હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / મેક અને મોડેલ માટે કાર ઇન્શ્યોરન્સ

પ્રખ્યાત બ્રાન્ડ અને મોડલ માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી

કાર ખરીદવી એ ખરેખર એક મોટું રોકાણ છે, જે જીવનમાં એક મોટી ઉપલબ્ધિ હોવાની સાથે જીવનશૈલીમાં પણ વૃદ્ધિ દર્શાવે છે. તેનાથી તમે જાહેર પરિવહનથી છૂટકારો મેળવી શકો છો. તમારે હવે ભરચક ટ્રેન કે બસનો ઉપયોગ કરવાની જરૂર નથી. જેવી રીતે એક કાર તેની સાથે ખુશી તો લાવે જ છે, તો સાથે કેટલાક જોખમો પણ લાવે છે. થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા મિલકતને લગતા જોખમો સામે સુરક્ષા માટે, મોટર વાહન અધિનિયમ મુજબ વાહન ચલાવવા માટે ફરજિયાત છે એક માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી . માન્ય ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવાથી દંડ અને નાણાંકીય નુકસાન થઈ શકે છે. એચડીએફસી અર્ગોમાં અમે બહુવર્ષીય થર્ડ પાર્ટી લાયેબિલિટી પૉલિસી ઑફર કરીએ છીએ, જે 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા વાહનને થતા જોખમો સામે કવરેજ પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સના વધતા મહત્વને સમજે છે, જે માત્ર થર્ડ પાર્ટી સંબંધિત જોખમોને કવર કરતું નથી પરંતુ તમારા પોતાના વાહન તેમજ ડ્રાઇવરને પણ સુરક્ષિત કરે છે. કુદરતી આપત્તિઓ, અકસ્માતો અથવા આતંકવાદને કારણે સંભવિત નુકસાન સામે તમારા પોતાના વાહનનો ઇન્શ્યોરન્સ કરવા માટે અમે વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ડિઝાઇન કરી છે.

કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ

આપણે ઘણીવાર કાર ઇન્શ્યોરન્સ ખરીદીએ છીએ; પરંતુ સંભવત: વ્યસ્ત જીવનશૈલી અને વ્યસ્ત દિનચર્યાને કારણે તેને સમયસર રિન્યુ કરાવી શકતા નથી. આગામી રિન્યુઅલ પ્રીમિયમ સમયસર ચૂકવવા માટે હંમેશા રિન્યુઅલ તારીખનું રિમાઇન્ડર સેટ કરો. જો તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય, તો તમે કાયદાને લગતી કોઈ તકલીફ અથવા અકસ્માતને કારણે તમારા વાહનને થયેલા કોઈપણ નુકસાનને કારણે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. રિન્યુઅલને કારણે તમે ઇન્શ્યોર્ડ રહેવાની સાથે સાથે નો ક્લેઇમ બોનસ જેવા લાભો પણ જાળવી શકો છે.

કારની પ્રખ્યાત બ્રાન્ડ અને મોડલની સૂચિ


કાઇનેટિક મહિન્દ્રા સુઝુકી રૉયલ એનફીલ્ડ
ટોયોટા ટોયોટા ઇનોવા ટાટા હ્યુન્ડાઇ
હોન્ડા મારુતિ સુઝુકી ઑલ્ટો મારુતિ સુઝુકી સ્વિફ્ટ નિસાન
ફોર્ડ ફૉક્સવેગન સ્કોડા ડેટસન
મહિન્દ્રા XUV 500 હીરો HF ડિલક્સ હીરો સ્પ્લેન્ડર હ્યુન્ડાઇ
હ્યુન્ડાઇ ગ્રાન્ડ હ્યુંડાઈ વર્ના હ્યુન્ડાઇ ઇલાઇટ હોન્ડા કૅશબૅક શાઇન
હોન્ડા ડિયો હોન્ડા ઍક્ટિવા બજાજ બજાજ પલ્સર
બજાજ પ્લેટિના હીરો મોટર કોર્પ. પૅશન પ્રો હીરો HF ડિલક્સ
હીરો સ્પ્લેન્ડર ટીવીએસ TVS અપાચે TVS જ્યુપિટર

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

કાર ઇન્શ્યોરન્સ એ તમારા વાહનને કોઈપણ નુકસાન, કે જેના પરિણામે આર્થિક નુકસાન થઈ શકે છે તેની સામે સુરક્ષા પ્રદાન કરવા માટે જરૂરી એક પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી છે. તદુપરાંત તમારા વાહનના ઉપયોગને લીધે ઉદ્ભવતી થર્ડ પાર્ટીની કોઈપણ જવાબદારી કાર ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ મુજબ, લાયબિલિટી ઓન્લી પૉલિસી ખરીદવી ફરજિયાત છે જેના વિના કોઈ વ્યક્તિ રસ્તા પર વાહનનો ઉપયોગ કરી શકતી નથી.
એક કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનને કોઈપણ અથડામણને કારણે થતું નુકસાન, આગ, ચોરી, ભૂકંપ વગેરે સામે સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, તે મૃત્યુ, શારીરિક ઈજા અને થર્ડ પાર્ટીની સંપત્તિના નુકસાનના સંદર્ભમાં કોઈપણ થર્ડ પાર્ટીની જવાબદારી સામે કવર પ્રદાન કરે છે.
કાર ઇન્શ્યોરન્સ પૉલીસી બે પ્રકારની હોય છે - કોમ્પ્રિહેન્સિવ અને લાયેબિલિટી ઓન્લી પૉલિસી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, 1 સપ્ટેમ્બર, 2018 ના દિવસથી, ખરીદવામાં આવતી પ્રત્યેક કાર માટે લાંબા ગાળાની પૉલીસી ખરીદવી આવશ્યક છે. તમારી મોંઘી કાર માટે તમે નીચેની લાંબા ગાળાની પૉલીસીઓમાંથી પસંદ કરી શકો છો: 3 વર્ષની અવધિની લાયેબિલિટી ઓન્લી પૉલિસી. આ પૉલિસી મૃત્યુ, ઈજા અથવા થર્ડ પાર્ટીની મિલકતને નુકસાનના સંદર્ભમાં થર્ડ પાર્ટી લાયેબિલિટી સામે કવરેજ પ્રદાન કરે છે. ii. 3 વર્ષની અવધિની પેકેજ પૉલિસી. આ પોલિસી તમારા વાહનને કોઈપણ પ્રકારે અથડાવાથી થતા નુકસાન, આગ, ચોરી, ભૂકંપ વગેરેથી સુરક્ષિત રાખવા માટે એક વ્યાપક કવર પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે મૃત્યુ, શારીરિક ઈજા અને થર્ડ પાર્ટીની મિલકતને થયેલા નુકસાનના સંદર્ભમાં થર્ડ પાર્ટીને લગતી કોઈપણ જવાબદારી સામે રક્ષણ પૂરું પાડે છે. iii. 3 વર્ષની અવધિની બંડલ્ડ પૉલિસી. આ પૉલિસીમાં એક વર્ષનું ઓન ડેમેજ કવર અને 3 વર્ષનું થર્ડ પાર્ટી કવર પૂરું પાડે છે.
હા, મોટર વાહન અધિનિયમ પ્રમાણે રસ્તા પર ચાલતા દરેક મોટર વાહનનો ઓછામાં ઓછો એક ઇન્શ્યોરન્સ એટલે કે લાયેબિલિટી ઓન્લી પૉલિસી હેઠળનો ઇન્શ્યોરન્સ હોવો જોઇએ.
ઝીરો ડેપ્રિશિયેશન એક ઍડ-ઑન કવર છે, જે વધારાનું પ્રીમિયમ ચૂકવીને ખરીદી શકાય છે. તે ડેપ્રિશિયેશનમાં ગણતરીમાં લીધા વગર તમારા વાહનને સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, તમારા વાહનને ભારે નુકસાન થયું છે, તો તમારે ડેપ્રિશિયેશનની ચુકવણી કરવાની જરૂર નથી, તેમજ તમે પૉલિસીના નિયમો અને શરતો અનુસાર સંપૂર્ણ ક્લેઇમની રકમ મેળવી શકો છો. પૉલિસી દસ્તાવેજ મુજબ કોઈપણ વધારાની અથવા કપાતપાત્ર રકમ તમારે ચૂકવવાની રહેશે.
ઇમરજન્સી સહાય એક ઍડ-ઑન કવર છે, જે વધારાનું પ્રીમિયમ ચૂકવીને ખરીદી શકાય છે. તેના અનેક લાભો છે, જેમ કે બ્રેકડાઉનના કિસ્સામાં સહાય, ટાયર રિપ્લેસમેન્ટ, ટોઇંગ, ફ્યુઅલ રિપ્લેસમેન્ટ વગેરે, જે પોલિસીના સમયગાળા દરમિયાન મળી શકે છે. આ લાભો મેળવવા માટે ગ્રાહકોએ પૉલિસી ડૉક્યૂમેન્ટ પર ઉલ્લેખિત કસ્ટમર કેર નંબર પર માત્ર કૉલ કરવાનો રહેશે.
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે એક વર્ષ પછી કોઈપણ ક્લેમ કર્યા વિના તમારી પૉલિસીને રિન્યૂ કરો છો, તો ત્યારે તમને ઓન ડેમેજ ચૂકવવાપાત્ર પ્રીમિયમમાં આ ડિસ્કાઉન્ટ મળે છે. આ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને અકસ્માતો ટાળવા બદલ એક પ્રોત્સાહન છે.
તમે તમારી બંધ થઈ ગયેલી પૉલિસીને સરળતાથી ઑનલાઇન રિન્યુ કરી શકો છો. તમારે સેલ્ફ ઇન્સ્પેક્શન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને એચડીએફસી અર્ગો દ્વારા ડૉક્યુમેન્ટ મંજૂર થયા બાદ ચુકવણી કરવા માટેની લિન્ક મોકલવામાં આવશે જેના વડે તમે ચુકવણી કરીને પૉલીસી રિન્યુ કરાવી શકો છો. એકવાર ચુકવણી કર્યા પછી તમને પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
નો ક્લેઇમ બોનસ અગાઉની પૉલિસીની સમાપ્તિની તારીખથી 90 દિવસ સુધી માન્ય છે. જો પૉલિસી 90 દિવસની અંદર રિન્યુ કરવામાં ન આવે, તો નો-ક્લેઇમ બોનસ 0% થઈ જશે અને રિન્યુ કરેલી પૉલિસી પર કોઈ લાભ મળશે નહીં.
વાહનની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) 'સમ ઇન્શ્યોર્ડ' માનવામાં આવશે અને તે દરેક વીમાકૃત વાહન માટે દરેક પૉલિસી અવધિ શરૂ થવા પર નિર્ધારિત કરવામાં આવશે. વાહનની IDV બ્રાન્ડના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત અને ઇન્શ્યોરન્સ/રિન્યુઅલ શરૂ થવાના સમયે ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત વાહનના મોડેલના આધારે નક્કી કરવામાં આવે છે અને ડેપ્રિશિયેશન માટે એડજસ્ટ કરવામાં આવે છે (નીચે નિર્દિષ્ટ શેડ્યૂલ મુજબ). સાઇડ કાર અને/અથવા એસેસરીઝનું IDV, જો કોઈ હોય તો, વાહનમાં ફીટ કરેલ છે પરંતુ તે વાહનના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમતમાં સમાવિષ્ટ નથી.
કોઈ પેપરવર્ક અને ફિઝિકલ ડૉક્યુમેન્ટેશનની જરૂર નથી, તમને તમારી પૉલિસી તરત જ મળશે.
વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીને એન્ડોર્સમેન્ટ પાસ કરીને ખરીદદાર ના નામે ટ્રાન્સફર કરી શકાય છે. વેચાણ કરાર/વેચાણકર્તા તરફથી 29/30/NOC/NCB પુનઃપ્રાપ્તિ રકમના જેવા દસ્તાવેજોને હાલની પૉલિસી હેઠળ એન્ડોર્સમેન્ટ પાસ કરવાની જરૂર પડશે. વેચાણ કરાર/ફોર્મ 29/30/વેચાણકર્તા તરફથી NOC/NCB રીકવરી રકમ જેવા સહાયક દસ્તાવેજો વર્તમાન પૉલીસી હેઠળ એન્ડોર્સમેન્ટ પાસ કરવા માટે જરૂરી રહેશે. અથવા તમે હાલની પૉલિસી કૅન્સલ કરી શકો છો. પૉલિસી કૅન્સલ કરવા માટે વેચાણ કરાર/ ફોર્મ 29/30 જેવા સહાયક દસ્તાવેજોની જરૂર પડશે.
એવૉર્ડ અને સન્માન
x
x