જ્ઞાન કેન્દ્ર
એચડીએફસી અર્ગો #1.5 કરોડ+ ખુશ કસ્ટમર્સ
#1.5 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

એચડીએફસી અર્ગો 1 લાખ+ કૅશલેસ હૉસ્પિટલો
1 લાખ+

કૅશલેસ હોસ્પિટલ

એચડીએફસી અર્ગો 24x7 ઇન-હાઉસ ક્લેઇમ સહાય
24x7 ઇન-હાઉસ

ક્લેઇમ આસિસ્ટન્સ

એચડીએફસી અર્ગો કોઈ સ્વાસ્થ્ય ચેક-અપ્સ નથી
કોઈ હેલ્થ

ચેક-અપ નહીં

હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / ભારતમાંથી થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડ

થાઇલેન્ડ તેની વાઇબ્રન્ટ સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય, તેમજ સમૃદ્ધ ઇતિહાસ, મનોહર દૃશ્યો અને આદરભાવથી આતિથ્યસત્કાર કરી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. તમે તમારા થાઇ એડવેન્ચરનો પ્રારંભ કરો એ પહેલાં થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો ખૂબ મહત્વપૂર્ણ છે. સતત લોકોથી ભરચક્ક બજારો, શાંત મંદિરો અને સુંદર દરિયા કિનારા તમારા મનને શાંતિ આપે છે.

થાઇલેન્ડ માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી જરૂરિયાતોને અનુરૂપ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. મેડિકલ ઇમરજન્સીથી લઈને ટ્રિપ કૅન્સલેશન અથવા ખોવાયેલ સામાન સુધી, યોગ્ય પ્લાન શોધવાથી ચિંતા-મુક્ત મુસાફરીની ખાતરી મળે છે. થાઇલેન્ડ પાસ ઇન્શ્યોરન્સને ધ્યાનમાં લો, જે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન દેશમાં પ્રવેશવાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલ છે.

ભારતમાંથી થાઇલેન્ડ માટે ઑનલાઇન શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવાથી આ મનમોહક દેશમાં ઝંઝટમુક્ત રીતે હરવા-ફરવાની સરળતા અને સગવડતા મળે છે. યાદ રાખો, શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જે તમારા મુસાફરી પ્લાન સાથે સંરેખિત હોય, તે તમારી અવિસ્મરણીય થાઇ યાત્રા દરમિયાન સુરક્ષા કવર પ્રદાન કરે છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ વિગતો
વ્યાપક કવરેજ મેડિકલ, મુસાફરી અને સામાન સંબંધિત સમસ્યાઓને કવર કરે છે.
કૅશલેસ લાભો બહુવિધ નેટવર્ક હૉસ્પિટલ દ્વારા કૅશલેસ લાભ પ્રદાન કરે છે.
કોવિડ-19 કવરેજ કોવિડ-19 સંબંધિત હૉસ્પિટલાઇઝેશન કવર કરે છે.
24x7 કસ્ટમર સપોર્ટ ચોવીસ કલાક ત્વરિત કસ્ટમર સપોર્ટ.
ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ માટે સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમ.
વ્યાપક કવરેજ રકમ $40K થી $1000K સુધીની એકંદર કવરેજ રકમ.

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના પ્રકારો

તમે તમારી ટ્રિપની જરૂરિયાતો અનુસાર થાઇલેન્ડ માટે વિવિધ પ્રકારના ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાંથી પસંદ કરી શકો છો. મુખ્ય વિકલ્પો છે;

એચડીએફસી અર્ગો દ્વારા વ્યક્તિઓ માટે ટ્રાવેલ પ્લાન

વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન

એકલ પ્રવાસીઓ અને રોમાંચ-પ્રેમી લોકો માટે

આ પ્રકારની પૉલિસી એકલ મુસાફરોને એવી આકસ્મિક પરિસ્થિતિઓ સામે સુરક્ષિત કરે છે જેનો સામનો તેમની મુસાફરી દરમિયાન થઈ શકે છે. એચડીએફસી અર્ગો વ્યક્તિગત થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેડિકલ અને નૉન-મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં મુસાફરોને આર્થિક રીતે કવર કરવા માટે ઘણી વિશેષતાઓ અને લાભોના પૅક સાથે આવે છે.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા પરિવારો માટે ટ્રાવેલ પ્લાન

પરિવારો માટે ટ્રાવેલ પ્લાન

પરિવાર સાથે મુસાફરી કરતા લોકો માટે

તમારા પરિવાર સાથે વિદેશની ટ્રિપ કરતી વખતે, તમારે તેમની સુરક્ષા અને સુખાકારી માટે ઘણા પરિબળોને ધ્યાનમાં લેવા પડશે. પરિવારો માટે થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તેમની મુસાફરી દરમિયાન એક જ પ્લાન હેઠળ પરિવારના બહુવિધ સભ્યોને કવરેજ પ્રદાન કરે છે.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ પ્લાન

વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ પ્લાન

પોતાના સપનાને સાકાર કરતા લોકો માટે

આ પ્રકારનો પ્લાન અભ્યાસ/શિક્ષણ સંબંધિત હેતુઓ માટે થાઇલેન્ડની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓ માટે છે. તે તમને વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓ સામે સુરક્ષિત રાખશે, જેમાં રોકાણ સબંધિત કવરેજ જેમ કે બેલ બોન્ડ, કમ્પૈશનેટ વિઝિટ, સ્પોન્સર પ્રોટેક્શન વગેરે શામેલ છે, જેથી તમે વિદેશમાં રહેતી વખતે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા વારંવાર મુસાફરી કરનારાઓ માટે ટ્રાવેલ પ્લાન

વારંવાર મુસાફરી કરનારાઓ માટે ટ્રાવેલ પ્લાન

વારંવાર ઉડાન ભરતા લોકો માટે

આ પ્રકારનો પ્લાન વારંવાર ઉડાન ભરતા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે એક વ્યાપક પૉલિસી હેઠળ બહુવિધ પ્રવાસો માટે કવરેજ પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગો ફ્રીક્વન્ટ ફ્લાયર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, તમારે નિર્દિષ્ટ પૉલિસીની સમયસીમાની અંદર દરેક ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

પ્લાન જુઓ વધુ જાણો
વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ પ્લાન

વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ પ્લાન

હંમેશાં યુવાન રહેતા લોકો માટે

આ પ્રકારનો પ્લાન વિશેષ રીતે ઇન્ટરનેશનલ ટ્રિપ પર થતી વિવિધ જટિલતાઓ સામે વરિષ્ઠ નાગરિકોને કવરેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. થાઇલેન્ડ માટેનો એચડીએફસી અર્ગો સિનિયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ટ્રિપ દરમિયાન મેડિકલ અને નૉન-મેડિકલ અનિશ્ચિતતાઓના કિસ્સામાં તમને કવર કરવાની ખાતરી આપશે.

પ્લાન જુઓ વધુ જાણો

થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાના લાભો

ટ્રિપ માટે થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાના કેટલાક આવશ્યક લાભો છે;

1

24x7 કસ્ટમર સપોર્ટ

ટ્રિપ દરમિયાન વિદેશમાં અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તેની હંમેશા સંભાવના હોય છે. જો કે, થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને, તમે તે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો સરળતાથી કરી શકો છો. એચડીએફસી અર્ગો સંકટના સમયમાં તમને મદદ કરવા માટે ચોવીસ કલાક કસ્ટમર કેર સપોર્ટ અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમ સાથે થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે.

2

મેડિકલ કવરેજ

ઇન્ટરનેશનલ મુસાફરી કરતી વખતે મેડિકલ અને દાંતને લગતી ઇમરજન્સીની ઘટનાઓ આપણે સાંભળેલી જ હોય છે. તેથી, થાઇલેન્ડમાં તમારા વેકેશન દરમિયાન આવી અણધારી ઘટનાઓ સામે પોતાને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે, થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાનું ધ્યાનમાં લો. આ પૉલિસી હેઠળ મેડિકલ કવરેજમાં ઇમરજન્સી મેડિકલ અને ડેન્ટલ ખર્ચ, મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન, આકસ્મિક મૃત્યુ વગેરે જેવી બાબત શામેલ છે.

3

નૉન-મેડિકલ કવરેજ

અણધારી મેડિકલ સમસ્યાઓ ઉપરાંત, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડ પ્લાન મુસાફરી દરમિયાન ઘણી નૉન-મેડિકલ આકસ્મિકતાઓ સામે આર્થિક કવરેજ પ્રદાન કરે છે. તેમાં વ્યક્તિગત જવાબદારી, હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું, ફાઇનાન્શિયલ ઇમરજન્સી આસિસ્ટન્સ, સામાનનું નુકસાન અને વ્યક્તિગત ડૉક્યુમેન્ટનું નુકસાન વગેરે જેવી અસંખ્ય સામાન્ય મુસાફરી અને સામાન સંબંધિત અસુવિધાઓનો સમાવેશ થાય છે.

4

તણાવ-મુક્ત વેકેશન

ઇન્ટરનેશનલ ટ્રિપ દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો ભોગ બનવું આર્થિક અને માનસિક રીતે પડકારજનક બંને છે. આવી સમસ્યાઓ તમારા તણાવનું કારણ બની શકે છે, ખાસ કરીને જો તમે તેનો સામનો કરવા માટે તૈયાર ન હોવ. જો કે, થાઇલેન્ડ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક આર્થિક સુરક્ષા તરીકે કામ કરે છે જે તમને તમારા વેકેશનનો આનંદ માણવાની મંજૂરી આપે છે. પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતું ઝડપી અને વ્યાપક કવરેજ તમારી ચિંતાઓને ન્યૂનતમ રાખશે.

5

આર્થિક રીતે તમારા માટે ફાયદાકારક

તમે ભારતથી થાઇલેન્ડ સુધી વ્યાજબી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો જે તમને કેટલીક પરિસ્થિતિઓ હેઠળ આર્થિક સહાય પ્રદાન કરશે. આ રીતે, તમારે કોઈ અણધારી ઘટના દરમિયાન તમારા પોતાના ખિસ્સામાંથી વધારાની રોકડ ખર્ચવાની જરૂર નથી, જે તમને તમારા નિશ્ચિત મુસાફરીના બજેટમાં રહેવાની સુવિધા આપે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સથી મળતા ઘણા લાભો તેના ખર્ચથી ઘણા વધુ હોય છે.

6

કૅશલેસ લાભો

થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો એક મુખ્ય લાભ તેની કૅશલેસ ક્લેઇમ સુવિધા છે. તેનો અર્થ એ છે કે વળતરની સાથે, વ્યક્તિઓ વિદેશમાં મેડિકલ ઇમરજન્સી વખતે કૅશલેસ સારવાર પસંદ કરી શકે છે. એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં વિશ્વભરમાં તેના નેટવર્ક હેઠળ 1 લાખથી વધુ ભાગીદારીવાળી હૉસ્પિટલ છે, જે વ્યક્તિઓને ઝડપી મેડિકલ સર્વિસ પ્રદાન કરે છે.

તમારી થાઇલેન્ડ ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શોધી રહ્યા છો? હવે શોધવાની જરૂર નથી.

થાઇલેન્ડ માટે ભારતથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે

અહીં કેટલીક બાબતો છે જે સામાન્ય રીતે ભારતથી થાઇલેન્ડ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે;

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ઈમર્જન્સી ડેન્ટલ ખર્ચ કવરેજ

દાંતની સારવારનો ખર્ચ

અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ફ્લાઇટ વિલંબ કવરેજ

ફ્લાઇટમાં વિલંબ અને ફ્લાઇટ કૅન્સલેશન

ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા સામાન અને અંગત ડોક્યુમેન્ટ્સનાં ખોવાઈ જવા પર

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન

મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.

ટ્રિપ કર્ટેલમેન્ટ

ટ્રિપ કર્ટેલમેન્ટ

જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા વ્યક્તિગત જવાબદારી કવરેજ

વ્યક્તિગત જવાબદારી

જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.

ટ્રિપ કર્ટેલમેન્ટ

ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે ઇમરજન્સી હોટલ આવાસ

મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન

મિસ્ડ ફ્લાઇટ કનેક્શન ફ્લાઇટ

ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન

ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન :

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

ઇમરજન્સી કૅશ સહાય સેવા

મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ચેક-ઇન થયેલાં સામાનનાં ખોવાઈ જવા પર

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાયેલ છે?? ચિંતા કરશો નહીં ; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ચેક-ઇન થયેલ સામાનમાં વિલંબ પર

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન :

સામાન અને તેની સામગ્રીની ચોરી

ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

થાઇલેન્ડ માટે ભારતથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવતું નથી

ભારતની થાઇલેન્ડ માટે તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આ માટે કવરેજ ઑફર કરી શકતો નથી ;

કાયદાનો ભંગ

કાયદાનો ભંગ

યુદ્ધ અથવા કાયદાના ઉલ્લંઘનને કારણે થતી બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓને આ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા નશાકારક પદાર્થોનો ઉપયોગ કવર કરવામાં આવતો નથી

નશીલા પદાર્થોનું સેવન

જો તમે કોઈ નશીલા અથવા પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતા હોવ, તો પૉલિસી હેઠળ કોઈપણ ક્લેઇમ મંજૂર થશે નહીં.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા પહેલેથી હોય તેવી બિમારીઓ કવર કરવામાં આવતી નથી

પહેલેથી હોય તેવી બિમારીઓ

જો તમે જે પ્રવાસ માટે ઇન્શ્યોર્ડ થાવ છો તે પહેલાં કોઈપણ બિમારીથી પીડિત હોવ અને તમે પહેલેથી જ હોય તેવી બિમારી માટે કોઈ સારવાર લઈ રહ્યા હોવ, તો તે સારવારના ખર્ચને પૉલિસીમાં કવર કરવામાં આવશે નહીં.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારને કવર કરવામાં આવતી નથી

કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

જો તમે કે તમારા પરિવારના કોઈપણ સભ્ય તમારા દ્વારા ઇન્શ્યોરન્સ મેળવેલ પ્રવાસ દરમિયાન કોઈપણ કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારનો વિકલ્પ પસંદ કરે, તો આવા ખર્ચાઓ કવર કરવામાં આવતા નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા જાતે પહોંચાડવામાં આવેલી ઈજા કવર કરવામાં આવતી નથી

સ્વયં પ્રભાવિત ઇજા

અમે ઑફર કરતા કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સ્વયં પહોંચાડેલી ઈજાઓથી ઉદ્ભવતા મેડિકલ ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવામાં આવતા નથી.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવો?

• અમારી પૉલિસી ખરીદવા માટે લિંક પર ક્લિક કરો, અથવા એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વેબપેજની મુલાકાત લો.

• મુસાફરની વિગતો, ગંતવ્ય માહિતી અને મુસાફરીની શરૂઆત અને અંતિમ તારીખો દાખલ કરો.

• અમારા ત્રણ અનુકૂળ વિકલ્પોમાંથી તમારો પસંદગીનો પ્લાન પસંદ કરો.

• તમારી વ્યક્તિગત વિગતો પ્રદાન કરો.

• મુસાફરો વિશે વધારાની વિગતો ભરો અને ઑનલાઇન ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચુકવણી કરવા માટે આગળ વધો.

• હવે બસ આટલું જ બાકી છે - તમારી પૉલિસી તરત ડાઉનલોડ કરો!

વિદેશમાં મેડિકલ ઇમરજન્સીની અસર તમારા પ્રવાસના બજેટ પર થવા દેશો નહીં. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે ઇમરજન્સી મેડિકલ અને દાંતના ખર્ચ સામે પોતાને ફાઇનાન્શિયલ રીતે કવર કરો.

થાઇલેન્ડ વિશે રસપ્રદ તથ્યો

થાઇલેન્ડમાં તમારી સફરને સુંદર બનાવવા માટે અહીં થાઇલેન્ડ અંગેનાં કેટલાંક રસપ્રદ તથ્યો જણાવેલ છે:

શ્રેણીઓ વિશિષ્ટતાઓ
પરદેશી વન્યજીવનદેશ વૈવિધ્યસભર વન્યજીવન ધરાવે છે, જેમાં હાથીઓના અભ્યારણથી લઈને જીવંત દરિયાઈ જીવોનો સમાવેશ થાય છે અને અહીં સિમિલન ટાપુઓ જેવા તેના પ્રખ્યાત ડાઇવિંગ સ્થળો પર આવેલા છે.
ફ્લોટિંગ માર્કેટદમનોએન સદુઅક જેવા પ્રતિષ્ઠિત બજારો એક અદભુત અનુભવ પ્રદાન કરે છે, જે નહેરોમાં ફરતા સ્થાનિક જીવન અને માલ-સામાનનું પ્રદર્શન કરે છે.
ઉત્સવો અને ઉજવણીઓસોંગક્રાન (થાઇ નવું વર્ષ) જેવા રંગીન તહેવારોમાં રાષ્ટ્રવ્યાપી જળ લડાઇઓનો સમાવેશ થાય છે, થાઇલેન્ડની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રદર્શિત કરે છે.
ફિલ્મ ઉદ્યોગથાઇલેન્ડનો ફિલ્મ ઉદ્યોગ સમૃદ્ધ છે, જે "ઓંગ-બાક" અને "ધ પ્રોટેક્ટર" જેવી વખાણાયેલી ફિલ્મોનું નિર્માણ કરીને, વૈશ્વિક સ્તરે તેની સિનેમેટિક કૌશલ્યનું પ્રદર્શન કરે છે.
બૌદ્ધ મંદિરોથાઇલેન્ડમાં 40,000 થી વધુ બૌદ્ધ મંદિરો છે, જેમાં દરેક અનન્ય છે, જેમાં વાટ ફો ના પ્રસિદ્ધ રિક્લાઈનિંગ બુદ્ધાનો સમાવેશ થાય છે.
વાનગીઓની વિવિધતાતેના ઉત્કૃષ્ટ રાંધણકળા માટે પ્રખ્યાત, થાઈ ફૂડ પૅડ થાઈ અને ટોમ યમ ગૂંજ જેવી વાનગીઓ મીઠા, ખાટા, ખારા અને મસાલેદાર સ્વાદોને સુમેળમાં સંતુલિત કરે છે.
સૌથી લાંબુ નામથાઇલેન્ડ વૈશ્વિક સ્તરે સૌથી લાંબા સ્થળનું નામ ધરાવતા ગામનું ઘર છે: "ક્રંગથેપમહાનખોન અમોનરત્તનકોસિન મહિન્તરાયુત્તય મહાદિલોકફોપ નોફરાત્રચરોથાનીબુરીમ ઉડોમરચનિવેતમહાસથાન અમોનફિમનવતનસથિત સક્કથત્તિયવિત્સનુકમપ્રસિત.”
હાથીની રાજધાની"વિશ્વની હાથીની રાજધાની" તરીકે માન્યતા પ્રાપ્ત થાઇલેન્ડ આ મહાન પ્રાણીઓ સાથે એક સ્થાયી સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે, જે શક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે.
ટુક-ટુક્સથાઇલેન્ડના શહેરોમાં આઇકોનિક ત્રણ પૈડાવાળા ટુક-ટુક્સ સર્વવ્યાપક છે, જે સ્થાનિકો અને પ્રવાસીઓને માટે પરિવહનની સુવિધાજનક અને સાહસિક પદ્ધતિ પ્રદાન કરે છે.

થાઇલેન્ડ ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

થાઇલેન્ડમાં મુસાફરી કરતી વખતે, તમારે થાઇલેન્ડ ટૂરિસ્ટ વિઝાની અને નીચે આપેલા ડૉક્યુમેન્ટની જરૂર પડશે:

• સંપૂર્ણ રીતે ભરેલ વિઝા એપ્લિકેશન ફોર્મ

• હોટલ અથવા ખાનગી આવાસ બુકિંગની પુષ્ટિ

• સમાપ્તિ સુધી ઓછામાં ઓછા 6 મહિનાવાળો માન્ય પાસપોર્ટ

• અરજદારનો તાજેતરનો 4x6cm ફોટો

• ફાઇનાન્શિયલ પુરાવો: દરેક વ્યક્તિ દીઠ 10,000 બાહ્ટ અથવા બેંક સ્ટેટમેન્ટ દ્વારા પરિવાર દીઠ 20,000 બાહ્ટ

• સંપૂર્ણપણે ચૂકવેલ રાઉન્ડ-ટ્રિપ એર ટિકિટ અથવા ઇ-ટિકિટ

થાઇલેન્ડની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય

થાઇલેન્ડની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મોટાભાગે તમે જે પ્રદેશમાં ફરવા જવાની યોજના ઘડી રહ્યા છો તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે, નવેમ્બરને ફેબ્રુઆરીમાં પ્રાઇમ સીઝનને ચિહ્નિત કરવામાં આવે છે, આ સમયે તાપમાન પ્રમાણમાં ઠંડુ અને વરસાદ બહુ ઓછો હોય છે, જે ફુકેત, બેંગકોક અને ચિયાંગ માઇ જેવા ક્ષેત્રોમાં સાઇટસીઇંગ અને બીચ લાઉન્જિંગ માટે પરફેક્ટ બનાવે છે. આ સમયગાળો આઉટડોર પ્રવૃત્તિઓ અને લોય ક્રેથોંગ જેવા સાંસ્કૃતિક તહેવારોનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ સાથે સારી રીતે સંરેખિત છે.

નીચા ભાવ અને ઓછી ભીડ પસંદ કરતા માંગતા પ્રવાસીઓ માટે, માર્ચથી જૂનના બીન સિઝનના મહિનાઓ ઉત્તમ છે, ખાસ કરીને મધ્ય અને ઉત્તર થાઇલેન્ડમાં માટે. જોકે, ઊંચા તાપમાન અને વારંવાર વરસાદની તૈયારી રાખવી જોઇએ.

જુલાઈથી ઑક્ટોબર સુધીની ચોમાસાની ઋતુમાં વરસાદમાં વધારો થાય છે, ખાસ કરીને પશ્ચિમ તટ પર, છતાં કોહ સમુઈ જેવા વિસ્તારોમાં આ સમય દરમિયાન સૂકા હવામાનનો આનંદ મળે છે. જો તમે થાઇલેન્ડની સૂકા મહિનાઓમાં મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવ તો એકંદર અનુભવ સારો રહી શકે છે અને સંભવિત હવામાન-સંબધિત અવરોધો ઘટાડી શકાય છે, પરંતુ આ બધા સિવાય થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બહુ મહત્વનો છે.

થાઇલેન્ડની મુલાકાત લેતા પહેલાં શ્રેષ્ઠ સમય, હવામાન, તાપમાન અને અન્ય પરિબળો વિશે વધુ જાણવા માટે. થાઇલેન્ડની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય વિશેનો અમારો બ્લૉગ વાંચો.

થાઇલેન્ડ માટે સમગ્ર વર્ષ દરમિયાનની આવશ્યક બાબતો

1. ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિગતો સહિત પાસપોર્ટ, વિઝા અને ટ્રાવેલ ડૉક્યુમેન્ટ.

2. વ્યક્તિગત દવાઓ અને મુસાફરી-સાઇઝની ફર્સ્ટ-એઇડ કિટ.

3. તેજ ઉષ્ણકટિબંધીય સૂર્ય ધરાવતા તાપમાન માટે સનગ્લાસ, સન હેટ અને સનસ્ક્રીન.

4. હરવા ફરવા માટે આરામદાયક વૉકિંગ શૂઝ.

5. બીચ અને પૂલમાં તરવા માટેના કપડાં.

6. ઇલેક્ટ્રોનિક્સ, જેમ કે કેમેરા, અને ચાર્જર/એડેપ્ટર.

7. હાઇડ્રેટેડ રહેવા માટે ફરીથી ઉપયોગ કરી શકાય તેવી પાણીની બોટલ.

થાઇલેન્ડમાં સુરક્ષા અને સાવચેતી માટે લેવાનાં પગલાં

થાઇલેન્ડમાં મુસાફરી કરતી વખતે લેવાના કેટલાક સુરક્ષા અને સાવચેતી પગલાંઓ અહીં આપેલ છે:

• ખાસ કરીને ચોમાસાની ઋતુમાં દરિયાકિનારા પર ભારે કરંટ જેવા કુદરતી જોખમોથી સાવચેત રહો. ચેતવણીના ચિહ્નો અને માર્ગદર્શિકાઓને અનુસરો.

• રિપેલન્ટનો ઉપયોગ કરીને મચ્છરો કરડવાથી બચો અને જો જરૂરી હોય તો, કેટલાક પ્રદેશોમાં મલેરિયા વિરોધી દવાઓના ઉપયોગથી રક્ષણ મેળવો. મુસાફરી કરતા પહેલાં તબીબી સલાહ મેળવો.

• થાઇલેન્ડ ટ્રિપ માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવો, મેડિકલ ઇમરજન્સી અને અનપેક્ષિત ઘટનાઓને કવર કરીને, ચિંતા-મુક્ત ટ્રિપની ખાતરી કરો.

• કૌભાંડીઓ અને પ્રવાસીઓને છેતરવાનો પ્રયત્નો કરતી વ્યક્તિઓથી સતર્ક રહો. અતિશય મૈત્રીપૂર્ણ અજાણ્યા લોકોનો સામનો કરતી વખતે સાવચેતી રાખો, તેઓ એકદમ સાચી લાગે તેવી ડીલ રજૂ કરે છે અને અનિચ્છનીય સલાહ આપે છે.

• ટ્રાફિકથી સાવચેત રહો, ખાસ કરીને રસ્તાઓ પાર કરતી વખતે. થાઇલેન્ડમાં ટ્રાફિક વધારે હોઈ શકે છે ; પેડેસ્ટ્રિયન ક્રોસિંગનો ઉપયોગ કરો અને બંને બાજુ જુઓ.

• બોટલ પાણી પીવો અને સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા અંગે ધ્યાન રાખો. ખાદ્યપદાર્થોથી થતી બીમારીઓનું જોખમ ઓછું કરવા માટે રાંધેલી વાનગીઓ અને છાલ કાઢી શકાય તેવાં ફળો ખાવાનું પસંદ કરો.

• ખાસ કરીને મંદિરોની મુલાકાત લેતી વખતે, સ્થાનિક શિષ્ટાચારનું પાલન કરો,. મર્યાદાયુક્ત પોશાક કરો, ધાર્મિક સ્થળોમાં પ્રવેશતાં પહેલાં તમારાં પગરખાં ઉતારવાનું યાદ રાખો અને જાહેરમાં પ્રેમની અભિવ્યક્તિ કરવાનું ટાળો.

• થાઈ રાજાશાહીને ખૂબજ આદર આપો ; કોઇપણ પ્રકારનો અનાદર ટાળો, કારણ કે તે થાઇલેન્ડમાં ગંભીર ગુનો છે.

• જેટ સ્કી કૌભાંડો, જે પ્રવાસી વિસ્તારોમાં પ્રચલિત છે, ભાડા કરારની સંપૂર્ણ તપાસ કરીને અને ઉપયોગ કરતા પહેલા ચિત્રો લેવાથી સાવચેત રહો.

• સોંગક્રાન તહેવાર દરમિયાન સાવધાની રાખો ; આમ તો આ પાણીની લડાઇની ઉજવણી આનંદકારક છે, પરંતુ આનંદની વચ્ચે અકસ્માતો થઈ શકે છે.

કોવિડ-19 વિશિષ્ટ માર્ગદર્શિકા

• તમારા પોતાના સ્વાસ્થ્ય અને સલામતી માટે જાહેર વિસ્તારોમાં ફેસ માસ્ક પહેરો.

• ભીડવાળી જગ્યાઓમાં સુરક્ષિત અંતર જાળવી રાખો.

• વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખો.

• થાઇલેન્ડમાં કોવિડ-19 સંબંધિત સ્થાનિક નિયમો અને માર્ગદર્શિકાઓને અનુસરો.

• જો તમારામાં કોવિડ-19 ના લક્ષણો વિકસિત થાય તો સ્થાનિક અધિકારીઓને જાણ કરો અને સહકાર આપો.

થાઇલેન્ડમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની યાદી

આ એરપોર્ટ થાઇલેન્ડ અને આસપાસના પ્રદેશમાં સ્થાનિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે મુખ્ય પ્રવેશ બિંદુઓ અને હબ તરીકે સેવા આપે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો અહીં જણાવેલ છે:

શહેર એરપોર્ટનું નામ
બૅંગકૉકડૉન મ્યુએંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DMK)
બૅંગકૉકસુવર્ણભૂમિ એરપોર્ટ (BKK)
ચિયાંગ મેચિયાંગ માઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CNX)
ફુકેતફુકેત ઇન્ટરનેશનલ એરપોર્ટ (HKT)
ક્રાબીક્રાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ (KBV)
હાટ યાઈહાટ યાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (HDY)
રાયોંગ/પટ્ટાયાયૂ-તપાઓ રેયોંગ-પટ્ટાયા ઇન્ટરનેશનલ એરપોર્ટ (UTP)
કોહ સમુઈસમુઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (USM)
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

મનની શાંતિ અને સુરક્ષા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે તમારા સપનાના થાઇલેન્ડ વેકેશનને શરૂ કરો.

થાઇલેન્ડમાં લોકપ્રિય ગંતવ્ય સ્થાનો

થાઇલેન્ડ, આખો દેશ પ્રવાસી આકર્ષણોથી ભરેલો છે, અહીં જોવા માટે થાઇલેન્ડના કેટલાક લોકપ્રિય સ્થળો આપેલાં છે:

1

ફુકેત

પટોંગ અને કાટા જેવા આકર્ષક બીચનું ઘર, ફુકેત તેની સુંદરતા અને રોમાંચક પાણીની પ્રવૃત્તિઓ સાથે મનમોહક બનાવે છે. ફી ફી ટાપુઓના આકર્ષણમાં ડાઇવ કરો અથવા ફુકેતના ઓલ્ડ ટાઉનની સાંસ્કૃતિક સુંદરતામાં ડૂબી જાઓ. આ લોકપ્રિય ગંતવ્યમાં ફરવાની સાથે વાઇબ્રન્ટ નાઇટલાઇફનો આનંદ માણતી વખતે સુવિધાજનક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડને ઑનલાઇન સુનિશ્ચિત કરો.

2

બૅંગકૉક

થાઇલેન્ડની રાજધાની, બેંગકોક, વાટ ફો રિક્લાઇનિંગ બુદ્ધ અને ભવ્ય ગ્રાન્ડ પેલેસ જેવા સાંસ્કૃતિક સીમાચિહ્નોથી ભરેલી છે. ચતુચકમાં તેના વાઇબ્રન્ટ માર્કેટમાં ફરો અથવા સેરેન ચાઓ ફ્રયા રિવર ક્રૂઝનો આનંદ માણો. સુખુમવિત ખળભળાટ મચાવતી નાઇટલાઇફ તરફ ઇશારો કરે છે. આ ગતિશીલ શહેરની સફર થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર પડે છે, જે તેના વિવિધ અનુભવોને નેવિગેટ કરતી વખતે મનની શાંતિ સુનિશ્ચિત કરે છે.

3

ચિયાંગ મે

ઉત્તરમાં સ્થિત, ચિઆંગ માઈમાં પ્રાચીન મંદિરો આવેલાં છે, જેમાં પવિત્ર ડોઇ સુથેપનો સમાવેશ થાય છે. તેનું રાત્રી બજાર સ્થાનિક કારીગરી અને સાંસ્કૃતિક ભવ્યતાનું પ્રદર્શન કરે છે. ઐતિહાસિક સમૃદ્ધિ અને પરંપરાગત આકર્ષણ માટે જાણીતા આ સાંસ્કૃતિક કેન્દ્રમાં ફરતી વખતે ભારતથી થાઈલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.

4

પટ્ટાયા

આ સુંદર દરિયાકિનારો સુંદર વાઇબ્રન્ટ નાઇટલાઇફ અને બીચની વિવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. આ સતત જીવંત વાતાવરણની બહાર સેંચુરી ઑફ ટ્રુથ આવેલ છે, જે એક સાંસ્કૃતિક રત્ન છે. એક સમૃદ્ધ મુલાકાત માટે થાઇલેન્ડ પાસ ઇન્શ્યોરન્સની ખાતરી કરો જે તેની સાંસ્કૃતિક તકો સાથે તેની ઊર્જાસભર બાજુને સંતુલિત કરે છે.

5

ક્રાબી

ચૂનાના પત્થરની ઊંચા પર્વતોના આલિંગનથી બનેલ, મંત્રમુગ્ધ કરતી ક્રાબી લેન્ડસ્કેપ અને રેલે જેવા પ્રખ્યાત દરિયાકિનારા ધરાવે છે. રૉક ક્લાઇમ્બિંગ અથવા આઇલૅન્ડ હૉપિંગ જેવા સાહસિક કાર્યોમાં જોડાઓ. તેનું શ્રેષ્ઠ સૌંદર્ય માણવા થાઇલેન્ડ ટ્રિપ માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર રહે છે, જે તેની કુદરતી અજાયબીઓને સુરક્ષિત અને યાદગાર રીતે માણવાની ખાતરી કરે છે.

6

કોહ સમુઈ

ઉષ્ણકટિબંધીય સ્વર્ગ, કો સમુઈ પ્રાચીન દરિયાકિનારા અને વૈભવી રિસોર્ટથી આકર્ષિત કરે છે. આઇકોનિક બિગ બુદ્ધની મુલાકાત લો અથવા રોમાંચક વોટર સ્પોર્ટ્સમાં સામેલ થાઓ. આ ટાપુની શાંત સુંદરતા અને ગતિશીલ પ્રવૃત્તિઓનો આનંદ માણતી વખતે થાઇલેન્ડ માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે તમારી સફરને સુરક્ષિત કર.

થાઇલેન્ડમાં કરવા જેવી બાબતો

થાઇલેન્ડમાં મુસાફરી કરતી વખતે, તમને ઑફર કરવામાં આવતા સાહસો અનંત છે, જ્યારે તમે ત્યાં હોવ ત્યારે કરવા જેવી કેટલીક બાબતો અહીં જણાવેલ છે:

• ફાંગ ન્ગા ખાડીના ચૂનાના પત્થરોને માણતી વખતે સ્પીડબોટ ટુર પર જાઓ અથવા પ્રોમથેપ કેપ ખાતે શાંત સૂર્યાસ્તનો આનંદ માણો સાથે, થાઈલેન્ડ માટે કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આવશ્યક છે.

• વાટ અરુણની મુલાકાત લો, જે તેની અલંકૃત ડિઝાઇન અને તેના શિખર પરથી ચારેય તરફથી શહેરના સુંદર નજારો જોવા માટે જાણીતું છે. આ ભવ્ય સાંસ્કૃતિક ભવ્ય જગ્યાએ જતાં પહેલાં થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરો.

• એલિફન્ટ નેચર પાર્ક જેવા અભયારણ્યમાં હાથીઓને કુદરતી વાતાવરણમાં જોવાનો આનંદ માણો, યોગ્ય થાઇલેન્ડ પાસ ઇન્શ્યોરન્સ સાથે પર્યાવરણ પ્રત્યે સભાન અનુભવની ખાતરી કરો.

• કોરલ આઇલેન્ડના પ્રિસ્ટિન બીચ પર એક દિવસ માટે જળચર પ્રવૃત્તિઓનો આનંદ લો અથવા આરામ કરો, જે થાઇલેન્ડ માટેના સુરક્ષિત ટ્રાવેલ ઇન્શ્યોરન્સને પૂરક બનાવે છે.

• અદભૂત ચૂનાના પત્થરોના ખડકો વચ્ચે રોમાંચક રૉક ક્લાઇમ્બિંગ અનુભવો સાથે પડકારોનો સામનો કરો, ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે થાઇલેન્ડ પ્રવાસને સુરક્ષિત કરો.

• બેંગકોક અથવા ચિયાંગ માઈમાં રસોઈના વર્ગો સાથે થાઈ રાંધણ પરંપરાઓમાં લીન થઈ જાઓ, સ્થાનિક ભોજનની ઊંડી સમજ મેળવો, જે ભારતમાંથી થાઈલેન્ડ માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સને પૂરક બનાવે છે.

• આ દ્રીપસમૂહ પર કેયકિંગ, સ્નોર્કલિંગ અને સુંદર વ્યૂ પૉઇન્ટ પર હાઇકિંગની અદભુત મજા માણવાની સાથે કૉમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સાથે સુરક્ષાની ખાતરી કરો.

• થાઇલેન્ડ પાસ ઇન્શ્યોરન્સ સાથે જીવંત તહેવારો દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એપ્રિલમાં થાઇલેન્ડની નવા વર્ષની ઉજવણીઓમાં શામેલ થાઇલેન્ડ પાસ ઇન્શ્યોરન્સ.

• થાઇલેન્ડ ટ્રિપ સુરક્ષા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા સાહસિક પ્રવૃત્તિઓ માટે વ્યાપક કવરેજ સુનિશ્ચિત કરીને કોહ તાવના વાઇબ્રન્ટ અંડરવૉટર વર્લ્ડમાં ડાઇવિંગ અથવા સ્નોર્કેલિંગનો આનંદ માણો.

• થાઇલેન્ડ માટે વિશ્વસનીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલા પ્રાચીન શહેરની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટને શોધો.

પૈસાની બચત કરવાની ટિપ્સ

થાઇલેન્ડ જેવા દેશમાં મુસાફરી કરતી વખતે, તમારી પાસે પૈસા બચાવવા માટેની કેટલીક ટિપ્સ અને વ્યૂહરચના હોવી જરૂરી છે જેથી તમે મુસાફરી કરતી વખતે કુશળતાપૂર્વક તમારા પૈસાનો ખર્ચ કરો. અહીં કેટલાક જણાવેલ છે:

• થાઇલેન્ડનાં ઘણાં મંદિરોમાં નિશ્ચિત પ્રવેશ ફીની જગ્યાએ દાનની સલાહ આપવામાં આવે છે. તમારી ક્ષમતા અનુસાર યોગદાન સ્વિકારતાં આવાં ધાર્મિક સ્થળોની મુલાકાત લો.

• શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેર ટૅક્સી અથવા ઓપન-એર ટ્રક પસંદ કરો. તેઓ માત્ર આર્થિક જ નથી પરંતુ ખાસ કરીને ટૂંકા અંતરો માટે સ્થાનિક અનુભવ પણ પ્રદાન કરે છે.

• કરન્સી એક્સચેન્જ ફીને ટાળવા માટે ટ્રાન્ઝૅક્શન માટે થાઈ બાથનો ઉપયોગ કરો. ઘણા વ્યાપારીઓ રોકડ ચુકવણી પસંદ કરે છે, તેથી લોકલ કરન્સી તૈયાર રાખવાથી કેટલીકવાર વધુ સારી ડીલ થઈ શકે છે.

• શેરીના પ્રદર્શનો અથવા સાંસ્કૃતિક શોમાં ભાગ લઈને મફત મનોરંજનનો આનંદ માણો જે પ્રસંગોપાત જાહેર સ્થળોએ યોજાય છે. ખર્ચ કર્યા વિના થાઈ કલ્ચરમાં ઇમર્સ કરવાનો આ એક સારો માર્ગ છે.

• ગ્રામીણ વિસ્તારોમાં સમુદાય આધારિત રહેઠાણો અથવા હોમસ્ટેમાં રહેવાનું વિચારો. આ માત્ર સ્થાનિક સમુદાયોને જ સપોર્ટ કરતું નથી પરંતુ વ્યાજબી દરો પર અનન્ય સાંસ્કૃતિક અનુભવો પણ પ્રદાન કરે છે.

• ઓછા જાણીતા સ્થળો અથવા ઑફબીટ માર્ગો પર સાહસ કરો, જે માત્ર અનન્ય અનુભવો જ પ્રદાન નથી કરતા પરંતુ સાથે-સાથે ઓછા પ્રવાસીઓ અને સેવાઓ તેમજ રહેઠાણની ઓછી કિંમતોને કારણે ઓછા ખર્ચાળ પણ હોય છે.

• સમગ્ર થાઇલેન્ડમાં આયોજિત લોકલ ઇવેન્ટ અથવા ફેસ્ટિવલમાં ભાગ લો. આમાંથી ઘણી ઉજવણીઓ મફત પ્રવેશ પ્રદાન કરે છે અને દેશની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરે છે.

• અર્લી-બર્ડ ડિસ્કાઉન્ટ અથવા પ્રમોશનનો લાભ લેવા માટે પ્રવૃત્તિઓ, ફ્લાઇટ અથવા રહેઠાણ માટે અગાઉથી બુકિંગ કરાવો. અનપેક્ષિત ખર્ચને કવર કરવા માટે થાઇલેન્ડ માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરતી વખતે શ્રેષ્ઠ ડીલને સુરક્ષિત કરવા માટે ઑનલાઇન કિંમતોની તુલના કરો.

• પસંદ કરેલા આકર્ષણોમાં પ્રવેશ ફી પર ડિસ્કાઉન્ટ માટે અથવા ભાગીદાર સંસ્થાનો પર વિશેષ ઑફર માટે થાઇલેન્ડ પાસના લાભોનો ઉપયોગ કરો.

• મંદિરો, બગીચાઓ અને સાંસ્કૃતિક સાઇટ જેવા મફત આકર્ષણોનો આનંદ માણો. પ્રામાણિક અનુભવ માટે સ્થાનિક બજારોને હાઇકિંગ અથવા એક્સપ્લોર કરવા જેવી મફત પ્રવૃત્તિઓમાં ભાગ લો.

• બેંગકોકમાં ચાટુચક અથવા ચિયાંગ માઈમાં નાઇટ બજાર જેવા બજારોમાં તમારી ભાવતાલ કરવાની કુશળતાનો ઉત્તમ ઉપયોગ કરો. યાદગીરીઓ, કપડાં અને સ્થાનિક હસ્તકલાની વસ્તુઓની કિંમતમાં ભાવતાલ કરો.

• ખર્ચ-અસરકારક મુસાફરી માટે ખાનગી ટેક્સીને બદલે સ્થાનિક પરિવહન જેમ કે ટુક-ટુક્સ, સોંગથેવ (ટૅક્સી શેર કરવી) અથવા જાહેર બસો પસંદ કરો. વધુમાં, ભાડા અંગે પહેલાંથી જ ભાવતાલ કરો.

થાઇલેન્ડમાં જાણીતા ભારતીય રેસ્ટોરન્ટની સૂચિ

થાઇલેન્ડમાં અચાનક જ દેશી વાનગીઓ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ છે થાઇલેન્ડમાં આવેલી જાણીતી ભારતીય રેસ્ટોરન્ટની સૂચિ:

• તંદૂર - પટ્ટાયા
ઍડ્રેસ: 219/54 પટ્ટાયા બીચ રોડ, પટ્ટાયા
ખાસ ચાખવાલાયક વાનગી: તંદૂરી ચિકન

• રંગ મહલ - બેંગકોક
ઍડ્રેસ: રેમ્બ્રાન્ડ્ટ હોટલ, 19 સુખુમવિત સોઇ 18, બેંગકોક
ખાસ ચાખવાલાયક વાનગીઓ: બટર ચિકન

• ઇન્ડસ રેસ્ટોરન્ટ - બેંગકોક
ઍડ્રેસ: 43 71 સુખુમવિત સોઇ 26, બેંગકોક
ખાસ ચાખવાલાયક વાનગીઓ: ચિકન ટિક્કા મસાલા

• માયા રેસ્ટોરન્ટ & બાર - ફુકેત
ઍડ્રેસ: 47 G-48 G, બોટ એવેન્યૂ, ચેરંગટલે, થલંગ, ફુકેત
ખાસ ચાખવાલાયક વાનગીઓ: લેમ્બ રોગન જોશ

• ગગ્ગન - બેંગકોક
ઍડ્રેસ: 68/1 સોઈ લંગસુઆન, પ્લોનચિટ રોડ, લમ્પિની, બેંગકોક
ખાસ ચાખવાલાયક વાનગીઓ: નવીન ભારતીય વાનગીઓ (સ્વાદિષ્ટ મેનુ)

• સ્પાઇસ માર્કેટ - ચિયાંગ માઈ
ઍડ્રેસ: ફોર સીઝન રિસોર્ટ, 502 મૂ 1, મેઇ રિમ-સમોઈંગ ઓલ્ડ રોડ, ચિયાંગ માઇ
ખાસ ચાખવાલાયક વાનગીઓ: બિરયાની

• ડોસા કિંગ - બેંગકોક
ઍડ્રેસ: 1533 નવો પેચબુરી રોડ, મક્કાસન, રાચથેવી, બેંગકોક
ખાસ ચાખવાલાયક વાનગીઓ: મસાલા ડોસા

• દિલ્હી દરબાર - બેંગકોક
ઍડ્રેસ: સુખુમવિત સોઈ 22, બેંગકોક
ખાસ ચાખવાલાયક વાનગીઓ: પનીર ટિક્કા અને ગાર્લિક નાન

• ઇન્ડિયન હટ - ફુકેત
ઍડ્રેસ: 38/41-44 મૂ 4, વિસેટ રોડ, રવાઈ, ફુકેટ
ખાસ ચાખવાલાયક વાનગીઓ: ચિકન બિરયાની

• સરવના ભવન - બેંગકોક
ઍડ્રેસ: 21/62 ચૈયાપ્રુક રોડ, બેંગકોક
ખાસ ચાખવાલાયક વાનગીઓ: મસાલા ડોસા અને ફિલ્ટર કૉફી

થાઇલેન્ડમાં સ્થાનિક કાયદા અને શિષ્ટાચાર

થાઈલેન્ડમાં મુસાફરી કરતી વખતે આદરણીય અને ઝંઝટ-મુક્ત અનુભવ માટે નીચેના સ્થાનિક કાયદાઓ અને શિષ્ટાચાર ધ્યાનમાં રાખવા મહત્વપૂર્ણ છે. વધુમાં, થાઇલેન્ડ માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ધરાવવું અણધારી ઘટનાઓ માટે કવરેજ સુનિશ્ચિત કરે છે અને સ્થાનિક નિયમોના અનુપાલનમાં સહાય કરે છે. અહીં કેટલાક જણાવેલ છે:

• મંદિરો અથવા ધાર્મિક સાઇટની મુલાકાત લેતી વખતે, રૂઢિચુસ્ત વસ્ત્રો પહેરો. અંગ પ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરવાનું ટાળો ; તમારા ખભા અને ઘૂંટણને સ્થાનિક રિવાજો અને ધાર્મિક માન્યતાઓના આદરની નિશાની તરીકે ઢાંકો.

• થાઈ રાજાશાહી પ્રત્યે કોઇપણ પ્રકારનો અનાદર ટાળો. શાહી પરિવાર વિશે ટીકા અથવા અપમાનજનક ટિપ્પણીઓ ગેરકાયદેસર છે અને જેલ સહિત ગંભીર પરિણામોમાં પરિણમી શકે છે.

• ઘણા ઘરો, મંદિરો અથવા ચોક્કસ દુકાનોમાં, પ્રવેશ કરતા પહેલાં તમારાં પગરખાં કાઢી નાખવાં આવશ્યક છે. અન્ય લોકો આમ કરી રહ્યા છે કે કેમ તેનું અવલોકન કરો અને નમ્રતા અને સાંસ્કૃતિક જાગૃતિ પ્રદર્શિત કરવા માટે તેને અનુસરો.

• બુદ્ધની મૂર્તિઓ અને કલાકૃતિઓને આદર આપો. તેમની નજીક અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું અથવા પોઝ આપવાનું ટાળો, કારણ કે આ અપમાનજનક માનવામાં આવે છે.

• પરંપરાગત થાઈ ગ્રીટિંગ, જેને "વાઈ" તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અભિવાદન કરતી વખતે તમારી હથેળીઓને પ્રાર્થના જેવા હાવભાવમાં એકસાથે જોડવાની હોય છે. ખાસ કરીને જ્યારે વડીલોને મળો અથવા ઔપચારિક પરિસ્થિતિઓમાં આદરના પ્રતીક તરીકે આ હાવભાવનો ઉપયોગ કરો.

• મંતરેલા માદળિયા અથવા તાવીજ જેવી પવિત્ર વસ્તુઓનું ધ્યાન રાખો ; જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી તેમને સ્પર્શ કરવાનું અથવા તેમના પર ટિપ્પણી કરવાનું ટાળો.

• ખાસ કરીને રૂઢિચુસ્ત વિસ્તારોમાં, જાહેરમાં પ્રેમની અભિવ્યક્તિ કરવાનું ટાળો. જ્યારે તે કેટલાક પ્રવાસન સ્થળોમાં સ્વીકાર્ય હોઈ શકે છે, પરંતુ સ્થાનિકો નારાજ ન થાય તે માટે સંયમ રાખવો વધારે યોગ્ય છે.

• ડ્રગ બાબતે થાઈ કાયદા અત્યંત સખત છે. ડ્રગ (માદક દ્રવ્યો) સાથે રાખવા અથવા હેરાફેરી કરવા બદલ મોટો દંડ થઇ શકે છે, જેમાં લાંબા સમય માટે જેલ અથવા મૃત્યુદંડનો પણ સમાવેશ થાય છે.

થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસ

જ્યારે તમે થાઈલેન્ડમાંથી મુસાફરી કરી રહ્યાં હોવ ત્યારે ધ્યાનમાં રાખવા માટે અહીં તમામ થાઈલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસ અંગે જણાવેલ છે:

થાઇલેન્ડ-આધારિત ભારતીય દૂતાવાસ કામના કલાકો ઍડ્રેસ
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, ચિયાંગ મેસોમ-શુક્ર: 9 AM - 5 PM33/1, થંગ હોટલ રોડ, વૉટ કેટ, ચિયાંગ માઇ
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, ફુકેતસોમ-શુક્ર: 9 AM - 5 PM25/25, મ્યુએંગ માઈ રોડ, ટી. તાલાદ્યાઈ, ફુકેત ટાઉન
ભારતીય દૂતાવાસ, બેંગકોકસોમ-શુક્ર: 9 AM - 5:30 PM46. સોઈ પ્રસારણમિત્ર, સુખુમવીત સોઈ 23, બેંગકોક

સૌથી વધુ મુલાકાત લેવાતા દેશો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો

દેશોની સૂચિ જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે

માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન

શેંગેન દેશો

  • ફ્રાંસ
  • સ્પેન
  • બૅલ્જિયમ
  • ઑસ્ટ્રિયા
  • ઇટાલી
  • સ્વીડન
  • લિથુઆનિયા
  • જર્મની
  • નેધરલૅન્ડ્સ
  • પોલૅન્ડ
  • ફિન્લૅન્ડ
  • નૉર્વે
  • માલ્ટા
  • પોર્તુગલ
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • ઇસ્ટોનિયા
  • ડેન્માર્ક
  • ગ્રીસ
  • આઇસલૅન્ડ
  • સ્લોવાકિયા
  • ચેકિયા
  • હંગેરી
  • લાત્વિયા
  • સ્લોવિનિયા
  • લિક્ટનસ્ટાઇન અને લક્ઝમબર્ગ
 માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન

અન્ય દેશો

  • ક્યૂબા
  • ઈક્વાડોર
  • ઈરાન
  • ટર્કી
  • મોરૉક્કો
  • થાઇલેન્ડ
  • UAE
  • ટોગો
  • અલ્જીરિયા
  • રોમેનિયા
  • ક્રોએશિયા
  • મોલ્દોવા
  • જૉર્જિયા
  • અરુબા
  • કંબોડિયા
  • લૅબનૉન
  • સિશેલ્સ
  • એન્ટાર્કટિકા

સ્ત્રોત: VisaGuide.World

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફ્લાઇટમાં વિલંબ, સામાનનું નુકસાન અને અન્ય મુસાફરી સંબંધિત અસુવિધાઓની ચિંતા ઘટાડે છે.

તાજેતરનાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
Top International Festivals for Your 2024 Travel Bucket List

Top International Festivals for Your 2024 Travel Bucket List

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
8 International Sporting Events to Spark Your 2024 Travels

8 International Sporting Events to Spark Your 2024 Travels

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
Your Passport to the Future: 2024's Top International Study Destinations & Travel Insurance Essentials

Your Passport to the Future: 2024's Top International Study Destinations & Travel Insurance Essentials

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
Top Destinations for Digital Nomad in 2024

Top Destinations for Digital Nomad in 2024

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
Luxury Redefined: Dream Destinations for Indian Travellers in 2024

Luxury Redefined: Dream Destinations for Indian Travellers in 2024

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

વારંવાર પૂછાતા પ્રશ્નો

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખાસ ભલામણ કરવામાં આવે છે. તે મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને અણધારી ઘટનાઓ માટે કવરેજ પ્રદાન કરે છે, જે તમને તમારી મુસાફરી દરમિયાન મનની શાંતિ પ્રદાન કરે છે. તમારી ટ્રિપને પૂરતા પ્રમાણમાં કવર કરવા માટે ભારતથી થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરો.

વિવિધ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ થાઇલેન્ડ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે ઑનલાઇન ખરીદીના વિકલ્પો ઑફર કરે છે. તેમની વેબસાઇટની મુલાકાત લો, પ્લાનની તુલના કરો અને તમારી મુસાફરીની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે પસંદ કરો.

આવશ્યક વસ્તુઓમાં ગરમ વાતાવરણ માટે યોગ્ય હોય તેવાં હળવાં કપડાં, સનસ્ક્રીન, કીટ ભગાડનાર, આરામદાયક ફૂટવેર, અને મંદિરોની મુલાકાત દરમિયાન પહેરી શકાય તેવાં કપડાંનો સમાવેશ થાય છે. ઉપરાંત, કોઈપણ જરૂરી દવાઓ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ટ્રાવેલ અડૅપ્ટર પૅક કરો.

થાઈ બાથ (THB) એ લોકલ કરન્સી છે. સ્થાનિક ટ્રાન્ઝૅક્શન માટે થાઈ બાથને સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ મોટાભાગનાં ક્રેડિટ કાર્ડ પ્રવાસી વિસ્તારોમાં વ્યાપક રીતે સ્વીકારવામાં આવે છે.

આ સમયગાળો તમારી પ્રવાસની માર્ગદર્શિકા પર આધારિત છે. ઘણા પ્રવાસીઓ બેંગકોક, ચિયાંગ માઈ અને ફૂકેત જેવા લોકપ્રિય સ્થળો ફરવામાં 7-10 દિવસ વિતાવે છે. વ્યાપક અનુભવ માટે, 2-3 અઠવાડિયામાં વધુ પ્રદેશોને આવરી શકે છે.

થાઇલેન્ડ સામાન્ય રીતે પ્રવાસીઓ માટે સુરક્ષિત છે. જો કે, ભીડવાળી જગ્યાઓમાં સાવચેતી રાખો, ઘોડાઓથી સાવચેત રહો અને સ્થાનિક રીત-રિવાજો અને કાયદાઓનો આદર કરો.

થાઇ વાનગીઓમાં બહુ વિવિધતા છે. પેડ થાઇ, ટોમ યુમ ગુંગ, ગ્રીન કરી અને મેંગો સ્ટિકી રાઇસ ખાસ ચાખો. અધિકૃત રાંધણ અનુભવ માટે સ્ટ્રીટ ફૂડ અજમાવવું જરૂરી છે.

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ
એચડીએફસી અર્ગો પાસેથી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

તો તમે આને વાંચી લીધું? હવે ટ્રાવેલ પ્લાન ખરીદવા માંગો છો?