જ્યારે અમે પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ કહીએ છીએ, ત્યારે તે એક પ્રકારનો હોમ ઇન્શ્યોરન્સ છે જે પ્રોપર્ટીના માલિકો માટે સુરક્ષા કવરેજ પ્રદાન કરે છે. પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ માલિકને ફાઇનાન્શિયલ નુકસાન ટાળવામાં મદદ કરી શકે છે, જે કુદરતી આફતો, ચોરી, આગ વગેરે દ્વારા પ્રોપર્ટીને થતાં નુકસાનને કારણે થઈ શકે છે.
તમે તમારી પોતાની કહી શકો તેવી પ્રોપર્ટી ખરીદવા માટે તમે તમારી જીવનભરની બચતને ઇન્વેસ્ટ કરો છો! જો કે, માત્ર તેની ખરીદી લેવું જ પૂરતું નથી. તમારે અણધારી ઘટનાઓથી તમારી પ્રોપર્ટીને સુરક્ષિત કરવાની જરૂર છે. તેથી, તમારી પ્રોપર્ટીને સુરક્ષિત કરવા માટે, તમારે પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ મેળવવાની જરૂર છે.
પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પ્લાનને પોસાય તેવા પ્રીમિયમ સાથે અનન્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી તમે રક્ષણ અને સલામતીનો મહિમા અનુભવી શકો. તેથી, તમારા ફાઇનાન્સની સુરક્ષા કરવા અને કુદરતી આફતો, ચોરી, આકસ્મિક નુકસાન વગેરેથી તમારી મિલકતને સુરક્ષિત રાખવા માટે, અમે ભલામણ કરીએ છીએ કે તમે પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ ખરીદો અને આવી અનિચ્છનીય પરિસ્થિતિઓને કારણે તમારા પર આવી પડતાં નાણાંકીય ખર્ચથી બચો.
આગ, રમખાણો, કુદરતી આફતો અને અન્ય અણધારી ઘટનાઓ દ્વારા તમારા ઘરની સામગ્રી/માળખાને થયેલા નુકસાનને કારણે થતા કોઈપણ પ્રકારના ફાઇનાન્શિયલ બોજને ટાળવા માટે પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. આ ઉપરાંત, પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ લેવાના બીજા ઘણા કારણો છે, જેની આપણે નીચે ચર્ચા કરીશું
1. એચડીએફસી અર્ગો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ સાથે તમે તમારા ઘરની સામગ્રી અને માળખા બંને માટે વ્યાપક કવરેજ મેળવી શકો છો.
2. પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન કોઈપણ દુર્ઘટનામાંથી તમારી મૂલ્યવાન સંપત્તિને સુરક્ષિત કરવામાં મદદ કરશે.
3. જો તમારી ઇન્શ્યોર્ડ પ્રોપર્ટીને કોઈપણ નુકસાન થાય, તો રિપેરનો ખર્ચ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરી લેવામાં આવશે.
4. પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ ખાલી ઘરો માટે પણ કવરેજ પ્રદાન કરે છે. જો તમે તમારા ઘરથી દૂર હોવ, તો પણ સમારકામ/પુનર્નિર્માણનો ખર્ચ કવર કરી લેવામાં આવશે.
5. પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ એવા લોકો માટે લાભદાયક છે જે ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે, કારણ કે તે સામગ્રી (સામાન) માટે કવરેજ પ્રદાન કરે છે અને આ રીતે ફાઇનાન્શિયલ તણાવથી બચાવે છે.
6. એચડીએફસી અર્ગો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ કોઇપણ ઝંઝટ વગર ઑનલાઇન ખરીદી શકાય છે અને અમારી કસ્ટમર સપોર્ટ ટીમ તમારા ક્લેઇમની પ્રોસેસ કરવા માટે અથવા તમારા સંબંધિત ઇન્શ્યોરન્સ પ્લાન સંલગ્ન કોઈપણ પ્રશ્નને ઉકેલવામાં મદદ કરવા માટે 24x7 ઉપલબ્ધ છે.
જો તમારી પ્રોપર્ટી પૂરની સંભાવના ધરાવતા વિસ્તારમાં સ્થિત છે અથવા એવા સ્થાન પર છે જ્યાં ભૂકંપ અવારનવાર આવે છે તો તમારું પ્રીમિયમ થોડું વધારે હોઈ શકે છે.
જો તમારી પ્રોપર્ટી થોડી જૂની છે અને માળખાકીય પડકારો ધરાવે છે, તો તમારું પ્રીમિયમ થોડું વધુ હોઈ શકે છે.
જો તમારી પ્રોપર્ટીમાં તમામ સુરક્ષાની સુવિધાઓ હોય તો ચોરીની સંભાવના ઓછી હોઇ શકે છે જેથી આવી પરિસ્થિતિમાં તમારું પ્રીમિયમ ઓછું થઇ શકે છે.
જો તમારી પ્રોપર્ટીમાં ખૂબ જ મૂલ્યવાન સામગ્રી છે જેને તમે ઇન્શ્યોર કરવાનું પસંદ કરો છો તો તે કિસ્સામાં તમારું પ્રીમિયમ તમે જે સામગ્રીને ઇન્શ્યોર કરવાનું પસંદ કરો છો તેના મૂલ્ય પર આધારિત હોઈ શકે છે.
પ્રીમિયમ નક્કી કરતી વખતે તમારી પ્રોપર્ટીનું કુલ મૂલ્ય મહત્વનું હોય છે. જો તમારી પ્રોપર્ટીના માળખાનું મૂલ્ય વધુ હોય તો તમારું પ્રીમિયમ વધવાની સંભાવના છે અને તેવુ જ વિપરીત છે. તેને તમારા ઘરનું બજાર મૂલ્ય પણ કહી શકાય, કારણ કે જો તમારી પ્રોપર્ટીનું બજાર મૂલ્ય વધુ હોય તો સમ ઇન્શ્યોર્ડ પણ વધુ રહેશે.
શું તમને એવી ચિંતા છે કે તમારો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ વ્યર્થ જશે? અમારો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ તમને તમારી અનુકૂળતા મુજબ મુદત પસંદ કરવાની સુગમતા ઑફર કરે છે. જો કે, લઘુત્તમ મુદત ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઈએ.
એચડીએફસી અર્ગોના પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ સાથે, તમે પ્રીમિયમ પર કેટલાક આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે તમારા ઘરને ઇન્શ્યોર્ડ કરી શકો છો. અમે પગારદાર કર્મચારી, લોન્ગ ટર્મ પૉલિસી વગેરે માટે ઑનલાઇન પૉલિસી ખરીદવા પર ડિસ્કાઉન્ટ ઑફર કરીએ છીએ.
એચડીએફસી અર્ગોનો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ તમને ઘરના સામાનની કોઇપણ સ્પષ્ટ સૂચિ શેર કર્યા વિના તમારી તમામ પ્રોપર્ટીને (₹25 લાખ સુધી) કવર કરવાનો વિકલ્પ આપે છે.
એચડીએફસી અર્ગો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ સાથે લેપટોપ, સેલ ફોન અને ટૅબ્લેટ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને ઇન્શ્યોર્ડ કરો અને આ રીતે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને થયેલા નુકસાનને કારણે ઉદ્ભવી શકે તેવા ફાઇનાન્શિયલ નુકસાનને ટાળો.
આગ તમારી સપનાની પ્રોપર્ટીનો નાશ કરી શકે છે. અમારો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ આગને કારણે થયેલા નુકસાન માટે કવર આપે છે જેથી તમે તમારા ઘરને ફરીથી બનાવી શકો.
ચોર તમારી કિંમતી જ્વેલરી અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ લઇને ભાગી શકે છે. જો તમે તેમનું કવર લીધેલું છે તો તમે નિશ્ચિંત થઈ રહી શકો છો.
ઉપકરણો વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી! ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉનની ઘટનામાં કવરેજ મેળવવા માટે તેમને ઇન્શ્યોર કરો.
જો તમારી પ્રોપર્ટીને ચક્રવાત, ભૂકંપ, પૂર વગેરેને કારણે નુકસાન થાય છે તો અમે તમને કવર કરીએ છીએ! ઉપરાંત, હડતાલ, રમખાણો, આતંકવાદ અને દૂષિત કૃત્યો સામે તમારા ઘરને સુરક્ષિત કરો.
જો ઇન્શ્યોર્ડ પ્રોપર્ટીને નુકસાન થાય છે અને વીમાપાત્ર જોખમને કારણે રહેવા માટે તે અયોગ્ય માનવામાં આવે છે, તો માલિકને ઇન્શ્યોરર દ્વારા હંગામી વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપવામાં આવે છે.
પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ સાથે, તમને મોંઘા ફિટિંગ અને ફિક્સચર માટે સુરક્ષા મળે છે, જ્યાં આકસ્મિક નુકસાન થાય તો તમારા કિંમતી સામાનને કવરેજ પ્રદાન કરવામાં આવે છે.
યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુનું કાર્ય, બંધક જેવી પરિસ્થિતિઓથી ઉદ્ભવતા ક્ષતિ/નુકસાનને પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતા નથી.
બુલિયન, સ્ટેમ્પ, કલા કામ, સિક્કા વગેરેને નુકસાન થવાથી ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.
અમે સમજીએ છીએ કે તમારી બધી કીમતી સંપત્તિ ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે પરંતુ 10 વર્ષથી વધુ જૂની કોઇપણ વસ્તુને આ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં.
પરિણામી નુકસાન એવું નુકસાન છે જે પૉલિસીમાં આપેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવતા નથી.
તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે તે અમે સુનિશ્ચિત કરીએ છીએ, પરંતુ જો નુકસાન ઇરાદાપૂર્વક હાથ ધરવામાં આવેલું હશે તો તેને કવર કરવામાં આવશે નહીં.
થર્ડ પાર્ટી નિર્માણને કારણે તમારી પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવતું નથી.
તમારા પ્રોપર્ટી ઇન્શ્યોરન્સમાં સામાન્ય ઘસારો અથવા જાળવણી/નવીનીકરણને કવર કરવામાં આવતા નથી.
કોઇપણ સંજોગો હેઠળ આ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી જમીનની કિંમતને કવર કરશે નહીં.
પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ કવર તમારા ઘર માટે છે જ્યાં તમે રહો છો, કોઇપણ બાંધકામ હેઠળની પ્રોપર્ટીને કવર કરવામાં આવશે નહીં.
પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કવર
જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ
પેડલ સાયકલ
આતંકવાદ માટે કવર
એચડીએફસી અર્ગોના પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ સાથે, લૅપટૉપ, કેમેરા, સંગીતનાં સાધનો વગેરે જેવી પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે ઍડ-ઑન કવરેજ મેળવો. જો કે, 10 વર્ષથી વધુ જૂના ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે કોઈ કવરેજ લાભ નથી.
ધારો કે તમે વેકેશન પર જાઓ છો અને તમારો કૅમેરો આકસ્મિક રીતે નુકસાનગ્રસ્ત થાય છે, તો અમે કૅમેરાના આ નુકસાન સામે કવર આપીશું, પરંતુ તે ઇરાદાપૂર્વકનું નુકસાન ન હોવું જોઈએ.
તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી ક્યારેય આટલી સરળ નહોતી. તેમાં માત્ર 4 ઝડપી પગલાં લેવામાં આવે છે.
ક્લેઇમ રજિસ્ટર કરવા અથવા જાણ કરવા માટે, તમે હેલ્પલાઇન નં. 022 - 6234 6234 પર કૉલ કરી શકો છો અથવા અમારા કસ્ટમર સર્વિસ ડેસ્કને care@hdfcergo.com પર ઇમેઇલ કરી શકો છો. ક્લેઇમ રજિસ્ટર કર્યા પછી, અમારી ટીમ તમને દરેક પગલાંમાં માર્ગદર્શન આપશે અને તમને કોઈપણ ઝંઝટ વગર તમારા ક્લેઇમને સેટલ કરવામાં મદદ કરશે. ક્લેઇમની પ્રક્રિયા માટે નીચેના સ્ટાન્ડર્ડ ડૉક્યુમેન્ટની જરૂર પડે છે:
- પૉલિસી/અન્ડરરાઇટિંગ ડૉક્યુમેન્ટ
- ફોટા
- ક્લેઇમ ફોર્મ
- લૉગ બુક/એસેટ રજિસ્ટર/કૅપિટલાઇઝ કરેલ આઇટમની લિસ્ટ (જ્યાં લાગુ પડે ત્યાં)
- રસીદ સાથે રિપેર/રિપ્લેસમેન્ટના બિલ
- ક્લેઇમ ફોર્મ
- બધા લાગુ પડતા માન્ય પ્રમાણપત્રો
- FIR ની કૉપી (જો લાગુ હોય તો)
પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમારા ઘરની સામગ્રી કવર કરવામાં આવે છે. આ કન્ટેન્ટમાં નીચેનાનો સમાવેશ થાય છે –
● ફર્નિચર અને ફિક્સચર્સ
● ટેલિવિઝન સેટ
● હોમ અપ્લાયન્સ (ઘરના ઉપકરણો)
● રસોડાના ઉપકરણો
● પાણી સંગ્રહ કરવાનું ઉપકરણ
● અન્ય ઘરગથ્થું વસ્તુઓ
તમે વધારાનું પ્રીમિયમ ચૂકવીને તમારી મૂલ્યવાન વસ્તુઓ જેમ કે જ્વેલરી, કલાકૃતિઓ, ક્યુરિયો, ચાંદીના વાસણો, પેઇન્ટિંગ, કાર્પેટ, પ્રાચીન વસ્તુઓ વગેરેનો પણ ઇન્શ્યોરન્સ લઈ શકો છો.
ના, નિયુક્ત બેંકમાંથી પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવો ફરજિયાત નથી. સામાન્ય રીતે, હોમ લોન મંજૂરી કરતી બેંકો હોમ લોન સાથે પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરી શકે છે. જો કે, તમારી પાસે માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવાની પસંદગી છે અને તમારી જરૂરિયાતને સારી રીતે અનુકૂળ હોય તેવો પ્લાન પસંદ કરો.
તુલના કરવા માટે તમારે કવરેજના લાભો, સમ ઇન્શ્યોર્ડ અને વસૂલવામાં આવેલા પ્રીમિયમ જોવું જોઈએ. એક એવો પ્લાન પસંદ કરો જે સૌથી વ્યાપક કવર પ્રદાન કરતું હોય જેથી સૌથી વધુ સંભવિત નુકસાનથી સુરક્ષિત થઈ શકાય. વધુમાં, પ્રીમિયમ સ્પર્ધાત્મક રીતે વાજબી હોવું જોઈએ જેથી તમને શ્રેષ્ઠ ડીલ મળે.
હા, અમારો અર્થ એ છે કે જો તમે કોઈ બિલ્ડિંગમાં રહો છો તો તમે અમારા હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારા ઘરને સુરક્ષિત કરી શકો છો. પ્રીમિયમ દરો ચેક કરવા માટે અહીં ક્લિક કરો.
સંપૂર્ણપણે ના, જો કે, આજે કુદરતી આફતો, આગની ઘટનાઓ અથવા ચોરીના કિસ્સાઓ ખરીદદારોને હોમ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તેમની સૌથી મૂલ્યવાન સંપત્તિને સુરક્ષિત કરવા પ્રોત્સાહિત કરે છે.
હા, અમે તમારા ઘરની સામગ્રી જેમ કે ફર્નિચર, મૂલ્યવાન વસ્તુઓ અને પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સને સુરક્ષિત કરીએ છીએ.
અમે તમારા ઘરને માળખાકીય નુકસાનના કિસ્સામાં વૈકલ્પિક આવાસ માટે કવર કરીએ છીએ, તેથી અમે તમને વૈકલ્પિક રોકાણ માટે મૂવિંગ અને પૅકિંગ, ભાડું અને દલાલી માટે કવર આપીએ છીએ.
તમે ઘરના વાસ્તવિક માલિકના નામ પર પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ કરાવી શકો છો. ઉપરાંત, તમે સંયુક્ત રીતે માલિક અને પોતાના નામથી ઇન્શ્યોરન્સ કરાવી શકો છો.
તમે વ્યક્તિગત રેસિડેન્શિયલ પરિસરને ઇન્શ્યોર કરી શકો છો. એક ભાડૂત તરીકે તમે તમારા ઘરના સામાનને કવર કરી શકો છો.
ચાલતા બાંધકામ હેઠળની પ્રોપર્ટી હોમ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી શકાતી નથી. ઉપરાંત, કાચું નિર્માણ પણ કવર કરવામાં આવતું નથી.
કાટમાળને કાઢી નાંખવા માટે નિર્ધારિત સમ ઇન્શ્યોર્ડ એ, ઇન્શ્યોરન્સ ક્લેઇમની રકમનું 1% છે.