ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી ક્લેઇમની પ્રક્રિયા
પૉલિસી હેઠળ ક્લેઇમ કરવાની કોઈપણ ઘટનાના કિસ્સામાં, કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર 022 6158 2020 પર કૉલ કરો
- અમારા ક્લેઇમ સર્વિસ પ્રતિનિધિ તમને ક્લેઇમની પ્રક્રિયાઓ અને જરૂરી ડૉક્યુમેન્ટ વિશે માર્ગદર્શન આપશે
- નીચે દર્શાવેલ નુકસાનના પ્રકાર અનુસાર સંબંધિત ક્લેઇમ ફોર્મ પૂર્ણ કરો.
- ક્લેઇમના પ્રકાર સામે ઉલ્લેખિત ડૉક્યુમેન્ટ જોડો
આકસ્મિક ઇજાના ક્લેઇમ માટે
- ફોર્મ A' મુજબ ક્લેઇમ ફોર્મ
- જો અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવેલ હોય તો પોલીસમાં નોંધાવેલ FIR
- મેડિકલ પેપર્સ, પેથોલોજી રિપોર્ટ્સ, એક્સ-રે રિપોર્ટ્સ, જો કરાવેલ હોય તો
- પ્રતિષ્ઠિત સર્જન અથવા નગરપાલિકા હૉસ્પિટલ દ્વારા કાયમી વિકલાંગતા ક્લેઇમ માટે સર્ટિફિકેટ
- અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા ક્લેઇમ માટે-એમ્પ્લોયર પાસેથી માંદગીને કારણે રજાનું સર્ટિફિકેટ
- ફોર્મ D' મુજબ હાજર ડૉક્ટરનું સ્ટેટમેન્ટ
ઇમરજન્સી તબીબી ખર્ચ માટે
- ફોર્મ B' મુજબ ક્લેઇમ ફોર્મ
- જો અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવેલ હોય તો પોલીસમાં નોંધાવેલ FIR
- મેડિકલ પેપર્સ, પેથોલોજી રિપોર્ટ્સ, એક્સ-રે રિપોર્ટ્સ, જો કરાવેલ હોય તો
- ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને સારવારની સૂચિત પદ્ધતિ
- બિલ અને કૅશ મેમો
- 'ફોર્મ D' મુજબ હાજર ડૉક્ટરનું સ્ટેટમેન્ટ
હૉસ્પિટલ કૅશ- સિકનેસ ક્લેઇમ માટે
- ‘ફોર્મ C' મુજબ હૉસ્પિટલ કૅશ ક્લેઇમ ફોર્મ
- હૉસ્પિટલ ડિસ્ચાર્જ કાર્ડ
- ડૉક્ટરનું પ્રમાણપત્ર અને સારવારની સૂચિત પદ્ધતિ
- 'ફોર્મ D' મુજબ હાજર ડૉક્ટરનું સ્ટેટમેન્ટ
હૉસ્પિટલ કૅશ- અકસ્માત ક્લેઇમ માટે
- ‘ફોર્મ C' મુજબ હૉસ્પિટલ કૅશ ક્લેઇમ ફોર્મ
- હૉસ્પિટલ ડિસ્ચાર્જ કાર્ડ
- ડૉક્ટરનું પ્રમાણપત્ર અને સારવારની સૂચિત પદ્ધતિ
- 'ફોર્મ D' મુજબ હાજર ડૉક્ટરનું સ્ટેટમેન્ટ
આકસ્મિક મૃત્યુના ક્લેઇમ માટે
- 'ફોર્મ E' મુજબ ક્લેઇમ ફોર્મ
- પોલીસ FIR અથવા પોલીસ પંચનામા
- પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટ અથવા કૉરોનરનો રિપોર્ટ
- મૃત્યુનું પ્રમાણપત્ર
- લાભાર્થીને ચુકવણી માટે - ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અથવા કાનૂની વારસદારની સ્થિતિને પ્રમાણિત કરતી નોટરીકૃત એફિડેવિટ.
- જ્યાં લાભાર્થીને ચુકવણી નોટરીકૃત એફિડેવિટ દ્વારા કરવામાં આવે છે, ત્યાં ₹200 ના સ્ટેમ્પ પેપર પર ઇન્ડેમ્નિટી પત્ર (કૃપા કરીને ઇન્ડેમ્નિટી ફોર્મેટ માટે અમારો સંપર્ક કરો)
- અમારા ક્લેઇમ સર્વિસ પ્રતિનિધિ હૉસ્પિટલમાં અથવા ઘરે વ્યક્તિગત રીતે ક્લેઇમ ડૉક્યુમેન્ટ એકત્રિત કરવા માટે તમારી મુલાકાત લઈ શકે છે.
- અકસ્માતના પ્રકાર અને દાખલ કરેલ ક્લેઇમના આધારે ઉપરોક્ત ઉલ્લેખિત ડૉક્યુમેન્ટ ઉપરાંત ડૉક્યુમેન્ટ માંગવામાં આવી શકે છે.
તમે અમારા ક્લેઇમ પ્રોસેસિંગ સેલને નીચેના ઍડ્રેસ પર પણ જોડાણ સાથે ક્લેઇમ ફોર્મ મોકલી શકો છો :
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ
6th ફ્લોર, લીલા બિઝનેસ પાર્ક,
અંધેરી કુર્લા રોડ,
અંધેરી (પૂર્વ), મુંબઈ 400059.
ભારત
કૃપા કરીને મોકલવામાં આવેલા ડૉક્યૂમેન્ટની એક નકલ તમારા રેકોર્ડ માટે જાળવી રાખો.
" તમામ ક્લેઇમ એચડીએફસી અર્ગો જીઆઇસી લિમિટેડ દ્વારા નિમણૂક કરેલ સર્વેયર દ્વારા મંજૂરીને આધિન છે "
કૃપા કરીને ક્લેઇમ માટેના સર્વિસિંગ TAT જુઓ