્શ્યોરન્સ, નાણાંકીય પુરાવા અને રોજગાર, સ્ટૂડન્ટ સ્ટેટસ કે અન્ય પરિસ્થિતિઓના આધારે વિશિષ્ટ ડૉક્યુમેન્ટ સંકલિત કરો.

• વિઝા સબમિટ કરવા માટે પસંદ કરેલ દૂતાવાસ/કોન્સ્યુલેટમાં અપૉઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો. કેટલાક સ્થળોએ અગાઉથી અપૉઇન્ટમેન્ટનું બુકિંગ જરૂરી હોઈ શકે છે.

• અપૉઇન્ટમેન્ટમાં હાજરી આપો અથવા રૂબરૂમાં એપ્લિકેશન સબમિટ કરો, બાયોમેટ્રિક ડેટા (જો જરૂરી હોય તો) પ્રદાન કરો અને વિઝા ફી ચૂકવો.

• એપ્લિકેશન પ્રોસેસ કરવા માટે દૂતાવાસ/કોન્સ્યુલેટને સમય આપો. પ્રોસેસિંગ સમય અલગ હોઈ શકે છે, પરંતુ 15 કેલેન્ડર દિવસ જેટલો સમય લાગી શકે છે.

• વિઝા એપ્લિકેશન પર નિર્ણય મેળવો. તે સ્વીકૃત કે અસ્વીકૃત થઈ શકે છે, અથવા અતિરિક્ત ડૉક્યુમેન્ટેશન માંગવામાં આવી શકે છે.

• મંજૂરી મળ્યા બાદ, દૂતાવાસ/કોન્સ્યુલેટમાંથી જારી કરેલ વિઝા સાથે પાસપોર્ટ લઈ લો અથવા નિયુક્ત કુરિયર સર્વિસ દ્વારા મેળવો.

• મેળવેલા વિઝા સાથે, શેંગેન દેશોમાં મુક્તપણે મુસાફરી કરો, તેમજ રોકાણ, હેતુ સંબંધિત વિઝાની શરતો અને અન્ય નિયમોનું પાલન સુનિશ્ચિત કરો.

આ વ્યવસ્થિત પ્રક્રિયા શેંગેનના નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે અને વૈવિધ્યસભર અને મનમોહક શેંગેન વિસ્તારમાં હરતાફરતા મુસાફરો માટે ઝંઝટ-મુક્ત અનુભવ પ્રદાન કરે છે.

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી કવરમાં શું પ્રદાન કરે છે?

એચડીએફસી અર્ગોની શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતું કવરેજ અહીં આપેલ છે:

આવાસ અને ટ્રિપનું કૅન્સલેશન

ટ્રિપ કૅન્સલેશન

આવાસ, વિવિધ પ્રવૃત્તિઓ અને મુસાફરીના અણધાર્યા ટૂંકાણ માટેના બિન-રિફંડપાત્ર ખર્ચની ભરપાઈ કરે છે.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ઈમર્જન્સી ડેન્ટલ ખર્ચ કવરેજ

ફ્લાઇટ સંબંધિત રિઇમ્બર્સમેન્ટ

ફ્લાઇટનું કનેક્શન ચૂકી જવું, હાઇજેક થવાનો ડર, ફ્લાઇટમાં વિલંબ, કૅન્સલેશન અને ટ્રિપના ટૂંકાણને કવર કરે છે.

વ્યક્તિગત અકસ્માત

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

હૉસ્પિટલાઇઝેશન, OPD સારવાર, એમ્બ્યુલન્સનો ખર્ચ અને મેડિકલ ઇવેક્યુએશનને કવર કરે છે.

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

દાંતની સારવારનો ખર્ચ

પૉલિસીની શરતોને આધિન, મુસાફરી દરમિયાન દાંતની સંભાળનો સમાવેશ થાય છે.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

વ્યક્તિગત અકસ્માત કવરેજ

આકસ્મિક મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં ઇન્શ્યોરન્સ ધારકના પરિવારને નાણાંકીય સહાય પ્રદાન કરે છે.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

ઇમરજન્સી કૅશ આસિસ્ટન્સ

મુસાફરી દરમિયાન ચોરી કે લૂંટફાટના કિસ્સામાં ભારતમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

સામાન અને સામગ્રીનું કવરેજ

ચોરાયેલ અથવા વિલંબિત સામાન પેટે ભરપાઈ કરે છે, જેથી તમારી ટ્રિપ સરળતાથી ચાલુ રહે તે સુનિશ્ચિત થાય છે.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

વ્યક્તિગત જવાબદારી

વિદેશમાં હોવ ત્યારે થર્ડ-પાર્ટીના નુકસાન સામે વળતર આપવામાં મદદ કરે છે.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

હૉસ્પિટલ કૅશ અને ડૉક્યુમેન્ટનું ગુમ થવું

હૉસ્પિટલમાં રોકાણ દરમિયાન દૈનિક ભથ્થું ચૂકવે છે અને પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ગુમ થયેલ ડૉક્યુમેન્ટ માટેના ખર્ચને કવર કરે છે.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

સામાન્ય વાહક અકસ્માતો

સામાન્ય વાહકોનો ઉપયોગ કરતી વખતે આકસ્મિક મૃત્યુ અથવા વિકલાંગતા માટે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શું કવર કરતી નથી?

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નીચે આપેલ પરિબળો કવર કરવામાં આવતા નથી:

કાયદાનો ભંગ

કાયદાનું ઉલ્લંઘન અથવા યુદ્ધ

યુદ્ધ પ્રવૃતિઓમાં સંડોવણી અથવા કાયદાના ઉલ્લંઘન તરફ દોરી જતા ગેરકાયદેસર કાર્યોને પરિણામે ઉદ્ભવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ કે માંદગી ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા કવર કરવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા નશાકારક પદાર્થોનો ઉપયોગ કવર કરવામાં આવતો નથી

નશીલા પદાર્થોનું સેવન

પૉલિસી હેઠળ નશીલા અથવા પ્રતિબંધિત પદાર્થોના સેવનથી ઉદ્ભવતા કોઈપણ ક્લેઇમ દાખલ કરવામાં આવતા નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા પહેલેથી હોય તેવી બિમારીઓ કવર કરવામાં આવતી નથી

અગાઉથી હોય તેવા રોગ

ઇન્શ્યોર્ડ મુસાફરીના સમયગાળા પહેલાંથી હાજર બીમારીઓ સંબંધિત સારવારના ખર્ચને કવર કરવામાં આવતા નથી, જેમાં પહેલાંથી હાજર બીમારીઓ માટેની મેડિકલ સંભાળ શામેલ છે.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારને કવર કરવામાં આવતી નથી

કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

ઇન્શ્યોર્ડ મુસાફરી દરમિયાન કૉસ્મેટિક અથવા સ્થૂળતા સંબંધિત સારવાર માટે કરેલ કોઈપણ ખર્ચ પૉલિસી દ્વારા કવર કરવામાં આવતા નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા જાતે પહોંચાડવામાં આવેલી ઈજા કવર કરવામાં આવતી નથી

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

ઇન્શ્યોરન્સ કવરેજમાં જાતે કરેલી ઈજાઓના પરિણામે થતા હૉસ્પિટલાઇઝેશન કે મેડિકલ ખર્ચ શામેલ નથી.

એડવેન્ચર સ્પોર્ટ્સની ઘટનાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સની ઘટનાઓ

આત્યંતિક કે એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતી ઈજાઓ અથવા મેડિકલ ખર્ચને કવર કરવામાં આવતા નથી.

નૉન-મેડિકલ ઇવેક્યુએશન

નૉન-મેડિકલ ઇવેક્યુએશન

યુદ્ધ ક્ષેત્રો અથવા સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાંથી નૉન-મેડિકલ ઇવેક્યુએશન સાથે સંકળાયેલા ખર્ચ કવરેજનો ભાગ નથી.

ઉચ્ચ-જોખમી પ્રવૃત્તિઓ

ઉચ્ચ-જોખમી પ્રવૃત્તિઓ

સ્કાયડાઇવિંગ અથવા પર્વતારોહણ જેવી ઉચ્ચ-જોખમી પ્રવૃત્તિઓ દરમિયાન થતી દુર્ઘટનાઓને પૉલિસી કવરેજમાંથી બાકાત રાખવામાં આવે છે.

બિન-સુસંગત મેડિકલ સંભાળ

બિન-સુસંગત મેડિકલ સંભાળ

પૉલિસીના નિયમો અને શરતો સાથે સુસંગત ના હોય તેવી મેડિકલ સારવાર મેળવવાના ખર્ચની ભરપાઈ કરવામાં આવતી નથી.

ભારત કે અન્ય કોઈપણ બિન-શેંગેન દેશના શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ શેંગેન વિસ્તારમાં મુસાફરી દરમિયાન કોઈપણ ગેરસમજ કે અણધાર્યા ખર્ચને ટાળવા માટે બાકાત બાબતોને સમજવા માટે પૉલિસી ડૉક્યુમેન્ટની સંપૂર્ણપણે સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે.

એચડીએફસી અર્ગો શા માટે?

તમારા શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે તમારે શા માટે એચડીએફસી અર્ગો પસંદ કરવું જોઈએ તેના કેટલાક કારણો અહીં આપેલ છે:

24/7 સપોર્ટ: અમે ચોવીસે કલાકના કસ્ટમર કેર અને ક્લેઇમની મંજૂરી માટે સમર્પિત ટીમ સાથે તમારા મનની શાંતિને પ્રાથમિકતા આપીએ છીએ, જે પડકારજનક પરિસ્થિતિઓ દરમિયાન નિશ્ચિતપણે સહાયતા પ્રદાન કરે છે.

લાખો સુરક્ષિત: એચડીએફસી અર્ગો ખાતે અમે 1 કરોડથી વધુ સ્મિત સુરક્ષા કરી છે, વિશ્વસનીય અને વાજબી ઇન્શ્યોરન્સ સોલ્યુશનની સાતત્યપૂર્ણ ડિલિવરી કરીને સંબંધોને એક નવી પરિભાષા આપી છે.

કોઈ હેલ્થ ચેક-અપની જરૂર નથી: તમારી પૉલિસી મેળવતા પહેલાં કોઈપણ હેલ્થ ચેક-અપની જરૂરિયાત વિના ઝંઝટ-મુક્ત રીતે એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો આનંદ માણો.

પેપરલેસ સુવિધા: ડિજિટલ દુનિયાને અપનાવીને, અમે ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશન સાથે ઑનલાઇન પૉલિસી જારી કરવાની સુવિધા ઑફર કરીએ છીએ, જેમાં તમારી પૉલિસી સીધી તમારા ઇનબૉક્સમાં મોકલવામાં આવે છે.

એચડીએફસી અર્ગો ખાતે, અમે ઇન્શ્યોરન્સ ક્ષેત્રના અનુભવોને ફરીથી પરિભાષિત કરવા પ્રયત્નશીલ છીએ, જેમાં ભારતમાંથી શેંગેન વિઝા ઇન્શ્યોરન્સ લેવાની માંગ સહિત મુસાફરીની વિવિધ જરૂરિયાતો માટે તૈયાર કરેલા સુલભ, વિશ્વસનીય અને ફ્લેક્સિબલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન પ્રદાન કરીએ છીએ.

સૌથી વધુ મુલાકાત લેવાતા દેશો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો

દેશોની સૂચિ જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે

માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન

શેંગેન દેશો

  • ફ્રાંસ
  • સ્પેન
  • બૅલ્જિયમ
  • ઑસ્ટ્રિયા
  • ઇટાલી
  • સ્વીડન
  • લિથુઆનિયા
  • જર્મની
  • નેધરલૅન્ડ્સ
  • પોલૅન્ડ
  • ફિન્લૅન્ડ
  • નૉર્વે
  • માલ્ટા
  • પોર્તુગલ
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • ઇસ્ટોનિયા
  • ડેન્માર્ક
  • ગ્રીસ
  • આઇસલૅન્ડ
  • સ્લોવાકિયા
  • ચેકિયા
  • હંગેરી
  • લાત્વિયા
  • સ્લોવિનિયા
  • લિક્ટનસ્ટાઇન અને લક્ઝમબર્ગ
માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન

અન્ય દેશો

  • ક્યૂબા
  • ઈક્વાડોર
  • ઈરાન
  • ટર્કી
  • મોરૉક્કો
  • થાઇલેન્ડ
  • UAE
  • ટોગો
  • અલ્જીરિયા
  • રોમેનિયા
  • ક્રોએશિયા
  • મોલ્દોવા
  • જૉર્જિયા
  • અરુબા
  • કંબોડિયા
  • લૅબનૉન
  • સિશેલ્સ
  • એન્ટાર્કટિકા

સ્ત્રોત: VisaGuide.World

તાજેતરનાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

visa-free-honeymoon-destination

વેલેન્ટાઇન ડે 2023: 9 વિઝા-મુક્ત હનીમૂન ડેસ્ટિનેશન જેની તમે મુલાકાત લઈ શકો છો

વધુ વાંચો
08 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રકાશિત
sharing-medical-history-with-travel-insurance-provider

તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે તમારો તબીબી ઇતિહાસ શેર કરવાના લાભો

વધુ વાંચો
08 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રકાશિત
વિશ્વસનીય ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો?

વિશ્વસનીય ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો?

વધુ વાંચો
01 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રકાશિત
સિંગાપુર માટે મુસાફરી અંગેની વ્યાપક માર્ગદર્શિકા

સિંગાપુર માટે મુસાફરી અંગેની વ્યાપક માર્ગદર્શિકા

વધુ વાંચો
13 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રકાશિત

વારંવાર પૂછાતા પ્રશ્નો

તેના દ્વારા તમારી વિઝા એપ્લિકેશનમાં ઉલ્લેખ કર્યા મુજબ, શેંગેન વિસ્તારની અંદર તમારા ઈચ્છિત રોકાણના સંપૂર્ણ અવધિ કવર થવી જોઈએ, અને જો કોઈપણ વિસ્તરણ અવધિ પ્લાન કરેલ હોય તો તેનો પણ સમાવેશ થવો જોઈએ.

સામાન્ય રીતે, ના. મોટાભાગની પૉલિસીઓ પહેલાંથી હાજર મેડિકલ સમસ્યાઓ સંબંધિત ખર્ચને કવર કરતી નથી, સિવાય કે પૉલિસીની શરતોમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત ન હોય.

ચોક્કસ, ભારતમાં વિવિધ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ શેંગેન વિઝા મેળવવા માટેની જરૂરિયાતોની પૂર્તિ કરતી શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઑફર કરે છે.

પૉલિસીમાં મેડિકલ ઇમરજન્સી માટે ઓછામાં ઓછું €30,000 અથવા ભારતીય રૂપિયામાં તેનું સમકક્ષ કવરેજ હોવું આવશ્યક છે, જે શેંગેન વિઝાની જરૂરિયાતો મુજબ ફરજિયાત છે.

જો તમારી પાસે અન્ય કોઈ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોય તો પણ વિઝાની જરૂરિયાતોની પૂર્તિ કરતો વિશેષ શેંગેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. સુનિશ્ચિત કરો કે પૉલિસીમાં શેંગેન વિસ્તાર માટે કવરેજનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હોય.

તમારી ટ્રિપ શરૂ થાય તે પહેલાં ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. જો કે, કેટલાક પ્રદાતાઓ આગમન પછી કવરેજ ખરીદવા કે વિસ્તૃત કરવાના વિકલ્પો પ્રદાન કરી શકે છે, પરંતુ તેમ અગાઉથી કરવાની સલાહ આપવામાં આવે છે.

સામાન્ય રીતે, સ્ટાન્ડર્ડ પૉલિસીઓમાં ઉચ્ચ જોખમ ધરાવતી પ્રવૃત્તિઓ માટે કવરેજ શામેલ હોતું નથી. જો આવી પ્રવૃત્તિઓનું પ્લાનિંગ હોય, તો અગાઉથી તપાસ કરી લેવી અને જરૂર મુજબ અતિરિક્ત કવરેજ પસંદ કરવું સમજદારીભર્યું છે.

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ
એચડીએફસી અર્ગો પાસેથી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

તો તમે આને વાંચી લીધું? હવે ટ્રાવેલ પ્લાન ખરીદવા માંગો છો?