Honda Motors Insurance Online
MOTOR INSURANCE
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / હોન્ડા / હોન્ડા સીટી
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ઝડપી ક્વોટેશન

હું આથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સને 10pm પહેલાં મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સંમત છું કે આ સંમતિ મારી NDNC રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.

Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • ઍડ-ઑન કવરેજ
  • FAQ

હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ

હોન્ડા સિટી ભારતમાં જાપાનીઝ બ્રાન્ડનું આઇકોનિક મોડેલ છે. તે 1998 વર્ષમાં શરૂ થયા પછી ભારતમાં હોન્ડાના સૌથી મોટા વિક્રેતા રહ્યા છે. વર્ષોથી, તકનીકી રીતે અદ્યતન કાર નિર્માતા તરીકે હોન્ડાની પ્રતિષ્ઠા, સિટી અને તેની સફળતા દ્વારા પ્રચારિત કરવામાં આવી છે.

હોન્ડા સિટી તેના સેગમેન્ટમાં સૌથી વધુ સુવિધાજનક કાર છે. તેની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ છે - ઇલેક્ટ્રિક સનરૂફ, ઑટોમેટિક હેડલેમ્પ અને વાઇપર, ચામડાની બેઠક સીટ, ઇન-બિલ્ટ નેવિગેશન સાથે 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ યુનિટ અને 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ.

હોન્ડા સિટી તેના સેગમેન્ટમાં રિયર લેગરૂમ અને શોલ્ડર રૂમની પુષ્કળ માત્રા સાથે ત્રણ વ્યક્તિઓને આરામથી બેસવા માટેની એક વિશાળ કાર પણ છે. 510 લિટરની વિશાળ બૂટ સ્પેસે સુનિશ્ચિત કર્યું છે કે હોન્ડા સિટી હજી પણ પારિવારિક ગ્રાહકોમાં પ્રિય છે. હોન્ડાની વિશ્વસનીયતા અને વેચાણ પછીના સર્વિસ નેટવર્કમાં ઉમેરો કરતાં, સિટી તેના સેગમેન્ટમાં એક મજબૂત દાવેદાર છે.

એચડીએફસી અર્ગો હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના કારણો

Save Up to 70% On Your car insurance premiums!
અમારા 80% કાર ક્લેઇમ એકˇ જ દિવસમાં સેટલ કરવામાં આવે છે
જ્યારે અદ્ભુત ક્વોટ્સ માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ હોય તો અન્યત્ર શોધવાની શું જરૂર છે?
Go Cashless! With 9000+ Cashless Garages
કૅશલેસ રહો! 9000 થી વધુ કૅશલેસ ગેરેજ સાથે
9000 થી વધુ ગેરેજનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલ છે, શું આ સંખ્યા મોટી નથી? માત્ર આટલું જ નહીં, તમે IPO એપ અને વેબસાઇટ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરાવી શકો છો અને અમે તમારા ક્લેઇમને 30* મિનિટની અંદર મંજૂર કરીએ છીએ.
Why Limit Your Claims? Go Limitless!
તમારા ક્લેઇમને શા માટે મર્યાદિત કરવું? અમર્યાદિત બનો***!
એચડીએફસી અર્ગોમાં તમે અમર્યાદિત દાવા કરી શકો છો! અમે માનીએ છીએ કે તમે સાવધાનીપૂર્વક વાહન ચલાવો છો, પરંતુ તમે કોઈ ક્લેઇમ કરવા માંગો છો, તો કરી શકો છો.
Overnight Car Repair Services
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસીસ
અમે કોઈપણ ઝંઝટ વગર સવારથી સાંજ સુધી, નજીવા આકસ્મિક નુકસાનને રિપેર કરીએ છીએ. તમે માત્ર અમારો સંપર્ક કરો; અમે રાત્રે તમારી કારને પિકઅપ કરીશું, તેને રિપેર કરીશું અને સવારે તમારા ઘર પર ડિલિવર કરીશું.

હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ હેઠળ શું શામેલ છે?

Accidents
અકસ્માત

અકસ્માત અનિશ્ચિત છે. શું અકસ્માતને કારણે તમારી કારને નુકસાન થયું છે? તો ચિંતા કરશો નહીં! અમે તેને કવર કરીએ છીએ!

Fire & Explosion
આગ અને વિસ્ફોટ

બૂમ! આગ તમારી કારને આંશિક અથવા સંપૂર્ણપણે નુકસાન પહોંચાડી શકે છે, આગ અને વિસ્ફોટને કારણે કોઈપણ નુકસાન થઈ શકે છે. ચિંતા કરશો નહીં, અમે તેને સંભાળી લઈશું.

Theft
ચોરી

કાર ચોરાઈ ગઈ છે? ખૂબ દુર્ભાગ્યપૂર્ણ લાગે છે! તમે તેના વિશે ચિંતા કરો તે પહેલાં, અમને તમને જણાવવા દો કે અમે તેને સુરક્ષિત કરીશું!

Calamities
આપત્તિઓ

ભૂકંપ, ભૂસ્ખલન, પૂર, હુલ્લડ, આતંકવાદ વગેરેને કારણે તમારી મનપસંદ કારને નુકસાન થઈ શકે છે. વધુ વાંચો...

Personal Accident
વ્યક્તિગત અકસ્માત

જો તમારી પાસે ₹15 લાખની વૈકલ્પિક વ્યક્તિગત અકસ્માત પૉલિસી છે, તો તમે આ કવર જતું કરી શકો છોવધુ વાંચો...

Third Party Liability
થર્ડ પાર્ટી લાયબિલિટી

જો તમારું વાહન અકસ્માતે થર્ડ વ્યક્તિની મિલકતોને ઈજાઓ અથવા નુકસાન પહોચાડે તેવા કિસ્સામાં, અમે તે નુકસાન બદલ સંપૂર્ણ કવરેજ પ્રદાન કરીએ છીએ વધુ વાંચો...

હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સમાં શું શામેલ નથી?

Depreciation
ડેપ્રિશિયેશન

અમે કારના મૂલ્યમાં ઘસારાને કવર કરતા નથી.

Electrical & Mechanical Breakdown
ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉન

અમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કોઈપણ ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉન કવર કરવામાં આવતા નથી.

Illegal Drivin
ગેરકાયદેસર ડ્રાઇવિંગ

જો તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો તમારું કાર ઇન્શ્યોરન્સ કાર્યવાહીથી બહાર થઈ જાય છે. ડ્રગ્સ/દારૂના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરવાથી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવરેજ પ્રાપ્ત થતું નથી.

હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ હેઠળ ઍડ-ઑન કવર

હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-ઝીરો ડેપ્રિશિયેશન કવર
ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે સંપૂર્ણ રકમ મેળવો!

સામાન્ય રીતે, તમારી પૉલિસી ડેપ્રિશિયેશનની રકમ કાપ્યાં પછી જ તમને ક્લેઇમની રકમ ચૂકવશે. તમારી પૉલિસીના શબ્દોમાં ઘસારાની વિગતો શામેલ હશે. તેથી, તમે સંપૂર્ણ રકમ મેળવવા માટે શું કરી શકો છો? એક માર્ગ છે! ઝીરો-ડેપ્રિશિયેશન કવર! ઝીરો ડેપ્રિશિયેશન સાથે, કોઈ ડેપ્રિશિયેશન કપાતું નથી, અને તમને તમારા હાથમાં સંપૂર્ણ રકમ મળે છે !


How does it Work? If you car is damaged and the claim amount is Rs 15,000, out of which insurance company says that you may have to pay 7000 as depreciation amount excluding policy excess/deductible. If you buy this add on cover then, the insurance company will pay the entire assessed amount. However, policy excess/deductible needs to be paid by the customer, which is quite nominal.
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ - નો-ક્લેઇમ બોનસ સુરક્ષા
આની મદદથી તમે તમારા NCB ને સુરક્ષિત કરી શકો

વાહનને અથવા વિન્ડશીલ્ડ ગ્લાસને બાહ્ય અસર, પૂર, આગ વગેરેને કારણે થયેલા નુકસાનના ક્લેઇમના કિસ્સામાં, આ ઍડ-ઑન કવર માત્ર તમારા નો-ક્લેમ બોનસને સુરક્ષિત કરતું નથી, પરંતુ તેને આગલા NCB સ્લેબ પર ટ્રાન્સફર પણ કરે છે.


How does it work? Consider a situation wherein your parked car gets damaged due to collision or any other calamity, No Claim bonus protection shall keep your NCB of 20% protected for the same year and take it smoothly to the next year slab of 25%. This cover can be availed upto 3 claims during the entire policy duration.
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-ઇમરજન્સી સહાય કવર
અમે તમને કવર કર્યું છે!

અમે તમને તમારી કારની કોઈપણ ટેકનિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉન સમસ્યાઓ સાથે ડીલ કરવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક મદદ પ્રદાન કરવા માટે અહીં છીએ! ઇમર્જન્સી સહાયતા કવરમાં સાઇટ પર નાની રિપેર, ચાવી ખોવાય તેની સહાય, ડુપ્લિકેટ ચાવીની સમસ્યા, ટાયર બદલવા, બૅટરી જમ્પ સ્ટાર્ટ, ફયુલ ટેન્ક ખાલી થયું અને ટોઇંગ શુલ્ક શામેલ છે! 


How does it work? Under this add on cover there are multiple benefits which can be availed by you. For instance, If you are driving your vehicle and there is damage, it needs to be towed to a garage. With this add on cover, you may call the insurer and they will get your vehicle towed to the nearest possible garage upto 100 kms from your declared registered address.
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-રિટર્ન ટૂ ઇનવૉઇસ
IDV અને વાહનના બિલ મૂલ્ય વચ્ચેની તફાવતની રકમ પ્રદાન કરે છે

એક દિવસ તમને ખબર પડે કે તમારી કાર ચોરાઈ ગઈ છે અથવા સંપૂર્ણપણે નાશ પામી છે તો આના કરતા વધુ ખરાબ શું હોય શકે? તમારી પૉલિસી હંમેશા તમારા વાહનની IDV (ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ) ની ચુકવણી કરશે. IDV વાહનની વર્તમાન બજાર કિંમત બરાબર છે. પરંતુ, રિટર્ન ટુ ઇનવૉઇસ ઍડ-ઑન સાથે, તમને ઇન્વોઇસ વેલ્યૂ અને IDV વચ્ચેની તફાવતની રકમ પણ મળે છે! તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે એક FIR ફાઇલ કરવામાં આવી છે અને ઘટના પછી 90 દિવસની અંદર કાર ફરી મળી નથી .


તે કેવી રીતે કામ કરે છે? જો તમે 2007 માં વાહન ખરીદ્યું છે અને ખરીદ કિંમત ₹7.5 લાખ છે. બે વર્ષ પછી, ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (આઇડીવી) ₹5.5 લાખ હશે અને તેનું રિપેરીંગ ન થઈ શકે તેટલું નુકસાન થાય છે અથવા ચોરાઈ જાય છે, તો તમને મૂળ ખરીદ કિંમત જેટલી જ રકમ ₹7.5 લાખ મળશે. આ ઉપરાંત, તમને રજિસ્ટ્રેશન શુલ્ક અને લાગુ ટેક્સ પણ ચૂકવવામાં આવશે. પૉલિસી શેડ્યૂલ મુજબ એક્સેસ/કપાતપાત્ર તમારે ચૂકવવાનું રહેશે.
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર
જ્યારે વરસાદ અથવા પૂર દરમિયાન પાણી એન્જિનમાં પ્રવેશ કરે ત્યારે તમારી કારના એન્જિનને થતાં નુકસાનથી સુરક્ષિત કરે છે

ધોધમાર વરસાદ હોય કે ધસમસતા પૂરના મોજા, તમારા વાહનના ગિયરબૉક્સ અને એન્જિન 'એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન કવર'થી સુરક્ષિત રહે છે! તે બધા બાળ ભાગો (ચાઇલ્ડ પાર્ટ) અથવા આંતરિક ભાગોના રિપ્લેસમેન્ટ અથવા રિપેર માટે ચુકવણી કરે છે. વધુમાં, તે શ્રમ ખર્ચ, કમ્પ્રેશન ટેસ્ટનો ખર્ચ, મશીન ચાર્જ અને એન્જિન સિલિન્ડર રી-બોરિંગને કવર કરે છે.


તે કેવી રીતે કામ કરે છે? વરસાદના દિવસે થયેલ અકસ્માતને કારણે થયેલ નુકસાનની કલ્પના કરો, જો એન્જિન/ગિયર બૉક્સને નુકસાન થયેલ હોય અને બની શકે કે એન્જિન ઑઇલ લીક થવાનું શરૂ કરે. આવી પરિસ્થિતિમાં, જો તમે વાહન ચલાવવાનું ચાલુ રાખો છો, તો એન્જિન બંધ થઈ જશે. આવા નુકસાન એ પરિણામી નુકસાનનું પરિણામ છે જે સ્ટાન્ડર્ડ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતું નથી. આ ઍડ-ઑન કવર સાથે તમારી કારના એન્જિન અને ગિયરબૉક્સના આંતરિક ભાગો સુરક્ષિત રહે છે.
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-કી રિપ્લેસમેન્ટ કવર
કી ખોવાઈ/ચોરાઈ ગઈ? કી રિપ્લેસમેન્ટ કવર તમને મદદ કરે છે!

શું તમારી કી ચોરી થઈ ગઈ છે અથવા ખોવાઈ ગઈ છે? આ ઍડ-ઑન તમને શક્ય તેટલી વહેલી તકે રિપ્લેસમેન્ટ કી મેળવવામાં મદદ કરશે!


તે કેવી રીતે કામ કરે છે? જો તમારી કારની કી ખોવાઈ જાય અથવા તમે ભૂલી જાવ કે તે ક્યાં રાખી છે તો આ ઍડ-ઑન કવર એક સેવિયર તરીકે કાર્ય કરશે.
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-ઉપભોગ્ય વસ્તુઓની કિંમત

અહીં એક કન્ઝ્યુમેબલ આઇટમ કવરેજ છે જે તમારી કારમાં ઉપયોગમાં લેવાતા તમામ કન્ઝ્યુમેબલ્સને કવર કરે છે! હા! તમને હમણાં જ આની જરૂર છે! તે નટ, બોલ્ટ જેવા બધા પુનઃઉપયોગી કન્ઝ્યુમેબલ્સ માટે ચુકવણી કરે છે....


તે કેવી રીતે કામ કરે છે? જો તમારી કારનો અકસ્માત થાય છે અને તેને રિપેર કરવાની જરૂર છે, તો આવી પરિસ્થિતિ હેઠળ તમારી કારને રિપેર કરવા માટે ફરીથી ઉપયોગ ન કરી શકાય તેવાં કન્ઝ્યુમેબલ ખરીદવાની જરૂર પડી શકે છે. વોશર્સ, સ્ક્રૂ, લુબ્રિકન્ટ્સ, અન્ય ઓઈલ, બેરિંગ્સ, પાણી, ગેસ્કેટ, સીલેન્ટ, ફિલ્ટર અને વધુ જેવા ભાગો મોટર ઇન્શ્યોરન્સ કવર હેઠળ કવર કરી લેવામાં આવતા નથી અને ખર્ચ વીમેદાર દ્વારા ભોગવવામાં આવશે. આ ઍડ-ઑન કવર સાથે અમે આવા કન્ઝ્યુમેબલ્સના ખર્ચ માટે ચુકવણી કરીએ છીએ અને તમારા માટે તેને સરળ બનાવીએ છીએ.
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-ઉપયોગનું નુકસાન - ડાઉનટાઇમ સુરક્ષા

જ્યારે તમારી કાર રિપેર થઈ રહી હતી ત્યારે તમે કેબ માટે ચુકવણી કરી હતી? ડાઉનટાઇમ પ્રોટેક્શન અહીં છે! દૈનિક વાહનવ્યવહાર માટે પરિવહનના અન્ય સાધનોનો ઉપયોગ કરવા માટે કસ્ટમર દ્વારા ભોગવવામાં આવતા ખર્ચ માટે રોકડ ભથ્થું ચૂકવવાનો લાભ પ્રદાન કરે છે .


તે કેવી રીતે કામ કરે છે? તમારા વાહનને અકસ્માત થયો છે અને તેને રિપેરીંગમાં મોકલવામાં આવેલ છે! દુર્ભાગ્યે, તમારી પાસે મુસાફરી કરવા માટે વાહન નથી અને તેથી કૅબ્સ પાછળ વધુ ખર્ચ કરવો પડે છે! પરંતુ, શું તમે જાણો છો કે ઉપયોગનું નુકસાન-ડાઉનટાઇમ સુરક્ષા એ કેબ પર કરવામાં આવતા તમામ ખર્ચને કવર કરી શકે છે? Yes! તે પૉલિસી શેડ્યૂલ પર જણાવ્યા મુજબ રહેશે!
હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-રિન્યૂઅલ પ્રોસેસ

એચડીએફસી અર્ગો પર તમારા કાર ઇન્શ્યોરન્સનું ઑનલાઇન રિન્યૂઅલ ઝડપી અને સરળ છે. તેના માટે ન્યૂનતમ પેપરવર્કની જરૂર પડશે. તમારે માત્ર આટલું કરવાની જરૂર છે અહીં ક્લિક કરો અને તમારી સમાપ્ત થતી પૉલિસીની વિગતો ઑનલાઇન આપવાની રહેશે, નવી પૉલિસીની વિગતો તપાસવાની રહેશે અને ચુકવણીના વિવિધ વિકલ્પો દ્વારા તરત ઑનલાઇન સુરક્ષિત ચુકવણી કરવાની રહેશે. આ જ છે!

જ્યારે તમે એચડીએફસી અર્ગો પાસેથી હોન્ડા મોટર્સ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો ત્યારે સરળ પ્રક્રિયાઓ, ઝડપી વિતરણ અને યુનિક લાભો મેળવો છો. તેથી, જો કોઈ અણધારી દુર્ઘટના પછી, તમે ડ્રાઇવિંગ સીટ સુરક્ષિત અને ટૂંક સમયમાં પાછા જવા માંગો છો, તો તમારા ઇન્શ્યોરન્સ પાર્ટનર તરીકે એચડીએફસી અર્ગો પસંદ કરો!

હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ-ક્લેઇમની પ્રોસેસ

તમારામાંથી ઘણા લોકો ઇન્શ્યોરન્સ ક્લેઇમની સમગ્ર પ્રક્રિયા જટિલ અને તણાવપૂર્ણ લાગી શકે છે! ક્લેઇમની પ્રોસેસને ઝડપી, સરળ અને સુગમ બનાવીને અમે આ માન્યતાને દૂર કરી છે. નીચે જણાવેલ પદ્ધતિઓ દ્વારા તમારા ક્લેઇમને રજિસ્ટર કરીને તમારી ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરો. ક્લેઇમ પ્રોસેસ વિશે વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.

  • Website:www.hdfcergo.com
  • એચડીએફસી અર્ગો મોબાઇલ એપ્લિકેશન
  • કૉલ સેન્ટર - 022 6234 6234
કાર ઇન્શ્યોરન્સ સંબંધિત અન્ય લેખ
 

હોન્ડા સિટી કાર ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

કાર ઇન્શ્યોરન્સ એ એક પ્રકારની એવી ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે તમારા વાહનને ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે તેવા કોઈપણ નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા માટે જરૂરી છે. તદુપરાંત તમારા વાહનના ઉપયોગને લીધે ઉદ્ભવતી થર્ડ પાર્ટીની કોઈપણ જવાબદારી કાર ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ મુજબ, લાયબિલિટી ઓન્લી પૉલિસી ખરીદવી ફરજિયાત છે જેના વિના કોઈ વ્યક્તિ રસ્તા પર વાહનનો ઉપયોગ કરી શકતી નથી.
એક કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનને કોઈપણ અથડામણને કારણે થતું નુકસાન, આગ, ચોરી, ભૂકંપ વગેરે સામે સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, તે મૃત્યુ, શારીરિક ઈજા અને થર્ડ પાર્ટીના સંપત્તિના નુકસાનના સંદર્ભમાં કોઈપણ થર્ડ પાર્ટીની જવાબદારી સામે કવર પ્રદાન કરે છે.
કાયદા મુજબ, માત્ર થર્ડ પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી જરૂરી છે જેના વિના વ્યક્તિ રસ્તા પર વાહનનો ઉપયોગ કરી શકતી નથી. જોકે, થર્ડ પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી હેઠળ આગ, ચોરી, ભૂકંપ, આતંકવાદ વગેરેને કારણે તમારા વાહનને થયેલા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી અને તેના પરિણામે મોટું ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે છે. તેથી, કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે થર્ડ પાર્ટીની જવાબદારી સામે સુરક્ષા સાથે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે.
બે પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે - કોમ્પ્રિહેન્સિવ અને લાયેબિલિટી ઓન્લી પૉલિસી
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, 1લી સપ્ટેમ્બર, 2018 થી દરેક નવી કારના માલિકે લાંબા ગાળાની પૉલિસી ખરીદવાની રહેશે. તમે તમારા મોંઘા વાહન માટે નીચેની લાંબા ગાળાની પૉલિસીમાંથી પસંદ કરી શકો છો:
  1. 3 વર્ષની પૉલિસી અવધિ માટે લાયેબિલિટી ઓન્લી પૉલિસી
  2. 3 વર્ષની પૉલિસી અવધિ માટે પૅકેજ પૉલિસી
  3. 3 વર્ષના લાયેબિલિટી કવર અને ઓન ડેમેજ માટે 1 વર્ષના કવરની ભેગી પૉલિસી
હા, મોટર વાહન અધિનિયમ પ્રમાણે રસ્તા પર ચાલતા દરેક મોટર વાહનનો ઓછામાં ઓછો એક ઇન્શ્યોરન્સ એટલે કે લાયેબિલિટી ઓન્લી પૉલિસી હેઠળનો ઇન્શ્યોરન્સ હોવો જોઇએ.
ઝીરો ડેપ્રિશિયેશન એક ઍડ-ઑન કવર છે જે વધારાનું પ્રીમિયમ ચૂકવીને ખરીદવાનું રહેશે. તે તમારા વાહનને ડેપ્રિશિયેશનમાં ફેક્ટરિંગ વગર સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે. દાખલા તરીકે, જો તમારા વાહનને ભારે નુકસાન થયું હોય, તો તમારે કોઈપણ ડેપ્રિશિયેશન ખર્ચ ચૂકવવાની જરૂર નથી અને તમે પૉલિસીના નિયમો અને શરતોને આધિન પૂરેપૂરી રકમના ક્લેઇમ માટે પાત્ર રહેશો.
ઇમર્જન્સી આસિસ્ટન્સ એક ઍડ-ઑન કવર છે જે વધારાનું પ્રીમિયમ ચૂકવીને ખરીદવાનું હોય છે. તેના વિવિધ લાભો છે જેમ કે બ્રેકડાઉનના સમયે સહાયતા, ટાયર રિપ્લેસમેન્ટ, ટોઇંગ, ફ્યુઅલ રિપ્લેસમેન્ટ વગેરે જેનો લાભ પૉલિસીના સમયગાળા દરમિયાન લઈ શકાય છે. આ લાભો મેળવવા માટે ગ્રાહકોએ પૉલિસી પર ઉલ્લેખિત કસ્ટમર કેર નંબર પર કૉલ કરવાનો રહેશે.
ખૂબ જ સરળતાથી, તે ક્લેઇમ-મુક્ત વર્ષ પછી તમારી પૉલિસીને રિન્યુ કરતી વખતે ચુકવવાપાત્ર પોતાના નુકસાનના પ્રીમિયમમાં મળતી છૂટ છે. તે કાળજીપૂર્વક ચલાવવા અને અકસ્માતોને ટાળવા માટે મળતું પ્રોત્સાહન છે.
તમામ પ્રકારના વાહનોપોતાના નુકસાનના પ્રીમિયમ પર છૂટના %
જો ઇન્શ્યોરન્સના અગાઉના સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય કે કોઈ ક્લેઇમ બાકી ન હોય તો20%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 2 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો25%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 3 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો35%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 4 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો45%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 5 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો50%
તમે તમારી બંધ થઈ ગયેલી પૉલિસીને સરળતાથી ઑનલાઇન રિન્યુ કરી શકો છો. તમારે સેલ્ફ ઇન્સ્પેક્શન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને એચડીએફસી અર્ગો દ્વારા ડૉક્યુમેન્ટ મંજૂર થયા બાદ ચુકવણી કરવા માટેની લિન્ક મોકલવામાં આવશે જેના વડે તમે ચુકવણી કરીને પૉલીસી રિન્યુ કરાવી શકો છો. એકવાર ચુકવણી કર્યા પછી તમને પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
પાછલી પૉલિસીની સમાપ્તિ તારીખથી 90 દિવસ સુધી નો-ક્લેઇમ બોનસ માન્ય છે. જો પૉલિસી 90 દિવસની અંદર રિન્યુ કરવામાં ન આવે, તો નો-ક્લેઇમ બોનસ 0% થઈ જશે અને રિન્યુ કરેલી પૉલિસી પર કોઈ લાભ મળશે નહીં.
વાહનની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) 'સમ ઇન્શ્યોર્ડ' માનવામાં આવશે અને તે દરેક વીમાકૃત વાહન માટે દરેક પૉલિસી અવધિ શરૂ થવા પર નિર્ધારિત કરવામાં આવશે.
વાહનની IDV બ્રાન્ડની ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત અને ઇન્શ્યોરન્સ/ રિન્યુઅલના સમયે ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત વાહનના મોડેલના આધારે નક્કી કરવામાં આવે છે અને ડેપ્રિશિયેશન માટે સમાયોજિત કરવામાં આવે છે (નીચે નિર્દિષ્ટ શેડ્યૂલ મુજબ). સાઇડ કાર અને/અથવા ઍક્સેસરીઝની IDV, જો કોઈ હોય તો, વાહનને ફિટ કરવામાં આવે છે પરંતુ વાહનની ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમતમાં શામેલ કરેલ નથી તે પણ નિર્ધારિત કરવામાં આવે છે.
વાહનની ઉંમરIDV ફિક્સ કરવા માટે ડેપ્રિશિયેશનના %
6 મહિનાથી વધુ નથી5%
6 મહિનાથી વધુ પરંતુ 1 વર્ષથી વધુ નથી15%
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી વધુ નથી20%
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ નથી30%
3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષથી વધુ નથી40%
4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી વધુ નથી50%
કોઈ પેપરવર્ક અને ફિઝિકલ ડૉક્યુમેન્ટેશનની જરૂર નથી, તમને તમારી પૉલિસી તરત જ મળશે.
એન્ડોર્સમેન્ટ પાસ કરીને વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીને ખરીદનારના નામે ટ્રાન્સફર કરી શકાય છે. હાલની પૉલિસી હેઠળ એન્ડોર્સમેન્ટ પાસ કરવા માટે સેલ ડીડ/ફોર્મ 29/30/વેચાણકર્તાનું NOC/NCB રીકવરી જેવા દસ્તાવેજોની જરૂર પડશે.
અથવા
તમે હાલની પૉલિસી કૅન્સલ કરી શકો છો. પૉલિસી કૅન્સલ કરવા માટે સેલ ડીડ/ફોર્મ 29/30 જેવા દસ્તાવેજોની જરૂર પડશે.
હાલનું વાહન વેચ્યું હોવાના આધારે હાલની ઇન્શ્યોરન્સ કંપની દ્વારા NCB રિઝર્વિંગ લેટર જારી કરવામાં આવશે. NCB રિઝર્વિંગ લેટરના આધારે આ લાભને નવા વાહન પર ટ્રાન્સફર કરી શકાય છે
તમારે ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે સહાયક દસ્તાવેજો સાથે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવાનો રહેશે. સહાયક દસ્તાવેજોમાં વેચાણકર્તાની સેલ ડીડ/ફોર્મ 29/30/NOC, જૂની RC ની કૉપી, ટ્રાન્સફર કરેલી RC ની કૉપી અને NCB રિકવરી રકમનો સમાવેશ થાય છે.
તમે તમારી બંધ થઈ ગયેલી પૉલિસીને સરળતાથી ઑનલાઇન રિન્યુ કરી શકો છો. તમારે સેલ્ફ ઇન્સ્પેક્શન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને એચડીએફસી અર્ગો દ્વારા ડૉક્યુમેન્ટ મંજૂર થયા બાદ ચુકવણી કરવા માટેની લિન્ક મોકલવામાં આવશે જેના વડે તમે ચુકવણી કરીને પૉલીસી રિન્યુ કરાવી શકો છો. એકવાર ચુકવણી કર્યા પછી તમને પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
તમે એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર અથવા તેના કૉલ સેન્ટર અથવા એચડીએફસી અર્ગોની મોબાઇલ એપ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો
તમે એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર અથવા તેના કૉલ સેન્ટર અથવા એચડીએફસી અર્ગોની મોબાઇલ એપ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો
ઓવરનાઇટ રિપેર સુવિધા દ્વારા નજીવું નુકસાન એક રાતમાં રીપેર કરી આપવામાં આવશે. સુવિધા માત્ર ખાનગી કાર અને ટૅક્સી માટે જ ઉપલબ્ધ છે. ઓવરનાઇટ રિપેરની સુવિધા માટેની પ્રોસેસ નીચે જણાવી છે
  1. ક્લેઇમની જાણ તમારે કૉલ સેન્ટર અથવા એચડીએફસી અર્ગો મોબાઇલ એપ્લિકેશન (IPO) દ્વારા કરવાની રહેશે.
  2. અમારી ટીમ ગ્રાહકનો સંપર્ક કરશે અને વાહનના નુકસાનના ફોટા માટે વિનંતી કરશે.
  3. આ સર્વિસ હેઠળ વધુમાં વધુ 3 પેનલના નુકસાનને સ્વીકારવામાં આવશે.
  4. જાણ કર્યા બાદ વાહનના રિપેરીંગમાં વાર લાગી શકે છે, કારણ કે વર્કશોપની અપૉઇન્ટમેન્ટ અને પિક-અપનો આધાર વાહનના પાર્ટસ અને સ્લોટની ઉપલબ્ધતા અનુસાર કરવામાં આવશે.
  5. ગ્રાહકને વાહન ગેરેજ પર લઈ જવા અને પાછા લાવવા માટે લાગતો સમય બચે છે.
  6. હાલમાં આ સેવા દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, સૂરત, વડોદરા, અમદાવાદ, ગુડગાંવ, જયપુર, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને બેંગલોર પસંદ કરેલ 13 શહેરોમાં ઉપલબ્ધ છે.
એવૉર્ડ અને સન્માન
x