1.3 કરોડ+ સંતુષ્ટ કસ્ટમર
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • ઍડ-ઑન કવર્સ
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?
  • FAQ

ઇ@સિક્યોર ઇન્શ્યોરન્સથી

 What if we told you that every second you spend online means a greater chance of exposing your valuable information to malicious activities and threats? After all, in India every 10 minutes a cyber crime is reported. But, don’t let cybercrime hold you back. Make the most of the internet; get insured and browse without a care!

ઇ@સિક્યોર ઇન્શ્યોરન્સ પસંદ કરવાના કારણો

Family cover
ફેમિલી કવર
સાયબર ક્રાઇમની તમારા પરિવારના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર પડવા દેશો નહીં. સાયબર ક્રિમિનલથી તમારી જાતને, તમારા જીવનસાથીને અને બે આશ્રિત બાળકોને (કોઈપણ ઉંમર હોય) સુરક્ષિત કરીને તમારા પરિવારને ચિંતા-મુક્ત રીતે બ્રાઉઝ કરવા દો.
All Device Covered
બધા ડિવાઇસ કવર કરવામાં આવે છે
આજે, આપણે અનેક ડિવાઇસનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેઓ એકમેકથી જોડાયેલ હોય છે. પરંતુ તમારે તે તમામ માટે અલગથી ઇન્શ્યોરન્સ લેવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. એચડીએફસી અર્ગોનું ઇ@સિક્યોર એક જ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ તમામ ડિવાઇસ માટે કવર પ્રદાન કરે છે.
100% Coverage
100% કવરેજ
ક્રેડિટ/ડેબિટ કાર્ડ, બેંક એકાઉન્ટ અથવા ઇ-વૉલેટના જોખમો વિશે ચિંતિત છો? ચિંતા કરશો નહીં, અમે આવું એટલે કહીએ છીએ. કેમ કે અમારું ઇ@સિક્યોર ઇન્શ્યોરન્સ ઑનલાઇન છેતરામણા ટ્રાન્ઝૅક્શનથી તમને થતા નુકસાનને કવર કરે છે.
Covers Legal Expenses
કાનૂની ખર્ચને કવર કરે છે
અમારા ઇ@સિક્યોર ઇન્શ્યોરન્સ વડે તમે પોતાને અને તમારા પરિવારને વર્લ્ડ વાઇડ વેબ પર રહેલ ખતરાથી સુરક્ષિત કરો, આ ઇન્શ્યોરન્સ તમને યોગ્ય કાનૂની સલાહ અને અન્ય સુવિધાઓ પ્રદાન કરે છે.

શું શામેલ છે?

Unauthorised Online Transactions
Unauthorised Online Transactions

તમારી મહેનતની કમાણીને સુરક્ષિત કરો, એક પ્લાન વડે જે તમને તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા તમારા ઇ-વૉલેટ પર છેતરામણી ઑનલાઇન ખરીદી સામે 100% કવર પ્રદાન કરે છે.

Phishing & email Spoofing
ફિશિંગ અને ઇમેઇલ સ્પૂફિંગ

ફિશિંગ અને ઇમેઇલ સ્પૂફિંગ દ્વારા પૈસા ગુમાવશો નહીં. ઇ@સિક્યોર સાથે, મર્યાદિત ઇમેઇલ ફિશિંગ માટે અનુક્રમે 15% અને 25% સુધી ફિશિંગ કવર મેળવો, ઉપરોક્ત હુમલાઓને કારણે થયેલા નાણાંકીય નુકસાન માટે પૉલિસી ભરપાઈ કરે છે.

Damage to e-reputation
ઇ-પ્રતિષ્ઠાને હાનિ

આજની આ ડિજિટલ દુનિયામાં તમારી પ્રતિષ્ઠાને ડાઘ લગાવવા માટે ટ્રોલ કરનારને માત્ર થોડી જ સેકંડ લાગે છે. ઇ@સિક્યોર વડે આવાં જોખમો સામે સુરક્ષિત રહો.

Identity theft
ઓળખની ચોરી

તમને ખબર પણ નથી કે કોઈ ઢોંગી કેવી રીતે ગણતરીની ક્ષણોમાં તમારી ઇમેજને ખરાબ કરી શકે છે. અમારું ઇ@સિક્યોર મેળવો અને આ જોખમથી પોતાને સુરક્ષિત રાખો.

Cyber bullying
સાયબર બુલિંગ

એચડીએફસી અર્ગો ઇ@સિક્યોર ઇન્શ્યોરન્સ સાથે પૉલિસી મર્યાદાના 10% સુધીનું કવર મેળવીને તમારા અને તમારા પ્રિયજનોને સાયબર બુલિંગ સામે સુરક્ષિત રાખો.

e-Extortion
ઇ-ખંડણી

ઇ@સિક્યોર સાથે બ્લૅકમેલર અને રેન્સમવેર હુમલા સામે પોતાને સુરક્ષિત કરો, જે ઑનલાઇન ખંડણી સામે પૉલિસી મર્યાદાના 10% સુધીનું કવરેજ પ્રદાન કરે છે

શું શામેલ નથી?

Intentional Loss
ઇરાદાપૂર્વકનું નુકસાન

અમે એવી છેતરપિંડીના કૃત્ય માટે વળતર આપી શકતા નથી, જે ઇરાદાપૂર્વક/જાણીજોઈને કરેલ હોય.

Pre-existing Loss
પહેલેથી હાજર નુકસાન

તમારા દ્વારા પૉલિસી માટે સાઇન અપ કર્યા પછી જ આપણી પાર્ટનરશિપના લાભો શરૂ થાય છે. તે પહેલા અમે તમારા માટે કંઈ કરી શકતા નથી.

Unexplained Loss
અસ્પષ્ટ નુકસાન

રહસ્ય ઉકેલવા કરતાં વધુ રસપ્રદ કંઈ નથી. પરંતુ એવા નુકસાન જેનું સ્પષ્ટીકરણ આપી શકાતું નથી અથવા જેને શોધી શકાતા નથી, અથવા રહસ્યમય રીતે ગાયબ થઈ જતા નુકસાન ઇ@સિક્યોર હેઠળ કવર કરવામાં આવતા નથી.

Delayed Claims
વિલંબિત ક્લેઇમ

એક બાજુ અમે તમને દરેક ક્લેઇમમાં મદદ કરવા ઈચ્છીએ છીએ, ત્યારે દુર્ભાગ્યવશ, કોઈ ઘટનાના છ મહિના પછી કરેલ ક્લેઇમ માટે અમે કંઈ કરી શકતા નથી.

Offline activity
ઑફલાઇન ઍક્ટિવિટી

અમે તમને ડિજિટલ દુનિયામાં સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરવાનું વચન આપીએ છીએ, પરંતુ અમે દિલગીર છીએ કે આ પ્લાન હેઠળ અમે ઑફલાઇન ક્ષેત્રમાં કોઈ મદદ પ્રદાન કરી શકતા નથી.

ઍડ-ઑન કવર્સ

ફેમિલી કવર

ઇન્ટરનેટના વપરાશથી થતા નુકસાન/ક્ષતિ સામે સુરક્ષા સાથે વાસ્તવિક જીવનમાં તમારા પરિવારને ઑનલાઇન સુરક્ષિત કરો. પોતાને, તમારા જીવનસાથી અને તમારા બે બાળકોને (ઉંમરની કોઈપણ લિમિટ વિના) સુરક્ષિત કરો અને સંપૂર્ણ પરિવાર માટે સંપૂર્ણ ડિજિટલ સુરક્ષાની ખાતરી કરો.


તે કેવી રીતે કામ કરે છે?
જો તમારા પરિવારના કોઈપણ સભ્યને ઇન્ટરનેટના વપરાશથી કોઈપણ નુકસાન અથવા ક્ષતિ થાય છે (કવરેજમાં ઉલ્લેખિત કોઈપણ બનાવ દ્વારા), તો તમને આવશ્યક કવર પ્રદાન કરવા માટે ઇ@સિક્યોર પર વિશ્વાસ કરી શકો છો.

માલવેર માટે કવર

જેમ તમે તમારા ઘરના દરવાજાને લૉક કરીને સુરક્ષિત કરો છો, તેમ તમારી ડિજિટલ એસેટને પણ સુરક્ષિત કરો. માલવેર દ્વારા ડિજિટલ એસેટના કરપ્ટ અને નષ્ટ થવા સામે સુરક્ષા મેળવો. આ ઍડ-ઑન પૉલિસી લિમિટના 10% સુધીના રિપ્લેસમેન્ટ ખર્ચ માટે વળતર આપે છે .


તે કેવી રીતે કામ કરે છે?
જો તમારી સિસ્ટમમાં માલવેરને કારણે તમારી ડિજિટલ એસેટ કરપ્ટ થઈ જાય અને તેને લીધે તમને કોઈપણ નુકસાન થાય, તો અમે તમારી એસેટને રિસ્ટોર કરવામાં થતા રિપ્લેસમેન્ટ ખર્ચને ભરપાઈ કરીશું (પૉલિસી લિમિટના 10% સુધીના કવરેજ સાથે).
awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
awards
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
awards
awards
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સર્વોત્તમ પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
awards
awards
awards
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ, 2021 માં "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સેલન્સ" શ્રેણી હેઠળનો એવૉર્ડ જીત્યો છે.
એચડીએફસી અર્ગો શા માટે?
awards

સુરક્ષિત #1.6+ કરોડ સ્મિત!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
awards

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
awards

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 20 વર્ષથી, અમે દરેક પોર્ટફોલિયો માટે વ્યાપક શ્રેણીના પ્લાન અને ઍડ ઑન કવર પ્રદાન કરીને અનંત કસ્ટમરની જરૂરિયાતોને અવરોધ વગર પૂરી કરી રહ્યા છીએ.
awards

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સર્વોત્તમ પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
awards

Awards

એચડીએફસી અર્ગોએ FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ, 2021 માં "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સેલન્સ" શ્રેણી હેઠળનો એવૉર્ડ જીત્યો છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

આજકાલ દરેક વ્યક્તિ, યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી, સૌ કોઈ સાયબર સ્પેસમાં સક્રિય છે. આવા દરેક વ્યક્તિને ઑનલાઇન જોખમોનો સામનો કરવો પડી શકે છે. તેથી, સાયબર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી ઑનલાઇન છેતરપિંડી સામે સુરક્ષા મળી શકે છે. આ પૉલિસી 18 વર્ષ અને તેથી વધુ વયના કોઈપણ વ્યક્તિ દ્વારા ખરીદી શકાય છે અને તેને પોતાના, જીવનસાથી અને બે આશ્રિત બાળકો (ઉંમરની કોઈપણ લિમિટ વગર) માટે ખરીદી શકાય છે.
સાઇબર ઇન્શ્યોરન્સ એ સાઇબર છેતરપિંડીને કારણે થતા નુકસાન સામે કવર પ્રદાન કરે છે. વધતા ઇન્ટરનેટના ઉપયોગ સાથે, દરેક વ્યક્તિ સાઇબરસ્પેસમાં હાજર જોખમોથી પ્રભાવિત થઈ શકે છે. સાઇબર ઇન્શ્યોરન્સ સાથે, કોઈપણ વ્યક્તિ પોતાને અને પરિવારના સભ્યોને અનધિકૃત ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન, ફિશિંગ અને ઇમેઇલ સ્પૂફિંગ, ઇ-પ્રતિષ્ઠાને નુકસાન, ઓળખ ચોરી, સાયબર બુલિંગ અને ઇ-ખંડણીને કારણે થતા ફાઇનાન્શિયલ જોખમો સામે સુરક્ષિત કરી શકે છે.
હા, ઇન્શ્યોર્ડ વ્યક્તિ ઇન્શ્યોરન્સ કંપની તરફથી સંમતિ મેળવ્યાં પછી પોતાના વકીલને રોકી શકે છે.
ઇ@સિક્યોર પૉલિસી એ વ્યક્તિઓ અને તેમના પરિવારને ઑનલાઇન છેતરપિંડી અને અપરાધો સામે કવર પ્રદાન કરે છે. આમાં ઑનલાઇન ખરીદી સંબંધિત છેતરપિંડી, ઇમેઇલ સ્પૂફિંગ, ફિશિંગ, ઇ-પ્રતિષ્ઠાને નુકસાન વગેરેનો સમાવેશ થઈ શકે છે.
આ પૉલિસી ઇન્શ્યોર્ડ વ્યક્તિના આશ્રિત બાળકોને કવર કરી લેવા માટે વધારી શકાય છે. આ પૉલિસી તેમને તેમની ઑનલાઇન પ્રતિષ્ઠાને નુકસાનથી, સાયબર ગુંડાગીરી અને ઉત્પીડનથી અને આવી ગુંડાગીરીને કારણે થતા માનસિક ત્રાસ સામે રક્ષણ આપી શકે છે.

આ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતા જોખમો છે :

  • ઇ-પ્રતિષ્ઠાને નુકસાન–ત્યારે થાય છે જ્યારે થર્ડ પાર્ટી ઇન્ટરનેટ (ફોરમ, બ્લૉગ પોસ્ટિંગ, સોશિયલ મીડિયા અને અન્ય કોઈપણ વેબસાઇટ સહિત) પર તમારા વિશે હાનિકારક માહિતી પ્રકાશિત કરે છે
  • ઓળખની ચોરી – ત્યારે થાય છે જ્યારે પૈસા, માલ અથવા સેવાઓ મેળવવા માટે થર્ડ પાર્ટી દ્વારા ઇન્ટરનેટ પર તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરવામાં આવે છે.
  • અનધિકૃત ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન- ત્યારે થાય છે જ્યારે ઇન્ટરનેટ પર કરેલી ખરીદી માટે તમારા બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ/ડેબિટ કાર્ડનો થર્ડ પાર્ટી દ્વારા છેતરપિંડીથી ઉપયોગ કરવામાં આવે છે.
  • ઇ-ખંડણી– ત્યારે થાય છે જયારે થર્ડ પાર્ટી તમારી પાસેથી માલ, પૈસા અથવા સેવાઓને તારવવાના હેતુથી ઇન્ટરનેટ પર ધમકી આપે છે.
  • સાયબર બુલિંગ અથવા સતામણી – જો તમે કોઈ થર્ડ પાર્ટી દ્વારા સાયબર બુલિંગ અથવા સતામણીથી પીડિત છો.
  • ફિશિંગ અને ઇમેઇલ સ્પૂફિંગ– ફિશિંગ અને ઇમેઇલ સ્પૂફિંગને કારણે ફાઇનાન્શિયલ નુકસાન કવર કરે છે.

ઍડ ઑન કવર:

  • પરિવાર - સ્વયં, જીવનસાથી અને આશ્રિત બાળકોનો સમાવેશ કરવા માટે કવર આપે છે (પરિવારના મહત્તમ 4 સભ્યો સુધી)
  • માલવેર સામે ડિજિટલ એસેટનું રક્ષણ- ડિજિટલ ડેટાની પુન:પ્રાપ્તિ અને પુન:એકત્રીકરણ ખર્ચને કવર કરે છે, જે જવાબદારીની લિમિટના મહત્તમ 10% સુધી છે.
ફિશિંગ એ કોઈ જાણીતી અને માન્ય વેબસાઇટની હૂબહૂ નકલ કરવાની પ્રક્રિયા છે, લોકો આવી નકલી વેબસાઇટને અસલી સમજીને તેમાં ટ્રાન્ઝૅક્શન કરે છે અને પોતાની વિગતો શેર કરે છે, જેથી આવા કસ્ટમરને ફાઇનાન્શિયલ નુકસાન વેઠવું પડે છે. ઇમેઇલ સ્પૂફિંગમાં નકલી ઇમેઇલ ID થી શિકારને ઇમેઇલ કરવામાં આવે છે અને તેમની સંવેદનશીલ માહિતી જેવી કે તેમની બેંક એકાઉન્ટની વિગતો, કમ્પ્યુટર સિસ્ટમ, પાસવર્ડ જેવી વ્યક્તિગત માહિતી હડપી લેવામાં આવે છે.
ફિશિંગને પૉલિસી લિમિટના 15% સુધી અને ઇમેઇલ સ્પૂફિંગને પૉલિસી લિમિટના 25% સુધી કવર કરવામાં આવે છે. આ પૉલિસી ઉક્ત હુમલાઓને કારણે થયેલ ફાઇનાન્શિયલ નુકસાન સામે ચુકવણી કરે છે.
આ પૉલિસી વિશ્વવ્યાપી ધોરણે ઑનલાઇન છેતરપિંડી અને અપરાધોથી થતાં નુકસાનને કવર કરે છે. જો કે, પૉલિસી હેઠળ કોઈપણ કાનૂની કાર્યવાહી માટે અધિકારક્ષેત્ર ભારત રહે છે.
જો ક્લેઇમના સમયે, અનેક સેક્શન ટ્રિગર થાય, તો પૉલિસી સૌથી વધુ સબ-લિમિટ ધરાવતા સેક્શન હેઠળ ક્લેઇમની ચુકવણી કરશે. દા.ત.: જો કોઈ નુકસાન બંને ઇ-પ્રતિષ્ઠાને હાનિના સેક્શન (પૉલિસી લિમિટના 25% સુધી કવર કરેલ) અને અનધિકૃત ઑનલાઇન ટ્રાન્ઝેક્શન (પૉલિસી લિમિટના 100% સુધી કવર કરેલ) ને ટ્રિગર કરે, તો ક્લેઇમની ચુકવણી અનધિકૃત ઑનલાઇન ટ્રાન્ઝેક્શન હેઠળ કરવામાં આવશે.
હા. સાયબર ઇન્શ્યોરન્સ તમારા ક્રેડિટ કાર્ડ, વ્યક્તિગત બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને ઇ-વૉલેટનો ઉપયોગ કરીને કરેલ અનધિકૃત ઑનલાઇન ખરીદીને કવર કરે છે.
ઇન્શ્યોર્ડ વ્યક્તિ ક્રાઇમની ઘટનાના 6 મહિનાની અંદર ક્લેઇમ રજિસ્ટર કરી શકે છે, ત્યારબાદ ક્લેઇમ ચુકવવાપાત્ર રહેશે નહીં.
ક્લેઇમ કરવાની સ્થિતિમાં અને કોઈ ચોક્કસ બનાવની શોધ પર ક્લેઇમની જાણકારી આપવા માટે, ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ક્લેઇમ કર્યા પછી 7 દિવસની અંદર સંપૂર્ણ વિગતો સાથે એચડીએફસી અર્ગોને યોગ્ય રીતે ભરેલા ક્લેઇમ ફોર્મ સાથે લેખિત સૂચના આપવી આવશ્યક છે.
હા, પૉલિસી તમારા જીવનસાથીને અને 2 આશ્રિત બાળકોને ઉંમરની કોઈ લિમિટ વગર અને વધારાના પ્રીમિયમ સાથે કવર કરવા માટે વધારી શકાય છે.
ઓળખ ચોરી એ ક્રેડિટ, લોન વગેરે મેળવવા માટે અન્ય વ્યક્તિના નામ અને વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવાની છેતરપિંડીની પ્રથા છે.
હા, ઇ@સિક્યોર પૉલિસી ઓળખની ચોરીને કવર કરે છે.
જો તમે ઇ@સિક્યોર પૉલિસી હેઠળ ઇન્શ્યોર્ડ છો, તો તમારા એકાઉન્ટની વિગતોનો ઉપયોગ કરીને છેતરપિંડીથી કરેલી ઑનલાઇન ખરીદીને કારણે તમારા દ્વારા થયેલ ફાઇનાન્શિયલ નુકસાન કવર કરવામાં આવે છે. ઇન્શ્યોર્ડ ક્રાઇમની ઘટનાના 6 મહિનાની અંદર ક્લેઇમ રજિસ્ટર કરી શકે છે, ત્યારબાદ ક્લેઇમ ચુકવવાપાત્ર રહેશે નહીં.
આ પૉલિસી ₹50,000 થી 1 કરોડ સુધીના ક્ષતિપૂર્તિ વિકલ્પોની એકથી વધુ લિમિટ પ્રદાન કરે છે. ઇન્શ્યોર્ડ કોઈપણ વિકલ્પો પસંદ કરી શકે છે અને પરિવાર અને માલવેર ઍડ ઑન કવર પણ લઈ શકે છે. કવર ઇન્શ્યોરન્સ લેનારની ક્રેડિટ લિમિટ, તેમના બેંક એકાઉન્ટમાં બૅલેન્સ અને ફ્રીક્વન્સી અને ઇન્ટરનેટ પર કરેલી ખરીદીની રકમ પર આધારિત રહેશે.
હા, પૉલિસી ઇ-પ્રતિષ્ઠા તેમજ સાયબર બુલિંગ અને સતામણીને કવર કરે છે. ઇ-પ્રતિષ્ઠાને નુકસાન થવાના કિસ્સામાં, પૉલિસી ઇન્ટરનેટ પર નુકસાનકારક સામગ્રીનું કાઉન્ટર કરવા માટે આઇટી સ્પેશલિસ્ટની નિમણૂક કરવાના ખર્ચની ભરપાઈ કરશે. પૉલિસી હોલ્ડર પછીના તણાવને સંચાલિત કરવા માટે મનોવૈજ્ઞાનિકની સલાહ માટેના ખર્ચની ભરપાઈ પણ મેળવવા પાત્ર છે. સાયબર બુલિંગ અને સતામણીના કિસ્સામાં, પૉલિસી આઘાત બાદના તણાવને સંચાલિત કરવા માટે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવાની કિંમતની ચુકવણીનું વળતર આપે છે.
હા, જો કોઈ વ્યક્તિને માલવેરથી ડિજિટલ સંપત્તિઓના કરપ્શન અથવા નાશને કારણે નુકસાન થયું હોય તો પૉલિસી સુરક્ષા પ્રદાન કરે છે. આ પૉલિસી માલવેર દ્વારા અતિરિક્ત પ્રીમિયમ પર ખરાબ ડિજિટલ સંપત્તિઓના ફેરબદલી, પુન:પ્રાપ્તિ અને મુક્તિનો ખર્ચ ચૂકવે છે.
જો તેના એકાઉન્ટ અથવા કાર્ડની વિગતોનો ઉપયોગ છેતરપિંડીથી ઑનલાઇન ખરીદી કરવા માટે કરવામાં આવે છે ઇન્શ્યોરન્સ લેનાર ઇ@સિક્યોર પૉલિસી હેઠળ ક્લેઇમ કરી શકે છે. આ પૉલિસી બેંક એકાઉન્ટમાંથી પૈસાના ઉપાડને કવર કરતી નથી.