ક્લેઇમ પ્રોસેસ

માત્ર ઇમરજન્સી તબીબી ખર્ચ અને દાંતના ખર્ચ માટે કૅશલેસ ક્લેઇમની નોંધણી (કૅશલેસ સુવિધા હેઠળ માત્ર આટલું કવર કરવામાં આવે છે) TPA - એલાયન્સ ગ્લોબલ આસિસ્ટ એક TPA છે જે વિદેશની હૉસ્પિટલો સાથે સંપર્ક ધરાવે છે.

  • કૃપા કરીને અહીં ક્લિક કરો ક્લેઇમ ફોર્મ માટે.
  • "ROMIF અને ક્લેઇમ ડૉક્યુમેન્ટ્સ (દાવાના દસ્તાવેજની સૂચિ દાવા ફોર્મ પર ઉપલબ્ધ છે)ની સાથે સંપૂર્ણપણે ભરેલ અને યોગ્ય રીતે સહી કરેલ ક્લેઇમ ફોર્મ કૃપા કરીને medical.services@allianz.com પર મોકલો. ROMIF ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
  • હૉસ્પિટલમાં કૅશલેસ સુવિધાની તપાસ TPA દ્વારા કરવામાં આવશે અને તેની વ્યવસ્થા કરશે. આ પ્રક્રિયાનો સમયગાળો 24 કલાકનો રહેશે.
  • વિદેશમાં તબીબી કટોકટીના કિસ્સામાં અમારી નેટવર્ક હૉસ્પિટલો વિશે માહિતી મેળવો.
ભારતની બહાર ટોલ ફ્રી: + 800 0825 0825. કૃપા કરીને નંબર ડાયલ કરતા પહેલાં સંબંધિત દેશનો કોડ ઉમેરો. દેશના કોડ માટે કૃપા કરીને અહીં ક્લિક કરો. દાખલા તરીકે: જો તમે કેનેડામાંથી ફોન કરી રહ્યા છો તો +011 800 0825 0825 ડાયલ કરો

ઇમેઇલ - travelclaims@hdfcergo.com

ક્લેઇમની સરળ પ્રોસેસિંગ માટે નીચેની વિગતો સબમિટ કરવાની ખાતરી કરો

કૅન્સલ કરેલ ચેક સાથે ક્લેઇમ ફોર્મમાં NEFT ની વિગતો પ્રદાન કરો.
₹1 લાખ અને તેનાથી વધુના તમામ ક્લેઇમ માટે નીચેનામાંથી કોઈપણ KYC ડૉક્યૂમેન્ટની ફોટોકૉપી સાથે KYC (તમારા કસ્ટમરને જાણો) ફોર્મ પ્રદાન કરો. KYC ફોર્મ માટે અહીં ક્લિક કરો.
KYC ડૉક્યુમેન્ટ: આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર ID વગેરે

ક્લેઇમ માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

આકસ્મિક મૃત્યુ
  • ROMIF ફોર્મ – અહીં ક્લિક કરો
  • યોગ્ય રીતે ભરેલ સંલગ્ન ક્લેઇમ ફોર્મ (સેક્શન B, સેક્શન C - પાના 1,2,3 ફરજિયાત).
  • કન્સલ્ટેશન નોટ અથવા ઇમરજન્સી રૂમના ડૉક્ટરના મેડિકલ રિપોર્ટ અથવા સંબંધિત સારવારના પેપર અથવા ડિસ્ચાર્જનો સારાંશ. (ફરજિયાત ડૉક્યુમેન્ટ).
  • ભારતમાંથી પ્રવેશની તારીખ દર્શાવતી પાસપોર્ટની નકલ.
  • થયેલા ખર્ચ માટે તમામ સંબંધિત મૂળ બિલ.
  • હૉસ્પિટલને ચૂકવણી કર્યાના પુરાવારૂપે રસીદ અથવા અન્ય કોઈપણ ડૉક્યુમેન્ટ.
  • પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટ અથવા કૉરોનરનો રિપોર્ટ.
  • મૃત્યુનું પ્રમાણપત્ર.
  • પોલીસ નિરીક્ષણનો અંતિમ અહેવાલ.
  • રદ્દ કરેલ ચેકની નકલ.
ઇમરજન્સી મેડિકલ ખર્ચ
  • ROMIF ફોર્મ – અહીં ક્લિક કરો
  • યોગ્ય રીતે ભરેલ સંલગ્ન ક્લેઇમ ફોર્મ (સેક્શન B, સેક્શન C - પાના 1,2,3 ફરજિયાત).
  • કન્સલ્ટેશન નોટ અથવા ઇમરજન્સી રૂમના ડૉક્ટરનો મેડિકલ રિપોર્ટ.
  • સંબંધિત સારવાર પેપર અથવા ડિસ્ચાર્જ સારાંશ.
  • ભારતમાંથી અને ભારત તરફ મુસાફરી સાથે સંબંધિત (પ્રારંભના સ્થળથી અંતિમ સ્થળ) પ્રવેશની તથા નિકાસની તારીખ દર્શાવતી પાસપોર્ટની નકલ.
  • થયેલા ખર્ચ માટે તમામ સંબંધિત મૂળ બિલ.
  • હૉસ્પિટલને ચુકવણી કર્યાના પુરાવારૂપે તમામ બિલની ચુકવણીની રસીદ અથવા કોઈપણ અન્ય ડૉક્યુમેન્ટ.
  • રદ્દ કરેલ ચેકની નકલ.
ઇમર્જન્સી ડેન્ટલ સારવાર
  • ROMIF ફોર્મ – અહીં ક્લિક કરો
  • દાવેદાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલ સંલગ્ન ક્લેઇમ ફોર્મ (સેક્શન B, સેક્શન C - પાનાં 1,2,3 ફરજિયાત).
  • કન્સલ્ટેશન નોટ અથવા ઇમરજન્સી રૂમના ડૉક્ટરનો મેડિકલ રિપોર્ટ.
  • સંબંધિત સારવાર પેપર અથવા ડિસ્ચાર્જ સારાંશ.
  • ભારતમાંથી અને ભારત તરફ મુસાફરી સાથે સંબંધિત (પ્રારંભના સ્થળથી અંતિમ સ્થળ) પ્રવેશની તથા નિકાસની તારીખ દર્શાવતી પાસપોર્ટની નકલ.
  • થયેલા ખર્ચ માટે તમામ સંબંધિત મૂળ બિલ.
  • રદ્દ કરેલ ચેકની નકલ
સામાન અને વ્યક્તિગત દસ્તાવેજોને નુકસાન
  • ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલ સંલગ્ન ક્લેઇમ ફોર્મ (સેક્શન F સાથે પાનાં 1,2,3).
  • વસ્તુ ખોવાઈ જવાન અથવા ચોરીના કિસ્સામાં સંબંધિત પોલીસ અધિકારી પાસેથી મેળવવાનો અસલ FIR રિપોર્ટ.
  • જો ઉપલબ્ધ હોય તો, ઇન્શ્યોર્ડ વ્યક્તિના જૂના પાસપોર્ટની નકલ. (પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં).
  • ઝવેરાતને લગતા ક્લેઇમ માટે, ઇન્શ્યોરન્સનો સમયગાળો શરૂ થયા પહેલાં જારી કરાયેલ મૂલ્યાંકન પ્રમાણપત્રોની મૂળ અથવા પ્રમાણિત નકલ સબમિટ કરો.
  • પાસપોર્ટ બદલવા માટે દૂતાવાસની મૂળ રસીદ અથવા પાસપોર્ટ ઑફિસની રસીદ. (પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં).
  • ઇમર્જન્સી ટ્રાવેલ સર્ટિફિકેટ. (પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં).
  • નવા પાસપોર્ટની નકલ. (પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં).
  • કૅન્સલ કરેલ ચેકની કૉપી.. નોંધ કરો: વ્યક્તિગત ડૉક્યુમેન્ટમાં ઇન્શ્યોર્ડ વ્યક્તિનું ઓળખ કાર્ડ (જો લાગુ પડતું હોય તો), રેશન કાર્ડ, વોટર આઇડેન્ટિટી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને કાર લાઇસન્સનો સમાવેશ થાય છે.
ચેક્ડ બેગેજનું ખોવાઈ જવું (બેગેજના નુકસાન સહિત)
  • ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે પૂર્ણ અને સહી કરેલ સંલગ્ન ક્લેઇમ ફોર્મ (વિભાગ D સાથે પાનાં 1,2,3).
  • એરલાઇન્સ તરફથી ઓરિજિનલ પ્રોપર્ટી ઇરરેગ્યુલારીટી રિપોર્ટ (PIR).
  • એરલાઇન્સને સબમિટ કરેલ ક્લેઇમ ફોર્મ, તેમના ખોવાયેલ/ક્ષતિગ્રસ્ત વસ્તુઓના ઉલ્લેખ સાથે સંબંધિત ખર્ચ. (ફરજિયાત).
  • સામાન ખોવાઈ જવો/નુકસાનનો રિપોર્ટ અથવા એરલાઇન્સ તરફથી પત્ર અથવા એરલાઇન્સ તરફથી વસ્તુઓ ખોવાઈ જવાની પુષ્ટિ કરતા કોઈપણ અન્ય ડૉક્યુમેન્ટ.
  • બોર્ડિંગ પાસ, ટિકિટ અને સામાન ટૅગની કૉપી.
  • મુસાફરી સંબંધિત ભારતમાંથી પ્રવેશની તારીખ અને પ્રસ્થાનની તારીખ દર્શાવતા પાસપોર્ટની કૉપી.
  • એરલાઇન્સ તરફથી પ્રાપ્ત વળતરની વિગતો, જો કોઈ હોય તો.
  • ખોવાયેલી વસ્તુઓનું અસલ બિલ/રસીદ.
  • રદ્દ કરેલ ચેકની નકલ.
સામાનમાં વિલંબ
  • ક્લેઇમ ફોર્મ (પાનાં 1,2,3 સેક્શન F - ઇન્શ્યોર્ડ વ્યક્તિ દ્વારા યોગ્ય રીતે ભરવામાં આવેલ અને સહી કરેલ.
  • વસ્તુ ખોવાયા તારીખ અને સમયનો ઉલ્લેખ કરતો એરલાઇન્સ તરફથી ઓરિજિનલ પ્રોપર્ટી ઇરરેગ્યુલારીટી રિપોર્ટ (PIR).
  • સામાનમાં વિલંબ થયો હોય તે સમયગાળાનો ઉલ્લેખ કરતી એરલાઇન્સનો પત્ર અથવા જે સમયગાળા માટે સામાનમાં વિલંબ થયો હોય તેના પુરાવાના સૂચક અન્ય કોઈપણ ડૉક્યુમેન્ટ. (ફરજિયાત).
  • બોર્ડિંગ પાસ, ટિકિટ અને સામાન ટૅગની કૉપી.
  • મુસાફરી સંબંધિત ભારતમાંથી પ્રવેશની તારીખ અને પ્રસ્થાનની તારીખ દર્શાવતા પાસપોર્ટની કૉપી.
  • એરલાઇન્સ તરફથી પ્રાપ્ત વળતરની વિગતો, જો કોઈ હોય તો.
  • સામાનમાં વિલંબ થવાના સમયગાળા દરમિયાન ખરીદવાની જરૂર હોય તેવા ટોયલેટરીઝ, દવા અને કપડાંની જરૂરી તાત્કાલિક ખરીદી માટે મૂળ બિલ/રસીદ/બિલ (ફરજિયાત)
  • રદ્દ કરેલ ચેકની નકલ
    નોંધ કરો: ક્લેઇમની ચુકવણી માત્ર સામાનમાં વિલંબના પરિણામે થતા ખર્ચની રસીદ સામે કરી શકાય છે.
ટ્રિપ કૅન્સલેશન
  • સંબંધિત પુરાવા સાથે ટ્રિપ કૅન્સલેશનના કારણનો ઉલ્લેખ કરતો ઇન્શ્યોર્ડ વ્યક્તિનો પત્ર.
  • મુસાફરી માટે અગાઉથી કરેલા મુસાફરી અને રહેવાની વ્યવસ્થા માટેના ખર્ચનો પુરાવો.
  • મુસાફરીની ટિકિટ માટે એરલાઇન્સ તરફથી રિફંડપાત્ર રકમની વિગતો.
  • રદ્દ કરેલ ચેકની નકલ
ટ્રિપમાં રૂકાવટ
  • સંબંધિત પુરાવા સાથે ટ્રિપ કૅન્સલેશનના કારણનો ઉલ્લેખ કરતો ઇન્શ્યોર્ડ વ્યક્તિનો પત્ર.
  • મુસાફરી માટે અગાઉથી કરેલા મુસાફરી અને રહેવાની વ્યવસ્થા માટેના ખર્ચનો પુરાવો.
  • એરલાઇન્સ પાસેથી રિફંડપાત્ર રકમની વિગતો, અગાઉથી બુક કરેલી હોટેલ.
  • રદ્દ કરેલ ચેકની નકલ.
કૅશનું નુકસાન
  • દાવેદાર દ્વારા યોગ્ય રીતે ભરવામાં આવેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ (પાનાં 1,2,3).
  • નુકસાન અથવા ચોરીની સ્થિતિમાં સંબંધિત પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત કરવાની FIR રિપોર્ટની અસલ/ફોટો કૉપી. આ એક લેખિત પુરાવો છે જે કન્ફર્મ કરે છે કે ચોરીને કારણે નુકસાન થયું છે.
  • ક્લેઇમની રકમના પુરાવા તરીકે, ઇન્શ્યોરન્સ દ્વારા સુરક્ષિત મુસાફરી શરૂ થયાના બોતેર (72) કલાકની અંદર કરવામાં આવેલ રોકડ ઉપાડ/ટ્રાવેલર્સ ચેકની માહિતી.
  • મુસાફરીની ટિકિટ માટે એરલાઇન્સ પાસેથી રિફંડપાત્ર રકમની વિગતો.
  • ભારતમાંથી અને ભારત તરફ મુસાફરી સાથે સંબંધિત (પ્રારંભના સ્થળથી અંતિમ સ્થળ) પ્રવેશની તથા નિકાસની તારીખ દર્શાવતી પાસપોર્ટની નકલ.
  • રદ્દ કરેલ ચેકની નકલ.
ફ્લાઇટમાં વિલંબ
  • દાવેદાર દ્વારા યોગ્ય રીતે ભરવામાં આવેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ (સેક્શન H ધરાવતાં પાનાં 1,2,3 ફરજિયાત છે).
  • ઉડાનમાં વિલંબના પરિણામે આવશ્યક ખરીદી પર થયેલ ખર્ચનું બિલ, જેમ કે ભોજન, રિફ્રેશમેન્ટ અથવા અન્ય સંબંધિત ખર્ચ. (ફરજિયાત)
  • ઉડાનમાં વિલંબનો સમયગાળો અને કારણ સ્પષ્ટપણે દર્શાવતો તથા તેની પુષ્ટિ કરતો વિમાન કંપનીનો પત્ર
  • બોર્ડિંગ પાસની કૉપી, ટિકિટ.
  • રદ્દ કરેલ ચેકની નકલ.
    નોંધ કરો: ક્લેઇમની ચુકવણી માત્ર ફ્લાઇટમાં વિલંબના પરિણામે થતા ખર્ચની રસીદ પર જ કરી શકાય છે.
  • અકસ્માતના પ્રકાર અને દાખલ કરેલ ક્લેઇમના આધારે ઉપરોક્ત ઉલ્લેખિત ડૉક્યૂમેન્ટ ઉપરાંત ડૉક્યુમેન્ટ માંગવામાં આવી શકે છે.
  • કૃપા કરીને મોકલવામાં આવેલા દસ્તાવેજોની એક નકલ તમારા રેકોર્ડ માટે જાળવી રાખો.
  • તમે અમારા ક્લેઇમ પ્રોસેસિંગ સેલને નીચેના ઍડ્રેસ પર પણ જોડાણ સાથે ક્લેઇમ ફોર્મ મોકલી શકો છો :
    એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ
    6th ફ્લોર, લીલા બિઝનેસ પાર્ક,
    અંધેરી કુર્લા રોડ,
    અંધેરી - પૂર્વ,
    મુંબઈ- 400 059,
    ભારત
એવૉર્ડ અને સન્માન
x