Knowledge Centre
HDFC ERGO #1.6 Crore+ Happy Customers
#1.6 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

HDFC ERGO 1Lac+ Cashless Hospitals
1 લાખ+

કૅશલેસ હોસ્પિટલ

HDFC ERGO 24x7 In-house Claim Assistance
24x7 ઇન-હાઉસ

ક્લેઇમ આસિસ્ટન્સ

HDFC ERGO No health Check-ups
કોઈ હેલ્થ

ચેક-અપ નહીં

હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / ભારતમાંથી જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જાપાન

જાપાન, એક એવો દેશ છે જ્યાં પરંપરા આધુનિકતા સાથે જોડાયેલ છે, તેના સમૃદ્ધ વારસા, અતિ આધુનિક શહેરો અને નયનરમ્ય પરિદૃશ્યો મુસાફરોનું મન મોહી લે છે. ટોક્યોની ચહલપહલવાળી શેરીઓથી લઈને ક્યોટોના ઐતિહાસિક મંદિરો સુધી, જાપાન સાંસ્કૃતિક અદ્ભુતતાનો આકર્ષક સંગમ છે. આ રમણીય દેશમાં મુસાફરી કરવા માટે ખાસ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે પર્યાપ્ત સુરક્ષા જરૂરી છે. જાપાનની મુલાકાતે જતા ભારતીય મુસાફરો માટે, કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો આવશ્યક છે. તે અણધારી દુર્ઘટનાઓ સામે રક્ષણ આપે છે, જે ચિંતા-મુક્ત મુસાફરી સુનિશ્ચિત કરે છે. વિવિધ પૉલિસીઓનું મૂલ્યાંકન કરવાથી જાપાન માટે શ્રેષ્ઠ ઇન્ટરનેશન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શોધવામાં મદદ મળે છે, જે મેડિકલ કવરેજ, ટ્રિપ કૅન્સલેશન અને સામાન સુરક્ષા જેવા પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ જાપાનને પ્રાથમિકતા આપો, જે મેડિકલ ઇમરજન્સી માટે કવરેજ પ્રદાન કરે છે, અને આ અદ્ભુત ગંતવ્ય સ્થળે હરતી-ફરતી વખતે મનની શાંતિ સુનિશ્ચિત કરે છે. તમારી જાપાન યાત્રાને શરૂ કરતા પહેલાં, તેને યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે સુરક્ષિત કરો, જે ઝંઝટ-મુક્ત અને યાદગાર પ્રવાસ માટે એક અનિવાર્ય સાથી છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જાપાનની મુખ્ય વિશેષતાઓ

જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સની કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓની સૂચિ અહીં આપેલ છે;

મુખ્ય વિશેષતાઓ વિગતો
વ્યાપક કવરેજ મેડિકલ, મુસાફરી અને સામાન સંબંધિત સમસ્યાઓને કવર કરે છે.
કૅશલેસ લાભો બહુવિધ નેટવર્ક હૉસ્પિટલ દ્વારા કૅશલેસ લાભ પ્રદાન કરે છે.
કોવિડ-19 કવરેજ કોવિડ-19 સંબંધિત હૉસ્પિટલાઇઝેશન કવર કરે છે.
24x7 કસ્ટમર સપોર્ટ ચોવીસ કલાક ત્વરિત કસ્ટમર સપોર્ટ.
ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ માટે સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમ.
વ્યાપક કવરેજ રકમ $40K થી $1000K સુધીની એકંદર કવરેજ રકમ.

જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના પ્રકારો

તમે તમારી ટ્રિપની જરૂરિયાતો અનુસાર જાપાન માટે વિવિધ પ્રકારના ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાંથી પસંદ કરી શકો છો. મુખ્ય વિકલ્પો છે;

Travel plan for Individuals by HDFC ERGO

વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન

એકલ પ્રવાસીઓ અને રોમાંચ-પ્રેમી લોકો માટે

આ પ્રકારની પૉલિસી એકલ મુસાફરોને મુસાફરી દરમિયાન આવતી આકસ્મિક પરિસ્થિતિઓ સામે સુરક્ષિત કરે છે. એચડીએફસી અર્ગો વ્યક્તિગત જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેડિકલ અને નૉન-મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં મુસાફરોને નાણાંકીય રીતે કવર કરવા માટે ઘણી વિશેષતાઓ અને લાભો સાથે પ્રસ્તુત કરેલ છે.

પ્લાન જુઓ વધુ જાણો
Travel plan for Families by HDFC ERGO

પરિવારો માટે ટ્રાવેલ પ્લાન

પરિવાર સાથે મુસાફરી કરતા લોકો માટે

તમારા પરિવાર સાથે વિદેશની ટ્રિપ કરતી વખતે, તમારે તેમની સુરક્ષા અને સુખાકારી માટે ઘણા પરિબળોને ધ્યાનમાં લેવા પડશે. પરિવારો માટે જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તેમની મુસાફરી દરમિયાન એક જ પ્લાન હેઠળ પરિવારના બહુવિધ સભ્યોને કવરેજ પ્રદાન કરે છે.

પ્લાન જુઓ વધુ જાણો
Travel plan for Students by HDFC ERGO

વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ પ્લાન

પોતાના સપનાને સાકાર કરતા લોકો માટે

આ પ્રકારનો પ્લાન અભ્યાસ/શિક્ષણ સંબંધિત હેતુઓ માટે જાપાનની મુલાકાત લેનારા વિદ્યાર્થીઓ માટે છે. તે તમને વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓ સામે સુરક્ષિત રાખશે, જેમાં રોકાણ સબંધિત કવરેજ જેમ કે બેલ બોન્ડ, કમ્પૈશનેટ વિઝિટ, સ્પોન્સર પ્રોટેક્શન વગેરે શામેલ છે, જેથી તમે વિદેશમાં રહેતી વખતે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

પ્લાન જુઓ વધુ જાણો
Travel plan for Frequent Fliers by HDFC ERGO

વારંવાર મુસાફરી કરનારાઓ માટે ટ્રાવેલ પ્લાન

વારંવાર ઉડાન ભરતા લોકો માટે

આ પ્રકારનો પ્લાન વારંવાર ઉડાન ભરતા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે એક વ્યાપક પૉલિસી હેઠળ બહુવિધ પ્રવાસો માટે કવરેજ પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગો ફ્રીક્વન્ટ ફ્લાયર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, તમારે નિર્દિષ્ટ પૉલિસીની સમયસીમાની અંદર દરેક ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

પ્લાન જુઓ વધુ જાણો
Travel Plan for Senior Citizens

વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ પ્લાન

હંમેશાં યુવાન રહેતા લોકો માટે

આ પ્રકારનો પ્લાન વિશેષ રીતે ઇન્ટરનેશનલ ટ્રિપ પર થતી વિવિધ જટિલતાઓ સામે વરિષ્ઠ નાગરિકોને કવરેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જાપાન માટેનો એચડીએફસી અર્ગો સિનિયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને ટ્રિપ દરમિયાન મેડિકલ અને નૉન-મેડિકલ અનિશ્ચિતતાઓના કિસ્સામાં કવર હોવાની ખાતરી આપે છે.

પ્લાન જુઓ વધુ જાણો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જાપાન પ્લાન ખરીદવાના લાભો

ટ્રિપ માટે જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાના કેટલાક આવશ્યક લાભો નીચે મુજબ છે;

1

24x7 કસ્ટમર સપોર્ટ

ટ્રિપ દરમિયાન વિદેશમાં અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તેની હંમેશા સંભાવના હોય છે. જો કે, જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને, તમે તે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો સરળતાથી કરી શકો છો. એચડીએફસી અર્ગો સંકટના સમયમાં તમને મદદ કરવા માટે ચોવીસ કલાક કસ્ટમર કેર સપોર્ટ અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમ સુવિધા સાથે જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે.

2

મેડિકલ કવરેજ

આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતી વખતે મેડિકલ અને દાંતને લગતી ઇમરજન્સીની ઘટનાઓ આપણે સાંભળેલી જ હોય છે. તેથી, જાપાનમાં તમારા વેકેશન દરમિયાન આવી અણધારી ઘટનાઓ સામે પોતાને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે, જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાનું વિચારો. આ પૉલિસી હેઠળ મેડિકલ કવરેજમાં ઇમરજન્સી મેડિકલ અને ડેન્ટલ ખર્ચ, મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન, આકસ્મિક મૃત્યુ વગેરે જેવી બાબત શામેલ છે.

3

નૉન-મેડિકલ કવરેજ

અણધારી મેડિકલ સમસ્યાઓ ઉપરાંત, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જાપાન પ્લાન ટ્રિપ દરમિયાન ઘણી નૉન-મેડિકલ આકસ્મિકતાઓ સામે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. તેમાં વ્યક્તિગત જવાબદારી, હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું, ફાઇનાન્શિયલ ઇમરજન્સી આસિસ્ટન્સ, સામાન અને વ્યક્તિગત ડૉક્યુમેન્ટ ગુમ થવા વગેરે જેવી અસંખ્ય મુસાફરી અને સામાન સંબંધિત સામાન્ય અસુવિધાઓનો સમાવેશ થાય છે.

4

તણાવ-મુક્ત વેકેશન

ઇન્ટરનેશનલ ટ્રિપ દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો ભોગ બનવું આર્થિક અને માનસિક રીતે પડકારજનક બંને છે. આવી સમસ્યાઓ તમારા તણાવનું કારણ બની શકે છે, ખાસ કરીને જો તમે તેનો સામનો કરવા માટે તૈયાર ન હોવ. જો કે, જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક ફાઇનાન્શિયલ સુરક્ષા તરીકે કામ કરે છે જે તમને તમારા વેકેશનનો આનંદ માણવાની સુવિધા આપે છે. પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતું ઝડપી અને વ્યાપક કવરેજ તમારી ચિંતાઓને ન્યૂનતમ રાખશે.

5

આર્થિક રીતે તમારા માટે ફાયદાકારક

તમે ભારતથી જાપાન માટેનો વાજબી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો જે તમને કેટલીક પરિસ્થિતિઓ હેઠળ આર્થિક સહાય પ્રદાન કરશે. આ રીતે, તમારે કોઈ અણધારી ઘટના દરમિયાન તમારા પોતાના ખિસ્સામાંથી અતિરિક્ત રોકડ ખર્ચ કરવાની જરૂર નથી, જેથી તમે તમારા મુસાફરીના નિશ્ચિત બજેટમાં રહી શકો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ઘણા લાભો તેના ખર્ચની તુલનાએ વધારે હોય છે.

6

કૅશલેસ લાભો

જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો એક મુખ્ય લાભ તેની કૅશલેસ ક્લેઇમ સુવિધા છે. તેનો અર્થ એ છે કે વળતરની સાથે, વ્યક્તિઓ વિદેશમાં મેડિકલ ઇમરજન્સી વખતે કૅશલેસ સારવાર પસંદ કરી શકે છે. એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં વિશ્વભરમાં તેના નેટવર્ક હેઠળ 1 લાખથી વધુ ભાગીદારી કરેલ હૉસ્પિટલ છે, જે વ્યક્તિઓને ઝડપી મેડિકલ સર્વિસ પ્રદાન કરે છે.

વિદેશમાં મેડિકલ ઇમરજન્સીની અસર તમારા પ્રવાસના બજેટ પર થવા દેશો નહીં. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે ઇમરજન્સી મેડિકલ અને દાંતના ખર્ચ સામે પોતાને ફાઇનાન્શિયલ રીતે કવર કરો.

જાપાન માટે ભારતથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે

અહીં કેટલીક વસ્તુઓ છે જે સામાન્ય રીતે ભારતથી જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે;

Emergency Medical Expenses

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.

Emergency dental expenses coverage by HDFC ERGO Travel Insurance

દાંતની સારવારનો ખર્ચ

અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

Personal Accident

વ્યક્તિગત અકસ્માત

અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

Personal Accident : Common Carrier

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.

Hospital cash - accident & illness

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.

Flight Delay coverage by HDFC ERGO Travel Insurance

ફ્લાઇટમાં વિલંબ અને ફ્લાઇટ કૅન્સલેશન

ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.

Trip Delay & Cancellation

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.

Loss Of Baggage & Personal Documents by HDFC ERGO Travel Insurance

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન

મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.

Trip Curtailment

ટ્રિપ કર્ટેલમેન્ટ

જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.

Personal Liability coverage by HDFC ERGO Travel Insurance

વ્યક્તિગત જવાબદારી

જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.

Trip Curtailment

ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે ઇમરજન્સી હોટલ આવાસ

મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન

Missed Flight Connection flight

ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન

ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.

Loss of Passport & International driving license :

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.

Hospital cash - accident & illness

ઇમરજન્સી કૅશ સહાય સેવા

મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

Loss Of Checked-In Baggage by HDFC ERGO Travel Insurance

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

Delay Of Checked-In Baggage by HDFC ERGO Travel Insurance

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.

Loss of Passport & International driving license :

સામાન અને તેની સામગ્રીની ચોરી

ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

જાપાન માટે ભારતથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવતું નથી

ભારતથી જાપાન માટે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી નીચે મુજબના કવરેજ ઑફર કરી શકશે નહીં:

Breach of Law

કાયદાનો ભંગ

યુદ્ધ અથવા કાયદાના ઉલ્લંઘનને કારણે થતી બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓને આ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.

Consumption Of Intoxicant Substances not covered by HDFC ERGO Travel Insurance

નશીલા પદાર્થોનું સેવન

જો તમે કોઈ નશીલા અથવા પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતા હોવ, તો પૉલિસી હેઠળ કોઈપણ ક્લેઇમ મંજૂર થશે નહીં.

Pre Existing Diseases not covered by HDFC ERGO Travel Insurance

પહેલેથી હોય તેવી બિમારીઓ

જો તમે જે પ્રવાસ માટે ઇન્શ્યોર્ડ થાવ છો તે પહેલાં કોઈપણ બિમારીથી પીડિત હોવ અને તમે પહેલેથી જ હોય તેવી બિમારી માટે કોઈ સારવાર લઈ રહ્યા હોવ, તો તે સારવારના ખર્ચને પૉલિસીમાં કવર કરવામાં આવશે નહીં.

Cosmetic And Obesity Treatment not covered by HDFC ERGO Travel Insurance

કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

જો તમે કે તમારા પરિવારના કોઈપણ સભ્ય તમારા દ્વારા ઇન્શ્યોરન્સ મેળવેલ પ્રવાસ દરમિયાન કોઈપણ કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારનો વિકલ્પ પસંદ કરે, તો આવા ખર્ચાઓ કવર કરવામાં આવતા નથી.

Self Inflicted Injury not covered by HDFC ERGO Travel Insurance

સ્વયં પ્રભાવિત ઇજા

અમે ઑફર કરતા કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સ્વયં પહોંચાડેલી ઈજાઓથી ઉદ્ભવતા મેડિકલ ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવામાં આવતા નથી.

જાપાન માટે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો?

જો તમે જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માંગતા હોવ, તો તમારે નીચેના પગલાંઓ અનુસરવાના રહેશે:

• અમારી પૉલિસી ખરીદવા માટે અહીં લિંક પર ક્લિક કરો, અથવા એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વેબપેજની મુલાકાત લો.

• મુસાફરની વિગતો, ગંતવ્ય માહિતી અને મુસાફરીની શરૂઆત અને અંતિમ તારીખો દાખલ કરો.

• અમારા ત્રણ અનુકૂળ વિકલ્પોમાંથી તમારો પસંદગીનો પ્લાન પસંદ કરો.

• તમારી વ્યક્તિગત વિગતો પ્રદાન કરો.

• મુસાફરો વિશે વધારાની વિગતો ભરો અને ઑનલાઇન ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચુકવણી કરવા માટે આગળ વધો.

• હવે બસ આટલું જ બાકી છે - તમારી પૉલિસી તરત ડાઉનલોડ કરો!

વિદેશમાં મેડિકલ ઇમરજન્સીની અસર તમારા પ્રવાસના બજેટ પર થવા દેશો નહીં. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે ઇમરજન્સી મેડિકલ અને દાંતના ખર્ચ સામે પોતાને ફાઇનાન્શિયલ રીતે કવર કરો.

જાપાન વિશે રસપ્રદ તથ્યો

જાપાન વિશે તમને ખબર ન હોય તેવા કેટલાક રસપ્રદ તથ્યો અહીં આપેલ છે:

શ્રેણીઓ વિશિષ્ટતાઓ
વિનમ્રતાની સંસ્કૃતિનમવું એ આદરની નિશાની છે, જે શિષ્ટાચારમાં આવે છે.
વાનગીઓની વિવિધતાસુશી, રામેન અને મેચા ત્યાંની રાંધણકળા દર્શાવે છે.
ચેરી બ્લોસમ હનામી, ચેરી બ્લોસમ જોવાની ઉજવણી કરે છે.
ટેક્નોલોજી પ્રગતિઓબુલેટ ટ્રેન અને અદ્યતન રોબોટિક્સનું ઘર.
તીર્થો અને મંદિરો100,000 થી વધુ તીર્થો અને મંદિરોની ભૂમિ.
યૂનિક વેન્ડિંગ મશીનતાજા ઈંડા, છત્રી અને અન્ય વસ્તુઓનું વિતરણ.
આઇલૅન્ડ નેશન6,852 ટાપુઓનો સમાવેશ થાય છે અને દરેકનું વિશિષ્ટ આકર્ષણ છે.
એનિમ અને પૉપ કલ્ચરએનિમનું જન્મસ્થાન, જે વૈશ્વિક પૉપ સંસ્કૃતિને પ્રભાવિત કરે છે.

જાપાન ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

જાપાનમાં મુસાફરી કરવા માટે, તમને જાપાન ટૂરિસ્ટ વિઝાની જરૂર પડશે, તેના માટે જરૂરી ડૉક્યુમેન્ટ અહીં છે:

ફ્લાઇટ અને દૈનિક પ્રવાસની માર્ગદર્શિકા: વર્તમાન વ્યાપક ટ્રાવેલ પ્લાન.

પાસપોર્ટ અને પાસપોર્ટ-સાઇઝનો ફોટો: જાપાન વિઝા એપ્લિકેશન ફોર્મ માટે આવશ્યક.

આવાસનો પુરાવો: આરક્ષણની વિગતો અથવા આવાસનો પુરાવો.

આમંત્રણ પત્ર: જો આમંત્રિત હોવ, તો ઔપચારિક આમંત્રણ પત્ર ઉમેરો.

આર્થિક સદ્ધરતા: ટ્રિપ માટે પર્યાપ્ત ભંડોળ બતાવો.

સર્ટિફિકેટ ઑફ એલિજિબિલિટી (COE): વિશિષ્ટ વિઝાના પ્રકારો માટે જરૂરી.

મુસાફરીના હેતુનો પુરાવો: જાપાનની મુલાકાત લેવાનું કારણ સ્પષ્ટપણે જણાવો.

જાપાન વિઝા એપ્લિકેશન પ્રોસેસમાં સરળતા લાવવા માટે ડૉક્યુમેન્ટનું આયોજન કરો.

જાપાનની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય

જાપાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મુખ્યત્વે વ્યક્તિગત પસંદગીઓ અને જે લોકો જે અનુભવ લેવા માંગે છે તેના પર આધારિત છે. વસંત ઋતુ, ખાસ કરીને માર્ચના અંતથી મે સુધી, આઇકોનિક ચેરી બ્લોસમ્સ રજૂ કરે છે, જે અલૌકિક સુંદરતા રજૂ કરે છે. આ સીઝન અસંખ્ય પ્રવાસીઓને આકર્ષિત કરે છે, તેથી ઍડવાન્સમાં બુકિંગની સલાહ આપવામાં આવે છે. ઑટમ, સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી, આકર્ષક પર્ણસમૂહ દર્શાવે છે, ખાસ કરીને ક્યોટો અને નિક્કોમાં.

શિયાળાની રમતોના શોખીન લોકો માટે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોકાઈડો અને જાપાનીઝ આલ્પ્સ સ્કીઇંગની ઉત્તમ તકો આપે છે. જો કે, હવામાનની સ્થિતિઓને ધ્યાનમાં લેવું અને તે મુજબ પૅક કરવું જરૂરી છે. ચિંતા-મુક્ત ટ્રિપની ખાતરી કરવા માટે, ભારતથી જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે, જે દેશની શોધખોળ કરતી વખતે અણધારી દુર્ઘટનાઓ અથવા આરોગ્યની ચિંતાઓને આવરી લેવી. ચેરી બ્લોસમ્સમાં બહાર નીકળવું, ઑટમના વાઇબ્રન્ટ કલરનો આનંદ માણવા અથવા જાપાનના શિયાળાના આશ્ચર્યોનો અનુભવ કરવા, વ્યક્તિગત પસંદગીઓ અને ઇચ્છિત પ્રવૃત્તિઓ સાથે યોગ્ય સમય પસંદ કરવો.

જાપાનની મુલાકાત લેતા પહેલાં શ્રેષ્ઠ સમય, હવામાન, તાપમાન અને અન્ય પરિબળો વિશે વધુ જાણવા માટે. જાપાનની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય વિશેનો અમારો બ્લૉગ વાંચો.

જાપાન સલામતી અને અગમચેતીના લેવા યોગ્ય પગલાં

જાપાનમાં મુસાફરી કરતી વખતે, તમારે સુરક્ષિત મુસાફરી માટે આ સલામતી અને અગમચેતીના પગલાંને ધ્યાનમાં રાખવા પડશે:

અપરાધ સતર્કતા: જાપાન સામાન્ય રીતે સલામત છે, પરંતુ પિકપૉકેટિંગ જેવા નાના ગુનાઓને રોકવા માટે સામાન અને ભીડવાળા વિસ્તારોમાં સાવધાની રાખો.

ભૂકંપની પૂર્વતૈયારી: ભૂકંપની સુરક્ષા પ્રક્રિયાઓથી પોતાને પરિચિત કરો અને કંપનના કિસ્સામાં સ્થાનિક સલાહને અનુસરો. જાપાનમાં ઘણી ઇમારતો ભૂકંપ-પ્રતિરોધક છે, પરંતુ ઇવેક્યુએશન માર્ગો જાણવા આવશ્યક છે.

સાંસ્કૃતિક શિષ્ટાચાર: સ્થાનિક રિવાજોનો આદર કરો, જેમ કે ઘરોમાં પ્રવેશ કરતા પહેલાં શૂઝ કાઢી નાંખવા, આદર આપવાના લક્ષણ તરીકે નમવું, અને ટેબલની રીતભાતને અનુસરો.

ચક્રવાત વિષે જાગૃતિ: ચક્રવાતની સીઝન (જૂનથી ડિસેમ્બર) વિશે માહિતગાર રહો અને હવામાનની ચેતવણી પર ધ્યાન આપો. ચક્રવાતો મુસાફરીની યોજનાઓમાં અવરોધો ઊભા કરી શકે છે અને અમુક પ્રદેશોને પ્રભાવિત કરી શકે છે.

પરિવહન સુરક્ષા: જ્યારે જાપાનમાં વિશ્વસનીય અને કાર્યક્ષમ પરિવહન પ્રણાલી છે, ત્યારે ટ્રેન, સબવે અને બસ પર સુરક્ષા પ્રોટોકૉલનું પાલન કરવું. ભીડના સમયે ભીડનું ધ્યાન રાખો.

ભાષાના અવરોધો: કેટલાક મૂળભૂત જાપાનીઝ શબ્દો શીખો અથવા કોમ્યુનિકેશનની સરળતા માટે અનુવાદ એપ સાથે રાખો, કારણ કે પ્રવાસી વિસ્તારોની બહાર અંગ્રેજી ઓછું બોલાય છે.

સ્વાસ્થ્યની સાવચેતી: કોઈપણ અનપેક્ષિત મેડિકલ સમસ્યાઓને કવર કરવા માટે જરૂરી દવાઓ અને સિક્યોર ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ જાપાન સાથે રાખો. જાપાનની હેલ્થકેર ઉચ્ચ ગુણવત્તાવાળી છે પરંતુ કોઈપણ અનપેક્ષિત ઘટના થઈ શકે છે

કોવિડ-19 વિશિષ્ટ માર્ગદર્શિકા

• તમારા પોતાના સ્વાસ્થ્ય અને સલામતી માટે જાહેર વિસ્તારોમાં ફેસ માસ્ક પહેરો.

• ભીડવાળી જગ્યાઓમાં સુરક્ષિત અંતર જાળવી રાખો.

• વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખો.

• જાપાનમાં કોવિડ-19 સંબંધિત સ્થાનિક નિયમો અને માર્ગદર્શિકાઓને અનુસરો.

• જો તમારામાં કોવિડ-19 ના લક્ષણો વિકસિત થાય તો સ્થાનિક અધિકારીઓને જાણ કરો અને સહકાર આપો

જાપાનમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોની સૂચિ

જાપાનમાં મુસાફરી કરવાની યોજના કરતી વખતે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ધ્યાનમાં લેવાના છે:

શહેર એરપોર્ટનું નામ
ટોક્યોહનેડા એરપોર્ટ (HND)
ટોક્યોનરિતા ઇન્ટરનેશનલ એરપોર્ટ (NRT)
ઓસાકાકન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIX)
સપોરોન્યૂ ચિટોઝ એરપોર્ટ (CTS)
નાગોયાચુબુ સેન્ટ્રેર ઇન્ટરનેશનલ એરપોર્ટ (NGO)
સેન્ડાઈસેન્ડાઈ એરપોર્ટ (SDJ)
ફુકુઓકાફુકુઓકા એરપોર્ટ (FUK)
ઓકિનાવાનાહા એરપોર્ટ (OKA)
કાગોશિમાકાગોશિમા એરપોર્ટ (KOJ)
હિરોશિમાહિરોશિમા એરપોર્ટ (HIJ)
buy a Traavel insurance plan

મનની શાંતિ અને સલામતી માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સાથે તમારા સપનાનું જાપાન વેકેશન શરૂ કરો.

જાપાનમાં લોકપ્રિય ગંતવ્યો

મુસાફરી કરતી વખતે જાપાનમાં કેટલાક લોકપ્રિય ગંતવ્યો ધ્યાનમાં રાખવા માટે અહીં આપેલ છે:

1

ક્યોટો

તેના મંદિરો, લાકડાના પરંપરાગત મકાનો અને અદભૂત બગીચાઓ માટે પ્રખ્યાત, ક્યોટો એક ઐતિહાસિક ખજાનો છે. ફુશિમી ઇનારી તીર્થાના હજારો સિંદૂરી રંગના તોરી ગેટ અને શાંત અરશિયામા વાંસ ગ્રોવ ચોક્કસથી જોવાં જોઇએ. શહેરના ગેશા વિસ્તાર, જેમ કે જીયોન, પરંપરાગત જાપાનીઝ સંસ્કૃતિની ઝલક આપે છે.

2

ટોક્યો

ટોક્યો, જાપાનની વાઇબ્રન્ટ રાજધાની, પ્રાચીન પરંપરાઓ સાથે અલ્ટ્રામોડર્ન સિટીસ્કેપ્સનું મિશ્રણ કરે છે. આ એકજ શહેરમાં એકતરફ સૌથી વધારે ભીડભાડવાળા શિબુયા ક્રોસિંગ અને બીજી તરફ એકદમ શાંત મૈજી શ્રાઇનની સફર કરો. પ્રવાસીઓ અહીં આસપાસ ફરી શકે છે. ત્સુકીજી માર્કેટમાં સુશીનો સ્વાદ માણી શકે છે, તો અકીહાબારાના એનિમ અને ગેમિંગ કલ્ચરની મજા માણી શકે છે.

3

ઓસાકા

ઓસાકા વાઇબ્રન્ટ ફૂડ સીન અને જીવંત નાઇટલાઇફ માટે જાણીતું છે. ડોટનબોરીની નિયોન લાઇટ્સ અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ મુલાકાતીઓને આકર્ષે છે. ઓસાકા કેસલ શહેરના સમૃદ્ધ ઇતિહાસનું પ્રતીક છે. યુનિવર્સલ સ્ટુડિયો જાપાન અને કાયયુકન એક્વેરિયમ અનુભવમાં મનોરંજનનો સ્પર્શ ઉમેરે છે.

4

હિરોશિમા

પ્રતિકૂળતા પાર કરી ફરી પાછા ઉભા થવાના દૃઢ મનોબળ ધરાવતા હિરોશિમામાં પીસ મેમોરિયલ પાર્ક અને એટોમિક બોમ્બ ડોમ ખાતે ઈતિહાસની સ્મૃતિઓ ધરબાયેલી છે. મિયાજીમા ટાપુ પરનો તરતો ટોરી ગેટ અને ઇત્સુકુશિમા મંદિર એ નજીકની અજાયબીઓ છે. હિરોશિમાની વાનગી, ખાસ કરીને ઓકોનોમિયાકી, એક સ્વાદિષ્ટ અને આહ્લાદક અનુભૂતિ છે.

5

હોક્કાઇડો

પ્રકૃતિ પ્રેમીઓ મનોહર અને રમણીય પ્રાકૃતિક દૃશ્યો જોવા માટે હોક્કાઇડો ધસી આવે છે. સપોરો પોતાની તરફ બીયર, સ્નો ફેસ્ટિવલ અને સ્કી રિસોર્ટથી આકર્ષિત કરે છે. રમણીય ફુરાનો અને બીએમાં લવન્ડર ખેતરો અને લાંબા ઢોળાવ ધરાવતી ટેકરીઓ દેખાય છે, જ્યારે નોબોરિબેત્સુમાં આરામદાયક ગરમ પાણીના કુંડ છે.

6

ઓકિનાવા

ઓકિનાવાનું ઉષ્ણકટિબંધીય હવામાન અને નૈસર્ગિક દરિયાકિનારાઓ તેને આરામ કરવા માટે સ્વર્ગ બનાવે છે. યુનેસ્કોની ઓળખ પ્રાપ્ત સ્થળ, શુરી કેસલ અને વ્હેલ શાર્ક માછલીઓ ધરાવતું ચુરૌમી એક્વેરિયમ મુખ્ય આકર્ષણો છે. મુલાકાતીઓ અનોખી રયુક્યુઅન સંસ્કૃતિમાં રમમાણ થઈ જાય છે અને ઓકિનાવાની પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણે છે.

આ મોહક સ્થળોની મુસાફરી દરમિયાન, અણધાર્યા સંજોગો સામે સુરક્ષા માટે જાપાનનો પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાનું સુનિશ્ચિત કરો, જે પ્રવાસીઓને હરવા-ફરવા માટે મનની શાંતિ પ્રદાન કરે છે. જાપાન માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાથી, ખાસ કરીને, ભારતીય પ્રવાસીઓ માટે, આ મનમોહક દેશમાં તેમની સાહસિક મુસાફરી દરમિયાન વ્યાપક કવરેજ સુનિશ્ચિત થાય છે. ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ જાપાન એ કોઈપણ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં મહત્વપૂર્ણ સહાય પ્રદાન કરે છે, જે પ્રવાસીઓને સુરક્ષિત રહેવા સાથે તેમના અનુભવને માણવા દે છે.

જાપાનમાં કરવા લાયક બાબતો

જાપાનમાં હોઈએ ત્યારે કરવા લાયક બાબતો નીચે મુજબ છે:

ઓન્સેનનો અનુભવ: સમગ્ર જાપાનમાં જોવા મળતા પરંપરાગત ગરમ પાણીના ઝરણા અથવા ઓન્સેનમાં આરામ કરો, જે દરેક પોતાની ખનિજ તત્વોની અનોખી સંરચના અને સુઘડ પરિસર ધરાવે છે.

સુમો રેસલિંગ: જાપાનની રાષ્ટ્રીય રમતગમત, સુમો રેસલિંગને, ટોક્યોની ટૂર્નામેન્ટ ખાતે અનોખા અંદાજમાં રસપ્રદ મેચોના અનુભવ સાથે માણો. ભારતના મુસાફરો માટે, જાપાન માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો એ ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ સહિત પર્યાપ્ત કવરેજની બાંયધરી આપે છે.

સુશી બનાવવાના ક્લાસ: નિષ્ણાતો પાસેથી સુશી બનાવવાની કળા શીખો, વૈશ્વિક સ્તરે લોકપ્રિય વાનગી માટેની ચોકસાઈ અને પરંપરાને જાણો.

રોબોટ રેસ્ટોરન્ટ: રોબોટ શો અને વાઇબ્રન્ટ નિયોન ડિસ્પ્લેની સુવિધા ધરાવતા રોબોટ રેસ્ટોરન્ટની મુલાકાત લઈને ટોક્યોની ભવિષ્યવાદી જીવનશૈલીમાં ડૂબકી લગાવો.

માઉન્ટ ફુજી પર ચઢાણ કરવું: પડકારજનક છતાં લાભદાયી અનુભૂતિ મેળવવા અને સૂર્યોદયના મનોહર દૃશ્યો જોવા માટે જાપાનના પ્રતિષ્ઠિત માઉન્ટ ફુજી પર ચઢાણ કરવા માટે તેની ચઢાઈની સીઝન (જુલાઈ-ઑગસ્ટ) દરમિયાન ચઢાણ કરો. આવા સાહસો કરતી વખતે, જાપાન માટે કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાથી તમે ચિંતા-મુક્ત મુસાફરી સુનિશ્ચિત કરી શકો છો.

કાબુકી થિયેટર: રંગીન પરિધાન, નાટકીય વાર્તા શૈલી અને સ્ટાઇલ-યુક્ત મેકઅપ ધરાવતા જાપાનના થિયેટરનો એક વિસ્તૃત પ્રકાર એવા પરંપરાગત કાબુકી કલાકારીને માણો.

કિમોનો અનુભવ: કિમોનો ભાડે લો અને સમગ્ર ઐતિહાસિક સ્થળો પર ફરો, અને જાપાનના આ પરંપરાગત પરિધાનના સૌંદર્યને માણો.

જાપાનમાં પૈસા બચાવવાની ટિપ્સ

જાપાનમાં મુસાફરી કરતી વખતે, તમને પૈસાની બચત કરવાની કેટલીક ટિપ્સ અહીં આપેલ છે:

• શહેરોમાં સબવે, બસ અને ટ્રેનમાં સુવિધાજનક અને રાહતના દરે મુસાફરી કરવા માટે પ્રાદેશિક પરિવહન પાસ જેમ કે સુઇકા કે પાસ્મો કાર્ડનો ઉપયોગ કરો.

• જાપાનના વ્યાપક રેલવે નેટવર્કમાં વાજબી દરે મુસાફરી કરવા માટે જાપાન રેલ પાસ (JR પાસ) ખરીદો, જે એક કરતા વધુ શહેરો જોવા માટે આદર્શ પર્યાય છે.

• વાજબી બજેટના રોકાણ જેમ કે હોસ્ટલ, કેપ્સ્યુલ હોટલ અથવા બિઝનેસ હોટલને પસંદ કરો, ખાસ કરીને ઓછા પ્રવાસીઓ જતા હોય તેવા વિસ્તારોમાં આનું ધ્યાન રાખો.

• વિવિધ શહેરોમાં ફેલાયેલ ઉદ્યાનો, મંદિરો અને ધાર્મિક સ્થળો જેવા અસંખ્ય નિ:શુલ્ક સ્થળોએ જાઓ, જે કોઈપણ ભારે કિંમત ચૂકવ્યા વગર જાપાનની જીવનશૈલી વિશે જાણકારી પ્રદાન કરે છે.

• સ્વાદિષ્ટ તેમજ વાજબી વિકલ્પો જેમ કે સ્ટ્રીટ ફૂડ, બેન્ટો બૉક્સ, અને સેટ મીલ્સ ('તેઇશોકુ') પ્રદાન કરતા સ્થાનિક ભોજનાલયો અને બજારોનો આનંદ માણો.

• યાદગીરી માટેની વસ્તુઓ કે સામાન ખરીદતી વખતે, ડ્યુટી-ફ્રી દુકાનો અથવા પ્રવાસીઓ માટે ટૅક્સમાં છૂટ વિશે જાણકારી મેળવો, જેનાથી ખરીદીમાં બચત કરી શકાય છે.

• વિવિધ આકર્ષણો અને પ્રવૃત્તિઓ માટે, કૉમ્બિનેશન ડીલ અથવા પ્રવેશ ફી પર બચત પ્રદાન કરતા ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા ડિસ્કાઉન્ટ ધરાવતી ટિકિટો ખરીદો.

• ભારે રોમિંગ શુલ્ક વગર સંપર્કમાં રહેવા માટે, નિ:શુલ્ક વાઇ-ફાઇ સ્પૉટ અને કમ્યુનિકેશનની વિવિધ એપ જેમ કે વૉટ્સએપ કે લાઇનનો ઉપયોગ કરો.

• પર્યટનના સ્થળેથી પીણાં અને ખાદ્ય પદાર્થો ખરીદવાના બદલે સુવિધા સ્ટોરમાંથી નાસ્તો અને પાણીની ફરીથી ભરી શકાય તેવી બોટલ સાથે રાખો, આમ ખર્ચમાં બચત કરી શકાય છે.

• હળવા હવામાન, ઓછી ભીડ અને સંભવિત રીતે રહેઠાણ માટે ઓછા ખર્ચનો લાભ મેળવવા માટે શોલ્ડર સીઝન (વસંત અને પાનખર, જ્યારે પ્રવાસીઓનો ભારે ધસારો અને એકદમ ઓછો ધસારો ના હોય તે સમયગાળો) દરમિયાન મુસાફરી કરો.

• વધુમાં, જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાથી ટ્રિપ દરમિયાન થનારી અણધારી ઘટનાઓ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે મનની શાંતિ સુનિશ્ચિત થાય છે. ભારતના મુસાફરો માટે, ભારતમાંથી જાપાન માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાથી ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ સહિત વ્યાપક કવરેજની ગેરંટી આપે છે, જે નાણાંકીય ચિંતા વગર સુરક્ષિત અને આનંદદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે.

જાપાનમાં જાણીતી ભારતીય રેસ્ટોરન્ટની સૂચિ

જાપાનમાં મુસાફરી દરમિયાન તમારી ભૂખની તીવ્ર ઈચ્છાને સંતોષવા માટે જાપાનની કેટલીક જાણીતી ભારતીય રેસ્ટોરન્ટ અહીં આપેલ છે:

દિલ્હી ઇન્ડિયન રેસ્ટોરન્ટ
ઍડ્રેસ: 1 કોમ-7-16 જિંગુમે, શિબુયા સિટી, ટોક્યો 150-0001
ખાસ ચાખવાલાયક વાનગી: રોગન જોશ, આલૂ પરાઠા

ઇન્ડિયન રેસ્ટોરન્ટ તાજ
ઍડ્રેસ: 2 કોમ-10-1 શિબકોન, મિનેટો સિટી, ટોક્યો 105-0011
ખાસ ચાખવાલાયક વાનગી: પાલક પનીર, તંદૂરી ચિકન

ઇન્ડિયન રેસ્ટોરન્ટ જ્યોતિ
ઍડ્રેસ: 1 કોમ-14-2 યૂનો, તાઇતો સિટી, ટોક્યો 110-0005
ખાસ ચાખવાલાયક વાનગી: ચિકન બિરયાની, મેંગો લસ્સી

ઝાયકા
ઍડ્રેસ: 1 કોમ-12-1 નિશિશિન્જુકુ, શિન્જુકુ સિટી, ટોક્યો 160-0023
ખાસ ચાખવાલાયક વાનગી: મસાલા ડોસા, છોલે ભટૂરે

મુગલ પૅલેસ
ઍડ્રેસ: 1 કોમ-13-3 શિન્જુકુ, શિન્જુકુ સિટી, ટોક્યો 160-0022
ખાસ ચાખવાલાયક વાનગી: મટન કોરમા, ગુલાબ જામુન

મોતી
ઍડ્રેસ: 3-17-4 શિન્જુકુ, શિન્જુકુ સિટી, ટોક્યો 160-0022
ખાસ ચાખવાલાયક વાનગી: બટર ચિકન, ગાર્લિક નાન

જાપાનમાં સ્થાનિક કાયદાઓ અને રીતભાત

જાપાન એ ઉચ્ચ મૂલ્યો અને સ્થાનિક કાયદા તેમજ રીતભાત ધરાવતો દેશ છે. અહીં કેટલાક જણાવેલ છે:

• જાપાની સંસ્કૃતિમાં આદર દર્શાવવા અને અભિવાદન કરવા માટે સામાન્ય રૂપે નમવાની પ્રેક્ટિસ કરો.

• ઘર, પરંપરાગત ધર્મશાળાઓ ('રયોકાન') અને કેટલાક રેસ્ટોરન્ટ અથવા મંદિરોમાં પ્રવેશ કરતા પહેલાં પગરખાં કાઢી નાંખો.

• ખાસ કરીને ટ્રેન સ્ટેશનો અથવા બસ સ્ટોપ જેવા જાહેર સ્થળોએ સુવ્યવસ્થિત કતારમાં ઊભા રહો.

• સામુદાયિક સ્નાનગૃહમાં, સ્વચ્છતા જાળવવા અને તે સ્થાનનો ઉપયોગ કરનાર અન્ય લોકો પ્રત્યે આદરના ભાવરૂપે, પ્રવેશ કરતા પહેલાં તેને ધોઈને સંપૂર્ણપણે સાફ કરો.

• રેમન અથવા સોબા જેવા સ્લર્પિંગ નૂડલ સ્વીકાર્ય છે અને ઉપરથી તમે ભોજનનો આનંદ માણવા તરીકે પ્રશંસા પામે છે.

• સાર્વજનિક કચરાપેટીઓ દુર્લભ હોવાથી, જ્યાં સુધી કચરાના નિકાલ માટે યોગ્ય સ્થાન ન મળે ત્યાં સુધી કચરો સાથે રાખો.

• ટીપ આપવી એ જાપાનમાં પ્રચલિત નથી અને કદાચ તેને નકારી શકાય છે ; કિંમતમાં અસાધારણ સેવા સામેલ હોય છે.

• સામાજિક મેળાવડા અથવા ભોજન દરમિયાન સૌજન્યતાના લક્ષણ તરીકે, તમારા ગ્લાસને ફરીથી ભરતા પહેલાં અન્ય લોકો માટે પીણાં ભરો.

• ચોપસ્ટિકને ભોજનમાં સીધી ઊભી ખોસશો નહીં, કારણ કે તે અંતિમ સંસ્કારના કર્મ સમાન ગણાય છે અને તેને અવિવેકી માનવામાં આવે છે.

• ગરમ પાણીના ઝરણા ('ઓન્સેન') જેવા કેટલાક જાહેર સ્થળોએ તેમના યાકુઝા સાથેના જોડાણને કારણે ટેટૂ પ્રતિબંધિત હોઈ શકે છે ; તેમને કવર કરવું જરૂરી હોઈ શકે છે.

• વાતચીત ઓછી કરો અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે ટ્રેન અને બસમાં ફોન કૉલ પર વાત કરવાનું ટાળો.

જાપાનમાં ભારતીય દૂતાવાસ

જાપાનમાં સ્થિત વિવિધ ભારતીય દૂતાવાસ અહીં આપેલ છે:

જાપાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ કામના કલાકો ઍડ્રેસ
ભારતીય દૂતાવાસ, ટોક્યોસોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM2-2-11 કુદન મિનામી, ચિયોડા-કુ, ટોક્યો 102-0074
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, ઓસાકા-કોબેસોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM2F પ્રેસ્ટીજ ટાવર, 3-4-39, મિકુની-હોન્માચી, યોડોગાવા-કુ, ઓસાકા 532-0005
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, ફુકુઓકાસોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM#502, સોલારિયા નિશિતેત્સુ બિલ્ડીંગ, 2-2-43, તેન્જીન, ચુઓ-કુ, ફુકુઓકા સિટી 810-0001

સૌથી વધુ મુલાકાત લેવાતા દેશો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો

દેશોની સૂચિ જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે

my:health medisure super top-up plan

શેંગેન દેશો

  • ફ્રાંસ
  • સ્પેન
  • બૅલ્જિયમ
  • ઑસ્ટ્રિયા
  • ઇટાલી
  • સ્વીડન
  • લિથુઆનિયા
  • જર્મની
  • નેધરલૅન્ડ્સ
  • પોલૅન્ડ
  • ફિન્લૅન્ડ
  • નૉર્વે
  • માલ્ટા
  • પોર્તુગલ
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • ઇસ્ટોનિયા
  • ડેન્માર્ક
  • ગ્રીસ
  • આઇસલૅન્ડ
  • સ્લોવાકિયા
  • ચેકિયા
  • હંગેરી
  • લાત્વિયા
  • સ્લોવિનિયા
  • લિક્ટનસ્ટાઇન અને લક્ઝમબર્ગ
my:health medisure super top-up plan

અન્ય દેશો

  • ક્યૂબા
  • ઈક્વાડોર
  • ઈરાન
  • ટર્કી
  • મોરૉક્કો
  • થાઇલેન્ડ
  • UAE
  • ટોગો
  • અલ્જીરિયા
  • રોમેનિયા
  • ક્રોએશિયા
  • મોલ્દોવા
  • જૉર્જિયા
  • અરુબા
  • કંબોડિયા
  • લૅબનૉન
  • સિશેલ્સ
  • એન્ટાર્કટિકા

સ્ત્રોત: VisaGuide.World

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફ્લાઇટમાં વિલંબ, સામાનનું નુકસાન અને અન્ય મુસાફરી સંબંધિત અસુવિધાઓની ચિંતા ઘટાડે છે.

તાજેતરનાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
11 Eerie Abandoned Cities Around The World

11 Eerie Abandoned Cities Around The World

વધુ વાંચો
09 મે, 2025 ના રોજ પ્રકાશિત
11 Fresh Ideas For Spring Break In 2025

11 Fresh Ideas For Spring Break In 2025

વધુ વાંચો
09 મે, 2025 ના રોજ પ્રકાશિત
All you need to see and do in the Caribbean

All you need to see and do in the Caribbean

વધુ વાંચો
09 મે, 2025 ના રોજ પ્રકાશિત
11 of the best places to visit in Namibia

11 of the best places to visit in Namibia

વધુ વાંચો
09 મે, 2025 ના રોજ પ્રકાશિત
17 Most Beautiful College Towns In The US

17 Most Beautiful College Towns In The US

વધુ વાંચો
09 મે, 2025 ના રોજ પ્રકાશિત
slider-left

જાપાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જાપાન ટોક્યોના શિબુયા ક્રોસિંગ, ક્યોટોના ફુશિમી ઇનારી શ્રાઇન, ઓસાકા કેસલ, હિરોશિમાના પીસ મેમોરિયલ પાર્ક અને હોક્કાઇડોના સપોરો સ્નો ફેસ્ટિવલ જેવા વિવિધ આકર્ષણો પ્રદાન કરે છે.

જાપાન માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વ્યક્તિગત જરૂરિયાતોના આધારે અલગ હોય છે. મેડિકલ ઇમરજન્સી અને ટ્રિપ કૅન્સલેશનને કવર કરતી અને મજબૂત સહાય સર્વિસ પ્રદાન કરતી પૉલિસીઓ શોધો.

જાપાનમાં ટિપ આપવાનું પ્રચલન નથી અને તેને નકારી શકાય છે. અસાધારણ સર્વિસ સામાન્ય રીતે બિલ અથવા સર્વિસ ચાર્જમાં શામેલ હોય છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, પાસપોર્ટ રિપ્લેસમેન્ટ પ્રક્રિયાઓમાં સહાય કરી શકે છે અથવા જરૂરી ડૉક્યુમેન્ટેશન માટે દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવા માટે માર્ગદર્શન પ્રદાન કરી શકે છે.

મુખ્ય શહેરો અને પ્રવાસી વિસ્તારોમાં ક્રેડિટ કાર્ડ સ્વીકારવામાં આવે છે બાકી જગ્યાએ રોકડ ચાલે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અથવા નાની સંસ્થાઓમાં જાઓ ત્યારે યેન સાથે રાખો.

કેટલાક ઇન્શ્યોરર પરિસ્થિતિઓ અને પૉલિસીઓના આધારે પૉલિસી વિસ્તરણની મંજૂરી આપે છે. વર્તમાન પૉલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં જ સંભવિત વિસ્તરણ માટે તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરો.

કેટલાક મૂળભૂત જાપાનીઝ વાક્યો શીખવા અથવા અનુવાદ કરવા માટે એપનો ઉપયોગ કરવાથી કોમ્યુનિકેશન ગેપ દૂર કરી શકાય છે, ખાસ કરીને મર્યાદિત અંગ્રેજી બોલતા વિસ્તારોમાં.

એવૉર્ડ અને સન્માન

Image

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

BFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

Image

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

Image

iAAA રેટિંગ

Image

ISO પ્રમાણપત્ર

Image

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

Scroll Right
Scroll Left
તમામ એવૉર્ડ જુઓ
Buy Travel Insurance Plan Online From HDFC ERGO

તો તમે આને વાંચી લીધું? હવે ટ્રાવેલ પ્લાન ખરીદવા માંગો છો?