હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / કોરોના કવચ પૉલિસી
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • વૈકલ્પિક કવર
  • FAQ

કોરોના કવચ પૉલિસી

એચડીએફસી અર્ગોની કોરોના કવચ પૉલિસી કોરોનાવાઇરસના સંક્રમણને કારણે થતાં તબીબી ખર્ચ માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. કોરોના કવચ પૉલિસી લાવવામાં આવ્યાની જાહેરાત ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા કરવામાં આવી છે અને ભારતની તમામ જનરલ તેમજ એકલ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે તેમના કસ્ટમર્સને આ પૉલીસી ઉપલબ્ધ કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોના કવચ પૉલિસીનો ઉદ્દેશ, જો કોઈ વ્યક્તિ કોવિડ-19 સંક્રમિત થાય, તો તેના હૉસ્પિટલાઈઝેશન પહેલા, હૉસ્પિટલાઈઝેશન સમયે અને બાદમાં થતા ખર્ચ, હોમ કેર અને આયુષ સારવારના ખર્ચને આવરી લેવાનો છે. એચડીએફસી અર્ગોની કોરોના કવચ પૉલિસી ઑનલાઈન ખરીદો અને હાલની મહામારીના સમયમાં ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મેળવો.

કોવિડ-19 ઇન્શ્યોરન્સ શું છે?

કોવિડ-19 ઇન્શ્યોરન્સ, અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટની જેમ, કોરોનાવાઇરસ હેલ્થ ઇમર્જન્સી સામે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે. કોરોનાવાઇરસની વૈશ્વિક આપત્તિને કારણે કોવિડ-19 ઇન્શ્યોરન્સ પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો જે 2020 માં શરૂ થયો હતો. તે સમયગાળા દરમિયાન, પરિસ્થિતિની ગંભીરતાને જોતા, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) એ કોવિડ-19 ના મેડિકલ બિલ સામે કસ્ટમરને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત રહેવામાં મદદ કરવા માટે એક મૂળભૂત કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી લૉન્ચ કરવાનું ફરજિયાત કર્યું હતું

કોવિડ-19 ને લીધે પહેલેથી જ વિશ્વભરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અને કોરોનાવાઇરસ મહામારી હજી સુધી સમાપ્ત થઈ નથી. વર્તમાન કોવિડ-19 વેરિયન્ટ BF.7 ચીનમાં ઉત્પાત મચાવી રહ્યો છે અને ભારતના કેટલાક ભાગોમાં પણ કેટલાક કેસ મળી આવ્યા છે. તેથી, જો પરિસ્થિતિ વધુ ખરાબ થાય તો, સાવચેતી લેવી વધુ મહત્વપૂર્ણ છે. માસ્ક પહેરવું, હાથને સાફ કરવા અને સેનિટાઇઝિંગનો ઉપયોગ કરવો વગેરે એ મૂળભૂત પ્રોટોકૉલ છે જેને લોકોએ અનુસરવાની જરૂર છે. તે સિવાય, કોવિડ-19 સંબંધિત સારવારને કવર કરતી એક સારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી મહત્વપૂર્ણ છે. કોઈપણ વ્યક્તિ તેમની નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સિવાય કોરોના કવચ પૉલિસીને અલગથી ખરીદી શકે છે.

તમારે શા માટે કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર છે?

  • PPE કિટ, ઑક્સિજન, વેન્ટિલેટર્સ અને કન્સલ્ટેશન ફી સાથે સંકળાયેલા તમારા બધા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને આવરી લેવામાં આવશે.
  • જ્યારે વીમેદાર વ્યક્તિ કોવિડ-19 સંક્રમણ બાદ ઘરે સારવાર લે છે ત્યારે થતાં હોમ કેર ખર્ચને પણ આવરી લેવામાં આવે છે.
  • તમારા હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના, એટલે કે હૉસ્પિટલાઇઝેશન પહેલાંના 15 દિવસ અને રજા મળ્યા બાદના 30 દિવસ સુધીના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે.
  • હોમકેર સારવાર દરમિયાન 14 દિવસ સુધી થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવશે.
  • જો તમે આયુષ સારવારનો વિકલ્પ પસંદ કરો છો, તો તેને પૉલિસીના ભાગ તરીકે આવરી લેવામાં આવશે.
  • આ પૉલિસી રોડ એમ્બ્યુલન્સ કવર, એટલે કે ઘરથી હોસ્પિટલ અથવા હોસ્પિટલમાંથી ઘરે જવા માટે એમ્બ્યુલન્સના ઉપયોગના ખર્ચને પણ આવરી લે છે.
  • 12,000 + થી વધુ કૅશલેસ નેટવર્ક હૉસ્પિટલ સાથે, તમારી આસપાસ શ્રેષ્ઠ સારવાર શોધવી સરળ બની જશે.
  • 1.3 કરોડથી વધુ ખુશ ગ્રાહકોને એચડીએફસી અર્ગો પર ભરોસો છે.

કોવિડ ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો?

તમારે નિર્ણય લેવાની પ્રથમ અને સૌથી મહત્વની બાબત એ છે કે તમારે કોવિડ-19 ઇન્શ્યોરન્સ પૉલિસીના ક્યા પ્રકારની જરૂરિયાત છે એ નક્કી કરવું. તમે વ્યક્તિગત કોરોના કવચ પૉલિસી પસંદ કરી શકો છો અથવા તમે ફેમિલી કોરોના કવચ પૉલિસી ખરીદી શકો છો. આ તમારી જરૂરિયાતો પર આધારિત છે અને તમારે તમારી વર્તમાન ફાઇનાન્શિયલ સ્થિતિ, સ્વાસ્થ્યની સ્થિતિ, ભવિષ્યની જરૂરિયાતો, તબીબી ફુગાવા વગેરેને ધ્યાનમાં લેવાની જરૂર છે. કોરોનાવાઇરસના નવા વેરિયન્ટની ઓળખ કરવામાં આવી રહી છે, તાજેતરમાં કોવિડ-19 BF.7 વેરિયન્ટ શોધાયો હોવાથી, તમારે કોરોના ઇન્શ્યોરન્સ પ્લાનને કાળજીપૂર્વક તપાસવાની જરૂર છે અને આ પૉલિસીઓ તમારા અને તમારા પરિવારની સુખાકારી માટે પૂરતી છે કે નહીં તે નક્કી કરવાની જરૂર છે. હવે કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું સરળ બન્યું છે. તમે તમારા ઘરે આરામથી અને માત્ર થોડાક ક્લિકમાં ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદો છો. ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તમારે કેટલાક પગલાંઓ અનુસરવાની જરૂર છે.
  • ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો.
  • કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના વિકલ્પો જોવા માટે જરૂરી વિગતો ભરો.
  • તમારા માટે યોગ્ય સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો.
  • જરૂરી વિગતો ભર્યા બાદ તમારે પ્રીમિયમ ચૂકવવું પડશે.
  • એકવાર બધા જરૂરી ડૉક્યૂમેન્ટ અને વિગતો સબમિટ થયા પછી, તમને ટૂંક સમયમાં તમારા કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યૂમેન્ટ મોકલવામાં આવશે.

એચડીએફસી અર્ગોની કોરોના કવચ પૉલિસી પસંદ કરવાના કારણો

12,000 + ˇ કૅશલેસ નેટવર્ક હૉસ્પિટલ

જરૂરિયાતના સમયે ફાઇનાન્શિયલ સહાય કેટલી મહત્વની છે તે અમે સમજીએ છીએ, તેથી અમે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન સુવિધા પ્રદાન કરીએ છીએ જેથી તમારે તબીબી સારવાર મેળવતી વખતે આર્થિક ચિંતા કરવાની જરૂર નથી.

1.3 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરનો વિશ્વાસ

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

કોરોના કવચ પૉલિસી હેઠળ કો-મોર્બિડ પરિસ્થિતિઓ માટે કવરેજ

કોરોના કવચ પૉલિસીમાં ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI)ની જરૂરિયાત મુજબ જો ઇન્શ્યોરન્સ લેનારને કોવિડ-19 નું નિદાન કરવામાં આવે તો હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ આવરી લેવામાં આવે છે. અને હા, હૉસ્પિટલાઇઝેશનના સમયગાળા દરમિયાન કોવિડ-19 ને કારણે ઉત્પન્ન થતી કોઈપણ કો-મોર્બિડ સ્થિતિને પણ પૉલિસી આવરી લેશે. જો કે, વર્તમાન મહામારી સાથે સંબંધિત ન હોય તેવી અન્ય કોઈપણ સારવાર પૉલિસી દ્વારા આવરી લેવામાં આવશે નહીં. જો તમે અન્ય સામાન્ય અને ગંભીર બિમારીઓ સામે ઇન્શ્યોરન્સ મેળવવા માંગો છો, તો તમારે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો રહેશે. કોરોના કવચ પૉલિસી કોઈ એક વ્યક્તિ અથવા ફેમિલી ફ્લોટર પ્લાન તરીકે ખરીદી શકાય છે, પરંતુ તે માત્ર 18 થી 65 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ માટે લઈ શકાય છે.

જો કે, વર્તમાન મહામારી સાથે સંબંધિત ન હોય તેવી અન્ય કોઈપણ સારવાર પૉલિસી દ્વારા આવરી લેવામાં આવશે નહીં. જો તમે અન્ય સામાન્ય અને ગંભીર બિમારીઓ સામે ઇન્શ્યોરન્સ મેળવવા માંગો છો, તો તમારે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો રહેશે. કોરોના કવચ પૉલિસી કોઈ એક વ્યક્તિ અથવા ફેમિલી ફ્લોટર પ્લાન તરીકે ખરીદી શકાય છે, પરંતુ તે માત્ર 18 થી 65 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ માટે લઈ શકાય છે.

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ શું કવર કરવામાં આવે છે?

cov-acc

હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

પથારીનો ખર્ચ, નર્સિંગનો ખર્ચ, લોહીનું પરીક્ષણ, PPE કિટ, ઑક્સિજન, ICU અને ડૉક્ટરની ફી વગેરે તમામ બાબતોને કવર કરી લેવામાં આવે છે.

cov-acc

પ્રી-હૉસ્પિટલાઇઝેશન કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલાં ડૉક્ટરની મુલાકાતનો, તપાસનો અને નિદાન માટે તબીબી ખર્ચ થતો હોય છે. અમે હૉસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ પહેલાંથી થયેલા આ પ્રકારના ખર્ચાઓનું કવરેજ પ્રદાન કરીએ છીએ. અમે કોવિડ-19 ના નિદાન માટેના ખર્ચને પણ કવર કરીએ છીએ.

cov-acc

હોસ્પિટલાઇઝેશન પછીનું કવર

હૉસ્પિટલમાંથી રજા મળ્યાના 30 દિવસ બાદ સુધીના મેડિકલ ખર્ચ માટે કવરેજ મેળવો.

કૅશલેસ હોમ હેલ્થ કેર**

હોમ કેર સારવાર ખર્ચ

જો તમે કોરોનાવાઇરસ માટેની સારવાર ઘરે લઈ રહ્યા છો, તો 14 દિવસ સુધીનો હેલ્થ મોનિટરિંગ, દવાનો ખર્ચ કવર કરી લેવામાં આવે છે.

cov-acc

આયુષ સારવાર (નૉન-એલોપેથિક)

અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવારની ઉપચાર કરવાની ક્ષમતાને ટેકો આપીએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સારવાર લેવાનું પસંદ કરો, અમે હંમેશા જરૂરિયાતના સમયે તમારી સાથે છીએ.

રોડ એમ્બ્યુલન્સ કવર

રોડ એમ્બ્યુલન્સ કવર

ઘરથી હૉસ્પિટલ અથવા હૉસ્પિટલથી ઘર સુધી એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ કવર કરી લેવામાં આવે છે. અમે દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹2000 ની ચુકવણી કરીએ છીએ.

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવતું નથી?

નિદાન ખર્ચ

નિદાન ખર્ચ

નિદાન અને મૂલ્યાંકન માટે હૉસ્પિટલાઇઝેશન, જે હાલના નિદાન અને સારવાર સાથે સંબંધિત નથી અથવા સંકળાયેલ નથી.

સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ અને સારવાર

સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ અને સારવાર

બેડ રેસ્ટથી સંબંધિત ખર્ચ, ઘરે કસ્ટોડિયલ કેર અથવા નર્સિંગ સુવિધા બન્ને કુશળ અને બિન-કુશળ કવર કરવામાં આવતા નથી.

પૂરક આહાર

પૂરક આહાર

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદવામાં આવેલ દવાનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.

પ્રમાણિત ન હોય તેવી સારવાર

પ્રમાણિત ન હોય તેવી સારવાર

પ્રમાણિત ન હોય તેવી સારવાર, સર્વિસ અને સપ્લાય સંબંધિત ખર્ચ, કે જેની નોંધપાત્ર માહિતી તબીબી ડોક્યુમેન્ટમાં ઉપલબ્ધ નથી, તેવા ખર્ચને કવર કરવામાં આવતો નથી. જોકે, કોવિડ-19 સારવાર માટે સરકાર દ્વારા અધિકૃત સારવાર કવર કરવામાં આવશે.

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે કરવામાં આવતા કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતા નથી.

ડે કેર સારવાર

ડે કેર સારવાર

OPD સારવાર અથવા ડે કેરની પ્રક્રિયાઓ પરનો તબીબી ખર્ચ કવર કરવામાં આવશે નહીં.

વૅક્સિનેશન

વૅક્સિનેશન

ઇનોક્યુલેશન, રસીકરણ અથવા અન્ય નિવારક સારવારના સંદર્ભમાં થયેલા કોઈપણ ખર્ચને કવર કરવામાં આવશે નહીં.

ભારતની બહાર નિદાન

ભારતની બહાર નિદાન

અમે દેશની ભૌગોલિક મર્યાદા બહાર લેવામાં આવેલા સારવાર માટેના તબીબી ખર્ચને કવર કરતા નથી.

અનધિકૃત પરીક્ષણ

અનધિકૃત પરીક્ષણ

સરકાર દ્વારા અધિકૃત ન હોય તેવા નિદાન કેન્દ્ર પર કરવામાં આવેલ પરીક્ષણને આ પૉલીસી હેઠળ માન્યતા આપવામાં આવશે નહીં.

વૈકલ્પિક કવર

હૉસ્પિટલ ડેઇલી કૅશ

તમારી રોજિંદી આર્થિક જરૂરીયાતો માટે ભથ્થું મેળવો!

તમને 15 દિવસ સુધીની કોવિડ-19 સારવાર માટે દરરોજ 24 કલાકના હૉસ્પિટલાઇઝેશન માટે વીમા રકમના 0.5% મળે છે.


તે કેવી રીતે કામ કરે છે? જો તમને કોરોનાવાઇરસ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને સારવાર કરવામાં આવે છે અને તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ ₹1 લાખ છે. તે કિસ્સામાં, તમને તમારા હૉસ્પિટલાઇઝેશનના સમયગાળા દરમિયાન, મહત્તમ 15 દિવસ સુધી, દરરોજ તમારી સમ ઇન્શ્યોર્ડ રકમના 0.5% ની ચુકવણી કરવામાં આવશે. એટલે કે, ₹1 લાખના સમ ઇન્શ્યોર્ડ માટે તમને હૉસ્પિટલમાં રોકાણના દરેક 24 કલાક પૂર્ણ થયા બાદ દૈનિક રોકડ ભથ્થાં તરીકે ₹500 મળે છે

કોરોના કવચ પૉલિસી માટે 15 દિવસનો વેટિંગ પિરિયડ લાગુ પડે છે.

કોરોના કવચ પૉલિસી, એચડીએફસી અર્ગો UIN: HDFHLIP21078V012021


ઉપરોક્ત સમાવેશ, લાભો, બાકાત રાખવામાં આવેલ લાભો અને વેટિંગ પિરિયડ માત્ર ઉદાહરણ હેતુ માટે છે. પ્રોડક્ટ, તેનો વેટિંગ પિરિયડ અને તબીબી સારવાર માટે સમ ઇન્શ્યોર્ડ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો. કૃપા કરીને નોંધ કરો: જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ ભારત સરકાર દ્વારા પ્રવાસ પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવેલા કોઈપણ દેશમાં મુસાફરી કરે તો તમારી પૉલિસી કવરેજ બંધ થઈ જશે.

પરિવાર માટે કોરોના કવચ પૉલિસી

સંપૂર્ણ પરિવાર માટે એક વ્યાજબી પ્રીમિયમ
₹5 લાખ સુધીના એક જ સમ ઇન્શ્યોર્ડ હેઠળ તમારા સંપૂર્ણ પરિવારને આવરી લો. આમ, તમારા સંપૂર્ણ પરિવાર માટે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવો છો અને એક જ પ્લાન શેર કરો.
એક જ પ્લાનમાં પરિવારના 6 સભ્યોને આવરી લો
18 થી 65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ પોતાને માટે, જીવનસાથી, માતાપિતા અને જીવનસાથીના માતાપિતા, 1 વર્ષથી 25 વર્ષની વચ્ચેના આશ્રિત બાળકો માટે કોરોના કવચ ફેમિલી ફ્લોટર પૉલિસી લઈ શકે છે.

વ્યક્તિગત કોરોના કવચ પૉલિસી

સારા કવરેજ માટે વ્યક્તિગત પ્લાન
દરેક વ્યક્તિની પોતાની તબીબી જરૂરિયાતો અને પસંદગીઓ હોય છે. કોરોના કવચની વ્યક્તિગત પૉલિસી નીચે જણાવ્યા પ્રમાણેની જરૂરિયાતોને ધ્યાનમાં લે છે અને 5 લાખ સુધીનું સમ ઇન્શ્યોર્ડ પ્રદાન કરે છે.
વરિષ્ઠ નાગરિકો અને માતાપિતા માટે કવર
તમારા માતાપિતા અને વૃદ્ધ વ્યક્તિઓને કોરોનાવાઇરસનું સૌથી વધુ જોખમ રહેલું છે. તેમની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર તેમના માટે વ્યક્તિગત પૉલિસી ખરીદવી એ શાણપણભર્યું છે.

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ સમાચાર

ભારતે કોવિડ-19 સામે લડવા માટે "નોંધપાત્ર વૈજ્ઞાનિક ક્ષમતા" નો ઉપયોગ કર્યો: હર્ષ વર્ધન

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ કહ્યું કે કોવિડ-19 મહામારી એક પરીક્ષણ છે, જે વૈશ્વિક પડકારોને કાબુ કરવા માટે બહુપક્ષીય સહકાર દર્શાવે છે.

સ્ત્રોત: NDTV.com | 24 નવેમ્બર 2020 ના રોજ પ્રકાશિત

કોરોના કવચ ઇન્શ્યોરન્સ પૉલિસીએ 1 કરોડ માઇલસ્ટોનને પાર કર્યો

કોરોના કવચ, ખાસ કરીને કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશન માટે ડિઝાઇન કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનું વેચાણ યોગ્ય સ્તરે પહોંચી ગયું છે. સમગ્ર ભારતમાં વીમા કંપનીઓએ સ્વીકાર્યું છે.

સ્ત્રોત: TOI | 17 ઓક્ટોબર 2020 ના રોજ પ્રકાશિત

વારંવાર પૂછાતા પ્રશ્નો

ના, આ પૉલિસીમાં માત્ર કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશન સારવારને આવરી લેવામાં આવે છે. જો તમે અન્ય સંભવિત બિમારીઓ સામે પોતાનો ઇન્શ્યોરન્સ મેળવવા માંગો છો, તો તમે અમારા અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ જોઈ શકો છો
ના, કોરોના કવચનું પ્રીમિયમ હપ્તાઓમાં ચૂકવી શકાતું નથી. જોકે, એચડીએફસી અર્ગોના અન્ય વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં હપ્તાની ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ છે.
પુખ્ત વયની વ્યક્તિ માટે ન્યૂનતમ વય 18 વર્ષ છે અને બાળક માટે 1 દિવસ છે, જ્યારે પુખ્ત વયની વ્યક્તિ મહત્તમ વય 65 વર્ષ અને બાળક માટે 25 વર્ષ છે..
જો તમે ભારતીય છો, બિન-નિવાસી ભારતીય છો, ભારતમાં રહો છો અથવા તમે ભારતના વિદેશી નાગરિક છો અને જો તમે પૉલિસીની ખરીદીના સમયે ભારતમાં છો તો તમે આ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો.
તમે નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ ક્લેઇમ પસંદ કરી શકો છો અથવા નૉન-નેટવર્ક હૉસ્પિટલોમાં વળતર માટે ક્લેઇમ કરી શકો છો. ક્લેઇમની પ્રક્રિયા વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

જો ઇન્શ્યોર્ડ વ્યક્તિ કોરોનાવાઇરસ પૉઝિટિવ હોય, તો હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ અથવા હોમ કેર સારવારના ખર્ચને આવરી લેવામાં આવે છે. તેથી, માત્ર ક્વૉરંટાઇન ખર્ચને આવરી લેવામાં આવશે નહીં.
હા, આ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર કોરોનાવાઇરસ પોઝિટિવ કિસ્સાઓ માટે હેલ્થ ચેક-અપ અથવા નિદાન ખર્ચને આવરી લે છે.
કોરોના કવચ પૉલિસી માટે સમ ઇન્શ્યોર્ડના વિકલ્પો ₹ 50,000, 1,1.5, 2, 3.5, 4, 4.5, અને 5 લાખ છે.
તમે તમારા માટે, તમારા પરિવાર એટલે કે તમારા જીવનસાથી, બાળકો, માતાપિતા અને ઇન-લૉઝ માટે કોરોના કવચ પૉલિસી ખરીદી શકો છો.
તમે તેને અનુક્રમે 3.5 મહિના, 6.5 મહિના, 9.5 મહિના એટલે 105 દિવસ, 195 દિવસ અને 285 દિવસ માટે ખરીદી શકો છો.
આ પ્રૉડક્ટ મહત્તમ 65 વર્ષની ઉંમર સુધી ખરીદી શકાય છે.
એવૉર્ડ અને સન્માન
x