વારંવાર પૂછાતા પ્રશ્નો

હવે તમે આકસ્મિક ઇજાઓ સામે વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ વડે તમારા સમગ્ર પરિવારને સુરક્ષિત કરી શકો છો. આ પૉલિસી તમને અને તમારા પરિવારને આકસ્મિક મૃત્યુ, કાયમી વિકલાંગતા, અસ્થિભંગ (બ્રોકન બોન), અકસ્માતે દાઝી જવું વગેરે સામે લાભો પ્રદાન કરે છે. તે એમ્બ્યુલન્સનો ખર્ચ અને હૉસ્પિટલ કૅશનો લાભ પણ પ્રદાન કરે છે.
તમે ફેમિલી પ્લાન હેઠળ તમારા જીવનસાથી તેમજ બે આશ્રિત બાળકોનો સમાવેશ કરી શકો છો.
હા, તમે તમારા 70 વર્ષ સુધીની ઉંમરના આશ્રિત માતાપિતાને શામેલ કરી શકો છો. વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ તમારા આશ્રિત માતાપિતા માટે વ્યાજબી ફ્લેટ દર સાથે ઍડ-ઑન લાભો પૂરા પાડે છે. તેઓએ તમારા માટે જે પ્રેમ અને ચિંતા દર્શાવી હતી તેના આભારરૂપે તમે આમ કરી શકો છો.
એચડીએફસી અર્ગો તમને ₹2.5 લાખથી 15 લાખ સુધીની વિશાળ શ્રેણીના સમ ઇન્શ્યોર્ડના ચાર પ્લાન પ્રદાન કરે છે.
  1. સેલ્ફ પ્લાન
  2. સેલ્ફ અને ફેમિલી પ્લાન
  3. સેલ્ફ + આશ્રિત માતાપિતા માટે ઍડ-ઑન.
  4. સેલ્ફ અને ફેમિલી પ્લાન + આશ્રિત માતાપિતા માટે ઍડ-ઑન
આશ્રિત બાળક એટલે 3 મહિનાની વયથી 18 વર્ષ સુધીની વય હોય, અથવા જો ફુલ-ટાઈમ ભણતર ચાલતું હોય તો 21 વર્ષ સુધીની વય હોય તેવું, ઇન્શ્યોર્ડ વ્યક્તિ સાથે રહેતું અપરિણીત આશ્રિત બાળક
18 વર્ષથી 65 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ લઈ શકે છે.
તમે 022-6234 6234 (માત્ર ભારતમાંથી) અથવા 022 66384800 (લોકલ/STD શુલ્ક લાગુ) પર કૉલ કરીને ક્લેઇમ કરી શકો છો. ત્યારબાદ અમે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં તમારી સહાય કરીશું અને એકવાર બધા જરૂરી દસ્તાવેજો સબમિટ થયા પછી 7 કાર્યકારી દિવસમાં પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે.
આ પૉલિસી ફોર્મ અને પ્રીમિયમ ચુકવણીની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અંદર શરૂ થશે.
આ પૉલિસીની શ્રેષ્ઠ વાત એ છે કે તેમાં ડોક્યુમેન્ટેશન સરળ છે. તમારે માત્ર સંબંધિત વિગતો સાથે સંપૂર્ણ પ્રપોઝલ ફોર્મ ભરવાનું અને તેના પર સહી કરવાની રહેશે. કોઈપણ એક પ્લાન પર ટિક કરો અને સાથે ચેક જોડો અથવા ફોર્મમાં ક્રેડિટ કાર્ડની વિગતો ભરો.
જો અકસ્માતથી હાડકું તૂટે છે, તો સમ ઇન્શ્યોર્ડના 10% , વધુમાં વધુ 50,000 સુધી (આશ્રિત માતાપિતા માટે) ચૂકવવામાં આવે છે.
તમે તમારી બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, વૉલેટ/કૅશ કાર્ડ, EMI, UPI (જીપે, ફોનપે, પેટીએમ, વગેરે), QR કોડ દ્વારા જારી કરાયેલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો, અમે કોઈપણ ક્લબ કાર્ડ અથવા ડાઇનર્સ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારતા નથી.
એવૉર્ડ અને સન્માન
best_bfsi_2011 best_employer_brand best_employer_brand_2012 best_employer_brand_besi_2012 bfsi_2014 cfo_2014 iaaa icai_2013 icai_2014 icai_2015 icai_2016 iir_2012 iir_2016
x