હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / બિનાઇન ટ્યૂમર ક્રિટિકલ ઇલનેસ

બિનાઇન ટ્યૂમર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ


બિનાઇન બ્રેન ટ્યૂમર એવા કોષોનું એક ગ્રુપ છે, જે અસામાન્ય કોષ વિભાજન અને વૃદ્ધિ પેટર્ન ધરાવે છે, જે કૅન્સરની લાક્ષણિકતાઓ ધરાવતા ન હોય તેવા કોષોના સમૂહમાં વિકસિત થાય છે. આ ટ્યૂમર ધીમે ધીમે વધે છે અને આસપાસની પેશીઓ તરફ વધતું નથી અથવા અન્ય અંગો સુધી ફેલાતું નથી. જોકે બિનાઇન ટ્યૂમર દૂર કરી શકાય છે અને તેના ફરીથી થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, પરંતુ તે જીવલેણ હોઈ શકે છે કારણ કે તે મગજની પેશીઓ અને ખોપડીની અંદરની અન્ય સંરચનાઓને સંકુચિત કરી શકે છે. દર્દીની ઉંમર અને ટ્યૂમર થવાની જગ્યાને આધારે, નિષ્ણાત દ્વારા સારવારની વિવિધ રીતો સૂચવવામાં આવે છે.

ન્યુરોસર્જન સર્જરી કરીને ટ્યૂમરને દૂર કરી શકે છે, મુખ્ય લક્ષ્ય આસપાસની પેશીઓને નુકસાન કર્યા વિના ટ્યૂમરને કાઢી નાખવાનો છે. આ એક જીવલેણ રોગ છે, જેમાં દૃષ્ટિની સમસ્યા, અશક્તિ આવવી અને બોલવામાં મુશ્કેલી થઈ શકે છે. મગજના રોગ સામે સંઘર્ષ કરવો સરળ વાત નથી. અને, તમે ઈચ્છો છો કે આવા સમયે તમારો પરિવાર ફંડને મેનેજ કરવાની પળોજણમાં ફસાઈ જવાને બદલે તમારી પડખે ઊભો રહે. તેથી, તમને સલાહ આપવામાં આવે છે કે તમે પસંદ કરો એક ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન , જે આવા બ્રેન ટ્યૂમરની સારવાર માટેના મેડિકલ ખર્ચને કવર કરે છે.

બિનાઇન ટ્યૂમર તરફ દોરી જતા સંભવિત કારણો

  1. પર્યાવરણીય ઝેરી તત્વો, જેમ કે રેડિયેશનના સંપર્કમાં આવવું
  2. અનુવાંશીય
  3. આહાર
  4. તણાવ
  5. સ્થાનિક આઘાત અથવા ઈજા
  6. સોજા અથવા ચેપ

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

એચડીએફસી અર્ગોનો બિનાઇન ટ્યૂમર માટે ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક પૉલિસી છે જેમાં કવર કરવામાં આવેલી ગંભીર બીમારીના નિદાન થવા પર સમ ઇન્શ્યોર્ડ સુધીની રકમ એક સામટી ચૂકવવામાં આવે છે.
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને ગંભીર બીમારીના નિદાન પર વધારાની નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ પૉલિસીમાં એક ઉચ્ચક રકમ આપવામાં આવે છે જેનો ઉપયોગ કાળજી અને સારવારના ખર્ચ, તબિયતની પુન:પ્રાપ્તિ માટે થતા ખર્ચ માટે સહાય, દેવાની ચુકવણી, કામ કરવાની ઘટતી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાન માટે અને જીવનશૈલીમાં પરિવર્તન માટે કરી શકાય છે.
ઇન્શ્યોરન્સ હેઠળ આવતી ઘટના બને તો બેનિફિટ પૉલિસી હેઠળ, ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીધારકને એકસામટી રકમ ચૂકવે છે.
જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ પ્રથમ નિદાનની તારીખથી 30 દિવસ સુધી જીવિત રહે છે, તો કંપની દ્વારા કોઈપણ ગંભીર બીમારીના પ્રથમ નિદાન પર સમ ઇન્શ્યોર્ડની એકસામટી ચૂકવણી કરવામાં આવશે. અમારા પ્લાનમાં નીચે જણાવેલ ક્રિટિકલ ઇલનેસને આવરી લેવામાં આવે છે:- 1. હ્રદયરોગનો હુમલો (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) 2. કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી 3. સ્ટ્રોક 4. કેન્સર 5. કિડની નિષ્ફળ થવી 6. મુખ્ય અંગ પ્રત્યારોપણ 7. મલ્ટિપલ સ્ક્લેરોસિસ 8. પેરાલિસિસ
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી 5 વર્ષથી 65 વર્ષની વય જૂથના વ્યક્તિઓને કવર કરે છે.
45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે પૉલિસી ખરીદતા પહેલાં કોઈ મેડિકલ ચેકઅપની જરૂર નથી.
એવી કોઈપણ સ્થિતિ, બિમારી અથવા ઈજા અથવા સંબંધિત સ્થિતિ(ઓ) કે જેના ચિહ્નો અથવા લક્ષણો ઇન્શ્યોર્ડ વ્યક્તિમાં હતા અને/અથવા તેનું નિદાન થયું હતું અને/અથવા કંપની સાથેની તમારી પ્રથમ પૉલિસીના 48 મહિના પહેલાં જેના માટે તબીબી સલાહ/સારવાર લેવામાં આવી હતી.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લેટિનમ પ્લાન એક ફિક્સ્ડ બેનિફિટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે બિનાઇન બ્રેન ટ્યૂમર જેવી જીવલેણ બીમારીઓ માટે, પૉલિસીની શરૂઆત પછી પ્રથમ વાર નિદાન થવા પર કવરેજ પ્રદાન કરે છે. પ્રથમ 90 દિવસનો વેટિંગ પીરિયડ અને 30 દિવસ/15 દિવસનો સર્વાઇવલ પીરિયડ પૂર્ણ કરવાનો રહે છે.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ સમ ઇન્શ્યોર્ડને એકસામટી રકમના લાભ તરીકે ચૂકવે છે, જેનો ઉપયોગ મેડિકલ ખર્ચ માટે કરી શકાય છે. દીર્ઘકાલીન સારવાર અને હૉસ્પિટલાઇઝેશન માટે ધરખમ આર્થિક સહાયની જરૂર પડે છે, જે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ દ્વારા મેળવી શકાય છે. કૃપા કરીને નોંધ કરો કે ક્લેઇમની સ્વીકાર્યતા કેસની યોગ્યતાને આધિન અને પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લેટિનમ પ્લાન એ મોટી બીમારીઓ જેમ કે પ્રથમ હાર્ટ અટૅક/માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, સ્ટ્રોકના પરિણામે કાયમી લક્ષણો, નિર્દિષ્ટ ગંભીરતાનું કૅન્સર, એઓર્ટાની સર્જરી, બિનાઇન બ્રેન ટ્યૂમર અને અન્ય સૂચિબદ્ધ ગંભીર બીમારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. મોટાભાગની ગંભીર બીમારીઓની સારવાર ખર્ચાળ હોય છે, તેથી આ પૉલિસીઓ જરૂરિયાતના સમયે આવશ્યક આર્થિક સહાય પ્રદાન કરવામાં મદદ કરે છે.

પૉલિસીની શરૂઆત પછી બિનાઇન બ્રેન ટ્યૂમરના પ્રથમ નિદાન પર આ પૉલિસી એકસામટી રકમ તરીકે સમ ઇન્શ્યોર્ડની ચુકવણી કરે છે. પૉલિસીના નિયમો અને શરતો અનુસાર પ્રથમ 90 દિવસનો વેટિંગ પીરિયડ અને 30 દિવસ/15 દિવસનો સર્વાઇવલ પીરિયડ પૂર્ણ કરવાનો રહેશે.

ક્રિટિકલ ઇલનેસ પૉલિસીના લાભો નીચે મુજબ છે. આ રકમનો ઉપયોગ મેડિકલ ખર્ચ માટે કરી શકાય છે, જેમાં ટ્યૂમરની વૃદ્ધિ પર નજર રાખવા માટે MRI અને CT સ્કૅન અથવા કોઈપણ અન્ય બિન-સર્જિકલ સારવાર અને સર્જિકલ સારવારનો સમાવેશ થાય છે. આવકની ખોટની ભરપાઈ કરવા અથવા દેવું ચૂકવવા માટે એકસામટી રકમની ચુકવણીનો ઉપયોગ કરી શકાય છે. આર્થિક સ્થિરતા જાળવવામાં મદદ કરીને પૉલિસી તમને લાભદાયક છે.

જો તમે 5 વર્ષથી 65 વર્ષ સુધીની વય જૂથની વચ્ચે હો, તો એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરવામાં આવતો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લેટિનમ પ્લાનનો લાભ લઈ શકાય છે. જો તમે 45 વર્ષથી વધુ ઉંમરના હોવ, તો તમારે પેનલમાં શામેલ નિદાન કેન્દ્રો પર ઇન્શ્યોરર દ્વારા નિર્દિષ્ટ પ્રી-પૉલિસી મેડિકલ ચેક-અપ કરાવવાની જરૂર છે. જો તમે તંદુરસ્ત અને 45 વર્ષથી ઓછી ઉંમરના છો, તો બિનાઇન ટ્યુમર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસીનો લાભ લેવા માટે કોઈ મેડિકલ ચેક-અપની જરૂર નથી.

એવૉર્ડ અને સન્માન
x
x