હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / iCan કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાન
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • FAQ

iCan - એક આવશ્યક કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાન

 

તમે કૅન્સરની આગાહી કરી શકતા નથી. ડબલ્યુએચઓના અહેવાલ અનુસાર 10 માં એક ભારતીયને તેમના જીવનકાળમાં કૅન્સર થવાની શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કૅન્સર ઇન્શ્યોરન્સ ખરીદવો એ એક સમજદારીપૂર્ણ પસંદગી છે. એચડીએફસી અર્ગો હેલ્થનો iCan કૅન્સર ઇન્શ્યોરન્સ એ એક પ્લાન છે જે તમને હંમેશા એક આશા આપે છે. iCan એ આજીવન ગુડી બેગ છે જે તમને હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે અને સાથે કૅન્સરને હરાવવામાં તમને ટેકો આપવા માટે લમ્પસમ લાભો પણ પ્રદાન કરે છે. તેથી, ક્યારેય હિંમત હારશો નહીં.

iCan કૅન્સર હેલ્થ પ્લાન પસંદ કરવાના કારણો

Life-long Renewals, Even after Claims
ક્લેઇમ બાદ પણ જીવનભરનું રિન્યૂઅલ
કૅન્સર ઘણીવાર ફરીથી થતું હોય છે, પરંતુ iCan હંમેશા તમારી સાથે છે. તમે તમારી સારવારના ખર્ચ માટે તમારા iCan હેલ્થ પ્લાનને આજીવન રિન્યુ કરાવી શકો છો.
Cancers cover for All Stages
તમામ તબક્કાઓ માટે કૅન્સર કવર
સમયસર નિદાન અને સારવાર દ્વારા કૅન્સરને કારણે થતા મૃત્યુમાંથી વાર્ષિક 75% કરતાં વધુ લોકોના જીવ બચાવી શકાય છે. iCan કૅન્સરના તમામ પ્રકાર અને તમામ તબક્કાઓને આવરી લે છે.
Cashless Cancer Treatments
કૅન્સરની કૅશલેસ સારવાર
અમારી 13,000+ નેટવર્ક હૉસ્પિટલો સમગ્ર ભારતમાં ફેલાયેલ છે. તેથી તમે તમારું કૅશલેસ કાર્ડ દર્શાવીને કોઈ પણ સ્થળે સારવાર મેળવી શકો છો. અથવા જો તમે અન્ય લાઇસન્સવાળી મેડિકલ સુવિધામાંથી સારવાર લેવાનું પસંદ કરો છો, તો તમે અમારી એપમાંથી વળતર માટે અરજી કરી શકો છો.
Lump-Sum Payout
સામટી રકમની ચુકવણી
કૅન્સરની સારવાર ખૂબ ખર્ચાળ હોઇ શકે છે. પરંતુ iCan તમને તેનાથી બચાવે છે. iCan સમ ઇન્શ્યોર્ડ સુધીના તમારા તબીબી સારવારના ખર્ચને આવરી લે છે અને અન્ય પરચુરણ ખર્ચ માટે પણ ચુકવણી કરવા માટે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે.

iCan કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે?

My Care Benefit

માય કેર બેનિફિટ

કીમોથેરેપી હોય કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, iCan પરંપરાગત અને આધુનિક સારવાર તેમજ તમારા ઇન-પેશન્ટ અને આઉટ-પેશન્ટ સારવારના ખર્ચ માટે સંપૂર્ણ કવર પ્રદાન કરે છે.

CritiCare Benefits

ક્રિટિકેર લાભો

જો કૅન્સર ચોક્કસ પ્રકારની ગંભીરતાનું જણાય તો વધારાની 60% સમ ઇન્શ્યોર્ડ રકમ સામટી ચુકવણી તરીકે મેળવો. તેથી, જો તમારું કવર ₹20 લાખનું હોય, તો તમને એકસાથે વધારાના 12 લાખ ચૂકવવામાં આવશે.

Family Care Benefit

ફેમિલી કેર બેનિફિટ

iCan તમારા પરિવારની પણ કાળજી લે છે! ચોથા તબક્કાનું કૅન્સર હોવાનું નિદાન થવા પર, અથવા જો કૅન્સર ફરીથી થાય છે, તો સમ ઇન્શ્યોર્ડ રકમના 100% એકસામટી ચુકવણી તરીકે મેળવો.

Second Opinion

બીજો અભિપ્રાય

તમે તમારા પ્રથમ નિદાન બાદ અમારા ડૉક્ટરો અને મેડિકલ પ્રેક્ટિશનર્સની પેનલમાંથી બીજા અભિપ્રાય માટે વિનંતી કરી શકો છો.

Cashless Treatment

કૅશલેસ સારવાર

અમારી 13,000+ કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર મેળવો. નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવારના કિસ્સામાં પણ વળતરની પ્રક્રિયા ઝંઝટ-મુક્ત છે.

Pre and Post-Hospitalisation Cover

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર

દાખલ થયાના 30 દિવસ પહેલાં સુધીના સારવાર અને નિદાન ખર્ચ માટે વળતર મેળવો. iCan તમને હૉસ્પિટલાઇઝેશન પછી 60 દિવસ સુધીની ફૉલોઅપ કેર પણ પ્રદાન કરે છે.

Emergency Ambulance

ઈમર્જન્સી એમ્બ્યુલન્સ

ઇમરજન્સીના કિસ્સામાં તમને રોડ એમ્બ્યુલન્સ માટે હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹ 2,000 સુધીનું વળતર મળે છે.

Follow-Up Care

ફૉલો-અપ કેર

કૅન્સરની સારવારની ઘણીવાર આડઅસર થતી હોય છે. ફૉલો-અપ કેર લાભ હેઠળ તમને ફૉલો-અપ કેર માટે વર્ષમાં બે વાર ₹3,000 સુધીનું વળતર આપવામાં આવે છે.

Tax Benefits

ટૅક્સ બેનિફિટ

આવકવેરા અધિનિયમની કલમ 80 D હેઠળ ₹25,000 સુધીના કર લાભો મેળવો.

iCan હેલ્થ ઇન્શ્યોરન્સમાં શું શામેલ નથી?

Treatments other than Cancer
કૅન્સર સિવાયની સારવાર

iCan એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે ખાસ કરીને કૅન્સરની સારવાર અને નિદાનને કવર કરવા માટે ડિઝાઇન કરેલ છે. આ પૉલિસીમાં કોઈપણ અન્ય રોગની સારવારનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.

Pre-existing conditions
પહેલેથી હોય તેવી સ્થિતિઓ

જે તારીખે પૉલિસી જારી કરવામાં આવી હતી તે તારીખ પહેલાંથી જ પૉલિસીધારકને કૅન્સરની બિમારી હોય, હાલના ચિહ્નો અને લક્ષણો હોય, તો સારવારનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.

AIDS/HIV
AIDS/HIV

HIV/AIDS જેમ કે ARC (AIDS સંબંધિત કોમ્પ્લેક્સ), મગજમાં લિમ્ફોમા, કપોસીના સાર્કોમા અને ટ્યુબરક્યુલોસિસ જેવા તબીબી ખર્ચ આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતા નથી.

Prosthetics and non-surgical devices
પ્રોસ્થેટિક્સ અને નૉન-સર્જિકલ ડિવાઇસ

પ્રોસ્થેટિક અને અન્ય સાધનોનો કે જે એનેસ્થેશિયા સાથેની સર્જરી વિના વગર સેલ્ફ-ડિટેચેબલ/દૂર કરી શકાય તેવા હોય, તેણો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.

Non-allopathic or international treatments
બિન-એલોપેથિક અથવા આંતરરાષ્ટ્રીય સારવાર

બિન-એલોપેથિક અથવા ભારતની બહાર કરાવવામાં આવેલી અથવા નોંધાયેલ ન હોય તેવી હૉસ્પિટલમાં લેવામાં આવેલી સારવારને બાકાત રાખવામાં આવે છે

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

First 4 Months from Policy Inception
પૉલિસી શરૂ થયાના પ્રથમ 4 મહિના

120-દિવસની પ્રતીક્ષા અવધિ છે, જે પૉલિસીની શરૂઆતની તારીખથી શરૂ થાય છે.

અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક

15000+

હૉસ્પિટલ લોકેટર
અથવા
તમારી નજીકની હૉસ્પિટલ શોધો

સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક


અમારી વેબસાઇટ મારફતે ક્લેઇમ રજીસ્ટર કરો અને ટ્રેક કરો

તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ શોધો

તમારા મોબાઇલમાં નિયમિત ક્લેઇમ અપડેટ મેળવો

તમારી પસંદગીની રીતે ક્લેઇમ સેટલમેન્ટનો લાભ લો

વારંવાર પૂછાતા પ્રશ્નો

iCan એકમાત્ર પ્લાન છે જે કૅન્સર સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. તમારો રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ માત્ર તમારા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરશે. પરંતુ iCan તમને ઇન-પેશન્ટ, આઉટ-પેશન્ટ અને ડે-કેર ખર્ચ અને અન્ય લાભો સહિત કૅન્સર સામે સંપૂર્ણ સુરક્ષા આપે છે, જેમ કે:
  • ક્રિટિકેર બેનિફિટ - જો વ્યક્તિને નિર્દિષ્ટ ગંભીરતાના કૅન્સરનું નિદાન થયું હોય તો બેઝ કવર પર સમ ઇન્શ્યોર્ડ રકમની 60% રકમની એકસાથે ચૂકવણી
  • ફેમિલી કેર બેનિફિટ - જો ઇન્શ્યોરન્સ લેનારને ઍડવાન્સ્ડ મેટાસ્ટેટિક કૅન્સર અને કૅન્સરના રિકરન્સનું નિદાન કરવામાં આવેલ હોય તો બેઝ કવર પર વીમાકૃત રકમની 100% એકસામટી ચૂકવણી
  • વર્ષમાં બે વાર તબીબી પરીક્ષણ માટે સારવાર પછી ફોલોઅપ કેર કવર
  • અનુક્રમે 30 દિવસ અને 60 દિવસ માટે પ્રી-પોસ્ટ હૉસ્પિટલાઇઝેશન કવર
  • ઇમરજન્સી એમ્બ્યુલન્સ કેર
  • આજીવન ઇન્ડેમ્નિટી કવર
  • કીમોથેરેપી, રેડિયોથેરેપી, અંગ પ્રત્યારોપણ, ઑન્કો-સર્જરી અને અન્ય પરંપરાગત અને આધુનિક સારવારો.
Cancerindia.org મુજબ, 2.25 મિલિયન કેસ સાથે આપણા દેશમાં કૅન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઉપરાંત, આ રોગમાંથી સાજા થવાનો દર ભારતમાં સૌથી ઓછો છે, જેમાં માત્ર 2018 માં લગભગ 7 લાખ મૃત્યુ નોંધાયેલ છે.
તેથી તમારા નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે સ્ટેન્ડઅલોન કૅન્સર પ્લાન ખરીદવો યોગ્ય રહેશે.
અમારા નિષ્ણાતો સૂચવે છે કે કૅન્સર હેલ્થ ઇન્શ્યોરન્સ આવશ્યક છે જો:
  • તમારા કુટુંબમાં કોઈને કૅન્સર થયેલ હોય
  • ધુમ્રપાન, દારૂનું સેવન અથવા પ્રદૂષિત વાતાવરણમાં રહેઠાણ/કામ કરો છો
  • જો નિદાન થયું હોય તો, કૅન્સરની ખર્ચાળ સારવાર માટે અપૂરતું નાણાંકીય બૅકઅપ
હા, તમે ભારતમાં અમારા 13,000+ નેટવર્ક હેઠળની કોઈપણ હૉસ્પિટલમાં કૅશલેસ સુવિધાનો લાભ લઈ શકો છો.. પહેલેથી નિર્ધારીત કોઈપણ સારવાર અથવા હોસ્પિટલમાં દાખલ થવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં જાણ કરવાનું યાદ રાખો અથવા ઇમરજન્સીના કિસ્સામાં હૉસ્પિટલાઇઝેશન અથવા ઑપરેશનના 24 કલાકની અંદર જાણ કરવાનું યાદ રાખો.
હા, આ પ્લાનમાં તમે કૅન્સરની સારવાર માટે આઉટપેશન્ટ સારવાર ક્લેઇમ કરી શકો છો. આઉટપેશન્ટ સારવાર અથવા OPD ખર્ચમાં કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ પર કન્સલ્ટેશન, નિદાન અને સારવાર માટે ક્લિનિક/હૉસ્પિટલની મુલાકાતો શામેલ છે.
સામટી રકમની ચુકવણી એ કૅન્સરનું નિદાન થયા બાદ વીમાધારકને ચૂકવવામાં આવતી એક નિશ્ચિત રોકડ રકમ છે (પૉલિસીના શબ્દોમાં વ્યાખ્યાયિત કરાયેલ તબક્કા મુજબ). iCan હેઠળ તમે એકસામટી રોકડ લાભ મેળવી શકો છો:
  • ક્રિટિકેર લાભ
  • ફેમિલી કેર બેનિફિટ
આ લાભ હેઠળ, જો ઇન્શ્યોરન્સ લેનારને અમારી પૉલિસીમાં જણાવ્યા અનુસાર નિર્દિષ્ટ ગંભીરતાના કૅન્સરનું નિદાન કરવામાં આવે છે, તો મૂળ વીમાકૃત રકમ ઉપરાંત સમ ઇન્શ્યોર્ડના 60% ફિક્સ્ડ કૅશ તરીકે ચૂકવવામાં આવે છે.
આ લાભ હેઠળ, જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને નીચેનામાંથી કોઈપણ નિદાન થયું હોય, તો પહેલા નિદાન થયેલી સ્થિતિ માટે અમે મૂળ વીમાકૃત રકમ ઉપરાંત ફિક્સ્ડ કૅશ તરીકે વીમાકૃત રકમના 100% ની ચુકવણી કરીએ છીએ:
  • એડવાન્સ્ડ મેટાસ્ટેટિક કૅન્સર (સ્ટેજ IV)
  • ફરી કૅન્સર થવું
અમે તબીબી પ્રેક્ટિશનરની ઓછામાં ઓછા છ મહિના માટે "નો એવિડન્સ ઑફ ડીસીઝ (NED)" ભલામણોના આધારે, કૅન્સરની સારવાર બંધ થયા પછી, વર્ષમાં બે વાર, ₹3000 સુધીના તબીબી પરીક્ષણના ખર્ચને કવર કરીશું".
iCan પૉલિસી ખરીદવા માટે મેડિકલ ચેકઅપ ફરજિયાત નથી, પરંતુ 50 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે અમે તપાસ કરાવવાનું કહી શકીએ છીએ.
દરખાસ્ત ફોર્મમાં આપવામાં આવેલી માહિતીના આધારે ઇન્શ્યોરન્સ કંપનીઓ જોખમનું મૂલ્યાંકન કરે છે, પ્રીમિયમની ગણતરી કરે છે અને ક્લેઇમની ખરાઈ કરે છે. જ્યારે તમારે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ અને સુવિધાઓની જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવા માટે, સાચી માહિતી પૂરી પાડવાની તમને ભલામણ કરવામાં આવે છે. જો માહિતી સાચી ન હોય તો તેને કારણે પૉલીસી આપવાનો કે ક્લેઇમનો અસ્વીકાર થઈ શકે છે.
iCan પ્લાનના પ્રીમિયમનો આધાર જોખમ/સંભાવનાની ગણતરી પર રહેલો છે. નિષ્ણાત અને ડૉક્ટરોની અમારી અન્ડરરાઇટિંગ ટીમ નીચેના માપદંડના આધારે જોખમની ગણતરી કરે છે:
a. ઉંમર
b. સમ ઇન્શ્યોર્ડ
c. શહેર
d. જીવનશૈલી
એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના બે પ્રકારો ઉપલબ્ધ છે:
1. The Standard Plan that covers medical expenses towards conventional cancer treatments - Chemotherapy, Radiotherapy, Organ transplantation, as part of cancer treatment, and surgeries for excision of cancerous tissue or removal of organs/tissues (Onco-surgery).
2. The Advanced Plan that offers benefits of the standard policy along with additional coverage - Proton treatment, immunotherapy including immunology agents, personalized and targeted therapy, Hormonal therapy or Endocrine manipulation, Stem cell transplantation, bone marrow transplantation.
iCan પૉલિસી હેઠળના તમામ ક્લેઇમ માટે પૉલિસી જારી કર્યાની તારીખથી 120 દિવસની પ્રારંભિક પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે. તે સિવાય અન્ય કોઈ પ્રતીક્ષા અવધિ નથી.
18 અને 65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પૉલિસી ખરીદી શકે છે.
પૉલિસી હેઠળ, ન આવરી લેવામાં આવેલ બાબતો, શામેલ જોખમોના આધારે, ઘણા હેતુઓ પાર પાડી શકે છે. આ પ્લાન હેઠળ સામાન્ય રીતે આવરી ન લેવામાં આવેલ બાબતોની સૂચિ નીચે મુજબ છે:
  • કૅન્સરના હાલના લક્ષણો માટેની પહેલાંથી હોય તેવી પરિસ્થિતિ
  • કૅન્સર સિવાયની કોઈપણ સારવાર
  • પ્રોસ્થેટિક અને અન્ય ઉપકરણો કે જે સર્જરી વિના સ્વયં અલગ કરી શકાય તેવા/દૂર કરી શકાય તેવા હોય છે
  • ભારતની બહાર અથવા જે હૉસ્પિટલ નથી તેવી હેલ્થકેર સુવિધા પર મેળવેલ સારવાર
  • HIV/AIDS સંબંધિત રોગો
  • ફર્ટિલિટી સંબંધિત સારવાર
  • કૉસ્મેટિક સર્જરી અને સંબંધિત સારવાર
  • જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ
  • એલોપેથિક સારવાર
હા, iCanને તમારા સ્વાસ્થ્યની સ્થિતિ અથવા ક્લેઇમને ધ્યાનમાં લીધા વિના આજીવન રિન્યુ કરાવી શકાય છે.
હા, તમે ફ્રી-લુક સમયગાળામાં તમારું પ્રીમિયમ નીચે જણાવ્યા પ્રમાણે પરત મેળવી શકો છો:
તમને જે તારીખે પૉલિસી ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થાય છે તે દિવસથી એચડીએફસી અર્ગો તમને 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ પ્રદાન કરે છે. આ સમયગાળામાં જો તમારું મન બદલાય છે અથવા પૉલિસીના કોઈપણ નિયમો અને શરતોથી અસંતુષ્ટ છો, તો તમે તમારી પૉલિસી કૅન્સલ કરી શકો છો.
એવૉર્ડ અને સન્માન
x