Car Insurance with HDFC ERGO
Premium starts at ₹2072 ^

પ્રીમિયમની શરૂઆત

માત્ર ₹2094 માં*
9000+ cashless  Garagesˇ

9000થી વધુ કૅશલેસ

ગેરેજˇ
Overnight Car Repair Services ^

ઓવર નાઇટ

વાહન રિપેર¯
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ઝડપી ક્વોટેશન

હું આથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સને 10pm પહેલાં મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સંમત છું કે આ સંમતિ મારી NDNC રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ઑનલાઇન - પ્રીમિયમની ગણતરી કરો અને પૈસા બચાવો

Car Insurance Premium Calculator

તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમ જાણવું મહત્વપૂર્ણ છે, જેથી તમે કવરની અપેક્ષિત કિંમત જાણી શકો. આ સમયે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર મદદરૂપ થાય છે. આ કૅલ્ક્યૂલેટર ઑનલાઇન ટૂલ છે, જે તમને પૉલિસી ખરીદતા અથવા રિન્યૂ કરતા પહેલાં તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવાની સુવિધા આપે છે. ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ અને તેમના ગ્રાહકો બંને માટે ઉપયોગી સાધન, કૅલ્ક્યૂલેટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નિર્ધારિત કરવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવે છે. તમે તમારા કાર ઇન્શ્યોરન્સ કવરેજ સામે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જે પૈસા ચૂકવો છો તે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ છે. કારનો પ્રકાર, નિર્માતા કંપની, મોડેલ અને વેરિયન્ટ, IDV અને કવરેજ પસંદગીઓ જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે.

આ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ નિ:શુલ્ક છે અને તેનો ઉપયોગ વિવિધ ઇન્શ્યોરરના પ્રીમિયમ જાણવા માટે કરી શકાય છે, જેથી તમે પ્રીમિયમનો સૌથી સ્પર્ધાત્મક દર પ્રદાન કરતો યોગ્ય પ્લાન પસંદ કરી શકો. આમ તેના દ્વારા તમે માહિતીસભર નિર્ણય લઈ શકો છો, જે તમને તમારી જરૂરિયાતો અને બજેટને અનુરૂપ યોગ્ય કવરેજ પસંદ કરવામાં મદદરૂપ થશે. આપણે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે તે કેવી રીતે નિર્ધારિત થાય છે અને કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તમને શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્લાન શોધવામાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વાંચો.

તમે તમારા કાર ઇન્શ્યોરન્સ કવરેજ સામે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જે પૈસા ચૂકવો છો તે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ છે. આ પ્રીમિયમ, તમે પસંદ કરેલ ઇન્શ્યોરન્સનો પ્રકાર, તમે જે કાર માટે ઇન્શ્યોરન્સ લઈ રહ્યા છો અને તમારી ડ્રાઇવિંગ હિસ્ટ્રી જેવા ઘણા પરિબળો પર આધારિત હોય છે.

કેવી રીતે કાર ઇન્શ્યોરન્સપ્રીમિયમની રકમ નિર્ધારિત કરવામાં આવે છે?

કાર ઇન્શ્યોરન્સની ગણતરી નીચે મુજબના વિવિધ પરિબળોના આધારે નિર્ધારિત કરવામાં આવે છે,

● તમે પસંદ કરેલ ઇન્શ્યોરન્સનો પ્રકાર

● મોડેલ, એન્જિનની ક્ષમતા, કારની આવરદા, ઇંધણનો પ્રકાર, રજિસ્ટ્રેશન સ્થળ વગેરે સહિત કારનો પ્રકાર.

● કારની કિંમત

● ઍડ-ઑન કવર તમારી કારને વ્યાપક રીતે સુરક્ષિત કરે છે, જો કે, જેટલા વધુ ઍડ-ઑન, તેટલું પ્રીમિયમ વધશે.

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર શું છે?

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક ઝડપી ઑનલાઇન ટૂલ છે જે તમને તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ચુકવણી કરવાની કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમની ગણતરી કરવામાં મદદ કરે છે. તમારે તમારું નામ, મોબાઇલ નંબર, કાર અને શહેરની વિગતો અને પસંદગીની પૉલિસીનો પ્રકાર જેવી વિગતો શામેલ કરવાની જરૂર છે. કાર ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને તરત જ ચોક્કસ પ્રીમિયમ રકમ આપશે.

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાનું મહત્વ

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાની અને તમે પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પહેલાં કવરેજની કિંમતનું મૂલ્યાંકન કરવાની ભલામણ કરવામાં આવે છે. તમારે તે શા માટે કરવું જોઈએ તે માટે અહીં કેટલાક કારણો છે –

  • તે તમને પૉલિસીની કિંમત સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. તે રીતે તમે તમારા બજેટમાં પ્રીમિયમ માટેની જોગવાઇ કરી શકો છો
  • તમે ઍડ-ઑન્સ ઉમેરીને અથવા દૂર કરીને અને સૌથી યોગ્ય IDV પસંદ કરીને વ્યાજબી પ્રીમિયમ અજમાવી અને શોધી શકો છો.
  • શ્રેષ્ઠ ડીલ ઑફર કરતી પૉલિસી શોધવા માટે તમે વિવિધ ઇન્શ્યોરરનાં ક્વોટ્સની તુલના કરી શકો છો. આ તમારા મહેનતથી કમાયેલા પૈસા બચાવવામાં પણ મદદ કરે છે
  • ઍડ-ઑન્સ પૉલિસીના એકંદર પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે તે તમે તપાસી શકો છો
  • તે છેતરપિંડી ધરાવતી ડીલ કે જેમાં પ્રીમિયમને ખોટી રીતે વધારવામાં આવે છે, તેની સામે એક સુરક્ષા ટૂલ તરીકે કાર્ય કરે છે

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાના લાભો

અહીં કેટલાક લાભો આપેલ છે જે તમે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને મેળવી શકો છો –

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઑનલાઇન ઉપયોગ કરતી વખતે જરૂરી માહિતી

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરતી વખતે, નીચેની માહિતી તૈયાર રાખો:

● તમારા વાહનનું મેક, મોડેલ, વેરિયન્ટ અને ઇંધણનો પ્રકાર

● એક્સ-શોરૂમ કિંમત

● રજિસ્ટ્રેશન વિગતો- શહેર અને ખરીદીનું વર્ષ

● અગાઉની પૉલિસીની વિગતો (રિન્યુઅલના કિસ્સામાં).

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઑનલાઇન કેવી રીતે ઉપયોગ કરવો?

How To Use A Car Insurance Premium Calculator

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવો સરળ છે. માત્ર નીચે જણાવેલ પગલાંઓને અનુસરો અને તમારા પ્રીમિયમની ત્વરિત ગણતરી કરો –

• કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ઑનલાઇન ખોલો

• તમારી કારની વિગતો પ્રદાન કરો જેમ કે તેનું નિર્માણ, મોડેલ અને વેરિયન્ટ, નોંધણી વર્ષ અને સ્થળ

• જો તમે વર્તમાન પૉલિસીને રિન્યુ કરી રહ્યા છો, તો અગાઉના ક્લેઇમની વિગતોનો ઉલ્લેખ કરો. અગાઉના ઇન્શ્યોરર અને પૉલિસી નંબરનો પણ ઉલ્લેખ કરો

• તમે જે પૉલિસી ઇચ્છો છો તેનો પ્રકાર પસંદ કરો - થર્ડ પાર્ટી અથવા વ્યાપક

• 'સબમિટ' અથવા 'કૅલ્ક્યુલેટ' પર ક્લિક કરો અને ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ અને પ્રીમિયમની રકમ બતાવવામાં આવશે

• તમે IDV એડિટ કરી શકો છો અને ઍડ-ઑન પણ પસંદ કરી શકો છો

• કરેલા ફેરફારોના આધારે, પ્રીમિયમ અપડેટ કરવામાં આવશે

• જો તમે ઍડ-ઑન્સ ઉમેર્યા હશે, તો પ્રીમિયમ વધશે. તમે ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ પણ પસંદ કરી શકો છો, જે પ્રીમિયમની રકમ ઘટાડશે

એકવાર તમે કવરેજ નક્કી કરી લો, ત્યારબાદ GST સહિતની અંતિમ પ્રીમિયમ રકમ બતાવવામાં આવશે. તમે પ્રીમિયમની ઑનલાઇન ચુકવણી કરી શકો છો અને પૉલિસીની ત્વરિત ખરીદી કરી શકો છો.

તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા વિવિધ પરિબળો છે, જેની તમારે ચુકવણી કરવાની છે. આ પરિબળો કાં તો પ્રીમિયમ વધારી શકે છે અથવા ઘટાડી શકે છે. આવા પરિબળોની નીચે ચર્ચા કરવામાં આવી છે –

1
ઇન્શ્યોરન્સ પૉલિસીનો પ્રકાર
દરેક ઇન્શ્યોરન્સ કંપની ફોર-વ્હીલર માટે બે પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પ્રદાન કરે છે. થર્ડ-પાર્ટી કવર કવર એ ન્યૂનતમ પૉલિસી છે, જે મોટર વાહન અધિનિયમ, 1988 દ્વારા ફરજિયાત છે અને માત્ર થર્ડ-પાર્ટીના નુકસાનને કવર કરે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ઑલ-રાઉન્ડ સુરક્ષા પ્રદાન કરે છે અને થર્ડ-પાર્ટીના નુકસાન સાથે ચોરી, કુદરતી અને માનવ-નિર્મિત દુર્ઘટનાઓ અને અકસ્માતો સામે કવરેજ પ્રદાન કરે છે. તેના દ્વારા મળતા લાભોને ધ્યાનમાં લેતા, વ્યાપક કવર માટેનું પ્રીમિયમ થર્ડ-પાર્ટી કવરના પ્રીમિયમની તુલનામાં વધુ હશે.
2
કારનો પ્રકાર અને સ્થિતિ
વિવિધ કારોમાં અલગ-અલગ વિશિષ્ટતાઓ હોય છે અને તેથી, તેમના ઇન્શ્યોરન્સની કિંમત પણ અલગ છે. કારનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તેના એન્જિનની ક્યુબિક ક્ષમતાને આધારે નક્કી થાય છે. જેટલી ક્યુબિક ક્ષમતા વધુ હશે, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ એટલું જ વધુ રહેશે. જ્યારે કારની ક્યુબિક ક્ષમતા મુજબ IRDAI દ્વારા થર્ડ પાર્ટી લાયબિલિટી પ્રીમિયમ સેટ કરવામાં આવે છે, ત્યારે વ્યાપક પૉલિસી માટેનો દર વાહનની ઉંમર, કાર મોડેલનો પ્રકાર અને વાહનનો ક્લાસ, રજિસ્ટ્રેશનનું સ્થાન, ઇંધણનો પ્રકાર અને કવર કરેલા માઇલની સંખ્યા પણ પ્રીમિયમ કિંમત પર અસર કરે છે.
3
કારનું બજાર મૂલ્ય
કારની વર્તમાન કિંમત અથવા બજાર મૂલ્ય પણ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. કારનું બજાર મૂલ્ય તેની બ્રાન્ડ અને કાર્યક્ષમતા પર આધારિત છે. જો વાહન જૂનું હશે, તો તેનું મૂલ્ય ડેપ્રિશિયેશનને કારણે ઓછું હશે. આમાં ઓછા પ્રીમિયમનો પણ સમાવેશ થશે
4
ઍડ-ઑન કવરેજ
ઍડ-ઑન કવર કવરેજ વધારવામાં મદદ કરી શકે છે, પરંતુ જેમ ઍડ-ઑન્સની સંખ્યા વધુ, તેમ પ્રીમિયમ પણ વધુ ચૂકવવાનું રહેશે. તેથી, માત્ર તે જ કવર પસંદ કરો જે તમને જરૂરી લાગે છે.
5
કારમાં કરેલા ફેરફારો
ઘણા લોકો કારની સુંદરતા અને કામગીરીમાં સુધારો કરવા માટે તેમની કારમાં ઍક્સેસરીઝ ઉમેરવાનું પસંદ કરે છે. જો કે, આ ફેરફારો સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા નથી, અને તમારે આ ફેરફારો માટે ઍડ-ઑન કવર ખરીદવાની જરૂર પડી શકે છે. જો કે, આ ફેરફારોને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવાથી પ્રીમિયમની રકમ વધી શકે છે. એવી ભલામણ કરવામાં આવે છે કે જો તમે તમારી કારમાં ફેરફાર કરવાની યોજના બનાવો છો, તો તેની વિશે અગાઉથી તમારા ઇન્શ્યોરર સાથે ચર્ચા કરો.
6
નોંધણીની તારીખ અને સ્થળ
નોંધણીની તારીખ કારની ઉંમર દર્શાવે છે. જો કાર જૂની હશે, તો તેનું મૂલ્ય ઓછું હોવાથી તેનું પ્રીમિયમ ઓછું રહેશે. નોંધણી સ્થાન પણ પ્રીમિયમની રકમને અસર કરે છે. મેટ્રો શહેરોમાં રજિસ્ટર્ડ થયેલ કારનું પ્રીમિયમ નોન-મેટ્રો શહેરોમાં રજિસ્ટર્ડ થયેલ કાર કરતાં વધુ હોય છે.
7
ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે
કાર ઇન્શ્યોરન્સ પ્લાન વિવિધ પ્રકારના ડિસ્કાઉન્ટની મંજૂરી આપે છે. જો તમે ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ માટે પાત્ર છો, તો પ્રીમિયમ ઘટાડવામાં આવશે. જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો ત્યારે સામાન્ય રીતે પ્રીમિયમ પર છૂટ મેળવવાની શક્યતા વધુ હોય છે.
8
અગાઉના ક્લેઇમ
જો તમે અગાઉના વર્ષમાં ક્લેઇમ કર્યો હોય તો કેટલાક ઇન્શ્યોરર્સ રિન્યૂઅલ પર પ્રીમિયમ લોડ કરે છે. તેથી, તમારા ક્લેઇમના અનુભવના આધારે, રિન્યૂઅલ પ્રીમિયમ વધુ હોઈ શકે છે. રિન્યૂઅલ પ્રીમિયમ પર અગાઉના ક્લેઇમની અસર તપાસવા માટે કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો
9
ઉપલબ્ધ NCB
જો તમે અગાઉના પૉલિસી વર્ષોમાં ક્લેઇમ ન કરો તો નો ક્લેઇમ બોનસ (NCB) ઉપલબ્ધ છે. બોનસનો દર 20% થી શરૂ થાય છે અને તમારી પાસે આગામી ક્લેઇમ-મુક્ત વર્ષોની સંખ્યાના આધારે 50% સુધી જાય છે. જો તમે નો ક્લેઇમ બોનસ એકત્રિત કર્યું છે, તો તમને રિન્યૂઅલ પ્રીમિયમ પર સમાન ડિસ્કાઉન્ટ મળે છે. જો તમે નવા ઇન્શ્યોરર સાથે જાઓ છો, તો પણ તમારું NCB અકબંધ રહેશે.
10
સ્વૈચ્છિક કપાતની પસંદગી
સ્વૈચ્છિક કપાતનો અર્થ એ છે કે તમે ક્લેઇમનો એક ભાગ જાતે ચૂકવવાની બાહેંધરી લો છો. જો તમે આ કપાત પસંદ કરો છો, તો ઇન્શ્યોરરની ક્લેઇમની જવાબદારી ઘટે છે અને ઇન્શ્યોરર તમને પ્રીમિયમ ડિસ્કાઉન્ટ સાથે રિવૉર્ડ આપે છે.
11
અગાઉની પૉલિસી લૅપ્સ
જો તમારી અગાઉની પૉલિસી લૅપ્સ થઈ ગઈ હોય તો રિન્યુઅલના સમયે, ઇન્શ્યોરર ઍક્ટિવ પૉલિસીને રિન્યુ કરવા કરતાં વધુ પ્રીમિયમ વસૂલ કરી શકે છે.
Cashless garage network

તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે ઘટાડવું

એવી રીતો છે કે જેના દ્વારા તમે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડી શકો છો. આ રીતો નીચે મુજબ છે –

  • કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદો કારણ કે ઘણા ઇન્શ્યોરર ઑનલાઇન ખરીદી પર પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે
  • લૅપ્સ થયેલ કવરેજને કારણે પ્રીમિયમમાં થતો વધારો ટાળવા માટે તમારી પૉલિસીને નિયમિતપણે રિન્યુ કરો
  • ડિસ્કાઉન્ટ ક્લેઇમ કરવા માટે ARAI દ્વારા મંજૂર કરાયેલ સુરક્ષા ઉપકરણો તમારી કારમાં ઇન્સ્ટોલ કરો
  • પ્રીમિયમ ડિસ્કાઉન્ટનો ક્લેઇમ કરવા માટે એક માન્ય ઑટોમોબાઇલ એસોસિએશનના સભ્ય બનો
  • નાનાં ક્લેઇમ ન કરો. તેઓ નો-ક્લેમ બોનસને નષ્ટ કરે છે, અને તમે રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ ગુમાવો છો. વધુમાં, જો તમે નાનાં ક્લેઇમ નથી કરતાં, તો તમે રિન્યૂઅલ પર ક્લેઇમ-આધારિત લોડિંગને ટાળી શકો છો
  • આવશ્યક હોય તેવા ઍડ-ઑન્સ પસંદ કરો
  • વિવિધ ઇન્શ્યોરર્સ તરફથી શ્રેષ્ઠ ડીલ મેળવવા માટે પૉલિસીની તુલના કરો અને ખરીદો
  • જો તમારી કાર જૂની છે અને/અથવા તમે વારંવાર કારનો ઉપયોગ નથી કરતા, તો માત્ર થર્ડ-પાર્ટી કવરેજ જ પસંદ કરો
  • જો તમે સુરક્ષિત ડ્રાઇવ કરો છો અને ઘણા બધા ક્લેઇમ નથી કરતા, તો તમે સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદ કરી શકો છો અને પ્રીમિયમ ડિસ્કાઉન્ટનો ક્લેઇમ કરી શકો છો

નવી કાર માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ

કાર ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક મફત ટૂલ છે, જે તમારી નવી કાર માટે પ્લાન પસંદ કરતી વખતે તમારી કારના ઇન્શ્યોરન્સના પ્રીમિયમને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કૅલ્ક્યૂલેટર ઝડપી અને સચોટ ગણતરીઓ પ્રદાન કરે છે, જેથી તમે તમારા બજેટમાં રહીને તમારી કાર માટે સૌથી યોગ્ય પૉલિસી અને ઍડ-ઑન પસંદ કરી શકો.

જૂની કાર માટે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર

મુખ્યત્વે તમારા કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ કારની આવરદા પર આધારિત હોય છે. જેટલી જૂની કાર, પ્રીમિયમ તેટલું ઓછું હશે, અને સમ ઇન્શ્યોર્ડ તેટલી ઓછી હશે. 5 વર્ષથી વધુ જૂના વાહનો માટે કેટલાક ઍડ-ઑન કવર ઉપલબ્ધ ન હોઈ શકે. જૂની કારના ઇન્શ્યોરન્સ માટે ઑનલાઇન પ્રીમિયમની ગણતરી કરવાના પગલાં નીચે આપેલ છે.

  • કારની વિગતો દાખલ કરો, જેમ કે રજિસ્ટ્રેશન નંબર, અગાઉની માલિકીની વિગતો વગેરે.
  • તમારા અગાઉના ઇન્શ્યોરરની વિગતો પૂછી શકાય છે
  • તમે ખરીદવા માંગતા હોવ તે પૉલિસી પ્રકાર પસંદ કરો અને જો જરૂર પડે તો રાઇડર ઉમેરો
  • જો તમારી પાસે ક્લેઇમ કરી શકાય તેવું કોઈ નો ક્લેઇમ બોનસ હોય તો દાખલ કરો
  • તમારા પ્રીમિયમની રકમની ગણતરી તરત જ કરવામાં આવશે.

નવી કાર માટે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર

જૂની કારના ઇન્શ્યોરન્સ પ્રીમિયમની તુલનામાં નવી કાર માટે પ્રીમિયમની રકમ અને સમ ઇન્શ્યોર્ડ વધુ હોય છે. નવી કારના ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને નવી કારો માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવાના પગલાં નીચે આપેલ છે

● જો તમારી પાસે હજુ સુધી રજિસ્ટ્રેશન નંબર ના હોય, તો તમે રજિસ્ટ્રેશન સ્થળ લખી શકો છો

● પૉલિસીનો પ્રકાર અને કોઈ ઍડ-ઑન, જો જરૂરી હોય, તો પસંદ કરો

● પ્રીમિયમની રકમ તરત જ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે.

સેકન્ડહેન્ડ કાર માટે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ તમામ પ્રકારની કાર માટે કરી શકાય છે. તેથી, જો તમે સેકન્ડ-હેન્ડ અથવા જૂની કાર ખરીદી રહ્યા હોવ, તો તમે સરળતાથી કાર ઇન્શ્યોરન્સના ખર્ચ માટે કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. આ પ્રક્રિયા નવી કારના ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર જેવી જ છે. તમારે જે પગલાં અનુસરવાના રહેશે તે જુઓ:

  • કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર પર જાઓ અને કારની વિગતો ભરો. રજિસ્ટ્રેશન નંબર, અગાઉના માલિકની વિગતો વગેરે માહિતી તૈયાર રાખો
  • તમને પાછલા ઇન્શ્યોરરની વિગતો પૂછી શકાય છે
  • તમે ખરીદવા માંગતા હોવ તે પૉલિસી પ્રકાર પસંદ કરો
  • આપેલ રેન્જમાંથી IDV પસંદ કરો
  • તમારે જરૂરી કોઈપણ રાઇડર ઉમેરો
  • જો તમે તમારી પાછલી કારનું કોઈ નો ક્લેઇમ બોનસ જમા થયું હોય, તો તમે તેને ક્લેઇમ કરી શકો છો
  • તમને તરત જ પ્રીમિયમની રકમ દર્શાવવામાં આવશે.

ભારતમાં કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

સામાન્ય રીતે, એચડીએફસી અર્ગો દ્વારા ચાર પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઑફર કરવામાં આવે છે

1
થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર
આ એક ફરજિયાત ઇન્શ્યોરન્સ કવર છે, જે તમને ભારત સરકાર દ્વારા નિયંત્રિત મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવા માટે જરૂરી છે. અનિચ્છનીય અકસ્માતને કારણે થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થયેલ કોઈપણ નુકસાન અથવા હાનિને તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કવર કરવામાં આવે છે.
2
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર
પહેલેથી જ થર્ડ-પાર્ટી કવર ધરાવતા લોકો દ્વારા સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર લઈ શકાય છે. તમારી કારને થયેલા નુકસાનને OD કવર હેઠળ કવર કરવામાં આવશે.
3
કોમ્પ્રિહેન્સિવ કવર
એચડીએફસી અર્ગો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વત્તા ઓન ડેમેજ કવર શામેલ છે. તમને રાઇડર/ઍડ-ઑનની ઘણી વિવિધતાઓ પણ મળે છે.
4
નવી કાર માટે કવરેજ
આ પ્લાન હેઠળ, એચડીએફસી અર્ગો એક વર્ષ માટે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ કવરેજ ઉપરાંત 3 વર્ષ માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર પણ પ્રદાન કરે છે. તમે તમારી પૉલિસીમાં ઍડ-ઑન પણ શામેલ કરી શકો છો.

કાર કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર:

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટીના નુકસાન, પોતાના નુકસાન અને વિવિધ ઍડ-ઑન સહિત વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. આ તમને તમારી પસંદગી મુજબ પ્લાનને કસ્ટમાઇઝ કરવાની સુવિધા પ્રદાન કરતી પૉલિસી છે. આ લાંબી ગણતરીઓ અને વિવિધ ઍડ-ઑનના પ્રભાવ માટે પણ ઉપયોગી છે. પરંતુ ચિંતા કરશો નહીં. હવે તમે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને સરળતાથી તમારા કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સના પ્રીમિયમની ગણતરી કરી શકો છો. કાર ઇન્શ્યોરન્સની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને વિવિધ રાઇડર પૉલિસી પ્રીમિયમને કેવી રીતે અસર કરી શકે છે, તે સમજવામાં તમને મદદ કરશે, જેથી તમને બહેતર માહિતીસભર નિર્ણય લેવામાં અને શ્રેષ્ઠ પ્લાન પસંદ કરવામાં મદદ મળે.

કાર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર

તમારી કાર માટે સૌથી મૂળભૂત અને ફરજિયાત ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ છે. તે માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાન અથવા હાનિને કવર કરે છે. તમે તમારા બજેટમાં જોગવાઈ કરવા પ્રીમિયમની રકમ નિર્ધારિત કરવા માટે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.

રિન્યૂઅલ માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમની ગણતરી કરો

રિન્યૂઅલ માટે પ્રીમિયમની રકમ નિર્ધારિત કરવા માટે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર જરૂરી છે. પ્રથમ, તે ઝડપી છે, પરિણામે અન્યથા સમયની બચત થાય છે. તમારો ઘણો સમય અને પ્રયત્ન ખર્ચાય છે, કારણ કે રિન્યૂઅલ પ્રીમિયમની ગણતરીમાં ઘણી બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. તેના કારણે તમામ લાંબી ગણતરીઓ કરતી વખતે ગૂંચવણભરી પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે. બીજી તરફ, કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કૅલ્ક્યૂલેટર, તમને રિન્યૂઅલ પ્રીમિયમ અને ઍડ-ઑનની ગણતરી સચોટ રીતે અને તરત જ કરવામાં મદદ કરે છે.

તમારી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ કેવી રીતે ઘટાડવી?

તમે કાર ખરીદો કે તરત જ તમારે રસ્તા પર ડ્રાઇવ કરતા પહેલાં ઇન્શ્યોરન્સ મેળવવો જરૂરી છે. તમારી કાર માટે વ્યાપક કવરેજ મેળવવું મહત્વપૂર્ણ છે, ત્યારે નીચે આપેલી ટિપ્સ તમને કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ ઘટાડવામાં મદદ કરી શકે છે:

1
ઉચ્ચ કપાતપાત્રને પસંદ કરો
જો તમે તમારી ડ્રાઇવિંગ કુશળતા પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હોવ, તો તમે સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદ કરી શકો છો, જેમાં તમે ક્લેઇમ પ્રક્રિયા દરમિયાન બિલના અમુક ટકા ચૂકવવાનું કન્ફર્મ કરો છો. તમે જેટલી વધુ કપાતપાત્ર પસંદ કરો, તમારે તેટલું ઓછું પ્રીમિયમ રકમ ચૂકવવાનું રહેશે.
2
જૂની કારો માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ ટાળો
દરેક કાર માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાન શ્રેષ્ઠ હોય છે. જો કે, જો તમારી પાસે જૂની કાર હોય અને તમે તેનો વધુ ઉપયોગ કરતા ના હોવ અથવા તેને બદલવાનો વિચાર હોય, તો તમે કોમ્પ્રિહેન્સિવ કેરને ટાળી શકો છો અને તેના બદલે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ લઈ શકો છો. અગાઉ જણાવ્યા અનુસાર, થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઑફર કરવામાં આવતા મર્યાદિત કવરેજને કારણે ખૂબ જ ઓછું હોય છે.
3
સમજદારીપૂર્વક રાઇડર/ઍડ-ઑન પસંદ કરો
તમે જેટલા વધુ ઍડ-ઑન પસંદ કરો છો, તેટલું સારું કવરેજ તમને પ્રાપ્ત થશે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેને લીધે પ્રીમિયમની રકમમાં પણ વધારો કરશે. તેથી, તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો અને માત્ર સંબંધિત ઍડ-ઑનને કાળજીપૂર્વક પસંદ કરો.
4
સમયસર પૉલિસી રિન્યૂઅલ
હંમેશા ભૂલ્યા વગર તમારી કાર ઇન્શ્યોરન્સને સમયસર રિન્યુ કરવાનો પ્રયત્ન કરો. અન્યથા, તમે તેને ફરીથી મેળવવા માટે દંડાત્મક શુલ્કની ચુકવણી કરવાની રહેશે, અને વધુ વિલંબના કિસ્સામાં, પૉલિસી કૅન્સલ કરવામાં આવે છે, અને તમને નવો ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું કહેવામાં આવે છે, જે વધુ મોંઘો હોય છે. તમારા ઇન્શ્યોરર તમને 15-30-day દિવસનો ગ્રેસ પીરિયડ ઑફર કરી શકે છે, ત્યારે ધ્યાનમાં રાખો કે ગ્રેસ પીરિયડમાં દાખલ કરેલા ક્લેઇમ સ્વીકારવામાં આવતા નથી.
5
NCB નો લાભ લો
નો-ક્લેઇમ બોનસ અથવા NCB એ એવા પૉલિસીધારકોને આપવામાં આવેલ રિવૉર્ડ છે, જેઓ સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરતા નથી. આ રિવૉર્ડ રિન્યૂઅલ માટેના પ્રીમિયમની રકમ પર ડિસ્કાઉન્ટ તરીકે આપવામાં આવે છે, જે તમારા પ્રીમિયમને ઘટાડે છે. તેથી, નાના ક્લેઇમ કરવાનું ટાળો.
6
સુરક્ષા ડિવાઇસ બેસાડો
પોતાની કારમાં સુરક્ષા ડિવાઇસ ઇન્સ્ટૉલ કરનાર લોકોને ઓછા પ્રીમિયમમાં ઇન્શ્યોરન્સનો રિવૉર્ડ મળે છે.
7
સારી ડ્રાઇવિંગ હિસ્ટ્રી જાળવી રાખો
જો તમે સારા ડ્રાઇવર હોવ, તો તમારા ડ્રાઇવિંગના ભૂતકાળના રેકોર્ડને ધ્યાનમાં રાખીને, તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ તમારા પ્રીમિયમ પર થોડું ડિસ્કાઉન્ટ આપી શકે છે.
8
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદો કારણ કે ઘણા ઇન્શ્યોરર ઑનલાઇન ખરીદી પર પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે.
10
સ્માર્ટ રીતે ક્લેઇમ કરો
નાનાં ક્લેઇમ ન કરો. તેઓ નો-ક્લેમ બોનસને નષ્ટ કરે છે, અને તમે રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ ગુમાવો છો. વધુમાં, જો તમે નાનાં ક્લેઇમ નથી કરતાં, તો તમે રિન્યૂઅલ પર ક્લેઇમ-આધારિત લોડિંગને ટાળી શકો છો.

એચડીએફસી અર્ગોની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ જુઓ

કારના માલિક તરીકે તમારી કાર ઇન્શ્યોરન્સની જરૂરિયાતો અન્યોથી અલગ હોઈ શકે છે. તેથી, અમે તમારી જરૂરિયાતો અને તમારા બજેટને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય એવા વિવિધ પ્લાન પ્રદાન કરીએ છીએ. એચડીએફસી અર્ગોની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં શામેલ છે:

24*7 cover

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

તમારી પ્રિય કારને તમામ પ્રકારના કુદરતી તેમજ માનવ-નિર્મિત નુકસાન સામે સુરક્ષિત કરે છે. કવરેજમાં વધારો કરવા માટે તમે વિવિધ ઍડ-ઑનનો પણ સમાવેશ કરી શકો છો.

Affordable premium

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

કાયદા દ્વારા ફરજિયાત, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમને રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ઉદ્ભવતી જવાબદારીઓથી બચાવે છે. સુનિશ્ચિત કરો કે તમારી પાસે કાનૂની જવાબદારીઓમાંથી પોતાને બચાવવા માટે આ કવર પણ હોય.

Comprehensive coverage

સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ

તમારી પાસે પહેલેથી જ થર્ડ-પાર્ટી કવરેજ હોય પરંતુ તમારા પોતાના વાહન માટે અતિરિક્ત કવરેજ જોઈતું હોય, ત્યારે સ્ટેન્ડઅલોન પૉલિસી પસંદ કરો.

Assistance throughout your journey

સેકન્ડહેન્ડ/જૂની કારનો ઇન્શ્યોરન્સ

જૂની કારને સમાન સુરક્ષાની જરૂર છે. યોગ્ય પ્રકારના કાર ઇન્શ્યોરન્સ દ્વારા તેને સુરક્ષિત કરો.

Peace of mind

ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ

તમારી કારના મૂલ્યના ડેપ્રિશિયેશનના કારણે થતા નુકસાનથી પોતાને બચાવો. તમે ક્લેઇમ કરો ત્યારે તમારા ખિસ્સામાંથી કરવા પડતા ખર્ચને ઘટાડો.

એચડીએફસી અર્ગો દ્વારા કાર ઇન્શ્યોરન્સના ઍડ-ઑન

એચડીએફસી અર્ગો નીચે મુજબ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સામે વિવિધ ઍડ-ઑન પ્રદાન કરે છે

Boost your coverage
●  Pay-as-you-drive

આ ઍડ-ઑન હેઠળ, તમે કિલોમીટર સ્લેબ દ્વારા નિર્ધારિત તમારા વપરાશના આધારે પ્રીમિયમ ચૂકવો છો.

Zero Depreciation

ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર હેઠળ, તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા તમને ડેપ્રિશિયેશનની કપાત કર્યા વિના સંપૂર્ણ ક્લેઇમની રકમ ચૂકવશે.

Engine and gearbox cover

આ ઍડ-ઑન હેઠળ, અકસ્માતના કિસ્સામાં કારના એન્જિન અથવા ગિયરબૉક્સને થયેલ કોઈપણ નુકસાનને તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા કવર કરવામાં આવે છે.

Tyre Secure Cover
ટાયર સિક્યોર કવર

નામ અનુસાર, ટાયર સિક્યોર કવર ઍડ-ઑન તમારી કારના ટાયરને આકસ્મિક નુકસાન અથવા હાનિને કવર કરે છે. ઍડ-ઑન અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં ટાયર માટે વળતર અને/અથવા બદલવાની સુવિધા આપે છે.

Car Insurance Add On Coverage
Roadside assistance

રોડ સહાયતા કવર સાથે, જો તમારી કાર બ્રેકડાઉન થાય, તો તમને 24*7 રિફ્યુઅલિંગ સર્વિસ, રિપેર સર્વિસ, ટોઇંગ વગેરે મળે છે.

Return-to-invoice

જો તમારી કાર ચોરી થઈ જાય અથવા તેને રિપેર ના કરી શકાય એ હદે નુકસાન થયું હોય, તો રિટર્ન-ટુ-ઇનવૉઇસ કવર હોવાથી તમને તમારા બિલની મૂળ કિંમત જેટલું વળતર મેળવવામાં મદદ મળી શકે છે, જેમાં ટૅક્સ અને રજિસ્ટ્રેશન ખર્ચ પણ શામેલ છે.

No Claim Bonus Protection

એકવાર ક્લેઇમ કર્યા પછી, નો ક્લેઇમ બોનસ ગુમાવો છો. તેથી, તમારા બોનસને સુરક્ષિત રાખવા માટે, તમે ક્લેઇમ બોનસ પ્રોટેક્શન ઍડ-ઑન ખરીદી શકો છો. આ સાથે, તમે તમારું નો-ક્લેઇમ બોનસ ગુમાવ્યા વિના પ્રતિ વર્ષ 3 ક્લેઇમ કરી શકો છો.

Cost of Consumables
કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ

તમારી કાર નટ, બોલ્ટ વગેરે જેવા અસંખ્ય નાના પણ મહત્વપૂર્ણ ભાગોથી બનેલી હોય છે. આકસ્મિક નુકસાનના કિસ્સામાં, આ નાની વસ્તુઓ એકસાથે તમારા ખર્ચને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે, કારણ કે તે સામાન્ય કવર હેઠળ કવર થતી નથી. કન્ઝ્યુમેબલ કવર ઍડ-ઑન આવા ખર્ચ ઓછા કરી શકે છે.

Cashless garage network

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પર લેટેસ્ટ બ્લૉગ વાંચો

Benefits of Using a Car Insurance Calculator

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાના લાભો

સંપૂર્ણ લેખ જુઓ
26 સપ્ટેમ્બર 2024 ના રોજ પ્રકાશિત
Why Should You Opt for Long-Term Third-Party Car Insurance?

તમારે લોન્ગ ટર્મ થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું જોઈએ?

સંપૂર્ણ લેખ જુઓ
08 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રકાશિત
Ways to Calculate Car Insurance Premium Online

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ઑનલાઇન ગણતરી કરવાની રીતો

સંપૂર્ણ લેખ જુઓ
નવેમ્બર 01, 2023 ના રોજ પ્રકાશિત
Should You Purchase a Used Tata Harrier? - Read This to Know More!

શું તમારે વપરાયેલ ટાટા હેરિયર ખરીદવી જોઈએ? - વધુ જાણવા માટે આ વાંચો!

સંપૂર્ણ લેખ જુઓ
12 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રકાશિત
Can Hyundai Tucson Be Your Dream Car? - Find Out the Details of The Car!

શું હ્યુન્ડાઇ ટક્સન તમારી ડ્રીમ કાર બની શકે છે? - કારની વધુ વિગતો જાણો!

સંપૂર્ણ લેખ જુઓ
12 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રકાશિત
The New Upgrades Are All-Set to Make the Tata Punch More Powerful

નવા અપગ્રેડ ટાટા પંચને વધુ શક્તિશાળી બનાવવા માટે તૈયાર છે

સંપૂર્ણ લેખ જુઓ
ઑગસ્ટ 26, 2022 ના રોજ પ્રકાશિત
વધુ બ્લૉગ જુઓ

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એ ઇન્શ્યોરન્સ કંપનીઓ અથવા એગ્રીગેટર વેબસાઇટ દ્વારા પ્રદાન કરવામાં આવતું એક નિ:શુલ્ક ઑનલાઇન ટૂલ છે. તે તમને મોડેલ, વેરિયન્ટ, કવરેજ પ્રકાર અને વ્યક્તિગત માહિતી જેવા પરિબળોને ધ્યાનમાં લઈને તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના ખર્ચનો અંદાજ મેળવવામાં મદદ કરે છે. તમે IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ) ને ઈચ્છા મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકો છો.
તમે ઘણી ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ અથવા ઇન્શ્યોરન્સ એગ્રીગેટર વેબસાઇટ પર કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર મેળવી શકો છો. વેબસાઇટમાં કૅલ્ક્યૂલેટર ટૂલ હોય છે, જેમાં તમારે તમારી કારના રજિસ્ટ્રેશન નંબર જેવી વિગતો દાખલ કરવાની હોય છે. એચડીએફસી અર્ગો સાથે, તમે માત્ર તમારી કાર માટે વ્યક્તિગત ઇન્શ્યોરન્સ ક્વોટ જ મેળવી શકતા નથી પરંતુ શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ સર્વિસ માટે સ્પર્ધાત્મક દરોનો પણ લાભ લઈ શકો છો. નોંધ કરો કે તમે પસંદ કરેલા પ્રીમિયમ પ્લાનના આધારે કૅલ્ક્યૂલેટર તમને અલગ કિંમતો બતાવી શકે છે.
તમારી ઉંમર, જાતિ, ડ્રાઇવિંગ ઇતિહાસ, સ્થળ, કારનું મોડેલ, કવરેજ વિકલ્પો અને કપાતપાત્ર સહિતના ઘણા પરિબળો કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. સુરક્ષિત ડ્રાઇવરો અને ઓછા જોખમવાળા વિસ્તારોમાં પ્રીમિયમ ઓછું હોય છે.
કારનું મોડેલ તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે કારણ કે તે વાહનની કિંમત, રિપેર ખર્ચ અને સુરક્ષા સુવિધાઓને દર્શાવે છે. મોટેભાગે મોંઘી, ઉચ્ચ-કામગીરી અથવા ચોરી થવાની સંભાવના ધરાવતી કાર માટે પ્રીમિયમ વધુ હોય છે. ઉદાહરણ તરીકે, સ્પોર્ટ્સ કાર માટેનું પ્રીમિયમ તેની સામાન્ય સમકક્ષ કાર કરતાં વધુ હોય છે. વધુમાં, વધારે એન્જિન ડિસ્પ્લેસમેન્ટ ધરાવતા વાહનો અથવા ગેસ કે CNG ને ઇંધણ તરીકે ઉપયોગ કરતા વાહનો માટે સામાન્ય રીતે વધુ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું પડે છે.
કાર ઇન્શ્યોરન્સમાં મૂળભૂત પ્રીમિયમ એ ઍડ-ઑન, ડિસ્કાઉન્ટ અથવા ફેરફારો જેવા કોઈપણ અતિરિક્ત પરિબળોને ધ્યાનમાં લેતા પહેલાંની પ્રારંભિક પડતર કિંમત છે. આ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીનો મુખ્ય ખર્ચ છે
હા, તમારી કારનું લોકેશન ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દરને અસર કરી શકે છે. ઇન્શ્યોરન્સની અલગ અલગ કિંમતોનું મુખ્ય કારણ એ છે કે કોઈ વ્યક્તિ ક્લેઇમ કરે તેવી સંભાવના કેટલી છે. શહેરોમાં વધુ પ્રમાણમાં લોકો અને કારો હોય છે, જેનો અર્થ ગ્રામીણ વિસ્તારોની તુલનામાં વધુ ટ્રાફિક અને વધુ અકસ્માતો થાય છે. તેથી, આ વ્યસ્ત સ્થળોના ઉચ્ચ જોખમને કવર કરવા માટે, સામાન્ય રીતે ઇન્શ્યોરન્સનો ખર્ચ વધુ હોય છે.
કાર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, તમારે પ્રીમિયમ સિવાયના પરિબળોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. વ્યાપક સુરક્ષાની સુનિશ્ચિત કરવા માટે કવરેજ, કપાતપાત્ર, કસ્ટમર સર્વિસ, ક્લેઇમની પ્રક્રિયા અને ઇન્શ્યોરરની પ્રતિષ્ઠાને જુઓ. વધુમાં, માત્ર તમારું પ્રીમિયમ ઓછું કરવા માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાથી રિપેરનો ખર્ચ નોંધપાત્ર રીતે વધુ થાય છે. તેથી, શ્રેષ્ઠ કવરેજ મેળવવા માટે યોગ્ય પ્રકારનો મોટર ઇન્શ્યોરન્સ પસંદ કરવો આવશ્યક છે.
હા, ઘણા ડિસ્કાઉન્ટ છે. આ ડિસ્કાઉન્ટ સુરક્ષિત ડ્રાઇવિંગ, એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવા, એક વફાદાર ગ્રાહક હોવા અથવા પૉલિસીઓના બંડલિંગ માટે હોઈ શકે છે. NCB, અથવા નો ક્લેઇમ બોનસ એ મોટાભાગના ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા આપવામાં આવતું ડિસ્કાઉન્ટ છે. જો તમે 5 વર્ષ માટે ક્લેઇમ ના કરો, તો તમે તમારા આગામી વર્ષના પ્રીમિયમમાં 50% નો ઘટાડો મેળવી શકો છો. તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો ત્યારે પણ તમે બચત કરી શકો છો. પ્રીમિયમનો યોગ્ય અંદાજ અને કોઈપણ ચાલુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કાર ઇન્શ્યોરન્સના ખર્ચ માટે કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.
તમારું ચૂકવવાપાત્ર કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જાણવા માટે, તમે મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રદાન કરેલ ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. અમારા હોમ પેજ પર, તમે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર શોધી શકો છો. પ્રીમિયમનો અંદાજ મેળવવા માટે કાર મોડેલનો પ્રકાર, લોકેશન, રજિસ્ટ્રેશન નંબર અને અન્ય વિગતો દાખલ કરો.
કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર માટે જરૂરી વિગતોમાં તમારી વ્યક્તિગત માહિતી, કાર ઉત્પાદનની તારીખ, ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV), વપરાશની પેટર્ન, કારનો રજિસ્ટ્રેશન નંબર, મોડેલ, ઍડ-ઑન કવરની સંખ્યા, NCB, જો કોઈ હોય તો, કપાતપાત્ર અને તમે મેળવવા ઈચ્છતા કોઈપણ અતિરિક્ત સુવિધાઓ કે ઍડ-ઑનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કારના વેરિયન્ટ, ઇંધણના પ્રકાર, ઉંમર અને જાતિ અને RTO નું સ્થાન પણ ફરજિયાત છે.
ભારતમાં કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ખૂબ જ ભિન્ન હોઈ શકે છે. આ શુલ્ક કવરેજના પ્રકાર, કારના મોડેલ, સ્થાન, ડ્રાઇવરની ઉંમર અને ક્લેઇમના ઇતિહાસ જેવા પરિબળો પર આધારિત રહેશે. ચોક્કસ અંદાજ મેળવવા માટે, કાર ઇન્શ્યોરન્સના ખર્ચ માટે કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાની અને તમારી ચોક્કસ વિગતો અને પસંદગીઓના આધારે વિવિધ ઇન્શ્યોરર પાસેથી ક્વોટ મેળવવાની સલાહ આપવામાં આવે છે.
ભારતમાં કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સની વાત આવે ત્યારે પ્રીમિયમ માટે કોઈ નિશ્ચિત કિંમત નથી. કાર ઇન્શ્યોરન્સની કિંમત તમારા સ્થાન, કારના મોડેલ અને કવરેજ જેવા પરિબળોના આધારે વ્યાપકપણે બદલાઈ શકે છે.
12-મહિનાનું પ્રીમિયમ કાર ઇન્શ્યોરન્સ એ એક વર્ષની ઇન્શ્યોરન્સ પૉલિસીનો સંદર્ભ આપે છે. તે તમારા વાહનને સંપૂર્ણ એક વર્ષ માટે કવર કરે છે, અને તમે વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવો છો. 12-મહિનાની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો મુખ્ય લાભ એ છે કે તમારો દર સંપૂર્ણ એક વર્ષ માટે નિશ્ચિત રહે છે.
તમારે ચૂકવવાનું પ્રીમિયમ ઘણા પરિબળો પર આધારિત હોય છે. કવરનો પ્રકાર, વર્તમાન IDV, પસંદ કરેલા ઍડ-ઑન અને તમારું જમા થયેલ NCB તમારા પ્રીમિયમને પ્રભાવિત કરી શકે છે. 10 લાખની કાર માટે ઇન્શ્યોરન્સની કિંમત ₹20,000 થી ₹40,000 સુધી હોઈ શકે છે. જો કે, તમારે ચૂકવવાની રકમનો યોગ્ય અંદાજ મેળવવા માટે કાર ઇન્શ્યોરન્સના ખર્ચ માટેના કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવો જોઈએ.
કાર ઇન્શ્યોરન્સને માત્ર કાનૂની આદેશ તરીકે ગણવું જોઈએ નહીં. તેના લાભો ઘણા છે, અને તેથી, સૌથી ઓછા પ્રીમિયમની પસંદગી કરવી એ હંમેશા શ્રેષ્ઠ અભિગમ ન હોઈ શકે. જો કે, કાર ઇન્શ્યોરન્સ પર સૌથી ઓછું પ્રીમિયમ મેળવવા માટે, સ્વચ્છ ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવો, ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ શોધો, તમારી કપાતપાત્ર રકમમાં વધારો કરો, નાની વસ્તુઓ માટે ક્લેઇમ કરવાનું ટાળો, એન્ટી-થેફ્ટ ડિવાઇસનો ઉપયોગ કરો અને તમારા નો-ક્લેઇમ બોનસને ટ્રાન્સફર કરો. સૌથી છેલ્લે પણ મહત્વપૂર્ણ બાબત, ખરીદી કરતી વખતે બીજે તપાસ કરો અને કિંમતોની તુલના કરો.
હા, તમે તમારા કાર ઇન્શ્યોરન્સના રિન્યૂઅલના સમયે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને તમારી હાલની પૉલિસીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે અને જરૂર હોય તેવા કોઈપણ ફેરફારો વિશે વિચારવામાં મદદ કરે છે.
કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને અન્ય ઉપલબ્ધ વિકલ્પો સાથે તમારા વર્તમાન પ્રીમિયમની તુલના કરવાની સુવિધા આપે છે. તે સુનિશ્ચિત કરે છે કે તમને દર વર્ષે શ્રેષ્ઠ કિંમતે તમારું કવરેજ મળે. દરેક કારના માલિક અલગ હોય છે, અને તેમની જરૂરિયાતો પણ અલગ હોય છે. રિન્યૂઅલ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને તમારી બદલાતી જરૂરિયાતો અને બજેટને અનુરૂપ તમારા કવરેજને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે.

એવૉર્ડ અને સન્માન

છેલ્લું અપડેટ: 2023-02-20

તમામ એવૉર્ડ જુઓ