Car Insurance Renewal
Premium starts at ₹2072 ^

પ્રીમિયમની શરૂઆત

₹2072 થી થાય છે*
7100+ Cashless Network Garages ^

7100થી વધુ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
Overnight Car Repair Services ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસીસ
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ રિન્યુ

કાર ઇન્શ્યોરન્સ

 renewal made easy!
Car insurance renewal made easy!
તમે સૌ પ્રથમ વાર કાર ચલાવી હતી તે દિવસ યાદ છે? તે અદ્ભુત લાગણી અને કોઈપણ કિંમતે તમારી કારને સુરક્ષિત રાખવાનો નિર્ધાર તમે કર્યો હતો, એ નિર્ધાર રિન્યૂ કરવાનો સમય આવી ગયો છે. કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ એટલે પુષ્કળ પેપરવર્કની ઝંઝટ અને સમય માંગી લેતી પ્રક્રિયાઓ જેવું લાગી શકે છે, જો કે અમને તમને જણાવતા આનંદ થાય છે કે વાસ્તવિકતા એકદમ અલગ છે. એચડીએફસી અર્ગોનું ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ સરળ, ઝડપી અને થોડી જ ક્લિકમાં થઈ જાય છે. તેથી વધુ વિલંબ વગર તમારી કારની સુરક્ષાના કરારને રિન્યૂ કરો!

 6 કારણો કે જેને કારણે એચડીએફસી અર્ગોનો કાર ઇન્શ્યોરન્સ તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ

Zero Documentation & Instant Policy
શૂન્ય ડૉક્યુમેન્ટેશન અને ત્વરિત પૉલિસી
કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર વગર તમારી કારને સરળતાથી અને ત્વરિત સુરક્ષિત કરો.
7100+ Network of Cashless Garages**
7100+ કૅશલેસ ગેરેજનું નેટવર્ક**
દેશના લગભગ કોઈપણ ખૂણામાં તમારી પસંદગીના ગેરેજમાં ઉત્તમ સર્વિસ અને ઝડપી કૅશલેસ સેટલમેન્ટ મેળવો.
Immediate Claim Settlement for Minor Damages~
નાના નુકસાન માટે તાત્કાલિક ક્લેઇમ સેટલમેન્ટ~
કોઈને રાહ જોવાનું પસંદ નથી, અમે તમને સમજીએ છીએ! જો ક્લેઇમ નાના નુકસાન માટે હોય, તો તમને રાહ જોવડાવવાનું અમને પસંદ નથી, હવે તેને તરત જ સેટલ કરો
Personal accident cover of Rs. 15 Lacs
₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર
વ્યક્તિગત તેમજ આર્થિક સુરક્ષા સૌથી મહત્વની છે, અને અમારું વ્યક્તિગત અકસ્માત કવર તમને તે પૂરું પાડે છે.
24x7 Roadside Assistance^^
24x7 રોડસાઇડ આસિસ્ટન્સ^^
કોઈ સૂમસામ રસ્તા પર, કે જ્યાં કોઈ મદદ ઉપલબ્ધ નથી, તેવા સ્થળે તમારી કાર બગડી ગઈ છે? અમારી 24x7 રોડસાઇડ તમારી સહાયમાં આવે છે.
Overnight Repair Service¯
ઓવરનાઇટ રિપેર સર્વિસ
તમે રોડ ટ્રિપની યોજના બનાવી હતી, પરંતુ આગલી રાત્રે કારમાં કોઈ ખામી જણાઈ હતી? અમારી ઓવરનાઇટ રિપેર સર્વિસ વડે તમારી કારને સવાર સુધીમાં રિપેર થઈ જાય છે.

કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પ્લાન્સના વિકલ્પો

જો તમે ઑલ-રાઉન્ડ સુરક્ષા અને સરળ રિન્યૂઅલ ઇચ્છો છો, તો આ પ્લાન પસંદ કરો. અકસ્માત, ચોરી અને આગથી લઈને કુદરતી આપત્તિઓ અને થર્ડ પાર્ટીની જવાબદારી સુધી, તે તમામ સંભવિત ખર્ચને કવર કરશે.

X
સંપૂર્ણ રક્ષણ મેળવવા માંગતા કાર પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે છે:

અકસ્માત

વયક્તિગત અકસ્માત કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

વધુ જાણો

મોટર વાહન અધિનિયમ 1988 મુજબ તે ફરજિયાત છે અને વ્યક્તિગત અકસ્માત તેમજ થર્ડ પાર્ટી વાહન અથવા વ્યક્તિને થયેલા કોઈપણ નુકસાન અથવા ઈજાને આવરી લે છે.

X
કારનો નિયમિત ઉપયોગ ન કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

વયક્તિગત અકસ્માત કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

જો તમારી પાસે પહેલેથી જ થર્ડ પાર્ટી કવર છે, તો તમારા કાર ઇન્શ્યોરન્સ માટે આ કવર જરૂરી છે. તે વધુ સુરક્ષા પ્રદાન કરે છે, કારણ કે તેમાં અકસ્માત, કુદરતી આપત્તિઓ, આગ અને ચોરીને આવરી લેવામાં આવે છે.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

આગ

ઍડ-ઑનની પસંદગી

ચોરી

કાર ઇન્શ્યોરન્સની અવધિ સમાપ્ત થઈ ગઈ છે? આગળ શું કરવું તે જાણો!


શું તમે કોઈ વાત જલ્દી ભૂલી જાઓ છો? ઘણીવાર આપણી દિનચર્યામાં આપણે કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ જેવી મહત્વપૂર્ણ વાત ભૂલી જઇએ છીએ જેના કારણે તેની માન્યતા પૂરી થઈ જાય છે, જેને કારણે તમે ઉચાટ અનુભવી શકો છો! પરંતુ, એચડીએફસી અર્ગોની કસ્ટમર સપોર્ટ ટીમ તમને સમયસર રિન્યૂઅલ રિમાઇન્ડર મોકલીને પૉલિસી સમયસર રિન્યુ થાય તેની ખાતરી કરીને તમારી કારને હંમેશા સુરક્ષિત રાખે છે. આમ છતાં તમે તમારા કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરવાનું ચૂકી ગયા છો, તો ચિંતા કરશો નહીં! નવું કાર ઇન્શ્યોરન્સ કવર ખરીદવા માટે 4-પગલાની એક સરળ પ્રક્રિયા અહીં આપેલ છે:

Step 1 to calculate car insurance premium

STEP 1

તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો

Step 2 - Select policy cover- calculate car insurance premium

STEP 2

Select your policy cover* (In case we are not able to auto fetch
your vehicle detailswe will need just a few details of your vehicle
- Make, model, variant, registration year and registration city)

 

Step 3- Previous car insurance policy details

STEP 3

તમારી પાછલી પૉલિસી અને
નો ક્લેઇમ બોનસ (NCB) સ્ટેટસ

Step 4- Get you car insurace premium

STEP 4

તમારા કાર ઇન્શ્યોરન્સનું ક્વોટેશન તરત મેળવો!


શું કવર કરવામાં આવે છે અને શું નહીં

Covered in Car insurance policy - Accidents

અકસ્માત

અકસ્માતો દુખદાયી હોય છે. પરંતુ અમારી પર ભરોસો રાખો, તમને થયેલા નુકસાનના રિપેરીંગ ખર્ચને અમે કવર કરીએ છીએ.

Covered in Car insurance policy - fire explosion

આગ અને વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ એવા શબ્દો છે જેનાથી કોઈને પણ ડર લાગી શકે છે, પરંતુ જો તમારી કારને આગ અથવા વિસ્ફોટથી નુકસાન થાય છે, તો અમે નુકસાનને કવર કરીએ છીએ.

Covered in Car insurance policy - theft

ચોરી

વધતી ગુનાખોરીની સાથે કારની ચોરીની ઘટના પણ વારંવાર બને છે. આવી પરિસ્થિતિમાં અમે તમારી કારને પાછી તો લાવી શકતા નથી, પરંતુ અમે આર્થિક નુકસાનને કવર કરી શકીએ છીએ.

Covered in Car insurance policy - Calamities

આપત્તિઓ

કુદરતી આપત્તિને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે, ત્યારે તમારી કારને પણ નુકસાન થઈ જ શકે છે! આવી આપત્તિ બાદ જ્યારે તમે પરિસ્થિતિ પૂર્વવત કરી રહ્યા હોવ છો, ત્યારે અમે તમારી કારને થયેલા નુકસાનને કવર કરીએ છીએ.

Covered in Car insurance policy - Personal accident

વ્યક્તિગત અકસ્માત

અકસ્માત એક અણધારી ઘટના છે જેની આગોતરી જાણ કોઈને હોતી નથી. પરંતુ જો આવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ ઉદ્ભવે છે, તો તમે રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, અમે તમારા તબીબી ખર્ચને સંભાળી લઈશું.

Covered in Car insurance policy - third party liability

થર્ડ પાર્ટી લાયબિલિટી

જો તમારાથી કોઈ અન્ય વ્યક્તિને ઈજા થાય છે, કે એમના વાહનમાં ગોબો પડે છે કે કશું તૂટી જાય છે, તો તેની ચૂકવણી કરવા તમે બંધાયેલા છો. અમે તમને આવરી લઈએ છીએ અને થર્ડ પાર્ટીને થયેલા કોઈપણ નુકસાનની ભરપાઈ અમે કરીશું!

તમારા કાર ઇન્શ્યોરન્સને સમયસર રિન્યુ કરવાના 3 કારણો

1
વાહન ચલાવવા માટે તૈયાર રહો
મોટર વાહન અધિનિયમ મુજબ ભારતમાં ઓછામાં ઓછું થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે તે કારના માલિક તરીકે તમારે જાણવું જરૂરી છે. માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોવી એ દંડનીય અપરાધ છે અને તમને મોટો દંડ થઈ શકે છે. તમને આવી પરિસ્થિતિ નહીં ગમે, બરાબર ને? તેથી જ કાર ઇન્શ્યોરન્સનું સમયસર રિન્યૂઅલ જરૂરી છે.
2
લાભો જતા કરશો નહીં
અમે શેની વાત કરી રહ્યા છીએ એમ વિચારો છો? તમારી પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ કર્યા વિનાના પ્રત્યેક વર્ષ માટે તમે નો ક્લેઇમ બોનસ (NCB) જમા કરો છો, જે તમને પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટનો લાભ આપે છે. પરંતુ, જો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થઈ જાય છે, તો તમે તમારું NCB, અને ત્યારબાદ ડિસ્કાઉન્ટનો લાભ ગુમાવી શકો છો. એક સરળ 3-ક્લિક રિન્યૂઅલ પ્રક્રિયા તમને આવા અનિચ્છનીય નુકસાનથી બચાવી શકે છે.
3
આર્થિક નુકસાન સામે સુરક્ષા
માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોવાથી તમે ચોરી, અકસ્માત, કુદરતી આપત્તિઓ અને વધુ જેવા જોખમો સામે અસુરક્ષિત બની શકો છો. પરિણામી નુકસાન અથવા ખોટને કારણે તમને હજારોનું કે તેથી વધુ આર્થિક નુકસાન થઈ શકે છે.

તમારા કાર ઇન્શ્યોરન્સને મજબૂત બનાવવા માટે ઍડ-ઑન કવર

Boost your coverage
Zero Depreciation Cover - Insurance for Vehicle

કારનું મૂલ્ય સતત બદલાયા કરે છે ; જેમ જેમ કારનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ તેમ તેનું મૂલ્ય ઘટે છે. પરિણામે, જો અને જ્યારે તમે ક્લેઇમ કરો છો તો તમને સંપૂર્ણ રકમ ન મળે તેમ બની શકે છે. ચૂકવવામાં આવતી રકમ ડેપ્રિશિયેશન મૂલ્યને બાદ કરીને આપવામાં આવશે. જો કે, ઝીરો ડેપ્રિશિયેશન કવર પસંદ કરવાથી તમે તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવણી કર્યા વિના સંપૂર્ણ રકમ મેળવી શકશો!

No Claim Bonus Protection:

એક અનિવાર્ય એવો ક્લેઇમ કર્યા બાદ હવે તમારા NCB ડિસ્કાઉન્ટ વિશે ચિંતિત છો? ચિંતા ન કરો! નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન ઍડ-ઑન કવર તમારા અત્યાર સુધીના નો ક્લેઇમ બોનસ (NCB) ને સુરક્ષિત રાખીને તેને આગામી NCB સ્લેબ પર લઈ જાય છે, જેને કારણે તમને તમારા પ્રીમિયમ પર નોંધપાત્ર છૂટ મળે છે.

Emergency Assistance Cover

આપણા સૌની પાસે એક ભરોસાપાત્ર મિત્ર છે જેને આપણે સવારે 3 વાગ્યે મદદ માટે કૉલ કરી શકીએ છીએ. આ કવર તમારો ચોવીસે કલાકનો મિત્ર અને સહાયક હશે. રિફ્યૂઅલિંગ, ટાયર બદલવું, ટોઇંગ, મિકેનિકની વ્યવસ્થા વગેરે માટે ઇમરજન્સી સહાય કવર તમારી મદદે હાજર હશે અને તેના 24X7 સહાયના વચન મુજબ ઉપલબ્ધ હશે.

Boost your coverage
Return to Invoice

જો તમારી કારને સંપૂર્ણપણે નુકસાન થયું હોય અથવા કારને ચોરાઈ ગઈ હોય તો રિટર્ન ટૂ ઇન્વૉઇસ કવર તમને તમારી સંપૂર્ણ ફાઇનાન્શિયલ નુકસાનને રિકવર કરવામાં મદદ કરે છે. માત્ર જાહેર કરેલ ઇન્શ્યોરન્સ મૂલ્ય જ નહીં પરંતુ વાસ્તવિક બિલ મૂલ્ય પણ, જેમાં રોડ ટૅક્સ અને રજિસ્ટ્રેશન ફીનો સમાવેશ થાય છે.

Engine and Gearbox Protector

એન્જિન અને ગિયરબૉક્સ તમારી કારને સારી રીતે ચલાવવા માટે આપણા હૃદય અને ફેફસાંની જેમ જ મહત્વપૂર્ણ છે. તેથી, તેમને એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર જેવા ઍડ-ઑન વડે સુરક્ષિત કરવા જરૂરી છે જેથી નુકસાન થાય તો તમે મોટી રકમ ચૂકવવાથી બચી શકો છો.

Downtime Protection

અકસ્માત પછી તમારી કાર ગેરેજમાં છે, પરંતુ કામે જવું જરૂરી છે અને પરિવહન ખર્ચની ચિંતા છે? આવી પરિસ્થિતિને અવરોધરૂપ બનવા દેશો નહીં. ડાઉનટાઇમ પ્રોટેક્શન ઍડ-ઑન દ્વારા, તમારી કાર ઉપલબ્ધ ન હોવાને કારણે તમને થતા ખર્ચ માટે પૂર્વ-નિર્ધારિત રકમ ચૂકવવામાં આવશે.

કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરતી વખતે ધ્યાનમાં લેવા જેવા 4 પરિબળો

કાર ઇન્શ્યોરન્સના રિન્યુઅલનો સમય થયો છે? અમે તમારી ઉતાવળને સમજી શકીએ છીએ, પરંતુ તેમ કરતા પહેલાં નીચેના 4 પરિબળોને ધ્યાનમાં લો:

Do your research premiums

તમારી રીતે શોધખોળ કરો

સંપૂર્ણ રિસર્ચ અને તુલના કર્યા પછી, કાર ઇન્શ્યોરન્સ કવર પસંદ કરો જે તમારી જરૂરિયાતોને અનુરૂપ છે તેમજ તમારા બજેટમાં બંધબેસે છે. એક એવું કવર પસંદ કરો જે તમને પોસાય તેવું હોય અને સંપૂર્ણ કવરેજ આપતું હોય. ઉપરાંત, તમે પસંદ કરેલા ઍડ-ઑન કવર અને તે જે કાર્ય કરશે તે અંગે નોંધપાત્ર ધ્યાન આપો.

Set the right IDV  - Car insurance

યોગ્ય IDV નક્કી કરો

તમારી કારનું ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવતા સમયે નક્કી કરવામાં આવતું યોગ્ય IDV એ તમારી પ્રીમિયમ રકમ નિર્ધારિત કરવાની ચાવી છે. ઓછી IDV અને ઉચ્ચ IDV વચ્ચે સમતોલન રાખવું જરૂરી છે, કારણ કે આ એ જ રકમ છે જે તમને તમારી કારની ચોરી અથવા સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં તમારા ઇન્શ્યોરર દ્વારા ચૂકવવામાં આવશે.

Grab your No Claim Bonus

તમારું નો ક્લેઇમ બોનસ મેળવો

જો તમે પહેલાના વર્ષમાં કોઈ ક્લેઇમ કરેલ નથી, તો તમે તમારા NCB લાભો એકત્રિત કરી શકો છો. આમ, તમને NCBનો લાભ મળી શકે છે કે નહીં તેની તપાસ કરો, અને કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરાવતી વખતે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મેળવો.

Opt for a voluntary deductible

સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદ કરો

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમના વધતા દરો તમને ચિંતાતુર બનાવે છે? તમારા કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરતી વખતે સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદગી કરવાથી રકમ ઘટાડવામાં મદદ મળી શકે છે. વધુ સ્પષ્ટપણે કહીએ તો, સ્વૈચ્છિક કપાતપાત્ર એ પૂર્વ-નિર્ધારિત એ રકમ છે જે ક્લેઇમ કરવામાં આવે તો તમારે ચૂકવવાની રહેશે.

Cashless garage network
7100+** ગેરેજનું નેટવર્ક
ભારતભરમાં

એવૉર્ડ અને સન્માન

છેલ્લું અપડેટ: 2021-08-09

તમામ એવૉર્ડ જુઓ