હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન

મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ


આપણાં અંગો આપણા શરીરની દૈનિક ક્રિયાઓ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા શરીરના મહત્વપૂર્ણ અંગ વિના એક દિવસની કલ્પના કરો, ડરામણું છે, ખરું? આવી છે અંગ નિષ્ફળ જવાની અસર, જ્યારે કોઈપણ મુખ્ય અંગ અસામાન્ય રીતે કાર્ય કરે છે ત્યારે સમગ્ર શરીરને તકલીફ થાય છે અને તમારી જીવનશૈલીને ગંભીર રીતે અસર કરે છે. તબીબી વિજ્ઞાનની પ્રગતિને કારણે સમગ્ર વિશ્વમાં મુખ્ય અંગ પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં, જીવંત અથવા મૃત દાતાના શરીરમાંથી એક અંગ કાઢીને અને અંગ પ્રાપ્તકર્તાના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે. દાતા અને પ્રાપ્તકર્તા અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) માટે સુસંગત છે કે નહીં તે જાણવા માટે ઘણા ટેસ્ટ કર્યા પછી આ કરી શકાય છે.

હૃદય, લિવર, કિડની, ફેફસાં, સ્વાદુપિંડ, અસ્થિ મજ્જા અને બીજા ઘણા અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે. અંગ પ્રત્યારોપણની પ્રક્રિયામાં લગભગ ₹5-20 લાખ જેટલો ખૂબ મોટો તબીબી ખર્ચ થાય છે. આ અનપેક્ષિત તબીબી ખર્ચને પહોંચી વળવા માટે, તમારે તમારી બચત વાપરવી પડે છે, નાણાં ઉધાર લેવા પડી શકે છે અથવા તમારી એસેટ ગીરવે મૂકવી પડી શકે છે. સ્વાસ્થ્યને લગતાં આવા અણધાર્યા જોખમો સામે તૈયાર રહેવા માટે હંમેશા ભલામણ કરવામાં આવે છે કે તમે એવું પસંદ કરો જેમાં હોય, ઓર્ગન ટ્રાન્સ્પ્લાન્ટેશન હેલ્થ ઇન્શ્યોરન્સ કવર.

સર્જરી દરમિયાન અને પછી જટિલતાઓ ઉદ્ભવવાની ઘણી શક્યતાઓ રહેલી છે. સર્જરી બાદ સતત દેખરેખ, તપાસ અને સારવારની જરુર હોય છે, અને આ તમામને કારણે આખરે હૉસ્પિટલાઇઝેશન ખર્ચમાં વધારો થાય છે.

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

મુખ્ય અંગ પ્રત્યારોપણ માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એક નિશ્ચિત લાભ સાથેનો પ્લાન છે જેમાં મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તેવા કોઈપણ મહત્વપૂર્ણ શરીરના અંગની નિષ્ફળતા અથવા નિષ્ક્રિયતાના નિદાન થવા પર એક વખતના લાભો ચૂકવવામાં આવે છે. આ માનવ અંગોમાંથી એકનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે: હૃદય, ફેફસાં, લિવર, સ્વાદુપિંડ, કિડની જે સંબંધિત અંગ અથવા હેમેટોપોઇટિક સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરીને માનવ અસ્થિ મજ્જાની અંતિમ તબક્કાની નિષ્ફળતામાં પરિણમે છે. ટ્રાન્સપ્લાન્ટની કરવાની આવશ્યક્તાની પુષ્ટિ નિષ્ણાત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા કરવી પડશે. નિશ્ચિત લાભ સાથેના પ્લાનમાં સંપૂર્ણ રકમ એકસામટી ચૂકવવામાં આવે છે જેનો ઉપયોગ કોઈપણ કામમાં થઈ શકે છે, જેમ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સાથે સંકળાયેલ ખર્ચની ચુકવણી કરવી.

જો હૃદય, ફેફસાં, લિવર, કિડની, સ્વાદુપિંડ વગેરે જેવા કોઈપણ મેજર ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હોય, તો આવી તબીબી પ્રક્રિયાઓ માટેનો સારવાર ખર્ચ તમારી ફાઇનાન્શિયલ સ્થિરતાને હલાવી શકે છે. તેથી, મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ હોવું મહત્વપૂર્ણ છે જે યોગ્ય સમયે ફાઇનાન્શિયલ સહાય પ્રદાન કરી શકે છે.

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એ એક એવી શસ્ત્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ (દાતા) પાસેથી સ્વસ્થ મહત્વપૂર્ણ ઓર્ગનને દૂર કરી અને તેને જેનું ઓર્ગન ફેલ થયું છે અથવા જેના ઓર્ગનમાં ઈજા થઈ છે તેવા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ/મૂકવું. કિડની, હૃદય, ફેફસાં, લિવર, સ્વાદુપિંડ અને આંતરડા માટે મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

કોઈપણ મૃત અને જીવિત દાતાઓ પાસેથી પ્રાપ્ત થયેલ ઓર્ગન (અંગ) સંભવિત પ્રાપ્તકર્તામાં મૂકતા પહેલાં વિવિધ લાક્ષણિકતાઓ અને પરિમાણોના આધારે મેચ કરવાની જરૂર પડતી હોય છે. જો કે, શસ્ત્રક્રિયામાં અમુક જોખમો હોય છે જેમ કે પ્રાપ્તકર્તાના શરીર દ્વારા અંગનો અસ્વીકાર પણ થઈ શકે છે.

પ્રભાવિત પરિવાર માટે મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ભાવનાત્મક અને આર્થિક રીતે ખતમ કરતી ક્રિયા બની શકે છે. મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ક્રિટિકલ ઇન્શ્યોરન્સના રૂપમાં ફાઇનાન્શિયલ સુરક્ષા હોવાથી મોટા પ્રમાણમાં મદદ મળી શકે છે.

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, કસરતનો અભાવ અને તણાવને કારણે આજકાલ ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી તબીબી સ્થિતિ અત્યંત સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીસ અને હાઇપરટેન્શન, હૃદય, કિડની, ફેફસાં, સ્વાદુપિંડ, લિવર વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ અંગોની નિષ્ફળતાનું મુખ્ય કારણ છે.

આ ઓર્ગન ફેલ્યોર અથવા ઇજાનો શ્રેષ્ઠ ઉકેલ માત્ર મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે, જે અત્યંત ખર્ચાળ છે. યોગ્ય સમયે સારવાર કરાવવા માટે ફાઇનાન્શિયલ સહયોગ હોવો જરૂરી છે. આમ, દરેક કમાનાર વ્યક્તિએ પરિવાર વિશે વિચારવું જોઈએ અને મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ક્રિટિકલ ઇલનેસ કવર ખરીદવું આવશ્યક છે.

તમે ₹5 લાખ ₹7.5 લાખ અને ₹10 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ રકમમાંથી પસંદ કરી શકો છો.
આ પૉલિસીની સૌથી સારી વાત એ છે કે તમારે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નથી. ઑનલાઇન વિગતો ભરો અને સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓના ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈ એક દ્વારા ચુકવણી કરો. પહેલેથી હોય તેવા રોગોના કિસ્સામાં, તમારે સંબંધિત તબીબી ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર પડી શકે છે.

ડિસ્ક્લેમર: કેસનું મૂલ્યાંકન પૉલિસીના સંપૂર્ણ નિયમો અને શરતો પર આધારિત છે. વધુ સ્પષ્ટતા માટે સંપૂર્ણ પૉલિસીની શરતો વાંચો

એવૉર્ડ અને સન્માન
x
x