દરેક માટે હેલ્થ કેર ઇન્શ્યોરન્સ પૉલિસી

આ મહામારીમાં, એચડીએફસી અર્ગો કોરોનાવાઇરસ સામે લડવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સને એક શીલ્ડ બનાવીને તમારી કાળજી લે છે. 10,000+ કૅશલેસ નેટવર્ક હૉસ્પિટલો અને ઇન્સ્ટન્ટ ક્લેઇમ સેટલમેન્ટ પૉલિસી દ્વારા તમારી હંમેશા સંભાળ લેવામાં આવે તે સુનિશ્ચિત કરીએ છીએ. વ્યક્તિ માટે, કુટુંબ, અને વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા અમે તમારી નિરંતર વધતી જતી તમામ તબીબી જરૂરિયાતોની કાળજી લઈએ છીએ. અમે #1.3 કરોડ સંતુષ્ટ ગ્રાહકો ધરાવીએ છીએ અને સૌ કોઈ માટે ડિઝાઇન કરેલા અમારા યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે વધુ લોકોને સુરક્ષિત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વધતા તબીબી ખર્ચ અને જીવનશૈલી સંબંધિત રોગોની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને રચાયેલ છે. સૌથી વધુ ભલામણ કરેલ માય:હેલ્થ સુરક્ષા ઇન્શ્યોરન્સથી લઈને ખૂબ જ માંગમાં રહેલી કોરોના કવચ પોલિસી સુધીના અમારા તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તબીબી ફુગાવાને ધ્યાનમાં રાખીને કવરેજ ઓફર કરે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ અને તેઓ તમારી સંભાળ કેવી રીતે રાખે છે તે વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

એચડીએફસી અર્ગો તમારી ખરેખર કાળજી લે છે

માતાપિતાની સંભાળ
પ્રવેશની કોઈ ઉંમર નહીં અને આજીવન નવીનીકરણનો વિકલ્પ ધરાવતા અમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો હેતુ જ્યારે તેમને સૌથી વધુ જરૂર હોય ત્યારે સરળતા અને સુવિધા પ્રદાન કરવાનો છે.
ફેમિલી કેર
તમારું જીવનના કેન્દ્ર સ્થાને તમારો પરિવાર હોય છે, તો પછી પરિવાર માટે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખરીદીને શા માટે તમારા પ્રિયજનોને સુરક્ષિત ન કરવા? અમારી વીમાકૃત રકમના રિબાઉન્ડ લાભ સાથે, તમે તમારા સમાપ્ત થયેલ હેલ્થ કવરને ફરીથી મેળવી શકો છો.
વરિષ્ઠ નાગરિક સંભાળ
જેમ તમે તમારી નિવૃત્તિની યોજના બનાવો છો, તે જ રીતે અણધાર્યા તબીબી ખર્ચની યોજના બનાવવી જરૂરી છે. અમારા વરિષ્ઠ નાગરિકો માટેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ વૈકલ્પિક સારવાર મેળવવાના વિકલ્પ તરીકે આયુષનો લાભ મેળવો.
વ્યક્તિગત સંભાળ
જીવનમાં નચિંત, યુવાન, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી બનો, જો કે તમારે ખરેખર એક વસ્તુની કાળજી લેવાની જરૂર છે અને તે છે અનપેક્ષિત તબીબી ખર્ચ, જે જીવનશૈલીને કારણે થતા કોઈપણ રોગોને કારણે થઈ શકે છે. કૉસ્ટ-ઇફેક્ટિવ પ્રીમિયમ માટે વહેલી તકે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો.
ક્રિટિકલ ઇલનેસ કેર
જેમ દરેક વસ્તુ બધા માટે અનુકૂળ નથી હોતી, તે જ રીતે કૅન્સર, સ્ટ્રોક વગેરે જેવી જીવલેણ બિમારીઓ માટે બેઝ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન પૂરતો નથી. અમે 13 કરતાં વધુ ગંભીર બિમારીઓને કવર કરવા માટે અમારા ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ભલામણ કરીએ છીએ.

કોરોના કવચ પૉલિસી સહિત ઇન્શ્યોરન્સમાં હેલ્થ કેરના મહત્વની સમજ

1.3 કરોડ સંતુષ્ટ ગ્રાહકોની પસંદ

1.3 કરોડથી વધુ ખુશ ગ્રાહકોને એચડીએફસી અર્ગો પર ભરોસો છે

હોમ હેલ્થકેર ખર્ચ

અમે કોરોના કવચ પૉલિસી હેઠળ હોમ કેર ખર્ચને કવર કરીએ છીએ, જે ઇન્શ્યોર્ડ વ્યક્તિ જ્યારે કોવિડ-19 ની સારવાર ઘરે લે છે ત્યારે ચૂકવવામાં આવે છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ

તમારા હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના, એટલે કે હૉસ્પિટલાઇઝેશન પહેલાંના 15 દિવસ અને રજા મળ્યા બાદના 30 દિવસ સુધીના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. હોમકેર સારવાર દરમિયાન 14 દિવસ સુધી થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવશે.

10,000 કૅશલેસ નેટવર્ક હૉસ્પિટલો

10,000 થી વધુ કૅશલેસ હૉસ્પિટલના નેટવર્ક થકી તમારી આસપાસ શ્રેષ્ઠ સારવાર સરળતાથી ઉપલબ્ધ થશે.

ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

દરેક મિનિટમાં 1 ક્લેઇમ સેટલ કરવામાં આવ્યો છે.

તાત્કાલિક સારવારની જરૂર છે? ટેલિક્લિનિક સર્વિસ અજમાવી જુઓ



આ સમયમાં ઘરની બહાર નીકળવામાં તણાવ અનુભવી રહ્યા છો - ડૉક્ટરને ત્યાં જવામાં પણ? માત્ર એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ એપ ડાઉનલોડ કરો અને એમ.બી.બી.એસ જનરલ ફિઝિશિયન્સ પાસેથી નિ:શુલ્ક, કોઈપણ સમયે, ક્યાંય પણ અને ઇચ્છો તેટલી વખત, તમે આ મહામારી દરમિયાન મેડિકલ સલાહ મેળવો. અમારી ટેલિક્લિનિક સેવાઓ તમને થતી તમામ પ્રકારની બિમારી અને શારીરિક અસુવિધા માટે તબીબી સલાહ આપે છે. માથાનો ભયંકર દુખાવો હોય કે દાંતનો અસહ્ય દુખાવો, અમારા ડૉક્ટરો ચોક્કસપણે આ મુશ્કેલ સમયમાં તમારી પરિસ્થિતિ સમજીને તમને માર્ગદર્શન આપશે. આ સમયમાં તમારા મિત્રો અને પરિવારને મદદરૂપ થવા માટે તેમણે પણ આ વિશે નિઃસંકોચપણે જાણ કરો! તેમને મહામારીના આ સમય દરમિયાન તેની જરૂર પડી શકે છે.



જો તમે પહેલેથી જ એચડીએફસી અર્ગોનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવો છે, તો નિશ્ચિંત રહો, અમે કોરોનાવાઇરસને કારણે થતા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને આવરી લઈશું.

નોંધ: એચડીએફસી અર્ગોની દરેક પૉલિસી અકસ્માત સિવાયના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવા બદલ ક્લેઇમ કરવા માટે એક મહિનાનો પ્રતિક્ષા અવધિ ધરાવે છે. કૃપા કરીને સમાવિષ્ટ અને બાકાત બાબતોની વિગતવાર સૂચિ માટે તમારી પૉલિસીના શબ્દો, બ્રોશરનો સંદર્ભ લો. ઉપરોક્ત માહિતી માત્ર ઉદાહરણ માટે આપવામાં આવેલ છે.

અમારા ગ્રાહકો શું કહે છે

પ્રવીણ કુમાર કે
માય:હેલ્થ સુરક્ષા
કૉમ-પ્રી
  • હું મારા મિત્રો અને પરિવારના સભ્યોને ભલામણ કરીશ, તમારી સર્વિસ સરસ અને ત્વરિત છે, કસ્ટમર સપોર્ટ ખૂબ સરસ છે.
બિપિન પુરોહિત
માય:હેલ્થ સુરક્ષા
કૉમ-પ્રી
  • હું સર્વિસથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. ટોલ ફ્રી લાઇન અને IVR લાઇન કોવિડ19ની પરિસ્થિતિમાં પણ કાર્યરત હતી. એચડીએફસી કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાતચીત ખૂબ જ ઉપયોગી છે.
શ્વેતા આર
માય:હેલ્થ સુરક્ષા
કૉમ-પ્રી
  • મને ખુશી છે કે તમે અમારા મેઇલ મુજબ અમારા ક્લેઇમને પ્રોસેસ કર્યો છે. અમારા મેઇલને ધ્યાનમાં રાખીને તે મુજબ પ્રતિસાદ આપવા બદલ આભાર. અમારો ક્લેઇમ મંજૂર કરવા બદલ હું ખુશ છું.
પ્રમોદ મહાદેવ તનવડે
માય:હેલ્થ સુરક્ષા
કૉમ-પ્રી
  • તમારા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સર્વિસ પ્રશંસાપાત્ર છે.
શૈલેન્દ્ર કુમાર રથ
માય:હેલ્થ સુરક્ષા
કૉમ-પ્રી
  • ઉત્તમ સર્વિસ ક્લેઇમની પતાવટ કરવા માટે ઉલ્લેખનીય અપવાદરૂપ ઘણો ઓછો સમય તમારી સર્વિસથી અમને આનંદ થયો છે
એવૉર્ડ અને સન્માન
x