ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક પૉલિસી છે જેમાં કવર કરવામાં આવેલી ગંભીર બીમારીના નિદાન થવા પર સમ ઇન્શ્યોર્ડ સુધીની રકમ એક સામટી ચૂકવવામાં આવે છે.
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને ગંભીર બીમારીના નિદાન થવા પર વધારાની ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે. પૉલિસી એકસામટી રકમ પ્રદાન કરે છે જેનો ઉપયોગ આ માટે કરી શકાય છે:
સંભાળ અને સારવારનો ખર્ચ
સ્વાસ્થ્ય સબંધિત લાભ માટેની સહાય
ઋણ ચુકવણી
કમાણી કરવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે કોઈપણ ગુમાવેલી આવક
જીવનશૈલીમાં ફેરફાર માટે ફંડ.
બેનિફિટ પૉલિસીમાં ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવાયેલી કોઈ ઘટના બને ત્યારે ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીધારકને એકસામટી રકમ ચૂકવે છે.
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિ નીચેનામાંથી કોઈપણ એક ગંભીર માંદગીના પ્રથમ નિદાનની તારીખથી 30 દિવસ સુધી જીવિત રહે તો કંપની દ્વારા ઇન્શ્યોરન્સની રકમ એકસામટી ચૂકવવામાં આવશે.

નીચેની ગંભીર બીમારીઓ અમારા પ્લાન હેઠળ આવરી લેવામાં આવે છે:-

1. હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન)

2. કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી

3. સ્ટ્રોક

4. કૅન્સર

5. કિડની ફેલ્યોર

6. મુખ્ય અંગ પ્રત્યારોપણ

7. મલ્ટિપલ સ્ક્લેરોસિસ

8. પેરાલિસિસ

તમે ₹25 લાખ, ₹5 લાખ, ₹75 લાખ અને ₹1 લાખ સમ ઇન્શ્યોર્ડમાંથી પસંદ કરી શકો છો.
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી 5 વર્ષથી 45 વર્ષની વય જૂથના વ્યક્તિઓને કવર કરે છે. 5 વર્ષથી 18 વર્ષની વચ્ચેના બાળકોને ત્યારે જ કવર કરવામાં આવશે જ્યારે બંને માતા-પિતાનો પણ પૉલિસી હેઠળ ઇન્શ્યોરન્સ લેવામાં આવે.
45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે કોઈ પ્રી પૉલિસી મેડિકલ ચેકઅપની જરૂર નથી.
આ પૉલિસીની સૌથી સારી વાત એ છે કે તમારે કોઈ ડૉક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નથી. તમારે ફક્ત સંબંધિત વિગતો સાથે યોગ્ય રીતે સહી કરેલ અને સંપૂર્ણ રીતે ભરેલું પ્રપોઝલ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો અને ચેક દ્વારા ચુકવણી કરો અથવા ફોર્મમાં ક્રેડિટ કાર્ડની વિગતો ભરો.
હા, તમે 'સેક્શન 80D' હેઠળ ટૅક્સમાં ₹15,000 સુધીની છૂટ મેળવી શકો છો’. વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં, તમે 'સેક્શન 80D' હેઠળ ટૅક્સમાં ₹20,000 સુધીની છૂટ મેળવી શકો છો'.
એવી કોઈપણ સ્થિતિ, બિમારી અથવા ઈજા અથવા સંબંધિત સ્થિતિ(ઓ) કે જેના ચિહ્નો અથવા લક્ષણો ઇન્શ્યોર્ડ વ્યક્તિમાં હતા અને/અથવા તેનું નિદાન થયું હતું અને/અથવા કંપની સાથેની તમારી પ્રથમ પૉલિસીના 48 મહિના પહેલાં જેના માટે તબીબી સલાહ/સારવાર લેવામાં આવી હતી.
રોગ એટલે ચેપ, પેથોલોજીકલ પ્રોસેસ, પરિસ્થિતિને કારણે થતો તણાવ જેવા વિવિધ કારણોસર શરીરના કોઈ ભાગ, અંગ અથવા સિસ્ટમની એવી પેથોલોજીકલ સ્થિતિ જે ઓળખી શકાય તેવા ચિન્હો કે લક્ષણો ધરાવે છે.
ના, તમે પૉલિસીની મુદત દરમિયાન માત્ર એક ક્લેઇમ કરી શકો છો.
પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે તરત જ અમારા હેલ્પલાઇન નંબરો પર અમને જાણ કરવાની રહેશે. સૂચના પ્રાપ્ત થયા પછી, અમે ક્લેઇમ રજિસ્ટર કરીશું અને એક અનન્ય ક્લેઇમ રેફરન્સ નંબર ઇન્શ્યોર્ડ વ્યક્તિને આપવામાં આવશે જેનો ઉપયોગ ભવિષ્યના તમામ પત્રવ્યવહાર માટે કરી શકાય છે.
ઇન્શ્યોર્ડ દ્વારા જાણ કરાયા તારીખથી 45 દિવસની અંદર ક્લેઇમની પ્રક્રિયા માટે નીચે જણાવેલ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

1. યોગ્ય રીતે પૂર્ણ ભરેલ ક્લેઇમ ફોર્મ
2. ઓરિજિનલ ડિસ્ચાર્જ સમરી.
3. Consultation Note/ Relevant treatment papers.
4. All relevant medical reports along with supporting invoices and doctors requisition advising the same.
5. Original and Final hospitalization bills with detailed breakup.
6. Pharmacy Bills along with prescriptions.
7. Any other documents as may be required by the Company.

પૉલિસીના નિયમો અને શરતો અનુસાર ક્લેઇમના દસ્તાવેજો પ્રાપ્ત થયા બાદ ક્લેઇમની પ્રોસેસ કરવામાં આવશે.
તમે તમારી બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, વૉલેટ/કૅશ કાર્ડ, EMI, UPI (જીપે, ફોનપે, પેટીએમ, વગેરે), QR કોડ દ્વારા જારી કરાયેલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો, અમે કોઈપણ ક્લબ કાર્ડ અથવા ડાઇનર્સ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારતા નથી.
એવૉર્ડ અને સન્માન
best_bfsi_2011 best_employer_brand best_employer_brand_2012 best_employer_brand_besi_2012 bfsi_2014 cfo_2014 iaaa icai_2013 icai_2014 icai_2015 icai_2016 iir_2012 iir_2016
x