હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / દુબઈ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • FAQ

દુબઇ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

સંયુક્ત આરબ અમીરાતના સૌથી લોકપ્રિય અને પ્રમુખ શહેરોમાંથી એક હોવાના કારણે, દુબઈ વિશ્વભરના પર્યટકોને આકર્ષિત કરે છે. ગગનચુંબી ઇમારતો અને વૈભવશાળી મૉલનું આત્મપ્રશંસા કરતું, આ શહેર ખરેખર શહેરીકરણ આકાશને કેવી રીતે આંબે છે તેનું પ્રતિક છે. આ એક ભવ્ય શહેર છે જે તમને સ્તબ્ધ કરી દેશે અને રણની તમારી સફરને યાદ રાખવા યોગ્ય બનાવી દેશે. તમારો દુબઇનો પ્રવાસ સ્વાદિષ્ટ ખોરાક અને મૉલમાં ખરીદી કરવા માટેની એક સંપૂર્ણ રીત છે. જો કે, તબીબી અને દાંતની કટોકટી અને મુસાફરી સંબંધિત સમસ્યાઓ જેમ કે સામાન અથવા ફ્લાઇટમાં વિલંબ સામે તૈયાર રહેવા માટે દુબઈ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે દુબઈની મુસાફરી કરવી શાણપણભરી વાત છે. વતનથી દૂર ગંતવ્યની શોધ કરતી વખતે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ રાખવાથી પ્રવાસીને કટોકટીની સ્થિતિમાં નાણાંકીય તણાવ વિના શહેરની શોધખોળ કરવાનો આધાર મળે છે.


દુબઈની મુસાફરી માટે મહત્વપૂર્ણ જાણકારી


કેટેગરી:  આરામ/બિઝનેસ/શિક્ષણ 

ચલણ: દિરહામ

પ્રવાસ કરવાનો શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી એપ્રિલ

ભારતીયો માટે વિઝાનો પ્રકાર: આગમન પર (ઑન અરાઇવલ)

જોવાલાયક સ્થળો: દુબઈ મિરેકલ ગાર્ડન, મરીન ડ્રીમ, દુબઈ ક્રીક અને ડેઝર્ટ સફારી

દુબઈ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ: આમ તો દુબઈ પ્રવાસીઓ માટે મૈત્રીપૂર્ણ દેશ છે, છતાં તમારા સામાન અને પ્રવાસ કાર્યક્રમને સુરક્ષિત કરવાં મહત્વપૂર્ણ છે. સામાન્ય દુર્ઘટનાઓ જેમ કે સામાન ખોવાઈ જવો અથવા ફ્લાઈટમાં વિલંબ તમારા પ્રવાસના પ્લાનને ખૂબ જ અસર કરી શકે છે; તેથી તમારા આગામી દુબઈ પ્રવાસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો મહત્વપૂર્ણ છે.

#ઉપરોક્ત માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ છે. કૃપા કરીને તમારી મુસાફરીની યોજના બનાવતા પહેલાં તમારા પ્રવાસ એજન્ટ અથવા સંબંધિત દૂતાવાસની સલાહ લો

 

શું શામેલ છે?

મેડિકલ સંબંધિત કવરેજ

cov-acc

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.

cov-acc

દાંતની સારવારનો ખર્ચ

અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

વ્યક્તિગત અકસ્માત

અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

cov-acc

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.

સામાન-સંબંધિત કવરેજ

cov-acc

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાયેલ છે?? ચિંતા કરશો નહીં ; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.

cov-acc

સામાન અને તેની સામગ્રીની ચોરી

ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

પ્રવાસ-સંબંધિત કવરેજ

cov-acc

ફ્લાઇટમાં વિલંબ અને ફ્લાઇટ કૅન્સલેશન

ફ્લાઇટમાં વિલંબ અથવા ફ્લાઇટ કૅન્સલેશન અમારા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ અમે ખાતરીપૂર્વક તેમને ઓછા હેરાન કરવામાં મદદ કરવા માટે થોડું કંઈક કરી શકીએ છીએ. અમારી વળતર સુવિધા તમને અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.

cov-acc

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન

મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચ માટે તમને ભરપાઈ કરીશું.

cov-acc

ટ્રિપ કર્ટેલમેન્ટ

જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને પ્રી-બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.

cov-acc

વ્યક્તિગત જવાબદારી

જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.

cov-acc

ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે ઇમરજન્સી હોટલ આવાસ

મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો?? તેને અમારા પર છોડી દો. જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન

ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં ; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

cov-acc

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.

cov-acc

ઇમરજન્સી કૅશ સહાય સેવા

મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે.

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

જો તમે દુબઈ જઈ રહ્યા છો, તો તમે તમારી યાત્રા શરૂ થાય તે પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. આ પ્લાન મોટાભાગની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવે છે. એચડીએફસી અર્ગો તમારી દુબઈ યાત્રાને સુરક્ષિત કરવા માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પણ ઑફર કરે છે. દુબઈ માટે એચડીએફસી અર્ગોના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન નીચે જણાવેલ રીતોમાંથી કોઈ પણ રીતે ખરીદી શકો છો –

● ઑફલાઇન

ઑફલાઇન ખરીદવા માટે તમારે એચડીએફસી અર્ગોની નજીકની બ્રાન્ચ ઑફિસની મુલાકાત લેવી પડશે. બ્રાન્ચમાંથી પ્રપોઝલ ફોર્મ મેળવીને તેમાં મુસાફરીની વિગતો દર્શાવવાની રહેશે. ફોર્મ સબમિટ કરો અને પ્રીમિયમ ઍડવાન્સમાં ચૂકવો. કંપની દ્વારા પ્રપોઝલ ફોર્મનું મૂલ્યાંકન અને ચકાસણી કરવામાં આવશે અને પૉલિસી જારી કરવામાં આવશે.

● ઑનલાઇન

એચડીએફસી અર્ગોનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તેની વેબસાઇટ દ્વારા ઑનલાઇન ઉપલબ્ધ છે. https://www.hdfcergo.com/travel-insurance ની મુલાકાત લો અને 'હમણાં ખરીદો' પર ક્લિક કરો’. મુસાફરી સંબંધિત નીચે જણાવેલ વિગતો પ્રદાન કરો –

● ટ્રિપનો પ્રકાર - વ્યક્તિગત, ફેમિલી અથવા વિદ્યાર્થી દ્વારા મુસાફરી

● મુસાફરી કરી રહેલા સભ્યો

● સભ્યોની ઉંમર

- સિંગલ ટ્રિપ: 6 મહિનાથી 70 વર્ષ સુધી

- એન્યુઅલ મલ્ટી ટ્રિપ પ્લાન: 18 વર્ષથી 70 વર્ષ સુધી

- ફેમિલી ફ્લોટર: ફેમિલી ફ્લોટર પ્લાન પોતાને, જીવનસાથીને અને 3 મહિનાની ઓછામાં ઓછી ઉંમરના 2 બાળકોને કવર કરે છે

● ગંતવ્ય - દુબઈ

● ટ્રિપ શરૂ થવાની તારીખ

● ટ્રિપની સમાપ્તિની તારીખ

ઉપરાંત, પ્લાન ખરીદવામાં વ્યક્તિગત સહાય માટે તમારી સંપર્ક માહિતી પ્રદાન કરો. નિયમો અને શરતો સાથે સંમત થાઓ અને પ્લાનના વિકલ્પો અને તેમના પ્રીમિયમ જોવા માટે આગળ વધો. તમે જે પ્લાન ઈચ્છો છો તે પસંદ કરો, ઑનલાઇન પ્રીમિયમ ચૂકવો અને પૉલિસી તરત જ જારી કરવામાં આવશે.

દુબઈ માટે તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કેટલી ચુકવણી કરવી પડશે તે ઘણા પરિબળો પર આધારિત છે. આ પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે –

● તમને જે પ્લાન ઈચ્છો છો તેનો પ્રકાર - ઈન્ડિવિજ્યુઅલ, ફેમિલી ટ્રાવેલ અથવા સ્ટુડન્ટ ટ્રાવેલ પ્લાન

● તમે પસંદ કરેલ પ્લાનનો વેરિયન્ટ - વેરિયન્ટ કવરેજ સુવિધાઓ નિર્ધારિત કરે છે. જો વેરિયન્ટમાં કવરેજ સુવિધાઓ વધુ છે, તો પ્રીમિયમ વધુ હશે

● તમે પસંદ કરેલી સમ ઇન્શ્યોર્ડ - સમ ઇન્શ્યોર્ડ એ વીમાદાતા દ્વારા લેવામાં આવતી જવાબદારીને નિર્ધારિત કરે છે.

● સભ્યોની વિગતો - મુસાફરી કરનાર સભ્યોની સંખ્યા અને તેમની ઉંમર. દરેક સભ્ય પ્રીમિયમમાં વધારો કરે છે

● મુસાફરીનો સમયગાળો - તમે કેટલા દિવસની મુસાફરી કરી રહ્યા છો.

તમારા પ્લાન માટે તમારે કેટલી ચુકવણી કરવી પડશે તે જાણવા માટે એચડીએફસી અર્ગોનું ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર ઉપલબ્ધ છે. કૅલ્ક્યૂલેટરમાં ઉપરોક્ત વિગતો દાખલ કરીને તમે પ્રીમિયમની રકમની ગણતરી કરી શકો છો.

ઉદાહરણ તરીકે, તમે અને તમારા જીવનસાથી, તમારી બંનેની ઉંમર 35 વર્ષ છે, તમે 5 દિવસ માટે દુબઈ જઈ રહ્યા છો, તો વિવિધ પ્લાન વેરિયન્ટ માટેનું પ્રીમિયમ નીચે મુજબ રહેશે –

● સિલ્વર પ્લાન – ₹728 + GST

● ગોલ્ડ પ્લાન – ₹880 + GST

● પ્લેટિનમ પ્લાન – ₹1030 + GST

● ટાઇટેનિયમ પ્લાન – ₹1336 + GST

ના, દુબઈની તમારી મુસાફરી માટે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ફરજિયાત નથી. જો કે, કવરેજને અવગણતા પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે દુબઈમાં મેડિકલ સારવાર ખૂબ મોંઘી છે. દુબઈ બીમારીઓ અને ઈજાઓ માટે અત્યાધુનિક મેડિકલ સારવાર પ્રદાન કરે છે અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરતી હૉસ્પિટલો ધરાવે છે. આવી હૉસ્પિટલોમાં સારવાર અને અન્ય મેડિકલ ખર્ચ સસ્તા નથી. જો ટ્રિપ દરમ્યાન તમે બીમાર થાઓ છો કે ઈજા થાય છે, તો તમારે નોંધપાત્ર મેડિકલ ખર્ચ થઈ શકે છે જે ભારે પડી શકે છે. તેથી, તમારે આવા ઊંચા મેડિકલ ખર્ચ માટે સગવડ હોવી જરૂરી છે અને આ સ્થિતિમાં મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મદદે આવે છે.

મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ દુબઈમાં મુસાફરી દરમ્યાન ઉદ્ભવતી મેડિકલ ઇમરજન્સીને આવરી લેવામાં આવે છે. આવા પ્લાન વ્યાપક મેડિકલ કવરેજ પ્રદાન કરીને હૉસ્પિટલના બિલની અસર તમારા ફાઇનાન્સ પર ન થાય તે સુનિશ્ચિત કરે છે.

એચડીએફસી અર્ગોના મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાથી તમે નીચે જણાવેલ કવરેજ મેળવી શકો છો –

● દુબઈમાં નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર

● પાર્થિવ અવશેષોનું રિપેટ્રિએશન

● ઇમરજન્સીમાં દાંતની સારવાર

● હૉસ્પિટલાઇઝેશન પ્રત્યેક દિવસ દીઠ દૈનિક રોકડ ભથ્થું

● આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં એકસામટી રકમની ચુકવણીનો લાભ

USD 50,000 થી USD 500,000 સુધીનું કવરેજ ઉપલબ્ધ છે. તમે યોગ્ય પ્લાન પસંદ કરીને તમારા ટ્રાવેલ બજેટને નુકસાન કર્યા વગર મેડિકલ ઇમરજન્સી સામે કવરેજનો આનંદ માણી શકો છો. તેથી, દુબઈ માટે મેડિકલ ટ્રાવેલ પ્લાન, ફરજિયાત ન હોવા છતાં પણ, પસંદ કરો.

ના, જ્યારે તમે દુબઈ જઈ રહ્યા હોવ ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો ફરજિયાત નથી. જો કે, આર્થિક નુકસાન કરી શકે તેવી અણધારી પરિસ્થિતિઓમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મદદરૂપ સાબિત થઈ શકે છે. તેથી પ્લાનની ભલામણ કરવામાં આવે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં મળતા કવરેજના ફાયદા આ પ્રમાણે છે –

● મેડિકલ કવરેજ

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સૌથી મહત્વપૂર્ણ કવરેજ તબીબી ઇમરજન્સી માટેનું કવરેજ છે. જો તમને દુબઈની મુસાફરી દરમ્યાન કોઈ અણધારી બીમારી અથવા ઈજા થાય, તો આ પ્લાન હૉસ્પિટલાઇઝેશન અને તેને સંલગ્ન સારવારના ખર્ચને આવરી લે છે. વધુમાં, એચડીએફસી અર્ગોના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ તમને મેડિકલ ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન, દાંતની સારવાર અને હૉસ્પિટલાઇઝેશન માટે દૈનિક ભથ્થું જેવા કવરેજ મળે છે.

● ટ્રિપ કવરેજ

એચડીએફસી અર્ગોના કેટલાક ટ્રાવેલ પ્લાન હેઠળ ફ્લાઇટ મોડી પડવાના કિસ્સામાં પણ કવરેજ મળે છે.

● સામાનનું કવરેજ

જો તમારો સામાન પરિવહનમાં ખોવાઈ જાય અથવા જો તમારા ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ થાય, તો તેને કારણે થયેલા નાણાંકીય નુકસાનને કવર કરવામાં આવશે

● લાયેબિલિટી કવર

જો તમારે કારણે કોઈ અન્ય વ્યક્તિને શારીરિક અથવા પ્રોપર્ટી સંબંધિત નુકસાન પહોંચે છે, તો તેમને થયેલ આર્થિક નુકસાન માટે તમને જવાબદાર માનવામાં આવશે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા તમે આવી જવાબદારીઓથી મુક્ત રહી શકો છો

● પર્સનલ એક્સિડેન્ટ કવર

મુસાફરી દરમિયાન આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે પણ તમને કવરેજ મળે છે.

આ કવરેજના લાભો સાથે, જ્યારે તમે દુબઈમાં મુસાફરી કરો છો ત્યારે ફરજીયાત ના હોવા છતાં લીધેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હાથવગા બની શકે છે.

હા, દુબઈમાં નિ:શુલ્ક હેલ્થકેર સુવિધાઓ છે જેમાં વ્યક્તિ જાહેર સુવિધાઓના સ્થળે નિ:શુલ્ક મેડિકલ સારવારનો લાભ લઈ શકે છે. જો કે, આ નિ:શુલ્ક સુવિધા માત્ર દુબઈના નિવાસીઓ અને નાગરિકો માટે ઉપલબ્ધ છે. જો તમે ફરવાના કે બિઝનેસના હેતુથી અથવા વિદ્યાર્થી તરીકે દુબઈ જઈ રહ્યા છો, તો તમે નિ:શુલ્ક હેલ્થકેર મેળવવા માટે પાત્ર નથી.

આવી પરિસ્થિતિઓમાં, જો તમારે દુબઈમાં મેડિકલ સહાયની જરૂર પડે, તો ઊંચા મેડિકલ ખર્ચ સામે સુરક્ષિત રહેવા માટે તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની જરૂર છે. આ સ્થિતિમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપયોગી બને છે.

એચડીએફસી અર્ગો દ્વારા ઑફર કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી જેવી પૉલિસી, જ્યારે તમે વિદેશમાં, આ કિસ્સામાં દુબઈમાં, મુસાફરી કરી રહ્યાં હોવ ત્યારે મેડિકલ ઇમરજન્સીને કારણે ઉદ્ભવતા ખર્ચને આવરી લે છે. તમને અણધારી બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન સામે કવરેજ મળે છે. સારવારના ખર્ચ ઉપરાંત, આ ખર્ચ પણ આવરી લેવામાં આવે છે –

● મેડિકલ ઇવૅક્યુએશન - ઇમરજન્સીના કિસ્સામાં જમીન અથવા હવાઇ માર્ગ દ્વારા હૉસ્પિટલ સુધીનું પરિવહન.

● પાર્થિવ અવશેષોને સ્વદેશ મોકલવા - જો ઇન્શ્યોર્ડ પ્રવાસ દરમિયાન મૃત્યુ પામે તો મૃતદેહને ભારત પરત મોકલવો

● દાંતની સારવાર – ઇમરજન્સીની સ્થિતિમાં જરૂરી જણાય તે

● હૉસ્પિટલ કૅશ અલાઉન્સ – હૉસ્પિટલમાં રાખવામાં આવેલ તે પ્રત્યેક દિવસ માટે ચૂકવવામાં આવતું દૈનિક ભથ્થું

● આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા- ઇન્શ્યોર્ડના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ચૂકવવાપાત્ર લમ્પસમ લાભ

તમે USD 500,000 સુધીનું કવરેજ મેળવી શકો છો અને જ્યારે તમે પ્રવાસી, મુલાકાતી અથવા વિદ્યાર્થી તરીકે દુબઈની મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે થતા મેડિકલ ખર્ચ માટે તમને કવરેજ મળે છે.

સ્ત્રોત: એક્સપેટ અરાઇવલ્સ

દુબઈમાં ઘણી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે જે વિદેશીઓને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. તેથી, તમે દુબઈમાં વિદેશી તરીકે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. જોકે, જો તમે લાંબા સમયગાળા માટે દુબઈમાં રહો છો તો આવા પ્લાન યોગ્ય છે. જો તમે વેકેશન માટે અથવા કામ માટે દુબઈની મુલાકાત લઈ રહ્યા છો, તો ત્યાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું વિવેકપૂર્ણ નથી. વિદ્યાર્થીઓએ પણ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે દુબઈમાં રહે ત્યારે ત્યાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ટાળવું જોઈએ.

તેના બદલે તમે દુબઈમાં મેડિકલ ઇમરજન્સીને આવરી લેતો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ભારતમાં જ પસંદ કરી શકો છો. તમારી મુસાફરીના સમયગાળાને આવરી લેતો એક પ્લાન ખરીદો, જે તમને દુબઈમાં જો કોઈ મેડિકલ ખર્ચ થાય છે, તો તેની સામે સુરક્ષા પૂરી પાડે છે. ઊંચી સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો અને પ્લાન ઇમરજન્સીમાં જરૂરી ખર્ચાળ મેડિકલ સારવારને પ્લાન હેઠળ કવર કરશે.

એચડીએફસી અર્ગો દુબઈ માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. એચડીએફસી અર્ગો તમને આ સુવિધાઓ આપે છે –

● દુબઈની નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર

● ઇનપેશન્ટ હૉસ્પિટલાઇઝેશન

● મેડિકલ ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન

● દાંતની સારવાર

● હૉસ્પિટલ રોકડ ભથ્થું

કવરેજની આ સુવિધાઓ હેઠળ તમે તમારા બજેટમાં જ દુબઈમાં મેડિકલ સારવાર મેળવી શકો છો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન અતિરિક્ત કવરેજ લાભો સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તરીકે કાર્ય કરે છે જે અન્ય ઇમરજન્સીઓ સામે પણ તમને સુરક્ષા આપે છે. વધુમાં, આ પ્લાન વ્યાજબી પણ છે. તેથી, તમારો ઇન્શ્યોરન્સ દુબઈમાં ખરીદવા કરતાં, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ભારતમાં જ ખરીદવો અને પોતાની મુસાફરીને પોસાય તેવી કિંમતે સુરક્ષિત કરવી યોગ્ય છે.

એવૉર્ડ અને સન્માન
x