વારંવાર પૂછાતા પ્રશ્નો

તમને જે સૌથી વધુ અનુકૂળ હોય તેવો પ્લાન પસંદ કરો, જેમ કે, જો તમે એકલા મુસાફરી કરી રહ્યા છો, તો વ્યક્તિગત પ્લાન પસંદ કરો. જો તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા છો, તો એક જ પૉલિસીમાં તમારા સંપૂર્ણ પરિવારને કવર કરવા માટે ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરો. જો તમે વારંવાર મુસાફરી કરો છો, તો તમે વાર્ષિક મલ્ટી-ટ્રિપ પ્લાન પસંદ કરીને દરેક મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ઝંઝટથી બચી શકો છો. જો તમે વધુ અભ્યાસ માટે વિદેશ જઇ રહ્યા છો, તો તમારા અભ્યાસના સમયગાળા દરમિયાન સ્ટુડન્ટ પ્લાન એક પરફેક્ટ કવર પૂરું પાડે છે.
તમે પૉલિસીની સમાપ્તિની તારીખ પહેલાં પૉલિસીનું સરળતાપૂર્વક ઑનલાઇન નવીનીકરણ કરાવી શકો છો અને લાંબા સમયગાળા માટે કવર હેઠળ સુરક્ષિત રહી શકો છો.
એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનને તમે પૉલિસીને તેની શરૂઆતની તારીખથી મહત્તમ 360 દિવસ સુધી એકથી વધુ વખત લંબાવી શકો છો.
કમનસીબે ના. તમારી પૉલિસીની શરૂઆતની તારીખ અને ખરીદીની તારીખ તમારી મુસાફરી શરૂ થવાની તારીખ કરતાં પાછળની ન હોઈ શકે.
ના. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તે લોકો માટે છે જેઓ ભારતમાં પાછા આવવાનો પ્લાન બનાવે છે અને જ્યાં મુસાફરીનો હેતુ નવરાશની રજાઓ માણવી, બિઝનેસ અને અભ્યાસ છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં દર્શાવ્યા મુજબ કાં તો પૉલિસીની અંતિમ તારીખ અથવા પરત ફરવાની તારીખ, એ બેમાંથી જે વહેલું હોય તેના પર સમાપ્ત થાય છે. આથી, જો તમે પ્લાન કરેલ અવધિ કરતાં વહેલા આવશો, તો કોઈ પ્રીમિયમ રિફંડ મળવાપાત્ર રહેશે નહીં.
જ્યાં સુધી તમારી પાસે એક સક્રિય ભારતીય પાસપોર્ટ છે અને તમે ભારત પરત આવવાનું પ્લાનિંગ ધરાવો છો, ત્યાં સુધી તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો.
તમે પૉલિસીની પ્રારંભ તારીખ પહેલાં કોઈપણ સમયે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને રદ કરી શકો છો. જો પૉલિસીની પ્રારંભ તારીખ પછી અમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ રદ્દીકરણની વિનંતી પ્રાપ્ત થાય છે, તો તમે પ્રવાસ ન કર્યા હોવાના પુરાવા તરીકે પાસપોર્ટના તમામ પેજની ફોટોકૉપીની જરૂર પડશે. બધી રદ્દીકરણ વિનંતીઓ પર ₹ 250/- નું રદ્દીકરણ શુલ્ક લેવામાં આવે છે.
હા, અમારી પૉલિસી OPDના ધોરણે બીમારી અથવા ઇજાને કારણે ઇમરજન્સી તબીબી ખર્ચ માટે વળતર ચુકવશે.
આલિયાન્ઝ વર્લ્ડવાઇડ અમારા પ્રવાસ સહાયક ભાગીદારો છે. તેમની પાસે 24x7 સેવા ક્ષમતાઓ ધરાવતા 8 લાખ+ સર્વિસ પ્રોવાઇડરનું વિશાળ નેટવર્ક છે.
તમે તમારી બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, વૉલેટ/કૅશ કાર્ડ, EMI, UPI (જીપે, ફોનપે, પેટીએમ, વગેરે), QR કોડ દ્વારા જારી કરાયેલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો, અમે કોઈપણ ક્લબ કાર્ડ અથવા ડાઇનર્સ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારતા નથી.
એવૉર્ડ અને સન્માન
best_bfsi_2011 best_employer_brand best_employer_brand_2012 best_employer_brand_besi_2012 bfsi_2014 cfo_2014 iaaa icai_2013 icai_2014 icai_2015 icai_2016 iir_2012 iir_2016
x