મારુતિ સુઝુકી ઑલ્ટો માટે કાર ઇન્શ્યોરન્સ
પ્રીમિયમ માત્ર ₹2094 થી શરૂ થાય છે*

પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹2094 માં*
8000+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

8000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસ¯
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / મારુતિ સુઝુકી / ઑલ્ટો

મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સ
ભારતીય બજારમાં મારુતિ સુઝુકી ઑલ્ટોને સૌ પ્રથમ 2000 માં જાપાની મોડેલના સ્થાનિક રૂપે નિર્મિત સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવી હતી. તેની બીજી જનરેશન, ખાસ કરીને ભારત માટે વિકસાવવામાં આવેલ મોડેલ બની ગઈ છે, અને 2006 થી દેશમાં સૌથી વધુ વેચાણ થતું વાહન બની. પ્રચલિત એવી મારુતિ 800 ના સ્વાભાવિક ઉત્તરાધિકારી જેવી ઑલ્ટો ભારતમાં અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ વેચાતી કાર છે, જેમાં વર્ષો દરમિયાન ઘણાં સુધારા/અપગ્રેડ કરવામાં આવેલ છે. 2021 માં તાજેતરની અપગ્રેડ થઈ ગઈ છે. હકીકતમાં, સૌથી તાજેતરનું અપગ્રેડ 2021 માં કરવામાં આવ્યું હતું.

એચડીએફસી અર્ગો તરફથી ઑફર કરવામાં આવતા મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સના પ્રકારો

મારુતિ એ વિશ્વસનીય, વાજબી અને ઉચ્ચ-માઇલેજ ધરાવતી અને ચલાવવામાં આનંદ આવે તેવી કારો બનાવવા માટે જાણીતી કંપની છે. ઑલ્ટો તેમાં ભિન્ન નથી, તે પ્રથમ વાર કાર ખરીદી રહેલી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ પ્રદાન કરે છે. કાર ખરીદતી વખતે તમારી પાસે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ, કારણ કે તે ફરજિયાત હોવાની સાથે એક મહત્વપૂર્ણ આર્થિક સુરક્ષા કવચ છે, જે દુર્ઘટનાના કિસ્સામાં તમને સુરક્ષિત રાખે છે. તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો:

એક વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી, જેમ નામ સૂચવે છે તેમ, એક એવી પૉલિસી છે જે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓને કારણે થતા નુકસાનથી લઈને ચોરી સુધીની લગભગ તમામ સામાન્ય સંભવિત દુર્ઘટનાઓને આવરી લે છે. તેમાં ફરજિયાત થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ અને વ્યક્તિગત અકસ્માત કવરનો સમાવેશ થાય છે, અને સાથે તમારા પોતાના વાહનને થતા નુકસાન સામે પણ કવરેજ પ્રદાન કરે છે.

X
ઑલ-રાઉન્ડ સુરક્ષા ઇચ્છતા કાર પ્રેમીઓ માટે યોગ્ય પ્લાન, જે કવર કરે છે:

અકસ્માત

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

વધુ જાણો

રસ્તા પર ચાલતા દરેક વાહન માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. તે થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા, વિકલાંગતા અથવા મૃત્યુ અને તેમની સંપત્તિને નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે. તે તમામ સારવાર અને જો કોઈ કાનૂની ફીનો ખર્ચ થયો હોય તો તે આવરી લે છે, જેથી દુર્ઘટના માટે તમારી ભૂલ હોવા છતાં પણ તમે નાણાકીય રીતે સુરક્ષિત રહી શકો છો. તે જ રીતે, જો તમે અકસ્માતમાં તમને નુકસાન થાય છે, તો તમે અકસ્માત માટે જવાબદાર વ્યક્તિની થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસીના લાભો મેળવી શકો છો.

X
કારનો નિયમિત ઉપયોગ ન કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કરતાં અડધું હોય છે, જે તમારા પોતાના વાહનને નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે. આમ પ્રાકૃતિક આપત્તિઓ, જેવી કે પૂર, ભૂકંપ, આગ, વાવાઝોડું વગેરેને કારણે બની શકે છે. તે માનવનિર્મિત આપત્તિઓ જેમ કે તોફાનો અને તોડફોડ જેવી જ આપત્તિઓને પણ ધ્યાનમાં લે છે. અકસ્માતને કારણે થતા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે. અને તે વાહનની ચોરી સામે પણ કવર પૂરું પાડે છે. તમારા ઑલ્ટો માટે વ્યાપક કવરેજ મેળવવા માટે આ પ્લાન શ્રેષ્ઠ થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસી છે.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

આગ

ઍડ-ઑનની પસંદગી

ચોરી

નવી કાર ખરીદતા ઘણાં વ્યક્તિઓ ઘણીવાર કાર ઇન્શ્યોરન્સની આવશ્યકતા વિશે અજાણ હોય છે. આ પ્લાનનો હેતુ લાંબા ગાળાના થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સને સંયોજિત કરીને તમને લાંબા સમયગાળા માટે સતત આવરી લેવાનો છે, જેથી તમે ચિંતામુક્ત રહી શકો, અને તેની સાથે વ્યાપક કવરેજ માટે વાર્ષિક રિન્યુ કરી શકાય તેવા ઓન ડેમેજ કમ્પોનન્ટને ઉમેરવામાં આવે છે.

X
જેમણે એકદમ નવી કાર ખરીદી છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે અને શું કવર કરવામાં આવતું નથી

તમારો મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સ પ્લાન તમારા વાહનને વ્યાપક રીતે કવર કરે છે, જે તમને સૌથી સામાન્ય દુર્ઘટનાઓ સામે સારી રીતે સુરક્ષિત રાખે છે. તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની બાબતોને કવર કરે છે:

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવે છે - અકસ્માત કવરેજ

અકસ્માત કવરેજ

વાહન ચલાવતી વખતે અકસ્માત ન થાય તે અંગે તમારે સતત ધ્યાન રાખવું પડે છે. તે એક આઘાતજનક અનુભવ તો હોય જ છે, પરંતુ તેની સાથે સાથે કારને રિપેર કરવા માટે પણ ઘણો ખર્ચ થતો હોય છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, રિપેર ખર્ચની કાળજી લેવામાં આવે છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવે છે - કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ

કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ

તોફાન અને પૂર વધુ સામાન્ય અને વધુ તીવ્ર બની ગયા છે, જે તમારી કારને સીધી અથવા પરોક્ષ રીતે નુકસાન કરી શકે છે. તેવી જ રીતે, રમખાણો અને તોડફોડને કારણે પણ તમારી કારને નુકસાન થઈ શકે છે. સદભાગ્યે, તે બધું તમારી પૉલિસીમાં કવર કરવામાં આવ્યું છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - ચોરી

ચોરી

જો તમારી કાર ચોરાઇ જાય અને પાછી ન મળી શકે તો, તમને વાહનની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) મળશે, જે પૉલિસી રિન્યૂઅલ સમયે નક્કી થઇ હતી.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અકસ્માતો ચેતવણી વગર અચાનક થાય છે અને તેનાથી શારીરિક અને આર્થિક બંનેમાં નોંધપાત્ર નુકસાન થઇ શકે છે. પર્સનલ એક્સિડેન્ટ કવર સાથે, મેડિકલ પ્રોસીઝરના ખર્ચથી લઇને રોજિંદા ખર્ચ સુધી, તમારી સારવારના ખર્ચને કવર કરવામાં આવે છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - થર્ડ પાર્ટી લાયેબિલિટી

થર્ડ-પાર્ટીની જવાબદારી

જો અકસ્માત તમારી ભૂલના કારણે થાય તો, તમારો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પીડિતને થયેલ નુકસાનની ભરપાઇ કરવામાં મદદ કરશે, અને સામસામે લાગુ પડશે.

મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યુ કરવું?

તમામ સર્વિસ ઑનલાઇન ઑફર કરનાર ઇન્શ્યોરર્સ પાસેથી મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી અથવા રિન્યુ કરવી આટલી સરળ પહેલા ક્યારેય ન હતી. હવે તમે માત્ર થોડી મિનિટોમાં તમારા ઘરે આરામથી, તમારી સુવિધા અનુસાર તમારી પૉલિસી ખરીદી અથવા રિન્યુ કરી શકો છો.

  • પગલું #1
    પગલું #1
    એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર લૉગ ઇન કરો અથવા મોબાઇલ એપ ડાઉનલોડ કરો, અને રિન્યુ વિકલ્પ પસંદ કરો
  • પગલું #2
    પગલું #2
    રજિસ્ટ્રેશન, લોકેશન, અગાઉની પૉલિસીની વિગતો, NCB વગેરે સહિત તમારી કારની વિગતો દાખલ કરો.
  • પગલું #3
    પગલું #3
    ક્વોટેશન પ્રાપ્ત કરવા માટે તમારું ઇમેઇલ ID અને ફોન નંબર પ્રદાન કરો
  • પગલું #4
    પગલું #4
    ઑનલાઇન ચુકવણી કરો, અને તમારી પૉલીસી રિન્યુ થઈ ગઈ છે!! તમે સુરક્ષિત છો.

મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સ એચડીએફસી અર્ગો પાસેથી શા માટે ખરીદવો?

ઑલ્ટો કિંમતમાં વ્યાજબી, ભરોસાપાત્ર અને તેના કૉસ્ટ-ઇફેક્ટિવ અનુભવ માટે જાણીતી છે - અને આજ લાક્ષણિકતાઓ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પણ હોવી જોઈએ. જે લોકપ્રિય હોય, વિશાળ ગ્રાહક સમૂહ ધરાવતો હોય અને જેનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ઊંચો હોવાની સાથે વિશ્વાસપૂર્વક રીતે ક્લેઇમની પતાવટ કરવામાં આવતી હોય એવા ઇન્શ્યોરરની પસંદગી કરો. એચડીએફસી અર્ગો શા માટે યોગ્ય છે તે અહીં જણાવેલ છે:

કૅશલેસ સુવિધા

કૅશલેસ સુવિધા

અકસ્માત અથવા દુર્ઘટના બાદ તમારી કાર તરત જ રિપેર કરવી જરૂરી હોય છે. રિપેરિંગની ચુકવણી કરવા માટે, તમારી પાસે હંમેશા કૅશ ઉપલબ્ધ હોય તેવું જરૂરી નથી, તેવી સ્થિતિમાં કૅશલેસ રિપેર સુવિધા મદદરૂપ સાબિત થાય છે. એચડીએફસી અર્ગો સમગ્ર ભારતમાં 8000 થી વધુ કૅશલેસ ગેરેજ ધરાવે છે, જેના વડે તમે તમારી કારને આર્થિક અગવડ વિના રિપેર કરાવી શકો છો.

સરળ ક્લેઇમ

સરળ ક્લેઇમ

લગભગ 80% કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા તે જ દિવસે કરવામાં આવે છે, જેને કારણે ક્લેઇમ ફાઇલ કર્યા બાદ કાર રિપેર થવા માટે ઓછો સમય લાગે છે.

ઓવરનાઇટ રિપેર સર્વિસ

ઓવરનાઇટ રિપેર સર્વિસ

અકસ્માતના પરિણામે કારને થયેલું નાનું સરખું નુકસાન એક રાતમાં જ રિપેર કરવામાં આવે છે, અને બીજા દિવસે સવારે તમારે માટે કાર તૈયાર હોય છે.

24x7 સહાયતા

24x7 સહાયતા

અમારી 24x7 રોડસાઇડ સહાયતા વડે તમે માત્ર એક કૉલથી મદદ મેળવી શકો છે.

સમગ્ર ભારતમાં 8000+ કૅશલેસ ગેરેજ

વારંવાર પૂછાતા પ્રશ્નો


નવા કારના માલિક તરીકે, બહુ-વર્ષીય વ્યાપક પૉલિસીનો લાભ લેવાની અને ઓછામાં ઓછા પ્રથમ 5 વર્ષ માટે તમારા ઓન ડેમેજ કમ્પોનન્ટને રિન્યુ કરવાની ભલામણ કરવામાં આવે છે. દુર્ઘટનાના કિસ્સામાં આ તમને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરશે.
CNG કાર પેટ્રોલ કાર કરતાં વધુ સુરક્ષિત છે, ત્યારે મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં વાહનની એકંદર કિંમત એ અગત્યના પરિબળોમાંનું એક છે. CNG LXi કારની કિંમત પેટ્રોલ LXi કરતાં વધુ હોવાથી તેના વીમાનો ખર્ચ પણ વધુ થાય છે.
બાઇક ચલાવવા અને કાર ચલાવવા માટે જરૂરી આવડત સંપૂર્ણપણે અલગ હોવાથી, તમારી બાઇક ઇન્શ્યોરન્સ પર એકત્રિત કરેલ NCB અન્ય વાહનના પ્રકાર - જેમ કે કાર માટે ટ્રાન્સફર કરી શકાતું નથી.
NCB માત્ર તમારી વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના ઓન ડેમેજ કમ્પોનન્ટ પર લાગુ પડતું ડિસ્કાઉન્ટ છે. તેથી તેનો ઉપયોગ થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ પર કરી શકાતો નથી.