એચડીએફસી અર્ગો વિશે

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022

BFSI લીડરશિપ એવૉર્ડ 2022

(સાઇબર ઇન્શ્યોરન્સ અને ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ માટે)

એચડીએફસી અર્ગોએ BFSI લીડરશિપ એવૉર્ડ 2022 માં સાયબર ઇન્શ્યોરન્સ અને ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ માટે 'પ્રોડક્ટ ઇનોવેટર' કેટેગરી હેઠળ બે એવૉર્ડ જીત્યા છે. ક્રિપ્ટન ઇન્ડિયા દ્વારા આયોજિત, આ એવૉર્ડ BFSI ક્ષેત્રના અગ્રણીઓને માન્યતા આપે છે અને તેમની પ્રશંસા કરે છે.

શ્રેષ્ઠ કોવિડ વ્યૂહરચના માટે ETBFSI એક્સેલન્સ એવૉર્ડ - ગ્રાહક અનુભવ (ઇન્શ્યોરન્સ)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

(શ્રેષ્ઠ કોવિડ વ્યૂહરચના અમલીકરણ માટે - કસ્ટમર અનુભવ (ઇન્શ્યોરન્સ))

એચડીએફસી અર્ગો મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટેલી ક્લિનિક સર્વિસ, લૉકડાઉન દરમિયાન મોટર જમ્પ-સ્ટાર્ટ સર્વિસ અને ડિજિટલ પૉલિસી સર્વિસિસને મજબૂત બનાવવા માટેની પહેલ કરવા માટે એચડીએફસી અર્ગોએ ET BFSI એક્સેલન્સ એવૉર્ડ 2021 માં "શ્રેષ્ઠ કોવિડ વ્યૂહરચના અમલીકરણ - કસ્ટમર અનુભવ [ઇન્શ્યોરન્સ]" શ્રેણી હેઠળનો એવૉર્ડ જીત્યો છે'. આ એક એવો પ્રતિષ્ઠિત એવૉર્ડ છે જે ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપનાર દરેક ખેલાડીની ઉપલબ્ધિઓને ઓળખે છે, સ્વીકારે છે અને રિવૉર્ડ આપે છે.

ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ ઉત્કૃષ્ટતા માટે FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ સપ્ટેમ્બર 2021

(ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ ઉત્કૃષ્ટતા માટે )

એચડીએફસી અર્ગોએ FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ, 2021 માં "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સેલન્સ" શ્રેણી હેઠળનો એવૉર્ડ જીત્યો છે. આ એક ખૂબ જ પ્રતિષ્ઠિત એવૉર્ડ છે જે ભારતીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રદર્શનનું વ્યાપકપણે સ્વીકૃત બિરુદ પણ છે.

ICAI એવૉર્ડ 2015-16

ICAI એવૉર્ડ 2015-16

(નાણાંકીય અહેવાલમાં શ્રેષ્ઠતા માટે )

એચડીએફસી અર્ગોને કેટેગરી IV હેઠળ 2015- 16 ના નાણાંકીય રિપોર્ટિંગમાં શ્રેષ્ઠતા બદલ ICAI દ્વારા એક એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સળંગ 2nd વર્ષ છે, જ્યાં અમારી સફરમાં અમને 4th વખત, નાણાંકીય અહેવાલમાં શ્રેષ્ઠતા બદલ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ વર્ષમાં નૉન-લાઈફ કેટેગરીમાં એકમાત્ર એવૉર્ડ અમને એનાયત કરવામાં આવ્યો છે.

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

(ભારતમાં ટોચના 100-પ્રોજેક્ટમાં યોગ્યતા મેળવવા બદલ ક્લેઇમ સર્વે મેનેજમેન્ટ (CMS) માટે)

આ SKOCH ઑર્ડર ઑફ મેરિટ "ભારતમાં ટોચના 100 પ્રોજેક્ટ" ને એનાયત કરવામાં આવે છે. પ્રસિદ્ધ નિષ્ણાતોની જૂરી અને SKOCH ના સેક્રેટેરિયેટ દ્વારા મોટી સંખ્યામાં નામાંકન અને પ્રસ્તુતિઓમાંથી પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવે છે. એચડીએફસી અર્ગોના ક્લેમ સર્વે મેનેજમેન્ટને, 46th Skoch સમિટમાં "SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ" એનાયત કરવામાં આવ્યો હતો.

બેસ્ટ કસ્ટમર એક્સપીરિયન્સ એવૉર્ડ ઓફ ધ યર (નાણાંકીય ક્ષેત્ર)

બેસ્ટ કસ્ટમર એક્સપીરિયન્સ એવૉર્ડ ઓફ ધ યર (નાણાંકીય ક્ષેત્ર)

(કામિકાઝે દ્વારા)

આ એવૉર્ડ ગ્રાહક સંબંધોમાં સુધારો કરવા અને લાંબા ગાળાની નફાકારકતા બનાવવા માટે ગ્રાહક સેવા અને ગ્રાહક અનુભવના ક્ષેત્રમાં સંસ્થા દ્વારા હાથ ધરેલા પ્રયત્નોને માન્યતા આપે છે. આ એવૉર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવેલ પ્રાથમિક પરિમાણો આ હતા; ગ્રાહક સેવા પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે કરેલ પહેલ, બહેતર ગ્રાહક અનુભવ આપવા માટે ઑટોમેશનનો ઉપયોગ અને ફેરફારો દ્વારા ROI વિતરિત કરવામાં આવી.

ICAI એવૉર્ડ 2014-15

ICAI એવૉર્ડ 2014-15

(કેટેગરી III ઇન્શ્યોરન્સ સેક્ટર હેઠળ નાણાકીય અહેવાલમાં વાર્ષિક રિપોર્ટમાં શ્રેષ્ઠતા માટે )

એવૉર્ડ જૂરીમાં નિયમનકારો અને ઉદ્યોગ જગતના નિષ્ણાતોમાંથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થતો હતો અને તેનું નેતૃત્વ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) ના ભૂતપૂર્વ ચેરમેન શ્રી એમ. દામોદરન દ્વારા કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન માટેના પરિમાણો દરેક કેટેગરીમાં એકાઉન્ટિંગના ધોરણો, વૈધાનિક માર્ગદર્શિકા અને અન્ય સંબંધિત ઘોષણા સાથે પાલનના પ્રમાણના આધારે હતા. યોગ્ય મૂલ્યાંકન પ્રક્રિયાના આધારે, 175 માંથી 12 એવૉર્ડ આપવામાં આવ્યો હતો; અને એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ગોલ્ડ શિલ્ડ મેળવનાર એકમાત્ર કંપની હતી. નાણાકીય વર્ષ 2012-13 પછી આ ગોલ્ડ શિલ્ડ ફરીથી મેળવવા બદલ અમને ગર્વ છે.

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

(ચબ મલ્ટીનેશનલ સોલ્યુશન્સ દ્વારા)

આ એવૉર્ડ અમારી કાર્યક્ષમ સર્વિસની પ્રશંસા કરે છે અને ચબ મલ્ટીનેશનલ સોલ્યુશન સાથે સહયોગ કરવાનું ચાલુ રાખે છે. તે પરસ્પર ગ્રાહકોને અમારી ઉત્કૃષ્ટ સર્વિસ પણ પ્રસ્તુત કરે છે. આ એવૉર્ડ નીચેના માપદંડમાં અસાધારણ પ્રદર્શનને માન્યતા આપે છે:
1) પૉલિસી ઇન્શ્યોરન્સ અને સર્વિસ લેવલ
2) ચબ સાથેના સંબંધની અવધિ
3) ચબ મલ્ટીનેશનલ એકાઉન્ટ કોઑર્ડિનેટર્સ દ્વારા નામાંકન
4) સંલગ્ન નેટવર્ક મેનેજર્સની ભલામણ

iAAA રેટિંગ

iAAA રેટિંગ

( ICRA દ્વારા )

આ કંપનીને ICRA (મૂડીના રોકાણકારોની સેવાના સહયોગી) દ્વારા iAAA રેટિંગ આપવામાં આવી છે, જે ઉચ્ચતમ ક્લેઇમની ચુકવણીની ક્ષમતા દર્શાવે છે. આ રેટિંગ મૂળભૂત રીતે કંપનીની મજબૂત સ્થિતિ અને પૉલિસીધારકની જવાબદારીઓને શ્રેષ્ઠ રીતે પૂરી કરવાની સંભાવનાને દર્શાવે છે. આ રેટિંગ કંપનીના મજબૂત મૂળ, દેશના ખાનગી ક્ષેત્રના જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં તેના નેતૃત્વની સ્થિતિ, સંતુલિત અને વૈવિધ્યસભર પોર્ટફોલિયો, વિવેકપૂર્ણ અન્ડરરાઇટિંગ પ્રેક્ટિસ અને રિઇન્શ્યોરન્સની વ્યૂહરચના દર્શાવે છે.

PDF જોવા માટે અહીં ક્લિક કરો

ISO પ્રમાણપત્ર

ISO પ્રમાણપત્ર

( ICRA દ્વારા )

એચડીએફસી અર્ગોને નીચેના કાર્યો સંબંધિત તેમની પ્રક્રિયાઓ માટે ISO 9001:2015 પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે:
1) જોખમ અને નુકસાન ઘટાડવા અને ખર્ચ વ્યવસ્થાપન વિભાગ.
આ પ્રમાણપત્ર એચડીએફસી અર્ગોની ગુણવત્તા પ્રણાલી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત ધોરણો અને જોખમ અને નુકસાન ઘટાડવા અને ખર્ચ વ્યવસ્થાપન કાર્યમાં ખાતરી સાથે સુસંગતતાને માન્ય કરે છે. પ્રમાણપત્ર એવા નિયંત્રણોની માન્યતા છે જે ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી થાય છે તેની ખાતરી કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ પ્રમાણપત્ર સુનિશ્ચિત કરે છે કે કંપનીની પ્રોડક્ટ અને સર્વિસ હાલના બજાર ધોરણો અને જરૂરિયાતો સાથે સૌથી વધુ સુસંગત છે.
ઉપરોક્ત વ્યાખ્યાયિત જોખમ અને નુકસાન ઘટાડો અને ખર્ચ વ્યવસ્થાપન કાર્યો માટે ISO પ્રમાણપત્ર નીચે નિર્ધારિત ક્ષેત્ર માટે પ્રદાન કરવામાં આવ્યું છે:
જોખમ અને નુકસાન ઘટાડવા અને ખર્ચ વ્યવસ્થાપન વ્યૂહરચના સંબંધિત પ્રોસેસના અમલીકરણ સંબંધિત સર્વિસ.

આ પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રક્રિયાઓમાં નીચેનો સમાવેશ થાય છે:
1) ડેટા વિશ્લેષણ દ્વારા સમર્થિત રેફર કરેલ ક્લેઇમની તપાસ અને પુનઃપ્રાપ્તિ.
2) ઍન્ટી-ફ્રોડ પૉલિસી, વિસલ બ્લોઅર પૉલિસી અને એનાલિટિકલ ઇનપુટ્સ દ્વારા સમર્થિત આવી સંબંધિત પૉલિસીઓનો સમાવેશ કરતી કંપનીના ફ્રોડ મેનેજમેન્ટ ફ્રેમવર્કનું અમલીકરણ.
3) ખર્ચ ઘટાડવા માટે બાહ્ય એજન્સી સાથે યોગ્ય ચર્ચા અને વાતચીત કરવી.

ISO પ્રમાણપત્ર જુઓ

એચડીએફસી અર્ગોને નીચેના કાર્યો સંબંધિત તેમની પ્રક્રિયાઓ માટે ISO 9001:2008 પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે:
1) કામગીરી અને સર્વિસ
2) કસ્ટમર અનુભવ વ્યવસ્થાપન
3) ક્લેઇમ મેનેજમેન્ટ

પ્રમાણપત્ર એચડીએફસી અર્ગોની ગુણવત્તા પ્રણાલીઓ અને કામગીરી, ક્લેઇમની પ્રક્રિયા અને કસ્ટમર સર્વિસમાં ખાતરી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત ધોરણો સાથે સુસંગતતાને માન્ય કરે છે. પ્રમાણપત્ર એ નિયંત્રણોની એક માન્યતા છે જે કસ્ટમરની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી કરવાની ખાતરી કરવા માટે બનાવવામાં આવી છે. આ પ્રમાણપત્ર સુનિશ્ચિત કરે છે કે કંપનીના ઉત્પાદનો અને સર્વિસ હાલના બજાર ધોરણો અને જરૂરિયાતો સાથે સૌથી વધુ સુસંગત છે.    

ઉપરોક્ત ઉલ્લેખિત કાર્યો માટે ISO પ્રમાણપત્ર નીચે નિર્ધારિત ક્ષેત્ર માટે પ્રદાન કરવામાં આવ્યું છે:
a) કસ્ટમર અનુભવ વ્યવસ્થાપન – કૉલ સેન્ટર અને સંબંધિત પ્રક્રિયાઓ દ્વારા કસ્ટમરના પ્રશ્નો અને ફરિયાદોના નિરાકરણ સંબંધિત સર્વિસ
CEM પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રક્રિયાઓમાં નીચેનો સમાવેશ થાય છે:
1) ઇનબાઉન્ડ કૉલ સેન્ટર અને ઇમેઇલ મેનેજમેન્ટ
2) ગુણવત્તા અને તાલીમ
3) ફરિયાદ મેનેજમેન્ટ

b) ક્લેઇમ – અમારા ગ્રાહકો દ્વારા હાઉસ હેલ્થ ક્લેઇમ સર્વિસ, સર્વેક્ષકોનું નેટવર્ક, થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર્સ અને અન્ય એજન્સીઓ દ્વારા અમારા જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ માટે ક્લેઇમ સંબંધિત સર્વિસ પ્રદાન કરવી
ક્લેઇમ પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રક્રિયાઓમાં નીચેનો સમાવેશ થાય છે:
1) મોટર OD અને TP ક્લેઇમ મેનેજમેન્ટ
2) રિટેલ, કોર્પોરેટ, પ્રવાસ, ફાયર મરીન અને એન્જિનિયરિંગ માટે ક્લેઇમનું મેનેજમેન્ટ
3) હેલ્થ ક્લેઇમ સર્વિસ

c) કામગીરી અને સર્વિસ – રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકો માટે અમારા જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટની પૉલિસી જારી કરવી અને સેવા આપવી અને પ્રાપ્તિ અને વહીવટ સહિતની સુવિધાઓનું મેનેજમેન્ટ
O&S પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રક્રિયાઓમાં નીચેનો સમાવેશ થાય છે:
1) રિટેલ, કોર્પોરેટ, બેન્કશ્યોરન્સ, ગ્રામીણ લાઇન ઑપરેશન્સ માટે પૉલિસી અને એન્ડોર્સમેન્ટ જારી કરવા સહિતના તમામ કેન્દ્રીય O&S કામગીરી 2) લોજિસ્ટિક્સ કંટ્રોલ યુનિટ
3) ઇનવર્ડિંગ, પ્રીમિયમ ચેક મેનેજમેન્ટ, વૉક-ઇન કસ્ટમર મેનેજમેન્ટ, કવર નોટ મેનેજમેન્ટ, પૉલિસી/એન્ડોર્સમેન્ટ જારી કરવા સહિત બ્રાન્ચની કામગીરીઓ
4) બેંકિંગ કામગીરીઓ
5) ફેસિલિટી મેનેજમેન્ટ અને બ્રાન્ચ ઍડમિનિસ્ટ્રેશન સહિત એડમિન અને પ્રાપ્તિ
પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતા લોકેશનમાં નીચેના લોકેશનનો સમાવેશ થાય છે:
1) કોર્પોરેટ ઑફિસ, મુંબઈ
2) લોકલ બ્રાન્ચ
a) લોઅર પરેલ, મુંબઈ
b) બોરીવલી, મુંબઈ
c) ચેન્નઈ, માયલાપોર
d) ચેન્નઈ, તિનમપેટ
e) બેંગલોર
f) કનોટ પ્લેસ, નવી દિલ્હી
g) નેહરુ પ્લેસ, નવી દિલ્હી

સંસ્થાની આંતરિક પ્રક્રિયાઓ ગ્રાહકને સંતોષ પ્રદાન કરવા માટે જરૂરી ધોરણો સાથે સુસંગત છે તે ધ્યાનમાં રાખીને ISO પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. તે તમામ બ્રાન્ચ અને લોકેશન પર અનુસરવામાં આવતી પ્રક્રિયાઓની માનકીકરણ અને એકરૂપતાની સ્વીકૃતિ પણ છે.

CEM ISO સર્ટિફિકેટ જુઓ ક્લેઇમ ISO સર્ટિફિકેટ જુઓ O&S ISO સર્ટિફિકેટ જુઓ

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

એબીપી ન્યૂઝ પર વર્લ્ડ HRD કોંગ્રેસ દ્વારા - બેંકિંગ, નાણાંકીય સેવાઓ અને ઇન્શ્યોરન્સ એવૉર્ડ

આ એવૉર્ડ વ્યૂહરચના, સુરક્ષા, કસ્ટમર સર્વિસ અને ભાવિ ટેક્નોલોજી પડકારો અને નવીનતાઓના આધારે BFSI ઉદ્યોગની શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ પદ્ધતિઓને રેખાંકિત કરે છે. કસ્ટમર પોલ અને જૂરીની બેન્ચ દ્વારા વિશ્લેષણના આધારે એવૉર્ડની પસંદગી કરવામાં આવી છે.

ભારતમાં શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની 2014

ભારતમાં શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની 2014

ઇન્ટરનેશનલ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ (IAIR) દ્વારા

આ ઇવેન્ટનું આયોજન હોંગકોંગમાં 28th Feb'14 ના રોજ ગ્લોબલ ઇકોનોમીમાં ઉત્કૃષ્ટતા (4th એડિશન) દ્વારા કરવામાં આવ્યું હતું. આ એવૉર્ડ સ્વતંત્ર સર્વેક્ષણ પર આધારિત હતો અને તેનું વિશ્લેષણ લીડરશીપ, નવીન સર્વિસ અને ગ્રાહકોની જરૂરિયાતોને ગતિશીલ અભિગમ તથા વિવિધ પ્રોડક્ટ વડે જવાબદાર બનવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

ગોલ્ડ શિલ્ડ ICAI એવૉર્ડ 2012-13

ગોલ્ડ શિલ્ડ ICAI એવૉર્ડ 2012-13

નાણાંકીય અહેવાલમાં શ્રેષ્ઠતા માટે

એચડીએફસી અર્ગોને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા કેટેગરી III - ઇન્શ્યોરન્સ સેક્ટર હેઠળ વર્ષ 2012-13 માટે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં શ્રેષ્ઠતા બદલ ગોલ્ડ શીલ્ડ ICAI એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ન્યાયાધીશોની પેનલ દ્વારા એકાઉન્ટિંગના ધોરણો, વૈધાનિક માર્ગદર્શિકા અને અન્ય સંબંધિત ઘોષણાઓને અનુપાલનના પ્રમાણ આધારે આ એવૉર્ડની પસંદગી કરવામાં આવી છે. શ્રી ટી.એસ. વિજયન, અધ્યક્ષ, IRDA એ એવૉર્ડ માટે જૂરી સમિતિના અધ્યક્ષ હતા.

ટેક્નોલોજી દ્વારા HR એક્સેલન્સ એવૉર્ડ 2012

ટેક્નોલોજી દ્વારા HR એક્સેલન્સ એવૉર્ડ 2012

(એશિયાના શ્રેષ્ઠ એમ્પ્લોયર બ્રાન્ડ એવૉર્ડ પર)

આ એવૉર્ડ એમ્પ્લોયર બ્રાન્ડિંગ સંસ્થા, વર્લ્ડ HRD કોંગ્રેસ અને સ્ટાર્સ ઑફ ધ ઇન્ડસ્ટ્રી ગ્રુપ દ્વારા હોસ્ટ કરવામાં આવેલ. CMO એશિયા વ્યૂહાત્મક ભાગીદાર હતા અને એશિયન કોન્ફેડરેશન ઑફ બિઝનેસીસ દ્વારા એવૉર્ડને સમર્થન આપવામાં આવે છે. આ એવૉર્ડ એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે કે જેમણે શ્રેષ્ઠતાના સ્તરને પાર કર્યા છે અને રોલ મોડેલ અને અનુકરણીય લીડર બનવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું હોય. આનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભા અને HR પ્રથાઓને ઓળખવાનો છે.

ભારતમાં શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની 2013

ભારતમાં શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની 2013

(ઇન્ટરનેશનલ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ (IAIR) દ્વારા)

આ ઇવેન્ટનું આયોજન 22th Feb'13 ના રોજ ગ્લોબલ ઇકોનોમીમાં એક્સેલેન્સ (3th એડિશન) હોંગકોંગ, દ્વારા કરવામાં આવ્યું હતું. આ એવૉર્ડ સ્વતંત્ર સર્વેક્ષણ પર આધારિત હતો અને તેનું વિશ્લેષણ લીડરશીપ, નવીન સર્વિસ અને ગ્રાહકોની જરૂરિયાતોને ગતિશીલ અભિગમ તથા વિવિધ પ્રોડક્ટ વડે જવાબદાર બનવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ એમ્પ્લોયર બ્રાન્ડ એવૉર્ડ

શ્રેષ્ઠ એમ્પ્લોયર બ્રાન્ડ એવૉર્ડ

( IPE BFSI )

આ એવૉર્ડ જેમણે શ્રેષ્ઠતાના સ્તરોને પાર કર્યા છે અને માનવ સંસાધનોમાં રોલ મોડેલ અને અનુકરણીય લીડર બનવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું હોય તેને આપવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભા અને HR પ્રથાઓને ઓળખવાનો છે.

બેસ્ટ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ કેટેગરી એનહાન્સમેન્ટ – ઇન્શ્યોરન્સ 2012

બેસ્ટ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ કેટેગરી એનહાન્સમેન્ટ – ઇન્શ્યોરન્સ 2012

( UTV બ્લૂમબર્ગ દ્વારા - ફાઇનાન્શિયલ લીડરશીપ અવૉર્ડ )

એચડીએફસી અર્ગોને UTV બ્લૂમબર્ગ - ફાઇનાન્શિયલ લીડરશીપ એવૉર્ડ 2012 દ્વારા "બેસ્ટ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ કેટેગરી એન્હાન્સમેન્ટ - ઇન્શ્યોરન્સ" કેટેગરી હેઠળ વિજેતા તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ કેટેગરીમાં એવૉર્ડની શોર્ટલિસ્ટિંગ પૉલિસીધારકોને આપવામાં આવતા નવા નવીન પ્રોડક્ટ, હાલની અને સંભવિત પૉલિસીધારકને શિક્ષિત કરવા લેવાયેલ પગલાં, વેબસાઇટ પર સરળતાથી નેવિગેશન, કાર્યક્ષમ ક્લેમ સપોર્ટ, ફરિયાદ નિરાકરણનો દર અને કંપનીના બજાર ભાગના સંબંધમાં પ્રાપ્ત ફરિયાદની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી હતી. વિજેતા અંગેનો અંતિમ નિર્ણય બાહ્ય જૂરી દ્વારા લેવામાં આવ્યો છે. આ તમામ લાઇફ અને જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટેનો એક જ એવૉર્ડ છે.

ભારતમાં શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની 2013

ભારતમાં શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની 2013

(ઇન્ટરનેશનલ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ (IAIR) દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ )

આ ઇવેન્ટનું આયોજન હોંગકોંગમાં 22th નવેમ્બર 13 ના રોજ ગ્લોબલ ઇકોનોમીમાં ઉત્કૃષ્ટતા (4th એડિશન) દ્વારા કરવામાં આવ્યું હતું. આ એવૉર્ડ એક સ્વતંત્ર સર્વેક્ષણ પર આધારિત હતો અને ટકાઉપણું, બિઝનેસ પરિણામો, વ્યૂહાત્મક વિકાસ, સર્વિસની ઉચ્ચ ગુણવત્તા અને નેતૃત્વ જેવા પરિમાણોને ધ્યાનમાં રાખીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં શ્રેષ્ઠતા બદલ ICAI એવૉર્ડ

ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં શ્રેષ્ઠતા બદલ ICAI એવૉર્ડ

(કેટેગરી IV - ઇન્શ્યોરન્સ સેક્ટર હેઠળ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા નાણાકીય અહેવાલમાં શ્રેષ્ઠતા બદલ)

આ એવૉર્ડ એકાઉન્ટિંગના ધોરણો, વૈધાનિક માર્ગદર્શિકા અને અન્ય સંબંધિત ઘોષણાઓ સાથેના પાલનના પ્રમાણ આધારે આપવામાં આવ્યો છે. ન્યાયાધીશોની પેનલે નાણાકીય નિવેદનોની તૈયારીમાં સહભાગી સાહસો દ્વારા અપનાવવામાં આવેલી એકાઉન્ટિંગ પ્રથાઓની સમીક્ષા કરી હતી અને તેમની નાણાકીય સ્થિતિ અને કાર્યકારી કામગીરીને ધ્યાનમાં લીધા વિના વાર્ષિક રિપોર્ટમાં નાણાકીય નિવેદનો અને અન્ય માહિતીની જાહેરાત અને રજૂઆત માટે અપનાવવામાં આવેલી પૉલિસીની સમીક્ષા કરી હતી.

એવૉર્ડ અને સન્માન
x