#SwitchToBetter એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સમાં
45 દિવસની અંદર તમારી પોર્ટેબિલિટીની વિનંતી સબમિટ કરો અથવા પૉલિસી રિન્યુઅલની તારીખ અને એચડીએફસી અર્ગો સાથે કવરેજની સાતત્યતાનો આનંદ માણો
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી તમને નો ક્લેઇમ બોનસ અને વેટિંગ પીરિયડ ક્રેડિટ જેવા મુખ્ય લાભો ગુમાવ્યા વિના તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને એચડીએફસી અર્ગોમાં સ્વિચ કરવાની સુવિધા આપે છે. IRDAI દ્વારા નિયંત્રિત, આ કવરેજની સંપૂર્ણ સાતત્ય સાથે સરળ સ્વિચ કરવું સુનિશ્ચિત કરે છે. તમારી પૉલિસી પોર્ટ કરવા માટે, માત્ર તમારી પૉલિસી રિન્યુઅલની તારીખના 45 દિવસની અંદર વિનંતી સબમિટ કરો.
એચડીએફસી અર્ગો વ્યાપક હૉસ્પિટલ નેટવર્ક અને ઝડપી ક્લેઇમ પ્રોસેસિંગ સાથે વિશાળ શ્રેણીના પ્લાન ઑફર કરે છે. પોર્ટેબિલિટી તમને વેટિંગ પિરિયડ શરૂ કર્યા વિના વધુ સારા કવરેજમાં અપગ્રેડ કરવામાં પણ મદદ કરે છે, જે તમારી વિકસતી સ્વાસ્થ્ય જરૂરિયાતોને અનુરૂપ પ્લાન પસંદ કરતી વખતે તમારા કમાયેલા લાભોને જાળવવાની એક સ્માર્ટ રીત છે.
એચડીએફસી અર્ગો તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે યોગ્ય ઇન્શ્યોરન્સ કંપની હોઈ શકે છે. તેના કેટલાક કારણો અહીં આપેલ છે –
એચડીએફસી અર્ગો પોતાના પ્રૉડક્ટ અને સર્વિસ માટે 3.2 કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ ધરાવે છે.
એચડીએફસી અર્ગો સમગ્ર ભારતમાં 16,000 થી વધુ હૉસ્પિટલો સાથે જોડાયેલ છે. આ તમને કૅશલેસ હૉસ્પિટલને સરળતાથી શોધવામાં અને કૅશલેસ આધારે તમારા ક્લેઇમને સેટલ કરવામાં મદદ કરે છે.
તમારા ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ હૉસ્પિટલમાં તમે તમારી પસંદગીનો રૂમ લઈ શકતા નથી તે અંગે ચિંતિત છો? માય:હેલ્થ સુરક્ષા તમને તબીબી સારવાર સંબંધિત સુવિધાઓની ખાતરી આપે છે.
એચડીએફસી અર્ગોમાં પસંદ કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. કોવિડ કવરથી લઈને કોમ્પ્રિહેન્સિવ ઇન્ડેમ્નિટી અને ફિક્સ્ડ બેનિફિટ પ્લાન સુધી, તમે શોધી રહ્યા હોવ તે તમામ તમને એક છત હેઠળ મળે છે.
એચડીએફસી અર્ગો ડિજિટલ રીતે સક્ષમ સર્વિસ પ્રદાન કરે છે, જેથી તમે તમારી પૉલિસી ઑનલાઇન ખરીદી, રિન્યૂ કરી શકો અને તેમાં ક્લેઇમ પણ કરી શકો. ડિજિટલ સર્વિસ દ્વારા સુવિધા અને સરળતાથી કામ થાય છે.
બિમારીની સારવાર માટે વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ) ઓછી પડવા અંગે ચિંતિત છો? સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ હેઠળ જો તમારો હાલનો સમ ઇન્શ્યોર્ડ વપરાઇ જાય છે તો પણ તમને મૂળ સમ ઇન્શ્યોર્ડ સુધીનો વધારાનો ઇન્શ્યોરન્સ મળે છે.
45 દિવસની અંદર તમારી પોર્ટેબિલિટીની વિનંતી સબમિટ કરો અથવા પૉલિસી રિન્યુઅલની તારીખ અને એચડીએફસી અર્ગો સાથે કવરેજની સાતત્યતાનો આનંદ માણો
નીચેના કારણોસર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પોર્ટ કરવો લાભદાયક છે –
જો તમને વ્યાપક કવરેજ પ્રદાન કરતો સારો હેલ્થ પ્લાન મળે, તો પોર્ટિંગ તમને બહેતર કવરેજનો આનંદ માણવામાં મદદરૂપ થશે. તમે પ્લાન સ્વિચ કરી શકશો અને સર્વ-સમાવેશી પ્લાન સાથે આર્થિક સુરક્ષા મેળવી શકશો.
પોર્ટેબિલિટી વિશેની શ્રેષ્ઠ વાત એ છે કે તમને પ્લાનમાં સાતત્યના લાભો મળતા રહે છે. તમારું કવરેજ ચાલુ રહે છે, અને વેટિંગ પીરિયડમાં પણ ઘટાડો થાય છે.
પોર્ટેબિલિટી તમને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવામાં મદદ કરી શકે છે. વિવિધ પ્લાનમાં અલગ-અલગ પ્રીમિયમ દરો હોય છે, અને જ્યારે તમે તુલના કરો અને તમને બહેતર કવરેજ પ્રદાન કરતા વધુ સારા પ્લાન મળે, ત્યારે તમે પોર્ટ કરી શકો છો અને પ્રીમિયમમાં બચત કરી શકો છો.
જ્યારે તમે ગ્રાહકોને ઉત્તમ સર્વિસ પ્રદાન કરતી ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરો છો, ત્યારે તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં વેચાણ બાદની બહેતર સર્વિસ અને ક્લેઇમ સંબંધિત સહાય મેળવી શકો છો.
જ્યારે તમે પોર્ટ કરો છો, ત્યારે તમે તમારું નો-ક્લેઇમ બોનસ જાળવી શકો છો. બોનસ તમારી નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી તમે નવા પ્લાનમાં પણ આ લાભ મેળવી શકો.
તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને એચડીએફસી અર્ગોમાં બદલવી ખૂબ સરળ છે. તમારા પોર્ટ કરવાના નિર્ણયની જાણ અમને તમારી હાલની પૉલિસીના રિન્યૂઅલની તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં કરો. અમને જાણ કરો, અને બસ થઈ ગયું! અમે તમને માર્ગદર્શન આપીશું અને એચડીએફસી અર્ગોમાં પોર્ટ કરવામાં અને સ્વિચ કરવામાં તમારી મદદ કરીશું અને સંભાવનાઓની દુનિયામાં તમારું સ્વાગત કરીશું.
રિન્યુઅલના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં તમારી પોર્ટિંગ વિનંતી સબમિટ કરો.
અમારા નિષ્ણાતો તમારો સંપર્ક કરશે, તમારા વિકલ્પો સમજાવશે અને પોર્ટિંગ પ્રોસેસ દ્વારા તમને માર્ગદર્શન આપશે.
વર્તમાન પૉલિસીની કૉપી, સભ્યની વિગતો અને ક્લેઇમની હિસ્ટ્રી જેવી વિગતો પ્રદાન કરો. અમે તમને હેલ્થ ચેક-અપ કરાવવા માટે કહી શકીએ છીએ.
એકવાર તમારી પોર્ટેબિલિટીની વિનંતી મંજૂર થયા પછી, અમે તમારી પૉલિસીને સરળતાથી પોર્ટ કરીશું અને તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવરેજનો આનંદ માણી શકશો.
તમે તમારી હાલના સમ ઇન્શ્યોર્ડને એચડીએફસી અર્ગોમાં પોર્ટ કરી શકો છો. આ ઉપરાંત, જ્યારે તમે એચડીએફસી અર્ગોના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પોર્ટ કરો, ત્યારે તમે ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ પણ પસંદ કરી શકો છો.
પાછલી પૉલિસીમાં તમે કમાયેલ નો-ક્લેઇમ બોનસ પણ તમારા એચડીએફસી અર્ગો હેલ્થ પ્લાનમાં પોર્ટ કરી શકાય છે. આ બોનસ તમને તમારી પાછલી પૉલિસીમાં ક્લેઇમ ન કરવાના લાભનો આનંદ માણવામાં મદદ કરી શકે છે.
જ્યારે તમે એચડીએફસી અર્ગો પર પોર્ટ કરો છો ત્યારે વેટિંગ પીરિયડમાં પણ ઘટાડો થાય છે. તમે પહેલેથી જ તમારી પાછલી પૉલિસીમાં પસાર કરેલ વેટિંગ પીરિયડના વર્ષોને બાદ કરીએ છીએ જેથી તમારે અમારી સાથે ફરીથી રાહ ન જોવી પડે.
સામાન્ય રીતે, પોર્ટેબિલિટીમાં વધારે ડૉક્યુમેન્ટની જરૂર હોતી નથી કારણ કે પ્રોસેસ ઑનલાઇન થઈ ગઈ છે. જો કે, તમારે પૉલિસી પોર્ટ કરવા માટે નીચે આપેલ ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે –
સામાન્ય રીતે, એચડીએફસી અર્ગો એ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની વિનંતીઓને નકારતી નથી. તમે સરળતાથી તમારા જૂના પ્લાનને નવી અને કોમ્પ્રિહેન્સિવ એચડીએફસી અર્ગો પૉલિસીમાં પોર્ટ કરી શકો છો. જો કે, કેટલાક કિસ્સાઓમાં, અમે તમારી પોર્ટિંગ વિનંતીને નકારી શકીએ છીએ. આ ઘટનાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે –
જો તમે અપર્યાપ્ત માહિતી પ્રદાન કરી હોય
જો તમે પોર્ટિંગની વિનંતી કરવામાં વિલંબ કર્યો હોય અને તમારા હાલના હેલ્થ પ્લાનને પહેલેથી જ રિન્યૂ કરવામાં આવ્યો હોય
જો તમે ભૂતકાળમાં તમારી વર્તમાન પૉલિસીમાં અનેક ક્લેઇમ કર્યા હોય
જો તમારી પાછલી પૉલિસીના ડૉક્યુમેન્ટ ઉપલબ્ધ ના હોય
જો તમારી ઉંમર તમે પોર્ટ કરવાની વિનંતી કરેલ નવા પ્લાન હેઠળ મંજૂર મહત્તમ વય મર્યાદાને વટાવી ગઈ હોય
જો તમારી પહેલાંથી હાજર બીમારી અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવતી ના હોય
જો ફેમિલી ફ્લોટરમાંથી વ્યક્તિગત પ્લાનમાં પોર્ટ કરતી વખતે પૂછાતા પ્રશ્નોના જવાબો સંતોષકારક ના હોય
જો તમારી પૉલિસીની સમયસીમા પહેલેથી જ સમાપ્ત થઈ ગઈ હોય
એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવરેજ તમે ખરીદી રહેલ પૉલિસીના પ્રકાર પર આધારિત હોય છે. સામાન્ય રીતે, તમને નીચેના માટે કવરેજ મળે છે –
જો તમને 24 કલાક અથવા તેનાથી વધુ સમય માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તમને થતા હૉસ્પિટલના બિલ માટે કવર મળે છે. આ બિલમાં રૂમના ભાડા, નર્સ, સર્જન, ડૉક્ટરોની ફી વગેરેનો સમાવેશ થાય છે.
હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં અથવા હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછીના તબીબી ખર્ચને આ પ્લાન હેઠળ કવર કરી લેવામાં આવે છે. ચોક્કસ દિવસો માટે કવરેજની પરવાનગી છે.
જો તમે તમને હૉસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સ ભાડે કરો, તો આ એમ્બ્યુલન્સનો ભાડા ખર્ચ પણ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવશે.
ડે-કેર સારવાર આ એ સારવાર છે જેમાં તમારે 24 કલાક અથવા તેનાથી વધુ માટે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આવી સારવાર થોડા કલાકોની અંદર પૂર્ણ થાય છે. એચડીએફસી અર્ગો હેલ્થ પ્લાન્સ તમામ ડે-કેર સારવારને કવર કરે છે.
એચડીએફસી અર્ગો પ્લાન્સ હેઠળ મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ્સ ની પરવાનગી છે જેથી તમે તમારા સ્વાસ્થ્યને નિયમિતપણે મૉનિટર અને ટ્રૅક કરી શકો.
જો તમને ઘરે જ હૉસ્પિટલની જેમ દાખલ કરીને સારવાર આપવામાં આવે, તો આવી સારવારનો ખર્ચ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે.
એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કોઈ દાતા પાસેથી અંગ કાઢવાનો ખર્ચ કવર કરવામાં આવશે.
એચડીએફસી અર્ગો પ્લાન હેઠળ સારવારની વૈકલ્પિક પદ્ધતિઓને પણ કવર કરવામાં આવે છે. તમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પદ્ધતિઓ દ્વારા સારવારનો લાભ લઈ શકો છો.
એચડીએફસી અર્ગો હેલ્થ પ્લાન આજીવન રિન્યૂઅલની સુવિધા આપે છે, જેથી તમે જીવનભર અવિરત કવરેજનો આનંદ માણી શકો.
હા, તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરી શકો છો. આને પોર્ટિંગ કહેવામાં આવે છે, અને તમારે તમારા હાલના હેલ્થ પ્લાનને તમે સ્વિચ કરવા માંગતા હોવ તેવા અન્ય કંપની દ્વારા ઑફર કરેલ નવા પ્લાનમાં ટ્રાન્સફર કરવાનો રહેશે.
હેલ્થ પ્લાન પોર્ટ કરવા માટે કોઈ યોગ્ય સમય નથી હોતો. તમે જ્યારે પણ તમને ઓછા પ્રીમિયમ પર બહેતર કવરેજ પ્રદાન કરતી સારી પૉલિસી મળે, ત્યારે પોર્ટ કરી શકો છો. જો કે, યાદ રાખો કે પોર્ટિંગ માત્ર વર્તમાન પૉલિસીના રિન્યૂઅલ સમયે જ કરી શકાય છે.
ના, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે કોઈ અતિરિક્ત પ્રીમિયમની જરૂર નથી. જો કે, નવી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વસૂલવામાં આવતા પ્રીમિયમના આધારે નવી પૉલિસીનું પ્રીમિયમ બદલાઈ શકે છે.
હા, તમે તમારા ગ્રુપ હેલ્થ પ્લાનને વ્યક્તિગત પૉલિસીમાં પોર્ટ કરી શકો છો. આ પોર્ટિંગ જ્યારે તમે ગ્રુપમાંથી બહાર નીકળ્યા બાદ પણ કવરેજ ચાલુ રાખવા માંગતા હોવ ત્યારે કરી શકાય છે.
કોઈ નિશ્ચિત સમય નથી. તે ઇન્શ્યોરર પર અને તેઓ પોર્ટિંગની પ્રોસેસ પૂર્ણ કરવામાં કેટલો સમય લે છે તેના પર આધારિત છે. સામાન્ય રીતે તમે વિનંતી સબમિટ કર્યાના એક અઠવાડિયા અથવા 10 દિવસની અંદર પોર્ટિંગ કરવામાં આવે છે.
કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ પોર્ટિંગ માટે ઑનલાઇન સુવિધા પ્રદાન કરે છે. આમ, તમે ઑનલાઇન પોર્ટ કરી શકો છો. જો કે, પોર્ટિંગ પૂર્ણ થાય તે પહેલાં તમારે કેટલાક ડૉક્યુમેન્ટ ઇન્શ્યોરન્સ કંપનીને રૂબરૂમાં સબમિટ કરવાની જરૂર પડી શકે છે.
તમે તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યૂ કરતી વખતે પોર્ટેબિલિટી માટે અપ્લાઇ કરી શકો છો.
ના, તમે જ્યારે પોર્ટ કરો ત્યારે તમારા વેટિંગ પીરિયડ પર કોઈ અસર નહીં પડે. તમે નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર સ્વિચ કરો છો ત્યારે પણ તે પીરિયડમાં એક વર્ષનો ઘટાડો થશે. જો કે, જો તમે પોર્ટ કરતી વખતે સમ ઇન્શ્યોર્ડમાં વધારો કરવા માંગતા હોવ, તો તમે સમ ઇન્શ્યોર્ડમાં જેટલો વધારો કરો તે રકમ પર વેટિંગ પીરિયડ શરૂઆતથી અપ્લાઇ થશે.
ના, તમે પોર્ટ કરો ત્યારે તમે કંઈપણ ગુમાવતા નથી. તમે તમારા રિન્યૂઅલના લાભો જાળવી રાખી શકો છો અને તમે તમારી હાલની પૉલિસી કરતાં બહેતર પૉલિસી પર સ્વિચ કરો ત્યારે ઓછા પ્રીમિયમ પર બહેતર કવરેજ, બહેતર સર્વિસ મેળવી શકો છો.
સામાન્ય રીતે, પોર્ટિંગ એ એક સરળ અને ઝંઝટ-મુક્ત પ્રોસેસ છે. જો કે, તમારી ઉંમર, પસંદ કરેલ કવરેજ, અને તમારી હાલની મેડિકલ હિસ્ટ્રીના આધારે, ઇન્શ્યોરન્સ કંપની તમને પૉલિસી પોર્ટ કરવાની મંજૂરી આપતા પહેલાં પ્રિ-એન્ટ્રન્સ હેલ્થ ચેક-અપ કરાવવા કહી શકે છે. વધુમાં, કેટલાક કિસ્સાઓમાં, ઇન્શ્યોરર પોર્ટિંગ વિનંતીને નકારી શકે છે.
હા, પસંદ કરેલી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પોર્ટેબિલિટીની વિનંતીને નકારી શકાય છે. આ નકારના કારણોમાં નીચેનામાંથી કોઈપણ શામેલ હોઈ શકે છે –
● ખરાબ મેડિકલ હિસ્ટ્રી
● કંપનીને પ્રદાન કરેલી અપર્યાપ્ત માહિતી
● પાછલી પૉલિસીમાં કરેલ અનેક ક્લેઇમ
● રિન્યૂઅલની તારીખ પછી કરેલી પોર્ટિંગ વિનંતી
● તમારા વર્તમાન પૉલિસી ડૉક્યુમેન્ટની અનુપલબ્ધતા
● નવી પૉલિસીમાં મંજૂર મહત્તમ મર્યાદા કરતાં તમારી ઉંમર વધુ છે
● તમે પોર્ટિંગ સંબંધિત ઔપચારિકતાઓને યોગ્ય રીતે પૂર્ણ કરી નથી.
ના, પોર્ટિંગ માત્ર તમારી હાલની પૉલિસીને રિન્યૂ કરતી વખતે જ કરી શકાય છે. તમારે રિન્યૂઅલના ન્યૂનતમ 45 દિવસ પહેલાં પ્રોસેસ શરૂ કરવાની જરૂર છે.
ના, પોર્ટિંગ માત્ર તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યૂઅલ સમયે જ કરી શકાય છે.
જો તમારી પોર્ટિંગ વિનંતી નકારવામાં આવે, તો તમારે તમારી વર્તમાન ઇન્શ્યોરન્સ કંપની સાથે રહેવું પડશે. નીચે આપેલ કોઈપણ કારણોસર વિનંતી નકારવામાં આવી શકે છે –
● તમે ઇન્શ્યોરન્સ કંપનીને પર્યાપ્ત માહિતી આપી ના હોય
● રિન્યૂઅલની તારીખ પછી તમે પોર્ટિંગની વિનંતી કરી હોય
● તમારી મેડિકલ હિસ્ટ્રી અનુકૂળ ના હોય, અને ઇન્શ્યોરરના મતે તમને સ્વાસ્થ્યનું જોખમ વધુ હોય
● તમે પોર્ટિંગ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરી ના હોય
● તમે જરૂરી ડૉક્યુમેન્ટ પ્રદાન કર્યા ના હોય
● તમે તમારી પાછલી પૉલિસીમાં અનેક ક્લેઇમ કર્યા હોય.
હા, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરતી વખતે પૉલિસીધારકની ઉંમર એક મહત્વપૂર્ણ માપદંડ છે. તમારી ઉંમર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મંજૂર કરેલ બ્રૅકેટમાં હોવી જોઈએ. જો તમારી ઉંમર મંજૂર મર્યાદાને વટાવી જાય તો પોર્ટિંગ વિનંતીને નકારવામાં આવશે.
હા, તમે બે અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ પાસેથી હેલ્થ પ્લાન ખરીદી શકો છો. જો કે, નવા પ્લાનમાં, તમારે પહેલાંથી હાજર બીમારીઓ, નિર્દિષ્ટ બીમારીઓ અને પ્રસૂતિ (જો શામેલ હોય તો) માટે નવા વેટિંગ પીરિયડને વહન કરવાનો રહેશે. તેથી, તમે સંપૂર્ણપણે નવી પૉલિસી ખરીદવાનું પસંદ કરો, ત્યારે કવરેજની મર્યાદા તપાસો.
લોકો આમાંથી કોઈપણ કારણોસર તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને પોર્ટ કરે છે –
વ્યાપક કવરેજ મેળવવા
તેમના પ્રીમિયમ ખર્ચને ઘટાડવા
અન્ય ઇન્શ્યોરન્સ કંપની પાસેથી બહેતર સર્વિસ મેળવવા
ઓછી મર્યાદાઓ સાથે કવરેજ મેળવવા
બહેતર અને ઝડપી ક્લેઇમ પ્રોસેસનો આનંદ માણવા.
હા, તમે તમારા વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથેનો તમારો પ્લાન બદલી શકો છો. જો કે, જો તમે સંપૂર્ણપણે નવો પ્લાન ખરીદો, તો વેટિંગ પીરિયડ શરૂઆતથી અપ્લાઇ થશે. ઉપરાંત, તમારું નો-ક્લેઇમ બોનસ પણ શૂન્ય થઈ જશે. તેના બદલે, તમે એ જ ઇન્શ્યોરન્સ કંપનીના અન્ય પ્લાનમાં પોર્ટ કરીને વેટિંગ પીરિયડમાં ઘટાડો કરી શકો છો અને નો ક્લેઇમ બોનસ પણ જાળવી શકો છો.
તમારું સંચિત બોનસ તમારા નવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વધુમાં, તમે છેલ્લી પૉલિસીમાં રાહ જોયેલ વેટિંગ પીરિયડ પણ તમને ક્રેડિટ મળશે. નવી પૉલિસીના વેટિંગ પીરિયડમાં તમારી હાલની પૉલિસીની મુદત જેટલો સમય ઘટાડવામાં આવશે.
ના, કોઈ અતિરિક્ત પોર્ટેબિલિટી શુલ્ક નથી. પોર્ટિંગ બિલકુલ મફત છે.