હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • FAQ

USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ (યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા)

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં તમને સુંદર વાદળી રંગનો સમુદ્ર, દરિયા કિનારો, બરફાચ્છાદિત શિખરો અને આલીશાન શહેર જોવા મળી જશે. વિવિધતાથી સમૃદ્ધ આ દેશ ખુલ્લા દિલથી તમારું સ્વાગત કરે છે. તેના શાનદાર નજારા અને ખૂબ જ સુંદર પર્યટન સ્થળો તમને મંત્રમુગ્ધ બનાવશે. વાત જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા હેઠળ સૂચિબદ્ધ દેશોમાં ફરવાની હોય, ત્યારે અહીં એક બીજાથી ચડિયાતા સ્થળો જોવા મળે છે. ચાહે ફ્લોરિડા ફરવાનો પ્રવાસ હોય, કે અલાસ્કાની બૈંકપેકિંગ પ્રવાસ હોય, કે પછી ગ્રાન્ડ કેનિયનનો પારિવારિક પ્રવાસ હોય કે પછી લાસ વેગાસમાં મિત્રો સાથે રજા માણવાનું હોય, USA માં ઘણા પ્રવાસન સ્થળો છે. USA માં હરવું-ફરવું ખૂબ જ આનંદદાયક હોય છે. જોકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વગર પ્રવાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે. પરફેક્ટ પ્રવાસનો પ્લાન બનાવતા પહેલાં, USA માટે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જુઓ અને તમારા પ્રવાસને ઇન્શ્યોર કરવા માટે શ્રેષ્ઠ ટ્રાવેલ પ્લાન પસંદ કરો.


USA ની મુસાફરી કરતા પહેલાં આ બાબત જરૂર જાણો


કેટેગરી:  આરામ/બિઝનેસ/શિક્ષણ 

ચલણ: US ડોલર

પ્રવાસ કરવાનો શ્રેષ્ઠ સમય: મે થી સપ્ટેમ્બર

ભારતીયો માટે વિઝાનો પ્રકાર: પૂર્વ મંજૂર કરેલ (પ્રી-અપ્રૂવ્ડ)

જોવાલાયક સ્થળો: ફ્લોરિડા, ગ્રાન્ડ કેન્યોન, લાસ વેગાસ, ન્યૂ યોર્ક અને ડિઝની લેન્ડ.

USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ: આમ તો USA પ્રવાસીઓ માટે મૈત્રીપૂર્ણ ખંડ છે, છતાં તમારા સામાન અને પ્રવાસ કાર્યક્રમને સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે. સામાન્ય દુર્ઘટનાઓ જેમ કે સામાનને નુકસાન અથવા ઉડાનમાં વિલંબ તમારા પ્રવાસના પ્લાનને ખૂબ જ અસર કરી શકે છે; તેથી તમારા આગામી USA પ્રવાસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો મહત્વપૂર્ણ છે.

 

#ઉપરોક્ત માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ છે. કૃપા કરીને તમારી મુસાફરીની યોજના બનાવતા પહેલાં તમારા પ્રવાસ એજન્ટ અથવા સંબંધિત દૂતાવાસની સલાહ લો

શું શામેલ છે?

મેડિકલ સંબંધિત કવરેજ

cov-acc

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.

cov-acc

દાંતની સારવારનો ખર્ચ

અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

વ્યક્તિગત અકસ્માત

અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

cov-acc

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.

સામાન-સંબંધિત કવરેજ

cov-acc

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાયેલ છે?? ચિંતા કરશો નહીં ; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.

cov-acc

સામાન અને તેની સામગ્રીની ચોરી

ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

પ્રવાસ-સંબંધિત કવરેજ

cov-acc

ફ્લાઇટમાં વિલંબ અને ફ્લાઇટ કૅન્સલેશન

ફ્લાઇટમાં વિલંબ અથવા ફ્લાઇટ કૅન્સલેશન અમારા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ અમે ખાતરીપૂર્વક તેમને ઓછા હેરાન કરવામાં મદદ કરવા માટે થોડું કંઈક કરી શકીએ છીએ. અમારી વળતર સુવિધા તમને અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.

cov-acc

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન

મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચ માટે તમને ભરપાઈ કરીશું.

cov-acc

ટ્રિપ કર્ટેલમેન્ટ

જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને પ્રી-બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.

cov-acc

વ્યક્તિગત જવાબદારી

જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.

cov-acc

ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે ઇમરજન્સી હોટલ આવાસ

મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો?? તેને અમારા પર છોડી દો. જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન

ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં ; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.

cov-acc

ઇમરજન્સી કૅશ સહાય સેવા

મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

જો તમે USA જઈ રહ્યા છો, તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે પ્લાન હેઠળ તમને ટ્રિપ પર થઈ ઉદ્ભવી શકે તેવી ફાઇનાન્શિયલ જવાબદારીઓ સામે આવરી લેવામાં આવશે. USA ટ્રિપ માટે ટ્રાવેલ પ્લાન ખરીદવું ખૂબ સરળ છે, જે એચડીએફસી અર્ગોની નીચે જણાવેલ વિવિધ પદ્ધતિઓ દ્વારા ખરીદી શકાય છે –

● ઑફલાઇન મોડ

તમે એચડીએફસી અર્ગોની નજીકની બ્રાન્ચ ઑફિસની મુલાકાત લઈને USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે અરજી કરી શકો છો. તમારે પ્રપોઝલ ફોર્મ ભરવું પડશે અને તેને પ્રીમિયમ રકમ સાથે કંપનીને સબમિટ કરવું પડશે. કંપની પૉલિસીને અંડરરાઇટ કરશે અને સફળ અંડરરાઇટિંગ બાદ તેને જારી કરશે.

● ઑનલાઇન મોડ

ઑનલાઇન મોડ USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એક સરળ વિકલ્પ છે. તમે એચડીએફસી અર્ગોની વેબસાઇટ દ્વારા તરત જ પૉલિસી ખરીદી શકો છો. પ્રક્રિયા નીચે મુજબ છે –

https://www.hdfcergo.com/travel-insurance ની મુલાકાત લો અને 'હમણાં ખરીદો' પર ક્લિક કરો’

● ઑનલાઇન પ્રપોઝલ ફોર્મમાં, તમે જે પ્રવાસ કરી રહ્યા છો તેનો પ્રકાર (વ્યક્તિગત ટ્રાવેલ, ફેમિલી ટ્રાવેલ અથવા સ્ટુડન્ટ ટ્રાવેલ), તમારી સાથે મુસાફરી કરનાર સભ્યો, તેમની સંબંધિત ઉંમર ભરો અને 'ચાલુ રાખો' પર ક્લિક કરો

● ત્યારબાદ દેશ તરીકે USA તથા તમારા પ્રસ્થાન અને આગમનની તારીખો દાખલ કરો

● કવરેજ વિકલ્પો અને તમારે ચૂકવવાપાત્ર પ્રીમિયમ જાણવા માટે 'ક્વોટ્સ જુઓ' પર ક્લિક કરો

● યોગ્ય પ્લાન પસંદ કરો અને ઑનલાઇન પ્રીમિયમ ચૂકવો

એકવાર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તરત જ જારી કરવામાં આવશે અને તમને મુસાફરીના સમયગાળા દરમિયાન કવર કરવામાં આવશે.

USA ને કવર કરતા તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમની રકમ ઘણા પરિબળો પર આધારિત છે.

મુસાફરી કરી રહેલ સભ્યોની સંખ્યા

● તેમની ઉંમર

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમ અને ખરીદનારની ઉંમરને સીધો સંબંધ છે. જેમ ઉંમર મોટી, તેમ પ્રીમિયમ વધુ હોય છે અને જેમ ઉંમર નાની, તેમ પ્રીમિયમ ઓછું હોય છે.

● સમ ઇન્શ્યોર્ડ

પ્રીમિયમ અને વીમાકૃત રકમ સીધો સંબંધ ધરાવે છે. જેમ વીમાકૃત રકમ મોટી, તેમ પ્રીમિયમ વધુ હોય છે અને જેમ વીમાકૃત રકમ ઓછી, તેમ પ્રીમિયમ ઓછું હોય છે.

● ટ્રિપનો સમયગાળો

જેમ મુસાફરીનો સમયગાળો લાંબો, તેમ પ્રીમિયમ વધુ હશે.

તમે એકવાર ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરમાં તમારી મુસાફરી સંબંધિત વિગતો દાખલ કરો પછી USA માટે ટ્રાવેલ પ્લાન ખરીદવા માટે તમારે જે રકમ ચૂકવવી પડશે તે જાણી શકો છો. દાખલા તરીકે, જો તમે તમારા અને તમારા જીવનસાથી, તમારી ઉંમર અનુક્રમે 36 વર્ષ અને 35 વર્ષ હોય, 4 દિવસની મુસાફરીએ જઈ રહ્યા હોવ, તો પ્રીમિયમની રકમ નીચે મુજબ રહેશે –

● સિલ્વર – વીમાકૃત રકમ USD 50,000 – પ્રીમિયમ ₹948 (ટૅક્સ અતિરિક્ત)

● ગોલ્ડ – વીમાકૃત રકમ USD 100,000 – પ્રીમિયમ ₹1141 (ટૅક્સ અતિરિક્ત)

● પ્લેટિનમ – વીમાકૃત રકમ USD 200,000 – પ્રીમિયમ ₹1339 (ટૅક્સ અતિરિક્ત)

● ટાઇટેનિયમ – વીમાકૃત USD 500,000 – પ્રીમિયમ ₹1729 (ટૅક્સ અતિરિક્ત).

આમ તો, USA ની મુલાકાતે જતી વખતે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવું ફરજિયાત નથી. પરંતુ USA માં મેડિકલ સારવાર ખૂબ જ મોંઘી છે. ખૂબ થોડા સમય માટેના હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ પણ લાખોમાં થઈ શકે છે અને જો તમે કોઈ સારવાર કરાવો છો, તો તેમાં પણ નોંધપાત્ર રીતે મોટો મેડિકલ ખર્ચ થઈ શકે છે. જ્યારે તમે USA ની મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે તમે મેડિકલ ઇમરજન્સીની ક્યારે ઉદ્ભવશે તે કહી શકતા નથી. તમારે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તેવી બીમારી કે ઈજા થઈ શકે છે. આવી પરિસ્થિતિઓમાં, મેડિકલ ખર્ચ તમારા ખિસ્સા માટે ખૂબ ભારે સાબિત થઈ શકે છે. તમારી બચત વપરાઈ જઈ શકે છે અને તમારે USA માં લીધેલ મોંઘી સારવાર માટે લોન પણ લેવી પડી શકે છે. આમ, તમારે નોંધપાત્ર રીતે મોટા ફાઇનાન્શિયલ નુકસાનનો સામનો કરવો પડી શકે છે, જે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ન લીધેલ હોય તો તાણદાયક બની શકે છે.

ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશન માટે કવરેજ ઉપરાંત, USA માટેનો એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઘણા કવરેજ લાભો પ્રદાન કરે છે. તમે ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ અથવા ખોવાઈ જવો, હૉસ્પિટલ દૈનિક અલાઉન્સ, મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન, આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા, વ્યક્તિગત જવાબદારી, ઇમરજન્સી સહાય, હાઇજેક અલાઉન્સ વગેરે માટે કવર મેળવી શકો છો. આમ, અણધારી ઇમરજન્સીના કિસ્સામાં પૉલિસી તમને નાણાંકીય સહાય પ્રદાન કરે છે.

USA એક મોંઘો દેશ છે, તેથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. ઓછા અને વ્યાજબી પ્રીમિયમ પર તમે મુસાફરી સંબંધિત આકસ્મિકતાઓ સામે નોંધપાત્ર કવરેજ મેળવી શકો છો.

USA માં હેલ્થકેર ખાનગી અને સરકાર દ્વારા પ્રાયોજિત સ્વાસ્થ્ય કાર્યક્રમો બંનેનું મિશ્રણ છે. આમ, ત્યાં સશુલ્ક અને નિ:શુલ્ક ક્લિનિક અને હૉસ્પિટલો છે. જો કે, સરકાર દ્વારા પ્રાયોજિત નિ:શુલ્ક હેલ્થકેર સુવિધા દેશના નાગરિકોને પ્રદાન કરવામાં આવે છે. પ્રવાસીઓ અથવા મુલાકાતીઓ નિ:શુલ્ક હેલ્થકેર સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. તેથી, USA ની મુસાફરી દરમ્યાન જો તમારે કોઈપણ મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ ઉદ્ભવે છે અને સારવારની જરૂર પડે છે, તો તમારે તેના માટે ચુકવણી કરવાની રહેશે.

જ્યારે હેલ્થકેર સુવિધાઓની વાત આવે છે, ત્યારે USA એ સારામાં સારી સારવાર અને મેડિકલ ટેક્નોલોજી ધરાવતા દેશોમાંથી એક છે. જો કે, સુવિધાઓ સસ્તી નથી. હૉસ્પિટલાઇઝેશન અને સારવારનો ખર્ચ ખૂબ જ મોંઘો છે અને ભારતીય ચલણ અનુસાર તે રકમ સરળતાથી લાખો સુધી પહોંચી શકે છે. તેથી, જ્યારે તમે USA ની મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મેડિકલ ઇમરજન્સીઓને આવરી લે છે અને તમારા મેડિકલ બિલની ચુકવણી કરે છે. આમ, જો તમે ટ્રાવેલ પ્લાન ધરાવો છો, તો તમારે મુસાફરી દરમ્યાન નિ:શુલ્ક હેલ્થકેર સુવિધાઓ શોધવાની અથવા તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે જરૂરી સારવાર લઈ શકો છો, જેનો ખર્ચ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ આવરી લેવામાં આવશે.

USA માટે એચડીએફસી અર્ગોના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ શું આવરી લેવામાં આવે છે –

● ઇમર્જન્સી મેડિકલ ખર્ચ

● હૉસ્પિટલમાં દૈનિક રોકડ ભથ્થું

● ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન

● આકસ્મિક મૃત્યુ અને અપંગતા

● પાર્થિવ અવશેષોનું રિપેટ્રિએશન

એચડીએફસી અર્ગોનો ટ્રાવેલ પ્લાન ખૂબ જ વ્યાપક છે, જેના હેઠળ તમે ખર્ચની ચિંતા કર્યા વિના શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓનો લાભ મેળવી શકો છો.

હા, વિદેશીઓ USA માં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે. USA તમામ માટે ઉપલબ્ધ એવા વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ સૉલ્યુશન પ્રદાન કરે છે.

જો કે, USA માં હેલ્થ ઇન્શ્યોરન્સ સસ્તું નથી. તેમાં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ થઈ શકે છે. તેથી, જો તમે ભારતીય નાગરિક છો અને વિદ્યાર્થી તરીકે અથવા મુલાકાતી તરીકે USA ની મુસાફરી કરી રહ્યા છો, તો તમને ભારતમાં જ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે.

એચડીએફસી અર્ગો USA ની મુસાફરી કરનાર ભારતીય નાગરિકો માટે ઓવરસીઝ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. આ પૉલિસી એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે તમારી ટ્રિપના સમયગાળાને કવર કરે છે અને મેડિકલ ઇમરજન્સીને આવરી લે છે. જો તમને USA માં મુસાફરી કરતી વખતે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો હૉસ્પિટલના બિલની ચુકવણી પૉલિસી દ્વારા કરવામાં આવશે. વધુમાં, નીચે જણાવેલ બાબતોનું કવરેજ પણ એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ USA માટે ઉપલબ્ધ છે –

● મેડિકલ ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન

● હૉસ્પિટલાઇઝેશનના દરેક દિવસ માટે હૉસ્પિટલ કૅશ અલાઉન્સ

● આકસ્મિક મૃત્યુ

● અકસ્માતને કારણે થયેલ કાયમી સંપૂર્ણ અપંગતા

● પાર્થિવ અવશેષોનું રિપેટ્રિએશન

તમે વ્યક્તિગત અથવા બિઝનેસ પ્રવાસ માટે એચડીએફસી અર્ગોના USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. ત્રણ પ્રકારના પ્લાન ઉપલબ્ધ છે –

● USA ની મુસાફરી કરનાર એકલ વ્યક્તિને કવર કરતો વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન

● એક જ પ્લાનમાં સંપૂર્ણ પરિવારને કવર કરતો ફેમિલી ટ્રાવેલ પ્લાન

● ઉચ્ચ શિક્ષણ માટે USA ની મુસાફરી કરનાર વિદ્યાર્થીને કવર કરતો સ્ટુડન્ટ ટ્રાવેલ પ્લાન

હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ ઉપરાંત, તમે એચડીએફસી અર્ગોના USA માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં અન્ય કવરેજનો પણ લાભ લઈ શકો છો. તમારી જરૂરિયાતો અનુસાર યોગ્ય કવરેજ પસંદ કરવા માટે વિવિધ પ્લાન વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે.

એવૉર્ડ અને સન્માન
x