ટાટા કાર ઇન્શ્યોરન્સ ખરીદો
પ્રીમિયમ માત્ર ₹2094 થી શરૂ થાય છે*

પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹2094 માં*
8000+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

8000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસ¯
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ

ટાટા કાર ઇન્શ્યોરન્સ

ટાટા કાર ઇન્શ્યોરન્સ
વર્તમાન સમયમાં 'વોકલ ફોર લોકલ' માં વધારો થતો જોવા મળ્યો હશે, પરંતુ ભારતીય ઑટોમોટિવ માર્કેટમાં હંમેશા ટાટા મોટર્સ જેવા ઘરેલું બ્રાન્ડ્સને ટેકો આપતું આવ્યું છે.
ટાટા મોટર્સ, જે પહેલા ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની લિમિટેડ તરીકે જાણીતી હતી, તેને 1954 માં ઑટોમોબાઇલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. કોમર્શિયલ વાહન નિર્માતા તરીકેની તેની શરૂઆતથી તે કંપની આજે ઘણી આગળ વધી ગઈ છે. 1991 માં, ગ્રાહકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, ટાટા મોટર્સે તેના પ્રથમ એસયુવી, ટાટા સિએરા સાથે પેસેન્જર વાહન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. તે ઝડપથી ટાટા એસ્ટેટ, ટાટા સુમો અને ટાટા સફારી જેવા પીવી વાહનોની શ્રેણી લાવ્યું.

તેની સફળતાના વર્ષો દરમિયાન, ટાટા મોટર્સે બહુવિધ પ્રસંગોમાં, ભારતીય ઑટોમોટિવ ઉદ્યોગમાં સૌ પ્રથમ વાર હોય તેવી ઘણી પ્રોડક્ટ્સ લાવ્યા છે. 2007-2008 માં, ટાટાએ વિશ્વની સૌથી સસ્તી કાર, ટાટા નેનો, તેનું વિવિધ ઑટો એક્સપોમાં અનાવરણ કર્યું જેને આંતરરાષ્ટ્રીય પ્રશંસા મળી. તેવી જ રીતે, 2011 માં, તેણે જેગુઆર લેન્ડ રોવર (JLR) ના બિઝનેસ અને JLR સ્ટેબલની રેન્જ રોવર ઇવોકના મેન્યુફેક્ચરિંગને હસ્તગત કરીને વધુ એક માઇલસ્ટોન પ્રાપ્ત કર્યું.

આજે પણ, ટાટા મોટર્સનું ઇનોવેશન અટક્યું નથી અને ઓટોમોબાઈલ બિઝનેસની ગળાકાપ હરીફાઈમાં સુસંગત રહેવા માટે અપડેટેડ સ્ટાઈલ અને ફીચર સાથેના એક પછી એક મોડલ્સ રજૂ કરતું રહ્યું છે. ટાટા આલ્ટ્રોઝ અને ટાટા નેક્સન બંનેને તાજેતરમાં આપવામાં આવેલ 5-સ્ટાર સુરક્ષા રેટિંગ દ્વારા વાહન નિર્માતા ઉપભોક્તાઓના પેસેન્જર વાહનો તરફના દ્રષ્ટિકોણમાં સંપૂર્ણ પરિવર્તન લાવ્યા છે, જેમાં સલામતીને અન્ય તમામ બાબતો કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

અને અમે માનીએ છીએ કે ટાટા મોટર્સની કારનો ઑન-રોડ અનુભવ સારો બનાવવા માટે તેવી જ મજબૂત ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ!

ટાટા સૌથી વધુ વેચાતા મોડેલ

1
ટાટા ટિયાગો
ટાટા ટિયાગો એ ભારતીય ઑટોમેકરની અલ્ટ્રા-વ્યાજબી હેચબેક કાર છે. માત્ર ₹4.85 લાખથી શરૂ થતી ટિયાગો તેની 4-સ્ટાર સુરક્ષા રેટિંગ અને ઘણી પ્રીમિયમ સુવિધાઓને કારણે અન્ય કારોની સમકક્ષ આવે છે. કાર અત્યંત કૉમ્પેક્ટ છે, જે ભારતના શહેરોના સાંકડા રસ્તાઓ માટે એકદમ યોગ્ય પસંદગી છે. કાર નાની હોવા છતાં પણ આગળ બે એરબેગ્સ, રીઅર પાર્કિંગ કેમેરા અને ABS સાથે EBD અને CSC સુરક્ષા સુવિધાઓ ધરાવે છે.
2
ટાટા અલ્ટ્રોઝ
આલ્ટ્રોઝ એ ટાટાની પ્રીમિયમ સેગમેન્ટની અન્ય એક હૅચબૅક કાર છે. આલ્ટ્રોઝ, તેની સુપર સ્ટાઇલિશ ડિઝાઇન તેમજ 5-સ્ટાર સુરક્ષા રેટિંગ સાથે અનેક સુવિધાઓ ધરાવે છે, જેને કારણે તેની ગણના ભારતની સૌથી સુરક્ષિત કારોમાંથી એક તરીકે થાય છે. આ કાર માત્ર સુરક્ષાના સંદર્ભમાં જ નહીં, પરંતુ પરફોર્મન્સ, આરામ અને ટેકનોલોજીના સંદર્ભમાં પણ તેના મોટાભાગના સમકક્ષોથી આગળ છે. સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ, પાર્કિંગ આસિસ્ટન્સ, ઊંચાઈ અનુસાર ઍડજસ્ટેબલ સીટ બેલ્ટ્સ, 90-ડિગ્રી દરવાજા, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને એલઇડી ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ, આ ટાટા આલ્ટ્રોઝની ઘણી વિશેષતાઓમાંની કેટલીક વિશેષતાઓ છે.
3
ટાટા ટિગોર
ટાટા ટિગોર એ ટાટા ટિયાગોથી મોટી સેડાન છે. ટિયાગોમાંથી પ્રેરણા લઇને ઉપભોક્તાઓને થોડી વધુ આરામદાયક અને વધુ લેગ રૂમ આપતી સેડાન તરીકે ટિગોરને બનાવવામાં આવી હતી. કટિંગ-એજ ડિઝાઇન, ફીચર-રિચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ અને મજબૂત એન્જિન પરફોર્મન્સ, બધા જ ટિગોરને શહેર તેમજ હાઇવે માટેનું ઉત્તમ વાહન બનાવે છે. તમામ સંગીત પ્રેમીઓ માટે, ટાટા દ્વારા કારમાં સાંભળવાના શુદ્ધ અનુભવ માટે હાર્મન કાર્ડનની 8-સ્પીકર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવેલ છે.
4
ટાટા નેક્સન
ટાટા નેક્સન ભારતની પ્રથમ 5-સ્ટાર રેટિંગ ધરાવતી કાર છે. ટાટાની મિની-એસયુવીએ પોતાની ક્વર્કી સ્ટાઇલિંગ અને તેની ખરાબ તથા ઉબડ-ખાબડ રસ્તાઓ પર કોઈપણ ઝંઝટ વગર ચાલવાની ક્ષમતાને કારણે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. કારનું હાઇ-ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને કમાન્ડિંગ ડ્રાઇવિંગ પોઝિશન અને મહત્તમ વિઝિબિલિટી આપે છે. નેક્સન ટર્બો-ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે, જે શહેરમાં ડ્રાઈવ કરવા માટે ઊર્જાવાન અને લાંબા અંતરના, હાઇવે પર ડ્રાઈવ કરવા માટે આરામ દાયક છે. થ્રી-ટોન ઇન્ટીરિયર ફિનિશ, ઇલેક્ટ્રિક સનરૂફ, એલઈડી ડીઆરએલ, સ્ટાઇલિશ સેન્ટ્રલ કન્સોલ અને સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કારના કેટલાક યુએસપી છે.
5
ટાટા હેરિઅર
હેરિઅર એ ટાટાની એક સંપૂર્ણ પ્રકારની એસયુવી છે, જે એક મજબૂત દેખાતી અને રસ્તા પર પ્રભાવશાળી હાજરી ધરાવતી કાર છે. જ્યારે આરામની વાત આવે છે, ત્યારે હેરીઅર સમકક્ષ કાર ખૂબ જ ઓછી છે. સ્વિચ કરી શકાય તેવા ડ્રાઇવ મોડ સાથે જોડાયેલ હેરિઅરમાં મજબૂત ક્રાયોટેક ડીઝલ એન્જિન તેને ઑફ-રોડિંગ મશીન બનાવે છે. તેનો અર્થ એ નથી કે કાર નિયમિત રસ્તાઓ પર સારી રીતે કામ કરતી નથી. સમર્પિત ક્રૂઝ નિયંત્રણ, આરામદાયક સસ્પેન્શન અને મોટા 17-ઇંચના ટાયર તમારી હાઇવે પરની ડ્રાઇવ આરામદાયક બનાવે છે.

તમારી ટાટા કારને કાર ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?


અમને ખાતરી છે કે તમે સુરક્ષિત રીતે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવો છો, પરંતુ તમામ સાવચેતી અને કાળજી લેવા છતાં પણ અકસ્માતો અને અણધારી દુર્ઘટનાઓ બને છે તે વાત સાથે તમે સંમત થશો. વળી, તમે જ્યારે ધાર્યું નહીં હોય તેવા સમયે તે બની શકે છે અને તમારી કારને લાંબા સમય સુધીનું નુકસાન કરી શકે છે. આવી ઘટનાઓ પર તમારું કોઈ નિયંત્રણ ન હોઇ શકે, પણ એક વસ્તુ છે જે તમારા હાથમાં છે. તમે તમારા વાહનને કાર ઇન્શ્યોરન્સ પ્લાન વડે સુરક્ષિત કરી શકો છો.

કાર ઇન્શ્યોરન્સ તમારી ટાટા કાર માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા અને તમારા વાહન માટે સુરક્ષાનું અતિરિક્ત સ્તર પ્રદાન કરે છે. બસ આટલું જ નહીં. એક પ્રકારનો કાર ઇન્શ્યોરન્સ, ચોક્કસપણે કહીએ તો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ - જે ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવા માટેની કાનૂની જરૂરિયાત પણ છે. મોટર વાહન અધિનિયમ દ્વારા ભારતમાં ચાલતા તમામ વાહનો માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેથી, તમારી ટાટા કારનો ઇન્શ્યોરન્સ ખરીદવો એ માત્ર કોઈ વિકલ્પ નથી, પરંતુ કાર માલિક તરીકેની ફરજનો એક ભાગ છે.

કાર ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે તેના કેટલાક અન્ય કારણો અહીં આપેલ છે:

તે તમારી જવાબદારી ઓછી કરે છે

તે તમારી જવાબદારી ઓછી કરે છે

જો કોઈ અકસ્માત થાય છે કે અનપેક્ષિત ઘટના બને છે, તો તમારી ટાટા કારને માત્ર નુકસાન જ નહીં પરંતુ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને નુકસાન અથવા ખોટ પણ થઈ શકે છે. આના પરિણામે તૃતીય પક્ષને ચૂકવણી કરવાની તમારી જવાબદારી બને છે. અને આવી સ્થિતિમાં તમારું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ઉપયોગી સાબિત થાય છે. અકસ્માતના કિસ્સામાં, અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ક્લેઇમને આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે, અને આમ તમને પડતો આર્થિક બોજો ઓછો કરી શકો છો.

તેમાં નુકસાનની કિંમત શામેલ છે

તેમાં નુકસાનની કિંમત શામેલ છે

અકસ્માત, કુદરતી આફતો અથવા તમારી કારની ચોરી, આ તમામ અચાનક બનતી ઘટનાઓ છે. આ ઘટનાઓના પરિણામે, તમે વિચાર્યું ન હોય તેટલો મોટો ખર્ચ થઈ શકે છે. A કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી આવી પરિસ્થિતિઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારના હોલિસ્ટિક કવરમાં ખામીયુક્ત ભાગોના રિપેર અથવા રિપ્લેસમેન્ટનો ખર્ચ, બ્રેકડાઉન માટે ઇમર્જન્સી સહાય અને જો તમારી ટાટા કાર સમાર કામ માટે લઇ જવામાં આવે તો વૈકલ્પિક મુસાફરીનો ખર્ચ પણ શામેલ છે.

તે તમારા મનને શાંતિ આપે છે

તે તમારા મનને શાંતિ આપે છે

જો તમે વાહન ચલાવવા માટે ભારતના રસ્તાઓથી પરિચિત થઈ રહ્યા છો, તો તમારી પાસે ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી કવર હોવું મદદરૂપ સાબિત થાય છે. તેને કારણે તમે ચિંતામુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે વાહન ચલાવી શકો છો. અને જો તમે એક અનુભવી ડ્રાઇવર છો, તો સંભવ છે કે તમે પહેલેથી જ વાહન ચલાવવાનો ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવો છો. વધારાના વીમા કવચ વડે કોઈપણ સંજોગો સામે સુરક્ષિત હોવાની ખાતરીને કારણે તમારી ટાટા કાર ચલાવવાનો સમગ્ર અનુભવ વધુ સુખદ બનશે.

ટાટા કાર ઇન્શ્યોરન્સ પ્લાન

જો તમે ઑલ-રાઉન્ડ સુરક્ષા શોધી રહ્યા છો પરંતુ ક્યાંથી શરૂઆત કરવી તે અંગે મૂંઝવણમાં છો, તો એચડીએફસી અર્ગોનું એક વર્ષનું વ્યાપક કવર તમારે માટે યોગ્ય હોઈ શકે છે. આ પ્લાનમાં તમારી કારના નુકસાન તેમજ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાન સામે કવરનો સમાવેશ થાય છે. તમે વધારાની સુરક્ષા માટે તમારી પસંદગીના ઍડ-ઑન્સ સાથે કવરને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.

X
સંપૂર્ણ રક્ષણ મેળવવા માંગતા કાર પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે છે:

અકસ્માત

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

વધુ જાણો

થર્ડ-પાર્ટી કવર મોટર વાહન અધિનિયમ, 1988 દ્વારા લાગુ કરવામાં આવેલ ફરજિયાત કવર છે. થર્ડ-પાર્ટી કવર હેઠળ, અમે તમને થર્ડ-પાર્ટીના નુકસાન, ઈજા અથવા નુકસાનથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે સુરક્ષા સાથે વ્યક્તિગત અકસ્માત કવરેજ પ્રદાન કરીએ છીએ. જો તમે માત્ર લટાર મારવાના હેતુથી તમારી ટાટા કાર લઈને જાઓ છો, તો આ મૂળભૂત કવર લેવું એ એક સારો વિકલ્પ છે. આ રીતે, તમે ઇન્શ્યોરન્સ ન હોવા માટેના કોઈપણ દંડથી બચી શકો છો.

X
કારનો નિયમિત ઉપયોગ ન કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

થર્ડ-પાર્ટી કવર તમને અન્યની જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે. પરંતુ અકસ્માતના કિસ્સામાં તમારા આર્થિક નુકસાનની કાળજી કોણ લે છે? તે સમયે અમારું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર તમારી મદદે આવે છે. તે અકસ્માત, કુદરતી આપત્તિઓ, આગ અને ચોરીને કારણે તમારી કારને થયેલા નુકસાનના રિપેરીંગનો ખર્ચ આવરી લે છે. જો તમે અતિરિક્ત સુરક્ષાનો આનંદ માણવા માંગો છો, તો આગળ વધો અને ફરજિયાત થર્ડ-પાર્ટી કવર ઉપરાંત આ વૈકલ્પિક કવર પસંદ કરો.

X
જેમની પાસે પહેલેથી જ માન્ય થર્ડ-પાર્ટી કવર છે તેમના માટે યોગ્ય, આ પ્લાનમાં આટલું આવરી લેવામાં આવે છે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

આગ

ઍડ-ઑનની પસંદગી

ચોરી

જો તમે હમણાં જ એક નવી ટાટા કાર ખરીદી છે, તો અમે તમારા માટે જેમ જ ઉત્સાહિત છીએ! તમે તમારી નવી કાર માટે અત્યંત સાવચેત છો એમાં કોઈ શંકા નથી. તો પછી એકદમ નવી કાર માટે અમારું કવર પસંદ કરીને તેને શા માટે વધુ સુરક્ષિત ન કરવી? આ કવરમાં અકસ્માત, કુદરતી આપત્તિઓ અને ચોરીને કારણે તમારી કારને થતા નુકસાન સામે 1-વર્ષનું કવરેજ શામેલ છે. તે તમને તમારી ટાટા કાર દ્વારા થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થયેલા કોઈપણ નુકસાન સામે 3-વર્ષનું કવર પણ આપે છે.

X
જેમણે એકદમ નવી કાર ખરીદી છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી


ટાટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સમાવેશ અને બાકાત

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - આગ લાગવાને કારણે વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ

આગ અથવા વિસ્ફોટને કારણે તમારી ટાટા કાર બળી જવી કે તેને નુકસાન થઈ શકે છે. પરંતુ તમારા ફાઇનાન્સને આવી આપત્તિમાંથી અમે બચાવીશું.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - આપત્તિઓ

કુદરતી આપત્તિઓ

કુદરતી આપત્તિઓ તમારી કારને અનપેક્ષિત નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ તમારા ટાટા કાર ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમે આવી ઘટનાના કિસ્સામાં તમે આર્થિક રીતે સુરક્ષિત રહી શકો છો.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - ચોરી

ચોરી

કારની ચોરી એક મોટું આર્થિક નુકસાન છે. પરંતુ અમારી વીમા પૉલિસી વડે અમે સુનિશ્ચિત કરીશું કે આવી તકલીફના સમયમાં તમારી આર્થિક સ્થિતિ અકબંધ રહે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - અકસ્માત

અકસ્માત

કારના અકસ્માતથી તમારી કારને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ નુકસાન ગમે તેટલું મોટું હોય, અમારી ટાટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તેની કાળજી લેશે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અકસ્માતમાં તમારી કારને તો નુકસાન થાય જ છે, પરંતુ તમને પણ ઇજા થઈ શકે છે. ટાટા કાર ઇન્શ્યોરન્સ પ્લાન તમારી ઈજાઓની પણ કાળજી લે છે. જો તમને ઈજા થાય તો તમારા ઇન્શ્યોરન્સ પ્લાનમાં તે માટેની કોઈપણ તબીબી સારવાર માટેના કોઈપણ ખર્ચને આવરી લે છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - થર્ડ પાર્ટી લાયેબિલિટી

થર્ડ-પાર્ટીની જવાબદારી

તમારી કાર સાથે સંકળાયેલ અકસ્માતથી થર્ડ પાર્ટી - વ્યક્તિ હોય કે સંપત્તિ, તેને પણ નુકસાન થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, તમારે તે જવાબદારીઓને પૂર્ણ કરવા માટે ખિસ્સામાંથી ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમારા કાર ઇન્શ્યોરન્સ દ્વારા તમને કવર કરવામાં આવેલ છે.


ટાટા કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન

તમે અમારા કાર ઇન્શ્યોરન્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષામાં વૃદ્ધિ કરી શકો છો અને નીચેના ઍડ-ઑન્સ વડે તમારી ટાટા કારના કવરને કસ્ટમાઇઝ કરી શકો છો.

ઝીરો ડેપ્રીશિએશન કવર - વાહન માટે ઇન્શ્યોરન્સ
ઝીરો ડેપ્રિશિયેશન કવર
તમારી કાર એક એવી સંપત્તિ છે જેનું આસાનીથી ડેપ્રિશિયેશન થાય છે. તેથી, તમારી કારને નુકસાનને કારણે ઉદ્ભવતા ક્લેઇમના કિસ્સામાં કરવામાં આવતી ચૂકવણીમાંથી ઘસારો બાદ કરવામાં આવી શકે છે. અમારા ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે, તમારે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે આવી પરિસ્થિતિમાં તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરે છે.
જો તમે સ્વચ્છ રેકોર્ડ ધરાવતા સાવચેત ડ્રાઇવર છો, તો તમને રિવૉર્ડ મળવો જોઈએ. અમારું નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન ઍડ-ઑન સુનિશ્ચિત કરે છે કે તમે વર્ષોથી એકત્રિત કરેલ નો ક્લેઇમ બોનસ (NCB) અકબંધ રહે અને તેને આગામી સ્લેબ પર લઈ જવામાં આવે.
ઇમર્જન્સી આસિસ્ટન્સ કવર - કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ
ઇમર્જન્સી આસિસ્ટન્સ કવર
જ્યારે કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ ઉદ્ભવે છે, ત્યારે ઇમરજન્સી આસિસ્ટન્સ ઍડ-ઑન તમારો એ મિત્ર છે જેની તમારે જરૂર છે. આ કવર 24x7 ઇમરજન્સી આસિસ્ટન્સ સેવાઓ પ્રદાન કરે છે જેમ કે રિફ્યુલિંગ, ટાયર બદલવું, ટોઇંગ સહાય, ખોવાયેલી ચાવી માટે સહાય અને મિકેનિકની વ્યવસ્થા કરે છે.
જો તમારી કાર ચોરાઈ ગઈ હોય અથવા રિપેર થઈ શકે તેમ ન હોય તો આ વૈકલ્પિક ઍડ-ઑન તમારે માટે જરૂરી છે. તે સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં સુનિશ્ચિત કરે છે; તમને ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમે ચૂકવેલ રોડ ટૅક્સ અને રજિસ્ટ્રેશન ફી સહિત તમારી કારની અસલ ઇનવોઇસ વેલ્યુ મળે છે.
શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર દ્વારા એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર
એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર
સમયાંતરે ઓઇલ બદલવું કે ફયુલ ફિલ્ટરને બદલવું એ તમારી કારના એન્જિનની કાળજી લેવા માટે પૂરતું નથી. તમારે તેને આર્થિક રીતે પણ સુરક્ષિત કરવાની જરૂર છે, અને તેમાં આ ઍડ-ઑન તમને મદદ કરે છે. કારના આ મહત્વપૂર્ણ ભાગોને થતા નુકસાનના કિસ્સામાં એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર તમને આર્થિક બોજથી બચાવે છે.
તમારી કારને અકસ્માત અથવા નુકસાન થવાને કારણે તમારે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો પડે છે, ત્યારે તમારે ટેમ્પરરી ડાઉનટાઇમનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારનું પરિવહનની તમારી જરૂરિયાતો પ્રમાણે મોંઘું પણ હોઈ શકે છે. તમારી કાર ઉપયોગ કરવા યોગ્ય ન થાય ત્યાં સુધી ડાઉનટાઇમ પ્રોટેક્શન ઍડ-ઑન તમને તમારા પરિવહન ખર્ચને પહોંચી વળવા માટે વૈકલ્પિક પરિવહન અથવા દૈનિક નાણાંકીય સહાય પ્રદાન કરે છે.

શા માટે એચડીએફસી અર્ગોનો ટાટા કાર ઇન્શ્યોરન્સ તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ

ઓવરનાઇટ રિપેર સર્વિસ
ઓવરનાઇટ રિપેર સર્વિસ¯
અમે તમારે માટે 24x7 હાજર છીએ, હંમેશા તમારી સેવામાં ઉપલબ્ધ છીએ!
8000 થી વધુ કૅશલેસ ગેરેજ
8000 થી વધુ કૅશલેસ ગેરેજ**
દેશના કોઈ પણ ખૂણે તમારે અમારી જરૂર પડે ત્યાં અમે દેશભરમાં ફેલાયેલા અમારા કૅશલેસ ગેરેજ સાથે હાજર છીએ.
પ્રીમિયમ માત્ર ₹2094 થી શરૂ થાય છે
પ્રીમિયમ માત્ર ₹2094 થી શરૂ થાય છે*
આટલા ઓછા પ્રીમિયમ બાદ તમારી પાસે વીમો ન ખરીદવા માટે કોઈ કારણ નથી.
ત્વરિત પૉલિસી અને ઝીરો ડૉક્યુમેન્ટેશન
ત્વરિત પૉલિસી અને ઝીરો ડૉક્યુમેન્ટેશન
તમારી કારને સુરક્ષિત કરવું ઝડપી, સરળ છે, અને તેમાં કંટાળાજનક પેપરવર્કની જરૂર નથી.
અનલિમિટેડ ક્લેઇમ°
અમર્યાદિત ક્લેઇમ°
એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માટે અન્ય કારણો જોઈએ છે? અમે અનલિમિટેડ ક્લેઇમ પણ ઑફર કરીએ છીએ!

તમારું પ્રીમિયમ જાણો: થર્ડ-પાર્ટી પ્રીમિયમ - ઓન ડેમેજ પ્રીમિયમ


થર્ડ-પાર્ટી (TP) પ્લાન: અકસ્માતના કિસ્સામાં, જો તમારી ટાટા કારને થર્ડ-પાર્ટીને કોઈપણ નુકસાન થાય, તો તમે પોતાને અનપેક્ષિત જવાબદારીઓનો સામનો કરી શકો છો. થર્ડ-પાર્ટી (TP) પ્લાન તમને અકસ્માતથી ઉદ્ભવતી આવી ફાઇનાન્શિયલ અને કાનૂની જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે. તમારી ટાટા કાર માટે થર્ડ-પાર્ટી પ્લાન ખરીદીને, તમે દંડથી બચી શકો છો અને કોઈપણ થર્ડ-પાર્ટી ક્લેઇમ સામે તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરી શકો છો. આખરે, તે દરેક માટે યોગ્ય કિંમતની પૉલિસી છે. આશ્ચર્ય થાય છે કેવી રીતે?? સારું, IRDAI એ દરેક વાહનની ક્યુબિક ક્ષમતાના આધારે થર્ડ-પાર્ટી પ્લાન માટે પ્રીમિયમને પૂર્વનિર્ધારિત કર્યું છે. આ તમામ ટાટા કારના માલિકો માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સને આંશિક અને વ્યાજબી બનાવે છે.


ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ: તમારી ટાટા કાર માટે ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ વૈકલ્પિક છે, પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. અકસ્માતના કિસ્સામાં અથવા ભૂકંપ, આગ અથવા વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓના કારણે તમારી ટાટા કારને નુકસાન થયું હોય, તો આવા નુકસાનના રિપેરીંગમાં ભારે ખર્ચ થઈ શકે છે. ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ આ ખર્ચને આવરી લે છે.

થર્ડ-પાર્ટી પ્રીમિયમથી વિપરીત, તમારી ટાટા કારનું ઓન ડેમેજ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ અલગ અલગ હોઇ શકે છે. શા માટે? ચાલો, સમજીએ. તમારી ટાટા કાર માટે OD ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી સામાન્ય રીતે ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (IDV), ઝોન અને ક્યુબિક ક્ષમતાના આધારે કરવામાં આવે છે. આમ, તમારું પ્રીમિયમ તમારી કારની વિશિષ્ટતાઓ અને તમારી કાર જે શહેરમાં રજિસ્ટર કરેલ હોય તેના પર આધારિત હોય છે. ઉપરાંત, કવરેજના પ્રકારને કારણે પણ પ્રીમિયમમાં ફેરફાર થાય છે - પછી તે બંડલ્ડ કવર હોય કે ઍડ-ઑન સાથેનું ઓન ડેમેજ કવર. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તમારી ટાટા કારમાં કરવામાં આવતા કોઈપણ ફેરફારોની અસર પણ પ્રીમિયમ પર પડી શકે છે.

તમારી ટાટા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી ત્વરિત કરો

તમારી ટાટા કાર માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવું સરળ છે. તેમાં કેટલાક સરળ અને ઝડપી પગલાં જ ધ્યાનમાં લેવામાં આવે છે. તમારે શું કરવાની જરૂર છે તે જુઓ.

તમારી ટાટા કારનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.

પગલું 1

તમારી ટાટા કારનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.

પગલું 2 - પૉલિસી કવર પસંદ કરો- કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

પગલું 2

તમારું પૉલિસી કવર* પસંદ કરો (જો અમે સક્ષમ નથી તો
તમારી ટાટા કારની વિગતો ઑટોમેટિક રીતે મેળવવા માટે અમારે આટલી જરૂર પડશે
કારની કેટલીક વિગતો જેમ કે તેનું નિર્માણ, મોડેલ, પ્રકાર,
રજિસ્ટ્રેશન વર્ષ, અને શહેર).

 

તમારી પાછલી પૉલિસી અને નો ક્લેઇમ બોનસ (NCB)ની સ્થિતિ વિશે જણાવો.

પગલું 3

તમારી પાછલી પૉલિસી
અને નો ક્લેઇમ બોનસ (NCB)ની સ્થિતિ પ્રદાન કરો.

તમારી ટાટા કાર માટે ત્વરિત ક્વોટેશન મેળવો.

પગલું 4

તમારી ટાટા કાર માટે ત્વરિત ક્વોટેશન મેળવો.

જમણી બાજુ સ્ક્રોલ કરો
ડાબી બાજુ સ્ક્રોલ કરો

ઑનલાઇન ટાટા કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો/રિન્યૂ કરવો

તમે નીચેના પગલાંઓ પર જઈને એચડીએફસી અર્ગો વેબસાઇટથી કોઈપણ ઝંઝટ વગર ટાટા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો:

1. Visit HDFC ERGO’s website home page and click on car insurance icon.

2.Once you land on car insurance page, fill in the details,including your Tata car’s registration number, your mobile number and email address.

3. Choose a plan from comprehensive cover, standalone own damage cover and third party cover. If you opt for comprehensive or own damage plan, you can enhance the coverage by choosing add-on covers like zero depreciation, emergency roadside assistance, etc.

4. After choosing the plan, you can click on submit button and view quote.

5. પ્રીમિયમની ઑનલાઇન ચૂકવણી કરીને પ્રોસેસ પૂર્ણ કરો.

પૉલિસી સાથે કન્ફર્મેશન મેઇલ તમને તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે.

ટાટા કાર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો

ટાટા કાર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે નીચે આપેલા પગલાંઓ ધ્યાનમાં લેવા જોઈએ:

• આકસ્મિક/પ્રોપર્ટીનું નુકસાન, શારીરિક ઈજા, ચોરી અને મોટા નુકસાનના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશન પર FIR ફાઇલ કરવી ફરજિયાત છે. જો નુકસાન મોટું છે, તો અકસ્માતગ્રસ્ત વાહનને જગ્યાથી દૂર કરતા પહેલાં કંપનીને જાણ કરી શકાય છે જેથી ઇન્શ્યોરન્સ કંપની સ્થાન પર જ નુકસાનની તપાસની વ્યવસ્થા કરી શકે.

• અમારી વેબસાઇટ પર 8000 કરતાં વધારે કૅશલેસ ગેરેજનું અમારું વ્યાપક નેટવર્ક શોધો.

• ડ્રાઇવ કરો અથવા તમારા વાહનને નજીકના નેટવર્ક ગેરેજ પર ટો કરાવો.

• અમારા સર્વેક્ષક તમામ નુકસાન/ખોટનું મૂલ્યાંકન કરશે.

• ક્લેઇમ ફોર્મ ભરો અને ફોર્મમાં ઉલ્લેખિત સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરો.

• ક્લેઇમના દરેક તબક્કે તમને SMS/ઇમેઇલ દ્વારા અપડેટ કરવામાં આવશે.

• વાહન તૈયાર થઈ ગયા બાદ, ગેરેજને ફરજિયાત કપાતપાત્ર, ડેપ્રિશિયેશન વગેરે સહિતના ક્લેઇમનાં તમારા શેરની ચુકવણી કરો અને ડ્રાઇવ કરો. બૅલેન્સ અમારા દ્વારા સીધા નેટવર્ક ગેરેજ સાથે સેટલ કરવામાં આવશે.

• તમારા તૈયાર રેકોર્ડ્સ માટે સંપૂર્ણ બ્રેક અપ સાથે ક્લેઇમ ગણતરી શીટ પ્રાપ્ત કરો.

ટાટા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

અકસ્માતના ક્લેઇમ

1. Copy of Registration Certificate (RC)

2. Driver's license copy of the individual driving the insured vehicle at the time of the accident.

3. Copy of FIR filed at the nearest station. If the accident has risen out of a mutinous act, strikes or riots, then filing an FIR is mandatory.

4. ગેરેજ તરફથી રિપેર ખર્ચનો અંદાજ

5. તમારા કસ્ટમરને જાણો (KYC) ડૉક્યુમેન્ટ

ચોરીના ક્લેઇમ

1. RC Book copy and the original key of your vehicle.

2. FIR filed at the nearest police station as well as the final police report

3. RTO ટ્રાન્સફર પેપર

4. કેવાયસી દસ્તાવેજો

5. લેટર ઓફ ઈન્ડેમ્નીટી અને સબરોગેશન

 

તમે જ્યાં પણ જાઓ ત્યાં અમે હાજર રહીશું

એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ખરીદીને તમે નવા, વણખેડાયેલા રસ્તાઓ પર પ્રવાસ કરવા વિશે વિચારી શકો છો, કારણ કે તમારી ટાટા કાર કાર અમારા ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ ચોવીસે કલાક સુરક્ષિત છે. તમારી ટાટા કાર માટેના અમારા ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ આવેલા 8000+ વિશિષ્ટ કૅશલેસ ગેરેજના વિશાળ નેટવર્કને કારણે તમે તમારી મુસાફરીમાં કોઈપણ અવરોધ વિના ચિંતામુક્ત થઈને આનંદ લઇ શકો છો. સમગ્ર દેશમાં આવેલા આ કૅશલેસ ગેરેજ તમને કોઈ પણ સ્થળે નિષ્ણાત સહાય આપવા માટે સજ્જ છે. તમારે હવે અનપેક્ષિત ઇમરજન્સીમાં મદદ અથવા રિપેરિંગ માટે રોકડમાં ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

એચડીએફસી અર્ગોની કૅશલેસ ગેરેજ સુવિધા દ્વારા તમે તમારી ટાટા કારનો હંમેશા, કોઈપણ સ્થળે, કોઈપણ મુશ્કેલીમાં અથવા ઇમરજન્સીમાં અને કોઈપણ સમયે એક વિશ્વસનીય મિત્ર હોવાનો ભરોસો કરી શકો છો.

તમારી ટાટા કાર માટે ટોચની ટિપ્સ

ઓછી વપરાતી કારો માટે સૂચનો
ઓછી વપરાતી કારો માટે સૂચનો
• તમારી કારને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક ચલાવો; આમ કરવાથી તમારા ટાયર પર ફ્લેટ સ્પૉટ્સ બનતા અટકશે.
• જ્યારે કાર ઉપયોગમાં ન હોય ત્યારે પણ એન્જિન ઑઇલ ડિગ્રેડ થઈ શકે છે. તેથી, તમે દર 6 મહિને ઑઇલ બદલતા રહો.
• એન્જિન બેલ્ટ અને રબર હોસના બરાબર છે કે નહીં તે નિયમિતપણે તપાસો, કારણ કે સમયની સાથે તેને પણ ઘસારો લાગી શકે છે.
યાત્રાઓ માટેના સૂચનો
યાત્રાઓ માટેના સૂચનો
• લાંબી ડ્રાઇવ માટે કાર લઇ જતા પહેલાં એન્જિનનું કૂલન્ટ લેવલ ચેક કરો. કૂલન્ટનું ઓછું પ્રમાણ એન્જિનને ખૂબ ગરમ કરી શકે છે.
• ટાયરની સ્થિતિ તપાસો. જ્યારે તમે હાઈ સ્પીડ પર ડ્રાઇવિંગ કરી રહ્યા હોવ ત્યારે અસમાન ટ્રેડ્સ, બલ્જ અને ટાયરને અન્ય પ્રકારનું નુકસાન ખૂબ જ મોંઘું પડી શકે છે.
• તમારી કાર માટે વધારાનો ફ્યૂઝ તૈયાર રાખો, જેથી કોઈ પણ સમયે ફ્યૂઝ બદલવાની પરિસ્થિતિ ઊભી થાય તો તે તમારી પાસે ઉપલબ્ધ હોય.
પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ
પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ
• લગાવેલા ટાયરને સમયાંતરે એકબીજા સાથે બદલતા રહો. આમ કરવાથી દરેક ટાયરને પહોંચતો ઘસારો સમાન રહેશે.
• તમારું ટ્રાન્સમિશન નિયમિતપણે ચેક કરો. તે ખરાબ થઈ ગયા બાદ તેને બદલવામાં ખૂબ ખર્ચ થઈ શકે છે.
• તમારા બ્રેક પૅડ્સ પણ તપાસતા રહો. ઘસાઈ ગયેલા બ્રેક પૅડ્સનો ઉપયોગ કરવાથી તમારી બ્રેકિંગ સિસ્ટમને નુકસાન થઈ શકે છે, જે તમારે માટે જોખમી સાબિત થઈ શકે છે.
દૈનિક કરવા જેવી અને ન કરવા જેવી બાબતો
દૈનિક કરવા જેવી અને ન કરવા જેવી બાબતો
• જો તમે ટર્બોચાર્જ એન્જિન ચલાવી રહ્યા છો, તો એન્જિન બંધ કરતા પહેલાં થોડીવાર માટે કારને ઊભી રહેવા દો.
• ગિયર શિફ્ટર પર તમારા હાથને ન ટેકવો.
• હંમેશા તમારી સ્પીડ અનુસાર યોગ્ય ગિયરમાં ગાડી ચલાવો.

ટાટાવિશે લેટેસ્ટ ન્યૂઝ

ટાટા તેના $1 બિલિયનના પ્લાન્ટમાંથી જગુઆર લેન્ડ રોવરનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે

ટાટા મોટર્સે જગુઆર લેન્ડ રોવર (JLR) લક્ઝરી કારનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે જે તે દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં બનાવવાની યોજના બનાવી રહી છે તે $1 બિલિયનના પ્લાન્ટમાં, આ યોજનાની સીધી જાણકારી ધરાવતા બે સ્ત્રોતોએ મની કંટ્રોલને જણાવ્યું હતું. ટાટા મોટર્સે 2008 માં JLR હસ્તગત કરેલ હતું. ટાટા મોટર્સે માર્ચમાં તમિલનાડુમાં નવા પ્લાન્ટમાં રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી, પરંતુ ક્યા મોડેલોનું ઉત્પાદન થશે તેની વિગતો આપી નથી. ફેક્ટરીમાં કયા JLR મોડલ બનાવવામાં આવશે તે હાલ સ્પષ્ટ થયું નથી.

પ્રકાશિત તારીખ: એપ્રિલ 18, 2024

ટાટા અલ્ટ્રોઝ રેસર ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ થશે

ટાટા અલ્ટ્રોઝ રેસર, અલ્ટ્રોઝ હૅચબૅકનું સ્પોર્ટી વર્ઝન 2023 ઑટો એક્સ્પોમાં જાહેર કરવામાં આવ્યું હતું. લેટેસ્ટ રિપોર્ટ સૂચવે છે કે આગામી અઠવાડિયામાં કાર લૉન્ચ થઈ શકે છે. અલ્ટ્રોઝ રેસર અલ્ટ્રોઝ લાઇન-અપની ટોચ પર સ્થિત હશે અને હ્યુન્ડાઇ i20 N લાઇન સાથે સ્પર્ધા કરશે. ટાટા અલ્ટ્રોઝ રેસરમાં રેસિંગ સ્ટ્રાઇપ અને 16 ઇંચ એલોય વ્હીલ્સ સાથે ડ્યુઅલ ટોન કલર સ્કીમ સહિત બાહ્ય સ્પોર્ટી બિટ્સની સુવિધા આપવામાં આવશે. ટાટા અલ્ટ્રોઝ રેસર નેક્સનમાંથી 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવાની અપેક્ષા છે.

પ્રકાશિત તારીખ: માર્ચ 27, 2024

સમગ્ર ભારતમાં 8000+ કૅશલેસ ગેરેજ

ટાટા કાર ઇન્શ્યોરન્સ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો


તમારી ટાટા કાર ઇન્શ્યોરન્સની કિંમતો ઘણા પરિબળો દ્વારા નક્કી થાય છે, જેમ કે:
1. તમારી ટાટા કારની ઉંમર
2. ઇન્શ્યોરન્સ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV)
3. તમારી ટાટા કારનું મોડેલ
4. તમારું ભૌગોલિક સ્થાન
5. તમારી ટાટા કારમાં ઉપયોગમાં લેવાતા ઇંધણનો પ્રકાર
6. તમારી કાર સાથે આવતી સુરક્ષા અંગેની સુવિધાઓ
તમારી ટાટા કારને સુરક્ષિત કરવા અને કોઈપણ રિપેરીંગ, નુકસાન અથવા અન્ય ઘટનાઓને કારણે ઉદ્ભવતી ફાઇનાન્શિયલ જવાબદારીઓ સામે પોતાને સુરક્ષિત રાખવા માટે તમે નીચે જણાવેલા પ્લાન્સમાંથી પસંદ કરી શકો છો.
a. થર્ડ પાર્ટી કવર
b. સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર
c. એક વર્ષનું વ્યાપક કવર
d. એકદમ નવી કાર માટે કવર
આમાંથી, થર્ડ પાર્ટી કવર ફરજિયાત છે, જ્યારે અન્ય વૈકલ્પિક છે.

એવૉર્ડ અને સન્માન

જમણી બાજુ સ્ક્રોલ કરો
ડાબી બાજુ સ્ક્રોલ કરો

છેલ્લું અપડેટ: 2023-02-20

તમામ એવૉર્ડ જુઓ