રેનફોલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સરેનફોલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સ

રેનફોલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સ

  • વિશેષતા
  • પ્રીમિયમ
  • બાકાત
  • ક્લેઇમ પ્રોસેસ
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

રેનફોલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સ

 

ભારતમાં ખેડૂતોને હવામાનની અનિશ્ચિતતાને કારણે પ્રતિ વર્ષ ઘણું નુકસાન સહન કરવું પડે છે. સિંચાઈની સુવિધાઓ અને આધુનિક ખેતીની તકનીકોના અભાવને લીધે આ સમસ્યા વધુ જટિલ બને છે. આની અસર ગ્રામીણ ક્રેડિટની ઉપલબ્ધિ પર પણ થાય છે. જ્યારે દુકાળ પડે, તે વર્ષે ખેડૂતો પોતાને તેમની પાક લોન પર વ્યાજ ચૂકવવા માટે અસમર્થ માને છે અને મૂળ રકમની ચુકવણીની તારીખ બદલવાની તેમની માંગ હોય છે. હવામાનને લગતું જોખમ પણ ઇનપુટ પ્રદાતાઓને તેમના બિઝનેસના પ્રમાણમાં અસ્થિરતા વધારીને અસર કરે છે, પરિણામે બિઝનેસના નફાને અસર પહોંચે છે.

એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ રેનફૉલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરે છે, જે કમોસમી કે અનિયમિત વરસાદથી પ્રભાવિત થઈ શકે તેવી વ્યક્તિઓ અને સંસ્થાઓને વ્યાજબી દરે અસરકારક રિસ્ક મેનેજમેન્ટ સહાય પ્રદાન કરવાની એક પદ્ધતિ છે.

જે ખેડૂતો ખેતીલાયક વિસ્તારમાંથી ખેતીની આવક મેળવે છે અને જેઓ ઓછા વરસાદને કારણે પ્રભાવિત થઈ શકે છે તેવા ખેડૂતો માટે ઉપલબ્ધ છે. તેઓ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ, સરકારી પ્રાયોજિત સંસ્થાઓ અને ગ્રામીણ અને સામાજિક ક્ષેત્રના આવા સંબંધિત જૂથો/સંસ્થાઓના સભ્યો (જૂથોમાં) હોવા જોઈએ.

વિશેષતા
  • ઘટાડો પામેલ કૃષિ ઉત્પાદન/ઉપજ: તે ચોક્કસ ભૌગોલિક સ્થાન અને નક્કી કરેલ સમય ગાળામાં અપેક્ષિત સામાન્ય વરસાદ કરતાં ઓછા વરસાદને કારણે કૃષિ ઉત્પાદન/ઉપજમાં થતી ઘટને આવરી લે છે.

રેનફૉલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સના સૌથી મહત્વપૂર્ણ લાભો આ પ્રમાણે છે:

  • રેનફૉલ ઇન્શ્યોરન્સ ભારતના ખેડુત સમુદાય દ્વારા અનાજ અને વાવેતરના પાક માટે વરસાદ સંબંધિત જોખમોને સ્પર્ધાત્મક શરતો પર વૈશ્વિક હવામાન બજારોમાં સ્થાનાંતરિત કરી શકે છે. નોંધનીય છે કે ભૌગોલિક રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો સાથે આંતરરાષ્ટ્રીય હવામાન રી-ઇન્શ્યોરન્સ કંપનીઓ સુધીની પહોંચ ખર્ચ ઘટાડવામાં સહાય કરે છે

  • રેનફૉલ ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સ ધરાવતા ખેડૂતોને તાત્કાલિક અને પારદર્શક ક્લેઇમ સેટલમેન્ટની સુવિધા આપી શકે છે.

  • તેના ઓછા વહીવટી ખર્ચને લીધે, રેનફૉલ ઇન્શ્યોરન્સ ઇન્શ્યોરર માટે પણ વ્યાજબી છે, જે પરંપરાગત પાક ઇન્શ્યોરન્સની તુલનામાં નીચું પ્રીમિયમ ધરાવે છે

કૃપા કરીને નોંધ કરો કે તમામ લાભો પૉલિસીમાં ઉલ્લેખિત મહત્તમ રકમને આધિન છે. આને રિલીઝ કરેલ કોઈપણ ક્વોટેશન અથવા જારી કરેલી કોઈપણ પૉલિસીમાં સ્પષ્ટપણે નોંધવામાં આવશે.

પ્રીમિયમ
  • પાકનો પ્રકાર, સ્થાન, વરસાદ અંગે પાછલા વર્ષોનો ડેટા, નક્કી કરેલ વિસ્તારમાં ખેતીનો ખર્ચ અને વાવેતર હેઠળનો વિસ્તાર વગેરે પરિબળોના આધારે પ્રીમિયમ નક્કી થાય છે.

બાકાત

પૉલિસી હેઠળ કોઈપણ ચુકવણી કરવાની જવાબદારી એચડીએફસી અર્ગોની રહેશે નહીં:

  • વરસાદની ઘટ સિવાય કોઈ પણ રીતે થયેલા કોઈ પણ ખર્ચની ભરપાઈ કરવા અથવા નુકસાનના વળતર માટે, જો આવા નુકસાનના પરિણામે ચોક્કસ વિસ્તારમાં લેવામાં આવતા ચોક્કસ પાકની ઉપજ/ઉત્પાદનમાં ઘટાડો થાય છે તો પણ.

  • જો વાસ્તવિક કુલ રેનફૉલ ઇન્ડેક્સ સામાન્ય રેનફૉલ ઇન્ડેક્સ કરતાં વધુ હોય.

  • વરસાદ ઓછો થાય ત્યારે ખેડૂતના સંદર્ભમાં, જો તે ખેડૂતના નક્કી કરેલ વિસ્તારને સિંચાઈનું પાણી મળે છે અથવા, તે નદીઓ, તળાવો, કુવાઓ, જળાશયો, ટાંકીઓ, નહેરો વગેરે સહિતના કુદરતી અથવા માનવસર્જિત સ્ત્રોતોમાંથી પાણી મેળવે છે તો.

આ સમાવિષ્ટ નહીં કરેલાની યાદીના ઉદાહરણ તરીકે છે. વિગતવાર લિસ્ટ માટે કૃપા કરીને પૉલિસી નિયમાવલી જુઓ.

ક્લેઇમ પ્રોસેસ
  • ક્લેઇમનું મૂલ્યાંકન અને ચુકવણી કંપનીને સબમિટ કરેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવશે. ચોક્કસ ભૌગોલિક સ્થળે અને આ પૉલીસીની સૂચિમાં ઉલ્લેખિત સમયગાળા દરમિયાન, જો વાસ્તવિક કુલ રેનફૉલ ઇન્ડેક્સ સામાન્ય રેનફૉલ ઇન્ડેક્સ કરતાં ઓછો હોય તો, ઇન્શ્યોર્ડ વ્યક્તિને ચૂકવવાપાત્ર લાભની રકમ કુલ સમ ઇન્શ્યોર્ડને આધિન, સ્ટાન્ડર્ડ લૉસ રેટ તથા સામાન્ય રેનફૉલ ઇન્ડેક્સ અને વાસ્તવિક કુલ રેનફૉલ ઇન્ડેક્સના તફાવતના ગુણાકાર જેટલી થશે.

આ કન્ટેન્ટ માત્ર વર્ણનાત્મક છે. વાસ્તવિક કવરેજ જારી કરેલી પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે.

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x