કાર ઇન્શ્યોરન્સ માટે પર્સનલ એક્સિડન્ટ કવર
પ્રીમિયમ શરૂ થાય છે ₹2072થી ^

પ્રીમિયમ શરૂ થાય છે

₹2094થી*
6700+ કૅશલેસ ગેરેજ

6700+ કૅશલેસ

ગેરેજˇ
ઓવર નાઇટ વ્હીકલ રિપેર¯

ઓવરનાઇટ વ્હીકલ

રિપેર-
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / પર્સનલ એક્સિડન્ટ કવર - કારના અકસ્માતો સામે સુરક્ષા આંગળીના ટેરવે

પર્સનલ એક્સિડેન્ટ કવર ઑનલાઇન

પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કાયદા દ્વારા આવશ્યક છે, અને મોટાભાગના ઑટોમોબાઇલ માલિકો આ વિશે જાણતા હોય છે. તેમ છતાં, માલિક ડ્રાઇવર માટે ફરજિયાત PA કવર છે જે પૉલિસી સાથે એકસાથે ખરીદવું જોઈએ. જાન્યુઆરી 2019 પહેલાં, ફરજિયાત PA કવરેજ ઑટોમોબાઇલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે શામેલ કરવામાં આવ્યું હતું. જો કે, જો તમે પહેલેથી જ વ્યક્તિગત અકસ્માત પૉલિસી અથવા અન્ય વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો જેમાં વ્યક્તિગત અકસ્માત પૉલિસી શામેલ છે તો તે હવે વૈકલ્પિક છે.

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ શું છે?

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માતને કારણે થતી ઈજાઓ, મૃત્યુ અથવા વિકલાંગતા સામે ઇન્શ્યોરન્સ ધારકને સુરક્ષા પ્રદાન કરે છે. વાહનને ચલાવવા દરમિયાન કોઈ દુર્ઘટના અથવા કોઈ અન્યની ભૂલને કારણે ઘણા સંભવિત જોખમો ઉદ્ભવી શકે છે. પર્સનલ એક્સિડન્ટ કવર અણધાર્યા માર્ગ અકસ્માતની સ્થિતિમાં ઇન્શ્યોરન્સ ધારક અને તેમના પ્રિયજનોને વળતર આપશે. અને તે ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ કામકાજ માટે મોટાભાગનો સમય મુસાફરીમાં વિતાવે છે.

પર્સનલ એક્સિડન્ટ કવર ખરીદવા માટે કોણ પાત્ર બની શકે છે

કાર ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવર છે. જોકે તે એક ફરજિયાત વૈધાનિક આવશ્યકતા છે, અને જો તમારી પાસે કાર હોય, તો તમારી પાસે પર્સનલ એક્સિડન્ટ કવર પણ હોવું આવશ્યક છે. અન્યથા, કાર ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડન્ટ કવર પસંદ કરવા માટે, તમારી ઉંમર 18 વર્ષ અથવા તેનાથી વધુ હોવી જોઈએ. અને પૉલિસી માટે મહત્તમ કવરેજની ઉંમર 70 વર્ષ છે.

પર્સનલ એક્સિડન્ટ કવરની વિશેષતાઓ

પ્રસ્તુત છે વ્યક્તિગત પર્સનલ એક્સિડન્ટ પૉલિસીની વિશેષતાઓ પર એક ઝડપી નજર.

ઑફર કરેલ વિશેષતા વિગતો
ઇન્શ્યોરન્સ ધારકનું આકસ્મિક મૃત્યુ કવર કરેલ છે
અકસ્માતને કારણે ઇન્શ્યોર્ડની વિકલાંગતા કવર કરેલ છે
અકસ્માતને કારણે દાઝવું કવર કરેલ છે
બ્રોકન બોન્સ કવર કરેલ છે
સમ ઇન્શ્યોર્ડ ₹ 15 લાખ

પર્સનલ એક્સિડન્ટ કવરના લાભો

રસ્તા પર વાહન ચલાવતી વખતે ઘણી અનિશ્ચિતતાઓ હોય છે. કોઈ વ્યક્તિ પ્રાણીથી બચવા માંગતું હોઈ શકે અને અચાનક અકસ્માતનું કારણ બની શકે છે, જ્યારે કોઈ અન્ય વ્યક્તિ બેધ્યાન હોય અથવા વિચલિત હોઈ શકે છે, જેના પરિણામે અકસ્માત થાય છે. કોઈ વ્યક્તિ સાથે આવી ઘટનાઓ ભાગ્યે જ ના થઈ હોય. જો કે, માલિક ડ્રાઇવર માટે PA કવર પોતાને સુરક્ષિત કરવાની એક સમજદાર રીત છે. કાર ઇન્શ્યોરન્સમાં PA કવરના લાભો અહીં આપેલ છે.

1. જો ઇન્શ્યોર્ડ વ્યક્તિને અકસ્માત થાય, જેના લીધે વિકલાંગતા આવે, તો તેમને નાણાંકીય મદદ પ્રદાન કરે છે.

2. ઇન્શ્યોર્ડ વ્યક્તિને ઉપચાર, હૉસ્પિટલનું બિલ અને દવાઓ જેવા મેડિકલ ખર્ચ માટે નાણાંકીય મદદ પ્રદાન કરે છે.

3. અકસ્માત દરમિયાન જો ઇન્શ્યોરન્સ ધારકનું મૃત્યુ થાય, તો PA કવર પૉલિસીના નૉમિની અથવા પરિવારના જીવિત સભ્યોને નાણાંકીય મદદ પ્રદાન કરે છે.

પર્સનલ એક્સિડન્ટ કવરના પ્રકારો



ઇન્શ્યોરન્સમાં બે અલગ પ્રકારના PA કવર હોય છે, અને તે છે:

1

ઈન્ડિવિજ્યુઅલ પર્સનલ એક્સિડન્ટ પૉલિસી

આ પૉલિસીમાં અકસ્માત દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા અંગો ગુમાવવા, દૃષ્ટિ ગુમાવવી જેવી ઈજાઓ અને મૃત્યુને કવર કરવામાં આવે છે. અને તે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઉપલબ્ધ છે.
2

ગ્રુપ વ્યક્તિગત અકસ્માત પૉલિસી

ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ પૉલિસીઓ મૂળભૂત રીતે અકસ્માતને લગતી પૉલિસીઓ છે, જે સામાન્ય રીતે પોતાના કર્મચારીઓ માટે નિયોક્તા દ્વારા પ્રાયોજિત હોય છે. નિયોક્તાઓ પાસે નોંધપાત્ર સંખ્યામાં કર્મચારીઓ હોય, તો તેમને મોટાભાગે આ પૉલિસી ડિસ્કાઉન્ટના ભાવે મળે છે.

માલિક-ડ્રાઇવર માટે વ્યક્તિગત અકસ્માતનું વળતર

ઓનર ડ્રાઇવર પર્સનલ એક્સિડન્ટ કવરમાં મહત્તમ ₹15 લાખની સમ ઇન્શ્યોર્ડ રકમ નિર્ધારિત કરવામાં આવેલ છે. અને અકસ્માતના કિસ્સાઓમાં, વળતરની ચુકવણી ઇન્શ્યોરન્સ ધારકને અથવા પૉલિસીના નૉમિનીને કરવામાં આવશે. માલિક ડ્રાઇવર માટે PA કવરનું વળતર માળખું અહીં આપેલ છે.

ઈજાનો પ્રકાર વળતર
એક આંખ ગુમાવવી અથવા એક અંગ ગુમાવવું 50%
બંને આંખો ગુમાવવી અથવા
બંને અંગો ગુમાવવા
100%
અકસ્માતને કારણે કાયમી વિકલાંગતા 100%
ઇન્શ્યોરન્સ ધારકનું મૃત્યુ 100%

શું વ્યક્તિગત અકસ્માત કવર હોવું ફરજિયાત છે?

1988 ના મૂળ મોટર વાહન અધિનિયમમાં માલિક ડ્રાઇવર માટે ફરજિયાત PA કવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, ફરજિયાત PA કવરને પાછળથી સુધારા તરીકે ઉમેરવામાં આવ્યું હતું. અને તેને મૃતકના પરિવારને વળતર આપવા અથવા વિકલાંગતા કે ઈજાના કિસ્સામાં વળતર પ્રદાન કરવાના હેતુથી ઉમેરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 2019 માં અન્ય સુધારાએ ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવર મેળવવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો હતો. નીચેની કોઈપણ પરિસ્થિતિઓમાં, તમે ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવરને છોડી શકો છો.

1. જો તમારી પાસે પહેલેથી જ ₹15 લાખ અથવા તેનાથી વધુના કવરેજની વર્તમાન લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય.

2. જો તમે પહેલેથી જ તમારા અન્ય કોઈપણ વાહન માટે માલિક ડ્રાઇવર PA કવર ખરીદ્યું હોય.

જો ઉપરોક્ત કોઈપણ પરિસ્થિતિઓ ના હોય, તો તમે કાર ઇન્શ્યોરન્સ પર્સનલ એક્સિડન્ટ કવર પસંદ કરી શકો છો અને ₹15 લાખનું કવરેજ પ્રાપ્ત કરી શકો છો.

શું કવર થાય છે અને શું કવર થતું નથી?

કાર ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડન્ટ કવર નીચેની સમાવિષ્ટ અને બાકાત બાબતો પ્રદાન કરે છે.

1

સંપૂર્ણ વળતર

100%. માલિક-ડ્રાઇવરની મૃત્યુ પર પૉલિસીના નૉમિનીને વળતર.
2

એકસામટી રકમની ચુકવણી

પૉલિસીના નૉમિનીને વળતરની એકસામટી રકમની ચુકવણી પ્રાપ્ત થાય છે.
3

અંગવિચ્છેદન પર
વળતર

બંને અંગો ગુમાવવા, બંને આંખો ગુમાવવી, અને એક આંખ અને એક અંગ ગુમાવવા પર માલિક-ડ્રાઇવરને 100% વળતર.
4

ઇન્શ્યોર્ડ કાર
ચલાવતા હોય

ઇન્શ્યોર્ડ વ્યક્તિ કાર ચલાવી રહ્યા હોય અથવા કારમાં ચઢતા કે તેમાંથી ઉતરતા હોય ત્યારે પર્સનલ એક્સિડન્ટ કવર લાગુ પડે છે.
5

અકસ્માત દરમિયાન
આંખોની દૃષ્ટિ ગુમાવવી

એક આંખની દૃષ્ટિ ગુમાવવા પર અથવા એક અંગ ગુમાવવા પર માલિક-ડ્રાઇવરને 50% વળતર.
6

કાયમી અસમર્થતા

કાયમી વિકલાંગતાના કિસ્સામાં માલિક-ડ્રાઇવરને 100% વળતર.

શું આપણે એકથી વધુ વખત પર્સનલ એક્સિડન્ટ કવર ખરીદવાની જરૂર છે?

ના, એકથી વધુ વખત PA કવર ખરીદવાની કોઈ જરૂર નથી. જાન્યુઆરી 2019 પહેલાં, પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરને કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે બંડલ કરેલ હતું.

અગાઉ, જો તમારી પાસે બે કાર હોય અને તમે બે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી હોય, તો તમારે બે વાર PA કવર ખરીદવું પડતું હતું. આના પરિણામે કાર માલિકો પાસે એકથી વધુ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી થઈ જતી અને તેનો ખર્ચ ભોગવવો પડતો.

જો કે, હવે તેવી પરિસ્થિતિ નથી. પર્સનલ એક્સિડન્ટ પૉલિસી હવે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે બંડલ કરેલ નથી. જો તમારી પાસે પહેલેથી જ કવરેજ હોય, તો તમે પૉલિસી જતી કરી શકો છો.

શા માટે પસંદ કરવું એચડીએફસી અર્ગો

1. 1.5 કરોડથી વધુ સંતુષ્ટ ગ્રાહકો સાથે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ.

2. 4/7 કસ્ટમર સપોર્ટની બેજોડ સુવિધા મેળવો.

3. ગ્રાહકોને સંતોષજનક સર્વિસ અને દરેક માટે અનુકૂળ પ્લાન પ્રદાન કરવાનો 16 વર્ષથી વધુનો અનુભવ.

4. શ્રેષ્ઠ અકસ્માત ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઍક્સેસ મેળવો.

5. ક્લેઇમનું સરળ સેટલમેન્ટ અને અત્યંત પારદર્શિતા.

6. ગ્રાહકોના અનુભવ, વિશ્વ-સ્તરીય સર્વિસ, સરળ ક્લેઇમ માટે અને શ્રેષ્ઠ પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ કંપની તરીકે પણ અનેક એવૉર્ડ જીતનાર બ્રાન્ડ સાથે જોડાણ.

પર્સનલ એક્સિડન્ટ પૉલિસી ક્લેઇમની પાત્રતા

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરનો ક્લેઇમ કરવા માટે, તમારે:

1. માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.

2. કોઈપણ નશીલા પદાર્થો અથવા દારૂના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં.

3. માન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ.

ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

તમારી પર્સનલ એક્સિડન્ટ પૉલિસીનો ક્લેઇમ કરવા માટે, તમારે નીચેના ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. આ ડૉક્યુમેન્ટને કારણે ક્લેઇમ પ્રક્રિયા સરળ બનશે.

1. યોગ્ય રીતે ભરેલું ક્લેઇમ ફોર્મ

2. માલિક-ડ્રાઇવરનું મૃત્યુ પ્રમાણપત્ર

3. ડૉક્ટર તરફથી વિકલાંગતાનું પ્રમાણપત્ર

4. માલિક-ડ્રાઇવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ

5. કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ

6. હૉસ્પિટલ તપાસ રિપોર્ટ

7. હૉસ્પિટલ ડિસ્ચાર્જ સમરી

8. FIR

9. પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટ

10. દવાઓના બિલ

11. KYC ફોર્મ અને KYC ડૉક્યુમેન્ટ

ક્લેઇમ પ્રોસેસ

એચડીએફસી અર્ગો દ્વારા પ્રદાન કરેલ શ્રેષ્ઠ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ચુકવણીની પદ્ધતિ તરીકે કૅશલેસ અને વળતર બંનેની સુવિધા પ્રદાન કરે છે. તમારે પર્સનલ એક્સિડન્ટ પૉલિસીનો ક્લેઇમ કરવા માટે આ પગલાં અનુસરવા આવશ્યક છે.

1

કૅશલેસ

1. એચડીએફસી અર્ગોને હૉસ્પિટલાઇઝેશન વિશે 48 કલાકની અંદર જાણ કરો.

2. હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પર પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો શેર કરો.

3. હૉસ્પિટલમાં પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મ ભરો.

4. એચડીએફસી અર્ગોને ફોર્મ વિશે જાણ કરવાથી પ્રક્રિયા ઝડપી થશે.

5. સામાન્ય રીતે, બે કલાકની અંદર એપ્લિકેશનની સમીક્ષા કરવામાં આવશે, અને તમને SMS અને ઇમેઇલ દ્વારા માહિતી પ્રાપ્ત થશે.

6. તમે તમારા પર્સનલ એક્સિડન્ટ કવરના ક્લેઇમનું સ્ટેટસ ઑનલાઇન તપાસી શકો છો.

2

ભરપાઈ

1. જો તમે એચડીએફસી અર્ગોની નેટવર્ક હૉસ્પિટલોની સૂચિમાં ન હોય તેવી કોઈપણ હૉસ્પિટલની મુલાકાત લો છો, તો વળતર મેળવી શકાય છે.

2. તમારે હૉસ્પિટલાઇઝેશન વિશે ઇમરજન્સીમાં દાખલ થયાના 2 દિવસની અંદર એચડીએફસીને જાણ કરવી આવશ્યક છે.

3. માલિક ડ્રાઇવર માટે PA કવર માટેના તમામ ડૉક્યુમેન્ટ ડિસ્ચાર્જ થયાના 15 દિવસની અંદર સબમિટ કરો.

4. તમામ ડૉક્યુમેન્ટની સમીક્ષા થયા પછી, એચડીએફસી તમને ક્લેઇમની મંજૂરી અથવા નકાર વિશે જાણ કરશે.

5. મંજૂરી પર, એનઇએફટી દ્વારા તમારા દ્વારા સબમિટ કરેલ એકાઉન્ટની વિગતોમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

6. નકારવા પર, તમને ક્લેઇમના અસ્વીકાર વિશે એક ઇમેઇલ અને SMS પ્રાપ્ત થશે.

સમગ્ર ભારતમાં 6700+ કૅશલેસ ગેરેજ

કાર ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ

4.4 સ્ટાર

HDGCERGO કાર ઇન્શ્યોરન્સને સ્ટાર રેટિંગ

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

તમામ 1,58,678 રિવ્યૂ જુઓ
સરસ અનુભવ હતો. હું લોકલ સર્વિસ પ્રદાતા દ્વારા ફસાઇ ગયો હોત પરંતુ સર્વિસ સેન્ટરને ક્રેડિટ થયેલ ચોક્કસ રકમની જાણકારી મને બહુ ઉપયોગી સાબિત થઈ અને તેના લીધે હું મંજૂર થયેલ રકમની સંપૂર્ણ ક્રેડિટ મેળવવામાં સફળ થયો. મેં બૅલેન્સ રકમની ચુકવણી કરી અને મારી કાર પિક-અપ કરી. પારદર્શિતા અને ત્વરિત પ્રતિસાદ માટે ખૂબ ખૂબ આભાર.
હું તમારા કૉલ સેન્ટરના પ્રતિનિધિઓની વાત કરવાની શ્રેષ્ઠ રીત અને આકર્ષક વર્તનથી ખૂબ જ પ્રભાવિત છું. તેઓએ ખૂબ સારી રીતે મારા કૉલ પર ધ્યાન આપી મને માર્ગદર્શન આપ્યું અને મને મારો વ્હીકલ ઇન્શ્યોરન્સ લેવામાં મદદ કરી હતી.
તમારી ટીમે મારી શંકાઓ દૂર કરી છે અને મારા વાહન માટે શ્રેષ્ઠ પૅકેજ પસંદ કરવામાં મદદ કરી છે. તમારી કૉલ સેન્ટર ટીમની નોંધપાત્ર કામગીરી છે. આવી રીતે જ સારી કામગીરી કરવાનું જાળવી રાખો.
હું એચડીએફસી અર્ગોની સેવાથી સંતુષ્ટ છું. તેથી, હું મારા સહકર્મીઓને એચડીએફસી અર્ગોનો ઇન્શ્યોરન્સ લેવાની સલાહ આપું છું.
મને બેસ્ટ પૉલિસી ખરીદવામાં મદદ કરવા બદલ હું કસ્ટમર સર્વિસ ટીમનો આભાર માનું છું.

વાંચો લેટેસ્ટ કાર ઇન્શ્યોરન્સ બ્લૉગ માટે પર્સનલ એક્સિડન્ટ કવર

પર્સનલ એક્સિડન્ટ પૉલિસી વિશે જાણવા લાયક 10 બાબતો

પર્સનલ એક્સિડન્ટ પૉલિસી વિશે જાણવા લાયક 10 બાબતો

સંપૂર્ણ લેખ જુઓ
19 એપ્રિલ, 2022 ના રોજ પ્રકાશિત
શા માટે આજના સમયમાં પર્સનલ એક્સિડન્ટ કવરની જરૂરિયાત છે?

શા માટે આજના સમયમાં પર્સનલ એક્સિડન્ટ કવરની જરૂરિયાત છે?

સંપૂર્ણ લેખ જુઓ
09 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રકાશિત
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કેવી રીતે લાભદાયક છે?

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કેવી રીતે લાભદાયક છે?

સંપૂર્ણ લેખ જુઓ
18 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રકાશિત
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે કામ કરે છે?

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે કામ કરે છે?

સંપૂર્ણ લેખ જુઓ
18 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રકાશિત
વધુ બ્લૉગ જુઓ

કાર ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડન્ટ કવર માટે FAQ


કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સાથે એચડીએફસી અર્ગો પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી મહત્તમ કવરેજ અને અત્યંત સરળ ક્લેઇમ પ્રક્રિયાની સુવિધા પ્રદાન કરે છે, જેના માટે તમારે ઓછામાં ઓછા પ્રયત્ન કરવાના રહેશે.

આ પ્લાન માલિક-ડ્રાઇવરને અકસ્માત, જેમાં વિકલાંગતા, મૃત્યુ અથવા ઈજા થઈ શકે છે, તેવા સંજોગોમાં સુરક્ષિત કરે છે.

હા, તમે તમારા કાર ઇન્શ્યોરન્સ સાથે ઓછા પ્રીમિયમની ચુકવણી કરીને ઑનલાઇન પર્સનલ એક્સિડન્ટ પૉલિસી પસંદ કરી શકો છો. બંડલ્ડ પ્લાન તમને જરૂરી તમામ કવરેજ પ્રદાન કરશે.

એચડીએફસી અર્ગો સાથે હવે બધા ઇન્શ્યોર્ડ
બાકી ટાયરની ઊંડાઈને માપવા માટે ₹ 5 નો સિક્કો ટાયર ડેપ્થ ગેજનો શ્રેષ્ઠ વિકલ્પ છે!

એવૉર્ડ અને સન્માન

છેલ્લું અપડેટ: 2023-02-20

તમામ એવૉર્ડ જુઓ